Translate

Search This Blog

Friday, June 27, 2025

માનસ સિંદૂર - 958

 

રામ કથા - 958

માનસ સિંદૂર

વારાણસી

શનિવાર, તારીખ 14/06/2025 થી રવિવાર, તારીખ 22/06/2025

મુખ્ય પંક્તિઓ

राम सीय सिर सेंदुर देहीं।

सोभा कहि जाति बिधि केहीं॥

अरुन पराग जलजु भरि नीकें।

ससिहि भूष अहि लोभ अमी कें॥

 

Day 1

Saturday, 14/06/2025

 

प्रमुदित मुनिन्ह भावँरीं फेरीं। नेगसहित सब रीति निबेरीं॥

राम सीय सिर सेंदुर देहीं। सोभा कहि जाति बिधि केहीं॥

 

मुनियों ने आनंदपूर्वक भाँवरें फिराईं और नेग सहित सब रीतियों को पूरा किया। राम सीता के सिर में सिंदूर दे रहे हैं; यह शोभा किसी प्रकार भी कही नहीं जाती।

 

अरुन पराग जलजु भरि नीकें। ससिहि भूष अहि लोभ अमी कें॥

बहुरि बसिष्ठ दीन्हि अनुसासन। बरु दुलहिनि बैठे एक आसन॥

 

मानो कमल को लाल पराग से अच्छी तरह भरकर अमृत के लोभ से साँप चंद्रमा को भूषित कर रहा है। (यहाँ राम के हाथ को कमल की, सिंदूर को पराग की, राम की श्याम भुजा को साँप की और सीता के मुख को चंद्रमा की उपमा दी गई है) फिर वशिष्ठ ने आज्ञा दी, तब दूल्हा और दुलहिन एक आसन पर बैठे।

કાશી જ્યાં શિવ ભવાની નિવાસ કરે છે તે મુક્તિની જન્મ ભૂમિ છે.

 

मुक्ति जन्म महि जानि ग्यान खान अघ हानि कर।

जहँ बस संभु भवानि सो कासी सेइअ कस न ॥

 

जहाँ श्री शिव-पार्वती बसते हैं, उस काशी को मुक्ति की जन्मभूमि, ज्ञान की खान और पापों का नाश करने वाली जानकर उसका सेवन क्यों न किया जाए?

લોકોની શ્રદ્ધાને વિશ્વાસ ખેંચે છે.

કાશી જ્ઞાનની ભૂમિ છે. અયોધ્યા વૈરાગ્યની ભૂમિ છે, વૃંદાવન ભક્તિની ભૂમિ છે અને ચિત્રકૂટ પ્રેમની ભૂમિ છે.

હનુમાનજી અને ગણેશને સિંદૂર ચઢાવવામાં આવે છે. હનુમાનજી અને ગણેશ જે સિંદૂરી દેવ છે તેમના દર્શન પછી જ મંદિરમાં પ્રવેશ મળે છે.

ભગવાન શિવને જલાભિષેક અને પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ અને સાકર) નો અભિષેક કરવામાં આવે છે.

આંખ પણ જલાભિષેક કરે છે. આંખના આ જલાભિષેકના દૂધ, દહીં. ઘી, મધ અને સાકર શું છે?

આ કથા યુગ છે, કલીયુગ નથી.

પરમાત્માના દર્દની જન્મો જન્મની દબાયી રહેલી પીડા દહીં છે, જન્મો જન્મના વિરહની દબાયેલી પીડા, વેદનાની પીડા દહીંં છે.

આંખમાંથી આંસુ પડે એ દૂધ છે. આંખમાંથી નિરંતર અશ્રુધારા વહે એ દૂધ છે.

આંખ કામધેનુ જેવી છે.

 

 

मम गुन गावत पुलक सरीरा। गदगद गिरा नयन बह नीरा॥

काम आदि मद दंभ न जाकें। तात निरंतर बस मैं ताकें॥6॥

 

मेरा गुण गाते समय जिसका शरीर पुलकित हो जाए, वाणी गदगद हो जाए और नेत्रों से (प्रेमाश्रुओं का) जल बहने लगे और काम, मद और दम्भ आदि जिसमें न हों, हे भाई! मैं सदा उसके वश में रहता हूँ॥6॥

ભગવાન કૃષ્ણએ જશોદા માતાનું પયપાન કર્યું છે તેમજ નંદની આંખના અશ્રુનું પણ દૂધ પીધું છે. નંદનાં અશ્રુ પ્રેમ ધારા છે, પયસીની નદી છે.

 

सतत प्रतीक्षा अपलक लोचन,

हे भव बाधा बिपति बिमोचन,

स्वागत का अधिकार दीजिए,

शरणागत है नयन पुजारी,

॥ बिनती सुनिए नाथ हमारी...॥

મધુર દ્રષ્ટિ, મધુર દર્શન મધ છે.

अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं ।

हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपते रखिलं मधुरं ॥१॥

 

वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं ।

चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपते रखिलं मधुरं ॥२॥

મીઠી નજર સાકર છે, જે આંખો કટુતાથી મુક્ત કઈ દે તે સાકર છે.

ઘણી આંખો પ્રકાશીત હોય છે, આવી આંખની દીપક જ્યોતિ ઘી છે.

મહેશ અનાદિ કવિ છે.

ગુરુવાણી સાંભળવાનો પણ એક રસ હોય છે.

 

Day 2

Sunday. 15/06/2025

સેંદૂરને સિંદૂર વચ્ચે શું અંતર છે?

ગોસ્વામી તુલસીદાસજી વેદ મત અને લોકમત બંનેને સ્પર્શે છે.

સેંદૂર શબ્દ એ લોકમતના નિર્વાહ પ્રમાણે નો શબ્દ છે.

માતૃશરીરનું શ્રેષ્ઠ લક્ષણ શીલ છે.

જાનકી શીલમયી, સુખમયી અને શોભામયી છે.

સિંદૂર સૌભાગ્યવતી મહિલાનું પ્રતીક છે.

સિંદૂરનો એક અર્થ શ્રીંગાર થાય છે જે સુહાગણ નારીનો શ્રીંગાર છે.

સિંદૂર ભૂષણ છે.

સિંદૂરનો એક અર્થ સાહસ થાય છે.

સિંદૂરનો એક અર્થ સમર્પણ – ત્યાગ થાય છે.

વિદ્વાન અને વિદ્યાવાન વચ્ચે ફેર છે.

હનુમાનજી વિદ્વાન અને વિદ્યાવાન છે.

 

विद्यावान गुनी अति चातुर । राम काज करिबे को आतुर ॥

વિદ્યાવાન ગુની અતિ ચાતુર | રામ કાજ કરિબે કો આતુર ॥

 

હનુમાનજી અત્યંત ચતુર, વિદ્યાવાન, અને ગુણવાન છો. આપ સદા ભગવાન શ્રીરામના કાર્યો કરવા માટે આતુર રહો છો.

રાવણ વિદ્વાન છે પણ વિદ્યાવાન નથી.

રાવણ એટલો વિદ્વાન છે કે જેનાં ૧૦ મુખ પૈકી ૬ મુખ છ શાસ્ત્ર અને ૪ મુખ ચાર વેદ છે. એવું સાધુમતનું માનવું છે.

જાનકી શાંતિ છે અને રાવણ આ શાંતિનું અપહરણ કરે છે, આવી રાવણની વિદ્વતાનો શું અર્થ?

