રામ કથા
માનસ નાગર
જુનાગઢ
ગુજરાત
શનિવાર, ૦૭/૧૦/૨૦૧૭
થી રવિવાર ૧૫/૧૦/૨૦૧૭
મુખ્ય પંક્તિઓ
गुन सागर नागर बर बीरा।
सुंदर स्यामल गौर सरीरा॥
बिनय सील करुना गुन सागर।
जयति बचन रचना अति नागर॥
૧
શનિવાર, ૦૭/૧૦/૨૦૧૭
નરસિંહ મહેતાનું પદ ઃ-
નરસિંહ મહેતાનું પદ ઃ-
******
વૈષ્ણવજન તો તેને રે કહીયે
વૈષ્ણવજન તો તેને રે કહીયે જે પીડ પરાઈ જાણે રે
પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે
સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે
મોહ માયા વ્યાપે નહિ જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામનામશું તાળી રે વાગી સકળ તિરથ તેના તનમાં રે
વણલોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઈકોતેર તાર્યા રે
*****
વકતવ્ય ઃ- "નાગર એક વિચાર ધારા" - શ્રી (ડો.) ભદ્રાયુ વછરાજાની
શ્રી ભદ્રાયુ વચ્છરાજાનીનો લેખ "કોઈ જ્ઞાતિ વિચારધારા બની શકે?" જે દિવ્ય ભાસ્કર દૈનિકમાં તારીખ ૦૭/૧૦/૨૦૧૭ ના રોજ પ્રકાશિત થયો હતો તે અત્રે દિવ્ય ભાસ્કર દૈનિક અને લેખક શ્રી ભદ્રાયુ વચ્છરાજાનીના સૌજન્ય સહ પ્રસ્તુત છે.
કોઈ જ્ઞાતિ વિચારધારા બની શકે?, Bhadrayu Vachrajani | Oct 07, 2017
Read the article at its source link.
પ્રશ્ન વિશેષતા આધાર-શબ્દો બે છે: 1. જ્ઞાતિ 2. વિચારધારા. સમજી લઇએ કે: જ્ઞાતિ એટલે શું? વિચારધારા એટલે શું?
જ્ઞાતિ એટલે Caste. હવે Caste શબ્દને Sociologyની દૃષ્ટિએ સમજીએ તો તેની બે અંગ્રેજી વ્યાખ્યાઓ મળે છે: 1. An endogamous and hereditary social group limited to person of the same rank, occupation, economeic position, etc. 2. any rigid system of social distinctions.
પહેલી વ્યાખ્યા ઝીણવટથી વાંચીએ તો જવાબ મળે છે કે માણસ નામના જીવને એક સમૂહમાં જીવવાની અનુકૂળતા કરી આપવા માટે અપાયેલી ઓળખ એ જ્ઞાતિ છે! પણ અહીં યાદ રાખવાનું કે ‘માણસ એક જીવ છે’ એટલે એ પોતાની ઓળખ બદલી પણ શકે. માણસ વિકસતો જાય અને બદલતો જાય તો પણ તેનો સ્વીકાર થતો રહે તો પછી કોઇપણ જ્ઞાતિ વિચારધારા બનવાની ક્ષમતા કેળવી શકે. બીજી વ્યાખ્યા આપણને ચેતવે છે કે જો જ્ઞાતિ સામાજિક ભેદભાવને પારખવાની જડ સિસ્ટમ જ બની જાય તો જ્ઞાતિ ખાબોચિયું જ બની રહે.
ખાબોચિયાનું પાણી તો અંતે વાસ જ મારે ને! ટૂંકમાં, જ્ઞાતિ એ સતત વહેતી નદીનો અસ્ખલિત પ્રવાહ બની રહે તો તે માત્ર જ્ઞાતિ ન રહેતાં એક વિચારધારા બની શકે. વ્યક્તિ જ્યારે વ્યાપક બને ત્યારે તે જ્ઞાતિની મટી વિચારધારાની બની જાય. જ્યારે ‘સ્વ’નું સ્થાન ‘સર્વ’ લે ત્યારે સર્જાય તે વિચારધારા.
ઋગ્વેદના શરૂઆતના ભાગમાં એક કુટુંબના અને એક જ ઘરમાં રહેતા માણસો એ અર્થમાં જ જ્ઞાતિ શબ્દ વપરાયો છે. જે અર્થમાં આજે વપરાય છે તે અર્થમાં જ્ઞાતિ શબ્દને કોઇ શાસ્ત્રો સ્વીકારતાં જ નથી. શાસ્ત્રોમાં તો વર્ણો જ છે અને એ ચાર જ છે. આજે જોવા મળતી અગણિત જ્ઞાતિઓ શાસ્ત્રની નજરે ઉન્નતિનાં લક્ષણ નથી, અવનતિ તરફનાં પગલાં છે! મહાત્મા ગાંધીએ કહેલું કે: ‘જ્ઞાતિને મેં સંયમની વૃદ્ધિને સારું મદદગાર તરીકે સ્વીકારી છે. સંયમ મનુષ્યોને શોભાવે છે ને સ્વતંત્ર કરે છે, બંધન બેડીરૂપ હોઇ ઝંખવે છે.’
આ વિશ્લેષણ જોતાં અેમ નથી લાગતું કે આપણે જ્ઞાતિબદ્ધ થઇ જવા કરતાં વિચારબુદ્ધ થઇ જવાની જરૂર છે? રસપ્રદ વાત એ છે કે જો ‘જ્ઞાતિ’ને શાસ્ત્ર નથી સ્વીકારતાં તો ‘વિચારધારા’ને એક શબ્દ તરીકે શબ્દકોશ નથી સ્વીકારતા! ત્યાં ‘વિચાર’ અને ‘ધારા’ બંને અલગ શબ્દો છે અને બંનેને અનેક અર્થો છે. વિચાર એ એક શક્તિ છે અથવા મનોમય પુરુષ છે. વિચારો તો કરોડો છે, તો શું બધા જ વિચારધારા બની શકે? ના, કરોડો વિચારોમાંથી ‘તત્ત્વની પરીક્ષા કરે તેવો વિચાર’ જ ધારા બની શકે. વિચાર પર મનન થાય, ચિંતન થાય, તેનું આચરણ થાય અને તેનું પરીક્ષણ થાય પછી જો તે વિચાર સંપૂર્ણતા તરફ દોરી જનાર લાગે તો તે વિચાર સૌની વિચારધારા બને! જે વિચાર ઉત્કર્ષ કરે, જે વિચાર કોઇને કાનની બૂટ પકડવાની હોંશ બક્ષે, જે વિચાર સર્વ માટે સ્વીકૃત બને, જે વિચાર સમષ્ટિ માટે સરખાપણું અર્પે તે વિચાર એક વિચારધારા બને! જે જ્ઞાની આવા પ્રબળ, પ્રબુદ્ધ ને પ્રકાશમય વિચાર આપનાર સમાજના ચરણે ધરે તે જ્ઞાતિ એક જ્ઞાતિ મટી જાય ને વિચારધારા બની જાય. મોરારિબાપુ નરસિંહ મહેતાની લાક્ષણિકતા જેમાં જેમાં ભાળે છે તેને નાગર કહે છે.
‘વૈષ્ણવજન તો તેને રે કહીએ...’ એવું ગાઇને માનવજન્મની ગીતા નરસૈંયાએ આપી અને મહાત્મા ગાંધીજીએ તેને વિશ્વભરનું વિશ્વગાન બનાવી દીધું. સમાજ સુધારકનો ‘દાંડિયો’ પીટનાર વીર નર્મદે વિધવા વિવાહની હિમાયત માત્ર ન કરી, પોતે જ વિધવાવિવાહ કર્યા. ગાંધીજીની બુનિયાદી કેળવણીનો નઇ તાલીમનો જીવંત પ્રયોગ કરી નાનાભાઇ ભટ્ટે લોકભારતી, સણોસરા અને ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલાની સફળતમ સ્થાપના કરી. રાજનેતા કેવો હોય તેનું આજે પણ ઉદાહરણ બની રહેનાર પ્રજાના સાચા દિલના સેવક ઉછરંગરાય ઢેબર સૌરાષ્ટ્ર રાજ્યના પહેલા મુખ્યમંત્રી બન્યા. અલગ ગુજરાત માટે પાયાની ચળવળ મહાગુજરાત આંદોલનના લોકનેતા ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાતીઓના ‘ઇન્દુચાચા’ બન્યા.
ગામડાના વિદ્યાર્થી માટે કોલેજ ગામડામાં કેમ ન આવે, એવું વિચારી ગંગાજળ વિદ્યાપીઠ, અલીઆબાડાની સ્થાપના કરનાર ડોલરરાય માંકડ સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રથમ કુલપતિ બન્યા. માડીનું કંકુ ખરે ને તેમાંથી સૂરજ ઊગે, એવી વિરલ પરિકલ્પના કરનાર અવિનાશ વ્યાસ લોકજીભે અવિનાશી બની રહ્યા છે. કાળો સાડલો પહેરી સ્ત્રીઓની પડખે ઊભાં રહેનાર પુષ્પાબહેન મહેતાને સૌ ‘પુષ્પા આઇ’ કહેતાં હોય... આ બધું દંતકથા જેવું લાગે છે ને? નરસિંહ, નર્મદ, નાનાભાઇ, ઢેબરભાઇ, ઇન્દુચાચા, ડોકાકા, અવિનાશભાઇ કે પુષ્પા આઇ નાગર હતાં એવું કહેવાની ક્યાં જરૂર પડે છે? એ સૌએ વિચારધારા ઘડી. એમની જ્ઞાતિ ખરી પડી કે નહીં? (ભદ્રાયુ વછરાજાની)
*****
વૈષ્ણવજન ભક્તિની પીઠ જુનાગઢ છે.
જે ગાગરમાં સાગર સમાવી દે તે નાગર કહેવાય.
માનસના ૭ નાગરોની સંવાદીય ચર્ચા આ કથા દરમ્યાન થશે.
રૂખડ અને નાગર એ બે છેડા જે ગાર્ગી અને માર્ગી છે તે અહીં છે. માનસ રુખડ અને માનસ નાગર અને તેના અધ્યક્ષ સ્થાને નરસિંહ મહેતા છે.
રુખડ નાગર બને અને ક્રમશઃ નાગર પણ રુખડ બની શકે.
રુખડ બનવા માટે સાધના કરવી પડે.
માનસનો કુંભજ નાગર છે.
આધ્યાત્મ જગતમાં ડિગ્રી ન ચાલે પણ વૃત્તિ ચાલે.
અહીં પાંચ "ગ" કારનું આકર્ષણ છે, ખેંચાણ છે.
૧ ગુરુ દત્તનો 'ગ'
૨ ગગનનો 'ગ'
૩ નાગરનો 'ગ'
૪ જુનાગઢનો 'ગ'
૫ કેદાર રાગનો 'ગ'
શંકર રુખડ છે અને નાગર પણ છે.
બુદ્ધિ પ્રેરક તત્વ શંકર છે.
સાધુ નાત, જાત, વર્ણથી પર છે.
આધ્યાત્મિક અનુભવો બુદ્ધિથી પર છે. બુદ્ધિ દ્વારા આધ્યાત્મિક અનુભવોને માપી ન શકાય.
નાગર જ્ઞાતિએ નરસિંહ મહેતાને નાગરવાડામાંથી બહાર કાઢ્યો (નાગર જ્ઞાતિએ નરસિંહ મહેતાને નાત બહાર મુક્યો હતો.) , કૂંડામાંથી બહાર કાઢ્યો અને તે વૈશ્વિક બન્યો અને ગાંધીજીએ નરસિંહનું પદ "વૈષ્ણવજન તો તેને રે કહીએ" ને વિશ્વના ચોકમાં મુક્યું.
કેદાર
રાગ ગાવાથી કૃષ્ણ આવે માનવું એ બુદ્ધિથી પરનો વિષય છે.
જુનાગઢ ભૂમિના
“ગ” કારનું ખેંચાણ છે, આકર્ષણ છે.
કોઈ નાગર ભિક્ષુક
ન હોય, તે માગે તો ફક્ત હાટકેશ પાસે જ માગે.
નાગર કૂળવાન
હોય, તે કદી શીલ ન છોડે.
જનક નાગર છે
અને જાનકી નાગર પુત્રી છે.
જ્યારે રાવણ
પત્ની મંદોદરી અશોક વાટિકામાં જાનકીને મળવા જાય છે ત્યારે જાનકી જે નાગર પુત્રી છે
તે તેના શીલ મંદોદરીનું સ્વાગત કરવા ઊભી થઈને સ્વાગત કરે છે. આ નાગરી શીલ છે.
મંદોદરી જાનકીને તેના પ્રશ્નના ઉતરમાં કહે છે કે તે – મંદોદરી રાવણની પટરાણી નથી પણ રાવણમાં રહેલ વિષય વાસના જ તેની – રાવણની પટરાણી છે.
લંકાનું કનક
ભવન બળવાન છે પણ શીલવાન નથી.
અહીં નાગર પ્રત્યે
પક્ષપાત નથી પણ પ્રેમપાત જરુર છે.
રામ ચરિત માનસમાં
નાગર શબ્દ ૧૩ વખત વપરાયો છે જે પૈકી નાગર શબ્દની સાથે સાગર શબ્દ વપરાયો હોય તેવા શબ્દો
૭ વખત આવે છે.
_________________________________________________________________________________
રામ ચરિત માનસમાં નાગર શબ્દ વપરાયો હોય તેવી પંક્તિઓ
- गनी गरीब ग्राम नर नागर। पंडित मूढ़ मलीन उजागर॥3॥
- गुन सागर नागर बर बीरा। सुंदर स्यामल गौर सरीरा॥1॥
- बिनय सील करुना गुन सागर। जयति बचन रचना अति नागर॥
- नागर नट चितवहिं चकित डगहिं न ताल बँधान॥302॥
- मागध सूत बंदि नट नागर। गावहिं जसु तिहु लोक उजागर॥
- बोले बचनु राम नय नागर। सील सनेह सरल सुख सागर॥
- धरम धुरीन धीर नय नागर। सत्य सनेह सील सुख सागर॥
- अति नागर भव सागर सेतुः। त्रातु सदा दिनकर कुल केतुः॥7॥
- गुन सागर नागर नर जोऊ। अलप लोभ भल कहइ न कोऊ॥4॥
- सक सर एक सोषि सत सागर। तव भ्रातहि पूँछेउ नय नागर॥1॥
- बाँधा सेतु नील नल नागर। राम कृपाँ जसु भयउ उजागर॥
- भव बारन दारन सिंह प्रभो। गुन सागर नागर नाथ बिभो॥1॥
- जय निर्गुन जय जय गुन सागर। सुख मंदिर सुंदर अति नागर।।
_________________________________________________________________________________
ભાવતું ભોજન
અને ભાવતું – ગમતું ભજન વારંવાર કરવાનું મન થાય.
रामचरितमानस
एहि नामा।
सुनत श्रवन पाइअ बिश्रामा॥
૨
રવિવાર, ૦૮/૧૦/૨૦૧૭
ભજન :- જાગીને
જોઉ તો જગત દીશે નહીં – ધૈર્યા માંકડ
*****
જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્દરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.
પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઊપન્યાં, અણુ અણુ માંહી રહ્યા રે વળગી;
ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળગી.
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.
જીવ ને શિવ તે આપ-ઈચ્છાએ થયો, ચૌદ લોક રચી જેણે ભેદ કીધા;
ભણે નરસૈંયો ‘એ તે જ તું,’ ‘એ તે જ તું,’ એને સમર્યાથી કંઈ સંત સીધ્યા.
*****
*****
વકતવ્ય :- નરસિંહ
એક આકાશ – માર્ગી હાથી
૩
સોમવાર
૦૯/૧૦/૨૦૧૭
ભજન :- જા જા
નીંદરા હું તને વારું – શ્રીમતી નિધી ધોળકીયા
*****
જા જા નીંદરા હું તને વારું , તું છો નાર ધુતારી રે ..
-જા જા નીંદરા હું તને વારું ...૦
નીંદરા કહે હું નહીં રે ધુતારી, હું છું શંકર નારી રે,
પશુ પંખીને સુખડાં આપું, દુ:ખડા મેલું વિસારી રે..
