Translate

Search This Blog

Friday, June 20, 2025

રામ કથા – ૯૩૧ થી ૯૫૦

 

રામ કથા૯૩૧ થી ૯૫૦

પૂજ્ય મોરારી બાપુની રામ કથા સંવાદની રત્ન કણિકાઓ

રામ કથા૯૩૧ થી ૯૫૦ દરમ્યાનના રામ કથાના કેટલાક અંશો અત્રે મારી સમજ પ્રમાણે પ્રસ્તુત છે.

ગોદાવરી બધાને પોતાની ગોદમાં સામાવી લે છે.

પીપળો, આંબળાનું વૃક્ષ, બિલી વૃક્ષ, વડ, અશોક વૃક્ષ નો સમૂહ પંચવટી છે.

પીપળો માયાનું પ્રતીક છે.

બિલી પત્રનું વૃક્ષ વૈરાગ્યનું પ્રતીક છે.

વડ જ્ઞાનનું પ્રતીક છે.

આંબળાનું વૃક્ષ ઈશ્વર અને જીવનો ભેદ દર્શાવે છે.

અશોક વૃક્ષ જાનકી – જતનનું વૃક્ષ છે.

અનપેક્ષાથી આપની વ્યથા છૂટી જાય છે, આનાથી વધારે વિકાસ બીજો કયો છે?

આ શરીર જ પંચવટી છે.

ધર્મ ક્ષેત્રના પાંચ વિભાગ છે – સત્ય, સૌંદર્ય, કોમળતા, ભવિષ્યનો વિચાર અને ભાન કરાવવું.

ધર્મ સત્ય છે.

धरमु न दूसर सत्य समाना। आगम निगम पुरान बखाना॥

मैं सोइ धरमु सुलभ करि पावा। तजें तिहूँ पुर अपजसु छावा॥3॥

 

वेद, शास्त्र और पुराणों में कहा गया है कि सत्य के समान दूसरा धर्म नहीं है। मैंने उस धर्म को सहज ही पा लिया है। इस (सत्य रूपी धर्म) का त्याग करने से तीनों लोकों में अपयश छा जाएगा॥3॥

 

 

રામ મનના સાધુ છે, મહાદેવ વચનના સાધુ છે, જનુમાનજી સેવા અને કર્મના સાધુ છે.

આત્મ બળ – સંકલ્પ બળ બીજું ધર્મ ક્ષેત્ર છે.

કથાથી પરમાત્મા પણ મળી જાય છે.

ધર્મ સૌંદર્યને પણ સુંદર કરે છે.

અહંકાર મુક્ત સરલતા ધર્મ ક્ષેત્ર છે.

આ પંચભૂતનું શરીર મનોહર છે.

 

बड़ें  भाग मानुष तनु पावा। सुर दुर्लभ सब ग्रंथन्हि गावा॥

साधन धाम मोच्छ कर द्वारा। पाइ न जेहिं परलोक सँवारा॥4॥

 

बड़े भाग्य से यह मनुष्य शरीर मिला है। सब ग्रंथों ने यही कहा है कि यह शरीर देवताओं को भी दुर्लभ है (कठिनता से मिलता है)। यह साधन का धाम और मोक्ष का दरवाजा है। इसे पाकर भी जिसने परलोक न बना लिया॥4॥

પંચવટી પાવન છે.

પાંચે તત્વો સુંદર છે.

પોતાની માતા બધાને સુંદર લાગવી જોઈએ.

આકાશ જે અસંગ છે, નિર્લેપ છે તે સુંદર છે.

જલ સુંદર છે.

પવન સુંદર છે જે પાવન કરે છે.

અગ્નિ સુંદર છે જે પાવક છે.

આપની નિષ્ઠા હરિ નામ – રામ નામમાં હોવી જોઈએ.

રુપ આનંદ આપે.

ગુરુ પુત્ર અને ગુરુ પત્નીને ગુરુ સમાન ગણવા જોઈએ, તેમની નિંદા ક્યારેય ન કરવી જોઈએ.

સુગ્રીવ સૂર્યાંશ છે જ્યારે વાલી ઈંદ્રાંશ છે.

ભારત શૌર્યનો દેચ છે.

ભારત શબ્દ બ્રહ્મમાં ભ નો સંકેત ભાનુ, ભાસ્કર છે, ર નો સંકેત રવિ – સૂર્યનો સંકેત છે અને ત તરણી જેનો અર્થ સૂર્ય થાય છે તેનો સંકેત છે.

વિધીથી વિશ્વાસ મહાન છે, વિશ્વાસથી શ્રદ્ધા મહાન છે, શ્રદ્ધાથી નિષ્ઠા મહાન છે, નિષ્ઠાથી ભરોંસો મહાન છે.

ભરોંસો જ ભગવાન છે.