મહાપુરુષના ઉપદેશનો સમજવો જોઈએ પણ પછી તે ઉપદેશક પાછળ પાછળ ફરવાનો કોઈ અર્થ નથી.

વિદ્વાન રાવણ શાંતિનું અપહરણ કરે છે જ્યારે વિદ્યાવાન હનુમાન તે શાંતિને શોધીને રામને આપે છે.

શિકાયતી ચિત આધ્યાત્મિક યાત્રા ન કરી શકે.

સિંદૂરનો એક અર્થ શ્રદ્ધા થાય છે.

સિંદૂર માંગ પૂર્તિકા (માંગ સમાપ્તિ) નું પ્રતીક છે. સિંદૂરની માંગ પૂર્યા પછી કોઈ માંગ રહેતી નથી.

 

एहिं जग जामिनि जागहिं जोगी। परमारथी प्रपंच बियोगी॥

जानिअ तबहिं जीव जग जागा। जब सब बिषय बिलास बिरागा॥2॥

 

 

इस जगत् रूपी रात्रि में योगी लोग जागते हैं, जो परमार्थी हैं और प्रपंच (मायिक जगत) से छूटे हुए हैं। जगत् में जीव को जागा हुआ तभी जानना चाहिए, जब सम्पूर्ण भोग-विलासों से वैराग्य हो जाए॥2॥

 

होइ बिबेकु मोह भ्रम भागा। तब रघुनाथ चरन अनुरागा॥

सखा परम परमारथु एहू। मन क्रम बचन राम पद नेहू॥3॥

 

विवेक होने पर मोह रूपी भ्रम भाग जाता है, तब (अज्ञान का नाश होने पर) श्री रघुनाथजी के चरणों में प्रेम होता है। हे सखा! मन, वचन और कर्म से श्री रामजी के चरणों में प्रेम होना, यही सर्वश्रेष्ठ परमार्थ (पुरुषार्थ) है॥3॥

વિષય બાહ્ય છે, વાસના ભીતર છે.

ઘડી (ઘડીયાળ) જે યંત્ર છે તે આપણા હાથમાં છે પણ ઘડી (સમય) આપણા હાથમાં નથી.

શ્રદ્ધા અને વિશ્વાસના મિલનથી ભરોંસો આવે છે, પેદા થાય છે.

સિંદૂર એક વિચારનું નામ છે.

સિંદૂર સમજ – સમજણ છે.

ઘણા વ્યક્તિઓની સમજણ જ મારી દે છે – પ્રભાવિત કરી દે છે.

અંધ આંખો (આંધણો) જ શ્રાપ આપે, જાગૃત ક્યારેય શ્રાપ ન આપે.

ગાંધારી શ્રાપ આપે છે જ્યારે કૃષ્ણ શ્રાપ નથી આપતા.

સિંદૂરનો એક અર્થ સાધુતા છે.

સાધુતાના પાંચ અંક છે.

                      સ્વચ્છતા – સાધુ શરીરથી તેમજ વસ્ત્રથી સ્વચ્છ હોય.

                      ભીતરી પવિત્રતા – સાધુ અંદરથી પવિત્ર હોય.

                        સાધુમાં નિર્મલતા હોય, તેનામાં મન, બુદ્ધિ અને ચિતની પવિત્રતા હોય.

                        રામ ચરિત માનસ સદગુરુ છે, પરમ સાધુ છે.

                        સાધુમાં ચૈતસિક પવિત્રતા હોય – નિર્મલતા હોય.

                        મન, બુદ્ધિ અને ચિત પવિત્ર હોય અને તેમાં અહંકાર ન આવવો જોઈએ.

                      પ્રસન્નતા – સાધુ પ્રસન્ન હોય.

                        પ્રસન્નતા પરમાત્માના દર્શનનું પ્રવેશ દ્વાર છે.

          સ્વતંત્રતા – સાધુ સ્વતંત્ર હોય, તેને પદ, પ્રતિષ્ઠા, પૈસા પરતંત્ર ન કરી શકે. સમજ્યા વગર કોઈ પણ સાધુની નિંદા ન કરવી જોઈએ.

 

अस कहि चला बिभीषनु जबहीं। आयू हीन भए सब तबहीं॥

साधु अवग्या तुरत भवानी। कर कल्यान अखिल कै हानी॥1॥

 

ऐसा कहकर विभीषणजी ज्यों ही चले, त्यों ही सब राक्षस आयुहीन हो गए। (उनकी मृत्यु निश्चित हो गई)। (शिवजी कहते हैं-) हे भवानी! साधु का अपमान तुरंत ही संपूर्ण कल्याण की हानि (नाश) कर देता है॥1॥

 

परबस जीव स्वबस भगवंता। जीव अनेक एक श्रीकंता॥

मुधा भेद जद्यपि कृत माया। बिनु हरि जाइ न कोटि उपाया॥4॥

 

जीव परतंत्र है, भगवान स्वतंत्र हैं, जीव अनेक हैं, श्री पति भगवान एक हैं। यद्यपि माया का किया हुआ यह भेद असत्‌ है तथापि वह भगवान के भजन बिना करोड़ों उपाय करने पर भी नहीं जा सकता॥4॥

 

सुनहु तात यह अकथ कहानी। समुझत बनइ न जाइ बखानी।।

ईस्वर अंस जीव अबिनासी। चेतन अमल सहज सुख रासी।।1।।

 

हे तात ! यह अकथनीय कहानी (वार्ता) सुनिये। यह समझते ही बनती है, कही नहीं जा सकती। जीव ईश्वर का अंश है। [अतएव] वह अविनाशी, चेतन, निर्मल और स्वभाव से ही सुख की राशि है।।1।।

 

          અસંગતા – સાધુ અસંગ હોય, બધાથી પ્રામાણિક અંતર રાખે જેથી તેને કોઈ રાગ દ્વેષ પકડી ન લે.

સિંદૂરનો એક અર્થ શરણાગતિ છે.

સિંદૂરદાન પછી માતૃ શરીરના નામ પાછળ તેના પિતાના નામને બદલે તેના પતિનું નામ લાગે છે.

સિંદૂરદાન એક સંન્યાસ છે.

સિંદૂર સંધ્યાનું પણ પ્રતીક છે, સંધ્યા સમયે આકાશનો રંગ સિંદૂરી રંગ હોય છે.

સિંદૂરનો એક અર્થ સેવા પરખ પણ છે.

જાનકીનું રામ માટે કરુણાનિધાન એ અંગત સંબોધન છે.

રામ હનુમાનજીને સીતા શોધ માટે જતા પહેલાં જાનકીનુણ આ અંગત સંબોધન કહે છે, તેથી હનુમાનજી જાનકીને ઓળખાણ આપતાં કરુણાનિધાન શબ્દ વાપરે છે.

 

राम दूत मैं मातु जानकी। सत्य सपथ करुनानिधान की॥

यह मुद्रिका मातु मैं आनी। दीन्हि राम तुम्ह कहँ सहिदानी॥5॥

(हनुमान्‌जी ने कहा-) हे माता जानकी मैं श्री रामजी का दूत हूँ। करुणानिधान की सच्ची शपथ करता हूँ, हे माता! यह अँगूठी मैं ही लाया हूँ। श्री रामजी ने मुझे आपके लिए यह सहिदानी (निशानी या पहिचान) दी है॥5॥

ભક્તિથી વિશ્વાસ મળે, શ્રદ્ધાથી જ્ઞાન મળે અને ભરોંસાથી ભગવાન મળે.

