શ્રી
મદ્ ભગવદ્ ગીતા વિશે મહાપુરુષોના ઉદ્ગારો
1.
- ગીતાજીમાં તમામ સમસ્યાઓનું સમાધાન છે. જ્યારે હું મુંઝાઈ જતો ત્યારે ગીતા માતા પાસેથી મને સમાધાન મળતું. ……………….. મહાત્મા ગાંધી
- મારું શરીર માતાના દુધથી પોષાયેલું છે પણ તેથીય વિશેષ મારું હ્મદય અને બુદ્ધિ એ બંનેનું પોષણ ગીતા માતાના દૂધથી વધારે થયું છે. ………………… વિનોબા ભાવે
- ગીતા એટલે અતિ પ્રેમને લીધે જગદંબાના સ્તનમાંથી જે ધાવણ આવવા લાગ્યું એ સ્તન્ય. ………………. પ. પૂ. પાંડુરંગ દાદાજી
- ભગવાન દેવકીનંદન શ્રીકૃષ્ણે જેનું ગાન કરેલું છે તે ભગવદ્ ગીતાજી એ સર્વોપરી શાસ્ત્ર છે. વેદમાં જે સંદેહ રહેતા ત્યાં તે સર્વે સંદેહોનું નિવારણ ભગવદ્ ગીતામાં થાય છે. ………… શ્રીવલ્લભાચાર્યજી
- શ્રી મદ્ ભગવદ્ ગીતા એ ઉપનિષદ રૂપી બગીચાઓમાંથી વીણી કાઢેલા આધ્યાત્મિક સત્યોરૂપી પુષ્પોથી ગુંથેલી સુંદર કલગી છે. ………………. સ્વામી વિવેકાનંદજી
No comments:
Post a Comment