-જા જા નીંદરા હું તને વારું ...૦
એક સમે રામ વનમાં પધાર્યા, લખમણને નીંદરા આવી રે,
સતી સીતાને કલંક લગાવ્યું , ભાયુમાં ભ્રાંતું પડાવી રે.. -જા જા નીંદરા હું તને વારું ...૦
જોગી લુંટ્યા , ભોગી લુંટ્યા, લુંટ્યા નેજા ધારી રે ,
એકલ શૃંગીને વનમાં લુંટ્યા,નગરના લુંટ્યા નરનારી રે..
-જા જા નીંદરા હું તને વારું ...૦
પહેલા પહોરે રોગી જાગે, બીજા પહોરે ભોગી રે ,
ત્રીજા પહોરે તસ્કર જાગે, ચોથા પહોરી જોગી રેેે..
-જા જા નીંદરા હું તને વારું ...૦ બાર બાર વરસ લખમણે ત્યાગી, કુંભકરણે લાડ લડાવ્યાં રે ,
ભલે મળ્યાં મેતા નરસૈંના સ્વામી, આશ પુરો મોરારી રેેે..
-જા જા નીંદરા હું તને વારું ...૦
*****
વકતત્વ્ય :- “સ્વીકારે તે નાગર” - શ્રી હર્ષલ મહેશચંદ્ર માંકડ
પાંચ “સ”
૧ સમજણ
૨ સ્મિત
૩ સહજ
૪ સમાનતા
૫
સામર્થ્ય
શિષ્ટાચાર અને
હ્નદયના આચારમાં ફેર છે.
બાજરાના છોડને
નીદણ કરી નકામું ઘાસ દૂર કરીએ તો જ બાજરો સારો
પાકે.
સાધુ સાધન નથી
પણ સાધ્ય છે. જો સાધુને સાધન બનાવશો તો ફાયદો નહીં થાય.
સાધુ એ તો મંઝિલ
છે, રસ્તો નથી.
સત્યને વેચાવું
જ પડે.
આપને જે માર્ગ
પસંદ કરીએ અને તે માર્ગમાં જો વિઘ્નો આવે તો તે માર્ગ સાચો માર્ગ જ હોય.
ग्यान पंथ कृपान
कै धारा।
परत खगेस होइ नहिं बारा।।
जो निर्बिघ्न
पंथ निर्बहई।
सो कैवल्य परम पद लहई।।1।।
ज्ञान का मार्ग
कृपाण (दुधारी तलवार) की धारके समान है। हे पक्षिराज ! इस मार्गसे गिरते देर नहीं लगती।
जो इस मार्गको निर्विघ्न निबाह ले जाता है, वही कैवल्य (मोक्ष) रूप परमपदको प्राप्त
करता है।।1।।
કોઈ વ્યક્તિ
પ્રત્યે અહોભાવ દર્શાવવામાં આપણાથી કોઈ અપરાધ ન થઈ જવો જોઈએ.
નરસિહ મહેતા
કહે છે કે, “જળ કમળ છોડી જાને બાળા….”,
આમ નરસિંહ મહેતાનું
જળ કમળ છોડી દેવાનું સુત્ર એ એક ક્રાંતિકારી સૂત્ર છે. અહીં જળ છોડવું એટલે સંગત, સંસાર,
ભવસાગર છોડવું અને કમળ જે અસંગતાનું પ્રતીક છે જેનો અર્થ સંન્યાસને છોડવો. આમ સંસાર
પણ છોડવો અને સંન્યાસ પણ છોડવો એવું સૂત્ર કહે છે. આ તો ચિદાનંદરુપ શિવોહમ્ ની અવસ્થા
છે.
ક્યારેક નાની
ઊંમરે તીવ્ર વૈરાગ્ય આવે અને તેવી વ્યક્તિ સંસાર છોડી સંન્યાસ ગ્રહણ કરવાનો નિર્ણય
કરે તો તેવા પ્રસંગે લાગતા વળગતા આચાર્યોએ આવી વ્યક્તિને સંન્યાસ ગ્રહણ કરાવવા કરતાં
યોગ્ય માર્ગ દર્શન આપી સંસારમાં જ રહેવા સમજાવવું જોઈએ.
દાંપત્ય જીવનમાં ૬૩ ની અવસ્થા સાથે બે વ્યક્તિ જોડાય છે, એક બીજાને
અનુંકૂળ રહેવા જોડાય છે પણ થોડા જ સમયમાં બંને ૬૩ માં થી ૩૬ ની અવસ્થાએ પહોંચી જાય
છે, એક બીજાને પ્રતિકૂળ બની જાય છે.
ચાર હાથ વાળાની
પૂજા કરો અને બે હાથ વાળાને પ્રેમ કરો.
લક્ષ્મીનારાયણને
ચાર ચાર હાથ છે. પણ તે બંને પ્રેમ કરતાં ચિત્ર જોવા નથી મળતાં. જ્યારે રાધા કૃષ્ણ,
સીતા રામ જે બે હાથ વાળા છે તેમનાં પ્રેમ કરતાં ચિત્રો જોવા મળે છે.
एक बार चुनि
कुसुम सुहाए।
निज कर भूषन राम बनाए॥
सीतहि पहिराए
प्रभु सादर।
बैठे फटिक सिला पर सुंदर॥2॥
एक बार सुंदर
फूल चुनकर श्री रामजी ने अपने हाथों से भाँति-भाँति के गहने बनाए और सुंदर स्फटिक शिला
पर बैठे हुए प्रभु ने आदर के साथ वे गहने श्री सीताजी को पहनाए॥2॥
પોતાની કળામાં
જે નિપૂણ હોય તે નાગર છે. પછી ભલે તે કળા ચિત્રકારની હોય, ખેતી કરવાની હોય, રસોઈ બનાવવાની
હોય, શિલ્પકારની હોય, નીંદણ કરનારની હોય, મજુરી કરનારની તેમ જ આવા પ્રકારની અન્ય કળા
હોય.
જે દીપથી મશાલ
સુધીની યાત્રા કરે તે નાગર કહેવાય.
હીંચકા ઉપર
ઝુલવું એટલે આગળ જવું , પ્રગતી કરવી અને યોગ્ય સમયે પાછળ પણ જવું, કોઈ એક જ જગાએ સ્થિર
ન બનવું – જડ ન બનવું.
કોઈ ઝુંપડામાં
રહેનારની દીકરી હોય તો ય તે તેના બાપને મેણું ન મારે, ઠપકો ન આપે, કડવાં વેણ ન કહે.
જો કે અપવાદ હોઇ શકે.
દીકરી તો બાપના
હૈયાને વલોવી નાખે.
સમતા હરખાવે
જ્યારે મમતા ભલ ભલાને રડાવે.
સંત, ભક્ત,
સાધુ પુરુષ સંવેદના રહિત ન હોય.
સાધુ તો સંવેદનાનો
દરિયો હોય.
संत हृदय नवनीत
समाना।
कहा कबिन्ह परि कहै न जाना।।
निज परिताप
द्रवइ नवनीता।
पर दुथख द्रवहिं संत सुपुनीता।।4।।
संतोंका हृदय
मक्खन के समान होता है, ऐसा कवियोंने कहा है; परंतु उन्होंने [असली] बात कहना नहीं
जाना; क्योंकि मक्खन तो अपनेको ताप मिलनेसे पिघलता है और परम पवित्र संत दूसरोंके दुःखसे
पिघल जाते हैं।।4।।
હરી પર અમથું
અમથું હેત,
હું અંગુઠા
જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત.
અમથી અમથી પૂજા
કરું ને અમથા રાખુ વ્રત,
અમથી અમથી મંગળ
ગાઉં, લખુ અમસ્તો ખત;
અંગે અંગે અમથી
અમથી અગન લપેટો લેપ,
હરી પર અમથું
અમથું હેત.
‘અમથું અમથું બધુ થતું તે તને ગમે કે નઈં?’
એમ હરીએ પૂછ્યું
ત્યારે બહુ વિમાસણ થઈ;
કોઈ બીજુ પૂછત
તો એને ઝટપટ ના કહી દેત,
હરી પર અમથું
અમથું હેત.
– રમેશ પારેખ
ક્ષેત્ર છોડો
અને ક્ષેત્રજ્ઞ બનો.
ધાર્મિક જગતને
દંભે – ઢોંગે બહું મોટું નુકશાન પહોંચાડ્યું છે.
આખી જીંદગી
હસતાં હસતાં પસાર થઈ જાય એ મુક્તિ જ છે.
સ્મૃતિ જેવું
સુખ નથી અને વિસ્મૃતિ જેવું દુઃખ નથી.
૪
મંગળવાર,
૧૦/૧૦/૨૦૧૭
રાધેશ્યામના
પુસ્તકનું “ભક્તિ રસ” , selected poems of Narsinh Mehta- લોકાર્પણ, ડો. પ્રવિણ જોશીપુરા
નરસિંહ
મહેતાનું પદ :-અખંડ રોજી હરિના હાથમાં રે - નાણાવટી બ્રધર્સ :- ધર્મેશ નાણાવટી, હેમંત
નાણાવટી, શીતલ નાણાવટી
હે જી વ્હાલા અખંડ રોજી હરિના
હાથમાં‚ વાલો મારો જુવે છે વિચારી
;
દેવા રે વાળો નથી દૂબળો‚ ભગવાન નથી રે ભીખારી…
હે જી વ્હાલા…
જળ ને સ્થળ તો અગમ છે‚ અને આ કાયા છે વિનાશી ;
સરવને વાલો મારો આપશે‚ હે જી તમે રાખો ને વિશવાસી…
હે જી વ્હાલા…
નવ નવ મહિના ઉદર વસ્યાં‚ તે દિ વાલે જળથી જીવાડયાં ;
ઉદર વસ્યાંને હરિ આપતો‚ આપતો સૂતાં ને જગાડી…
હે જી વ્હાલા…
ગરૂડે ચડીને ગોવિંદ આવજો‚ આવજો અંતરયામી ;
ભક્તોના સંકટ તમે કાપજો મહેતા
નરસિંહના સ્વામી…
હે જી વ્હાલા…
નરસિંહ મહેતા
વક્તવ્ય ઃ- “સ્ત્રી દાક્ષણ્ય” –“WOMEN
EMPOWEREMENT” ઃ- કાજલ ઓઝા વૈદ્ય
માનસના ૭ નાગર
૧ મહાદેવ –
શિવ જેવા ચતુર છતાંય ભોળા, કરાલ અને કોમળ બીજા કોણ છે?
નાગર ચતુર હોય.
૨ મહારાજ જનક
૩ નલ નીલ
૪ રામ લક્ષ્મણ
૫ નગરજનો
૬ નટ
૭ અંગદ જે પરમ
ચતુર છે
કૃષ્ણકીર્તન
વિના નર સદા સૂતકી, વિમળ કીધે વપુ શુદ્ધ ન થાયે,
સકળ તીરથ શ્રીકૃષ્ણ કીર્તન-કથા, હરિ તણા દાસ જ્યાં
હેતે ગાયે. કૃ…
પૂર્ણ પુરુષોત્તમ,
નવલરંગી તજી, અન્ય દેવે જેનું મન મોહે,
કોટિ ચિંતામણિ
કામધેનુ તજી, મહિષીના પુત્રનું દૂધ દોહે.
કૃ…
ગર્ગ જોશી જશ
ગાય જેનો સદા, નારદ નામ મુખથી ન મૂકે;
તે બ્રહ્મદ્વાર
આવીને ઊભા રહ્યા, ગોપિકા મુખ જોવાને ઢૂંકે.
કૃ…
અજ ભવ સુરપતિ
સ્વપ્ને પેખે નહીં, નેતિ નેતિ કહી નિગમ વામે;
નરસૈંયો
રંક જશ ગાઇને રીઝવે, સહસ્ત્રમુખે શેષ પાર ન પામે. કૃ…
રુખડ + નાગર
= મોરારી બાપુ
નાગર વિચાર
એ છે જે પોતાનામાં જ સમાવેશ કરી લે, બીજાનું પચાવી ન પાડે. પોતાની પાસે જે સુખ સગવડ
સંપત્તિ હોય તેમાં જ પોતાનો સમાવેશ કરી લે.
તરવામાં સ્પર્ધા
હોય પણ ડૂબવામાં હંમેશાં શ્રદ્ધા હોય. આપણે કોઈકનામાં ડૂબી જઈએ તો તેમાં તે તત્વ પ્રત્યે
આપણી શ્રદ્ધા જ હોય.
જનકે
એવું હળ ચલાવ્યું કે તેમાંથી સીતા – શાંતિની પ્રાપ્તિ થઈ, શાંતિ નીકળે તેવી રીતે હળ
ચલાવ્યું.
મુજ અબળાને મોટી મીરાત બાઈ
શામળો ઘરેણું મારું સાચું રે
વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી
હાર હરિનો મારે હૈયે રે
ચિત્તમાળા ચતુરભૂજ ચૂડલો શીદ
સોની ઘેર જઈએ રે
ઝાંઝરિયાં જગજીવન કેરાં કૃષ્ણજી
કલ્લાં ને રાંબી રે
વિંછુવા ઘૂઘરા રામ નારાયણના
અણવટ અંતરજામી રે
પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી
ત્રિકમ નામનું તાળું રે
કૂંચી કરાવું કરુણાનંદ કેરી
તેમાં ઘરેણું મારું ઘાલું રે
સાસરવાસો સજીને બેઠી હવે નથી
કંઈ કાચું રે
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર
નાગર હરિને ચરણે જાચું રે
- મીરાંબાઈ
सिवहि संभु
गन करहिं सिंगारा।
जटा मुकुट अहि मौरु सँवारा॥
कुंडल कंकन
पहिरे ब्याला।
तन बिभूति पट केहरि छाला॥1॥
शिवजी के गण
शिवजी का श्रृंगार करने लगे। जटाओं का मुकुट बनाकर उस पर साँपों का मौर सजाया गया।
शिवजी ने साँपों के ही कुंडल और कंकण पहने, शरीर पर विभूति रमायी और वस्त्र की जगह
बाघम्बर लपेट लिया॥1॥
ससि ललाट सुंदर
सिर गंगा।
नयन तीनि उपबीत भुजंगा॥
गरल कंठ उर
नर सिर माला।
असिव बेष सिवधाम कृपाला॥2॥
शिवजी के सुंदर
मस्तक पर चन्द्रमा, सिर पर गंगाजी, तीन नेत्र, साँपों का जनेऊ, गले में विष और छाती
पर नरमुण्डों की माला थी। इस प्रकार उनका वेष अशुभ होने पर भी वे कल्याण के धाम और
कृपालु हैं॥2॥
तन कीन कोउ
अति पीन पावन कोउ अपावन गति धरें।
भूषन कराल कपाल
कर सब सद्य सोनित तन भरें॥
खर स्वान सुअर
सृकाल मुख गन बेष अगनित को गनै।
बहु जिनस प्रेत
पिसाच जोगि जमात बरनत नहिं बनै॥
कोई बहुत दुबला,
कोई बहुत मोटा, कोई पवित्र और कोई अपवित्र वेष धारण किए हुए है। भयंकर गहने पहने हाथ
में कपाल लिए हैं और सब के सब शरीर में ताजा खून लपेटे हुए हैं। गधे, कुत्ते, सूअर
और सियार के से उनके मुख हैं। गणों के अनगिनत वेषों को कौन गिने? बहुत प्रकार के प्रेत,
पिशाच और योगिनियों की जमाते हैं। उनका वर्णन करते नहीं बनता।
રામ ક્રિષ્ન પરમહંસ માછલીનું ભક્ષણ કરતા હતા તેને સમજાવતાં સ્વામી શારણાનણ્દજીએ કહ્યું કે પર્વત ઉપરના ખાડા જમીન ઉપરના ખાડા કરતાં તો ઊંચા જ છે
નાગર
શબ્દના ભગવદ્ગોમંડલમાં આપેલ અર્થ નીચે પ્રમાણે છે.
- ( પિગંળ ) એ નામનો એક સમજાતિ માત્રામેળ છંદ. તે સવૈયા છંદનો ભેદ છે. તેમાં ૪૨ ગુરુ અને ૪૦ લઘુ મળી ૮૨ વર્ણ અને ૧૨૪ માત્રા હોય છે.
- એક જાતનો રતિબંધ.
