Translate

Search This Blog

Friday, October 20, 2017

માનસ મસાન

રામ કથા

માનસ મસાન

વારાણસી (ઉત્તર પ્રદેશ)

શનિવાર, ૨૧/૧૦/૨૦૧૭ થી રવિવાર, ૨૯/૧૦/૨૦૧૭



Please visit source link for more details.

કેન્દ્રીય વિચારની મુખ્ય પંક્તિઓ

लागति  अवध  भयावनि  भारी। 

मानहुँ  कालराति  अँधिआरी॥

अयोध्यापुरी  बड़ी  डरावनी  लग  रही  हैमानो  अंधकारमयी  कालरात्रि  ही  हो।

घर  मसान  परिजन  जनु  भूता। 

सुत  हित  मीत  मानहुँ  जमदूता॥

घर  श्मशानकुटुम्बी  भूत-प्रेत  और  पुत्रहितैषी  और  मित्र  मानो  यमराज  के  दूत  हैं।

શનિવાર, ૨૧/૧૦/૨૦૧૭

કાશીના મણિકર્ણિકા ઘાટ ઉપર મૃત્યુ થાય પછી ફરી જન્મ નથી લેવો પડતો એવી આ ભૂમિ છે તેમજ સત્યબાબાના પાવન સ્થળે આ કથા ગાન થઈ રહ્યું છે.

એક સંયોગ એવો પણ બન્યો છે કે ૭૦૦ ક્રમાંકની રામ કથા કૈલાશનાથ ઉપર થઈ હતી અને ૮૦૦ ક્રમાંકની આ રામ કથા વિશ્વનાથના સાનિધ્યમાં થઈ રહી છે.

તલગાજરડાના સ્મશાનમાં એક શિવ મંદિર છે જેનું નામ વિશ્વનાથ છે, ત્યાંથી ગોરખનાથમાં ઔપચારિક વિધી થઈ છે અને હવે કથા વિશ્વનાથમાં થવા જઈ રહી છે.

ગુરૂકૃપાથી આવું બધું થઈ શકે છે.

અને અહીં તો વિશ્વનાથ બિરાજમાન છે જે વિશ્વ ગુરૂ છે.

तुम्ह त्रिभुवन गुर बेद बखाना। आन जीव पाँवर का जाना

वेदों ने आपको तीनों लोकों का गुरु कहा है।

રામ ચરિત માનસમાં મસાન શબ્દ ત્રણ વાર આવે છે.

भव अंग भूति मसान की सुमिरत सुहावनि पावनी


कपट  सयानि  न  कहति  कछु  जागति  मनहुँ  मसानु36


घर  मसान  परिजन  जनु  भूता।  सुत  हित  मीत  मनहुँ  जमदूता

બાલકાંડમાં અનેકના મૃત્યુનું વર્ણન છે જેમ કે તાડકાસુર, જલંધર, રાજા પ્રતાપભાનુ, મહારાજ અવધપતિમ સુભાહુ વગેરે.

અરણ્યકાંડમાં સરભંગ, પંચવટીમાં કબંધ, ખરદુષણ, જટાયુ વગેરેના મૃત્યુનું વર્નણ છે.

કિષ્કિન્ધાકાંડમાં વાલી વગેરેના મૃત્યુનું વર્ણન છે.

સુંદરકાંડમાં સિંહિકા, રાક્ષસો, અક્ષય વગેરેના મૃત્યુનૂ વર્ણન છે.

લંકાકાંડમાં કુંભકર્ણ, રાવણ વગેરેના મૃત્યુનું વર્ણન છે.

ઉત્તરકાંડમાં કોઈના મૃત્યુનું વર્ણન નથી.

ઉત્તરકાંડમાં મહાકાલનું ગાન છે. જ્યાં મહાકાલ હોય ત્યાં મૃત્યુ કેવી રીતે થઈ શકે?

મહાકાલ એક મહા સ્મશાન જ છે.

ઉત્તરકાંડ અમરત્વનો કાંડ છે.

માનસમાં ત્રણ વાર જ મસાનનો ઉલ્લેખ થયેલ છે. જે મસાનની આદિ ભૌતિક, દૈવિક અને આધ્યાત્મિક અદ્‌ભૂત વ્યાખ્યાનો ઉલ્લેખ કરે છે.

કાશી એ મહા સ્મશાન છે. કાશી જ્ઞાનની ખાણ છે.

જે સ્મશાનમાં જાય છે તે કાંતો સદા માટે સુઈ જાય છે અથવા સદા માટે જાગી જાય છે. જેને સ્મશાનનું આધ્યાત્મ સમજાઈ જાય છે તે સદા માટે જાગી જાય છે.

मुक्ति जन्म महि जानि ग्यान खान अघ हानि कर।

जहँ बस संभु भवानि सो कासी सेइअ कस न

जहाँ श्री शिव-पार्वती बसते हैं, उस काशी को मुक्ति की जन्मभूमि, ज्ञान की खान और पापों का नाश करने वाली जानकर उसका सेवन क्यों न किया जाए?

સ્મશાનનો એક ભય લાગે છે.

માણસ કોઈ ઘટનાથી મરે તેના કરતાં તે ઘટનાના ભયથી વધારે મરે છે.

જન્મ પછી આવતી અનેક ઘટનાઓ આવે કે ન પણ આવે પણ મૃત્યુ તો આવશે જ. આમ જન્મ પછી મૃત્યુ આવશે જ એ પરમ સત્ય છે.

સ્મશાનમાં મૃત્યુ સમાન સત્ય સમજાઈ જાય છે, મૃત્યુ સમાન સત્ય બીજું નથી તે સમજાઈ જાય છે.

મસાન સત્ય છે, મસાન પ્રેમ છે, મસાન કરૂણા છે. જે બધાને સ્વીકારે તે પ્રેમ છે. સ્મશાન બધાનો સ્વીકાર કરે છે તેથી મસાન પ્રેમ છે. શિવની કરૂણા થાય ત્યારે જ સ્મશાન જવાનું થાય.

સ્મશાન સત્ય ભૂમિ છે, પ્રેમ ભૂમિ છે, કરૂણા ભૂમિ છે.

મૃત્યુ ધ્રુવ છે એવું ગીતા કહે છે.

કાશીમાં મૃત્યુ શિવ કરૂણા સિવાય શક્ય જ નથી.

સ્મશાનમાં તો મહાકાલ બિરાજે છે તો ત્યાં જવામાં ભાય શું કામ રાખવો?

જીવનમાંથી કથાના શ્રવણ દ્વારા પ્રલોભનો અને મૃત્યુનો ભય નીકળી જાય તો મુક્તિ પોતાની મુઠ્ઠીમાં છે, પ્રસન્નતા પોતાની મુઠ્ઠીમાં છે.

મૃત્યુ સત્ય છે તેને કબુલ કરવું જ રહ્યું.

માનસ એ જ શબ્દના ફેરફાર કરીએ તો મસાન જ છે. માનસ સ્વયં મસાન છે.

જ્યાં સદા વિશ્રામ મળે અથવા સદા જાગૃત કરે તે માનસ છે, મસાન છે.

માનસમાં જે જાય છે તે સદા જાગૃત થઈ જાય છે.

जाकी कृपा लवलेस ते मतिमंद तुलसीदासहूँ।

पायो परम बिश्रामु राम समान प्रभु नाहीं कहूँ।।3।।


[परम] सुन्दर, सुजान और कृपानिधान तथा जो अनाथों पर प्रेम करते हैं, ऐसे एक श्रीरामचन्द्रजी ही हैं। इनके समान निष्काम (निःस्वार्थ) हित करनेवाला (सुह्रद्) और मोक्ष देनेवाला दूसरा कौन है ? जिनकी लेशमात्र कृपासे मन्दबुद्धि तुलसीदासने भी परम शान्ति प्राप्त कर ली, उन श्रीरामजीके समान प्रभु कहीं भी नहीं हैं।।3।।

માનસ ખુદ મસાન છે.


ગિરનારની કથા દરમ્યાન પોથીજી સાથે પરિક્રમા કરી, અહીં કાશીના ૮૪ ઘાટની પરિક્રમા થશે અને આગામી કથા દરમ્યાન ૮૪ 

વ્રજ પરિક્રમા થશે જે એક યોગ જ છે.

સિંહ રાશીના “મ” અક્ષરનો મહિમા છે.  “મ” અક્ષરથી શરુ થતા નામનો એક વિશેષ પ્રભાવ હોય છે, જેમ કે મહાદેવ, મહિમ્ન, મંત્ર, મિત્ર, મસાન, મસાન, મહાત્મા, મોરારી બાપુ, મદન વગેરે…

પ્રાણીઓમાં સિંહ એ ઈશ્વરની વિભૂતિ છે.
महामंत्र जोइ जपत महेसू। 
कासीं मुकुति हेतु उपदेसू॥
महिमा जासु जान गनराऊ। 
प्रथम पूजिअत नाम प्रभाऊ॥2॥

जो महामंत्र है, जिसे महेश्वर श्री शिवजी जपते हैं और उनके द्वारा जिसका उपदेश काशी में मुक्ति का कारण है तथा जिसकी महिमा को गणेशजी जानते हैं, जो इस 'राम' नाम के प्रभाव से ही सबसे पहले पूजे जाते हैं॥2॥
रघुबंस भूषन चरित यह नर कहहिं सुनहिं जे गावहीं।।
कलि मल मनोमल धोइ बिनु श्रम राम धाम सिधावहीं।।
सत पंच चौपाईं मनोहर जानि जो नर उर धरै।
दारुन अबिद्या पंच जनित बिकार श्री रघुबर हरै।।2।।

जो मनुष्य रघुवंश के भूषण श्रीरामजीका यह चरित्र कहते हैं, सुनते हैं और गाते हैं, वे कलियुगके पाप और मन के मलको धोकर बिना ही परिश्रम श्रीरामजीके परम धामको चले जाते हैं। [अधिक क्या] जो मनुष्य पाँच-सात चौपाईयों को भी मनोहर जानकर [अथवा रामायण की चौपाइयों को श्रेष्ठ पंच (कर्तव्याकर्तव्यका सच्चा निर्णायक) जानकर उनको] हृदय में धारण कर लेता है, उसके भी पाँच प्रकार की अविद्याओं से उत्पन्न विकारों को श्रीरामजी हरण कर लेते हैं, (अर्थात् सारे रामचरित्र की तो बात ही क्या है, जो पाँच-सात चौपाइयोंको भी समझकर उनका अर्थ हृदय में धारण कर लेते हैं, उनके भी अविद्याजनित सारे क्लेश श्रीरामचन्द्रजी हर लेते हैं)।।2।।

માનસનો પાઠ કરવાથી પાઠ કરનારના પિતૃઓ પણ રાજી થાય છે.

तरहि न बिनु सेएँ मम स्वामी। राम नमामि नमामि नमामी।।

ये कोई भी मेरे स्वामी श्रीरामजीका सेवन (भजन) किये बिना नहीं तर सकते। मैं उन्हीं श्रीरामजीको बार-बार नमस्कार करता हूँ।


कहि जय जय जय रघुकुलकेतू। भृगुपति गए बनहि तप हेतू

हे रघुकुल के पताका स्वरूप श्री रामचन्द्रजी! आपकी जय हो, जय हो, जय हो। ऐसा कहकर परशुरामजी तप के लिए वन को चले गए।

તુલસીદાસજી એ વાપરેલ નમામિ અને નમામી શબ્દ ઉપર વિવાદ કરવાની જરૂર નથી.

જેને રામાયણ અને મહાભારતની ખબર નથી તેણે પોતાને હિન્દુસ્તાની કહેવડાવવાની જરૂર નથી.   ........ ગાંધીજી

હનુમાનજી અને વાલ્મીકિ એ બે વિશુદ્ધ વૈજ્ઞાનિક છે.

જે વિજ્ઞાન વિશુદ્ધ નથી તે હાનિકારક બની શકે છે.

જાનકીની શોધ કરવાનું કાર્ય વૈજ્ઞાનિક હનુમાનજીને એટલા માટે સોંપવામાં આવ્યું હતું કે હનુમાનજી જે વિજ્ઞાનિક છે તે જ સીતા જે એક મહા શક્તિ છે, આદિ શક્તિ છે તેને શોધી શકશે. કારણ કે શક્તિને શોધવાનું કાર્ય સારી રીતે એક વૈજ્ઞાનિક જ કરી શકે.

સગર્ભા સીતાને વાલ્મીકિના આશ્રમમાં રાખાવામાં આવે છે કારણ કે સીતા જે શક્તિ છે તેમજ સગર્ભા પણ છે અને એક નવી ચેતનાને જન્મ આપનારી છે. તેથી તેની માવજત વાલ્મીકિ જેવા વૈજ્ઞાનિક જ કરી શકે.

ગુરૂ અને વેદાંતના વાક્યો ઉપર ભરોંસો કરવો એ જ શ્રદ્ધા છે. ............ આદિ શંકર

માનસ ગુરૂ ગીતામાં શબ્દ બ્રહ્ન રૂપે ગુરૂ શબ્દનું ત્રણ વાર સ્મરણ થયું છે.

बंदऊँ गुरु पद पदुम परागा। 

सुरुचि सुबास सरस अनुरागा॥

अमिअ मूरिमय चूरन चारू। 

समन सकल भव रुज परिवारू॥1

मैं गुरु महाराज के चरण कमलों की रज की वन्दना करता हूँ, जो सुरुचि (सुंदर स्वाद), सुगंध तथा अनुराग रूपी रस से पूर्ण है। वह अमर मूल (संजीवनी जड़ी) का सुंदर चूर्ण है, जो सम्पूर्ण भव रोगों के परिवार को नाश करने वाला है॥1

 सुकृति संभु तन बिमल बिभूती। 

मंजुल मंगल मोद प्रसूती॥

जन मन मंजु मुकुर मल हरनी। 

किएँ तिलक गुन गन बस करनी॥2

वह रज सुकृति (पुण्यवान्पुरुष) रूपी शिवजी के शरीर पर सुशोभित निर्मल विभूति है और सुंदर कल्याण और आनन्द की जननी है, भक्त के मन रूपी सुंदर दर्पण के मैल को दूर करने वाली और तिलक करने से गुणों के समूह को वश में करने वाली है॥2

 श्री गुर पद नख मनि गन जोती। 

सुमिरत दिब्य दृष्टि हियँ होती॥


दलन मोह तम सो सप्रकासू। 

बड़े भाग उर आवइ जासू॥3

श्री गुरु महाराज के चरण-नखों की ज्योति मणियों के प्रकाश के समान है, जिसके स्मरण करते ही हृदय में दिव्य दृष्टि उत्पन्न हो जाती है। वह प्रकाश अज्ञान रूपी अन्धकार का नाश करने वाला है, वह जिसके हृदय में जाता है, उसके बड़े भाग्य हैं॥3

उघरहिं बिमल बिलोचन ही के। 

मिटहिं दोष दुख भव रजनी के॥

सूझहिं राम चरित मनि मानिक। 

गुपुत प्रगट जहँ जो जेहि खानिक॥4

उसके हृदय में आते ही हृदय के निर्मल नेत्र खुल जाते हैं और संसार रूपी रात्रि के दोष-दुःख मिट जाते हैं एवं श्री रामचरित्र रूपी मणि और माणिक्य, गुप्त और प्रकट जहाँ जो जिस खान में है, सब दिखाई पड़ने लगते हैं-4

 जथा सुअंजन अंजि दृग साधक सिद्ध सुजान।

कौतुक देखत सैल बन भूतल भूरि निधान॥1

जैसे सिद्धांजन को नेत्रों में लगाकर साधक, सिद्ध और सुजान पर्वतों, वनों और पृथ्वी के अंदर कौतुक से ही बहुत सी खानें देखते हैं॥1

 गुरु पद रज मृदु मंजुल अंजन। 

नयन अमिअ दृग दोष बिभंजन॥

तेहिं करि बिमल बिबेक बिलोचन। 

बरनउँ राम चरित भव मोचन॥1

श्री गुरु महाराज के चरणों की रज कोमल और सुंदर नयनामृत अंजन है, जो नेत्रों के दोषों का नाश करने वाला है। उस अंजन से विवेक रूपी नेत्रों को निर्मल करके मैं संसाररूपी बंधन से छुड़ाने वाले श्री रामचरित्र का वर्णन करता हूँ॥1

આપણે ત્યાં સાત પ્રકારના ગુરૂ હોય છે.

