Translate

Search This Blog

Saturday, October 7, 2017

જુનાગઢમાં પૂજ્ય મોરારીબાપુના વ્યાસાસને રામ કથા

નીચે દર્શાવેલ લેખ અકિલા ન્યુઝના સૌજન્ય સહ અત્રે પ્રસ્તુત છે.

Read the article at its source link.


કાલથી જૂનાગઢમાં પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામકથા
'માનસ નાગર' શ્રીરામકથામાં દરરોજ બપોરે ૭૦ હજાર ભાવિકો માટે પ્રસાદરૂપી ભોજન પિરસાશેઃ ૭૯૯મી શ્રીરામકથાની તૈયારીને આખરી ઓપ

જૂનાગઢ, તા. ૬ :. જૂનાગઢ 'માનસધામ' રાજલક્ષ્મી પાર્ક અક્ષર મંદિર પાસે આવતી કાલ શનિવારથી પૂ. મોરારીબાપુના વ્યાસાસને રામકથા (માનસ નાગર)નો પ્રારંભ થનાર છે.
   જેમા પ્રથમ દિવસે કથાનો સમય સાંજે ૪ થી ૭ રહેશે અને દરરોજ સવારે ૯.૩૦ થી ૧.૩૦ કથા યોજાશે અને તા. ૧૫ને રવિવારે કથા વિરામ લેશે.
   ગરવો ગિરનાર, દામોદર કુંડ અને નાગર નરસૈયો એટલે જૂનાગઢ, આ તિર્થભૂમિ પર સર્વોત્તમ અવસર ઉજવવા જઈ રહ્યો છે. જૂનાગઢ ભાગ્યશાળી છે કે એક જ વર્ષમાં જ પૂ. મોરારીબાપુની બીજી રામકથા યોજાવા જઈ રહી છે. એ શિવરાત્રીનું ટાણું હતુ કે જ્યારે 'માનસ રૂખડ'નું કથાગાન થયું હતું. એ પૂ. બાપુની ૭૭૦મી રામકથા હતી. આ વખતે દિવાળી પર્વના વધામણા કરતી ૭૯૯મી સત્ય, પ્રેમ, કરૂણારૂપી પ્રેમયજ્ઞ રામકથા 'માનસ નાગર'નું ગાન પૂજ્ય બાપુ કરનાર છે. જૂનાગઢ અને નરસિંહ મહેતાની ધન્ય ધરા વિશેષ પાવનકારી બની રહેલ છે.
   'નાગર એ માત્ર જ્ઞાતિ નહીં, પણ એક વિચારધારા છે' તેવા હેતુ સાથે જૂનાગઢમાં આગામી તા. ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન યોજાનારી આ રામકથા માનસ નાગરના આયોજનની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી છે. કથાનો પ્રારંભ તા. ૭ ઓકટોબરે સાંજે ૪ વાગ્યાથી થશે. તા. ૮ ઓકટોબરથી દરરોજ સવારે ૯.૩૦ થી બપોરે ૧.૩૦ કલાક સુધી પૂ. મોરારીબાપુ કથાનું રસપાન કરાવશે. આ સમયે દરરોજ ૫૫ થી ૬૦ હજાર લોકો શાંતિથી બેસીને એકચિત થઈ કથાનું શ્રવણ કરી શકે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કથા શ્રવણ કરવા આવનારા તમામ શ્રધ્ધાળુઓને પ્રસાદ રૂપી ભોજન પણ પિરસવામાં આવશે.