- દીવાલનું વાંકાચૂકાપણું. જમીનની તંગીના કારણે તે થાય છે.
- નગરમાં રહેનાર મનુષ્ય.
- નારંગી.
- પૂર્ણપુરુષોત્તમ પુરુષ. મીરાં કહે પ્રભુ નટવર નાગર, ચરણકમળ ચિત્ત બાઝ્યું. – મીરાંબાઈ
- રાજધાનીની સભાનો સભ્ય. સઘળા મંત્રીઓ તથા નાગરો ( રાજધાનીની સભાના સભ્યો અથવા રાજધાનીના નાગરિકો ) સાધારણ રીતે મત આપીને સર્વાનુમતે સંમત થતાં તેઓએ પોતાના નવા રાજાનું સંવરણ કર્યું. – હિંદુરાજવ્યવસ્થા
- રુદ્રટના મત પ્રમાણે અપભ્રંશનો એક વિભાગ.
- સભ્ય, શિષ્ટ અને નિપુણ વ્યક્તિ; ચતુર માણસ.
- એક જાતનું શિલ્પ. શિલ્પમાં નાગરઢબ નામે ઓળખાતી ઢબમાં નાગર એ શબ્દ નગર ઉપરથી નહિ, પણ નાગવંશના નામ ઉપરથી છે. માનસારમાં સ્થાપત્યની ત્રણ મુખ્ય જાતો જણાવી છે. નાગર, વેસર અને દ્રાવિડ.
- બ્રાહ્મણની એ નામની એક જ્ઞાતિ. નાગરોની જન્મભૂમિ ગુજરાત મનાય છે. કોઈ પણ બ્રાહ્મણ તળ ગુજરાતના મૂળ નિવાસી હોવાનો દાવો કરી શકે તો તે નાગર જ છે. આનર્ત દેશની રાજધાની પ્રાપ્તિપુરી એટલે પ્રાંતિજ પાસેના હાટકેશ્વર તીર્થમાં વસતા બ્રાહ્મણોનાં બોતેર ગોત્રમાંથી અડસઠ ગોત્રે પ્રતિગ્રહ કરી નગરમાં વાસ કર્યો. એ આદિકથા સ્કંદપુરાણાંતર્ગત નાગરખંડમાં જાણીતી છે. વળી એમ પણ મનાય છે કે, નાગરખંડમાં નાગસેનાથી પોતાનું રક્ષણ કરવા ન-ગર એવો મંત્ર શિવ પાસેથી પ્રાપ્ત કરી તેના ઉચ્ચાર કરનારા નાગર કહેવાયા. તે પણ જે શક અને તક્ષકાદિ નાગ લોકોએ પરિક્ષિતના ઇંદ્રપ્રસ્થને શત દિવસમાં તોડી નાખ્યું તેના જ ત્રાસની સૂચના કરે છે અને નગરનો આશ્રયકરવાથી એ ભય દૂર થવાનો મંત્ર એમ સફળ થાય છે. ભગવાન શંકરની પૂજાના પ્રસાદે જે વર્ણ નાકને સ્થાને છે તે નાકર કહેવાયો; પછી ક નો ગ થઈ નાકર શબ્દ નાગર તરીકે વપરાવા લાગ્યો. કેટલાકની માન્યતા એવી પણ છે કેઃ ઈ.સ. નાં પ્રથમ બે ત્રણ શતકોમાં આર્યભૂમિના પશ્ચિમ પ્રદેશ ઉપર શક અને યવનોના જે મહાપ્રવાહ વહ્યા છે, જેમાંથી સૌરાષ્ટ્રનાં અનેક રાજ્યોની સ્થાપના થઈ છે, તેમના જ ભયથી પોતાનું રક્ષણ કરવા અરણ્યની એકાંતભૂમિ તજીને આ બ્રાહ્મણો રાજાને આશ્રયે નગરમાં વસી નાગર સંજ્ઞા પામ્યા. નાગરની નીચે પ્રમાણે જાતો છેઃ જે લોકો વિશલનગરમાં રહ્યા તે વિશનગરમાં રહ્યા તે વિશનગરા ,ષટ્પદ્રમાં રહ્યા તે સાઠોદરા, કૃષ્ણોર અને ચિત્રોડના નિવાસી કૃષ્ણોરા અને ચિત્રોડા પ્રશ્નો ધંધો કરનારા પ્રશ્નોરા નાગરો કહેવાયા. મીંદડીને માળો નહિ ને ઉંદરને ઉચાળો નહિ; નાગર બચ્ચો કાળો નહિ ને બ્રાહ્મણ ઘેર પાળો નહિ. – લોકોક્તિ
- લખવાની એક પ્રકારની રીત; દેવનાગરી.
- ચોરાશી માંહેની એ નામની એક જ્ઞાતિ
- સૂંઠ. સૂંઠ નાગરમોથ જેવા આકારની હોય છે. નાગરમોથને કચરવાથી છોતા છોતા થઈ જાય છે તેમ જ સૂંઠને કચરવાથી છોતા છોતા થઈ જાય છે, માટે તેને નાગર કહે છે. વિશ્વા નાગર જગભિષજ, મહા ઔષધિ નામ; સૂંઠી, ગૂંઠી ગુણતણી, સર્વ સુખનું ધામ. – પિંગળલઘુકોષ
- એ નામની જ્ઞાતિનું માણસ. ૧. નાગર નર હારે નહિ, હારે હોય હજામ = નાગરને હરાવવો બહુ મુશ્કેલ છે; નાગર બહુ ચતુર હોય છે. ૨. નાગરથી ઊજળા કોઢિયા = નાગરની ચામડી સામાન્ય રીતે ધોળી હોય છે અને જો કોઈની ચામડી તેથી વધારે ધોળી કે ઊજળી હોય તો તે કોઢની હોઈ શકે; નાગરથી કોઈ વધારે ધોળું ન હોઈ શકે એમ મનાતું. ૩. નાગરની કન્યા ઉઘાડી = બધું ખુલ્લું હોવું; કાંઇ છાનું ન હોવું. ૪. નાગરનો મોટો ભાઇ = અક્કલ ઓછી છતાં મોટાઇ ધરાવતો માણસ; ખાલી મોટાપણું માણસ.
- વહાણની બિલાડી.
- હળ.
- ચતુર; કુશળ., કૃતી કુશળ કોવિદ નિપુણ, ક્ષુન પ્રવીણ નિષ્ણાત; પટુ વિદગ્ધ નાગર ચતુર, જાણે રસની જાત. – પિંગળલઘુકોષ
- નગરવાસી; નગરમાં રહેનાર; નગરનું; શહેરનું.
- પંડિત.
- ફેશનવાળું; વરણાગી
- સભ્ય; વિવેકી.
રામ,
મહાદેવ, કૃષ્ણ રખડ્યા છે અને રખડતા રખડતા રૂખડો વસ્યા એટલે તે નાગર બન્યા.
જે
રખડે તે રૂખડ છે.
કૃષ્ણને
માખણ બહું ભાવે છે તેથી તે માખણની ચોરી કરે છે. માખણ એ નવનીત છે.
રામ
ચિત્ર નથી પણ ચરિત્ર છે અને તેથી તેને ફ્રેમમાં મઢી ન શકાય.
ભૂખને
બે સંતાન છે, એક દીકરો છે જે ભેખ છે અને બીજી દીકરી છે જે ભિખ છે.
રામ ક્રિષ્ન પરમહંસ માછલીનું ભક્ષણ કરતા હતા તેને સમજાવતાં સ્વામી શારણાનણ્દજીએ કહ્યું કે પર્વત ઉપરના ખાડા જમીન ઉપરના ખાડા કરતાં તો ઊંચા જ છે
૫
બુધવાર, ૧૧/૧૦/૨૦૧૭
પદ
ગાન :- આજની ઘડી તે રળિયામણી :– ગાથા કોટા
આજની ઘડી તે રળિયામણી,
હાં રે ! મારો વ્હાલોજી આવ્યાની
વધામણી જી રે…..આજની ઘડી
જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
હે મારા વ્હાલાજીને મોતીડે
વધાવિયા જી રે…. આજની ઘડી.
જી રે લીલુડાં વાંસ વઢાવિયા,
હે મારા વ્હાલાજીનો મંડપ રચાવિયે
જી રે…. આજની ઘડી.
જી રે પૂરો સોહાગણ સાથિયો,
હે મારો વ્હાલો આવે મલપતો
હાથિયો જી રે…. આજની ઘડી.
જી રે જમુનાના નીર મંગાવિયે,
હે મારા વ્હાલાજીના ચરણ પખાળિયે
જી રે… આજની ઘડી.
જી રે સહુ સખીઓ મળીને વધાવિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે
જી રે… આજની ઘડી.
જી રે તન-મન-ધન, ઓવારિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે
જી રે… આજની ઘડી.
જી રે રસ વાધ્યો છે અતિ મીઠડો,
હે મે’તા નરસિંહનો સ્વામી દીઠડો જી રે….આજની ઘડી.
- નરસિંહ મહેતા
વક્તવ્યઃ- સ્વાદમ્
બ્રહ્નઃ :– શ્રી જય વસાવડા
અન્નમ્ બ્રહ્નમેતિ વ્યજાનામ્
વિકાસ થાય તેની સાથે સાથે વિશ્રામ પણ મળવો જોઈએ.
“સારમાં સાર અબળા તણો” એવું નરસિંહ મહેતાએ કહ્યું છે.
હનુમાન ચાલીસા જીવને રામ સાથે મેળવવા માટે છે.
આપના ભજન કરનાર ભક્તને ભગવાન શ્રીરામજીના દર્શન થાય છે અને એના જન્મ-જન્માંતરના દુખ દૂર થઇ જાય છે.
ઊમાશંકર જોષીના અંગત અભિપ્રાય પ્રમાણે જ્ઞાગર શબ્દનો અપભ્રંશ શબ્દ નાગર છે.
लोकहुँ बेद सुसाहिब रीती। बिनय सुनत पहिचानत प्रीती॥
लोक और वेद में भी अच्छे स्वामी की यही रीति प्रसिद्ध है कि वह विनय सुनते ही प्रेम को पहचान लेता है। अमीर-गरीब, गँवार-नगर निवासी, पण्डित-मूर्ख, बदनाम-यशस्वी॥3॥
પંડિત એટલે જ્ઞાગર જે ગમે તેવી પરિસ્થિતિ આવે તેની ચિંતા કર્યા વગર જીવન જીવી જાણે.
જ્ઞ એ જ્ઞાન વાચક છે.
રૂખડ
*************************************************************************************************
રૂખડ સંદર્ભની અન્ય પોસ્ટ્સ નીચેની લિંંક ઉપર ક્લિક કરવાથી સુલભ થશે.
*********************************************************************************
શિવ અવતાર હનુમાન પણ નાગર છે.
जय हनुमान ज्ञान गुन सागर । जय कपीस तिहुं लोक उजागर ॥
જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીસ તિહું લોક ઉજાગર ॥
હે કેસરીનન્દન, આપની જય હો ! આપના જ્ઞાન અને ગુણની કોઈ સીમા નથી. હે કપીશ્વર ! આપની જય હો ! ત્રણેય લોકો (સ્વર્ગ-લોક, ભૂ-લોક, અને પાતાળ-લોક) માં આપની કીર્તિ ઉજાગર છે.
જે જ્ઞાન ગુણ સાગર હોય તે નાગર છે.
નાગરત્વ પ્રાપ્ત કરવા માટે ૩ ની કરૂણા (૧ સંત કરૂણા ૨ કૃષ્ણ કરૂણા અને ૩ જગ કરૂણા) જોઈએ.
જગની કરૂણા એટલે આ જગતમાં જો આપણે વારંવાર જન્મ ધારણ કરીએ તો જ ક્રમશઃ વિકાસ થતો જાય.
તુલસીદાસજી કહે છે કે ૧૪ વ્યક્તિઓ જીવાતે જીવ મરેલા છે.
जौं अस करौं तदपि न बड़ाई।
અત્યંત કામ આવકાર્ય નથી પણ સમ્યક કામ જરુરી છે.
ધર્મથી વિરુદ્ધ નથી તેવો કામ હું છું એવું કૃષ્ણ કહે છે.
ફૂલ તેની સુગંધ ફેલાવે અને કાંટો વાગે તેમાં ફૂલની સુગંધનું ફેલાવું અને કાંટાનું વાગવું એ તેના ગુણ ધર્મ નથી પણ તેનો સ્વભાવ છે.
ધાતુ જગતમાં ત્રાંબુ નાગર છે.
વનસ્પતી જગતમાં વડલાનું ઝાડ નાગર છે.
દેવોમાં મહાદેવ નાગર છે.
પ્રાણી જગતમાં ગીરનો સિંહ નાગર છે.
પક્ષી જગતમાં હંસ નાગર છે.
संत रूपी हंस दोष रूपी जल को छोड़कर गुण रूपी दूध को ही ग्रहण करते हैं॥6॥
પરમ હંસ એ જ્ઞાતિથી પર છે.
નક્ષત્રોમાં ચંદ્ર નાગર છે જે ચંદ્ર ઉજ્જવળ છે તેમજ તેમાં કાળા ડાઘ પણ છે.
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
આવ્યો સેવાના ક્ષેત્રમાં ઘઉંનો એક દાણો
૨ જનક મહારાજ
જનક મહારાજ નાગર છે.
જે સદ્ભાવ પૂર્વક સાધુનો સંગ કરે તે નાગર છે.
જે સદ્ભાવ પૂર્વક શ્રમ કરે તે નાગર છે.
પ્ર્ભુની કૃપાથી બધી જ સુખ સગવડ હોય અને છતાંય શ્રમ કરે તે નાગર છે. જનક શ્રમિક છે અને હળ ચલાવતાં તેમને સીતા – શાંતિની પ્રાપ્તિ થાય છે.
વિનોબાજીએ ૬ વ્યક્તિઓનાં સન્માન થવું જોઈએ એવું કહ્યું છે.
૧ શ્રમિકનું સન્માન થવું જોઈએ.
૨ કૃષક – કૃષિકારનું સન્માન થવું જોઈએ.
૩ વિચારાકનું સન્માન થવું જોઈએ.
૪ સર્જકાનું સન્માન થવું જોઈએ.
૫ શિક્ષકનું સન્માન થવું જોઈએ.
૬ સૈનિકનું સન્માન થવું જોઈએ.
૩ રામ લક્ષ્મણ નાગર છે.
વાલ્મીકિજી રામના શીલનું આલેખન રામ રાવણ યુદ્ધ દરમ્યાન કરે છે. જ્યારે રાવણ રામના બાણ પ્રહારથી અત્યંત ઘાયલ થાય છે ત્યારે રામ ધનુષ્ય બાણ ત્યજી રાવણ પાસે જાય છે અને કહે છે કે હે રાવણ આજે તમે ગવાયેલા છો તેથી હવે યુદ્ધ નથી કરવું, કાલે ફરીથી યુદ્ધ શરુ કરીશું. આ સાંભળી રાવણ રામને કહે છે કે હે રામ તમે મારામાં રહેલ રાવણત્વનો તો અત્યારે જ તમારા શીલ દ્વારા નાશ કરી દીધો છે. હવે તો ફક્ત રાવણના શરીરનો જ નાશ કરવાનો બાકી રહ્યો છે.
અહીં વાણીની પ્રસ્તુતિમાં રામ નાગર છે.
મૂળને
મૂળ તરીકે રાખીને, મૂળમાં કોઈ પણ ફેરફાર કર્યા વિના ફૂલને ખીલવવું એ નાગર વિચાર ધારા
છે.
અન્નમ્ બ્રહ્નમેતિ વ્યજાનામ્
વિકાસ થાય તેની સાથે સાથે વિશ્રામ પણ મળવો જોઈએ.
“સારમાં સાર અબળા તણો” એવું નરસિંહ મહેતાએ કહ્યું છે.
હનુમાન ચાલીસા જીવને રામ સાથે મેળવવા માટે છે.
तुम्हरे भजन राम को पावै ।
जनम जनम के दुख बिसरावै ॥
તુમ્હરે ભજન રામ કો પાવૈ
| જમન જનમ કે દુખ બિસરાવૈ ॥
આપના ભજન કરનાર ભક્તને ભગવાન શ્રીરામજીના દર્શન થાય છે અને એના જન્મ-જન્માંતરના દુખ દૂર થઇ જાય છે.