 

Day 3

Monday, 16/06/2025

ભાગવતમાં પ્રહલ્લાદ કહે છે કે કામના – ઈચ્છા ૧૩ દૈવી સંપદાનો નાશ કરે છે.

કામના આ ૧૩ દૈવી સંપદા – ધૈર્ય, ધર્મ, લજ્જા, સદબુદ્ધિ, લક્ષ્મી, તેજ, સ્મૃતિ, સત્ય, ઈંદ્રીયો, આત્મા, પ્રાણ વગેરેનો નાશ કરે છે.

રામ ચરિત માનસમાં ૧૩ લાલસાનો ઉલ્લેખ છે જે નાશ નથી કરતી પણ સર્જન કરે છે.

જેને નાથ મળી ગયા હોય એનું સિંદૂર કોઈ ભૂસી ન શકે.

ગુરુ પાસે કોઈ અપેક્ષા ન રાખો પણ ગુરુ ઉપર સંપૂર્ણ ભરોંસો રાખો.

બધાએ ત્રણ ઈચ્છા અવશ્ય રાખવી.

                      બધાએ વારંવાર જન્મ લેવાની ઈચ્છા રાખવી જોઈએ.

          જીવન કેવી રીતે જીવવું એની ઈચ્છા રાખવી જોઈએ. સતસંગ થાય એવું જીવન જીવવાની ઈચ્છા રાખવી. ભજન કરવા માટે જીવન મળે એવી ઈચ્છા રાખવી.

                      કોઈ બુદ્ધ પુરુષ પાસે બેસી રહસ્ય જાણવાની ઈચ્છા રાખવી.

ભગવાન શંકર રામ રાજ્યની સ્થાપના પછી રામ પાસે જે માગણી કરે છે તે વર્ણવતાં તુલસીદાસજી કહે છે કે …..

 

जय राम रमारमनं समनं। भवताप भयाकुल पाहिं जनं।।

अवधेस सुरेस रमेस बिभो। सरनागत मागत पाहि प्रभो।।1।।

 

हे राम ! हे रमारणय (लक्ष्मीकान्त) ! हे जन्म-मरणके संतापका नाश करनेवाले! आपकी जय हो; आवागमनके भयसे व्याकुल इस सेवक की रक्षा कीजिये। हे अवधिपति! हे देवताओं के स्वामी ! हे रमापति ! हे विभो ! मैं शरणागत आपसे यही माँगता हूँ कि हे प्रभो ! मेरी रक्षा कीजिये।।1।।

 

दससीस बिनासन बीस भुजा। कृत दूरि महा महि भूरि रुजा।।

रजनीचर बृंद पतंग रहे। सर पावक तेज प्रचंड दहे।।2।।

 

हे दस सिर और बीस भुजाओंवाले रावणका विनाश करके पृथ्वीके सब महान् रोगों (कष्टों) को दूर करने वाले श्रीरामजी ! राक्षस समूह रूपी जो पतंगे थे, वे सब आपको बाणरूपी अग्नि के प्रचण्ड तेजसे भस्म हो गये।।2।।

 

महि मंडल मंडन चारुतरं। धृत सायक चाप निषंग बरं।।

मद मोह महा ममता रजनी। तम पुंज दिवाकर तेज अनी।।3।।

 

आप पृथ्वी मण्डल के अत्यन्त आभूषण हैं; आप श्रेष्ठ बाण, धनुश और तरकस धारण किये हुए हैं। महान् मद मोह और ममतारूपी रात्रिके अन्धकार समूहके नाश करनेके लिये आप सूर्य तेजोमय किरणसमूह हैं।।3।।

 

मनजात किरात निपातकिए। मृग लोक कुभोग सरेन हिए।।

हति नाथ अनाथनि पाहि हरे। बिषया बन पावँर भूलि परे।।4।।

 

कामदेवरूपी भीलने मनुष्यरूपी हिरनों के हृदय में कुभोग रूपी बाँण मारकर उन्हें गिरा दिया है। हे नाथ ! हे [पाप-तापका हरण करनेवाले] हरे ! उसे मारकर विषयरूपी वनमें भूले पड़े हुए इन पामर अनाथ जीवोंकी रक्षा कीजिये।।4।।

 

बहुरोग बियोगन्हि लोग हए। भवदंध्रि निरादर के फल ए।।

भव सिंधु अगाध परे नर ते। पद पंकज प्रेम न जे करते।।5।।

 

लोग बहुत-से रोगों और वियोगों (दुःखों) से मारे हुए हैं। ये सब आपके चरणों के निरादर के फल हैं। जो मनुष्य आपके चरणकमलोंमें प्रेम नहीं करते, वे अथाह भव सागर में पड़े रहते हैं।।5।।

 

अति दीन मलीन दुखी नितहीं। जिन्ह कें पद पंकज प्रीति नहीं।।

अवलंब भवंत कथा जिन्ह कें। प्रिय संत अनंत सदा तिन्ह कें।।6।।

 

जिन्हें आपके चरणकमलोंमें प्रीति नहीं है, वे नित्य ही अत्यन्त दीन, मलीन (उदास) और दुखी रहते हैं। और जिन्हें आपकी लीला कथा का आधार है, उनको संत और भगवान् सदा प्रिय लगने लगते हैं।।6।।

 

नहिं राग न लोभ न मान मदा। तिन्ह कें सम बैभव वा बिषदा।।

एहि ते तव सेवक होत मुदा। मुनि त्यागत जोग भरोस सदा।।7।।

 

उनमें न राग (आसक्ति) है, न लोभ; न मन है, न मद। उनको सम्पत्ति (सुख) और विपत्ति (दुःख) समान है। इसीसे मुनि लोग योग (साधन) का भरोसा सदा के लिये त्याग देते है और प्रसन्नताके साथ आपके सेवक बन जाते हैं।।7।।

 

करि प्रेम निरंतर नेम लिएँ। पद पंकज सेवत सुद्ध हिएँ।।

सम मानि निरादर आदरही। सब संत सुखी बिचरंति मही।।8।।

 

वे प्रेम पूर्वक नियम लेकर निरन्तर शुद्ध हृदय से आपके चरणकमलोंकी सेवा करते रहते हैं। और निरादर और आदरको समान मानकर वे सब संत सुखी होकर पृथ्वीपर विचरते हैं।।8।।

 

मुनि मानस पंकज भृंग भजे। रघुबीर महा रनधीर अजे।।

तव नाम जपामि नमामि हरी। भव रोग महागद मान अरी।।9।।

 

हे मुनियों के मनरूपी कमलके भ्रमर ! हे रघुबीर महान् रणधीर एवं अजेय श्रीरघुवीर ! मैं आपको भजता हूँ (आपकी शरण ग्रहण करता हूँ)। हे हरि ! आपका नाम जपता हूँ और आपको नमस्कार करता हूँ। आप जन्म-मरणरूपी रोग की महान औषध और अभिमान के शत्रु हैं।।9।।

 

गुन सील कृपा परमायतनं। प्रनमामि निरंतर श्रीरमनं।।

रघुनंद निकंदय द्वंद्वधनं। महिपाल बिलोकय दीन जनं।।10।।

 

आप गुण, शील और कृपा के परम स्थान है। आप लक्ष्मीपति हैं, मैं आपको निरन्तर प्रणाम करता हूँ। हे रघुनन्दन ! [आप जन्म-मरण सुख-दुःख राग-द्वेषादि] द्वन्द्व समूहोंका नाश कीजिये। हे पृथ्वीकी पालना करनेवाले राजन् ! इस दीन जनकी ओर भी दृष्टि डालिये।।10।।

 

दो.-बार बार बर मागउँ हरषि देहु श्रीरंग।

पद सरोज अनपायनी भगति सदा सतसंग।।14क।

 

मैं आपसे बार-बार यही वरदान मांगता हूँ कि मुझे आपके चरणकमलोंकी अचलभक्ति और आपके भक्तोंका सत्संग सदा प्रात हो। हे लक्ष्मीपते ! हर्षित होकर मुझे यही दीजिये।

ભરત પણ આવી જ માગણી કરતાં કહે છે કે ….