 

पलँग पीठ तजि गोद हिंडोरा। सियँ न दीन्ह पगु अवनि कठोरा॥

जिअनमूरि जिमि जोगवत रहउँ। दीप बाति नहिं टारन कहऊँ॥3॥

 

सीता ने पर्यंकपृष्ठ (पलंग के ऊपर), गोद और हिंडोले को छोड़कर कठोर पृथ्वी पर कभी पैर नहीं रखा। मैं सदा संजीवनी जड़ी के समान (सावधानी से) इनकी रखवाली करती रही हूँ। कभी दीपक की बत्ती हटाने को भी नहीं कहती॥3॥

પલંગ પીઠ વિશ્રામ પીઠ છે.

 

 

 

 

चरनपीठ करुनानिधान के। जनु जुग जामिक प्रजा प्रान के॥

संपुट भरत सनेह रतन के। आखर जुग जनु जीव जतन के॥3॥

 

करुणानिधान श्री रामचंद्रजी के दोनों ख़ड़ाऊँ प्रजा के प्राणों की रक्षा के लिए मानो दो पहरेदार हैं। भरतजी के प्रेमरूपी रत्न के लिए मानो डिब्बा है और जीव के साधन के लिए मानो राम-नाम के दो अक्षर हैं॥3॥

પીઠ અનેક છે જેમ કે જ્ઞાન પીઠ, વિદ્યા પીઠ, ધર્મ પીઠ (ધર્મ પીઠ સત્ય, પ્રેમ અને કરુણાની પીઠ છે), યોગ પીઠ, ભારત પીઠ, રાજ પીઠ વગેરે

રાજનાયક સબળ હોવો જોઈએ – સબળનો શ્રીંગાર સરલતા છે, સજલ હોવો જોઈએ, સંવેદનશીલ હોવો જોઈએ.

પીઠ એને કહેવાય જ્યાં કોઈ બુદ્ધ પુરુષે વગર માગણી કર્યે પાદૂકા આપી હોય, એ જગા જ્યાં આપણને પૂર્ણ શ્રદ્ધા હોય, એ જગ્યા જ્યાંથી આપણને મંત્ર દીક્ષા મળી હોય, એ જગ્યા જ્તાં બધાનું પોષણ થતું હોય – જ્યાં કોઈનું શોષણ ન થતું હોય.

કોઈ મહા પુરુષ જ્યાં સ્નાન કરે તે જલ ઔષધિ બની જાય છે, આ પ્રવાહી પીઠ છે, આ સ્થળ તીર્થ રુપ છે.

અર્જુનને ભારત તરીકે સંબોધન કરતો ભારત શબ્દ બ્ર્હ્મ ૨૨ વખત આવ્યો છે.

ભારત વૈશ્વિક શબ્દ બ્રહ્મ છે.

ભરત પ્રેમનો સાક્ષાત અવતાર છે.

ભારતીનો અર્થ સરસ્વતી થાય છે.

સતી સતસંગનો અનાદર કરે છે.

સતીના મનમાં સંશય પેદા થાય છે જે મનથી ઉદર સુધી જાય છે.

સતી વિશ્વાસને છોડીને પોતાની બુદ્ધિમતાથી રામની પરીક્ષા કરે છે.

બુદ્ધિ વિશ્વાસને પોતાની અંદર આવવા નથી દેતી- સતીનું ઉદાહરણ, જ્યારે શ્રદ્ધા વિશ્વાસને પોતાની અંદર આવવા દે છે, પાર્વતીનું ઉદાહરણ.

શ્રીમદ ભાગવત ભારતનો પરિચય છે.

ભારત શબ્દ બ્રહ્મમાં ભા નો સમ્કેત ભાગવત છે, ર નો સંકેત રામયણ છે અને ત નો સંકેત ઉપનિષદ – ગીતા છે.

ભાગવત સત્ય છે, રામાયણ પ્રેમ છે અને ઉપનિષદ – ગીતા એ કૃષ્ણની કરુણા છે.

ગીતાના ૭૦૦ શ્લોક કૃષ્ણની કરુણા છે.

ભારત શબ્દ બ્રહ્મમાં ભા નો અર્થ ભાગ્ય – નસીબ છે, ર નો અર્થ ભારત પ્રત્યે રતિ – પ્રીતિ છે અને ત નો અર્થ ભારત તપસ્વીઓનો દેશ છે.

વિષય, વિકાર અને ઈર્ષા એ ત્રણ નયન – આંખના દોશ છે.

ચાલાકી કરીને ભલા ભોળા માણસને શીશામાં ઊતારવો દોષ છે.

માનસ ત્રણ છે, માન સરોવર, સદગ્રંથ અને હ્મદય.

આ સમજવા માટે શ્રદ્ધા, સંત સમાગમ અને પરમાત્મા પ્રત્યે પ્રેમ જરુરી છે.

રાજસી શ્રદ્ધા આમ તેમ ફરતી શ્રદ્ધા છે જે અસ્થિર રહે છે, રજોગુણી શ્રદ્ધા બીજાના પ્રભાવમાં આવી જાય.

સાત્વિક શ્રદ્ધા ગાય સમાન છે.

ભજનના ભોગે બીજું કોઈ કાર્ય ન કરી શકાય.