૧ ગુરૂ

૨ શ્રીગુરૂ

૩ કૂલ ગુરૂ

૪ ધર્મ ગુરૂ

૫ જગદ્‌ગુરૂ

૬ સદ્‌ગુરૂ

૭ ત્રિભુવનગુરૂ


રામ ચરિત માનસમાં સદ્‌ગુરૂ શબ્દ ૪ વાર આવે છે.
सदगुर ग्यान बिराग जोग केबिबुध बैद भव भीम रोग के
जननि जनक सिय राम प्रेम केबीज सकल ब्रत धरम नेम के॥2॥
ज्ञान, वैराग्य और योग के लिए सद्गुरु हैं और संसार रूपी भयंकर रोग का नाश करने के लिए देवताओं के वैद्य (अश्विनीकुमार) के समान हैंये श्री सीतारामजी के प्रेम के उत्पन्न करने के लिए माता-पिता हैं और सम्पूर्ण व्रत, धर्म और नियमों के बीज हैं॥2॥
सदगुर मिलें जाहिं जिमि संसय भ्रम समुदाइ
जैसे सद्गुरु के मिल जाने पर संदेह और भ्रम के समूह नष्ट हो जाते हैं
करनधार सद्गुर दृढ़ नावादुर्लभ साज सुलभ करि पावा।।
सद्गुरु इस मजबूत जहाज के कर्णधार (खेनेवाले) हैंइस प्रकार दुर्लभ (कठिनतासे मिलनेवाले) साधन सुलभ होकर (भगवत्कृपासे सहज ही) उसे प्राप्त हो गये हैं,।।4।।
सदगुर बैद बचन बिस्वासासंजम यह बिषय कै आसा।।
सद्गुरुरूपी वैद्य के वचनमें विश्वास होविषयों की आशा करे, यही संयम (परहेज) हो।।



ગુરૂ નવરો (તન મનથી સ્વસ્થ, તંદુરસ્ત) હોય પણ નવરો ન હોય.

બીજાનું ભવિષ્ય સુધારવા કરવો પડતો ક્રોધ (ક્રોધ કરવો સારો નથી જ.) સારો ન હોવા છતાંય ક્ષમ્ય છે. બીજાના ભવિષ્યને સુધારવા ક્રોધ કરી શકાય.
સમ્યક કામ પણ જરુરી છે.
પરિવાર માટે થોડો લોભ રાખી સંગ્રહ કરવો પણ જરૂરી છે.
ઈર્ષા, નીંદા અને દ્વેષની કોઈ જરૂરીયાત નથી.
આપને વ્રત રાખીએ તે સારું છે પણ વ્રત આપણને તે અયોગ્ય છે. વ્રત આપણને બંધનમાં રાખે તે યોગ્ય નથી. વ્રત હિંસક ન હોવું જોઈએ.
વ્રત રાખવું જ હોય તો ઈર્ષા, નીંદા, દ્વેષ ન કરવાનું વ્રત રાખો.
નરસિંહ મહેતા પણ કહે છે કે,
“સલક લોકમાં સૌને વંદે નીંદા ન કરે તેની રે..
परम धर्म श्रुति बिदित अहिंसा।
पर निंदा सम अघ न गरीसा।।
રામનું શીલ બળવાન છે તેથી બળવાન રાવણ પણ રામનો દ્વેષ કરે છે.



રવિવાર, ૨૨/૧૦/૨૦૧૭
જ્યારે જાનકી અયોધ્યામાંથી વનવાસ માટે જાય છે ત્યારે અયોધ્યામાં કાલરાત્રિ ભાસે છે તેમજ જ્યારે જાનકી લંકામાં જાય છે ત્યારે લંકામાં પણ કાલરાત્રિ ભાસે છે.
દરેક ઘર મસાન છે કારણ કે દરેક ઘરમાં ક્યારેક તો મૃત્યુ થયેલું જ હોય છે.
પ્રત્યેક જાગૃત વ્યક્તિને સંયોગમાં ઘર મસાન જ છે.
આપણા બધા પરિજન ભૂત જ છે.
મસાન એ એક પવિત્ર શબ્દ છે.
જે નિશ્ચિત છે તેનો આનંદ થવો જોઇએ અને જે અનિશ્ચિત હોય તેનો શોક થવો જોઈએ.
મૃત્યુ નિશ્ચિત છે, તેથી તેનો શોક ન હોય પણ આનંદ થાવો જોઈએ.
નિશ્ચિત ઘટના એ છે જેમાં પરમાત્માની ઈચ્છા હોય અને જે પરમાત્માનિ ઈચ્છા પ્રમાણે થાય તેનો શોક ન કરવાનો હોય પણ આનંદ કરવાનો હોય.
હરિ ઈચ્છા ભાવિ બલવાન.
ભગવાન શિવના મહામંત્ર પૈકીનો એક મહામંત્ર “हरि इच्छा भावी बलवानाहृदयँ बिचारत संभु सुजाना॥“ છે.
હરિ ઈચ્છા જ નિશ્ચિત હોય છે.
તેથી તો ગવાયું છે કે,
જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો
આપણને જે સુખ મળે છે પણ તેમાં આનંદ ક્યાં મળે છે?
સ્વામી શરણાનંદજી સુખ અને આનંદની વ્યાખ્યા કરતાં કહે છે કે, “સુખ એ છે જેના મળવાથી દુઃખ દબાઈ જાય અને આનંદ એ છે જે મળવાથી દુઃખ મટી જાય.”
આનંદ આપણો સ્વભાવ છે.
सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादिहेतवे!
तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नम: !!
हे सत् चित्त आनंद! हे संसार की उत्पत्ति के कारण! हे दैहिक, दैविक और भौतिक तीनो तापों का विनाश करने वाले महाप्रभु! हे श्रीकृष्ण! आपको कोटि कोटि नमन.
પ્રાણી માત્ર ભૂત જ છે.
આપણે બધા જ ભૂત છીએ.
આ ભૂત સૃષ્ટિ છે.
મરણનો આનંદ મેળવવા સ્મરણ વધારો.
મરણ મીઠું છે.
ગુરૂનું એક નામ મૃત્યુ છે, ગુરૂ મૃત્યુ છે.
ઓશો રજનીશ કહેતા કે, “હું મ્રુત્યુ શિખવાડું છું.”
વિવેકી માણસ હસતાં હસતાં મૃત્યુને સ્વીકારી લે છે.
तारा बिकल देखि रघुरायादीन्ह ग्यान हरि लीन्ही माया
छिति जल पावक गगन समीरापंच रचित अति अधम सरीरा॥2॥
तारा को व्याकुल देखकर श्री रघुनाथजी ने उसे ज्ञान दिया और उसकी माया (अज्ञान) हर ली। (उन्होंने कहा-) पृथ्वी, जल, अग्नि, आकाश और वायु- इन पाँच तत्वों से यह अत्यंत अधम शरीर रचा गया है॥2॥
ભૂત એ છે જે ભૂતકાળનો શોક કરે છે. તેથી વર્તમાનમાં હસી લો.
જે ભવિષ્યની ચિંતા કરે છે તે પ્રેત છે.
ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે
ફાસ્ટફુડ નુકશાન કારક છે એ જાણવું જરૂરી છે.
પનઘટ અને મરઘટ એ બે શબ્દો પ્રસિદ્ધ છે તેમજ બંને શબ્દ બ્રહ્ન પણ છે.
પનઘટ એ જીવનનું પ્રતીક છે જ્યાં જળ છે, પાનિહારી જલ ભરે છે, જલ જીવન છે જ્યારે મરઘટ એ મૃત્યુનું પ્રતીક છે.
કબીર જાગૃતિ આવ્યા પછી કહે છે કે ઈશ્વર મરે તો હું મરું.
માયા મરે છે પણ આમને ઈશ્વરના અંશ હોવાના નાતે નથી મરતા.
હમ ન મરી હૈ, મરી હૈ સંસારા, હમકો મીલા, જીયાવન હારા.
હું મર્યો નથી, મારા માટે તો આ સંસાર મરી પરવાર્યો છે. હું તો તેની સાથે મળી જઈ સદાના માટે જીવતો થઈ ગયો છું.
મસાન એ મહિમાવંત છે કારણ કે મસાનમાં જે મરી જાય છે તે જ આવે છે.
સ્મશાનમાં ભય રાખવાનો ન હોય. કારણ કે સ્મશાનમાં તો જે મરી ગયા છે તે છે. આ બધા મરનારા તો દેવતા થઈ ગયા છે. તેનો શું ડર રાખવાનો હોય?
જીવતા માણસથી ડરવાની જરુર છે. કારણ કે જીવતો માણસ ગમે ત્યારે આપણી નીંદા કરશે.
ભૂતોનો નાથ ભૂતનાથ છે.
કુછ લેના ન દેના મગન રહેના... કબીર
જીવો તો એવી રીતે જીવો કે બધા અમારા છે અને મરો તો એવી રીતે મરો કે કોઈ અમારું નથી, કશું અમારું નથી. આવું જે કરે તે બાવો છે.
જે મસ્તીમાં જીવે, આનંદમાં જીવે તે બાવો છે.
નિર્ભયતા સત્ય વિના ન આવે.
શિવ પાર્વતી સ્મશાનમાં ક્રિડા કરે છે.
स्मशानेष्वा क्रीडा स्मरहर पिशाचाः सहचराः
ભગવાન શિવ તો આપણા બાપ છે જે સ્મશાનમાં નિવાસ કરે છે.
આમ સ્મશાન એટલે આપણું પિતૃગૃહ, આપણા બાપનું ઘર.
જ્યાં શબને બાળવામાં આવે છે તેને અપવિત્ર કેમ કહેવાય?
માનસમાં મસાન/મસાનુ મળી કુલ ૯ વાર વપરાયો છે જેમાં મસાન શબ્દ ૩ વાર અને મસાનુ શબ્દ ૬ વાર આવે છે.
મસાન એ મધ્યમ સુર છે.
સંગીતના સાત સુર – સા રે ગ મ પ ધ ની સા – માં “મ” મધ્યમાં આવે છે. આમ મસાન મધ્યમ સુર છે.

કાશીના ૫ “મ” કાર છે.

૧ મહાદેવ

૨ મહામંત્ર

૩ મારૂતિ

૪ માનસ

૫       શ્રોતાઓની પસંદનો મ કાર જેમ કે મોરારી બાપુ, મદન, મદન મોહન માલવિયા………

દુર્જન મળે એ પીડા છે, દુઃખ છે, વિષ છે. તેમજ સજ્જન જાય તે પણ પીડા છેમ દુઃખ છે, વિષ છે.

આમ હોવાથી મધ્યમ માર્ગ સ્વીકારવો જોઈએ.

“મ” અક્ષરથી શરૂ થતા અન્ય નામ – મા, મોહન, મહા સાગર, મહા લોક માતા, મોરલી, માતંગ, મુકુંદ, મૂર્તિ, માર્ગ, માર્ગી, મોર, મોક્ષ, મહેર, મિલાપ, મર્મ, મોદક વગેરે…

માનસમાં કેટલાક યજ્ઞો અંગે ઉલ્લેખ છે.

જેમ કે,
બાલકાંડમાં દક્ષ યજ્ઞ, જપ યજ્ઞ – વિશ્વામિત્રનો યજ્ઞ, ધનુષ્ય યજ્ઞ, સમર યજ્ઞ – પરશુરામનો યજ્ઞ, વિવાહ  યજ્ઞ વગેરે…

અયોધ્યાકાંડમાં પુત્ર કામેષ્ઠિ યજ્ઞ, ઈન્દ્રજીતનો યજ્ઞ્મ રાવણનો યજ્ઞ, જ્ઞાન યજ્ઞ – ગીતા પ્રમાણે,

અન્ય યજ્ઞો – શ્રમ યજ્ઞ, નેત્ર યજ્ઞ, કર્મ યજ્ઞ, પ્રેમ યજ્ઞ – કથા, રામે કરેલ અનેક યજ્ઞ

યજ્ઞના ત્રણ પ્રકાર છે.

૧ યજ્ઞ

૨ મહાયજ્ઞ – આ યજ્ઞમાં શાસ્ત્રોક્ત વિધી અનુસાર યજ્ઞ કરવામાં આવે છે.

૩ પરમ યજ્ઞ

મસાન એ પરમ યજ્ઞ છે.

જે યજ્ઞમાં ૭ વસ્તુ હોય તે પરમ યજ્ઞ કહેવાય.

૧ જ્યાં અગ્નિ હોય તે પરમ યજ્ઞ કહેવાય.

૨ જ્યાં સમિધ હોય તે પરમ યજ્ઞ કહેવાય.

૩ જ્યાં શાંતિ હોય તે પરમ યજ્ઞ કહેવાય.

૪ જ્યાં મંત્ર હોય તે પરમ યજ્ઞ કહેવાય.

૫ જ્યાં ઘી હોય – ધૃત હોય (ઘી ની આહૂતિ અપાતી હોય) તે પરમ યજ્ઞ કહેવાય.

૬ જ્યાં બલિદાન હોય તે પરમ યજ્ઞ કહેવાય.

૭ જ્યાં નિર્દંભતા – નિષ્કપટતા હોય તે પરમ યજ્ઞ કહેવાય.

જ્યારે દેહ બળે છે ત્યારે મમતાનું બલિદાન થઈ જાય છે. મમતા દેહ પ્રધાન હોય.
बीर महा अवराधिये , साधे सिधि होय सकल काम पूरन करै ,जाने सब कोय ।।
बेगि , बिलम्ब कीजिये लीजै उपदेस बीज महामंत्र जपिए सोई , जो जपत महेस
प्रेम-बारि-तरपन भलो , घृत सहज सनेहु संसय- समिध ,अगिनि क्षमा , ममता बलि देहु
अघ- उचाटि , मन बस करै , मारे मद मार आकर्शै सुख -सम्पदा -संतोस- बिचार
जिन्ह यहि भांति भजन कियो , मिले रघुपति ताहि तुलसिदास प्रभु पथ चढ्यो , जौ लेहु निबाहि
                                                                                              
महाबीरकी आराधना करिए जिससे सभी प्रकार की सिद्धि प्राप्त होती है सर्व विदित सत्य है कि राम नाम से सभी मनोरथ पूरे हो जाते हैं देर करिए , शीघ्र ही यह उपदेश मान कर बीज महामंत्र जपिए जिसका जप कर के शंकर ने विषपान कर लिया यही महायज्ञ है - प्रेम के जल से तर्पण करिए , सहज- सनेह का घृत डालिए , शंकाओं कि लकड़ी की समिधा बनाइये और क्षमा की अग्नि में स्वाहा करिए , ममता की बलि दीजिये , पापों का उच्चाटन करिए जिससे मन वश में हो और अहंकार तथा काम को मारा जा सके इस प्रकार यज्ञ द्वारा संतोष- विचार रूपी सुख- सम्पदा को आकर्षित करिए जिन्हों ने भी इस प्रकार भजन किया उनको ही श्री राम का साक्षात्कार हुआ मैं (तुलसी दास ) भी इसी मार्ग पर चढ़ गया हूँ , यदि उनकी कृपा से निर्वहन कर सका



સ્મશાનમાં દેહનું ભૂમિ શયન થાય છે, જે ભૂમિ શયનનું આસન છે.