अरथ न धरम न काम रुचि गति न चहउँ निरबान।

जनम-जनम रति राम पद यह बरदानु न आन॥204॥

 

मुझे न अर्थ की रुचि (इच्छा) है, न धर्म की, न काम की और न मैं मोक्ष ही चाहता हूँ। जन्म-जन्म में मेरा श्री रामजी के चरणों में प्रेम हो, बस, यही वरदान माँगता हूँ, दूसरा कुछ नहीं॥204॥

નરસિંહ મહેતા પણ માગે છે કે ……..

હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે;

નિત્ય સેવા નિત્ય કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે;

કર્મ ચિત શુદ્ધિ માટે કરો, વસ્તુ પ્રાપ્તિ માટે નહીં. ચિત શુદ્ધિ થશે તો વસ્તુ પ્રાપ્તિ અવશ્ય થશે. જે કર્મથી ચિત શુદ્ધ થયું હશે તે કર્મ અવશ્ય ફળ આપશે જ.

કોઈ પાસેથી ઝુંટવી લીધેલું અમૃત અમર કરશે પણ અભય – નિર્ભય નહીં કરે.

ગાયનનું ફળ ગદગદીત હોવું છે. જો આવું ન થાય તો તે ગાયકની ગાયન સાધના પરિપૂર્ણ નથી.

 Day 4

Tuesday, 17/06/2025

શાંતિ કેવી રીતે મળે?

શાંતિ ત્રણેય અવસ્થામાં મળવિ જોઈએ.

            ૧          જાગ્રત અવસ્થામાં શાંતિ મળવી જોઈએ.

                        જે મળ્યું નથી તેના ત્યાગની ઘોષણા કેવી રીતે થઈ શકે?

                        જે મળ્યું છે તેને વહેંચો.

 

ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત્ ।

તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્યસ્વિદ્‍ ધનમ્ ॥

 

આ જગતમાં જે કાંઈ જણાય છે એ બધું જ પરમાત્માથી વ્યાપ્ત છે. આવા કર્મફળપ્રદાતા પરમાત્માએ આપેલા પોતે કરેલાં કર્મોના ફલસ્વરૂપ ભોગોને શાસ્ત્ર પ્રમાણે ભોગવો. કોઈનું પણ દ્રવ્ય ઇચ્છશો નહિ. (ઉપનિષદ્)

            ૨          સ્વપ્ન અવસ્થામાં શાંતિ મળવી જોઈએ.

            ૩          સુષુપ્ત અવસ્થામાં શાંતિ મળવી જોઈએ.

            ૪          તુરિયા અવસ્થામાં શાંતિની આવશ્યકતા જ નથી.

ઉપરોક્ત ત્રણ અવસ્થામાં શાંતિ મળ્યા પછી જ શાંતિથી અસંગ થઈ જાવ.

આ ત્રણ અવસ્થામાં શાંતિ મળ્યા પછી શંતિથી અલગ થઈ જાવ જોકે આવું થવું ઘણું અઘરું છે.

સાચા ધાર્મિકને ધન તુચ્છ લાગે.

રામ ભગવાન જાનકી માટે સુવર્ણ મૃગનું ચામડું લાવી નથી શકતા તેની પીડા છે, જાનકીની આ માંગ પુરી ન કરી શકવાની પીડા છે. હનુમાનજી પણ મૃગ છે તેમજ સ્વર્ણમય છે, સ્વર્ણ દેહ છે અને તેથી ભગવાન રામ સ્વર્ણમય હનુમાનજીને જાનકી પાસે સીતા શોધ દરમ્યાનનો પ્રસંગ) મોકલે છે. આ ગુરુમુખ વ્યાખ્યા છે.

જે સોનામાં અભિમાન હોય તે નકલી સોનું કહેવાય. હનુમાનજી અસલી સોનાના છે અને તેનામાં કોઈ અભિમાન નથી. જ્યારે લંકા સુવર્ણ નગરી હોવા છતાં તે અભિમાની રાવણ પાસે છે. તેથી લંકા દહન વખતે આખી લંકા ભસ્મ થઈ જાય છે પણ હનુમાનજીને કશું થતું નથી.

 

भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम् |

सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति || 29||

 

 મને બધા યજ્ઞો અને તપસ્યાઓનો ભોક્તા, બધા લોકના પરમ ભગવાન અને બધા જીવોના નિઃસ્વાર્થ મિત્ર તરીકે સાક્ષાત્કાર કરીને, મારો ભક્ત શાંતિ પ્રાપ્ત કરે છે.

 

ભગવાન બધાનો ભોક્તા છે, યજ્ઞ, તપ, દાન વગેરેનો ભોક્તા પ્રભુ છે. આવું જે જાણે છે તેને શાંતિ મળે છે.

ભોકતાનો અર્થ રક્ષા – રક્ષક થાય છે.

યજ્ઞ, તપ, દાન, કથા, સ્વાધ્યાય, જ્ઞાન,સતકર્મ એ બધાની રક્ષા પ્રભુ કરે છે.

 

તેથી કહ્યું છે કે “સાધુ સંતકે તુમ્હ રખવારે”.

ફૂલ ખિલ્યા પછી તે પોતાની ખૂશ્બુને ફેલાતી રોકી નથી શકતું. અને ફૂલને તેની ખૂશ્બુ ફેલાય છે એની ખબર પણ નથી.

 

बैठे सोह कामरिपु कैसें। धरें सरीरु सांतरसु जैसें॥

पारबती भल अवसरु जानी। गईं संभु पहिं मातु भवानी॥1॥

 

कामदेव के शत्रु शिवजी वहाँ बैठे हुए ऐसे शोभित हो रहे थे, मानो शांतरस ही शरीर धारण किए बैठा हो। अच्छा मौका जानकर शिवपत्नी माता पार्वतीजी उनके पास गईं।

સાધુની સેવા તેના સ્વભાવ પ્રમાણે કરો.

 

शान्ताकारं भुजंगशयनं पद्मनाभं सुरेशं

विश्वाधारं गगन सदृशं मेघवर्ण शुभांगम् ।

लक्ष्मीकांत कमलनयनं योगिभिर्ध्यानगम्यं

वन्दे विष्णु भवभयहरं सर्व लौकेक नाथम् ॥

 


ભગવાન વિષ્ણુ, ઠાકુર પરમહંસ, મહર્ષિ રમણ, મીરાં વગેરે શાંત સ્વરુપ છે.

ઉપનિષદ એટલે જે પામી ગયો છે તેની પાસે બેસવું.  ……  ઑશો

આપણે આપણા કાર્યોથી અશાંત થઈ ગયા છીએ.

