Translate

Search This Blog

Friday, October 20, 2017

અહંતા અને મમતા મિટે નહીં ત્યાં સુધી યજ્ઞ ચાલુ રાખવો જોઈએ




  • હવે પ્રશ્ન એ ઊઠશે કે ગોસ્વામીજીએ ‘રામચરિત માનસ’માં એક જ ક્રિયા માટે, એક જ સાધન માટે ચાર શબ્દોનો પ્રયોગ શા માટે કર્યો? ભાષ્યમાં એનો જવાબ નહીં મળે. ગુરુમુખે કે પછી ભગવદ્પ્રેરણાથી એનો જવાબ મળી શકે છે.
  • પુત્રી એટલે પિતાની મમતા અને ધનુષ એટલે આપણી અહંતા. જેના દ્વારા સાધકની અહંતા અને મમતા મિટે એને યજ્ઞ કહેવાય છે. 
  • ધનુષજગ્યનો અર્થ છે, અહંતા અને મમતા તૂટે ત્યાં સુધી એ પ્રક્રિયા ચાલુ રહે એવો એ યજ્ઞ છે.
  • બીજો શબ્દ છે જાગ, જાગ એટલે પણ યજ્ઞ જ માની લઇએ, પરંતુ જ્યાં સુધી પૂર્ણરૂપે આપણે જાગી ન જઇએ ત્યાં સુધી જાગ કરતા રહીએ. 
  • મખનો અર્થ મારી વ્યાસપીઠ આવો કરે છે કે ‘મ’નો અર્થ છે મતલબ, ‘ખ’નો અર્થ છે ખતમ. જ્યાં સુધી મતલબ ખતમ નથી થતો ત્યાં સુધી લોકો મખ કરે છે. 
  • યજ્ઞ માટે ચોથો પર્યાયવાચી શબ્દ છે હોમ. 
  • મારી માતાઓ, દીકરીઓ, બહેનો તમે તમારા પરિવારની રોટી પકાવવા માટે ચૂલામાં ઇંધણ નાખો છો એ સમિધ છે અને ચૂલામાં અગ્નિ પ્રજજ્વલિત કરીને તમે રોટી પકાવો છો એ તમારો રોજનો હોમ છે. 
  • બાળકના પેટમાં ભૂખનો અગ્નિ પ્રજ્જ્વલિત થયો  છે અને મા એને દૂધપાન કરાવે તો એ એનો હોમ છે. તમારે ઘેર જે અતિથિ આવે એમને તમે તમારી ક્ષમતા મુજબ તમારા ઘરમાં દાળ-રોટી પીરસો છો એ તમારો હોમ છે. તમે ખેતરમાં બીજ વાવો છો એ તમારો કૃષિયજ્ઞ છે. એ તમારો હોમ છે. 

(સંકલન : નીતિન વડગામા)

Continue reading full article at Sunday Bhaskar.




No comments:

Post a Comment