ઊમાશંકર જોષીના અંગત અભિપ્રાય પ્રમાણે જ્ઞાગર શબ્દનો અપભ્રંશ શબ્દ નાગર છે.
लोकहुँ बेद सुसाहिब रीती। बिनय सुनत पहिचानत प्रीती॥
गनी गरीब ग्राम नर नागर। पंडित
मूढ़ मलीन उजागर॥3॥
लोक और वेद में भी अच्छे स्वामी की यही रीति प्रसिद्ध है कि वह विनय सुनते ही प्रेम को पहचान लेता है। अमीर-गरीब, गँवार-नगर निवासी, पण्डित-मूर्ख, बदनाम-यशस्वी॥3॥
પંડિત એટલે જ્ઞાગર જે ગમે તેવી પરિસ્થિતિ આવે તેની ચિંતા કર્યા વગર જીવન જીવી જાણે.
જ્ઞ એ જ્ઞાન વાચક છે.
રૂખડ
*************************************************************************************************
રૂખડ સંદર્ભની અન્ય પોસ્ટ્સ નીચેની લિંંક ઉપર ક્લિક કરવાથી સુલભ થશે.
*********************************************************************************
અહીં માનસ રૂખડ કથા દરમ્યાન અકિલા દૈનિકમાં તે સમયે પ્રકાશિત લેખ તેના લેખક અને અકિલા સમાચાર પત્રના સૈજન્ય સહ પ્રસ્તુત છે.
- સમાજના કોઇપણ રૂખથી ડરે નહીં એ રૂખડ : પૂ. મોરારી બાપુ
ગિરનારની
ગોદમાં ર૭ ફેબ્રુઆરીથી ૬ માર્ચ દરમિયાન યોજાનારી ‘‘માનસ રૂખડ'' શ્રીરામ કથામાં વીઆઇપી
બેઠક વ્યવસ્થા જ નહી : ‘‘વહેલા તે પહેલા''ના ધોરણે બેસી શકાશે
સમાજના
કોઇપણ રૂખથી ડરે નહીં એ રૂખડ : પૂ. મોરારી બાપુ
રાજકોટ, તા. ૧૮ : પૂ. મોરારી બાપુની પ્રિય ભાવભૂમિ ગિરનાર તળેટીમાં
આગામી ર૭ ફેબ્રુઆરીથી ૬ માર્ચના નવ દિવસો દરમ્યાન મોરારીબાપુની હૃૃદયવાણી થકી ‘માનસ
રૂખડ' રૂપી રામકથાની ભાવગંગા વહેવાની છે. આ કથા ઘણી રીતે વિશિષ્ટ વિશેષ છે. આ કથામાં
આવનાર કોઇપણ કથાપ્રેમી બાપુપ્રેમી સૌ કોઇ ‘વહેલા તે પહેલા''ના ધોરણે કથામંડપમાં પોતાનું
સ્થાન લઇ શકશે. એટલે કે કોઇપણ પ્રકારની ખાસ બેઠક વ્યવસ્થા કે વી.આઇ.પી. બેઠક એવા
કોઇ ધોરણ આ કથામાં રખાયા નથી. સાચા અર્થમાં છેવાડાનો કોઇપણ આમ માણસ પણ ખાસ બનીને આગળ
બેસી શકશે. બાપુ અવારનવાર પોતાની કથાઓમાં કેટલાક નૂતનપ્રયોગો કરતા રહે છે જે આજના સમયમાં
અત્યંત આવશ્યક છે. કથાનો કેન્દ્રસ્થ વિષયપણ બાપુ કથાના પ્રથમ દિવસે જ નક્કી કરીને,
એ સંદર્ભની ચોપાઇઓ કહેતા હોય છે પણ ગિરનાર તળેટીની આ રામકથામાં બાપુએ અગાઉથી કથાનું
શીર્ષક અને એને અનુરૂપ ચોપાઇઓ પણ નક્કી કરીને કથાપ્રેમીઓને ન્યાલ કરી દીધાં છે. ‘માનસરૂખડ'
રામકથામાં આ પંકિતઓનું નવદિવસીય ગાન થશે અને બાપુ એનો ભાવવિસ્તાર કરશે.
સાધુ ચરિત સુભ ચરિત કપાસ
નિરસ બિસદ ગુનમયફલજાસ
જો સહિ દુખ પરછિદ્ર્્ દુરાવા
બંદનીય જેહિં જગ જસ પાવા
જુનાગઢની નાગર નરસિંહ મહેતાની ભૂમિ અને ગિરનાર
તળેટીની સત્યમય-પ્રેમમય કરૂણામય દિવ્યતામાં ર૦ વર્ષના લાંબા-બે દાયકા પછી મોરારિબાપુની
રામકથાની ભાવગંગા પ્રવાહિત થવાની છે ત્યારે ‘રૂખડ' એટલે શું ? રૂખડની દુનિયા કઇ ?
રૂખડની ઓળખ શું ? એનો શાબ્દિક અર્થ શું ? એ નિમિત્તે આ એક નાનકડી રૂખડયાત્રા છે. આપણા
સૌરાષ્ટ્ર-ગુજરાતના ગ્રામસમાજની પ્રજાની લોકબોલીમાં મોટે ભાગે આ ‘રૂખડ' શબ્દ સાંભળવા
મળે છે. કોઇ ગાંડાઘેલા માણસ વિશે અથવા તો એની સ્થિતિ વિશે આપણે આ શબ્દો પ્રયોગ કરીએ
છીએ ‘ ઇ તો હાવ રૂખડ જ સે!' અથવા તો ‘ઇ તો ભૈ રૂખડિયો સે, એની મસ્તી જ જૂદી હોય હોં!'
મોરારી બાપુએ અંબાજી (આબુ-અંબાજી)ની રામકથા વખતે
કથાના ચોથા દિવસે ‘રૂખડ' શબ્દને અને રૂખડબાવાને યાદ કર્યો હતો.
અને પછી તો ‘રૂખડ' શબ્દ એ બાપુનો પીછો નથી છોડયો.
અંબાજી પછીની કથાઓમાં પણ બાપુએ રૂખડને યાદ કર્યા જ રાખ્યો છે, એટલું જ નહીં પણ બાપુએ
તો દર આસો નવરાત્રીનો ચોથો દિવસ એ ‘રૂખડનો જન્મ દિવસ' પણ જાહેર કરી દીધો છે ખરેખર
તો રૂખડએ એક અવસ્થાનું નામ છે. ભલે સામાન્ય પ્રજામાં આ શબ્દની સમજ થોડીક નીમ્ન
કે અણગમતી હોય પણ મોરારીબાપુ તો રજકણને પણ સૂરજની ઉંચાઇ અપાવવાનું નૂતન કર્મ કરી રહ્યા
છે એટલે જ બાપુને મન રૂખડ એટલે કોઇ એક જ વ્યકિત નહીં, રૂખડ એક પ્રકારનો માનવ સ્વભાવ
છે. રૂખડ સમાજના કોઇપણ રૂખથી ડરતો નથી. રૂખડ બાવા જેવી ચેતનાઓ ગુમનામ પ્રદેશની નીપજ
હોય છે. બાપુની લગભગ કથાઓમાં રૂખડ ચિંતન પ્રગટે છે. ગુજરાતી પ્રજાના હૈયે વસેલુ પ્રસિદ્ધ
લોકગીત...
રૂખડ બાવા તું હળવો હળવો હાલ્ય જો,
એવા ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબીયો
એ લોકગીતમાં પ્રગટ થતી લોકચેતનાઓનો ધબકાર પણ બાપુ
સૌને સંભળાવે છે કે, જે ગરવા અને નરવા હોય તેના ઉપર રૂખડ ઝળુંબે છે. રૂખડ એટલે અલખનો
આરાધક, અલગારી, ઓલિયો અવધૃત, રૂખડ એટલે રખડતો માણસ, જે બહારથી રખડતો હોય, પરંતુ અંદરથી
શાંત હોય, ગિરનાર અવધૃતોની ભૂમિ છે અને રૂખડ ગરવા ઉપર નરવો થઇ છવાઇ ગયો છે, જેના દેહના
ખડિયામાં રૂ જેવી બેદાગ ધવલતા હોય તે રૂખડિયો રૂ (કપાસ) બનીને બીજાના છીદ્રોને ઢાંકે
તે રૂખડ. રૂખડ બાવા વિશે આપણા લોકસાહિત્ય -સંતસાહિત્ય વગેરેમાં પણ ઘણી-ઘણી દંતકથાઓ
મળે છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ‘સોરઠી સંતો' પુસ્તકમાં પણ ‘વેલો બાવો'ની
લોકકથા આપી છે. જાણીતા કવિ હરિન્દ્ર દવેએ પણ ઘણા વર્ષો પૂર્વે રૂખડબાવા તું હળવો હળવો
હાલ્ય જો... એ લોકગીત વિશે નાનકડો આસ્વાદ લેખ પણ કરેલો. હરીન્દ્ર દવે આ લોકગીતને
ઉપમાઓ પર ઝળુંબતું કાવ્યત્વ એમ કહીને લોકકવિને નવાજે છે. અહીં નાગ-મોરલી, કુવા, કોશ,
બેટા-બાપ, નર-નાર, ધરતી-આભ અને ગોપી-કાન એમ છ-છ ઉપમાઓની જોડી સંદર્ભે આ લોકગીતનું ભાવસંવેદન
પ્રગટ થયું છે.
જાણીતા હાસ્યકાર-લેખક જગદીશ ત્રિવેદીએ તો બાપુની
કથાઓમાંથી ‘રૂખડીયા પ્રેરણા' લઇને દસેક રચનાઓ લખી છે અને વિદ્વાન-વિવેચકો પાસે એના
વિશે આસ્વાદ લેખો લખાવીને ‘રૂખડિયો ઝળુંબિયો' પુસ્તક પણ પ્રગટ કર્યું છે. બાપુ પ્રેરીત
નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત કવિ ભાનુપ્રસાદ પંડયા ‘રૂખડ'ની ઓળખ આપતા કહે છે જ કોઇ
નાતજાતના પરીચય વગરનો એકલો પોતાના વશે વર્તનમાં લઘરો અને છતા વિશ્વને પોતાનું ગણનાર
વિશાળ હૃદયી માનવી એટલે રૂખડ જેને માટે સમસ્ત વિશ્વ પોતાનો પરિવાર છે એવો મહાપુરૂષ
એટલે રૂખડ.
‘સાર્થ ગુજરાતી જોડણીકોશ'માં રૂખડ એટલે ‘રૂખડ'
શબ્દ સંસ્કૃત શબ્દ ‘વૃક્ષ' ઉપરથી આવ્યો છે. વૃક્ષ પરથી રૂખડો, રૂખડું, વરખડો, વગેરે
અનેક નામો ચલણમાં આવ્યા છે. ‘ભગવદગોમંડળ'માં પણ રૂખડ શબ્દના ત્રણ અર્થો આપેલા છે.
રૂખડ એટલે એક જાતના ઝાડનું નામ, રૂખડ એટલે ભયંકર અને રૂખડ એટલે યોગીની એક જાત. મોરારીબાપુની
દૃષ્ટિએ રૂખડ એટલે ભજનાનંદી માણસ અનહદનો યાત્રી, સાધુત્વનો પર્યાય, સમગ્ર વિશ્વને
પ્રેમ કરનાર, અલગારી, ઓલિયો, જૂનાગઢ, ગિરનાર તળેટી, ભવેશ્વરની પાસે અને સૌરાષ્ટ્રના
ખારીયા સ્ટેશન પાસે ખડખડ નામના ગામમાં વેલા ભગતની સમાધિ વગેરે સ્થાનો પર આજે પણ સંત વેદનાથ-વેલોબાવો-
રૂખડિયા બાવાની અનુભૂતિ થઇ શકે છે જો એવું રૂખડિયુપણું આપણે અડી ગયું હોય તો જ !!!
આપણા ભગતબાપુ-કાગબાપુએ પણ રૂખડ ના ઝાડ-રોપ-વિશે
એક પદ લખ્યું છે, જેમાં વૃક્ષ અને સંતનું પરોપકારીપણુ પ્રગટ થાય છે. કાગબાપુ ગાતા-ગાતા
લખે કહે છે કે....
એને રોપ્યેથી ગિરધારી થાય છે રાજી રે...
રોપાવો લીલા રૂખડાં જી.,
એને કાપ્યેથી મુરારી કોચવાશે રે...
કાપો નંઇ કુંણા રૂખડા જી.
આસન ચળ્યા નઇ એના જોગી જુગ જુગના,
એની ઓસરીએ ધનરાજાના ઉતારા રે
ધરતીનું ઢાંકણ રૂખડાં રે...
‘કાગ' કયે કુવાડાને, હાર્યો એણે આયપો
કાપ્યાં તો યે ફરીથી કોળાણા રે,
મનડાના મોટા રૂખડાં રે...
મહાશિવરાત્રીના મહામય માંગલ્યક દિવસોમાં યોજાનારી
મોરારીબાપુની આ રામકથા ‘'માનસરૂખડ સર્વ રીતે પ્રાસંગિક છે. શિવજી શંકરમહાદેવ પણ મોટો
રૂખડ બાવો જ છે ને ! બાપુ પણ પોતાને એક રૂખડ તરીકે જ ઓળખાવે છે અને બાપુના સૌ કથા પ્રેમીઓ
ફલાવર્સ બાપુ પ્રેમીઓ પણ બધા રૂખડિયા જ બની ગયા છે. આ કથાના નિમિત્ત માત્ર યજમાન જયીંતભાઇ
ચાંદ્રા (અતુલ ઓટો પ્રા. લી. રાજકોટ-‘ખુશ્બુ' ઓટો રીક્ષા)માં પણ એક રૂખડ બીરાજે છે.
રામથા સમિતિના સૌ સદસ્યો પણ આ વિશિષ્ટ-વિશેષ રૂખડીય કથાના આયોજનમાં રૂખડમય -રામમય
થઇને ડુબ્યાં છે. સૌને માટેની બધા માટે ‘ખાસ' આ કથામાં સૌ ભાવકો શ્રોતાઓને જાહેર અને
ખુલ્લું નિમંત્રણ છે. ભજન અને ભોજન માટે અને આપણા જીવનમાં પણ થોડુંક ચપટીક ‘રૂખડપણું'
આવે તો આ કથાની યથાર્થતા ફલીત થશે. કદાચ, પ્રથમ વખત આ કથામાં કહેવાતા મોટા માણસો મહાનુભાવો-વી.આઇપી.
લોકો સૌની સાથે એક પંગતમાં બેસીને સામાન્ય થવાનો લ્હાવો પણ લેશે, જો એવા લોકો કથામાં
આવે તો !
જેમ ઝળુંબે કૂવા સાથે કોશ જો,
એવા ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો
જેમ ઝળુંબે ધરતી માથે આભ જો,
એવા ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો
રૂખડ બાવા તું હળવો હળવો હાલ્ય જો,
એવા ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો...
સંકલન : પ્રા. ડો. મનોજ જોશી
રાજકોટ
*************************************************************************************************
નરને માથે નારનું ઝળુંબવું એટલે આપણી વિચાર ધારા પ્રમાણે જ્ઞાન, વૈરાગ્ય, યોગ વગેરે નર છે અને ભક્તિ એ નારી છે, એટલે જ્ઞાન, વૈરાગ્ય, યોગ ઉપર ભક્તિ હોય તો જ જ્ઞાન વગેરે શોભે. ભક્તિ જ્ઞાન ઉપર ઝળુંબે છે, ભક્તિ વિના જ્ઞાન ન શોભે.
નરને માથે નારનું ઝળુંબવું એટલે આપણી વિચાર ધારા પ્રમાણે જ્ઞાન, વૈરાગ્ય, યોગ વગેરે નર છે અને ભક્તિ એ નારી છે, એટલે જ્ઞાન, વૈરાગ્ય, યોગ ઉપર ભક્તિ હોય તો જ જ્ઞાન વગેરે શોભે. ભક્તિ જ્ઞાન ઉપર ઝળુંબે છે, ભક્તિ વિના જ્ઞાન ન શોભે.
શિવ અવતાર હનુમાન પણ નાગર છે.