શ્રદ્ધા સત્ય છે, શ્રધેય પ્રેમ છે અને શ્રાદ્ધ કરુણા છે.

સનાતન ધર્મ માટે શાલ કરતાં મશાલની આવશ્યકતા વધારે છે.

રાવણમાં ઘણા સારા ગુણો છે જેવા કે તે બળવાન છે, બુદ્ધિમાન છે, વિદ્યાવાન છે, ધનવાન છે, તપવાન – તપસ્વી છે.

રાવણમાં અનેક ખરાબ લક્ષણ પણ છે જેમ કે તે નીતિવાન નથી, ધર્મવાન નથી, શીલવાન નથી, ભજનવાન નથી, ભક્તિવાન નથી વગેરે.

દરેક વ્યક્તિએ ઘરમાં બે દિવા કરવા, ગુરુની બે પાદૂકા રાખવી, બે ગ્રંથ (રામાયણ ભાગવત કે ગીતા) રાખવા, બે માળા રાખવી (જપ કરવા માટેની અને કંથમાળા).

ભરતનો પ્રેમ, શીલ, સેવા ને જોઈ રામ ભરતને યાદ કરે છે.

સંનિધી એટલે ઓતપ્રોત થઈ જવું.

ભરોંસો ગુરુના ચરણમાં રાખવો.

વિશ્વાસ ગુરુના વચન ઉપર કરવો.

શ્રદ્ધા ગુરુ જેને વહાલ કરે છે એના હ્મદય ઉપર રાખવી.

આપણે વસુધા વંશના છીએ.

સૂર્ય, ચંદ્ર દુર છે.

આપણે વસુધૈવ કુટુંબકમ માં માનીએ છીએ.

આપણે પાંચ યજ્ઞ કરવા જોઈએ -બ્રહ્મ યજ્ઞ, દેવ યજ્ઞ, પિતૃ યજ્ઞ, ભૂત યજ્ઞ અને મનુષ્ય યજ્ઞ.

બ્રહ્મ યજ્ઞ એ છે જેણે શીલવંત વિચારો આપ્યા તેવા સદગ્રંથનું દર્શન કરવું, તેના વિચારોનો પ્રચાર કરવો.

દેવ યજ્ઞ

દેહ યજ્ઞ – આપણા દેહને તંદુરસ્ત રાખવો, શરીર કસાયેલું હોવું જોઈએ. અને દેહ સેવા પણ કહી શકાય. સુયોગ્ય કપડાં પહેરવાં.

 

बड़ें भाग मानुष तनु पावा। सुर दुर्लभ सब ग्रंथन्हि गावा॥

साधन धाम मोच्छ कर द्वारा। पाइ न जेहिं परलोक सँवारा॥4॥

 

बड़े भाग्य से यह मनुष्य शरीर मिला है। सब ग्रंथों ने यही कहा है कि यह शरीर देवताओं को भी दुर्लभ है (कठिनता से मिलता है)। यह साधन का धाम और मोक्ष का दरवाजा है। इसे पाकर भी जिसने परलोक न बना लिया॥4॥

આ શરીર સાધન ધામ છે, મોક્ષ દ્વાર છે, તેનું જતન કરવું.

જે દેખાતું નથી તે નથી એવું માનવું ખોટું છે.

જે બહું નજીક હોય તે ન પણ દેખાય. અતિ સુક્ષ્મ વસ્તુ પણ ન દેખાય.

પ્રેમ સુક્ષ્મતર છે તેથી તે પણ ન દેખાય.

આંખો પણ બોલે છે, આંખો પાસે શબ્દ બ્રહ્મ છે, સ્પર્શ છે, આંખથી સૌંદર્ય જોઈ શકાય.

આ જગત ભોગવવા જેવું નથી પણ સૌંદર્ય માણવા જેવું છે.

આંખનો રસ અશ્રુ છે.

આંખ પાસે નજરની ખુશ્બુ છે.

દેહ સેવા કરો પછી દેવ સેવા કરો.

દેવતાઈ વિચારોને વાગોળવા એ દેવ સેવા છે.

ભીક્ષા લેવા જવાનો અર્થ વસ્તીને ચેતવવાનો છે.

દેશ સેવા – પોતાની ક્ષમતા પ્રમાને દેશ સેવા કરવી.

દીન સેવા

દીલ સેવા – પોતાના દિલની સેવા.

માબાપ જીવતા હોય ત્યારે તેમની સેવા કરવી અને હયાત ન હોય ત્યારે તેમનું સ્મરણ કરવું.

મનુષ્ય તજ્ઞ – માનવ સેવા

કેવટ આ પાંચેય યજ્ઞ કરે છે.

સંતોએ નિંદકોની વચ્ચે રહેવાનું હોય છે.  વિભીષણ લંકામામ નિવાસ કરે છે.

 

लंका निसिचर निकर निवासा। इहाँ कहाँ सज्जन कर बासा॥

मन महुँ तरक करैं कपि लागा। तेहीं समय बिभीषनु जागा॥1॥

 

लंका तो राक्षसों के समूह का निवास स्थान है। यहाँ सज्जन (साधु पुरुष) का निवास कहाँ? हनुमान जी मन में इस प्रकार तर्क करने लगे। उसी समय विभीषण जी जागे॥1॥

 

લક્ષ્ય પ્રાપ્તિ પછી હરિ કહે તેમ કરવું.