સ્મશાનમાં આ સાતેય છે. તેથી સ્મશાન – મસાન પરમ યજ્ઞ છે.

જે ઘરમાં શાંતિ હોય, વિવેકનો અગ્નિ હોય, મંત્ર જાપ થતા હોય, પરસ્પર સ્નેહ હોય – સ્નેહની સ્નિઘ્નતા હોય, પરસ્પર આરપારતા – નિષ્કપટતા હોય તે ઘર પરમ યજ્ઞ ધામ છે.

રામ ચરિત માનસમાં પણ આ સાતેય છે. તેથી માનસ પણ સ્મશાન છે, મસાન છે, પરમ યજ્ઞ છે.

માનસ મસાન એક પરમ યજ્ઞ છે.

માનસની પ્રત્યેક ચોપાઈ મંત્ર છે.

માનસમાં રહેલ જ્ઞાન, સત્ય, પ્રેમ, કરૂણા અગ્નિ છે. આ દાહક અગ્નિ નથી પણ ટાઢક આપનાર અગ્નિ છે.

માનસમાં પરસ્પર સ્નેહનું આદાન પ્રદાન થાય છે જે ઘૃતી છે, ઘી છે.

કપટ, દંભ, પાખંડ વગેરે કાષ્ટ છે.

માનસ નિર્દંભ કરે છે.

માનસ દ્વારા ધીરે ધીરે મમતા ઓછી થાય છે.

રામ નામ તારક મંત્ર છે.

बारक  राम  कहत  जग  जेऊ।  होत  तरन  तारन  नर  तेऊ॥2॥

जगत्‌  में  जो  भी  मनुष्य  एक  बार  'रामकह  लेते  हैंवे  भी  तरने-तारने  वाले  हो  जाते  हैं॥2॥


નારી – સ્ત્રી સાધન નથી પણ માતૃ શરીર રૂપે સાધ્ય છે.


એક પ્રશ્ન એવો પૂછાયો કે, “મડદાંમાં આત્મા હોય છે?”
રામ તત્વ જડ ચેતન બધામાં હોય છે. રામ જડ ચેતન બધામાં હોય છે.
રામને આત્મ તત્વ પણ કહી શકાય.
येषां विद्या तपो दानं
ज्ञानं शीलं गुणों धर्मा:
ते मृत्यु लोके भुवि भार भूता
मनुष्य रूपेण मृगा चरन्ति .
૧૪ વ્યક્તિ જીવતા હોવા છતાંય મરેલા છે.
जड़ चेतन गुन दोषमय बिस्व कीन्ह करतार
संत हंस गुन गहहिं पय परिहरि बारि बिकार॥6॥
विधाता ने इस जड़-चेतन विश्व को गुण-दोषमय रचा है, किन्तु संत रूपी हंस दोष रूपी जल को छोड़कर गुण रूपी दूध को ही ग्रहण करते हैं॥6॥
મહાપુરુષની પાંચ પ્રકારની વાણી હોય છે.
૧ જબાન વાણી જેને હોઠ વાણી કહેવાય. શબ્દ એ માનસની અસલિય્ત છુપાવવાનો સુંદર પડદો છે.
૨ મુદ્રા વાણી – મુદ્રા દ્વારા સંકેત કરી સંદેશ આપવો.
૩ મુસ્કહારટ વાણી – હાસ્ય દ્વારા, મુસ્કહરાટ દ્વારા સંદેશ આપવો.
૪ આંખની વાણી – આંખ દ્વારા સંકેત કરવો.
૫ આંખના અશ્રુ દ્વારા સંદેશ આપવો. અશ્રુના એક ટીપામાં હજારો પ્રવચન સમાયેલ હોય છે.
પરમનો આશ્રય અને અશ્રુ મહત્વનાં છે.
कबिरा हंसना छोड दे , रोने से कर प्रीत , बिन रोए किन पाइयां , वो प्रेम प्यारा मीत
વ્યાસ પીઠ જે આપે છે તેને સિક્કામાં માપી ન શકાય, તોલી ન શકાય.
વ્યાસ પીઠ ઉપરથી જે કહેવાય તે નિભાવે. વ્યાસ પીઠ વાયદો ન તોડે.
વ્યાસ પીઠ ઉપરથી જે કહેવાય તેને બદલી ન શકાય, પાછુ ખેંચી ન શકાય. વ્યાસ પીઠ જે બોલે તેને કદી ભૂલે નહીં.

આપણાથી જે સારા હોય તેની ઈર્ષા ન કરવી. આમ કરવાથી ક્રમશઃ ધીરે ધીરે તેના સારા ગુણો આપણાંમાં આવવા લાગશે. તેના સારા ગુણોથી આપણે ઉદાસીનતામાંથી – DEPRESSION બહાર આવીશું.

સોમવાર, ૨૩/૧૦/૨૦૧૭


અવધવાસી એક બીજાને જોઈ ડરી જાય છે. અવધમાં ભયંકર કાલરાત્રિ ભાસે છે, ઘર મસાન લાગી છે, પરિજન યમરાજ જેવા લાગે છે.
રામ ચરિત માનસમાં અનેક પ્રગટ અપ્રગટ, પરોક્ષ અપ્રરોક્ષ વાતો છે.
માનસની આ અપ્રગટ વાતો ગુરૂ મુખથી જ જાણી શકાય, સમજમાં આવી શકે.
માનસની ચોપાઈઓ વચ્ચેની ખાલી જગામાં રહેલ અર્થ ગુરૂ મુખી અર્થ છે અને તે ગુરૂ મુખ દ્વારા જ સમજી શકાય, જાણી શકાય.
गुपुत प्रगट जहँ जो जेहि खानिक
કાશીના મણિકર્ણિકા ઘાટના નામ પાછળ એવું કહેવાય છે કે કાશીના આ સ્થળે પાર્વતીના કાનનો મણિ ખોવાઈ જાય છે ત્યારે ભગવાન શિવ તે મણિ શોધી પાર્વતીના કાનમાં લગાવે છે – નાખે છે.
ગુરૂ વચનનો મહિમા છે.
सदगुर बैद बचन बिस्वासासंजम यह बिषय कै आसा।।
ગુરૂ વચન ગુપ્ત રાખવું. પણ જો ગુરૂ આદેશ આપે તો તે વચન સાર્વજનિક કરી શકાય.
ગુરૂ વચનનો કોઈ વિકલ્પ નથી.
ગુરૂ વચન ઘરેણું છે.
ચાણક્ય તેની ચાણક્ય નીતિમાં ૪ વાતોને ગુપ્ત રાખવાનું કહે છે.
૧       સારું ઔષધ – સારા ઔષધને ગુપ્ત રાખવું જોઈએ. જોકે આ નીતિમાં પરિવર્તન કરવું જરૂરી છે.
૨       ધર્મ ક્રિયા ગુપ્ત રાખવી જોઈએ.
૩       પોતાના પરિવારજનોમાં રહેલ છિદ્ર – ખામીઓને ગુપ્ત રાખવી જોઈએ.
जो सहि दुख परछिद्र दुरावाबंदनीय जेहिं जग जस पावा
संत स्वयं दुःख सहकर दूसरों के छिद्रों (दोषों) को ढँकता है, जिसके कारण उसने जगत में वंदनीय यश प्राप्त किया है
૪       પોતાના સાંસારિક વિહારને પ્રગટ ન કરવા.
મેરે કાસેમેં મેરી ધરતી દે દે, દે દે આસમા તુમ્હારા
ધરતીથી ઉત્તમ કોઈ સ્વર્ગ નથી.
સાધકોએ પોતાની સિદ્ધિ પ્રગટ ન કરવી જોઈએ.
ભજનાનંદીએ પોતાનું ભજન, સાધના, ઉપાસનાને પ્રગટ ન કરવું જોઈએ.
कवनिउ सिद्धि कि बिनु बिस्वासाबिनुहरि भजन भव भय नासा।।
साधन  सिद्धि  राम  पग  नेहू।  मोहि  लखि  परत  भरत  मत  एहू
श्री  रामजी  के  चरणों  का  प्रेम  ही  उनका  साधन  है  और  वही  सिद्धि  है।  मुझे  तो  भरतजी  का  बसयही  एक  मात्र  सिद्धांत  जान  पड़ता  है
ભરત માટે રામ પ્રેમ તેનું પ્રિય સાધન તેમજ સિદ્ધિ છે.
કાશીના ૧૨ નામ છે.
રામ ચરિત માનસમાં રામ નામ એ મણિ છે.
राम नाम मनिदीप धरु जीह देहरीं द्वार
तुलसी भीतर बाहेरहुँ जौं चाहसि उजिआर॥21॥
तुलसीदासजी कहते हैं, यदि तू भीतर और बाहर दोनों ओर उजाला चाहता है, तो मुख रूपी द्वार की जीभ रूपी देहली पर रामनाम रूपी मणि-दीपक को रख॥21॥
ભગવાન શિવ રામ નામનો મણિ જીવના કાનમાં નાખે છે. મણિકર્ણિકા ઘાટનો આ ગુરૂ મુખી અર્થ છે.
મસાન શબ્દ જે ૩ વાર માનસમાં વપરાયો છે જે મસાનના ત્રણ સંકેત છે.
૧ આદિ ભૌતિક મસાન – આદિ ભૌતિક મસાનમાં ભયંકરતા હોય, ભયાન્ક લાગે, શોક ગ્રસ્ત વાતાવરણ હોય.
         ચિતા સ્વયં પવિત્ર છે.
ભયંકરતા પાંચ પ્રકારની હોય.
દિવસ હોવા છતાં રાત્રિ લાગે, કાલરાત્રિ લાગે.
વ્યાસ પીઠના મતે દીકરી પણ મુખાગ્નિ આપી શકે. આમ કરવાથી ધર્મ નારાજ નહીં થાય. પણ કેટલાક ધાર્મિક માણસો નારાજ થાય.

गिरिजा-मन-मानस-मराल, कासीस, मसान-निवासी
सुभ अरु असुभ सलिल सब बहईसुरसरि कोउ अपुनीत कहई
समरथ कहुँ नहिं दोषु गोसाईंरबि पावक सुरसरि की नाईं॥4॥
गंगाजी में शुभ और अशुभ सभी जल बहता है, पर कोई उन्हें अपवित्र नहीं कहतासूर्य, अग्नि और गंगाजी की भाँति समर्थ को कुछ दोष नहीं लगता॥4॥
ઈમાનદારીથી કાર્ય કરવામાં જે આનંદ આવે તે ભજન જ છે. પોતાના સ્વધર્મમાં આનંદ થવો જોઈએ. પોતાનું કાર્ય કરવામાં આનંદનો અનુભવા કરવો એ સાધના જ છે.
મૂછ અને પૂંછનો મહિમા છે.
૨ આદિ દૈવિક મસાન – જ્યાં શિવ પાર્વતી નિવાસ કરે છે તે મસાન આદિ દૈવિક મસાન છે. આ મસાનમાં
મહાદેવ મહાદેવી નિવાસ કરતાં હોવાથી ભયાનક નથી પણ દેવાલય છે, શિવાલય છે. મસાન દેવાલય બની જાય છે. મણિકર્ણિકા ઘાટ દેવાલય બની જાય છે.
શિવ એટલે કલ્યાણ.
સ્ફુરન્મૌલિ કલ્લોલિની ચારુ ગઙ્ગા લસદ્ભાલબાલેન્દુ કણ્ઠે ભુજઙ્ગા ॥ ૩॥
ચલત્કુણ્ડલં ભ્રૂ સુનેત્રં વિશાલં પ્રસન્નાનનં નીલકણ્ઠં દયાલમ્ ।
મૃગાધીશચર્મામ્બરં મુણ્ડમાલં પ્રિયં શંકરં સર્વનાથં ભજામિ ॥ ૪॥
પ્રચણ્ડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં અખણ્ડં અજં ભાનુકોટિપ્રકાશમ્ ।
ત્રયઃ શૂલ નિર્મૂલનં શૂલપાણિં ભજેઽહં ભવાનીપતિં ભાવગમ્યમ્ ॥ ૫॥
કલાતીત કલ્યાણ કલ્પાન્તકારી સદા સજ્જનાનન્દદાતા પુરારી ।
ચિદાનન્દ સંદોહ મોહાપહારી પ્રસીદ પ્રસીદ પ્રભો મન્મથારી ॥ ૬॥
મોટા લોકોના વિકાર પણ શોભનીય હોય છે.
વિકારોડપિશ્લાધ્યો ભુવનમયભગડ યસનિન: ||
સંસારીજનોનાં દુ:ખ દૂર કરવાનું આપને વ્યસન જ છે.
यस्यांके    विभाति  भूधरसुता  देवापगा  मस्तके
भाले  बालविधुर्गले    गरलं  यस्योरसि  व्यालराट्
सोऽयं  भूतिविभूषणः  सुरवरः  सर्वाधिपः  सर्वदा
शर्वः  सर्वगतः  शिवः  शशिनिभः  श्री  शंकरः  पातु  माम्‌॥1॥
जिनकी  गोद  में  हिमाचलसुता  पार्वतीजीमस्तक  पर  गंगाजीललाट  पर  द्वितीया  का  चन्द्रमाकंठ  में  हलाहल  विष  और  वक्षःस्थल  पर  सर्पराज  शेषजी  सुशोभित  हैंवे  भस्म  से  विभूषितदेवताओं  में  श्रेष्ठसर्वेश्वरसंहारकर्ता  (या  भक्तों  के  पापनाशक),  सर्वव्यापककल्याण  रूपचन्द्रमा  के  समान  शुभ्रवर्ण  श्री  शंकरजी  सदा  मेरी  रक्षा  करें
જ્યાં શિવ, પાર્વતી, ગંગા, નંદી, કાચબો નિવાસ કરે તે સ્મશાન કે ઘર આદિ દૈવિક મસાન બની જાય છે.
જેના મસ્તકમાં ભક્તિ ભરેલી હોય અને બુદ્ધિનો કોઈ તર્ક ન હોય તે સુહાવનું સ્મશાન છે.
राम भक्ति जहँ सुरसरि धारा
सरसइ ब्रह्म बिचार प्रचारा
बिधि निषेधमय कलिमल हरनी
जहाँ (उस संत समाज रूपी प्रयागराज में) राम भक्ति रूपी गंगाजी की धारा है और ब्रह्मविचार का प्रचार सरस्वतीजी हैं॥4॥
विधि और निषेध (यह करो और यह करो) रूपी कर्मों की कथा कलियुग के पापों को हरने वाली सूर्यतनया यमुनाजी हैं।
કાચબો સંયમનું પ્રતીક છે. જ્યાં જેમ કાચબો પોતાના અંગોને અંકુશમાં રાખે છે તેમ માણસ પોતાની ઈન્દ્રીયોને અંકુશમાં રાખે તે સ્મશાન સુહાવનું મસાન છે.
સ્મશાન આદિ દૈવિક મંદિર છે.
જે સ્મશાનમાં જાય છે તે પાછો નથી ફરતો પણ તે તે મટી હું બની જાય છે, હું તુ બની જાય છે અને તું હું બની જાય છે. (એકત્વ પ્રાપ્ત થઈ જાય છે).
तुम्हहि  निबेदित  भोजन  करहीं।  प्रभु  प्रसाद  पट  भूषन  धरहीं
जो  आपको  अर्पण  करके  भोजन  करते  हैं  और  आपके  प्रसाद  रूप  ही  वस्त्राभूषण  धारण  करते  हैं,॥
જેના આંગણામાં તુલસી હોય અને ફ્રિજમાં બિયરની બોટલ હોય તે કેવો વૈષ્ણવ કહેવાય?
નંદી ધર્મનું પ્રતીક છે, જેના ચાર ચરણ – સત્ય, દયા, તપ, દાન – છે તેમજ તે કાયમ શિવાભિમુખ રહે છે.
આમ સુહાવનું સ્મશાન એ છે જ્યાં વિસ્વાસ હોય, શ્રદ્ધા હોય, ભક્તિમય બુદ્ધિ હોય, સંયમી જીવન હોય અને જ્યાં ધર્મનું આચરણ – સત્ય, તપ, દયા, દાન – હોય.
જ્યાં ધર્મની સન્મુખતા હોય તે આદિ દૈવિક મસાન છે, દેવાલય છે, શિવાલય છે.
મનમાંથી સ્મશાનનો ભય કાઢી નાખો એ જ માનસ મસાન છે. મસાનમાં ભય શું કામ રાખવો?
૩ આધ્યાત્મિક મસાન
જ્ઞાનની જાગૃતિ એ આધ્યાત્મિક મસાન છે.
ગુરૂ કૃપાથી આધ્યાત્મિક ભાવ આવે તો સદા જાગૃતિ આવી જાય, જે આધ્યાત્મિક મસાન છે.
મસાનમાં માણસ સદા માટે સૂઈ જાય કે સદા માટે જાગી જાય, પૂર્ણ જાગૃતિ આવી જાય.
મસાન જાગૃતિનું પ્રતીક છે.
નાથ સંપ્રદાયની પરંપરામાં મોટા ભાગે મસાનની ભૂમિકા છે.
ભૂત કદી જુઠુ ન બોલે, ઈર્ષા ન કરે.
રામ નામનું રટણ કરનારને ભૂત શું કરી શકે?
મરનાર વ્યક્તિ જુઠુ ન બોલે, ઈર્ષા ન કરે, નીંદા ન કરે.
एहि महँ रघुपति नाम उदाराअति पावन पुरान श्रुति सारा
मंगल भवन अमंगल हारीउमा सहित जेहि जपत पुरारी॥1॥
इसमें श्री रघुनाथजी का उदार नाम है, जो अत्यन्त पवित्र है, वेद-पुराणों का सार है, कल्याण का भवन है और अमंगलों को हरने वाला है, जिसे पार्वतीजी सहित भगवान शिवजी सदा जपा करते हैं॥1॥
भनिति बिचित्र सुकबि कृत जोऊराम नाम बिनु सोह सोउ
बिधुबदनी सब भाँति सँवारीसोह बसन बिना बर नारी॥2॥
जो अच्छे कवि के द्वारा रची हुई बड़ी अनूठी कविता है, वह भी राम नाम के बिना शोभा नहीं पातीजैसे चन्द्रमा के समान मुख वाली सुंदर स्त्री सब प्रकार से सुसज्जित होने पर भी वस्त्र के बिना शोभा नहीं देती॥2॥
सब गुन रहित कुकबि कृत बानीराम नाम जस अंकित जानी
सादर कहहिं सुनहिं बुध ताहीमधुकर सरिस संत गुनग्राही॥3॥
इसके विपरीत, कुकवि की रची हुई सब गुणों से रहित कविता को भी, राम के नाम एवं यश से अंकित जानकर, बुद्धिमान लोग आदरपूर्वक कहते और सुनते हैं, क्योंकि संतजन भौंरे की भाँति गुण ही को ग्रहण करने वाले होते हैं॥3॥
જે કથા શિવને સુખ આપી શકે તે કથા જીવને સુખ આપશે જ.
યમ રાજા અને ધર્મ રાજા એક જ છે.
જ્યારે દુષ્ટને દંડ આપે ત્યારે તે યમ રાજા છે  અને જ્યારે ધાર્મિકને સુખ આપે ત્યારે તે ધર્મ રાજા છે.
લક્ષ્મણ દંડ છે જે યમ રાજ છે તેમજ ધર્મ રાજ પણ છે. લક્ષ્મણ કાળના પણ કાળ છે.