जय हनुमान ज्ञान गुन सागर । जय कपीस तिहुं लोक उजागर ॥
જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીસ તિહું લોક ઉજાગર ॥
હે કેસરીનન્દન, આપની જય હો ! આપના જ્ઞાન અને ગુણની કોઈ સીમા નથી. હે કપીશ્વર ! આપની જય હો ! ત્રણેય લોકો (સ્વર્ગ-લોક, ભૂ-લોક, અને પાતાળ-લોક) માં આપની કીર્તિ ઉજાગર છે.
જે જ્ઞાન ગુણ સાગર હોય તે નાગર છે.
નાગરત્વ પ્રાપ્ત કરવા માટે ૩ ની કરૂણા (૧ સંત કરૂણા ૨ કૃષ્ણ કરૂણા અને ૩ જગ કરૂણા) જોઈએ.
જગની કરૂણા એટલે આ જગતમાં જો આપણે વારંવાર જન્મ ધારણ કરીએ તો જ ક્રમશઃ વિકાસ થતો જાય.
તુલસીદાસજી કહે છે કે ૧૪ વ્યક્તિઓ જીવાતે જીવ મરેલા છે.
जौं अस करौं तदपि न बड़ाई।
मुएहि बधें नहिं कछु मनुसाई॥
कौल कामबस कृपिन बिमूढ़ा।
अति दरिद्र अजसी अति बूढ़ा॥1॥
सदा रोगबस संतत क्रोधी।
बिष्नु बिमुख श्रुति संत बिरोधी॥
तनु पोषक निंदक अघ खानी
जीवत सव सम चौदह प्रानी॥2॥
यदि
ऐसा करूँ, तो भी इसमें कोई बड़ाई नहीं है। मरे हुए को मारने में कुछ भी पुरुषत्व (बहादुरी)
नहीं है। वाममार्गी, कामी, कंजूस, अत्यंत मूढ़, अति दरिद्र, बदनाम, बहुत बूढ़ा,॥1॥
नित्य
का रोगी, निरंतर क्रोधयुक्त रहने वाला, भगवान् विष्णु से विमुख, वेद और संतों का विरोधी,
अपना ही शरीर पोषण करने वाला, पराई निंदा करने वाला और पाप की खान (महान् पापी)- ये
चौदह प्राणी जीते ही मुरदे के समान हैं॥2॥
અત્યંત કામ આવકાર્ય નથી પણ સમ્યક કામ જરુરી છે.
ધર્મથી વિરુદ્ધ નથી તેવો કામ હું છું એવું કૃષ્ણ કહે છે.
ફૂલ તેની સુગંધ ફેલાવે અને કાંટો વાગે તેમાં ફૂલની સુગંધનું ફેલાવું અને કાંટાનું વાગવું એ તેના ગુણ ધર્મ નથી પણ તેનો સ્વભાવ છે.
ધાતુ જગતમાં ત્રાંબુ નાગર છે.
વનસ્પતી જગતમાં વડલાનું ઝાડ નાગર છે.
દેવોમાં મહાદેવ નાગર છે.
પ્રાણી જગતમાં ગીરનો સિંહ નાગર છે.
પક્ષી જગતમાં હંસ નાગર છે.
संत हंस गुन गहहिं पय परिहरि
बारि बिकार॥6॥
संत रूपी हंस दोष रूपी जल को छोड़कर गुण रूपी दूध को ही ग्रहण करते हैं॥6॥
પરમ હંસ એ જ્ઞાતિથી પર છે.
નક્ષત્રોમાં ચંદ્ર નાગર છે જે ચંદ્ર ઉજ્જવળ છે તેમજ તેમાં કાળા ડાઘ પણ છે.
गुन सागर नागर बर बीरा।
सुंदर स्यामल गौर सरीरा॥
પર્વતોમાં ગિરનાર નાગર છે.
જળ સૃષ્ટિમાં યમુનાજી નાગર
છે.
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીનાં
વન
મારા પ્રાણ જીવન….મારા ઘટમાં.
મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી
મારી આંખો દીસે ગિરિધારી રે
ધારી
મારુ તન મન ગયું છે જેને વારી
રે વારી
હે મારા શ્યામ મુરારિ…..મારા ઘટમાં.
હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ
વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા
રે વાલા
મેં તો વલ્લભ પ્રભુજીનાં કીધાં
છે દર્શન
મારું મોહી લીધું મન…..મારા ઘટમાં.
હું તો નિત્ય વિઠ્ઠલ વરની
સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી
રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજીને
ચરણે ધર્યું
જીવન સફળ કર્યું … મારા ઘટમાં.
મેં તો પુષ્ટિ રે મારગ કેરો
સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે
લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો રંગ
રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો … મારા ઘટમાં.
આવો જીવનમાં લ્હાવો ફરી કદી
ના મળે
વારે વારે માનવદેહ ફરી ન મળે
ફેરો લખ રે ચોર્યાસીનો મારો
રે ફળે
મને મોહન મળે … મારા ઘટમાં.
મારી અંત સમય કેરી સુણો રે
અરજી
લેજો શરણોમાં શ્રીજીબાવા દયા
રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી
ન આવે
મારો નાથ તેડાવે … મારા ઘટમાં.
ધાન્યમાં
ઘઉં નાગર છે.
આવ્યો સેવાના ક્ષેત્રમાં ઘઉંનો એક દાણો
૨ જનક મહારાજ
જનક મહારાજ નાગર છે.
જે સદ્ભાવ પૂર્વક સાધુનો સંગ કરે તે નાગર છે.
જે સદ્ભાવ પૂર્વક શ્રમ કરે તે નાગર છે.
પ્ર્ભુની કૃપાથી બધી જ સુખ સગવડ હોય અને છતાંય શ્રમ કરે તે નાગર છે. જનક શ્રમિક છે અને હળ ચલાવતાં તેમને સીતા – શાંતિની પ્રાપ્તિ થાય છે.
વિનોબાજીએ ૬ વ્યક્તિઓનાં સન્માન થવું જોઈએ એવું કહ્યું છે.
૧ શ્રમિકનું સન્માન થવું જોઈએ.
૨ કૃષક – કૃષિકારનું સન્માન થવું જોઈએ.
૩ વિચારાકનું સન્માન થવું જોઈએ.
૪ સર્જકાનું સન્માન થવું જોઈએ.
૫ શિક્ષકનું સન્માન થવું જોઈએ.
૬ સૈનિકનું સન્માન થવું જોઈએ.
૩ રામ લક્ષ્મણ નાગર છે.
बिनय सील करुना गुन सागर।
जयति बचन रचना अति नागर॥
જેનામાં
વિનય અને શીલ હોય તે નાગર છે.
વાલ્મીકિજી રામના શીલનું આલેખન રામ રાવણ યુદ્ધ દરમ્યાન કરે છે. જ્યારે રાવણ રામના બાણ પ્રહારથી અત્યંત ઘાયલ થાય છે ત્યારે રામ ધનુષ્ય બાણ ત્યજી રાવણ પાસે જાય છે અને કહે છે કે હે રાવણ આજે તમે ગવાયેલા છો તેથી હવે યુદ્ધ નથી કરવું, કાલે ફરીથી યુદ્ધ શરુ કરીશું. આ સાંભળી રાવણ રામને કહે છે કે હે રામ તમે મારામાં રહેલ રાવણત્વનો તો અત્યારે જ તમારા શીલ દ્વારા નાશ કરી દીધો છે. હવે તો ફક્ત રાવણના શરીરનો જ નાશ કરવાનો બાકી રહ્યો છે.
અહીં વાણીની પ્રસ્તુતિમાં રામ નાગર છે.
૬
ગુરુવાર, ૧૨/૧૦/૨૦૧૭
પદ
ગાન :- પ્રહર વોરા
ભુતલ
ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે,
પુણ્ય
કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે … ભુતલ
હરીના
જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે,
નિત
સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે … ભુતલ
ભરત
ખંડ ભુતલમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન
ધન રે એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે … ભુતલ
ધન
વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે,
અષ્ટ
મહાસિદ્ધિ આંગણીયે ઉભી, મુક્તિ છે એમની દાસી રે … ભુતલ
એ
રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કંઇ
એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે … ભુતલ
–
નરસિંહ મહેતા
વક્તવ્ય :- રુપલ માંકડ –
આ સ્થાન – ગિરનાર, જુનાગઢ પુનમ અને અમાસનું
સ્થાન છે, યજ્ઞ અને ધૂણાનું સ્થાન છે.
મોરારી બાપુએ કહ્યું કે, “મારું ગામ તલગાજરડા
છે, નગર જુનાગઢ છે, રાજ્ય ગુજરાત/સૌરાષ્ટ્ર છે, દેશ ભારત છે, મા પૃથ્વી છે અને પરિવાર
વિશ્વ છે.” वसुधैव कुटुम्बकम्
નાગર વિચાર એ છે જેમાં ૫ “ક” હોય.
જ્યારે આપણે નિર્દોષ હોઈએ, બીન અપરાધી
હોઈએ અને છતાંય કોઈ મોટા માણસ કે સમુદાય દારા આપણા ઉપર ખોટા દોષારોપણ થાય ત્યારે દોષારોપણ
કરનાર મહાનુભાવ પ્રત્યે વિનય રાખીને ચૂપ રહેવું. પછી ભલે આપણું ક્ષેત્ર ધર્મ ક્ષેત્ર
હોય, સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય કે પારિવારિક ક્ષેત્ર હોય.
बरबस राम सुमंत्रु पठाए।
सुरसरि तीर आपु तब आए॥1॥
मागी नाव न केवटु आना।
कहइ तुम्हार
मरमु मैं जाना॥
રામનું પદપાળા કેવટ સુધી આવવું, તેની
તૂટી ફૂટી નાવમાં કેવટના આધારવશ બેસવું એ રામત્વનું કેવટત્વ તરફનું ગમન છે અને રામનું
કેવટને આદર સહ પુષ્પક વિમાનમાં બેસાડવું એ કેવટત્વનું રામત્વ તરફ્નું ઉડ્યન છે. આમ
રામત્વ અને કેવટત્વનો સમન્વય થાય એ નાગરત્વ છે.
જ્યાં સુધી કેવતત્વનું ઉડ્યન ન થાય ત્યાં
સુધી રામત્વ અધુરું છે.
કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે તેનો સ્વીકાર
કરીને ભજન કર્યા કરવું એ જ સુખ છે. આવું કરવાથી સુખ અને દુઃખ એક જ લાગશે.
મારી
હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હુંડી શામળીયાને હાથ રે , શામળા
ગિરધારી
મારી હુંડી સ્વીકારો મહારાજ
રે, શામળા ગિરધારી
મારી હુંડી શામળીયાને હાથ
રે , શામળા ગિરધારી
રાણાજીએ રઢ કરી, વળી મીરા
કેરે કાજ
ઝેરના પ્યાલા મોકલ્યાં રે,
વ્હાલો ઝેરના જારણહાર રે
શામળા ગિરધારી ! મારી હૂંડી
સ્વીકારો મહારાજ રે
સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા,
વળી ધરીયાં નરસિંહ રૂપ
પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે
માર્યો હરણાકંસ ભૂપ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી
સ્વીકારો મહારાજ રે
ગજને વ્હાલે ઉગારિયો રે, વળી
સુદામાની ભાંગી ભૂખ
દોહલી વેળાના મારા વાલમા હે
તમે ભક્તોને આપ્યાં સુખ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી
સ્વીકારો મહારાજ રે
પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી
દ્રૌપદીનાં પૂર્યાં ચીર,
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો
રે, તમે સુભદ્રાના વીર રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી
સ્વીકારો મહારાજ રે
ચાર જણા તીરથવાસી ને, વળી
રૂપિયા સો સાત,
વહેલા પધારજો દ્વારિકા રે,
એને ગોમતી નાહ્યાની ખાંત રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી
સ્વીકારો મહારાજ રે
રહેવાને નથી ઝૂંપડું, વળી
જમવા નથી જુવાર,
બેટો બેટી વળાવિયાં રે, મેં
વળાવી ઘર કેરી નાર રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી
સ્વીકારો મહારાજ રે
ગરથ મારું ગોપી ચંદન, વળી
તુલસી હેમનો હાર,
સાચું નાણું મારે શામળો રે,
મારી દોલતમાં ઝાંઝપખાજ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી
સ્વીકારો મહારાજ રે
તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા
નગરની માંહે,
આ શહેરમાં એવું કોન છે રે,
જેનું શામળશા એવું નામ
શામળા ગિરધારી ! મારી હૂંડી
સ્વીકારો મહારાજ રે
નથી બ્રાહ્મણ નથી વાણિયો,
નથી ચારણ નથી ભાટ,
લોક કરે ઠેકડી, નથી શામળશા
શેઠ એવું નામ રે
શામળા ગિરધારી ! મારી હૂંડી
સ્વીકારો મહારાજ રે
તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા
નગરની બહાર,
વેશ લીધો વણિકનો રે, મારું
શામળશા શેઠ એવું નામ રે
શામળા ગિરધારી ! મારી હૂંડી
સ્વીકારો મહારાજ રે
હૂંડી લાવો હાથમાં, વળી આપું
પૂરા દામ,
રૂપિયા આપું રોકડા રે, મારું
શામળશા એવું નામ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી
સ્વીકારો મહારાજ રે
હુંડી સ્વીકારી વ્હાલે શામળે,
વળી અરજે કીધા કામ
મહેતાજી ફરી લખજો, મુજ વાણોતર
સરખાં કાજ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી
સ્વીકારો મહારાજ રે
બધા જ આધાર છૂટી જાય, આપણામાં ખાલીપણું
આવે ત્યારે જ ત્યાં હરિ પધારે. જો હરિને પધારવા માટે આપણે ખાલી જગ્યા ન કરીએ તો હરિ
કેવી રીતે પધારે? કેવી રીતે મદદ કરે?
મિલીન ગઢવી કહે છે કે, “મૌનની આંખોમાં
જે પાણી છે, મારે મન તો એ જ સંતવાણી છે.”
તુલસી ગોપીઓને, કૃષ્ણને નાગર કહે છે.
તુલસીદાસ ગ્વાલીન નાગરી
સુખ દુઃખ તો હરિની ઈચ્છાથી જ આવે એવું
સવો ભગત કહે છે.
સુખ દુઃખ આવે ત્યારે દુ;ખની પીડા નામ
વાળાને, હરિ નામ લેનારને અસર નથી કરતી.
સુખ અને દુઃખ તો ઘટ સાથે ઘડ્યા છે, જેમ
નાડી જોડાયેલી છે તેમ સુખ અને દુઃખ ઘટ સાથે જોડાયેલા જ છે. સુખ દુઃખ હાથ કે કપાળની
રેખાઓમાં નથી લખેલા. જેમ અને જ્યારે નાડનું જોડાણ થાય છે ત્યારે સુખ અને દુઃખનું જોડાણ
થઈ જ જાય છે.
હરિ ભજવાનું ભૂલાઈ જાય એ મોટામાં મોટું
નડતર છે.
જેવી રીતે મોટી ઈમારત નકશામાં નથી હોતી
તેમ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી.
ગુરુ તો બળવાન હોય છે જ, સવાલ ફક્ત આપણી
શ્રદ્ધાનો છે.
નાગરના પાંચ “પ” છે – પાન, પાટલો, પિતાંબર,
પંચાત.
નરસિંહ મહેતા જળ અને કમળ બંનેને છોડવાનું
કહે છે એટલે કે સંગ અને અસંગ બંનેને છોડવાનું કહે છે. આ એક ક્રાંતિકારી વિચાર ધારા
છે.
પાંચ “ક”
કમ્ સુખમ્
૧ કરતાલ
૨ કૃષ્ણ
૩ કેદાર રાગ
૪ કૂળ
૫ કરૂણા – પોતાની અંદર રહેલી કરૂણાનો
“ક”
નરસિંહ મહેતાને પોતાના કૂળનું ગૌરવ હતું.
તેથી જ લખાયું કે,
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર
તાર્યા રે.
કૂળ એ જ્ઞાતિ વાચક નથી પણ સાર્વભૌમ છે.
શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને
આંગણિયે વેરું ફૂલ, મારે ઘરે
આવો ને
ઉતારા દેશું ઓરડા, ઘરે આવો
ને
દેશું દેશું મેડીના મોલ, મારે
ઘરે આવો ને
શેરી વળાવી સજ્જ કરું, ઘરે
આવો ને
દાતણ દેશું દાડમી, ઘરે આવો
ને
દેશું દેશું કણેરી કાંબ, મારે
ઘરે આવો ને
શેરી વળાવી સજ્જ કરું, ઘરે
આવો ને
નાવણ દેશું કુંડિયું, ઘરે
આવો ને
દેશું દેશું જમનાજીના નીર
મારે ઘરે આવો ને
શેરી વળાવી સજ્જ કરું, ઘરે
આવો ને
ભોજન દેશું લાપશી, ઘરે આવો
ને
દેશું દેશું સાકરિયો કંસાર,
મારે ઘરે આવો ને
શેરી વળાવી સજ્જ કરું, ઘરે
આવો ને
રમત દેશું સોગઠી, ઘરે આવોને
દેશું દેશું પાસાની જોડ, મારે
ઘરે આવો ને
શેરી વળાવી સજ્જ કરું, ઘરે
આવો ને
પોઢણ દેશું ઢોલિયા, ઘરે આવોને
દેશું દેશું હિંડોળા ખાટ,
મારે ઘરે આવો ને
શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને
સમાજમાં બધાને જવાબ આપવાના ન હોય.
બુદ્ધ પુરૂષ બધાને તેમના બધા પ્રશ્નોના
જવાબ ન આપે પણ જાગૃત જરૂર કરે.
બીજાના ઘરને ન સળગાવાય પણ પોતાના ઘરમાં
દીવો જરૂર પ્રગટાવાય. આપણું ઘર જેવું હોય તેવું પણ તેમાં આપણે દીવો પ્રગટાવવો જોઈએ.
આકાશમાં ગરૂડ ઊડે તેમજ મચ્છર પણ ઊડે.
ભલે આપણે નાના હોઈએ પણ આપને પણ મચ્છર માફક ઊડાન ભરી શકીએ.
ઘર પૂછીને ભિક્ષા ન મંગાય.
જ્યાં ટૂકડો ત્યાં હરિ ઢુકડો.
જેને હરિ ઢુકડો હોય તે જ ટૂકડો આપી શકે.
હરિને યુવાની જ અર્પણ કરાય, વૃદ્ધ શરીર
ન અર્પણ કરાય.
નાગર સાથે સપ્ત સાગર જોડાયેલા છે.
સિરહાના હો તેરી બાહોંકા તો અંગારોપે
સો જાઉં મૈં
રામના નાગરત્વને તુલસી સાગર સાથે સરખાવે
છે.
૧
સાગર અનેક જીવ જંતુઓને આશ્રય આપે છે,
આશ્રય સથાન છે.
રામ એવા નાગર છે જે બધાને સમાવી લે છે.
આ નાગરત્વની વિશાળ વિચાર ધારા છે.
૨
સાગર પોતે ખારો છે તેથી સીધે સીધો કોઈને
ઉપયોગી નથી. પણ સાગર પોતે તપીને જળને બાષ્પીભવન દ્વારા સ્વચ્છળ જળ બની બીજાને ઉપયોગી
થાય છે. આમ સાગર રૂપાંતરીત થાય છે.
પોતે તપીને બીજાને શાંતિ આપવી એ નાગરત્વ
છે.
૩
સહન કરે અને સ્મિત આપે તે તપસ્વી છે.
મુસ્કહારટના ભોગે તપ ન કરાય.
તમે સાચા હોવા છતાંય ખોટા દોષારોપણને
હસતાં હસતાં સહન કરી લો એ તપ છે.
રામ મેઘ છે, મેઘ વર્ણ છે.
બીજાને પાણી પાવા એક ઊંચાઈ પકડવી જ પડે.
બીજાને પાણી પાવા આપણું પાણીનું પાત્ર
– લોટો ઊંચો રાખીએ તો જ તેમાંથી પાણી બીજાને પીવડાવી શકાય.
અમે
નિસરણી બનીને દુનિયામાં ઉભા રે…
ચડનારા
કોઈ નો મળ્યા હો.. જી..
અમે
દાદરો બનીને ખીલા ખાધા રે..
તપસ્યાના
ફળ નો મળ્યા હો.. જી..
માથડા
કપાવી અમે ઘંટી એ દળાણાં ,
ચૂલે
ચડ્યા ને પછી પીરસાણા રે..
જમનારા
કોઈ નો મળ્યા હો.. જી..
નામ
રે બદલાવ્યા અમે પથિકો ને કાજે,
કેડો
બનીને જુગ જુગ સુતા રે…
ચાલનારા
કોઈ નો મળ્યા હો.. જી..
કુહાડે
કપાણા અમે આગ્યું માં ઓરાણા,
કાયા
સળગાવી ખાક કીધી રે
ચોળનારા
કોઈ નો મળ્યા હો.. જી..
પગે
બાંધ્યા ઘૂઘરા ને માથે ઓઢી ઓઢણી,
ઘાઘરી
પહેરીને પડ માં ઘૂમ્યા રે
જોનારા
કોઈ નો મળ્યા હો.. જી..
સ્વયંવર
કીધો આવ્યા પુરુષો રૂપાળાં,
કરમાં
લીધી છે રૂડી વરમાળા રે
મુછાળા
કોઈ નો મળ્યા હો.. જી..
” કાગ ” બ્રહમલોક છોડ્યો પતિતોને
કાજે,
હેમાળેથી
દેયું પડતી મેલી રે
ઝીલનારા
કોઈ નો મળ્યા હો.. જી..
અમે
નિસરણી બનીને દુનિયામાં ઉભા રે…
ચડનારા
કોઈ નો મળ્યા હો.. જી..
– દુલા ભાયા ‘કાગ’
૪
જેની ઉપર લક્ષ્મીનારાયણ વિશ્રામ કરે તે
સાગર છે.
વિશ્રામ મેળવવા માટે વિશાળતા સિવાય બીજું
કંઈ ખપતું નથી.
લક્ષ્મી પગ દબાવતી હોય, માથે કાળ હોય,
આસનમાં તરંગાઈ હોય અને છતાંય વિશ્રામ કરે એ રામત્વ છે, નાગરત્વ છે.
૫
જ્યારે પ્રલય થાય છે ત્યારે સર્વ નાશ
પામે છે પણ જળનો નાશ નથી થતો.
જે પ્રલયમાં પણ નાશ ન પામે તે નાગરત્વ
છે, સાગરત્વ છે, રામત્વ છે.
તુલસીદાસ રચિત રામ ચરિત માનસના ઉત્તરકાંડનો પ્રથમ દોહો નીચે પ્રમાણે છે.
રહા એક દિન અવધિ કર અતિ આરત પુર લોગ;
જહં તહં સોચહિ નારિ નર કૃસ તન રામ બિયોગ.
જહં તહં સોચહિ નારિ નર કૃસ તન રામ બિયોગ.
વનવાસની અવધિમાં એક દિવસ બાકી રહ્યો ત્યારે અયોધ્યા નગરીના લોકો અધિર અને આર્ત બની ગયેલા હતા. શ્રી રામના વિયોગમાં દુબળા શરીરવાળા સ્ત્રી પુરુષો ચિંતિત છે.
ઉત્તરકાંડનો અંતિમ દોહો નીચે પ્રમાણે છે.
કામિહિ નારિ પિઆરિ જિમિ લોભિહિ પ્રિય જિમિ દામ;
તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોરિ રામ .
તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોરિ રામ .
હે રામ, કામી માણસને સ્ત્રી જેવી પ્રિય હોય અને લોભીને પૈસા જેવા પ્રિય હોય તેમ હે રઘુનાથજી આપ મને નિરંતર પ્રિય લાગો છો.
ઉત્તરકાડના પ્રથમ દોહાના પ્રથમ બે શબ્દ “રહા એક” છે અને અંતિમ દોહાનો અંતિમ શબ્દ “રામ” છે. આ બંનેને ભેગા કરતાં “રહા એક રામ” બને છે. જે સંકેત કરે છે કે અંતમાં તો એક રામ જ રહે છે, સત્ય જ રહે છે,બાકી બધું જ વ્યર્થ છે અને આજ જીવનનું સત્ય છે.
૬
જે પોતાની જાતનું મંથન કરવા બીજાને આમંત્રણ
આપે તે સાગર છે અને છતાંય કોઈ મર્યાદા ન તોડે. આ સાગરત્વ છે, રામત્વ છે.
જે પોતાનામાં છે તેનું બીજા દ્વારા મંથન
કરી બહાર કાઢી જગતને બતાવી દેવું એ એક નિખાલસપણું છે.
૭
સાગર પૂર્ણિમાના દિવસે ઘુઘવાટા કરે છે.
બીજાની પૂર્ણતા જોઈ જે પોતે ઘુઘવાટા કરે,
હરખાય તે નાગરત્વ છે, રામત્વ છે, સાગરત્વ છે.
સામાન્ય રીતે આપણે બીજાની પૂર્ણતા, બીજાની
પૂર્ણિમાને સહન નથી કરી શકતા.
લોક માન્યતા એ અગ્નિ સમાન છે. જો ગુરૂ
કૃપા હોય તો જ લોકાગ્નિ સહન થઈ શકે નહીં તો ભષ્મ થઈ જવાય.
લોકમાન્યતા અનલ સમ.
કૂતરા હંમેશાં આપણી પાછળ જ ભશે અને થોડી
વાર ભશીને પછી થાકી જાય અને શાંત થઈ બેસી જાય.
સામાન્ય રીતે એવું બોલાય છે કે, “ફલાણો
મારી પાછળ પડી ગયો છે.” આમ જે પાછળ પડે છે એ પાછળ જ છે અને પડી પણ ગયો છે.
કર નેકી કરસે ડર પર ધરસે પાક
નજર સે ધર પ્રીતિ,
જપ નામ જીગરસે બાલ ઉમરસે,
જસ લે જરસે મન જીતી,
ગંભીર સાગરસે રહે સવરસે, મિલે
ઉધરસે પરવાના,
ચિત્ત ચેત સિંહાના ફિર નહીં
આના, જગમેં આખિર મરજાના. ૧
મદ ના કર મનમેં મિથ્યા ધનમેં,
જોર બદનમેં જોબનમેં,
ગોવિંદ કે ગુન ગાયે જા ઔર
પંથ તેરા બઢાયે જા
વો ખૂદ હી મિલને આયેગા, તું બંદગી કો નિભાયે જા..
૭
શુક્રવાર,
૧૩/૧૦/૨૦૧૭
પદ ગાન ઃ- શ્રી પિયુષ ભાનુભાઈ દવે
પદ ગાન ઃ- શ્રી પિયુષ ભાનુભાઈ દવે
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળીo
અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળીo
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. ભોળીo
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળીo
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળીo
– નરસિંહ મહેતા
વકતવ્ય ઃ- ડો. જવાહર બક્ષી - નાગર તત્વ અને સત્વ
હોંશિયાર માણસ આપણને વેચી નાખે તેનો વાંધો
છે. પણ ભોળા માણસ વેચે તો હરિ પણ વેચાવા તૈયાર છે. અને હરિ પણ ભોળા પાસે વેચાવામાં
આનંદ અનુભવે છે.
શ્રી રઘુપતિ રામના પ્રભાવથી સેતુબંધ દરમ્યાન
પથ્થર પણ તરંગાઈ કરતા સમુદ્રમાં તરે છે જ્યાં તેના પથ્થર જેનો સ્વાભાવ ડૂબવાનો છે તે
તરે છે તેમજ બાંધકામમાં વાંદર જેવા ચંચળ પ્રાણીઓ સેતુબંધ કરે છે.
श्री
रघुबीर प्रताप ते सिंधु तरे पाषान।
ते
मतिमंद जे राम तजि भजहिं जाइ प्रभु आन॥3॥
श्री रघुवीर के प्रताप से पत्थर भी समुद्र
पर तैर गए। ऐसे श्री रामजी को छोड़कर जो किसी दूसरे स्वामी को जाकर भजते हैं वे (निश्चय
ही) मंदबुद्धि हैं॥3॥
નાગરત્વ – નાગર વિચાર ધારા ક્યાં જન્મે?
રામત્વ ક્યાં જન્મે?
દત્ત ભગવાને ગણિકાને પણ ગુરૂ બનાવી છે.
રામ ચારિત માનસમાં પણ ગણિકાનો ઉલ્લેખ
છે.
गनिका
अजामिल ब्याध गीध गजादिखल तारे घना।।
आभीर
जमन किरात खस स्वपचादि अति अघरूप जे।
कहि
नाम बारक तेपि पावन होहिं राम नमामि ते।।1।।
अरे मूर्ख मन ! सुन, पतितोंको भी पावन
करनेवाले श्रीरामजीको भजकर किसने परमगति नहीं पायी ? गणिका, अजामिल, व्याध, गीध, गज
आदि बहुत-से दुष्टों को उन्होंने तार दिया। अभीर, यवन, किरात, खस, श्वरच (चाण्डाल)
आदि जो अत्यन्त पापरूप ही हैं, वे भी केवल एक बार जिनका नाम लेकर पवित्र हो जाते हैं,
उन श्रीरामजीको मैं नमस्कार करता हूँ।।1।।
બ્રહ્ન તત્વ અજન્મા છે છતાંય લીલા કરવા
માટે જન્મ લે છે, એક નવચૈતન્યને જન્મ આપવા માટે, નવો જન્મ લેવા માટે અજન્મા બ્રહ્ન
પણ જન્મ ધારણ કરે છે.
રામાયણના પ્રત્યેક પ્રસંગમાં, પ્રત્યેક
સ્થાનમાં રામ નવી રીતે જન્મે છે, નવું રામત્વ પ્રગટ થાય છે.
માનસમાં એવા ૩૦ પ્રસંગો છે જ્યાં ભગવાન
રામ નવા રૂપે પ્રગટે છે, ફક્ત રામ નવમીના દિવસે જ નવું રામત્વ પ્રગટ થાય છે એવું નથી
પણ મહિનાના ત્રીસે દિવસોમાં ૩૦ સ્થાનોમાં – તીર્થોમાં નવું રામત્વ પ્રગટે છે.
દરેકના પોત પોતાના રામ હોય છે.
વાલ્મીકિના રામ માનવ રામ જ છે.
વ્યાસના રામ મહા માનવ છે. વ્યાસ ભગવાને
પણ રામાયણ લખ્યું છે.
તુલસીદાસજીના રામ ચરિત માનસના રામ દિવ્ય
રામ છે, ઐશ્વર્યયુક્ત રામ છે.
શંકર ભગવાનના રામ પરમ માનવ છે.
ब्राह्मणोऽस्य मुखमासीद्बाहू राजन्यः
कृतः । ऊरू तदस्य यद्वैश्यः पद्भ्यां शूद्रोऽजायतः ॥
(ऋग्वेद संहिता, मण्डल 10, सूक्त 90,
ऋचा 12)
(ब्राह्मणः अस्य मुखम् आसीत् बाहू राजन्यः
कृतः ऊरू तत्-अस्य यत्-वैश्यः पद्भ्याम् शूद्रः अजायतः ।)
यदि शब्दों के अनुसार देखें तो इस ऋचा
का अर्थ यों समझा जा सकता है:
सृष्टि के मूल उस परम ब्रह्म का मुख ब्राह्ण
था, बाहु क्षत्रिय के कारण बने, उसकी जंघाएं वैश्य बने और पैरों से शूद्र उत्पन्न हुआ
।
આપણે આપણા ધર્મ સંભાળવા, કર્મનો મર્મ
લેવો વિચારી;
જેમ પ્રકાશનો અભાવ એ અંધકાર છે તેમ પ્રેમનો
અભાવ દ્વેષ છે.
બ્રાહ્નણનો ધર્મ બ્રહ્નનો વિચાર કરવો,
બ્રહ્નની ખોજ કરવી છે.
ક્ષત્રિય અભયત્વ આપે.
જ્યારે બ્રાહ્નણમાં બ્રાહ્નણત્વ ન હોય,
ક્ષત્રિયમાં અભયત્વ ન હોય, વૈશ્યમાં વૈશ્યત્વ ન હોય તો આખું જગત શુદ્ર જ છે.