જ્ઞાની કર્મ કરતા નથી અને જે કર્મ કરે છે તેને જ્ઞાન નથી.

વિદ્યાવાન પાસે બેસવું.

વિદ્યાવાને વિનયી બનીને રહેવું.

કથા શ્રવણથી પણ પાપ નાશ પામે.

સહજ કર્મ કરવામાં દોશ હોય તો પણ વાંધો નથી.

ભાષા આવે એટલે સત્ય, પ્રેમ ઘટે.

ગરુડના માનવ જાત ઉપર બહું ઉપકાર છે. ગરુડે ભુષુંડી પાસે ખજાનો ખોલાવ્યો છે.

ગરુડ કશ્યપ અને વનિતાનો પુત્ર છે.

જે નિંદા અને નિંદ્રાથી મુક્ત છે તેને સ્વપન્ન નથી આવતાં.

ઘણા વ્યક્તિઓનાં સ્વપન્નાં સાચાં પડે છે.

બુદ્ધ પુરુષની માતાનાં સ્વપન્નાં સાચાં પડે છે.

બુદ્ધ પુરુષનાં સ્વપન્નામ પણ સાચાં પડે છે.

નખ શીશ શુદ્ધ સાધવીનાં સ્વપન્નાં સાચાં પડે છે.

ભવાનીનું સ્વપન્ન, ત્રિજટાનું સ્વપન્ન અને સીતાજીનું સ્વપન્ન સાચું પડે છે.

નાના નિર્દોષ બાળકનું સ્વપન્ન સાચું પડે છે.

જે પોતાનું કર્તવ્ય નથી નિભાવતા તેમનું મૃત્યુ સમયથી પહેલાં થાય છે.

મન અને બુદ્ધિ ઈશ્વરને આપો તો હરિ તમારો થઈ જાય.

કર્મ કરો પણ કર્મના ફળનો ત્યાગ કરો.

Ram Katha is of the people, by the people and for the people.

રામ કથામાં બે પક્ષી છે જે પક્ષપાતી નથી, આ બે પક્ષી ગીધ અને કાકભુષુંડી છે.

 

कोमल चित अति दीनदयाला। कारन बिनु रघुनाथ कृपाला॥

गीध अधम खग आमिष भोगी। गति दीन्ही जो जाचत जोगी॥1॥

 

श्री रघुनाथजी अत्यंत कोमल चित्त वाले, दीनदयालु और बिना ही करण कृपालु हैं। गीध (पक्षियों में भी) अधम पक्षी और मांसाहारी था, उसको भी वह दुर्लभ गति दी, जिसे योगीजन माँगते रहते हैं॥1॥

 

કાગભુષુંડી પરમ બુદ્ધ પુરુષ છે.

 

जड़ चेतन गुन दोषमय बिस्व कीन्ह करतार।

संत हंस गुन गहहिं पय परिहरि बारि बिकार॥6॥

 

विधाता ने इस जड़-चेतन विश्व को गुण-दोषमय रचा है, किन्तु संत रूपी हंस दोष रूपी जल को छोड़कर गुण रूपी दूध को ही ग्रहण करते हैं॥6॥

સાધુ, યોગી રમતો ફરતો હોવો જોઈએ.

કચ્છ ભજન ભૂમિ છે.

કચ્છ ભોજન ભૂમિ છે.

કચ્છ ભાજન ભૂમિ – કથાની પાત્રતા ધરાવતી ભૂમિ છે.

ધૂણો, ખૂંણો અને સુણો માં ધૂણો સત્ય છે, ખૂણો પ્રેમ છે અને સુણો કરુણા છે.

અક્ષય ૯ છે.

1.      અક્ષય તૃતિયા

2.      અક્ષય વટ

3.      અક્ષય પાત્ર

4.      અક્ષય જ્ઞાન

5.      અક્ષય આનંદ અખંડ આનંદ

6.      અક્ષય સુહાગ – અખંડ સુહાગ

7.      અક્ષય ભંડાર

8.      અક્ષય (રાવણ પુત્ર)

9.      અક્ષય પ્રીતિ

પૂજ્યની સેવા અને આપણા પ્રિય વ્યક્તિનું સ્મરણ કરવાથી નિંદ્રા ઉપર વિજય મળે.

જેનામાં પરિપૂર્ણ સત્ય હોય તેને ભય ન લાગે.

પ્રેમીને ભય ન લાગે, ગોપીને ભય ન લાગે.

કરુણાવાનને ભય ન લાગે.

ક્રોધનો જન્મ અજ્ઞાનમાંથી થાય છે.

બુદ્ધં શરણં ગછામિ કરુણા છે.

ધમમ શરણં ગછામિ સત્ય છે, ધર્મ છે.

સંઘમ શરણં ગછામિ પ્રેમ છે.