મંગળવાર, ૨૪/૧૦/૨૦૧૭
જે નગર સમર્પણને ત્યાગી દે, ધૈર્ય, સહનશીલતાને ત્યાગી તેમજ પરમ સત્યને વનવાસ આપે તે નગર ભયાનક જ લાગે. રામ, સીતા અને લક્ષ્મણના વનવાસ પછી અવધ ભયાનક લાગે છે.
ચાણક્ય કહે છે કે,.........
अपुत्रस्य गृहं शून्यं दिशः शुन्यास्त्वबांधवाः
मूर्खस्य हृदयं शून्यं सर्वशून्या दरिद्रता।।
पुत्रहीन के लिए घर सूना हो जाता है, जिसके भाई हों उसके लिए दिशाएं सूनी हो जाती हैं, मूर्ख का हृदय सूना होता है, किन्तु निर्धन के लिए सब कुछ सूना हो जाता है
જે ઘરમાં પુત્ર ન હોય તે ઘર શૂન્ય છે, સૂનું છે. આજના સંદર્ભમાં પુત્ર, પુત્રી કે સંતાન વિહિન એવું ઘર શૂન્ય છે.
જો સંતાન ન હોય તો લાલાને – કૃષ્ણના બાલ રૂપને – પુત્ર બનાવી લો.
ભગવાનને જે ભાવે ભજીએ તે ભાવે – રૂપે તે આવે છે. ભગવાનને પુત્ર ભાવે કે શિષ્ય ભાવે પણ ભજી શકાય.
વશિષ્ટગોત્રી તુલસીપીઠાચાર્ય રામભદ્રાચાર્ય તો ભગવાનને શિષ્ય ભાવે ભજે છે અને પોતે વશિષ્ટ છે અને રામ તેના શિષ્ય છે તેવા ભાવ સાથે ભગવાનને વેદના મંત્ર/પાઠ ભણાવે છે.
तू दयालु, दीन हौं, तू दानि हौं भिखारी
हौं प्रसिध्द पातकी, तू पापपुंजहारी
नाथ तू अनाथको, अनाथ कौन मोसो ? ।
मो समान आरत नहिं, आरतिहर तोसो
ब्रह्म तू, हौं जीव हौं, तू ठाकुर, हौं चेरो
तात, मात, गुरु सखा, तू सब बिधि हितु मेरो
तोहि मोहि नाते अनेक, मानिये जो भावै
ज्यों-त्योंतुलसी कृपालु ! चरन-सरन पावै
પરમતત્વ એ એક જ એવું તત્વ છે જેની સાથે જેવો ઈચ્છીએ તેવો સંબંધ બામ્ધી શકાય.
કોઈ વ્યવસ્થા દ્વારા કરેલ સંબંધ દિર્ધાયુ નથી હોતો. પણ હરિ ઈચ્છા મુજબ હરિ ઈચ્છે તેવો સંબંધ દિર્ઘાયુ હોય છે.
તુલસીને ભજવાથી હરિ તરફની પ્રીતિ વધશે, ભગવદ પ્રેમ વધશે, પ્રબુ ભક્તિ વધશે.
જેના હ્નદયમાં હેત નથી તે પ્રેત છે.
હેતુ રહિત અનુરાગ પ્રેમ
मंगल करनि कलिमल हरनि तुलसी कथा रघुनाथ की
गति कूर कबिता सरित की ज्यों सरित पावन पाथ की
प्रभु सुजस संगति भनिति भलि होइहि सुजन मन भावनी
भव अंग भूति मसान की सुमिरत सुहावनि पावनी
तुलसीदासजी कहते हैं कि श्री रघुनाथजी की कथा कल्याण करने वाली और कलियुग के पापों को हरने वाली हैमेरी इस भद्दी कविता रूपी नदी की चाल पवित्र जल वाली नदी (गंगाजी) की चाल की भाँति टेढ़ी हैप्रभु श्री रघुनाथजी के सुंदर यश के संग से यह कविता सुंदर तथा सज्जनों के मन को भाने वाली हो जाएगीश्मशान की अपवित्र राख भी श्री महादेवजी के अंग के संग से सुहावनी लगती है और स्मरण करते ही पवित्र करने वाली होती है
જીવ સંબંધ બાંધે અને તેમાં જો તેનો સ્વાર્થ ન સધાય તો તે સંબંધ તોડી નાખે.
જેના કર્મ, આંખ, અશ્રુ, સુવાનું, જાગવાનું, વગેરે શીલવંત હોય તેને પ્રણામ કરો.
સમાજનો ડર રાખશો તો સત્યને ઉદ્‌ઘોષિત નહીં કરી શકો. સમાજનો ડર રાખ્યા સિવાય વિનય સહ સત્યને ઉદ્‌ઘોષિત કરો.
हम को मन की शक्ति देना,
દરિયામાં મોજાંની ગર્જના કે સિંહની ત્રાડની ગર્જના એ એનો અહંકાર નથી પણ સ્વભાવ છે.
સાધુ ગર્જના કરી કહે તે તેનો અહંકાર નથી પણ સ્વભાવ છે.
જો બુદ્ધિ ભક્તિમય ન હોય તો તેવી બુદ્ધિના ૪ દોષ છે.
૧       ભ્રમિત થવું. – બુદ્ધિ ગમે ત્યારે ભ્રમિત થઈ જાય, વારંવાર ભ્રમ પેદા કર્યા કરે. વધારે બુદ્ધિમાન વધારે ભ્રમિત થાય.
૨       લોભ – બુદ્ધિ આપણને પ્રલોભન બતાવે અને લોભ પેદા કરે.
૩       પ્રમાદ – બુદ્ધિ હોવા છતાં કામ ન કરવાનું મન થાય, પ્રમાદી બનાવી દે. બીજાના સત્યને ન સ્વીકારવું એ બુદ્ધિ યુક્ત પ્રમાદ છે. રાવણ બુદ્ધિમાન હોવા છતાં ભજન નથી કરતો એ તેનો પ્રમાદ છે.
૪       અસાવધનતા – બીજા શ્રવણ કરવામાં અસવધાનતા થાય.
માણસ બુદ્ધિના આ ચાર દોષોને કારણે તેની ભક્તિ હ્નદયમાંથી બુદ્ધિના સ્તરે પહોંચતી નથી.
પરમાત્મા ઈચ્છે તેવી રીતે જો આપણે શરણાગતી સહ સંબંધ બાંધીએ તો તે સંબંધ બંધન નથી.
સ્વામી શરણાનંદજી બંધન શું છે તે પ્રશ્નના જવાબમાં કહે છે કે તમારે બંધનની વ્યાખ્યા કરવી છે કે
બંધનથી છૂટવું છે? જો તમારે બંધનથી છૂટવું હોય તો બીજા પાસેથી લેવાનું બંધ કરો તેમજ તમારે જે
દેવાનું છે – આપવાનું છે તે પુરૂ કરો. આવું કરવાથી બંધન છૂટી જશે.
શાસ્ત્ર પણ બંધન છે. શાસ્ત્રને ક્રમશઃ અનુસરતાં એક સ્તર એવું આવશે જ્યારે શાસ્ત્ર પણ બંધન લાગશે.
મીઠાં મધુરાં મન ગમતાં બંધન પણ અંતે બંધન છે.
લોખંડની કે સોનાની જંજીર અંતે જંજીર જ છે.
ઉજાગરો – જાગરણ જો સાચો હશે તો તે ઉજાગરો ઉજાગર કરી દેશે – ધન્ય કરી દેશે.
નરહિંહ મહેતાએ ત્રણ રાતના ઉજાગરા કર્યા તો તે ધન્ય બની ગયો. …. સિતાંશુ યશચન્દ્ર
હરિ ઉપર અમથું અમથું હેત કરો.
હું અંગુઠા જેવડી પણ મારી વહાલપ બે બે વેંત.
બધા જ્યારે સ્મશાન જાય છે ત્યારે ત્યાંથી જલ્દી નીકળી જવાનું ઇચ્છે છે.
કૌશલ્યાને ઘર મસાન લાગે છે.
લગી ન સંગ ચિત્રકૂટ ગએ યા કરી કહા જાત
પતિ સુર પુર સીય રામ લખન બન મુનિ બ્રત ભરત ગહએ ભેખ
મો રહી ઘર મસાન પાવક જ્યોત
માનસ પણ મસાન છે અને તેના પણ ત્રણ રૂપ છે.
માનસનું આદિ ભૌતિક રૂપ - માનસનું આદિ ભૌતિક રૂપ જે ભયાનક છે.
महामोहु महिषेसु बिसालारामकथा कालिका कराला
बड़ा भारी अज्ञान विशाल महिषासुर है और श्री रामजी की कथा (उसे नष्ट कर देने वाली) भयंकर कालीजी हैं
માનસ મસાનનું આદિ દૈવિક રૂપ
मंगल करनि कलिमल हरनि तुलसी कथा रघुनाथ की
तुलसीदासजी कहते हैं कि श्री रघुनाथजी की कथा कल्याण करने वाली और कलियुग के पापों को हरने वाली है
માનસ મસાનનું આધ્યાત્મિક રૂપ
मन कामना सिद्धि नर पावाजे यह कथा कपट तजि गावा।।
जो कपट छोड़कर यह कथा गाते हैं, वे मनुष्य अपनी मनःकामनाकी सिद्धि पा लेते हैं
अति हरि कृपा जाहि पर होईपाउँ देइ एहिं मारग सोई।।
जिसपर श्रीहरि की अत्यन्त कृपा होती है, वही इस मार्ग पर पैर रखता है।।

માનસ, મસાન અને સમાન એ ત્રણ શબ્દ તેના અક્ષરોને આઘાપાછા કરતાં “માનસ મસાન સમાન” છે.


