Translate

Search This Blog

Wednesday, July 13, 2022

ગુરૂ પૂર્ણિમા - ૨0૨૨

 

ગુરૂ પૂર્ણિમા - ૨૦૨૨

આજે વિક્રમ સંવત ૨૦૭૮,અષાઢ સુદ પૂનમ,  બુધવાર, તારીખ જુલાઈ ૧૩, ૨0૨૨ જે ગુરૂ પૂર્ણિમા નો મહોત્સવ છે.

આજે હું મારા ગુરૂ પ્રાતઃ સ્મરણીય પૂજ્ય બ્રહ્નાનંદપુરીજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરૂ છું. સાથે સાથે મારા જીવન ઘડતરમાં શિક્ષણ ક્ષેત્રના તમામ ઘડવૈયાનો, મારા પ્રેરણામૂર્તિ એવા પિતા જીવણગિરિ અને માતા દાહીબા તેમજ પૂજ્ય નારાયણગિરિ, અનોપગિરિ, કુશાલગિરિ, રૂઘનાથગિરિ, ગોપાળગિરિ, નાથીબા સહિતના બધાજ પૂર્વજોને પરમ આદર સહિત સાષ્ટાંગ દંડવત પ્રણામ કરૂ છું મારી આજની જે કક્ષા છે તેનો ક્ષ્રેય આ બધાજ ઘડવૈયાનો છે. મારા પૂર્વજોની બધી જ ચેતનાઓ આજે પણ મને પ્રેરણા આપે છે અને મારુ રક્ષા કવચ બની રક્ષણ કરે છે. મારા ગુરુજી તો સદાય મારી સાથે જ છે, મારા રાહબર છે.

Full moon day during Ashadha month is known as Guru Purnima day, a day reserved for Guru Puja or Guru Worship. On this day disciples offer Puja or pay respect to their Gurus. Guru refers to spiritual guide who enlighten disciples by his knowledge and teachings.

 

Guru Purnima is also known as Vyasa Purnima and this day is commemorated as birth anniversary of

Veda Vyasa.





 

શંકરમ્શંકરાચાર્યમ્કેશવમ્બાદરાયણમ્

 

સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તૌ પુનઃ પુનઃ

 

 Salutations again and again to Lord Siva in the form of Śrī Śankarācārya and Lord Vişnu in the form of Veda Vyasa (badarāyana), who were the authors of sutra and bhāṣya.


કૃતે વિશ્વગુરુર્બ્રહ્મા ત્રેતાયાં ઋષિસતમઃ

 

દ્વાપરે વ્યાસ એવ સ્યાત કલાવત્ર ભવામ્યહમ્

 

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वररः

 

गुरु साक्षात्परब्रह्म तस्मै श्रीगुरुवे नमः

 

ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર : |

 

ગુરુ સાક્ષાત્ પરં બ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમ : ||

 

ગુરુ પરંપરા

નારાયણમ પદ્મભુવં વસિષ્ઠં શક્તિં તત્પુત્ર પરાશરં

વ્યાસં શુકં ગૌડપદં મહાન્તં ગોવિન્દ યોગીન્દ્રમથાસ્ય શિષ્યં  ll

શ્રી શંકરાચાર્યમથાસ્ય પદ્મપાદં હસ્તામલકં શિષ્યં

તં તોટકં વાર્તિકકારમન્યાનસ્મદ્રરૂન્સંતતમાનતોસ્મિ  ll

સદાશિવ સમારમ્ભાં શંકરાચાર્ય મધ્યમાં  l

અસ્મદાચાર્યં પર્યન્તાં વન્દે ગુરૂપરંપરામ્  ll

 

सब धरती कागज करूँ, लेखनी बनराय ।

सात समुंदर की मसि करूँ, गुरु गुण लिखा न जाय 

 

गुरु गोविन्द दोऊ खड़े, काके लागू पाय ।

बलिहारी गुरु आपने, गोविन्द दियो बताय 

 

गुरू बिन ज्ञान न उपजै, गुरू बिन मिलै न मोष।

गुरू बिन लखै न सत्य को गुरू बिन मिटै न दोष।।

 

यह तन विष की बेलरी, गुरु अमृत की खान।

शीश दियो जो गुरु मिले, तो भी सस्ता जान।

 

तीरथ गए ते एक फल, संत मिले फल चार|

सद्गुरु मिले अनेक फल, कहे कबीर विचार||

 

गुरु पारस को अन्तरो, जानत हैं सब संत|

वह लोहा कंचन करे, ये करि लेय महंत||

 

बनिजारे के बैल ज्यों, भरमि फिर्यो चहुँदेश|

खाँड़ लादी भुस खात है, बिन सतगुरु उपदेश||

 

गुरु किया है देह का, सतगुरु चीन्हा नाहिं|

भवसागर के जाल में, फिर फिर गोता खाहि||

 

कुमति कीच चेला भरा, गुरु ज्ञान जल होय|

जनम – जनम का मोरचा, पल में डारे धोय||

 

गुरु को सिर राखिये, चलिये आज्ञा माहिं|

कहैं कबीर ता दास को, तीन लोकों भय नाहिं||

 

गुरु कुम्हार शिष कुंभ है, गढ़ि - गढ़ि काढ़ै खोट।

अन्तर हाथ सहार दै, बाहर बाहै चोट॥

 

गुरु समान दाता नहीं, याचक शीष समान।

तीन लोक की सम्पदा, सो गुरु दीन्ही दान॥

 

 बंदउँ गुरु पद कंज कृपा सिंधु नररूप हरि।

महामोह तम पुंज जासु बचन रबि कर निकर॥5॥

 

 

 बंदऊँ गुरु पद पदुम परागा। सुरुचि सुबास सरस अनुरागा॥

अमिअ मूरिमय चूरन चारू। समन सकल भव रुज परिवारू॥1॥

 

 

श्री गुर पद नख मनि गन जोती। सुमिरत दिब्य दृष्टि हियँ होती॥

दलन मोह तम सो सप्रकासू। बड़े भाग उर आवइ जासू॥

 

गुरु पद रज मृदु मंजुल अंजन। नयन अमिअ दृग दोष बिभंजन॥

तेहिं करि बिमल बिबेक बिलोचन। बरनउँ राम चरित भव मोचन॥1॥

 

 

 

ગુરુ ! તારો પાર પાયો

ગુરુ ! તારો પાર પાયો

ધણી ! તારો પાર પાયો

પૃથવીના માલિક ! તારો જીહોજી.

હાં રે હાં ! ગવરીનો નંદ ગણેશ સમરીએ જીહોજી.

જી ! સમરું શારદા માતા

વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જીહોજી.

હાં રે હાં ! જમીં આસમાન બાવે મૂળ વિના માંડયાં જીહોજી.

જીથંભ વિણ આભ ઠેરાયો

વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જીહોજી.

હાં રે હાં ! ગગન-મંડળમાં ગૌધેન વ્યાણી જીહોજી.

જી ! માખણ વિરલે પાયો

વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જીહોજી.

હાં રે હાં ! સુન રે શિખર પર અલખ અખેડા જીહોજી.

જી ! વરસે નૂર સવાયો

વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જીહોજી.

ગગન મંડળમાં બે બાળક ખેલે જીહોજી.

જી બાળકનો રૂપ સવાયો

વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જીહોજી.

શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જીહોજી.

જી સાધુડાંનો બેડલો સવાયો

વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જીહોજી.



To know More Click Here. 

No comments:

Post a Comment