સેવામાં, સ્નેહમાં અને સન્માનમાં સાવધાન રહેવું બહુ જરૂરી છે
(સંકલન : નીતિન વડગામા)
- આપણી અંદર સદ્ગુણ અને દુર્ગુણ, સુર અને અસુર એ બંનેની લડાઇ ચાલી રહી છે.
- અમૃત તો પછી નીકળે છે. પરંતુ આ પ્રેમ પ્રગટ કરવા માટે કથા આવશ્યક છે. કથા પ્રેમનું અમૃત કાઢશે.
- ભરતરૂપી સમુદ્રને મથવાનો એક એજન્ડા હતો પ્રેમ, પરંતુ પહેલાં નીકળ્યો ધર્મ. પ્રેમરૂપી અમૃત છેલ્લે નીકળ્યું.
- ભરત કહે એ ધર્મ, કૈકેયી કહે એ નહીં. મંથરા કહે એ નહીં. રાવણ કહે એ નહીં, વાલિ કહે એ નહીં.
- મને કહેવામાં કોઇ અવઢવ નથી કે ધર્મની સાચી વ્યાખ્યા એ જ આપી શકે છે, જેણે પોતાના જીવનમાં અસહ્ય પ્રેમદશાનો અનુભવ કર્યો હોય.
- મારા માટે ધર્મ સત્ય છે. મારા માટે અર્થ પ્રેમ છે. મારા માટે કામ કરુણા છે અને મારા માટે મોક્ષ એ ત્રણેયનો સમન્વય છે. બીજી કોઇ ધર્મની વાત નહીં, સત્ય જ ધર્મ છે બસ. પ્રેમ જ અર્થ છે જીવનનો. અહીં અર્થ એટલે પૈસા નહીં. જીવનનો અર્થ શું છે? જીવનનો અર્થ છે પ્રેમ કરવો. જીવનનો કામ શું છે? અહીં પેલા કામવાળી વાત નથી, એક જ કામ, બધા પર કરુણા કરવી. એ ત્રણેયના સમન્વયરૂપને મોક્ષ કહે છે.
- સેવામાં, સ્નેહમાં અને સન્માનમાં સાવધાન રહેવું જરૂરી છે. સેવામાં સાવધાની રાખવાનો અર્થ એ છે કે આપણે જેમની સેવા કરીએ તેમની રુચિ જોઇને કરીએ. એમની રુચિ કે એમના સ્વભાવમાં જે ન હોય એ સેવા ન કરીએ. તમારી ઇચ્છા હોય કે અમે કોઇ શ્રેષ્ઠની, વડીલની સેવા કરીએ, પરંતુ એમના સ્વભાવમાં એ ન હોય તો એ સેવા ન કરવી. સેવાની સાવધાનીનો મતલબ છે, સામેવાળાની રુચિ જોઇને સેવા કરવી. વિવેકપૂર્વક સેવા કરવી એ સાવધાનીનું બીજું લક્ષણ છે. સેવાની સાવધાનીનું ત્રીજું લક્ષણ છે સ્પર્ધામુક્ત સેવા.
- તુલસીએ કહ્યું, ‘સેવા ધરમ કઠિન જગ જાના.’ સેવા વિવેકપૂર્વક થવી જોઇએ, રજોગુણમુક્ત હોવી જોઇએ, સ્પર્ધામુક્ત હોવી જોઇએ અને રુચિ જોઇને થતી હોવી જોઇએ. સેવા વિવેકથી થાય, સ્પર્ધાથી ન થાય, રજોગુણમુક્ત થાય અને રુચિ જોઇને થાય. આ સેવા સાવધાનનો અર્થ છે. સેવા સ્પર્ધાથી નહિ, શ્રદ્ધાથી કરવી, રજોગુણમુક્ત સેવા કરવી, સેવા વિવેકથી કરવી અને ચોથું સૂત્ર, સેવા સામેની વ્યક્તિની રુચિ જોઇને કરવી કે સામેવાળાનો સ્વભાવ શું કહે છે.
- સ્નેહમાં સાવધાન રહેવું, સેવામાં પણ સાવધાન રહેવું. સ્નેહ એક અવસ્થા છે. પ્રેમ તો આખરી અવસ્થા છે,
- કોઇનું સન્માન કરવું હોય ત્યારે પણ સાવધાન થઇને કરવું, પાગલ થઇને નહીં.
(સંકલન : નીતિન વડગામા)
No comments:
Post a Comment