બુધવાર, ૨૫/૧૦/૨૦૧૭

રામ, લખન, જાનકી અયોધ્યામાંથી (વન ગમન માટે ત્રણે અયોધ્યા છોડી વનમાં જાય છે) નીકળી જાય છે ત્યારે અવધમાં કાલરાત્રિ ભાસે છે. અદધવાસીઓને તેમનાં ઘર મસાન લાગે છે. આજ રામ, લખન અને જાનકી ચિત્રકૂટમાંથી તેમજ લંકામાંથી પણ જ્યારે નીકળે છે ત્યારે ચિત્રકૂટ અને લંકામાં કાલરાત્રિ નથી ભાસતી.
અવધવાસી પણ રામનું ભજન કરે છે, ત્યાં ભજન ફૂટ્યું છે.
શ્રદ્ધાનો કોઈ વિકલ્પ નથી.
મુક્તિ માટે ભૂમિનું મહત્વ નથી પણ ભૂમિકાનું મહત્વ છે.
માનસનો એક અર્થ હ્નદય થાયે છે. જો માનસ મસાન બની જાય, એટલે કે આપણા હ્નદય મસાન બની જાય, મસાનમાં ભાવાંતર થઈ જાય તો મુક્તિ આપણી મુઠ્ઠીમાં છે, પછી ભલે દેશાંતર ન થયું હોય.
જ્યારે કૃષ્ણ અને બલરામ વ્રજ છોડીને મથુરા જાય છે ત્યારે વ્રજવાસીઓને વ્રજમાં કાલરાત્રિ નથી ભાસતી. કોઈ વ્રજવાસીને પોતાનું ઘર મસાન નથી લાગતું.
જે માનસને ગાશે, સાંભળશે, પાઠ કરશે તેને હરિ પ્રત્યે પ્રીત વધશે, ભજન વધશે.
बेद  बचन  मुनि  मन  अगम  ते  प्रभु  करुना  ऐन
बचन  किरातन्ह  के  सुनत  जिमि  पितु  बालक  बैन॥136॥
जो  वेदों  के  वचन  और  मुनियों  के  मन  को  भी  अगम  हैंवे  करुणा  के  धाम  प्रभु  श्री  रामचन्द्रजी  भीलों  के  वचन  इस  तरह  सुन  रहे  हैंजैसे  पिता  बालकों  के  वचन  सुनता  है॥136॥
रामहि  केवल  प्रेमु  पिआरा।  जानि  लेउ  जो  जान  निहारा
राम  सकल  बनचर  तब  तोषे।  कहि  मृदु  बचन  प्रेम  परिपोषे॥1॥
श्री  रामचन्द्रजी  को  केवल  प्रेम  प्यारा  हैजो  जानने  वाला  हो  (जानना  चाहता  हो),  वह  जान  ले।  तब  श्री  रामचन्द्रजी  ने  प्रेम  से  परिपुष्ट  हुए  (प्रेमपूर्णकोमल  वचन  कहकर  उन  सब  वन  में  विचरण  करने  वाले  लोगों  को  संतुष्ट  किया॥1॥ 
रामकथा मंदाकिनी चित्रकूट चित चारु
तुलसी सुभग सनेह बन सिय रघुबीर बिहारु॥31॥
तुलसीदासजी कहते हैं कि रामकथा मंदाकिनी नदी है, सुंदर (निर्मल) चित्त चित्रकूट है और सुंदर स्नेह ही वन है, जिसमें श्री सीतारामजी विहार करते हैं॥31
ચિત્રકૂટવાસીઓને આજે પણ એવું લાગે છે કે રામ, લખન અને જાનકી ચિત્રકૂટ છોડી એક ડગલું પણ ક્યાંય ગયા નથી. આમ રામ, લખન અને જાનકીએ ભૂમિ છોડી છે પણ ભૂમિકા નથી છોડી તેથી ચિત્રકૂટમાં કાલરાત્રિ નથી ભાસતી તેમજ તેમનાં ઘર મસાન નથી લાગતાં.
આવું જ વ્રજવાસી પણ માને છે કે કૃષ્ણએ વ્રજ છોડ્યું જ નથી.
આમ અયોધ્યાવાસીઓના અને ચિત્રકૂટ્વાસીઓના રામ પ્રત્યેના પ્રેમમાં – સ્નેહમાં ફેર છે. અયોધ્યાવાસીઓનો પ્રેમ ચિત્રકૂટ્વાસીઓના પ્રેમની અવસ્થાએ પહોચ્યો નથી. તેથી તેમને કાલરાત્રિ ભાસે છે અને ઘર મસાન લાગે છે.
આમ રામના જવાના વિયોગનો ભય અવધવાસીઓને લાગે છે, પ્રતિત થાય છે જ્યારે આવો ભય ચિત્રકૂટવાસીઓને નથી લાગતો.
ચિત્રકૂટવાસીઓનો પ્રેમ એ પરમ પ્રેમ છે અને પરમ પ્રેમના વિયોગમાં દૂરી દૂરી નથી રહેતી, ફાસલો ફાસલો નથી રહેતો પણ નિરંતર સંયોગનો અહેસાસ થાય છે.
અયોધ્યામાં રામ પ્રગટ્યા છે પણ છવાઈ નથી ગયા. જ્યારે ચિત્રકૂટમાં રામ ભલે પ્રગટ્યા નથી પણ છવાઈ જરૂર ગયા છે.
चित्रकूट  रघुनंदनु  छाए।  समाचार  सुनि  सुनि  मुनि  आए
आवत  देखि  मुदित  मुनिबृंदा।  कीन्ह  दंडवत  रघुकुल  चंदा॥3॥
श्री  रघुनाथजी  चित्रकूट  में    बसे  हैंयह  समाचार  सुन-सुनकर  बहुत  से  मुनि  आए।  रघुकुल  के  चन्द्रमा  श्री  रामचन्द्रजी  ने  मुदित  हुई  मुनि  मंडली  को  आते  देखकर  दंडवत  प्रणाम  किया॥3॥
हरि ब्यापक सर्बत्र समानाप्रेम तें प्रगट होहिं मैं जाना
આજે પણ વ્રજવાસી એવું માને છે કે કૃષ્ણ વ્રજ છોડી ક્યાંય ગયા જ નથી.
રામ વનગમન દ્વારા ભરત રૂપી સમુદ્રનું મંથન કરી પ્રેમ રૂપી અમૃત જગતને પીવડાવવાની લીલા કરે છે.
पेम  अमिअ  मंदरु  बिरहु  भरतु  पयोधि  गँभीर
मथि  प्रगटेउ  सुर  साधु  हित  कृपासिंधु  रघुबीर
प्रेम  अमृत  हैविरह  मंदराचल  पर्वत  हैभरतजी  गहरे  समुद्र  हैं।  कृपा  के  समुद्र  श्री  रामचन्द्रजी  ने  देवता  और  साधुओं  के  हित  के  लिए  स्वयं  (इस  भरत  रूपी  गहरे  समुद्र  को  अपने  विरह  रूपी  मंदराचल  सेमथकर  यह  प्रेम  रूपी  अमृत  प्रकट  किया  है
૯ વસ્તુનું મંથન કરીએ તો જ તેનું ફળ મળે, આવું મંથન કરવું જ પડે.
૧ શેરડી – શેરડીના સાંઠાને પિસ્યા સિવાય રસ ન નીકળે.
૨ તલ – તલને પિસવાથી જ તેલ નીકળે.
૩ મૂઢ, અભિમાની વ્યક્તિ – મૂઢ કે અભિમાની વ્યક્તિને શામ, ભેદ વગેરે દ્વેષમુક્ત ચિતથી  વિવેક પૂર્ણ રીતે મથવો જ પડે.
૪ માતૃ શરીર – નારીમાં બહું શક્તિ છે. કાલ કરી અબલા પ્રબલ.
૫ પૃથ્વી – ભૂમિ – ભૂમિનું ખનન કરીએ તો જ સારી ફસલ પાકે.
૬ દહીં – દહીંને વલોવીએ તો જ માખણ્મ ઘી મેળવી શકાય.
૭ તાબુંલ – પાનને ચાવીએ તો જ રસ આવે.
૮ ચંદન – ચંદનને ઘસવાથી સુંગંધ આવે.
અને તેથી જ મર્દનમ્‌ ગુણ વર્ધનમ્‌ કહેવાયું છે.
સત્યનું એ દાયિત્વ છે કે પ્રેમને પ્રગટ કરવો. રામ – સત્ય તેથી જ ભરતમાં પ્રેમ પ્રગટ કરે છે.
રામનું અવતાર કાર્ય પ્રેમ પ્રગટાવવાનું છે, પ્રેમનું કર્તવ્ય કરૂણા પેદા કરવાનું છે.
મૃત્યુ પણ સત્ય છે, ધ્રુવ છે અને તેથી મૃત્યુ પણ પ્રેમ પેદા કરે છે.
મૃત્યુના પ્રસંગે એક બીજા સાથે ન બોલનાર પણ બોલતા થઈ જાય છે, ભેગા થાય છે, એક બીજા પ્રત્યે સહાનુભૂતિ પ્રગટાવે છે, જે પ્રેમનું પેદા કરવું જ છે.
મૃતક એ મહેમાન છે અને મસાન એ યજમાન છે.
અતિથિ દેવો ભવઃ પ્રમાણે યજમાન મસાન પોતાના મહેમાન મૃતકને આવકારવા બેડ – પથારી – ચિતાને શણગારે છે. ચિતાનો આકાર પણ પથારી જેવો જ હોય છે.
જે સત્ય છે, જે સત્યના માર્ગે છે તેણે તેના આલોચકોને જવાબ આપવાની જરૂર જ નથી.
જ્યારે માણસ કમજોર થાય ત્યારે જ તે લાકડીનો સહારો લે છે. પોતાની સત્યતા માટે જો બીજાનો સહારો- સપોર્ટ લેવો પડે તો તે સત્ય કમજોર છે.
સત્યને તેના જય વિજય સાથે કોઈ લેવા દેવા નથી.
વ્યાસપીઠ પણ ચિતા છે, અગ્નિ છે જેને જ્ઞાનાગ્નિ પણ કહેવામાં આવે છે.
યજમાન પોતાના મહેમાનને આવકારવા કોઈ પંક્તિ ભેદ ન કરે, બધાને જ આવકારે. આમ મસાન પણ કૉઇ પંક્તિ ભેદ કર્યા સિવાય બધાને જ આવકારે છે. મસાનમાં કોઈ ભેદ નથી.
મસાન એ એવો યજમાન છે જે તેના મહેમાનને – મૃતકને પરત નથી જવા દેતો.
યજમાન પોતાના મહેમાનને સ્નેહ આદર સાથે આગતા સાગતા કરે છે, પાણી પાય છે, ભોજન પીરસે છે.
મહેમાન પણ યજમાન તરફથી પોતાને મળેલ આગાતા સાગતા માટે આભર વ્યક્ત કરે છે.
સ્મશાનની ચિતા એ તો આવનાર મહેમાન – મૃતકના સ્વાગત માટે શણગારેલી આરતી છે.
મસાનનું તત્વ સમજાઈ જાય તો મસાન રૂપી યજમાન પણ ખુશ થાય.
મૃત્યુ એ તો કપડાં બદલવાની એક પ્રક્રિયા છે.
મુખ્ય પંક્તિમાં (सुत  हित  मीत  मनहुँ  जमदूता॥) સુત, હિતેચ્છુ અને મિત્રને યમદૂત કહ્યા છે.
આ ત્રણ કેવી રીતે યમદૂત છે?
અંગદ રાજદૂત છે.
હનુમાન રામદૂત છે.
राम दूत मैं मातु जानकी। सत्य सपथ करुनानिधान की॥
यह मुद्रिका मातु मैं आनी। दीन्हि राम तुम्ह कहँ सहिदानी॥

(हनुमान्‌जी ने कहा-) हे माता जानकी मैं श्री रामजी का दूत हूँ। करुणानिधान की सच्ची शपथ करता हूँ, हे माता! यह अँगूठी मैं ही लाया हूँ। श्री रामजी ने मुझे आपके लिए यह सहिदानी (निशानी या पहिचान) दी है॥

હનુમાન ચાલીસામાં પણ આ વર્નણ છે.

राम दूत अतुलित बल धामा । अञ्जनि-पुत्र पवनसुत नामा ॥२॥

महाबीर बिक्रम बजरङ्गी । कुमति निवार सुमति के सङ्गी ॥३॥

कञ्चन बरन बिराज सुबेसा । कानन कुण्डल कुञ्चित केसा ॥४॥


માનસમાં જનકદૂત, રાવણદૂત પણ છે.

જ્યાં સુધી રામ સાથે છે ત્યાં સુધી જ પુત્ર એ પુત્ર છે, હિતેચ્છુ એ હિતેચ્છુ છે અને મિત્ર એ મિત્ર છે. રામ – સત્ય જાય એટલે એ બધા યમદૂત છે.
રામ જાય – રામ એટલે સત્ય, રામ એટલે કરૂણા, રામ એટલે પ્રેમ, આમ સત્ય, પ્રેમ, કરૂણા, પ્રમાણિકતા જાય, આ તત્વ નીકળી જાય એટલે પુત્ર, હિતેચ્છુ, મિત્ર એ યમદૂત બની જાય.
બનારસી તેમજ ઉજ્જૈની પરંપરા મુજબ મસાન એ સિદ્ધ પીઠ છે, જ્યાં સાધના કરવામાં આવે છે. અઘોર સાધના મસાનમાં કરવામાં આવે છે. વિશેષ પ્રકારની સાધના સ્મશાનમાં કરવામાં આવે છે.
મસાનમાં અગ્નિ સંસ્કાર કર્યા પછી કોઈ એકાંત સ્થળે, મસાનના એકાદ ખૂણામાં સુંદરકાંડનો પાઠ કરવાથી મૃત્યુ પછીની બધી જ ક્રમકાંડીય ક્રિયાઓ તેમાં સમાઈ જાય છે. તેમજ બીજી કોઈ કર્મ કાંડની ક્રિયા કરવાની જરૂર નથી.માનસનો સુંદરકાંડ/ઉત્તરકાંડનો પાઠ કરવાથી બધી જ ઉત્તર ક્રિયા થઈ જાય છે.

ફક્ત હરિ શરણ સિવાય જેની રતિ બીજામામ હોય તે ભજનાનણ્દી નથી પણ વિષયાનંદી છે.

ભક્તિનું રિહર્સલ નથી થતું.

ઔર દેવતા ચિત ન ધરીએ, ફક્ત એકનો જ આશ્રય કરો.

ગાંધીજીએ પૂર્ણ નિષ્ઠા વિષેના જવાબમાં કહ્યું હતું કે, “મને મૂર્તિમાં આસ્થા નથી પણ હું મૂર્તિ પૂજાની નિંદા ન કરું.”

ડરપોક વ્યક્તિ ભજન ન કરે પણ ક્રિયા કર્મ જરૂર કરે. લીંબુ/મરચાં લટકાવવાં એ આનું ઉદાહરણ છે.

बारेहि ते निज हित पति जानी। लछिमन राम चरन रति मानी॥

बचपन से ही श्री रामचन्द्रजी को अपना परम हितैषी स्वामी जानकर लक्ष्मणजी ने उनके चरणों में प्रीति जोड़ ली।

ભજન ગમે ત્યારે ફૂટે, તેની કોઈ ચોક્કસ તિથિ ન હોય.
गुर  पितु  मातु  न  जानउँ  काहू।  कहउँ  सुभाउ  नाथ  पतिआहू॥

मैं आपको  छोड़कर  गुरु,  पिता,  माता  किसी  को  भी  नहीं  जानता॥

શંકરાચાર્ય પણ કહે છે કે ગતિસ્તમ્‌ ગતિસ્ત‌મ્‌

લક્ષ્મણ ધનુષ્ય યજ્ઞના પ્રસંગ વખતે કહે છે કે, હે હરિ, તું જો સાથે હોય તો આખું બ્રહ્નાંડ પણ ઊઠાવી લઉં. પણ જો તું સાથે ન હોય તો હું કશું જ ન કરી શકું.
રામ નામના ડાકલા વગાડો.
गुर  पितु  मातु  न  जानउँ  काहू।  कहउँ  सुभाउ  नाथ  पतिआहू॥
 हे  नाथ!  स्वभाव  से  ही  कहता  हूँ,  आप  विश्वास  करें,  मैं  आपको  छोड़कर  गुरु,  पिता,  माता  किसी  को  भी  नहीं  जानता॥
પૂજા બધાની કરો પ્રેમ તો ફક્ત એકને જ કરો. लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्‌ ॥३५
भर्जनं भवबीजानामर्जनं सुखसम्पदाम्‌ ।
तर्जनं यमदूतानां राम रामेति गर्जनम्‌ ॥३६

राम जो सभीकी आँखों के ऋक्ष है कि मैं फिर से और फिर से सलामी.
पुनर्जन्म (मुक्ति का कारण), के कारण नष्ट हो खुशी और धन उत्पन्न करता है। यम के (मौत का स्वामी) दूत, राम के नाम की दहाड़ डराता है।

લંકા સિદ્ધ પીઠ છે કારણ કે ત્યાં મસાન છે જ્યાં ચારે બાજુ આગમાં આખી નગરી બળી રહી છે.

માણસને કોઈ વિશેષણ ન લગાડતાં વિશેષણ મુક્ત રાખો, મૌલિક રાખો. માણસ મૌલિક હોવો જોઈએ, વિશેષણ મુક્ત હોવો જોઈએ.

એક નિષ્ઠ બની હરિ ભજવાથી મસાનનો ભય નીકળી જસ્શે.