બધાને પ્રેમ કરો, બધા સાથે મૈત્રી કરો.

કૃષ્ણના ત્રણ સખા છે – અર્જુન, ઉદ્ધવ અને સુદામા.

ઉદ્ધવને શિક્ષા મળે છે, અર્જુનને દિક્ષા મળે છે અને સુદામાને ભિક્ષા મળે છે.

રામના ત્રણ મિત્ર છે – નિષાધરાજ ગુહ જેણે ભિક્ષા માગી, સુગ્રીવ જેને શિક્ષા મળી અને વિભીષણ જેને દિક્ષા મળી.

ભગવાન શંકરના ત્રણ સખા છે – રામ, કૃષ્ણ અને વિષ્ણુ.

યજ્ઞ, તપ – તપસ્યા અને દાન ક્યારેય ન છોડવા.

કથા મહા દાન છે, યજ્ઞ છે તેથી કથા ક્યારેય ન છોડવી.

મનોરથો સફળ થાય તેમાં ઉદ્વેગ, વિક્ષેપ – પ્રતિબંધ અને આવેશ – વ્યાકૂળતા, ચિંતા આવે.

દેહ સેવા – દેહને તંદુરસ્ત રાખવો.

દેવ સેવા

દેશ સેવા

દીન સેવા

દિલ સેવા – દિલને સાચવવું કારણ કે દિલમાં પરમ તત્વ બેથેલો છે.

સત્ય, પ્રેમ અને કરુણાને પ્રસંશાથી અનુસરવું.

આપણું શરીર રથ છે, રથી મૂળ પુરુષ – આત્મા છે, દશ ઈન્દ્રીયો ઘોડા છે, સારથી બુદ્ધિ – વિવેક છે, લગામ મન છે.

વિવેકી બુદ્ધિ સારથી હોવી જોઈએ.

ભગવાન શંકરના પાંચ મનોરથ છે જે તેમનાં પંચ મુખ છે.

૧ માનસની રચનાનો મનોરથ

          કથા શ્રવણનો મનોરથ

          પાર્વતીને કથા સંભળાવવાનો મનોરથ

          રામ વિવાહના દર્શન કરવા.

          રામ રાજ્યની સ્થાપના પછી કૌશલપુરમાં રાજા રામની સ્તુતી કરવી અને રાજા રામ દર્શન કરવા.

 રાવણના ૧૦ મનોરથ છે જે બધા જ વિફળ થાય છે.

          કોઈનાથી ન મરવું.

          શિવ ધનુષ્ય તોડવું.

          સીતાનું અપહરણ કરવું. રાવણે સીતાનું અપહરણ નથી કર્યું પણ સીતાની છાયાનું અપહરણ કર્યું છે.

          જાનકીની એક્વાર નજર પામવી.

          રામ ઉપર વિજય પ્રાપ્ત કરવો.

          રામના બાણનો સામનો કરવો.

          દરિયાને મીઠો કરવો.

          સ્વર્ગમાંથી અમૃત છીનવી રાક્ષસોને પીવડાવવું.

૯`         સ્વર્ગમાં જવાની સીડી બનાવવી.

૧૦        પ્રભુ સાથે વેર બાંધી નિર્વાણ પામવું

૧૧         જીવતો હોય ત્યાં સુધી રામને લંકામાં ન આવવા દેવા.

શબ્દ પાતકી – ખોટો ન હોવો જોઈએ.

શબ્દ પ્રભાવી ન હોવો જોઈએ.

શબ્દ પ્રેરક હોવો જોઈએ.

શબ્દ પાવક – પવિત્ર હોવો જોઈએ.

શબ્દ પારમાર્થિક હોવો જોઈએ.

દરેકે પોતાના ઘરમાં બે હોય તેવી પાંચ વસ્તુ રાખવી જોઈએ.

          દરેકે બે પાદૂકા રાખવી જોઈએ – પરમની પાદૂકા, સમર્થની પાદૂકા રાખવી જોઈએ.

          ઘરમાં બે દિવા કરવા જોઈએ.

          ઘરમાં બે ગ્રંથ રાખવા જોઈએ – ગીતા અને રામાયણ અને દિવસમાં એક વાર આ ગ્રંથોનું દર્શન કરવું જોઈએ.

          દરેકે બે માળા રાખવી જોઈએ – તુલસીની માળા અને રુદ્રાક્ષની માળા રાખવી જોઈએ.

          દરેકે બે અક્ષરનો નામ મંત્ર જપવો જોઈએ.

કોઈ પણ આશ્રય વિના બનાવેલો આશ્રમ ફક્ત એક જાતનો શ્રમ જ છે.

શ્રવણ એ ક્રિયા છે અને ઉપકરણ પણ છે, વિજ્ઞાન છે જ્યારે સાંભળવું એ ફક્ત ક્રિયા છે.

પોતાની વૃત્તિમાં રોકાઈ જવું એ પોતાના ભવનમાં વનવાસ છે.

વનવાસ એકાંત છે.