લાલસા એટલે તિવ્ર – તિવ્રતમ ઝંખના. ઝંખનાને મહસુસ કરી શકાય, તેની વ્યાખ્યા ન થઈ શકે.

 

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:

મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

 

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,

અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

 

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,

ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

 

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;

ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

 

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,

જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

 

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !

તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

 

જો હદયની આગ વધી ‘ગની, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;

કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

 

                                                ગની દહીંવાલા

 

તુલસીદાસજી કહે છે કે તે કવિ નથી.

 

कबि न होउँ नहिं चतुर कहावउँ। मति अनुरूप राम गुन गावउँ॥

कहँ रघुपति के चरित अपारा। कहँ मति मोरि निरत संसारा॥5॥

 

मैं न तो कवि हूँ, न चतुर कहलाता हूँ, अपनी बुद्धि के अनुसार श्री रामजी के गुण गाता हूँ। कहाँ तो श्री रघुनाथजी के अपार चरित्र, कहाँ संसार में आसक्त मेरी बुद्धि !॥5॥।

 

कबित बिबेक एक नहिं मोरें। सत्य कहउँ लिखि कागद कोरें॥6॥

 

इनमें से काव्य सम्बन्धी एक भी बात का ज्ञान मुझमें नहीं है, यह मैं कोरे कागज पर लिखकर (शपथपूर्वक) सत्य-सत्य कहता हूँ॥6॥

 

રામ ચરિત માનસમાં લાલસા શબ્દ ૧૩ વાર આવ્યો છે તેવી ચોપાઈ નીચે પ્રમાણે છે.

1

संभु चरित सुनि सरस सुहावा। भरद्वाज मुनि अति सुखु पावा॥

बहु लालसा कथा पर बाढ़ी। नयनन्हि नीरु रोमावलि ठाढ़ी॥1॥

 

शिवजी के रसीले और सुहावने चरित्र को सुनकर मुनि भरद्वाजजी ने बहुत ही सुख पाया। कथा सुनने की उनकी लालसा बहुत बढ़ गई। नेत्रों में जल भर आया तथा रोमावली खड़ी हो गई॥1॥

2

एक लालसा बड़ि उर माहीं। सुगम अगम कहि जाति सो नाहीं॥

तुम्हहि देत अति सुगम गोसाईं। अगम लाग मोहि निज कृपनाईं॥2॥

 

फिर भी मन में एक बड़ी लालसा है। उसका पूरा होना सहज भी है और अत्यन्त कठिन भी, इसी से उसे कहते नहीं बनता। हे स्वामी! आपके लिए तो उसका पूरा करना बहुत सहज है, पर मुझे अपनी कृपणता (दीनता) के कारण वह अत्यन्त कठिन मालूम होता है॥2॥

3

लखन हृदयँ लालसा बिसेषी। जाइ जनकपुर आइअ देखी॥

प्रभु भय बहुरि मुनिहि सकुचाहीं। प्रगट न कहहिं मनहिं मुसुकाहीं॥1॥

 

लक्ष्मणजी के हृदय में विशेष लालसा है कि जाकर जनकपुर देख आवें, परन्तु प्रभु श्री रामचन्द्रजी का डर है और फिर मुनि से भी सकुचाते हैं, इसलिए प्रकट में कुछ नहीं कहते, मन ही मन मुस्कुरा रहे हैं॥1॥

4

दरस लालसा सकुच न थोरी। प्रगटत दुरत बहोरि बहोरी॥

भए मगन सब देखनिहारे। जनक समान अपान बिसारे॥3॥

 

उन्हें (कामदेव और रति को) दर्शन की लालसा और संकोच दोनों ही कम नहीं हैं (अर्थात बहुत हैं), इसीलिए वे मानो बार-बार प्रकट होते और छिपते हैं। सब देखने वाले आनंदमग्न हो गए और जनकजी की भाँति सभी अपनी सुध भूल गए॥3॥

5

दरस लालसा सकुच न थोरी। प्रगटत दुरत बहोरि बहोरी॥

भए मगन सब देखनिहारे। जनक समान अपान बिसारे॥3॥

 

उन्हें (कामदेव और रति को) दर्शन की लालसा और संकोच दोनों ही कम नहीं हैं (अर्थात बहुत हैं), इसीलिए वे मानो बार-बार प्रकट होते और छिपते हैं। सब देखने वाले आनंदमग्न हो गए और जनकजी की भाँति सभी अपनी सुध भूल गए॥3॥

6

जनु उछाह सब सहज सुहाए। तनु धरि धरि दसरथ गृहँ छाए॥

देखन हेतु राम बैदेही। कहहु लालसा होहि न केही॥2॥

 

और सब प्रकार के उत्साह (आनंद) मानो सहज सुंदर शरीर धर-धरकर दशरथजी के घर में छा गए हैं। श्री रामचन्द्रजी और सीताजी के दर्शनों के लिए भला कहिए, किसे लालसा न होगी॥2॥

7

मोहि  अछत  यहु  होइ  उछाहू।  लहहिं  लोग  सब  लोचन  लाहू॥

प्रभु  प्रसाद  सिव  सबइ  निबाहीं।  यह  लालसा  एक  मन  माहीं॥2॥

 

मेरे  जीते  जी  यह  आनंद  उत्सव  हो  जाए,  (जिससे)  सब  लोग  अपने  नेत्रों  का  लाभ  प्राप्त  करें।  प्रभु  (आप)  के  प्रसाद  से  शिवजी  ने  सब  कुछ  निबाह  दिया  (सब  इच्छाएँ  पूर्ण  कर  दीं),  केवल  यही  एक  लालसा  मन  में  रह  गई  है॥2॥

8

मंगल  सकल  सोहाहिं  न  कैसें।  सहगामिनिहि  बिभूषन  जैसें॥

तेहि  निसि  नीद  परी  नहिं  काहू।  राम  दरस  लालसा  उछाहू॥4॥

 

राजा  को  ये  सब  मंगल  साज  कैसे  नहीं  सुहा  रहे  हैं,  जैसे  पति  के  साथ  सती  होने  वाली  स्त्री  को  आभूषण!  श्री  रामचन्द्रजी  के  दर्शन  की  लालसा  और  उत्साह  के  कारण  उस  रात्रि  में  किसी  को  भी  नींद  नहीं  आई॥4॥

9

अति  लालसा  बसहिं  मन  माहीं।  नाउँ  गाउँ  बूझत  सकुचाहीं॥

जे  तिन्ह  महुँ  बयबिरिध  सयाने।  तिन्ह  करि  जुगुति  रामु  पहिचाने॥2॥

 

उनके  मन  में  (परिचय  जानने  की)  बहुत  सी  लालसाएँ  भरी  हैं।  पर  वे  नाम-गाँव  पूछते  सकुचाते  हैं।  उन  लोगों  में  जो  वयोवृद्ध  और  चतुर  थे,  उन्होंने  युक्ति  से  श्री  रामचन्द्रजी  को  पहचान  लिया॥2॥ 

10

तेहि  बासर  बसि  प्रातहीं  चले  सुमिरि  रघुनाथ।

राम  दरस  की  लालसा  भरत  सरिस  सब  साथ॥224॥

 