   શ્રી હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી નરસિંહ મહેતાની પાવનભૂમિ અને મોરારીબાપુની ભાવભૂમિના સાત્વીક સંયોગ અવસરે ગિરનારની ગોદમાં જૂનાગઢના પ્રમુખ સ્વામી માર્ગ ઉપર નવી કલેકટર કચેરીથી આગળ નિર્માણ પામેલા 'માનસધામ' ખાતે પૂ. મોરારીબાપુની રામકથા 'માનસ નાગર'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્વાન્તા સુખાય,ક રઘુનાથ ગાથા... ના એક માત્ર ઉદ્દેશ સાથે યોજાનારી રામકથાનું યજમાન પદ જૂનાગઢની જનતાને અપાયુ છે. રામકથા સમિતિ દ્વારા આશરે ૭૦ વિઘા જેટલી વિશાળ જમીનમાં બનેલા માનસધામમાં વ્યાસપીઠ, કથા મંડપ, બેઠક વ્યવસ્થા, પ્રદર્શની, રસોડા વિભાગ, પાર્કિંગ વગેરે આયોજનોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એક તરફ સાધુ-સંતો તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે બેઠક યોજીને રામકથાના આયોજનમાં સહકાર લેવાયો છે, તો બીજી તરફ કથા સ્થળે સંખ્યાબંધ લોકો યુદ્ધના ધોરણે વ્યવસ્થાઓ ઉભી કરવામાં કામમા લાગી ગયા છે.
   માનસ નાગર રામકથાને વિશિષ્ઠ અર્થપૂર્ણ બનાવવા ભાવિકો દ્વારા તેમા આગવા પ્રકલ્પોને સ્થાન મળેલ છે. પૂ. મોરારીબાપુને મન 'નાગર એટલે નરસૈયા' અને 'નરસિંહ એટલે આકાશ' નરસૈયાના આકાશ નીચે જે ઈશ ભકત રાસે રમે તે નાગર.. રોજ જ કથાના આરંભે નરસિંહ મહેતાનું ખૂબ જાણીતું પદ ગવાશે. પદગાન માટે ગુજરાતના ધૂરંધર કલાકારોને ખાસ નિમંત્રીત કરવામાં આવેલ છે. નરસિંહ પદગાન પછી તરત જ નાગર વિચારધારાના વિવિધ પાસાઓને સ્પષ્ટ કરતુ ટૂંકુ વકતવ્ય અપાશે અને તે માટે ગુજરાતના ટોચના યુવા વકતાઓ ઉપસ્થિત રહેશે. રોજ પહેલી અડધી કલાકના આ વિશેષ ઉપક્રમ પછી કથાગાન શરૂ થશે. કથા પ્રારંભે જ 'વૈષ્ણવ જન તો...' ગાર્મી વોરા દ્વારા ગવાશે.
   નાગર વિચારધારાને આજની પેઢી સમક્ષ તાદશ્ય કરવાના ઉદેશથી એકોતેર વિભૂતિ વ્યકિતત્વોના જીવનની ઝલક રજુ કરતુ પ્રદર્શન કથા મંડપ પાસેના પંડાલમાં યોજાશે. જેમા વિવિધ ક્ષેત્રોમાં નરસિંહના ગુણોથી જીવન જીવી જનાર નાગર વ્યકિત વિશેષોને પ્રદર્શિત કરેલ છે. 'કુલ એકોતેર તાર્યા રે...' શિર્ષકથી રજૂ થનાર આ પ્રદર્શનને પૂ. મોરારીબાપુ કથા પ્રારંભે તા. ૭ ઓકટોબર સાંજે ૪ વાગ્યે ખુલ્લુ મુકશે અને પ્રદર્શન મંડપમાં નરસિંહ મહેતાજીની તસ્વીર પાસે દિપ પ્રાગટય કરાશે. પ્રદર્શન કથા દરમિયાન ભાવિકો નિહાળી શકશે.
   રામકથા સમિતિના જણાવ્યા અનુસાર વિશાળ સંખ્યામાં ઉમટી પડનાર શ્રધ્ધાળુઓ માટે પાર્કિંગ, ટ્રાફીક કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ, મહાનગરપાલિકા, વહીવટી તંત્ર વગેરેના સહયોગથી પુરતુ આયોજન કરવામાં આવ્યુ છે. અમેરિકા, બ્રિટન, આફ્રીકા વગેરે દેશોમાંથી કથામા મોટી સંખ્યામાં એનઆરઆઈ શ્રદ્ધાળુઓ પણ ભાગ લેશે. આ તમામ માટે ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે.