ભજનાનંદીને કોઈ ભય હોતો નથી. તેને ફક્ત એક જ ભય હોય છે કે તે જેને ભજે છે, પ્રેમ કરે છે તેને કોઈ ઠેસ ન પહોંચે, કોઈ મુશ્કેલી ન પડે.

गिरिजा-मन - मानस -मराल, कासीस, मसान-निवासी
પાર્વતી ભગવાન શિવને રામ કથા કહેવા વિનંતિ કરે છે ત્યારે ભગવાન શિવ ત્રણ વાર ધન્ય ધન્ય કહે છે.
मंगल भवन अमंगल हारीद्रवउ सो दसरथ अजिर बिहारी॥2॥
करि प्रनाम रामहि त्रिपुरारीहरषि सुधा सम गिरा उचारी
धन्य धन्य गिरिराजकुमारीतुम्ह समान नहिं कोउ उपकारी॥3॥
पूँछेहु रघुपति कथा प्रसंगासकल लोक जग पावनि गंगा
तुम्ह रघुबीर चरन अनुरागीकीन्हिहु प्रस्न जगत हित लागी॥4॥
मैं उन्हीं श्री रामचन्द्रजी के बाल रूप की वंदना करता हूँ, जिनका नाम जपने से सब सिद्धियाँ सहज ही प्राप्त हो जाती हैंमंगल के धाम, अमंगल के हरने वाले और श्री दशरथजी के आँगन में खेलने वाले (बालरूप) श्री रामचन्द्रजी मुझ पर कृपा करें॥2॥

त्रिपुरासुर का वध करने वाले शिवजी श्री रामचन्द्रजी को प्रणाम करके आनंद में भरकर अमृत के समान वाणी बोले- हे गिरिराजकुमारी पार्वती! तुम धन्य हो! धन्य हो!! तुम्हारे समान कोई उपकारी नहीं है॥3॥
जो तुमने श्री रघुनाथजी की कथा का प्रसंग पूछा है, जो कथा समस्त लोकों के लिए जगत को पवित्र करने वाली गंगाजी के समान हैतुमने जगत के कल्याण के लिए ही प्रश्न पूछे हैंतुम श्री रघुनाथजी के चरणों में प्रेम रखने वाली हो॥4॥
પરમાત્માની કથા ગાન કરવામાં કથાના નિમિત્ત બનનાર ધન્ય છે.
સ‌ત્‌સંગ માટે કરેલ ખર્ચ એ કોઈ ખર્ચ નથી.
રામ કથા એ છે જે, …
बिनु पद चलइ सुनइ बिनु कानाकर बिनु करम करइ बिधि नाना
आनन रहित सकल रस भोगीबिनु बानी बकता बड़ जोगी॥3॥
तन बिनु परस नयन बिनु देखाग्रहइ घ्रान बिनु बास असेषा
असि सब भाँति अलौकिक करनीमहिमा जासु जाइ नहिं बरनी॥4॥
वह (ब्रह्म) बिना ही पैर के चलता है, बिना ही कान के सुनता है, बिना ही हाथ के नाना प्रकार के काम करता है, बिना मुँह (जिव्हा) के ही सारे (छहों) रसों का आनंद लेता है और बिना ही वाणी के बहुत योग्य वक्ता है॥3॥

वह बिना ही शरीर (त्वचा) के स्पर्श करता है, बिना ही आँखों के देखता है और बिना ही नाक के सब गंधों को ग्रहण करता है (सूँघता है)। उस ब्रह्म की करनी सभी प्रकार से ऐसी अलौकिक है कि जिसकी महिमा कही नहीं जा सकती॥4॥
ઈશ્વર સાધન નથી, ઈશ્વર કૃપા સાધ્ય છે.
ચાર મતનું – (સાધુમત, લોકમત, રાજનીતિ વાળાનો મત અને વેદ મત) સમન્વિત રૂપ એ રામ રાજ્ય છે.
भरत  बिनय  सादर  सुनिअ  करिअ  बिचारु  बहोरि
करब  साधुमत  लोकमत  नृपनय  निगम  निचोरि॥258॥
पहले  भरत  की  विनती  आदरपूर्वक  सुन  लीजिएफिर  उस  पर  विचार  कीजिए।  तब  साधुमतलोकमतराजनीति  और  वेदों  का  निचोड़  (सारनिकालकर  वैसा  ही  (उसी  के  अनुसारकीजिए॥258॥
बिप्र धेनु सुर संत हित लीन्ह मनुज अवतार
निज इच्छा निर्मित तनु माया गुन गो पार॥192॥
ब्राह्मण, गो, देवता और संतों के लिए भगवान ने मनुष्य का अवतार लियावे (अज्ञानमयी, मलिना) माया और उसके गुण (सत्‌, रज, तम) और (बाहरी तथा भीतरी) इन्द्रियों से परे हैंउनका (दिव्य) शरीर अपनी इच्छा से ही बना है (किसी कर्म बंधन से परवश होकर त्रिगुणात्मक भौतिक पदार्थों के द्वारा नहीं)॥192॥
અહીં ભગવાન મનુષ્ય અવતાર વિપ્ર માટે (વિપ્ર એટલે વિશાળ અર્થમાં ધર્મ), ધેનુ માટે ( ધેનુ – ગાય એ અર્થનું પ્રતીક છે), સુર માટે ( સુર એટલે કામ, દેવતાઓ કામના પ્રતીક છે) અને સંત માટે (સંત એ મોક્ષના પ્રતીક છે) મનુષ્ય અવતાર ધારણ કરે છે.
ગુરૂવાર, ૨૬-૧૦-૨૦૧૭
જીવિત લોકો માટે તો યુગોથી કથા ગવાઈ છે. પરા અંબા પાર્વતી, ખગરા ગરૂડ, ભરદ્વાજ ઋષિ તેમજ તુલસીદાસજી દ્વારા મનને કથા ગાન સંભળાવવામાં આવ્યું છે. જ્યારે અહીં વારાણસીમાં મણિકર્ણિકા ઘાટ ઉપર પૂજ્ય મોરારી બાપુ મડદાંને કથા સંભળાવી રહ્યા છે.
તત્વતઃ તો આપણે બધા મડદાં જ છીએ.
તેથી મડદું બોલે છે અને મડદું સાંભળે છે.
જીસસનું કથન છે કે અહીં મડદુ મડદાને બાળે છે.
मछली डूबी पानीमें ……
આ કથા શબ શિવ બની જાય તેના માટે ગવાઈ રહી છે.
पुण्यं पापहरं सदा शिवकरं विज्ञानभक्तिप्रदं
मायामोहमलापहं सुविमलं प्रेमाम्बुपुरं शुभम्
श्रीमद्रामचरित्रमानसमिदं भक्त्यावगाहन्ति ये
ते संसारपतंगघोरकिरणैर्दह्यन्ति नो मानवाः।।2।।

यह श्रीरामचरितमानस पुण्यरूप, पापों का हरण करने वाला, सदा कल्याणकारी, विज्ञान और भक्तिको देनेवाला, माया, मोह और मलका नाश करनेवाला, परम निर्मल प्रेमरूपी जलसे परिपूर्ण तथा मंगलमय हैजो मनुष्य भक्तिपूर्वक इस मानसरोवर में गोता लगाते हैं, वे संसाररूपी सूर्यकी अति प्रचण्ड किरणोंसे नहीं जलते।।2।।
કબીર પણ કહે છે કે, ….
साधो ये मुर्दों का गाँव
पीर मरिहे पैगम्बर मरिहे
मरिहे जिन्दा जोगी
राजा  मरिहे परजा मरिहे
मरिहे वैध और रोगी
साधो ये मुर्दों का गाँव
चन्दा मरिहे सूरज मरिहे
मरिहे धरती आकाशा
चौदह भुवन की चौधरी मरिहे
इन हूँ से का आशा
साधो ये मुर्दों का गाँव
नौ हूँ मरिहों दस हूँ मरिहैं
मरिहे सहज अट्ठासी
तेतीस कोटि देवता मरिहे
बड़ी काल की फांसी
साधो ये मुर्दों का गाँव
नाम अनाम अनन्त रहत है
दूजा  तत्व होई
कहे कबीर सुनो भाई साधो
भटक मत मरो कोई

અયોધ્યાવાસીઓને પોતાનાં ઘર મસાન કેમ લાગે છે? અહીં જાનુ શબ્દ વપરાયો છે. એટલે કે ઘર મસાન નથી પણ મસાન જેવા લાગવા લાગ્યાં છે. (જનુ એટલે જાણે કે, જાણે મસાન જેવાં છે.) અયોધ્યાવાસીઓના ઘર ઘ હોવા છતાં, ભવન હોવા છતાં, મંદિર હોવા છતાં તે ઘરોના કોઈક ખૂણામાં ભયંકરતા હોવાના કારણે મસાન જેવાં લાગવા લાગ્યાં છે. ઘરમાં બધી જ સુવિધા હોય, દરેક રુમમાં સુખ સગવડનાં બધાં જ આધુનિક ઉપકરણો હોય અને છતાંય ઘરના કોઈક પરિવારજનના સ્વભાવની ભયાનકતા (સાસુના સ્વભાવની ભયાનકા, વહુની ભયાનકતા, દિકરાની ભયાનકા, પિતાના સ્વભાવની ભયાનકતા નોકર ચાકરના સ્વભાવની ભયાનકતા કે અન્ય પરિવાર જનના સ્વભાવની ભયાનકતા) હોય તો તે ધર મસાન છે, મસાન જેવું છે. પરિવાર જનોના કોઈની મૂઢતા, કોઈનો અહંકાર, કોઈકના પોતાના આગ્રહનો સ્વભાવ, એક બીજા સાથે સ્પર્ધા કરવાનો સ્વભાવ, એક બીજા સાથે સ્વભાવ એ બધું ઘરને મસાન જેવું લાગવા માટે કારણભૂત છે. બધી સુવિધા હોવા છતાંય વાતવરણ ભયાનક હોય, ભયંકર હોય તે ઘર મસાન જેવું છે.
કથા એ અત્યંત અર્વાચીન છે, અત્યંત સનાતન છે.
વર્તમાન કાળની સમસ્યાઓનું સમાધાન તેમજ ભવિષ્ય કાળનું માર્ગદર્શન કથા આપે છે.
આજએ આપણે ચક્ર વ્યુહમાં ફસાયેલા છીએ જેમાંથી બહાર નીકળવાનો માર્ગ નથી જડતો.
આપણા બધામાં પૂણ્ય પ્રકોપ તો થાય છે જ.
મહાભારતના લગભગ બધા જ પાત્રોએ પૂણ્ય પ્રકોપ કરી કૃષ્ણ ઉપર આંગળી ચિંધી છે, કૃષ્ણ ઉપર આરોપ મુક્યો છે. ઘરમાં પણ ઘરના મુખ્ય વ્યક્તિની દશા પણ કૃષ્ણ જેવી જ હોય છે. ઘરના બધા જ સભ્યો મુખ્ય વ્યક્તિ તરફ, મુખ્ય વ્યક્તિ ઉપર આંગળી ચિંધે છે, બધા જ તેને મેણાં મારે છે. કૃષ્ણ બનવું, ઘરના મુખ્ય વ્યક્તિ બનવું સહેલું નથી.
પરામાત્માના હાથ ન્યાય કરે છે, જ્યારે પરમાત્માના ચરણ કરૂણા કરે છે.
રામ જ્યારે હાથમાં ધનુષ્ય ધારણ કરે છે ત્યારે તે ન્યાય કરે છે.
યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિઃ ભવતિ ભારત । અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા આત્માનં સૃજામિ અહમ ।।
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ । ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યગે ।।
અર્થાત્ જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનો ફેલાવો થાય છે. ત્યારે હું સ્વયં જ્ન્મ ધારણ કરું છું. સજ્જનોની રક્ષા, દુષ્ટોના વિનાશ અને ધર્મની પુનઃસ્થાપના માટે હું દરેક યુગમાં અવતરિત થતો રહું છું. જ્યારે પૃથ્વી પર અધર્મનું સામ્રાજ્ય છવાઇ જાય છે. ધર્મનો ક્ષય થાય છે ત્યારે ધર્મની પુનઃ સ્થાપના કરવા, ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૃથ્વી પર અવતાર ધારણ કરે છે.
કૃષ્ણ અદ્વિતીય છે.
બુદ્ધ પુરૂષ સતત કાર્યશીલ રહે, નવરા ન રહે.
રામ ચરિત માનસ આ ત્રણ શબ્દોમાં રામ એ સત્ય છે, ચરિત એ પ્રેમ છે અને માનસ એ કરૂણા છે.
માનસ એટલે હ્નદય, પ્રેમ.
ભરત પ્રેમ છે, પ્રેમાવતાર છે.
ગૈરાંગ મહા પ્રભુ કહે છે કે, “સમતાની અતિશયતા જ્ઞાન છે અને મમતાની અતિશયતા પ્રેમ છે.”
અનંત મમતા પ્રેમમાં પરિણમે.
પ્રેમમાં મમ બ્રહ્ન હોય જ્યારે જ્ઞાનમાં સમ બ્રહ્ન હોય.
ત્રણ પ્રકારના ભય હોય છે.
૧ વિયોગનો ભય
૨ હાનિનો ભય
૩ અપમાનનો ભય
આ ત્રણેય પ્રકારના ભયથી જે મુક્ત છે તે સાધુ છે.
બાઈ જિસને સાધુકી સંગ પાઈ …
ભગવાન પાસે કંઇ જ માગવું જોઈએ અને છતાંય જો માગવું જ હોય તો એવું માગવું કે હે પ્રભુ તું ન મળે તો કોઈ જ વાંધો નથી પણ તું જેને પ્રેમ કરે છે એવા સાધુનું મિલન કરાવી દે.
મસાનમાં ૧ ચિતા હોય, ૨ લાકડાં હોય અને ૩ અગ્નિ હોય.
એ ઘર મસાન છે જ્યાં ચિંતાની ચિતા છે.
ચિતા મડદાને બાળે છે જ્યારે ચિંતા જીવતાને મારે છે. ચિતા અને ચિંતા એ બે શબ્દોમાં ફક્ત એક અનુસ્વારનો જ ફેર છે.
એ ઘર મસાન છે જ્યાં ઘરનાં કષ્ટ એ કાષ્ટ છે. કષ્ટ એ છે જે દુઃખ આપતાં હોય, શારીરિક કષ્ટ હોય અથવા અન્ય જે આનંદ ન આપતાં હોય.
આવાં કાષ્ટને સમધિ બનાવી જીવનને યજ્ઞ સમ બનાવો.
એ ઘર મસાન છે અનેક પ્રકારના અગ્નિ જેવા કે જ્યાં જીવનમાં કોઈકના મૃત્યુ થયું હોય એનો વિરહ હોય, અન્ય કોઈનો વિરહ હોય, જ્ઞાનાગ્નિ હોય.
મસાનમાં મરેલાને બાળવામાં આવે છે, જીવતાને બાળવામાં નથી આવતા.
ચરાગો કે બદલે મકા જલ રહે હૈ, નયા હૈ જમાના નયી રોશની હૈ
સ્મશાનમાં મડદાને બાળવામાં આવે છે અને આ મડદામાં ૬ વસ્તુ નથી તેથી જ તેને સ્મશાનમાં બળવાનો અધિકાર છે.
૨ ક્રોધ - મડદામાં ક્રોધ ન હોય.
૩ લોભ- મડદામાં લોભ ન હોય.
૪ મદ - મડદામાં મદ ન હોય.
૫ મોહ - મડદામાં મોહ ન હોય.
૬ મત્સર - મડદામાં મત્સર ન હોય.        
મસાનમાં કામ ન હોય પણ રામ હોય, રામ નામ સત્ય છે.
મસાનમાં ક્રોધ ન હોય પણ બોધ હોય, મોટા મોટાને બોધ થઈ જાય. સિદ્ધાર્થને બોધ થતાં ગૌતમ બુદ્ધ બની ગયા.
મસાનમાં લોભ ન હોય પણ ક્ષોભ – ગ્લાનિ હોય.
મસાનમાં મદ ન હોય પણ વિષ્ણુ પદ હોય.
મસાનમાં મોહ ન હોય પણ એક બીજા પ્રત્યે નેહ પ્રગટ થાય, સંવેદના પ્રગટ થાય.
મસાનમાં મત્સર ન હોય પણ ઈશ્વર હોય. ઈશ્વર એટલે શિવ.
नमामीशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम्
निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम्
निराकारमोंकारमूलं तुरीयं गिरा ज्ञान गोतीतमीशं गिरीशम्
करालं महाकाल कालं कृपालं गुणागार संसारपारं नतोऽहम्
तुषाराद्रि संकाश गौरं गभीरं मनोभूत कोटिप्रभा श्री शरीरम्
स्फुरन्मौलि कल्लोलिनी चारु गङ्गा लसद्भालबालेन्दु कण्ठे भुजङ्गा
चलत्कुण्डलं भ्रू सुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालम्
मृगाधीशचर्माम्बरं मुण्डमालं प्रियं शंकरं सर्वनाथं भजामि
प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं अखण्डं अजं भानुकोटिप्रकाशम्
त्रयः शूल निर्मूलनं शूलपाणिं भजेऽहं भवानीपतिं भावगम्यम्
कलातीत कल्याण कल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी
चिदानन्द संदोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी
यावत् उमानाथ पादारविन्दं भजन्तीह लोके परे वा नराणाम्
तावत् सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासम्
जानामि योगं जपं नैव पूजां नतोऽहं सदा सर्वदा शम्भु तुभ्यम्
जरा जन्म दुःखौघ तातप्यमानं प्रभो पाहि आपन्नमामीश शम्भो
रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषये
ये पठन्ति नरा भक्त्या तेषां शम्भुः प्रसीदति