उस  दिन  वहीं  ठहरकर  दूसरे  दिन  प्रातःकाल  ही  श्री  रघुनाथजी  का  स्मरण  करके  चले।  साथ  के  सब  लोगों  को  भी  भरतजी  के  समान  ही  श्री  रामजी  के  दर्शन  की  लालसा  (लगी  हुई)  है॥224॥

11

राम  दरस  लालसा  उछाहू।  पथ  श्रम  लेसु  कलेसु  न  काहू॥

मन  तहँ  जहँ  रघुबर  बैदेही।  बिनु  मन  तन  दुख  सुख  सुधि  केही॥2॥

 

श्री  रामजी  के  दर्शन  की  लालसा  और  उत्साह  के  कारण  किसी  को  रास्ते  की  थकावट  और  क्लेश  जरा  भी  नहीं  है।  मन  तो  वहाँ  है  जहाँ  श्री  राम  और  जानकीजी  हैं।  बिना  मन  के  शरीर  के  सुख-दुःख  की  सुध  किसको  हो?॥2॥

12

स्वामि  सुजानु  जानि  सब  ही  की।  रुचि  लालसा  रहनि  जन  जी  की॥

प्रनतपालु  पालिहि  सब  काहू।  देउ  दुहू  दिसि  ओर  निबाहू॥2॥

 

हे  स्वामी!  आप  सुजान  हैं,  सभी  के  हृदय  की  और  मुझ  सेवक  के  मन  की  रुचि,  लालसा  (अभिलाषा)  और  रहनी  जानकर,  हे  प्रणतपाल!  आप  सब  किसी  का  पालन  करेंगे  और  हे  देव!  दोनों  ओर  अन्त  तक  निबाहेंगे॥2॥

13

छूटी त्रिबिधि ईषना गाढ़ी। एक लालसा उर अति बाढ़ी।

राम चरन बारिज जब देखौं। तब निज जन्म सफल करि लेखौं।।7।।

 

मेरी तीनों प्रकार की (पुत्रकी, धनकी और मानकी) गहरी प्रबल वासनाएँ छूट गयीं। और हृदय में एक ही लालसा अत्यन्त बढ़ गयी कि जब श्रीरामजीके चरणकमलों के दर्शन करूँ तब अपना जन्म सफल हुआ समझूँ।।7।।

અમૃત સ્વર્ગમાં, પાતાળમાં, ચંદ્રમામાં, અધર – હોઠમાં છે.

અહિનો એક અર્થ સૂર્ય થાય છે.

સૂર્ય વંશના રામના હાથે જાનકીની માંગ ભરાય છે – સિંદૂર પુરવામાં આવે છે.

ભૈરવને પણ સિંદૂર ચઢાવવામાં આવે છે.

જેને સિંદૂર ચઢે તે દેવ જલ્દી પ્રસન્ન થઈ જાય.

ગણેશ, હનુમાન, દુર્ગા અને ભેરવને સિંદૂર ચઢે છે અને આ ચારેય યુદ્ધ દરમ્યાન પર્ત્યક્ષ કે પરોક્ષ રીતે હાજર હોય છે.

યુદ્ધ દરમ્યાન હાથી હોય જે ગણેશનું પ્રતીક છે, હનુમાનજી કુરુક્ષેત્રના યુદ્ધ દરમ્યાન અર્જુનના રથની ધજા ઉપરે બિરાજેલા છે, યુદ્ધમાં વપરાતી તલવાર દુર્ગાનો સંકેત છે, યુદ્ધ દરમ્યાનની ભયંકરતા ભેરવનો સંકેત છે.

ભગવાન શંકર પરણવા જતી વખતે પોતાના વાહન બેલ ઉપર ઊલટા બેસે છે. બેલ ધર્મનું પ્રતીક છે. તેથી ધર્મની સવારી કર્યા પછી જીવનમાં પલટો -વણાંક આવવો જોઈએ એવો સંકેત છે.


Day 5

Wednesday, 18/06/2025

જ્ઞાન પ્રાપ્તિ કેવી રીતે થાય?

ગુરુ વગર તેમજ વૈરાગ્ય વગર જ્ઞાન પ્રાપ્ત ન થાય.

પુસ્તકનો એક અર્થ પુશ તક થાય છે,પુસ્તક એટલે એક સિમા સુધી ધક્કો મારવો.

જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।

જય કપીસ તિહું લોક ઉજાગર ॥

રામદૂત અતુલિત બલ ધામા ।

અંજનિ પુત્ર પવન સુત નામા ॥

ગુરુ જ્ઞાન આપે અને વૈરાગ્ય જ્ઞાનને પચાવે.

આપણે અહમ્ બ્રહ્માસ્મિ "હું બ્રહ્મ છું." છીએ જ, પણ આપણને તેની ઓળખ નથી, ઓળખ બાકી છે.

સૂર્ય જ્ઞાન છે જેને હનુમાનજી બાલ સ્વરુપમાં ખાઈ જાય છે – ગળી જાય છે.

સૂર્ય બધાનો ગુરુ છે.

बंदउँ गुरु पद कंज कृपा सिंधु नररूप हरि।

महामोह तम पुंज जासु बचन रबि कर निकर॥5॥

मैं उन गुरु महाराज के चरणकमल की वंदना करता हूँ, जो कृपा के समुद्र और नर रूप में श्री हरि ही हैं और जिनके वचन महामोह रूपी घने अन्धकार का नाश करने के लिए सूर्य किरणों के समूह हैं॥5॥

 

આભના થાંભલા રોજ ઉભા રહે

વાયુનો વીંઝણો રોજ હાલે,

ઉદય અને અસ્તના દોરડા ઉપરે

નટ બની રોજ રવિરાજ મ્હાલે,

ભાગતી ભાગતી, પડી જતી પડી જતી,

રાત નવ સૂર્યને હાથ આવે,

કર્મવાદી  બધા  કર્મ  કરતા  રહે

એમને  ઉાંઘવું  કેમ  ફાવે ?

નીર સાગર તણાં સ્થિર રેતા નથી

ધીર ગંભીર દિન રાત જાગે,

સામટી સરિતા પાણી પાતી રહે

તોય નવ આપનો  ગુણ ત્યાગે

ઓટમાં કદીયે આંસુ નથી પડતો

ભરતીમાં નથી છલકાઇ જાતો

જગતને કર્મના પાઠ સમજાવતો

ભરતીને ઓટમાં લહેર કરતો

દેવ વસુદેવ ને દેવકી કેદમાં

કૌરવો સતી તણાં ચીર ઝોંટે,

ધર્મને  કર્મ બે સાથ હાકલ કરે

શામળો સેજમાં કેમ લોટે ?

લાલ ચક્રો ફરે  ઘોર પરદેશના

દુઃખનો અગન-રસ વહે જ્યાંથી

ભારતી આરતી નાદ ઉચ્ચારતી

ગાંધીને હોય આરામ ક્યાંથી ?

વક્તાથી શ્રોતા મહાન છે. શ્રોતા જ્ઞાન નિધિ છે.

 

श्रोता सुमति सुसील सुचि कथा रसिक हरि दास।

पाइ उमा पति गोप्यमपि सज्जन करहिं प्रकास।।69ख।।

 

हे उमा ! सुन्दर बुद्धिवाले, सुशील, पवित्र कथा के प्रेमी और हरि के सेवक श्रोता को पाकर सज्जन अत्यन्त गोपनीय (सबके सामने प्रकट न करने योग्य) रहस्य को प्रकट कर देते हैं।।69(ख)।।

ગોસ્વામીજી પોતાના મનને શ્રોતા બનાવી કથા કહે છે. કારણ કે મન કાયમ પોતાની સાથે જ હોય.