વનમાળી માળા છે, બેરખો છે, ગુરુની સ્મૃતિ છે.

દશ વસ્તુથી બુદ્ધત્વ પ્રાપ્ત થાય.

બુદ્ધ કોઈ પણ વ્યક્તિ થઈ શકે છે.

પારમિતાનો અર્થ પૂર્ણ થાય છે, જેમાં કોઈ કમી નથી, પરિપૂર્ણતા છે.

શરણાગત થઈને શ્રવણ કરો.

શ્રવણ કરવાનામ પાંચ સૂત્ર છે.

          પ્રસન્ન થઈને શ્રવણ કરવું.

          શાંત રહીને શ્રવણ કરવું.

          સહજ સ્થિતિમાં રહી શ્રવણ કરવું, આગળ પાચળ શું થાય છે તેનું ધ્યાન રાખ્યા વિના સહજ શ્રવણ કરવું.

          એક ચિત રાખી શ્રવણ કરવું, આ ચિત વિરોધ છે.

          કોઈની શરણાગતી સ્વીકારીને શ્રવણ કરવું.

શ્રવણ ભજન છે, ભક્તિ છે.

જમીન અને ધરતીમાં - ભૂમિમાં ફેર છે.

ગુરુ ૫ પ્રકારની શિક્ષા આપે – વિદ્યા, વિનય, કર્મ કૌશલ્ય, શીલ અને ગુણ – અભય.

ગુરુ પાંચ પ્રકારની દિક્ષા આપે.- શબ્દ દિક્ષા (શબ્દ એટલે ભ્રમ ન ફેલાવે તેવો બ્રહ્મ), સ્પર્શ દિક્ષા, રુપ દિક્ષા જે આપણને આપણા સ્વરુપનું ભાન કરાવે, રસ દિક્ષા – સંગીતનો રસ પેદા થાય તેવી દિક્ષા, ગંધ દિક્ષા કે કોઈ એક ફોરમ છે – ખૂશ્બુ છે,

ગુર પાંચ ભિક્ષા આપએ – અશ્રુ ભિક્ષા જે આપણી આંખમાં સંવેદનાના અશ્રુ લાવે, અભેદ ભિક્ષા, અનુભવ ભિક્ષા, અમન (શાંતિ) ની ભિક્ષા, અમલની ભિક્ષા.

 

આદિ શંકર ભગવાને પાંચ સૂત્ર આપ્યાં છે.

યોગ પ્રથમ દ્વાર છે – ચેતના સાથે જોડા રહેવું એ પ્રથમ દ્વાર છે.

હરિ, સદગુરુ પારસ છે.

જનેતા બાળકને સુવડાવી દે જ્યારે સાધુ જગાડી દે.

          વાણી ઉપર નિયંત્રણ રાખવું.

            નિરંતર મન પ્રસન્ન રહે એ મૌન છે.

            આપણે મહા પુરુષોના મૌનને સમજી ન શક્યા એટલે મહા પુરુષે બોલવું પડ્યું.

          ઓછામાં ઓછી વસ્તુઓથી ગુજરાન કરો, અપરિગ્રહ રહેવું.

          ઈચ્છા રહિત રહેવું – નિરિહ રહેવું.

          આશા ન રાખવી.

            ઈચ્છા એ EXPECT છે જ્યારે આશા  HOPE છે.

          નિરંતર એકાંતમાં રહેવું

આપણો પણ લય થઈ જાય એ સર્વોત્તમ એકાંત છે.

માનસ સ્વયમ ગીતા છે.

કપિલ ગીતા, અષ્ટાવક્ર ગીતા ….

ગીતાના મૂળમાં કૃષ્ણ અર્જુન સંવાદ છે.

માનસ પણ સંવાદનું શાસ્ત્ર છે જ્યાં ચાર આચાર્ય છે.

જ્યાં સંવાદ થાય છે તે ગીતા છે.

૧૮ સ્થાનોમાં ગીતા પ્રગટ થઈ છે જે ગીતાના ૧૮ અધ્યાય છે.

માનસમામ પણ વિષાદ યોગ છે.

ભગવાન રામનું શયન જોઈ નિષાદને વિષાદ થાય છે.

વિભીષણને લંકા યુદ્ધ સમયે ભગવાન રામ પાસે રથ નથી તે જોઈ વિષાદ થાય છે.

 

रावनु रथी बिरथ रघुबीरा। देखि बिभीषन भयउ अधीरा॥

अधिक प्रीति मन भा संदेहा। बंदि चरन कह सहित सनेहा॥1॥

 

रावण को रथ पर और श्री रघुवीर को बिना रथ के देखकर विभीषण अधीर हो गए। प्रेम अधिक होने से उनके मन में सन्देह हो गया (कि वे बिना रथ के रावण को कैसे जीत सकेंगे)। श्री रामजी के चरणों की वंदना करके वे स्नेह पूर्वक कहने लगे॥1॥

માનસનો અર્થ હ્મદય થાય છે.

ભગવાન શંકર માનસની રચના કરી પોતાના હ્મદયમાં રાખે છે અને યોગ્ય અવસરે પાર્વતીને સંભળાવે છે.