૭ મસાનમાં શ્રમ ન હોય પણ વિશ્રામ હોય.
માનસ પણ મસાન છે અને તેથી તેમાં પણ આ સાત નથી, માનસના ૭ કાંડ પૈકીના દરેક કાંડમાં એક એક વસ્તુ નથી.
માનસના બાલકાંડમાં કામ નથી. આમ તો બાલકાંડમાં કામ છે, પ્રબળ કામ છે. પણ ભગવાન શિવે કામને બાળીને ભસ્મ કરી દીધો છે.
નારદ મુનિમાં પણ થોડો કામ છે.
નારદ મુનિમાં શરૂઆતમાં કામ નથી.
काम कला कछु मुनिहि ब्यापीनिज भयँ डरेउ मनोभव पापी
सीम कि चाँपि सकइ कोउ तासूबड़ रखवार रमापति जासू॥4॥
परन्तु कामदेव की कोई भी कला मुनि पर असर कर सकीतब तो पापी कामदेव अपने ही (नाश के) भय से डर गयालक्ष्मीपति भगवान जिसके बड़े रक्षक हों, भला, उसकी सीमा (मर्यादा) को कोई दबा सकता है? ॥4॥
નારદ મુનિ કામ ઉપર વિજય મેળવી કામને હરાવે છે. અને તેથી તે હારેલો કામ વિશ્વમોહિનીના પ્રસંગમાં નારદ ઉપર બમણા જોરથી હુમલો કરે છે.
જ્યાં કામ હોય ત્યાં થોડા સમય માટે ઉત્સવ હોય પણ ઉત્સાહ ન હોય.
ઉત્સવ બહાર હોય જ્યારે ઉત્સાહ આંદર હોય – ભીતર હોય.
बालचरित कहि बिबिधि बिधि मन महँ परम उछाह।।
रिषि आवगन कहेसि पुनि श्रीरघुबीर बिबाह।।64।।

मनमें परम उत्साह भरकर अनेकों प्रकारकी बाललीलाएँ कहकर, फिर ऋषि विश्वामित्रजी का अयोध्या आना और श्रीरघुवीरका विवाह वर्णन किया।।64।।
અયોધ્યાકાંડમાં ક્રોધ નથી પણ બોધ છે. જો કે કામ ક્રોધના કારણે વનવાસ પ્રસંગ આવે છે.
અયોધ્યાકાંડનો બોધ એ છે કે હલકા લોકોનો સંગ ન કરવો.
को ना कुसंगति पाई नसाई, रहई नीच मते चतुराई।।
ભરત જેવા સંતની મતિ પણ હલકા સંગના કારણે બદલાઈ જાય છે.
સતસંગ ન થાય તો વાંધો નથી પણ કુસંગ ન થવો જોઈએ.
ધર્મનાં ૪ પ્રત્યક્ષ લક્ષણ છે.
૧       વેદ- વેદ/ગ્રંથનો પાઠ કરવો એ સતસંગ જ છે.
ધર્મ એટલ સ્વભામ નિજતા
૨       સ્મૃતિ – સ્મૃતિનો પાઠ કરવો
૩       સદાચાર – સદાચારી જીવન જીવવુ.
૪       જેનાથી પોતાનો આત્મા પ્રસન્ન થાય તે ધર્મ છે. જેનાથી પોતાનો આત્મા અપ્રસન્ન થાય તે અધર્મ છે.
એક બીજા સાથે મુસ્કરાવું એ પણ ધર્મ જ છે.
મૃત્યુ નિત્ય છે તેમજ નિશ્ચિત છે જ્યારે જીવન અનિત્ય છે તેમજ અનિશ્ચિત છે.
જીવન સુખ છે અને મૃત્યુ એ સુખનો સાર છે.
અરણ્યકાંડમાં લોભ નથી. અરણ્યકાંડ મહાપુરૂષોનો કાંડ છે.
કિષ્કિનધાકાંડમાં મદ નથી, અભિમાન નથી.
अब नाथ करि करुना बिलोकहु देहु जो बर मागऊँ
जेहि जोनि जन्मौं कर्म बस तहँ राम पद अनुरागऊँ
यह तनय मम सम बिनय बल कल्यानप्रद प्रभु लीजिये
गहि बाँह सुर नर नाह आपन दास अंगद कीजिये॥2॥
हे नाथ! अब मुझ पर दयादृष्टि कीजिए और मैं जो वर माँगता हूँ उसे दीजिएमैं कर्मवश जिस योनि में जन्म लूँ, वहीं श्री रामजी (आप) के चरणों में प्रेम करूँ! हे कल्याणप्रद प्रभो! यह मेरा पुत्र अंगद विनय और बल में मेरे ही समान है, इसे स्वीकार कीजिए और हे देवता और मनुष्यों के नाथ! बाँह पकड़कर इसे अपना दास बनाइए ॥2॥
સુંદરકાંડમાં મોહ નથી. સંદરકાંડનું ફળ મોહનો નાશ છે.
લંકાકાંડમાં મત્સર નથી.
ઉત્તરકાંડમાં કોઈ શ્રમ નથી.
पायो परम बिश्रामु राम समान प्रभु नाहीं कहूँ।।

રામ મહા મંત્ર છે. રામ નામ જપવાવાળાએ બાકીના જે સમાજનું શોષણ ન કરવું પણ પોષણ કરવું ધર્મના નામે શોષણ ન કર્વુ, કોઈનું શોષણ ન કરવું. કોઈના સાથે કટૂતા ન રાખવી. સત્યના માર્ગે ચાલનારના પક્ષે કોઈ ન રહે, બીજા સત્ય બોલનાર પ્રત્યે રોષ રાખશેજ, દુશ્મની રાખશે જ. રામ નામના સાધક ઉદાર રહે, સંકિર્ણ ન બને બીજાના આધાર બને. પોતાની ક્ષમતા પ્રમાણે બીજાની સેવા કરે. રામ નામના નામે બીજાનું શોષણ ન કરે. રામ નામ જપ્યા વિના આ કરવાથી અહંકાર આવી જશે. તેથી રામ નામ સાથે આ કરવું.


શુક્રવાર, ૨૭/૧૦/૨૦૧૭
ગંગાજીની આરતીના જલતા દીપક જોઈ આપના દીલના – હ્નદયના દીપક પણ જલવા લાગે છે, તેમાજ મનના વિચારો શૂન્ય થવા લાગે છે એવું પૂજ્ય બાપુનો અનુભવ છે.
પૃથ્વી તણો પિંડો કર્યો
રજ લાવતો ક્યાંથી હશે ?
જગ ચાક ફેરવનાર
કુંભાર બેઠો ક્યાં હશે ?
આકાશના ઘડનારના ઘરને
ઘડ્યા કોણે હશે ?
અવકાશની માતા તણા
કોઠા કહો કેવડા હશે ?
કહે કાગ સર્જક સર્પનો
કેવો કઠીન ઝેરી હશે
પવને સુગંધ પ્રસરાવતો
મારો લાડીલો કેવો લહેરી હશે
જાણવા જોવા તણી
દિલ ઝંખના ખટકી રહી
બ્રહ્માંડમાં ભટકી અને
મારી મતિ અંતે અટકી રહી
૧ સૌથી વિશાળ – મહાન આકાશ છે.
૨ માનવીના મનના વિચારની ગતિ સૌથી વધારે છે.
૩ હરિનામ સૌથી સરલ છે.
મસાન એ સૌથી વધારે આપણું સાક્ષી છે.
આપણા કર્મનો સાક્ષી ભાસ્કાર છે.
આપણા દેહાભિમાનનો સાક્ષી મસાન છે.
ભૂત સ્મશાન છોડી બીજે જતાં નથી.
જ્યાં શિવ રહે ત્યાં જ ભૂત/પ્રેત રહે છે. અને સ્મશાન એ શિવનું નિવાસ છે. તેથી ભૂત શિવને છોડીને (સ્મશાન છોડીને) જીવ પાસે શું કામ જાય?
सँग भूत प्रेत पिसाच जोगिनि बिकट मुख रजनीचरा
तन छार ब्याल कपाल भूषन नगन जटिल भयंकरा
सँग भूत प्रेत पिसाच जोगिनि बिकट मुख रजनीचरा
जो जिअत रहिहि बरात देखत पुन्य बड़ तेहि कर सही
देखिहि सो उमा बिबाहु घर घर बात असि लरिकन्ह कही
दूल्हे के शरीर पर राख लगी है, साँप और कपाल के गहने हैं, वह नंगा, जटाधारी और भयंकर हैउसके साथ भयानक मुखवाले भूत, प्रेत, पिशाच, योगिनियाँ और राक्षस हैं, जो बारात को देखकर जीता बचेगा, सचमुच उसके बड़े ही पुण्य हैं और वही पार्वती का विवाह देखेगालड़कों ने घर-घर यही बात कही
જ્યાં દેવત્વ/શિવત્વ થોડી માત્રામાં પણ પેદા થયેલ હોય ત્યાં ભૂત ક્યારેક આવે. પણ તેનો કોઈ ભય ન લાગે. અને જો ભૂત આવે તો શિવ પણ આવશે જ.
મૃત્યુ જ મોક્ષ છે.
જો જીવનમાંથી ભૂતકાળનો શોક મટી જાય, ભવિષ્યકાળની ચિંતા છૂટી જાય અને વર્તમાનકાળનો મોહ મટી જાય, છૂટી જાય તો તે જીવન મુક્તિ સમાન છે, તે જીવન મોક્ષ છે.
કૃષ્ણ કહે છે કે, મૃત્યુ હું છું, અમૃત પણ હું જ છું.
આમ જેવી રીતે કૃષ્ણ આપણા ઘરે આવે તો તે આપણને ગમે, આનંદ થાય તેવી રીતે જો તે કૃષ્ણ મૃત્યુ રૂપે આપણા ઘરે આવે તો તે પણ આપણને ગમે, આનંદ આપે જ.
કનૈયો કોઈ પણ રૂપે આપણા ઘેર આવે, મૃત્યુ પણ કોઈ પણ રૂપે આવે તો તે પણ કનૈયો જ છે. તેથી મૃત્યુથી ડરવાની જરૂર નથી, મસાનથી પણ ડરવાની જરૂર નથી.
દુનિયામાં બધા જ મુઝરીમ જ છે, પડદામાં રાહેવાવાળા અને પડદાને ઊઠાવવાવાળા.
મસાનના ડરવાના ભયથી બચવા નીચે મુજબનાં ૪ કાર્યો કરવાં.
૧ મસાનના ડરના ભયથી બચવા માનવીય શીલ ધારણ કરી રાખો.
ગંગાના ઘાટને પશુ ગંદુ કરે તો તે ચલાવી લેવાય, પશુને અપરાધી ન ગણાય, પણ કોઈ શીલવાન જો ગંગાના ઘાટને ગંદો કરે તો તે અપરાધી છે.
તીર્થ અંદરથી તો પવિત્ર જ છે પણ તેની બહારની અસ્વચ્છતા આપણે કરી છે.
મસાન પવિત્ર છે પણ તેની અંદર થયેલી અસ્વચ્છતા આપણને ડરામણી લાગે છે.
જ્યાં સ્મશાન હોય ત્યાં શિવ હોય અને શિવ હોય ત્યાં ગંગા પણ હોય જ. તેથી ગંગા બધે જ છે.
સ્મશાન મહા મંદિર છે.
૨ શુભ શ્રવણ કરવાથી સ્મશાનના ડરનો ભય દૂર થાય.
૩શ્રદ્ધા – મૌલિક શ્રદ્ધા રાખવાથી સ્મશાનના ડરાનો ભય દૂર થાય.
भवानीशंकरौ वन्दे श्रद्धाविश्वासरूपिणौ
શ્રદ્ધાને વિશ્વાસથી અલગ ન કરાય.
૪ પોતાના પુરૂષાર્થમાં, પોતાના કર્મમાં નિષ્ઠા રાખો.
મસાન શબ્દ પૈકીનો “મ” અક્ષર મહાન દર્શાવે છે, “સા” અક્ષર સાક્ષી દર્શાવે છે અને “ન” અક્ષર નર સૃષ્ટિ – જીવ સૃષ્ટિ દર્શાવે છે. આમ મસાન એ પુરી જીવ સૃષ્ટિનો મહાન સાક્ષી છે.
મસાનમાં ચરિત સિન્ધુ શિવ બિરાજમાન છે. આ ચરિત સિન્ધુનું મંથન કરવાથી ૭ મુખ્ય રત્નો નીકળે છે.
દિલ ઔર અક્લ જબ અપની અપની કહે ખુમાર. તબ અક્લકી સુનીયે ઔર દિલ કહે સો કીજીએ.
હ્નદયથી દિલથી વિચારો અને બુદ્ધિને થોડા સમય માટે વિચારવામાંથી અલગ રાખો, એક બાજું રાખો.
૭ રત્નો
૧ શાંતિ – જે મરી જાય છે તેને શાંતિ મળે છે, તેને કોઈ ચિંતા રહેતી નથી.
૨ પ્રાપ્તિ – મરનારને મુક્તિની પ્રાપ્તિ થાય છે, દિવ્ય ગતિની પ્રાપ્તિ થાય છે.
૩ કિર્તિ – મરનારની બધા પ્રસંશા કરે છે. ભલે તે જીવિત હોય ત્યારે પ્રસંશા ન કરતા હોય. ગુણ હોય કે ન હોય તો પણ પ્રસંશા કરે છે.
મૃત્યુની ગહરાઈ ઘણી છે. DEATH જેટળી DEPTH કોઈની નથી.
મડદું બનવું એ મર્દોનું કામ છે.
૪ અનાસક્ત – મરનાર માણસ અનાસ્કત બની જાય છે.
જો કોઈ મળવા આવે તો આનંદ થાય અને જો મળવાન આવે તો જરાય ખોટું ન લાગે એ અનાસક્ત યોગ છે.
૫ ભક્તિ – મરનારની પાછળ ભજન કરવામાં આવે. ભક્તિના દાતા ભગવાન શિવ છે જે સ્મશાનમાં રહે છે.
૬ આત્મ જ્યોતિ
૭ ધ્રુતિ – ધીરજ, ધૈર્ય
બેરખાના મણકા ૧૮ હોય છે જે ૧૮ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરે છે.
પ્રત્યેક અનુષ્ઠાન અસ્તિત્વ દ્વારા સુનિયોજીય થાયેલું હોય છે.

