Translate

Search This Blog

Monday, September 25, 2017

ત્રિગુણી ક્ષમાનું અંતિમ તાત્ત્વિક રૂપ છે ગુણાતીત ક્ષમા

  • પરાઅંબા-જગદંબા માને આઠ હાથ છે. ભૂ એટલે પૃથ્વી. પૃથ્વીમાંથી જે જન્મે છે એ ભૂજા. એનો અર્થ, પૃથ્વીમાંથી પ્રગટતી આઠ વસ્તુ એ માની ભુજાઓ છે. 
  • પૃથ્વીમાંથી એક વસ્તુ નીકળે છે જેને શાસ્ત્ર કહે છે ગંધ, સુગંધ. આ ગંધ જગદંબાની એક ભુજા છે.
  • જળતત્ત્વ એ બીજી ભુજા છે. 
  • શાસ્ત્રનું મંથન કરતાં કરતાં ગુરુકૃપાથી તમને કાંઇક મળી જાય, ઓચિંતાં રત્નો મળી જાય તો સમજવાનું કે ધાતુના રૂપમાં માની ભુજાએ વરદાન આપ્યું છે. એ ત્રીજી ભુજા છે. 
  • તો સ્નેહ એ ચોથી ભુજા છે. 
  • પાંચમી ભુજા જગદંબાની એ છે ક્ષમા. ક્ષમા એ માની ભુજા છે. 
  • આ ધારણ કરનારું તત્ત્વ એ જગદંબાની છઠ્ઠી ભુજાછે. 
  • આ ઔદાર્ય જગદંબાની સાતમી ભુજા છે. 
  • આઠમી ભુજા છે સહન કરવું. એ આપણને સહન કરે છે.


યા દેવી સર્વભૂતેષુ ક્ષમારૂપેણ સંસ્થિતા.
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:


  • ક્ષમા ત્રિગુણી હોય છે ને ત્રિગુણી ક્ષમાનું અંતિમ તાત્ત્વિક રૂપ છે ગુણાતીત ક્ષમા. 
  • જગદંબા રણચંડી હોય છે, યુદ્ધચંડી નથી હોતી. રણમાં ને યુદ્ધમાં બહુ ફરક છે. 
  • તો એનું અંતિમ જે મૂળ તાત્ત્વિક ક્ષમારૂપ છે એ ગુણાતીત ક્ષમા છે. 
  • માની ક્ષમામાં ન રજોગુણ, ન તો તમોગુણ, ન તો સત્ત્વગુણ છે. એ ગુણાતીત છે. એવું એનું ક્ષમારૂપ હોય છે. 
  • ચોથી ક્ષમા, વીરતા ભરેલી ક્ષમા. 
  • પરાઅંબા જેવી શક્તિ, પરાઅંબા જેવી વીરતા, પરાઅંબા જેવું શૌર્ય કોનું હોઇ શકે? જેની પાસે સુર-અસુર બધા જ પરાસ્ત થનારા છે. આવી પરાઅંબા શક્તિ જે છે પણ એની ક્ષમા એ વીરતાપૂર્ણ ક્ષમા છે. 
  • ઘણાની ક્ષમા શીલવાન ક્ષમા હોય છે. 

શીલવંત સાધુને વારેવારે નમીએ પાનબાઇ!
જેનાં બદલે નહીં વ્રતમાન રે,


  • તો વીરતા ભરેલી ક્ષમા, રજોગુણી ક્ષમા, સત્ત્વગુણી ક્ષમા, તમોગુણી ક્ષમા અને શીલપૂર્વકની ક્ષમા. 
  • એક ક્ષમાનું નામ છે મજબૂરીથી અપાયેલી ક્ષમા. 
  • પરંતુ મા જગદંબાની ક્ષમા છે એ ગુણાતીત ક્ષમા છે.



Read full article at Sunday Bhaskar ............


No comments:

Post a Comment