 

रचि महेस निज मानस राखा। पाइ सुसमउ सिवा सन भाषा॥

तातें रामचरितमानस बर। धरेउ नाम हियँ हेरि हरषि हर॥

 

महादेव ने इसको रचकर अपने मन में रखा था और सुअवसर पाकर पार्वती से कहा। इसी से शिव ने इसको अपने हृदय में देखकर और प्रसन्न होकर इसका सुंदर 'रामचरितमानस' नाम रखा।

ગીતા મારું હ્મદય છે એવું ભગવાન યોગેશ્વર કહે છે.

દુર્યોધને દ્વેષ દ્રષ્ટિથી ભગવાન ક્રિષ્ણના વિરાટ રુપને જુએ છે.

દિવ્ય દ્રષ્ટિ કોઈની કૃપાથી પ્રાપ્ત થાય.

ગુરુ ચરન રજ દિવ્ય દ્રષ્ટિ આપે.

 

 

गुरु पद रज मृदु मंजुल अंजन। नयन अमिअ दृग दोष बिभंजन॥

तेहिं करि बिमल बिबेक बिलोचन। बरनउँ राम चरित भव मोचन॥1॥

 

श्री गुरु महाराज के चरणों की रज कोमल और सुंदर नयनामृत अंजन है, जो नेत्रों के दोषों का नाश करने वाला है। उस अंजन से विवेक रूपी नेत्रों को निर्मल करके मैं संसाररूपी बंधन से छुड़ाने वाले श्री रामचरित्र का वर्णन करता हूँ॥1॥

રામ ગીતા દક્ષિણમાં થઈ છે જ્યારે ભગવદ ગીતા ઉત્તરમાં થઈ છે.

ગીતાના અંતમાં  મામેકમ છે જ્યારે માનસના અંતમાં શરણાગતિ છે.

ગુરુ મુખથી જ વચન નીકળે.

ભગવદ ગીતામાં જે યોગ છે તે બધા રામાયણમાં પ્રયોગ છે.   રામ કિંકરજી મહારાજ

કુરુક્ષેત્રનું યુદ્ધ બુદ્ધત્વ માટે થયું હતું.

જ્યારે સંદેહ, સંશય ખત્મ થઈ જાય ત્યારે બુદ્ધત્વ પ્રાપ્ત થાય.

જ્યારે પૂર્વ જન્મની સ્મૃતિ આવે ત્યારે બુદ્ધત્વ આવે.

બાલકાંડ ભગવાનના પ્રભાવનો પરિચય કરાવે છે.

અયોધ્યાકાંડ ભગવાનના સ્વભાવનો પરિચય કરાવે છે.

કથા શ્રવણ ભજન છે જે ભક્તિનું પ્રથમ સોપાન છે.

પ્રભાવ બાહ્ય દર્શન છે જ્યારે સ્વભાવ આંતરિક દર્શન છે.

શ્રવણ કાનના કુંડલ છે જ્યારે સનાતન ધર્મ મુગુટ છે.

 

भरत बिनय सादर सुनिअ करिअ बिचारु बहोरि।

करब साधुमत लोकमत नृपनय निगम निचोरि॥258॥

 

पहले भरत की विनती आदरपूर्वक सुन लीजिए, फिर उस पर विचार कीजिए। तब साधुमत, लोकमत, राजनीति और वेदों का निचोड़ (सार) निकालकर वैसा ही (उसी के अनुसार) कीजिए॥258॥

વક્તાનાં લક્ષણ

ગૃહસ્થ જો ધન આપીને કથા કરાવવા ઈચ્છે તો તેના ઘરે કથા ન કરવી જોઈએ.

કથાની દક્ષિણા ન લેવી જોઈએ, વિરક્ત બનીને કથા કરવી.

વક્તાએ કોઈના ઘરે ભોજન ન કરવું જોઈએ પણ ભિક્ષાભાવથી ભોજન કરવું જોઈએ.

કથા કરતી વખતે ફક્ત સદવાર્તા જ કહેવી જોઈએ, બીજી કોઈ ચર્ચા ન કરવી જોઈએ.

વક્તાએ પોતાના ગુરુનો પરિચય આપવો જોઈએ.

અરણ્યકાંડ ભગવાનના સંબંધનો કાંડ છે.

અરણ્યકાંડમાં ભગવાન રામ જટાયુ, શબરી, ઋષિમુનિ વગેરે સાથે સંબંધ બાંધે છે.

કિષ્નિક્ધાકાંડ મૈત્રીનો કાંડ છે.

સુંદરકાંડ દુઃખ દૂર કરવાનો કાંડ છે.

લંકાકાંડ મુક્તિનો કાંડ છે.

ઉત્તરકાંડ કૃતકૃત્યભાવનો કાંડ છે.

વિદ્વાન, ઉદાર વ્યક્તિ અને શુરવીરની પાસે લક્ષ્મી ટકતી નથી.

વ્રતથી દિક્ષા ફલિત થાય છે.