રામ ૧૬ શીલથી યુક્ત છે.

ભગવતી જાનકી ૧૬ ઊર્જાનું કેંદ્ર છે, સાત્વિક ઊર્જાનું કેંદ્ર છે.

શિવ ભગવાન ૧૬ રસના કેંદ્ર છે.

પાર્વતી ૧૬ ઊર્જાનું કેંદ્ર છે.

હનુમાનજી ૧૬ વિદ્યાવાન છે.

કૃષ્ણ ૧૬ કલાના અવતાર છે.

માનસમાં ભરતજૂ પાસે પણ ૧૬ વસ્તુ છે.

 

सिय राम प्रेम पियूष पूरन होत जनमु न भरत को।

मुनि मन अगम जम नियम सम दम बिषम ब्रत आचरत को॥

दुख दाह दारिद दंभ दूषन सुजस मिस अपहरत को।

कलिकाल तुलसी से सठन्हि हठि राम सनमुख करत को॥

 

श्री सीतारामजी के प्रेमरूपी अमृत से परिपूर्ण भरतजी का जन्म यदि न होता, तो मुनियों के मन को भी अगम यम, नियम, शम, दम आदि कठिन व्रतों का आचरण कौन करता? दुःख, संताप, दरिद्रता, दम्भ आदि दोषों को अपने सुयश के बहाने कौन हरण करता? तथा कलिकाल में तुलसीदास जैसे शठों को हठपूर्वक कौन श्री रामजी के सम्मुख करता?

સત્ય ચાંદી છે અને પ્રેમ સુવર્ણ છે. કરુણા હિરા મોતી છે.

રામ સત્ય છે, ભરત પ્રેમ છે અને જાનકી કરુણા છે.

દરેક માતા કરુણામૂર્તિ છે.

મહાકાલના પરમ સાધુ જે ભુષુડીના ગુરુ છે તેનામાં પણ ૧૬ વસ્તુ છે.

ભજન પ્રમાણ છે, સાધુ મત પ્રમાણ છે.

 

નમામીશમીશાન નિર્વાણરૂપં વિભું વ્યાપકં બ્રહ્મવેદસ્વરૂપમ્ ।

નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં ચિદાકાશમાકાશવાસં ભજેઽહમ્ ॥ 1 ॥

નિરાકારમોંકારમૂલં તુરીયં ગિરાજ્ઞાનગોતીતમીશં ગિરીશમ્ ।

કરાલં મહાકાલકાલં કૃપાલું ગુણાગારસંસારપારં નતોઽહમ્ ॥ 2 ॥

 

चिताभस्मा लेपो गरलमशनम दिकपटधरो

जटाधारी कंठे भूजगपतिहारी पशुपति,

कपाली भूतेशो भजती जगदीशैक पदवीम,

भवानी त्वत्पानिग्रहणपरिपाटी फलमीदम।

 

जो चिता भस्म का लेप लगाते हैं, विष पीते हैं, जो दिगंबर है, जो जटा मुकुट धारण किए हुए हैं, गलेमे सर्पो की माला है,जो पशुपति और  भूतो के स्वामी हैं, जो हाथ में खप्पर लिए हुए हैं, ऐसे महादेव को "जगदीश्वर" की पदवी मिली हुई है, तो वो भी हे मां भवानी ! आपके साथ पाणी ग्रहण (विवाह) होने का ही फल है।

મહાકાલના મંદિરમાં ભગવાન મહાકાલ પાર્વતીની માગણી અનુસાર પાર્વતીનું સિંદૂર લઈ પરમ સાધુની માંગ ભરે છે, સિંદૂર દાન કરે છે.

શ્રવણ પ્રથમ ભક્તિ છે.

પરમ સાધુમાં ૧૬ વસ્તુ – ૧૬ લક્ષણ હોય છે જે નીચે પ્રમાણે છે. આ સુહાગી સાધુના લક્ષણ છે.

માતા પિતાની સેવા કરવી, પોતાની પત્નીને સાચો પ્રમ કરવો એ પણ કથા જ છે.

 

नारि बिबस नर सकल गोसाईं। नाचहिं नट मर्कट की नाईं॥

सूद्र द्विजन्ह उपदेसहिं ग्याना। मेल जनेऊ लेहिं कुदाना॥1॥

 

हे गोसाईं! सभी मनुष्य स्त्रियों के विशेष वश में हैं और बाजीगर के बंदर की तरह (उनके नचाए) नाचते हैं। ब्राह्मणों को शूद्र ज्ञानोपदेश करते हैं और गले में जनेऊ डालकर कुत्सित दान लेते हैं॥1॥

પરમ સાધુનો સ્વભાવ – સ્વરુપ અને શીલ એક બીજાના પર્યાય છે. સ્વભાવ અને શીલ એક જ છે. સ્વભાવ એટલે સ્વરુપ બોધ.

1              પરમ સાધુ ધર્મ શીલ હોય, તે બીજાના પ્રભાવમાં ન આવે.

2              પરમ સાધુ કરુણાશીલ હોય. સત્ય, પ્રેમ અને કરુણા જેનામાં આવે તે ધર્મ શીલ છે, ધર્મ શીલની સાથે સાથે કરુણાશીલ હોવું જરુરી છે.

3          પરમ સાધુ સત્ય શીલ હોય.

4          પરમ સાધુ કર્મ શીલ હોય, તે જન કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દે.

 

परोपकाराय फलन्ति वृक्षाः परोपकाराय वहन्ति नद्यः ।

परोपकाराय दुहन्ति गावः परोपकारार्थमिदं शरीरम् ॥

वृक्ष दूसरों के लिए फल देते हैं, नदियाँ दूसरों के लिए जल बहाती हैं, गायें दूसरों के लिए दूध देती हैं, और यह शरीर भी परोपकार (सेवा) के लिए ही बना है।

5          પરમ સાધુ મૌન શીલ હઓય.

6          પરમ સાધુ પ્રેમ શીલ હોય, અખંડ સુહાગી હોય.

7          પરમ સાધુ સ્વીકાર શીલ હોય.

8          પરમ સાધુ વિવેક શીલ, વિચાર શીલ, વેદાંત શીલ હોય.

9          પરમ સાધુ સુખ શીલ હોય.

10        પરમ સાધુ બલ શીલ હોય, તેનામાં આત્મ બળ, પ્રાણ બળ, ભજન બળ, હરિનામ જપનું બળ હોય.

11        પરમ સાધુ સ્મરણ શીલ હોય, તે કોઈએ કરેલ ઉપકારને જન્મો જન્મ સુધી ન ભૂલે.

12        પરમ સાધુ વિસ્મરણ શીલ હોય, તે કોઈએ ખરાબ કર્મ કર્યું હોય તેને જન્મો જન્મ સુધી ભૂલી જાય.

13        પરમ સાધુ સેવા શીલ હોય, પરમ સાધુ સમાજની સેવા કરે.

14        પરમ સાધુ વિનય શીલ હોય, ગુરુ વિવેક સાગર છે તે આખું જગત જાણે છે.

15        પરમ સાધુ વચન શીલ હોય.

16        પરમ સાધુ ધૈર્ય શીલ હોય.