   ૧૫૦૦ સ્વયંસેવકો,૨૨ જુદી જુદી સમિતિ
   રામકથાના આયોજન માટે મુખ્ય આયોજક સમિતિના નેજા હેઠળ જુદી જુદી ૨૨ જેટલી સમિતિની રચના કરવામાં આવી છે. બેઠક વ્યવસ્થા, પાણી, લાઈટ, મંડપ, ભોજન પ્રસાદ, પાર્કિંગ, ઉતારા વગેરે બાબતો માટે એક એક સમિતિ બનાવવામાં આવી છે. મંડપની બેઠક વ્યવસ્થા અને રસોડા સહિતના સ્થળોએ ૧૫૦૦ થી ૨૦૦૦ સ્વયંસેવકોની ફૌજ ખડેપગે રહીને સેવા આપશે.
   કથા સ્થળે પહોંચવા ત્રણ રસ્તા, ત્રણ પાર્કિંગ
   માનસ નાગર રામકથાના આયોજનમાં દરરોજ હજારો, શ્રધ્ધાળુઓ ભાગ લેશે. આ ટ્રાફીકને ધ્યાને લઈને કથા સ્થળ માનસધામ સુધી પહોંચવા માટે ત્રણ રસ્તા નિયત કરાયા છે. અક્ષર મંદિર તરફથી, નવી કલેકટર કચેરી બાજુથી અને રાજલક્ષ્મી પાર્કમાં થઈને આવતા આ ત્રણેય રસ્તાઓની સાથે ટુવ્હીલર અને ફોર વ્હીલર માટે વિશાળ પાર્કિંગ નિયત કરાયા છે, જેથી કરીને ટ્રાફીકનો કોઈ પ્રશ્ન સર્જાય નહી તેવી કાળજી લેવામાં આવી રહી છે.
   રામકથા સમિતિના જણાવ્યા અનુસાર આ સમગ્ર આયોજન દરમિયાન કોઈપણ દાતા તરફથી ફંડ-ફાળો કે ડોનેશન સ્વીકારવામાં આવતા નથી. તેમજ કથા મંડપમાં કોેઈપણ પ્રકારની દાન-ભેટ પેટી રાખવામાં આવશે નહીં. ફકત તન અને મનથી બધા સાથે મળીને કથાને સફળ બનાવવા સહયોગ આપે તેવી અપીલ રામકથા સમિતિએ કરી છે.
   આ સમગ્ર કથાનું આસ્થા ચેનલ પર જીવંત પ્રસારણ થશે કે જે ૨૫૬ થી વધુ દેશોમાં નિહાળી શકાશે. ઉપરાંત સૌરાષ્ટ્રભરની વિવિધ સ્થાનિક ટીવી ચેનલમાં પણ પ્રસારણ માટેનું આયોજન ગોઠવાઈ રહ્યુ છે. આ કથાનું સમગ્ર વિશ્વમાં વેબકાસ્ટીંગ દ્વારા રૂરૂરૂ.ૃંર્શ્વીશ્વર્જ્ઞ્ણુીષ્ટ્ય.ંશ્વિં ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. 'માનસ નાગર રામકથા' અંગે જૂનાગઢ માત્રમાં જ નહીં પણ નરસિંહપ્રેમી અને કૃષ્ણપ્રેમીઓમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહેલ છે. અનેક નામી-અનામી લોકોના ઉમળકાભર્યા સહયોગથી આયોજન સુપેરે પાર પડશે તે નિશ્ચિત દેખાય છે. જૂનાગઢમાં ભજન અને ભોજનના પ્રેમયજ્ઞનું રસપાન કરવા રામકથા સમિતિ જૂનાગઢ દ્વારા આમંત્રણ પાઠવાયુ છે.
   કાલે સાંજે ૪ થી ૭ અને રવિવારથી સવારે ૯.૩૦થી ૧.૩૦ સુધી કથાનુ રસપાનઃ આસ્થા ચેનલમાં લાઇવ પ્રસારણ
