Translate

Search This Blog

Tuesday, September 5, 2017

કરુણાનું પ્રતીક છે અશ્રુ અને અશ્રુનો સ્વભાવ છે વહેવું


કરુણાનું પ્રતીક છે અશ્રુ અને અશ્રુનો સ્વભાવ છે વહેવું


  • મારું એક સૂત્ર છે, દેહશતથી કંઇ નથી થતું, મહેનતથી કંઇક કંઇક થાય છે. રહેમતથી બધું થાય છે. એટલા માટે શરણાગતિના માર્ગને પકડીને પલાંઠી વાળીને બેસી ગયા છીએ. 
  • કરશો તો કર્તૃત્વ આવશે. સફળતા મળશે તો અહંતા આવશે. પછી મેં કર્યું, મેં કર્યું થશે! તો પછી મમતા આવશે. 
  • રહેમતને વરસવાનો મોકો તો આપો. આપણે મોકો જ નથી આપતા! રહેમત ઇચ્છે છે કે કોઇ થોડી ધીરજ ધરે તો હું એને નવડાવી દઉં. 
  • સત્ય કાયમ છે, કાળ અબાધિત છે. આપણે નહોતા ત્યારે પણ હતું, આપણે છીએ ત્યારે પણ છે, આપણે નહીં હોઇએ ત્યારે પણ હશે. સત્યને આદર્શ ન બનાવો. એ આદર્શ નથી, જીવનનું યથાર્થ છે. આદર્શ તો બદલતા રહે છે. નીતિ-નિયમો બદલતા રહે છે. સત્ય નથી બદલતું. 
  • સત્યને કારણે છ વસ્તુને તણખલાની માફક તોડવી પડશે. પરંતુ પ્રેમ કરશો તો છ વસ્તુ ફૂલની માફક પરમનાં ચરણોમાં સમર્પિત કરવી પડશે.


તનુ તિય તનય ધામુ ધનુ ધરની.
સત્યસંઘ કહુ તૃન સમ બરની.


  • સત્ય માટે તન, તિય, તનય, ધામ, ધન અને ધરતી તણખલાની માફક છોડવી પડશે. 
  • પ્રેમ જીવનનો યથાર્થ બને છે, આદર્શ નહીં. પ્રેમને તણખલાની માફક કંઇ તોડવાનો નથી હોતો. પ્રેમ બહુ નાજુક છે. પ્રેમનું એક ફૂલ છે જે અસ્તિત્વનાં ચરણોમાં ચડાવવાનું હોય છે. જે પ્રેમી હોય છે એ શરીરને ફૂલ સમજીને આખો દેહ પરમાત્માને સમર્પિત કરે છે. 
  • સત્યમાં ગાંધીબાપુને રાખીએ છીએ. પ્રેમમાં ભગવાન ચૈતન્યને રાખીએ. પ્રેમને કારણે ચૈતન્યએ દેહના ફૂલને ભગવાન જગન્નાથને અર્પણ કરી દીધું. 
  •  એ જ રીતે તનય, દરેક વસ્તુની મમતાને સંકેલી લીધી હતી, માત્ર એક જ મમતા, પ્રેમ. 
  • ધામ એટલે પોતાનો એ પ્રદેશ છોડ્યો, સ્થાન છોડ્યું. હવે એક માત્ર ધામ હતું શ્રી વૃંદાવનધામ. એ તરફ ચાલી નીકળ્યા. 
  • ધરણી, એ માણસ ધરણીથી ઉપર ઊઠી ગયો હતો. 
  • અને કરુણાને હું એક પ્રવાહ કહું છું. કરુણા વહાવવી જોઇએ. આપણા ભારતીય મીનીષીઓએ કરુણાનું એક પ્રતીક શોધ્યું છે એનું નામ છે આંસુ. કરુણાનું પ્રતીક છે અશ્રુ અને અશ્રુનો સ્વભાવ છે વહેવું.
  • બુદ્ધપુરુષને કોઇની યાદ આવે એ બુદ્ધત્વનું કોઇ સ્ખલન નથી, કરુણા છે, એ હોવી જોઇએ. 
  • તો સત્યને યથાર્થ છે, શાશ્વત છે. પ્રેમ યથાર્થ છે. કરુણા યથાર્થ છે. 
  • બે વસ્તુની જરૂર છે: સમજ અને વિશ્વાસ. વિવેક અને વિશ્વાસ જોઇએ. કેવળ વિવેક હોય અને વિશ્વાસ ન હોય તો ઘટના નથી ઘટતી. બુદ્ધિ-વિવેકથી સમજ આવે છે. વિશ્વાસથી સ્વીકાર આવે છે.


(સંકલન : નીતિન વડગામા)

No comments:

Post a Comment