કથા સંવાદની પંક્તિમાં ભગવાન રામના હાથને સર્પ કહ્યો છે, તેનો અર્થ એવો થાય છે કે સિંદૂર દાન સમયે ભગવાન રામના હાથનો આકાર સર્પ જેવો દેખાય છે. જાનકીનું મુખ ચંદ્ર સમાન છે અને ચંદ્રમાં અમૃત છે. આ અમૄતને પામવાની સર્પની ચેષ્ટા છે.

 

यज्ञदानतपःकर्म न त्याज्यं कार्यमेव तत्।

यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम्।।18.5।।

 

यज्ञ, दान और तपरूप कर्मोंका त्याग नहीं करना चाहिये, प्रत्युत उनको तो करना ही चाहिये क्योंकि यज्ञ, दान और तप -- ये तीनों ही कर्म मनीषियोंको पवित्र करनेवाले हैं।

 

Day 8

Saturday, 21/06/2025

સનાતન ધર્મ ગગન સમાન વિશાળ છે, આકાશ સમાન બધાને અદર આપે છે તેથી જ તે મહાન છે, સર્વ શ્રેષ્ઠ ધર્મ છે.

સિંદૂર આદિ ભૌતિક, આદિ દૈવિક અને આદિ આધ્યાત્મિક છે.

સ્ત્રીના સેંથામાં સિંદૂરની માંગ ભરવી એ આદિ ભૌતિક સિંદૂર છે.

જીવન સપ્તરંગી છે.

સિંદૂર સમર્પણ, બલિદાનનો રંગ છે.

મહાદેવ પાર્વતી વચ્ચે આદિ દૈવિક સિંદૂરનો સમ્કેત છે.

આધ્યાત્મિક સિંદૂર રામ સીતા વચ્ચે થયેલ છે જ્યાં પુરુષ (રામ) પ્રકૃતિની (જાનકી) માંગમાં સિંદૂર પુરે છે. પુરુષનું કામ સિંદૂર પુરવાનું છે, અને જેની માંગ ભરી છે તેનું રક્ષણ કરવાનું પણ છે.

સિંદૂર પુરનાર રક્ષક બને છે.

ભક્તિની માંગમાં ભગવાન . શક્તિની માંગમાં શક્તિમાન સિંદૂર પુરે છે.

કૃષ્ણ પૂર્ણ કામ છે જ્યારે મીરાં નિષ્કામ છે.

મયુર નિષ્કામ પક્ષી છે.

ગુરુ શિષ્યની માંગ ભરે છે, માંગ ભર્યા પછી શિષ્યને અપનાવી લે છે, તેનું રક્ષણ પણ કરે છે.

 

शून्य मरै अजपा मरै, अनहद हू मरि जाय।

राम सनेही मरै, रहा कबीर समुझाय।।

अर्थात् बौद्धों, सिद्धों, नाथपंथियों आदि का शून्यवाद अजपा जप और अनहद नाद तक मरणशील हैं, किंतु राम सनेही अमर हैं। तो यह राम सनेही कौन है? राम सनेही वह है, जिसे राम स्नेह करे। और कबीर का राम कौन है? वह घट-घट वासी, दलित, उपेक्षित, अपमानित के हृदय में वास करने वाला चैतन्य आत्मतत्व है।

હનુમાનજૂ આપણા રક્ષક છે.

અર્જુનને ભગવાન કૃષ્ણ અને હનુમાનજીને ભગવાન રામ સિંદૂરથી ભરી દે છે.

બાલકાંડ પ્રથાનો કાંડ છે જેમાં વિવિધ પ્રથાઓનો ઉલ્લેખ છે.

અયોધ્યાકાંડ વ્યથાનો કાંડ છે.

અરણ્યકાંડ પથ્યા – પંથનો કાંડ છે.

કિષ્કિંધાકાંડ વ્યવસ્થાનો કાંડ છે.

સુંદરકાંડ અવસ્થાનો કાંડ છે.

લંકાકાંડ વૃથાના (દૂરિતના) નાશનો કાંડ છે.

ઉત્તરકાંડ નિરગ્રંથાનો (ગ્રંથીને છોડવાનો) કાંડ છે.

કથા કલ્પતરુ છે.

જ્યારે ભરત અયોધ્યાથી ભગવાન રામને મળવા જાય છે ત્યારે તેને પાંચ વિધ્ન નડે છે, પાંચ બાધાઓ આવે છે.

1.      પરમાત્માની યાત્રામાં આપણાં વ્રત – નિયમ બાધા બને છે.

2.      પરમાત્માની યાત્રા દરમ્યાન સમાજ ગેરસમજ કરી બાધા રુપ બને છે.

3.      પરમાત્માની યાત્રા દરમ્યાન ઋષિ મુનિ કસોટી કરે છે અને બાધા રુપ બને છે.

4.      પરમાત્માનિ યાત્રા દરમ્યાન દેવતાઓ પોતાના સ્વાર્થ માટે બાધા રુપ બને છે.

5.      પરમાત્માની યાત્રા દરમ્યાન પોતાના સ્વજનો બાધા રુપ બને છે, તેમજ હત્યા કરવા પણ તૈયાર થઈ જાય છે. જ્યારે આવી સ્થિતિ આવે ત્યારે સમજવું પરમાત્મા મિલન નજદિક છે.

 

Day 9

Sunday, 22/06/2025


માનસના દરેક સોપાનમાં સિંદૂરનો સંકેત છે.

બાલકાંડમાં શિવ પાર્વતીના વિવાહ પ્રસંગમાં સિંદૂરનો સંકેત છે.

અયોધ્યાકાંડમાં રામ અને સીતાના વિવાહમાં સિંદૂરનો સંકેત છે, જાનકી ૧૪ વર્ષ વનમાં જઈ પતિવ્રતા ધર્મનો નિર્વાહ કરે છે એ સિંદૂરનો સંકેત છે.

અરણ્યકાંડમાં ભગવતી અને અનસુયા જે પરમ સુહાગન છે, સતી શિરોમણી છે તેનો અને અત્રીનો પ્રસંગ છે. અહીં પતિવ્રતા નારીની કથા છે જેને અનસુયા ગીતા કહેવામાં આવે છે.

કિષ્કિંધાકાંડમાં વાલી પત્ની તારાનો ઉલ્લેખ છે. તારાની સતીઓમાં ગણના થાય છે.

સુંદરકાંડમાં જાનકી અને ત્રિજટાનો ઉલ્લેખ છે.

ભગવાન શંકર પણ ભક્તિની માંગ ભરવાની ઝંખના કરે છે.

 

बार बार बर मागउँ हरषि देहु श्रीरंग।

पद सरोज अनपायनी भगति सदा सतसंग॥14 क॥

 

 

मैं आपसे बार-बार यही वरदान माँगता हूँ कि मुझे आपके चरणकमलों की अचल भक्ति और आपके भक्तों का सत्संग सदा प्राप्त हो। हे लक्ष्मीपते! हर्षित होकर मुझे यही दीजिए॥

 

લંકાકાંડમાં રાવણ પત્ની મંદોદરી પોતાનું સૌભાગ્ય અખંડ રહે તેવી માંગ કરે છે. મંદોદરીની પણ સતીમાં ગણના થાય છે.

ઉત્તરકાંડમાં ભગવાન શિવ ભક્તિના સિંદૂરની માંગ કરે છે.

આશ્રય એને કહેવાય જેમાં શરણમાં આવનાર બધાનો સ્વીકાર કરવામાં આવે.


No comments:

Post a Comment