બુદ્ધ પુરૂષની ઓળખ, કોને બુદ્ધ પુરૂષ કહેવાય.
૧       બુદ્ધ પુરૂષ બધાનો સ્વીકાર કારે, જેવા હોય તેવા બધાનો સ્વીકાર કરે.
૨       બુદ્ધ પુરૂષ કોઈની પણ સાથે ક્યારેય તકરાર ન કરે.
બુદ્ધ પુરૂષને ખબર જ નથી પડતી કે ક્યારે તે પોતે બુદ્ધ પુરૂષ બની ગયો છે.
કે કહે છે કે હું બધું જ જાણું છું તે કશું જ નથી જાણતો અને જે કહે કે હું કશું જ નથી જાણતો તે બધું જ જાણે છે.
૩       બુદ્ધ પુરૂષ મન, વચન કે વાણીથી પોતાના દિલમાં કોઈન પણ પ્રત્યે દુર્ભાવ ન રાખે અને ક્યારેય કોઈનું અપમાન ન કરે, કોઈનો તિરસ્કાર ન કરે.
૪       બુદ્ધ પુરૂષ બધાને પ્યાર કરે.
આ વ્યાસપીઠ સન્યાસ નથી આપતી પણ સમજ આપે છે.
પતિ પત્નીએ સાથે બેસી કથા શ્રવણ કરવી જોઈએ.
શિવ અને સતી પણ એક સાથે જ કથા શ્રવણ કરવા બેસે છે.
संग सती जगजननि भवानीपूजे रिषि अखिलेस्वर जानी॥1॥
रामकथा मुनिबर्ज बखानीसुनी महेस परम सुखु मानी
रिषि पूछी हरिभगति सुहाईकही संभु अधिकारी पाई॥2॥
कहत सुनत रघुपति गुन गाथाकछु दिन तहाँ रहे गिरिनाथा
मुनि सन बिदा मागि त्रिपुरारीचले भवन सँग दच्छकुमारी।।3।।
एक बार त्रेता युग में शिवजी अगस्त्य ऋषि के पास गएउनके साथ जगज्जननी भवानी सतीजी भी थींऋषि ने संपूर्ण जगत्के ईश्वर जानकर उनका पूजन किया॥1॥
मुनिवर अगस्त्यजी ने रामकथा विस्तार से कही, जिसको महेश्वर ने परम सुख मानकर सुनाफिर ऋषि ने शिवजी से सुंदर हरिभक्ति पूछी और शिवजी ने उनको अधिकारी पाकर (रहस्य सहित) भक्ति का निरूपण किया॥2॥
श्री रघुनाथजी के गुणों की कथाएँ कहते-सुनते कुछ दिनों तक शिवजी वहाँ रहेफिर मुनि से विदा माँगकर शिवजी दक्षकुमारी सतीजी के साथ घर (कैलास) को चले॥3॥
સફળતા હસ્તરેખામાં અંકિત નથી હોતી.
વિવેક પ્રાપ્ત કરવા સતસંગ કરવો જોઈએ.
બિનુ સતસંગ બિબેક ન હોઈ
વિવેલ પ્રાપ્ત કર્યા પછી તે વિવેકનું વર્ધન થવું જોઈએ.
કોઈ સાધુ પુરૂષ સાથે રહેવાથી પ્રાપ્ત વિવેકનું વાર્ધન થાય.
સાધુ પુરૂષ સાથે આશ્રિતનો, ગુરૂ સાથે શિષ્યનો સંગ થાય ત્યારે આશ્રિતે કેવી રીતે વર્તવું જોઈએ?
સાધુ પુરૂષ સાથે આશ્રિતનો સંબંઘ મૌન, પ્રેમ અને અશ્રુનો છે.
૧ કોઈ મહાપુરૂષ પાસે જઈને બહું બોલવું ન જોઈએ અને સંભવ હોય ત્યાં સુધી મૌન રહેવું જોઈએ.
૨ સાધુ પુરૂષ અને આશ્રિત બંનેમાં એક બીજા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, એક બીજા પ્રત્યે દ્વેષ ન હોવો જોઈએ.
૩ સાધુ પુરૂષની આંખમાં અશ્રુ હોય તેમજ આશ્રિતની આંખમાં પણ અશ્રુ હોય.
ગુરૂ શિષ્ય વચ્ચે પણ આવો જ સંબંધ હોય.
ગુરૂને મળવા જવું જોઈએ કે ગરૂમાં મળી જવું જોઈએ?
ગુરૂને મળવા જવાય, ગુરૂમાં મળી ન જવાય, ગુરૂ બની ન જવાય.
ગુરૂ પરંપરામાં અદ્વૈત નથી પણ દ્વૈત છે. ગુરૂ અને શિષ્ય એ બે એક નથી પણ બે છે.
પિતા પુત્રમાં, પતિ પત્નીમાં પણ દ્વૈત જરૂરી છે, બે અલગ અલગ છે, એક નથી.
આધ્યાત્મ જગતમાં સાધકના ૪ પ્રકાર છે. મહાવીર સ્વામીએ મેઘકુમારના પ્રશ્નના ઉત્તરમાં આવું જણાવ્યું છે.
૧ એક સાધકનો એવો પ્રકાર હોય છે જેનામાં પ્રારંભમાં સંદેહ હોય છે અને ક્રમશઃ તે સંદેહ નાશ પામી અંતમાં શ્રદ્ધામાં પરિણમે છે.
૨ બીજા પ્રકારના સાધક એવા હોય છે જેનામાં પ્રારંભમાં શ્રદ્ધા હોય છે અને તે શ્રદ્ધા અંતમાં સંદેહમાં પરિણમે છે, સંદેહગ્રસ્ત બની જાય છે.
૩ ત્રીજા પ્રકારના સાધક એવા હોય છે જેનામાં પ્રારંભમાં શ્રદ્ધા હોય છે, મધ્યમાં પણ શ્રદ્ધા હોય છે અને અંતે પણ શ્રદ્ધા જ રહે છે.
૪ ચોથા પ્રકારના સાધક એવા હોય છે જેનામાં પ્રારંભમાં સંદેહ હોય, મધ્યમાં સંદેહ હોય અને અંતમાં પણ સંદેહ જ રહે.
ભરોંસો દ્રઢ ઈન ચરનન કેરો ….
મૃત્યુના કેન્દ્રમાં રામ હોય એવા ૧૧ પાત્રો માનસમાં છે જ્યાં આ પાત્રો પરમ પદને પામે છે.
આ ૧૧ પાત્રો - તાડકા, સુબાહુ, મારીચ, જટાયુ, કબંધ, શબરી, વાલી, અક્ષયકુમાર – હનુમાન દ્વારા, ઈન્દ્રજીત – રામાનુજ દ્વારા, કુંભકર્ણ અને રાવણ.
યજ્ઞ, દાન અને તપ બ્રહ્નની પ્રાપ્તિ થયા પછી પણ કરવાનું ચાલું રાખવું જોઈએ.
કોઈ ભૂલ થઈ જાય અને જો ભૂલ કરી કોઈ એક સ્થળે સ્થિર થઈ જશો તો સ્વયં હરિ મળવા આવશે. (અહલ્યાનો પ્રસંગ)


શનિવાર, ૨૮/૧૦/૨૦૧૭


સત્ય, પ્રેમ, કરૂણા, ભક્તિ જ્યાંથી પણ મળે ત્યાંથી ખરીદો.
મસાન તીર્થ છેમ મહા તીર્થ છે.
कामधेनु कलि कासी
કાશી એ કલિયુગની કામધેનુ ગાય છે, મન વાંચ્છિત ફળ આપનાર છે.
અહીં જે ભેરવ છે તે કામધેનુ ગાયનાં શીંગડાં છે જે દુર્વૃતિવાળાને આ શીંગડા મારે છે.
કાશી રૂપી કામધેનુ ગાય માનવીના વિચાર/કુવિચારનો ચારો ચરે છે, પુણ્ય પાપ ખાય છે.
મણિકર્ણિકાઘાટ એ આ ગાયનું ચંદ્ર મુખ છે. આ ચંદ્રમાં ગુરૂ અપરાધનો દોષ નથી.
રામ નામમાંથી જ બ્રહ્નાંડ સર્જાયું છે.
તીર્થમાં પાંચ વસ્તુ હોય.
૧ જલ
૨ તપ – જ્યાં સાધના થતી હોય.
૩ વન
૪ અગ્નિ
૫ મંત્ર
અહીં જલ છે.
ગંગા સ્વયં તીર્થ છે.
જે ગંગાને મહાદેવ પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે તે ગંગામાં કચરો કેવી રીતે ફેંકાય?
સાધુએ પોતાના ભજનના ભોગે બીજી કોઈ પ્રવૃતિ ન કરવી જોઈએ.
તુલસીદાસજી કલિયુગનું વર્ણન કરતાં કહે છે કે,
बहु दाम सँवारहिं धाम जतीबिषया हरि लीन्हि रहि बिरती।।
तपसी धनवंत दरिद्र गृहीकलि कौतुक तात जात कही।।1।।

संन्यासी बहुत धन लगाकर घर सजाते हैंउनमें वैराग्य नहीं रहा, उसे विषयों ने हर लियातपस्वी धनवान् हो गये और गृहस्थ दरिद्रहे तात! कलियुग की लीला कुछ कही नहीं जाती।।1।।
કાશી એ આનંદ કાનન – વન છે.
સ્મશાન એ શિવ માટે ક્રિડા સ્થળ છે, શબ માટે વિશ્રામ સ્થળ છે અને જીવ માટે જાગરણ સ્થળ છે.
જે ઘરમાંથી રામ એટલે સત્ય જાય, લક્ષ્મણ એટલે ત્યાગ જાય અને જાનકી એટલે સહન શક્તિ જાય તે ઘર મસાન છે.
ભૂત્કાળનું રટણ કરનાર ભૂત છે.
सुत वित लोक ईषना तीनी, किन कै मति इन कृत मलीनी
ત્રણ પ્રકારની એષ્ણા યમરાજની દૂતી (દૂતની નારી) છે, સુતેષ્ણા, વિતેષ્ણા અને લોકેષ્ણા.
ત્રણ વસ્તુમાં સંતોષ રાખો.
૧ પોતાના સ્વૈર વિહારમાં, જીવન વ્યવહારમાં સંતોષ રાખો.
૨ પોતાના ભોજન કરવામાં સંતોષ રાખો.
૩ ધન પ્રાપ્તિમાં સંતોષ રાખો.
ત્રણમામ ક્યારેય સંતોષ ન રાખો.
૧ હરિનામ જપવામાં ક્યારેય સંતોષ ન અનુભવો, રાખો.
૨ અધ્યયન કરવામાં ક્યારેય સંતોષ ન રાખો.
૩ દાન કરવામાં ક્યારેય સંતોષ ન રાખો.
વોહી પરમ પદ પાયેગા જો ભજે હરિ કો સદા
જીવન એ વ્યામશાળા છે એટલે કે જીવનમાં કર્મ કર્યા કરો, જીવન એ ભોજનશાળા છે એટલે કે જીવનમાં સમ્યક ભોગ ભોગવો, જીવન એ ધર્મશાળા છે એટલે કે અહીં કાય્મ નથી રહેવાનું પણ આવવાનું છે તેમજ જવાનું પણ છે, જીવન એ પાઠશાળા છે એટલે કે જીવનમાં જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે.
રામ કથા જીવવું કેવી રીતે તે શીખવાડે છે તેમજ મરવું કેવી રીતે તે શીખવાડે છે.
કૃષ્ણ કથા પણ જીવવું કેવી રીતે તે શીખવાડે છે તેમજ મરવું કેવી રીતે તે શીખવાડે છે.
સંત મિલન, પરમાત્મા મિલન, ભગવંત મિલન, બુદ્ધ પુરૂષ મિલન એ શારીરિક મિલન નથી, દૈહિક મિલન નથી પણ સ્નેહના સંબંધે મિલન છે.પરમાત્માના અવતરણમાં તેમને થયેલ સંતાન એ દેહ સંબંધ નથી પણ લલિત નર લીલાનું પરિણામ છે.
સંત, મહા પુરૂષ બીજાને ખબર ન પડે તે રીતે અસંગ રહે છે.
સ્નેહ સંબંધ અમર છે જ્યારે દેહ સંબંધ અમર નથી કારણ કે દેહ તો એક દિવસ જવાનો જ છે.
ભરોંસો હોય તો બુદ્ધ પુરૂષના મૌન દ્વારા ઘણું પ્રાપ્ત થઈ શકે.
તમે મારૂ મૌન નથી સમજી શકતા એટલે હું બોલું છું – પ્રવચન કરૂં છું એવું ઓશો કહે છે.
કૃષ્ણમૂર્તિ પણ કહે છે કે બુદ્ધ પુરૂષ જવાબ ન આપે પણ જાગૃત કરે.
બુદ્ધ પુરૂષ તેના આશ્રિતની પોકાર ગમે ત્યાંથી સાંભળે જ, આશ્રિતની પોકાર સાંભળવી એ બુદ્ધ પુરૂષની જવાબદારી છે.
માણસોની ભીડ ભજન છોડાવી દે, તેથી એકાંતમાં રહો.
પોકાર કરવામાં જે આનંદ છે તે પ્રાપ્તિમાં નથી.
અખંડ જ્ઞાન ફક્ત પરમાત્મામાં જ હોય, આપણું જ્ઞાન અખંડ ન હોય.
અમારે હરિ અવગુણ ચિત ન ધરો, મો સમ કૌન કુટિલ ખલ કામી
ભૂલ થઈ જાય તો પણ હરિને ભજો, જો કે ભૂલ કરવી ન જોઈએ.
સાંસારિક કાર્યો કરતાં કરતાં નિરંતર હરિ સ્મરણ કરવાથી હરિ આપણા કેન્દ્રમાં રહેશે જેથી હરિ કેન્દ્રમાં રહેવાના કારણે આપણું મૃત્યુ સુધરી જશે.
ધનુષ્ય યજ્ઞ દરમ્યાન રામ ત્રણ કાર્ય ત્રણ કાળમાં કરે છે, પ્રાતઃ કાલમાં પુષ્પવાટીકામાં જાય છે જ્યાં જાનકી મિલન થાય છે, સાયં કાલમાં નગર દર્શન કરી નગર જનોને દર્શન આપે છે અને મધ્ય કાલમાં ધનુષ્ય ભંગ કરે છે.
યુવકોએ ગુરૂ પૂજન કરવું જોઈએ અને કુમારિકાઓએ ગૌરી પૂજન કરવું જોઈએ.
સાધુ તો ચલતા ભલા, સાધુ તો જાગતા ભલા તેમજ સાધુ તો ભજતા ભલા.


રવિવાર, ૨૯/૧૦/૨૦૧૭


Please click here to view more about day 9 Katha.

No comments:

Post a Comment