વૈશ્ય કૃપણ ન હોવો જોઈએ પણ ઉદાર હોવો
જોઈએ.
સ્વામી શારણાનંદજીએ કહ્યું છે કે, “વસ્તુ
કરતાં વ્યક્તિ મહત્વની છે, વ્યક્તિ કરતાં તેનામાં રહેલ વિવેક મહત્વનો છે, વિવેક કરતાં
ત્યાગ મહત્વનો છે અને ત્યાગ કરતાં વૈરાગ્ય મહત્વનો છે, મોટો છે.
અને આ બધાથી હરિ ભજન મહાન છે.
તેથી જ નિષ્કુળાનંદ કહે છે કેમ “ત્યાગ
ન ટકે વૈરાગ્ય વિના ત્યાગ
ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી”.
ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના,
કરીએ કોટી ઉપાયજી,
અંતર ઊંડી જે ઈચ્છા રહે, તે
તો કેમ તજાયજી… ત્યાગ.
વેશ લીધો વૈરાગ્યનો, દેશ રહી
ગયો દૂરજી,
ઉપર વેશ અચ્છો બન્યો, માંહી
મોહ ભરપૂરજી… ત્યાગ.
કામ, ક્રોધ, લોભ, મોહનું,
જ્યાં લગી મૂળ ન જાયજી,
સંગે પ્રસંગે તે ઉપજે, જ્યારે
જોગ ભોગનો થાયજી… ત્યાગ.
ઉષ્ણ રતે અવની ઉપરે, બીજ ન
દીસે બહારજી,
ઘન વરસે વન પાંગરે એમ ઈન્દ્રિં
વિષે વિકારજી… ત્યાગ.
ચમક દેખીને લોહ ચળે, ઈન્દ્રિય
વિષય સંયોગજી,
અણ ભેટે રે અભાવ છે, ભેટે
ભોગવશે ભોગજી… ત્યાગ.
ઉપર તજે ને અંતર ભજે, એમ ન
સરે અર્થજી,
તે વરણી આશ્રમથી, અંતે કરશે
અનર્થજી… ત્યાગ.
ભ્રષ્ટ થયો રે જોગ ભોગથી જેમ
બગડયું દૂધજી,
ગયું રે દ્યૃત મહિ માખણથી,
આપે થયું અશુધ્ધજી… ત્યાગ.
પળમાં જોગી પળમાં ભોગી, પળમાં
ગૃહી ને ત્યાગીજી,
નિષ્કુળાનંદ કે એ નરનો, વણ
સમજ્યો વૈરાગ્યજી… ત્યાગ.
નરેન્દ્રબાપા શર્મા કહે છે કે શુભને ગ્રહણ
કરવું એના જેવો બીજો ત્યાગ નથી.
ક્ષત્રિય એ છે જે સામર્થ્યવાન હોવા છતાં
ક્ષમા આપે. આ ક્ષત્રિયત્વ છે.
જ્યાં સંગમ થતો હોય, જ્યાં પર્વતની ગુફા
હોય, જ્યાં અચળ પહાડની નીચે તળેટી હોય, જ્યાં રૂખડ હોય ત્યાં નાગરત્વ પેદા થાય.
સંગમ એ છે જ્યાં લોકો ભેગા થતા હોય, સંમેલન
થતાં હોય, સામાજિક દિવાલો તોડવાના નિર્ણયો લેવાતા હોય.
ગુફા એ છે જ્યાં ગહન ચિંતન થતું હોય.
જે ઊંચાઈ મળવા છતાંય તળેટીને ન ભૂલે ત્યાં
નાગરત્વ પેદા થાય.
સરોવરના કાંઠે, તીર્થના સ્થાને નાગરત્વ
મળે.
જેનામાં નાગરત્વ જન્મે તે નાગર છે.
નાગર જાતિમાં જન્મ થાય એ પણ એક લાભ જ
છે.
શબરી જે અધમ જાતિની છે તેનું રામને કહેવું
કે હું અધમ જાતિની નારી છું એ એક આત્મ નિવેદન છે. બ્રહ્નની સામે આવું આત્મ નિવેદન એ
નાગરત્વ છે.
पानि
जोरि आगें भइ ठाढ़ी। प्रभुहि बिलोकि प्रीति अति बाढ़ी॥
केहि
बिधि अस्तुति करौं तुम्हारी। अधम जाति मैं जड़मति भारी॥1॥
फिर वे हाथ जोड़कर आगे खड़ी हो गईं। प्रभु
को देखकर उनका प्रेम अत्यंत बढ़ गया। (उन्होंने कहा-) मैं किस प्रकार आपकी स्तुति करूँ?
मैं नीच जाति की और अत्यंत मूढ़ बुद्धि हूँ॥1॥
अधम
ते अधम अधम अति नारी। तिन्ह महँ मैं मतिमंद अघारी॥
कह
रघुपति सुनु भामिनि बाता। मानउँ एक भगति कर नाता॥2॥
जो अधम से भी अधम हैं, स्त्रियाँ उनमें
भी अत्यंत अधम हैं, और उनमें भी हे पापनाशन! मैं मंदबुद्धि हूँ। श्री रघुनाथजी ने कहा-
हे भामिनि! मेरी बात सुन! मैं तो केवल एक भक्ति ही का संबंध मानता हूँ॥2॥
સુખ દુઃખ, માન અપમાન જેને સ્પર્શતા નથી તેવા રૂખડત્વમાં
નાગરત્વ પેદા થાય.
જે નીતિમાં નિપૂણ હોય, સંપૂર્ણ હોય તે
નાગર છે.
જે ચારેય પ્રકારની નીતિઓમાં (૧ ધર્મ નીતિ
૨ રાન નીતિ ૩ સમાજ નીતિ અને પારિવારિક નીતિ) પ્રવિણ હોય તે નાગર છે.
ઈર્ષા, નીંદા અને દ્વેષ માણસનું આયુષ્ય
ઘટાડે, આનંદ ઘટાડે.
૮
શનિવાર, ૧૪/૧૦/૨૦૧૭
પદ ગાન ઃ- નરસિંહ મહેતાની હુંડી -આખ્યાન - દીપક જોષી
વકતવ્ય ઃ- કલમનું સામર્થ્ય - જ્વલંત અનિલભાઈ છાયા
૮
શનિવાર, ૧૪/૧૦/૨૦૧૭
પદ ગાન ઃ- નરસિંહ મહેતાની હુંડી -આખ્યાન - દીપક જોષી
વકતવ્ય ઃ- કલમનું સામર્થ્ય - જ્વલંત અનિલભાઈ છાયા
અહીં – ગિરનારમાં નવ નાથનાં બેસણાં છે,
અહીં નવે નવ પ્રકારની ભક્તિ પૂર્ણ માત્રામાં ઊતરી છે તેવા પવિત્ર ધામમાં શ્રી રામ ચરિત
માનસ જેમાં ૯ અક્ષર છે તેની નવ દિવસની રામ કથાનો આજે આઠમો દિવસ છે.
રામ તત્વ બુદ્ધિથી પરનો વિષય છે.
જ્યારે કોઈ યોગી દ્વારા શક્તિ પાદ થાય
છે ત્યારે આંતરિક હલચલ થાય છે તેવી રીતે જ્યારે ભક્તિ પાદ થાય છે ત્યારે બાહ્ય હલચલ
થાય છે, બાહ્ય પરિવર્તન થાય છે. ભક્તિ પાદ બાહ્ય હલચલ, બાહ્ય પરિવર્તન લાવી શકે.
ભજનાનંદીનો સ્પર્શ, ભજનાનંદીનું દર્શન
પણ આપણામાં ભક્તિ પાદ કરાવી દે અને બાહ્ય હલચલ લાવી દે.
લંગડાને તમે પગ દીધો
વદ્ય ઘરનાં ઓસડીયાં ન ઓળખાય, તેને ભરોંસે
રહેવાય.
હરિ ના વિસારે એને હરિ ના વિસારે
શબ્દ તો આપણને ઢાંકે (સારા શબ્દો બોલી
આપણે આપણી અસલી ઓળખાણ છુપાવી શકીએ) જ્યારે મૌન આપણી અસલીયત બતાવી દે.
અમથું અમથું કંઈક થાય છે.
કોઈ કારણથી આકર્ષણ થાય તો એ વિષયી છે.
કોઈના રુપને જોઈ આકર્ષણ થાય તે વિષયી છે.
સઘળા
સંસારમાં એક હું ભૂંડો ભૂંડાથી વળી ભૂંડો રે,
તમારે
મન માને તે કહેજો નેહ લાગ્યો છે મને ઊંડો રે.
હળવા
કરમનો હું નરસૈંયો મુજને તો વૈષ્ણવ વહાલા રે,
હરિજનથી
જે અંતર ગણશે તેના ફોગટ ફેરા ઠાલા રે.
लोकहुँ
बेद सुसाहिब रीती। बिनय सुनत पहिचानत प्रीती॥
गनी
गरीब ग्राम नर नागर। पंडित मूढ़ मलीन उजागर॥3॥
लोक और वेद में भी अच्छे स्वामी
की यही रीति प्रसिद्ध है कि वह विनय सुनते ही प्रेम को पहचान लेता है। अमीर-गरीब, गँवार-नगर
निवासी, पण्डित-मूर्ख, बदनाम-यशस्वी॥3॥
વર્ણ વ્યવસ્થાને ભેદ રુપે ન જુઓ પણ એક
વ્યવસ્થાના રુપે જુઓ.
હમ રંક પર રીસ ન કીજે
શ્યામ વિના વ્રજ સુનું સુનું લાગે ….
જેને ભજન સંતાડ્યું હશે તેને કૃષ્ણ પહેલાળ
પકડે, જેણે જગતને જાણવા દીધા સિવાય ભજન કર્યું હશે તેને કૃષ્ણ બધાથી પહેલાં પકડી લેશે.
કૃષ્ણ બે બ્રાહ્નણને પકડે છે, જ્યારે
મધુમંગાલ તેની ખાટી છાશ છુપાવવા પ્રયત્ન કરે છે તેમજ જ્યારે નરસિંહ મહેતા તેની તાંદુલને
છુપાવવા પ્રયત્ન કરે છે ત્યારે તે બંનેને કૃષ્ણ પકડી લે છે.
સાહેબ જગને કાજ જાગે…
જ્યાં સુધી આપણે આપણા આત્માને ચિંધ્યો
ન હોય ત્યાં સુધી આપણે કોઈ બુદ્ધ પુરુષના આશ્રયે જીવી જાણવું જોઈએ.
જેના ખભા મજબુત હોય તેને જ હરિ ભાર આપે
છે. જેના ખભા ભાર ઊંચકવા મજબુત હોય, જે સહન કરી શકે તેમ હોય તેને જ હરિ વધારે ભાર ઊંચકાવે
છે, વધારે કષ્ટ આપે છે. ,,,, ન ના મહેતા – આચાર્ય
જેણે વર્ણના વિકાર મૂકી દીધા, જે નાત
જાતના પક્ષઘાત ત્યજી દીધા છે તે નાગર છે, આ નાગરત્વ છે.
ભિક્ષામાં ફરમાઈશ હોય જ નહીં. ભિક્ષા
અમુક જ આપો કે અમુક ઘેરથી જ ભિક્ષા લેવાય તે યોગ્ય નથી.
શિક્ષા, દીક્ષા અને ભિક્ષામાં ભિક્ષા
એ સર્વ શ્રેષ્ઠ છે.
અમે અપરાધી કાંય ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને..
જ્યારે પરશુરામ રામને ઓળખે છે ત્યારે
જ તેમનો જય જયકાર કરે છે.
जाना
राम प्रभाउ तब पुलक प्रफुल्लित गात।
जोरि
पानि बोले बचन हृदयँ न प्रेमु अमात॥
तब उन्होंने श्री रामजी का प्रभाव जाना,
(जिसके कारण) उनका शरीर पुलकित और प्रफुल्लित हो गया। वे हाथ जोड़कर वचन बोले- प्रेम
उनके हृदय में समाता न था-॥
जय
रघुबंस बनज बन भानू। गहन दनुज कुल दहन कृसानू॥
जय
सुर बिप्र धेनु हितकारी। जय मद मोह कोह भ्रम हारी॥1॥
हे रघुकुल रूपी कमल वन के सूर्य! हे राक्षसों
के कुल रूपी घने जंगल को जलाने वाले अग्नि! आपकी जय हो! हे देवता, ब्राह्मण और गो का
हित करने वाले! आपकी जय हो। हे मद, मोह, क्रोध और भ्रम के हरने वाले! आपकी जय हो॥1॥
बिनय
सील करुना गुन सागर। जयति बचन रचना अति नागर॥
सेवक
सुखद सुभग सब अंगा। जय सरीर छबि कोटि अनंगा॥2॥
हे विनय, शील, कृपा आदि गुणों के समुद्र
और वचनों की रचना में अत्यन्त चतुर! आपकी जय हो। हे सेवकों को सुख देने वाले, सब अंगों
से सुंदर और शरीर में करोड़ों कामदेवों की छबि धारण करने वाले! आपकी जय हो॥2॥
करौं
काह मुख एक प्रसंसा। जय महेस मन मानस हंसा॥
अनुचित
बहुत कहेउँ अग्याता। छमहु छमा मंदिर दोउ भ्राता॥3॥
मैं एक मुख से आपकी क्या प्रशंसा करूँ?
हे महादेवजी के मन रूपी मानसरोवर के हंस! आपकी जय हो। मैंने अनजाने में आपको बहुत से
अनुचित वचन कहे। हे क्षमा के मंदिर दोनों भाई! मुझे क्षमा कीजिए॥3॥
कहि
जय जय जय रघुकुलकेतू। भृगुपति गए बनहि तप हेतू॥
अपभयँ
कुटिल महीप डेराने। जहँ तहँ कायर गवँहिं पराने॥4॥
हे रघुकुल के पताका स्वरूप श्री रामचन्द्रजी!
आपकी जय हो, जय हो, जय हो। ऐसा कहकर परशुरामजी तप के लिए वन को चले गए। (यह देखकर)
दुष्ट राजा लोग बिना ही कारण के (मनः कल्पित) डर से (रामचन्द्रजी से तो परशुरामजी भी
हार गए, हमने इनका अपमान किया था, अब कहीं ये उसका बदला न लें, इस व्यर्थ के डर से
डर गए) वे कायर चुपके से जहाँ-तहाँ भाग गए॥4॥
આધ્યાત્મ સત્ય ઉપર જીવે છે જ્યારે ઈતિહાસ
તથ્ય ઉપર જીવે છે. (આધ્યાત્મમાં સત્ય આધારીત હોય જ્યારે ઈતિહાસ તથ્ય આધારીત હોય.)
હરિ તેના ભક્તને એકલો ન રહેવા દે, ભક્તની
સાથે જ હોય.
જો આપણા માર્ગમાં મુશ્કેલીઓ આવે તો સમજવું
આપણો માર્ગ સત્યનો માર્ગ છે. સત્યના માર્ગે મુશ્કેલીઓ આવે જ.
નલ નીલ નાગર છે.
જે સેતુ બાંધે તે નાગર પછી ભલે તે વાનર
હોય કે અન્ય કોઈ જાતનો હોય.