   જુનાગઢ તા. ૬ :.. પૂ. મોરારીબાપુના વ્યાસાસને કાલથી જુનાગઢમાં શ્રીરામ કથાનો પ્રારંભ થશે.
   કાલે શ્રીરામકથાના પ્રારંભે પ્રથમ દિવસે  પૂ. મોરારીબાપુ સાંજે ૪ થી ૭ દરમિયાન શ્રીરામ કથાનું રસપાન કરાવશે.
   જયારે શ્રીરામ કથાના બીજા દિવસથી એટલે કે તા. ૮ ને રવિવારથી તા. ૧પ ને રવિવાર સુધી સવારે ૯.૩૦ થી શ્રીરામ કથાનો પ્રારંભ થશે. અને બપોરે ૧.૩૦ વાગ્યે શ્રીરામકથા વિરામ લેશે.
   શ્રીરામ કથાનું આસ્થા ચેનલ તથા જુનાગઢની લોકલ ચેનલ અને પૂ. મોરારીબાપુની વેબસાઇટ ઉપર લાઇવ પ્રસારણ થનાર છે.
   પૂ.મોરારીબાપુની કથા પ્રારંભે દરરોજ સવારે કાર્યક્રમો
   જુનાગઢ તા. ૬ :.. પૂ. મોરારીબાપુના વ્યાસાસને આયોજીત શ્રીરામ કથામાં દરરોજ કથા પ્રારંભે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.
   તારીખ               વાર                      પદ ગાન                                 વ્યકતવ્ય
   ૭-૧૦-ર૦૧૭ શનિવાર        ગાર્ગી વોરા -રાજકોટ          વૈષ્ણવ જન તો...           ભદ્રાયુ વછરાજાની -રાજકોટ     નાગર એક વિચારધારા
   ૮-૧૦-ર૦૧૭ રવિવાર ધૈર્યા માંકડ -અમદાવાદ       જાગીને જોઉં તો...           ડો. માર્ગી હાથી-અમદાવાદ      નરસિંહ એટલે આકાશ
   ૯-૧૦-ર૦૧૭ સોમવાર        નિધિ ધોળકિયા -રાજકોટ     જા જા નિંદરા...              હર્ષલ માંકડ-રાજકોટ            સ્વીકારે તે યુવાન
   ૧૦-૧૦-ર૦૧૭       મંગળવાર       નાણાવટી બંધુઓ-જુનાગઢ   અખંડ રોજી હરિના..  કાજલ ઓઝા વૈદ્ય -અમદાવાદ  સ્ત્રી દાક્ષિણ્ય
   ૧૧-૧૦-ર૦૧૭       બુધવાર ગાથા પોથા -રાજકોટ         આજની ઘડી તે...           જય વસાવડા -રાજકોટ                સ્વાદમ બ્રહ્મ
   ૧ર-૧૦-ર૦૧૭       ગુરૂવાર પ્રહર વોરા -અમદાવાદ     ભુતળ ભકિત પદારથ...       રૂપલ માંકડ-જામનગર         શિક્ષણની આંગળીએ
   ૧૩-૧૦-ર૦૧૭       શુક્રવાર પિયુષ દવે-જુનાગઢ        ભોળી રે ભરવાડણ..           જવાહર બક્ષી -મુંબઇ              નગરઃ તત્વ ને સત્વ
   ૧૪-૧૦-ર૦૧૭       શનિવાર        દીપક જોશી -જુનાગઢ     મારી હૂંડી સ્વીકારો...            જવલંત છાયા -રાજકોટ          લેખિનીઃ કલમ સામર્થ્ય
   ૧પ-૧૦-ર૦૧૭       રવિવાર ધ્વનિ વછરાજાની-રાજકોટ  મેહુલો ગાજે ને માધવ ના ચે...         રાધા મહેતા -જુનાગઢ            હાસ્ય ને વ્યંગ

No comments:

Post a Comment