जामवंत
बोले दोउ भाई। नल नीलहि सब कथा सुनाई॥
राम
प्रताप सुमिरि मन माहीं। करहु सेतु प्रयास कछु नाहीं॥3॥
जाम्बवान् ने नल-नील दोनों भाइयों को
बुलाकर उन्हें सारी कथा कह सुनाई (और कहा-) मन में श्री रामजी के प्रताप को स्मरण करके
सेतु तैयार करो, (रामप्रताप से) कुछ भी परिश्रम नहीं होगा॥3॥
बोलि
लिए कपि निकर बहोरी। सकल सुनहु बिनती कछु मोरी॥
राम
चरन पंकज उर धरहू। कौतुक एक भालु कपि करहू॥4॥
फिर वानरों के समूह को बुला लिया (और
कहा-) आप सब लोग मेरी कुछ विनती सुनिए। अपने हृदय में श्री रामजी के चरण-कमलों को धारण
कर लीजिए और सब भालू और वानर एक खेल कीजिए॥4॥
धावहु
मर्कट बिकट बरूथा। आनहु बिटप गिरिन्ह के जूथा॥
सुनि
कपि भालु चले करि हूहा। जय रघुबीर प्रताप समूहा॥5॥
विकट वानरों के समूह (आप) दौड़ जाइए और
वृक्षों तथा पर्वतों के समूहों को उखाड़ लाइए। यह सुनकर वानर और भालू हूह (हुँकार)
करके और श्री रघुनाथजी के प्रताप समूह की (अथवा प्रताप के पुंज श्री रामजी की) जय पुकारते
हुए चले॥5॥
अति
उतंग गिरि पादप लीलहिं लेहिं उठाइ।
आनि
देहिं नल नीलहि रचहिं ते सेतु बनाइ॥1॥
बहुत ऊँचे-ऊँचे पर्वतों और वृक्षों को
खेल की तरह ही (उखाड़कर) उठा लेते हैं और ला-लाकर नल-नील को देते हैं। वे अच्छी तरह
गढ़कर (सुंदर) सेतु बनाते हैं॥1॥
सैल
बिसाल आनि कपि देहीं। कंदुक इव नल नील ते लेहीं॥
देखि
सेतु अति सुंदर रचना। बिहसि कृपानिधि बोले बचना॥1॥
वानर बड़े-बड़े पहाड़ ला-लाकर देते हैं
और नल-नील उन्हें गेंद की तरह ले लेते हैं। सेतु की अत्यंत सुंदर रचना देखकर कृपासिन्धु
श्री रामजी हँसकर वचन बोले-॥1॥
બીજાને હલકો ગણે તેના જેવો હલકો બીજો
કોઈ નથી.
જે શિલ્પકાર હોય તે નાગર છે.
નલ નીલ શિલ્પકાર છે અને તેથી નાગર છે.
પાંચ પ્રકારનું શિલ્પપણું છે.
પાષાણ યુગ પૂર્વે લોકો પોતના નખથી શિલ્પ
કરતા હતા. પથ્થર ઉપર લિપી પણ નખથી લખાતી હતી.
પાષણ યુગમાં ધારદાર પથ્થરથી બીજા પથ્થર
ઉપર શિલ્પકામ થતું હતું.
લોહ યુગમાં લોહના ઓજાર દ્વારા શિલ્પકામ
થતું હતું.
આજના આધુનિક યુગમાં કિરણો દ્વારા શિલ્પકામ
થાય છે.
ધ્યાન દ્વારા કે આત્મ કિરણો દ્વારા પણ
શિલ્પ નિર્મિત કરી શકાય.
આત્મ કિરણો દ્વારા, પોતાના ધ્યાન દ્વારા
પોતાના ગુરૂની મૂર્તિ પણ નિર્માણ કરી શકાય.
ગુરૂ કૃપાથી નખ જેટલી શક્તિ મળી જાય તો
નાગરત્વ પ્રાપ્ત થઈ જાય.
કથા સાંભળવા મન સ્થિર કરવાની જરૂર નથી.
મન સ્થિર કરવું અઘરું છે, મનને સ્થિર કરી શકાય જ નહીં. કથા સાંભળવા મનને સ્થિર કરવાની
ઝંઝટમાં પડ્યા સિવાય મનને પ્રસન્ન રાખવાની જરુર છે. કથા શ્રવણ દરમ્યાન મન અને બુદ્ધિને
દૂર રાખવાની જરુર છે અને ચિતને વિક્ષેપ મુક્ત રાખવાની જરુર છે. તેમજ અહંકાર જરાય પણ
ન હોવો જોઈએ.
श्रोता
बकता ग्याननिधि कथा राम कै गूढ़।
किमि
समुझौं मैं जीव जड़ कलि मल ग्रसित बिमूढ़॥
श्री रामजी की गूढ़ कथा के वक्ता (कहने
वाले) और श्रोता (सुनने वाले) दोनों ज्ञान के खजाने (पूरे ज्ञानी) होते हैं। मैं कलियुग
के पापों से ग्रसा हुआ महामूढ़ जड़ जीव भला उसको कैसे समझ सकता था?॥30 ख॥
ગરવ
કિયો સોઈ નર હાર્યો‚ સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…
ગરવ
કિયો એક રત્નાકર સાગરે‚ રત્નાકર સાગરે
નીર
એનો ખારો કરી ડાર્યો.. સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…
ગરવ
કિયો એક વનની ચણોઠડીએ‚ વનની ચણોઠડીએ
મુખ
એનો કારો કરી ડાર્યો… સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…
ગરવ
કિયો જબ ચકવાને ચકવીએ‚ ચકવાને ચકવીએ
રૈન
વિયોગ કરી ડાર્યો… સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…
ગરવ
કિયો જબ અંજનીના જાયાએ અંજનીના જાયાએ
પાંવ
એનો ખોડો કરી ડાર્યો… સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે
ગરવ
કિયો જબ લંકાપતિ રાવણે‚ લંકાપતિ રાવણે
સોન
કેરી લંક જલાયો.. સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…
કહત
કબીરા સુનો ભાઈ સાધુ‚ સુન મેરે સાધુ રે..
શરણે
આવ્યો વાં કો તાર્યો‚ સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…
ચોરસ
ન ઊતરે ચાકડા પર માન મારા મન !
હર
વાતનું તું રાખ અનુસંધાન મારા મન !
ગંડો
પ્રથમ બંધાવ બુલબુલ, કીર-કોયલનો,
સૂરને
સજી છેડો ગભીરાં ગાન મારા મન !
આળેખતું
ત્યાં કોણ નભ મલ્હારના રંગે ?
અહીં
કોઈ ઝરમર ભીંજવે છે ભાન મારા મન !
ઉલ્હાસની
અરધીય પળ ના પાલવે ખોવી,
દેજે
અધૂકડાં સ્મિતને સન્માન મારા મન !
પોતે
જ પોતાના વિષે રચતું રહી તરકટ,
ખુદને
જ રાખે છે પછી તું બાન મારા મન !
શ્રી હરિશ્ચદ્રભાઈ
જોષી
૯
રવિવાર,
૧૫/૧૦૨૦૧૭
પદ
ગાન ; ધ્વની વિભાકર વચ્છરાજાની
મેહુલો
ગાજે ને માધવ નાચે,
રૂમઝૂમ
વાગે પાયે ઘુઘરડી રે,
તાલ
પખાજ વજાડે રે ગોપી,
વહાલો
વજાડે વેણુ વાંસલડી રે.
પહેરણ
ચીર, ચરણા ને ચોળી,
ઓઢણ
આછી લોબરડી રે;
દાદુર,
મોર, બપૈયા બોલે,
મધુરી
શી બોલે કોયલડી રે.
ધન્ય
બંસીવટ, ધન્ય જમુનાતટ,
ધન્ય
વૃંદાવનમાં અવતાર રે;
ધન્ય
નરસૈયાની જીભલડીને,
જેણે
ગાયો રાગ મલ્હાર રે..
- નરસિંહ મહેતા
વકતવ્ય :- કુમારી રાધા રાજીવ મહેતા – હાસ્ય અને વ્યંગ
માનસ નાગર રામ કથા એ અનુષ્ઠાનીય આયોજન
રહ્યું જે એક ભલી રચાના છે.
निज
निज रुख रामहि सबु देखा।
कोउ न जान कछु मरमु बिसेषा॥
भलि
रचना मुनि नृप सन कहेऊ।
राजाँ मुदित महासुख लहेऊ॥4॥
सबने रामजी को अपनी-अपनी ओर ही मुख किए
हुए देखा, परन्तु इसका कुछ भी विशेष रहस्य कोई नहीं जान सका। मुनि ने राजा से कहा-
रंगभूमि की रचना बड़ी सुंदर है (विश्वामित्र- जैसे निःस्पृह, विरक्त और ज्ञानी मुनि
से रचना की प्रशंसा सुनकर) राजा प्रसन्न हुए और उन्हें बड़ा सुख मिला॥4॥
આ પ્રસંગે વ્યાસ પીઠ તરફથી કેટલાક અનુરોધ
કરવામાં આવ્યા, જે નીચે પ્રમાણે છે.
નાગરીમાં સ્વચ્છતા હોય.
ગિરનારની પરિક્રમા દરમ્યાન સ્વચ્છતા જાળવવા
બધાને અનુરોધ કરાવામાં આવ્યો. નાગરી સ્વચ્છતા રહે તેવી રીતે પરિક્રમા કરવામાં આવે.
નરસૈયો જે કુંડમાં નાહ્યો હોય તે કુંડમાં
સ્નાન કરવાથી કુષ્ટ રોગ પણ મટી જાય એવા દામોદર કુંડને સ્વચ્છ રાખવો તેમજ તેનું પાણી
વહેતું રહે તેવું આયોજન કરવું.
ગીધનું રક્ષણ થાય તેવા પ્રયત્નો કરવા.
જુનાગઢમાં નીચે પ્રમાનેનાં ૫ સ્થાન નરસિંહ
મહેતાના નામે કરવા અનુરોધ.
૧ નરસિંહ મહેતાના નામની પાઠશાળા
૨ નરસિંહ મહેતાના નામની ગૌ શાળા
૩ નરસિંહ મહેતાના નામની વ્યાયામ શાળા
૪ નરસિંહ મહેતાના નામની ભોજન શાળા
૫ નરસિંહ મહેતાના નામની ધર્મશાળા
આ દેહને ટકાવી રાખવા – દેહ અને આત્માને
સાથે સાથે રાખવા શુદ્ધ સાધકોએ એકાદ શુદ્ધ સાધન, સ્વૈચ્છિક સ્વીકારેલું એકાદ વળગણ પકડી
રાખવું પડે.
ઓશો રજનીશે કહ્યું છે કે બુદ્ધ પુરૂષે
પોતાનું પહેરણ ટીંગાળવા એક ખિલી તો રાખવી જ પડે.
છેલ્લે તો બધી જ આસક્તિઓ છોડવી પડતી હોય
છે પણ
બંધન બંધન ઝંખે મારું મન
બંધન
બંધન ઝંખે મારું મન,પણ આતમ ઝંખે છુટકારો
મને
દહેશત છે આ ઝઘડામાં
મને
દહેશત છે આ ઝઘડામાં
થઇ
જાય પૂરો ના જન્મારો...બંધન બંધન...
મીઠાં
મધુરાં ને મનગમતાં પણ બંધન અંતે બંધન છે
લઇ
જાય જનમના ચકરાવે એવું દુઃખદાયી આલંબન છે
હું
રોજ મનાવું મનડા ને
હું
રોજ મનાવું મનડા ને
પણ
એક જ એનો ઉંહકારો...બંધન બંધન...
અકળાયેલો
આતમ કે છે, મને મુક્તિપુરીમાં ભમવા દો
ના
રાગ રહે ના દ્વેષ રહે, એવી કક્ષામાં રમવા દો
મિત્રાચારી
આ તનડાની
મિત્રાચારી
આ તનડાની
બે-ચાર
ઘડીનો ચમકારો...બંધન બંધન...
વર્ષો
વીત્યાં વીતે દિવસો આ બે શક્તિના ઘર્ષણમાં
મને
શું મળશે? વિષ કે અમૃત, આ ભવસાગરના મંથનમાં
ક્યારે
પંખી આ પિંજરાનુંક્યારે પંખી આ પિંજરાનું
કરશે
મુક્તિનો ટહુકારો... બંધન બંધન...
— રચનાકાર : શ્રી પ્રવીણભાઈ
દેસાઈ, બોટાદ
હારમાળાના પ્રસંગ પછી નરસિંહ મહેતા નાગર
ના ત્રણ “ગ” છેલ્લે છોડે છે, જે નરસિંહ મહેતાના ૩ ત્યાગ છે.
૧ ગૃહત્યાગ
નરસિંહ મહેતા તેમની ભાભીએ મહેણું મારતાં
ગૃહ ત્યાગ કરે છે.
૨ ગ્રહ ત્યાગ – રાસ લીલાના પ્રસંગ પછી
પ્રારબ્ધને છોડે છે, બધા જ પ્રારબ્ધ બદલાઈ જાય છે. ગ્રહનો ત્યાગ કર્યા પછી કોઈ ગ્રહ
નડી જ ન શકે.
૩ ગિરિ ત્યાગ – છેલ્લે નરસિંહ મહેતા જુનાગઢનો,
ગિરિ તળેટીનો ત્યાગ કરી માંગરોળ જાય છે, દામોદર કુંડનું વળગણ પણ છોડી દે છે, ત્યાગી
દે છે.
કવિ ત્રાપડકર કહે છે કે, હવે મઝા છે દૂર
રહેવામાં.
વડલાની છાયામાં નાના છોડ વિકસી ન શકે.
બીજી નવિન ચેતનાઓને વિકસિત કરવા મહા પુરૂષે પોતે ત્યાગ કરવો પડે.
ગુલાબના ફૂલમાં રંગ કેવી રીતે આવ્યોમ
સુગંધ ક્યાંથી આવી તે શોધ્યા કરવામાં ગુલાબના ફૂલની સુગંધ માણવાનું છૂટી જાય.
વિવાદ હંમેશાં નડે જ. તેથી વિવાદથી પર
રહેવું.
નરસિંહ મહેતાની નીચેની રચના કદાચ કેટલાક
અંતિમ પદો પૈકીની હોઈ શકે એવો વ્યાસ પીઠનો અંતરનો અવાજ છે,
દાસના દાસની સંગત વિના
ભ્રષ્ટ થાય મન મારું.. …………
છેલ્લી અવસ્થાએ પોતાના પરિવારનેય ખબર
ન પડે તેમ અળગા થઈ જવું.
જે કોઈનો દ્વેષ નથી કરતો તેમજ કોઈની પાસે
કોઈ જ અપેક્ષા નથી રાખતો, કોઈની પાસે કોઈ યાચના નથી કરતો તે સંસારમાં રહેવા છતાંય નિત્ય સંન્યાસી છે.
પંચવટીમાં લક્ષ્મણ રામને પાંચ પ્રશ્નો
પૂછે છે જેના રામજી જવાબ આપે છે. આમ લક્ષ્મણ જે જાગૃત છે તે આ જવાબ સાંભળી વધારે જાગૃત
થાય છે. ત્યાર પછી જ સુરપંખાનું વિઘ્ન આવે છે.
જીવ જેટલો વધારે જાગે તેટલા વધારે વિઘ્નો
આવે.
જે નટ કલામાં કુશળ હોય તે નાગર છે.
નાટ્ય કલા એ એક કુશળ કલા છે.
જાનકી મિથિલાના વૈભવનો ત્યાગ કરી – સમર્પણ
કરી અયોધ્યા આવે છે તેના વિયોગમાં રામે રડવું જ પડે.
મધુર મધુર નામ સીતારામ
હરિ નામ એ સાધન નથી પણ હરિ નામ એક ફળ
છે, તેનો તો રસ જ પીવાનો હોય.
રામ નામ સાધન નથી પણ ફળ છે જેનો રસ જ
પીવાનો હોય.
રામ સભામાં અમે રમવાને ગ્યાતા
પસલી ભરીને રસ પીધોજી.
સેતુબંધ રામેશ્વર કહેવાય છે. એટલે કે
રામના ઈશ્વર સેતુબંધ છે.
સેતુબંધ એ એક આડું મંદિર જ છે. હવે આવા
આડા મંદિરની જરુરીયાત છે જે જોડવાનું કામ કરે.
ઘણા એવા ઊંચા મંદિરો છે જેના ઊંચ્ચ શિખરો
પરની ધજા ફરકતી નથી હોતી પણ ફફડે છે.
સૂરજ તો બધાને થવું હોય પણ વહેલા ઊઠવાના
વાંધા છે.
રામ લંકા પહોંચે છે અને છતાંય રાવણને
કોઈ ભય લાગતો નથી. રાવણ અભય છે કારણ કે રાવણ રામત્વને જાણી ગયો છે, ભલે રામને ન જાણતો
હોય.
નાગરત્વનું ક્ષેત્ર ગિરનાર છે, ધામ દ્વારકા
– રણછોડરાયજી છે, ધર્મશાળા અખંદ કિર્તન છે, વેદ નિર્વેદ -વેદથી પણ આગળ છે અને ગોત્ર
અચ્યુત – જે કદી ક્ષિણ ન થાય તે છે.
No comments:
Post a Comment