દિક્ષાથી દક્ષિણા – જ્ઞાનોપદેશની દક્ષિણા પ્રાપ્ત થાય છે.

દક્ષિણાથી શ્રદ્ધા પ્રાપ્ત થાય છે.

શ્રદ્ધાથી સત્ય પ્રગટ થાય છે.

પ્રેમથી કરુણા પ્રગટ થાય છે.

જે કોઈ સાથે દ્વેષ નથી કરતો અને કોઈની પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી રાખતો તે નિત્ય સંન્યાસી છે.

સેવ્ય કાયમ સ્વતંત્ર હોય છે.

રામ મંદિરનો પાયો વિશ્વાસ, શ્રદ્ધા, ભરોંસો અને અખંડ નિષ્ઠા છે.

રામ મંદિરની પ્લીંથ સારિ આશય છે.

બધી દિશાઓ રામ મંદિર્ની દિવાલો છે.

રામ મંદિરનું દ્વાર બધાનો સ્વીકાર તેમજ બધાનું સન્માન છે.

રામ મંદિરનું ગર્ભગૃહ પરમ સત્ય છે.

રામ મંદિરનું શિખર પરમ પ્રેમ છે.

રામ મંદિરની ધજા કરુણા છે.

સાધકના, ગુરુના, ગ્રંથના મનોરથો જગદંબા, જનની પૂર્ણ કરે છે.

સેવા, ભજન, સુઆયોજનમાં ચતુરાઈ ન કરવી જોઈએ.

ગૌરી, ગ્રંથ, ગુરુ આપણા રથના, આપણા મનોરથના સારથી છે.

આઠ મનોરથ કરવા જોઈએ.

1.      શાંતિનો મનોરથ કરવો જોઇએ.

2.      શક્તિનો મનોરથ પણ કરી શકાય.

3.      સ્વતંત્રનો મનોરથ કરવો જોઈએ.

4.      સૌંદર્ય – શરીરની, મનની સુંદરતાનો મનોરથ કરવો જોઈએ.

5.      અમરતા – અમૃત પામવાનો – દુનિયા યાદ કરે એવું જીવન જીવવાનો મનોરથ કરવો જોઈએ.

6.      જ્ઞાનનો મનોરથ, સમજનનો મનોરથ, વિવેકનો મનોરથ કરવો જોઈએ.

7.      આનંદનો મનોરથ કરવો જોઈએ.

8.      પ્રેમ કરવાનો મનોરથ કરવો જોઈએ.

9.      વિમલ વૈરાગ્યનો મનોરથ કરવો જોઈએ.

              

હનુમાનજીના આઠ મનોરથ નીચે પ્રમાણે છે.

1)     રામ નામ

2)     રામ કામ

3)     રામ શ્રવણ

4)     રામ સેવ

5)     રામ ધામ

6)     નિરંતર રામ દર્શન

7)     બધાનું પ્રાણ બળ વધારવું

8)     સાધુ સંતનું રક્ષણ કરી દુરિતનો નાશ કરવો

સંકલ્પ વિકલ્પ આપણા મનના રથના બે પૈંડા છે.

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર મનના રથના ૪ ઘોડા છે.

ધર્મ, અર્થ,કામ અને મોક્ષમાં સંયમ રાખવો એ મનના રથની લગામ છે.

મોક્ષમાં સંયમ, સમ્યકતા, સમજણની લગામ હોવી જોઈએ.

મનના રથનો સારથી બુદ્ધિ છે.

મનના રથની ધજા સત્ય છે જે ફરફરે છે.

મનના રથના રથી આપને બધા છીએ.

 

આપણે કેવી રીતે જીવવું જોઈએ?

1)     અભાવને ઐશ્વર્ય માનીને જીવવાથી ઓડકાર આવશે. આપણી પાસે જે છે તે પર્યાપ્ત છે એવું માનવું જોઈએ.

2)     એવી રીતે જીવવાનો સમ્કલ્પ કરો કે જેથી આપણે બીજાનો આધાર ન લેવો પડે, બીજાને આધીન ન થવું પડે.

3)     મનને કુટીલતા, દુષ્ટતાથી ન ભરવું.

4)     જીવન રસ પૂર્વક જીવવું, નિરસ ન થવું.

5)     જીવનમાં મૂઢતા, મૂર્છા ન હોવી જોઈએ. જાગૃત રહેવું જોઈએ.

6)     અકર્મનીય ન રહેવું, ઉત્તરદાયીત્વ નિભાવવું.

7)     કોઈ બુદ્ધ પુરુષનો આશ્રય કરવો.

 

જે પૂજ્ય છે તે આપણો ઈષ્ટ દેવ છે.

આપણા ઈષ્ટ દેવના દર્શનથી, તેને અનન્યભાવથી ભજવાથી આપણા પાપ નાશ પામે.

ગુરુમાં મા નું વાત્સલ્ય અને પિતાનો વિબેક હોય છે.

 

ઈષ્ટ કોને કહેવાય?

1)     ઈષ્ટનો અર્થ પ્રિય છે.

2)     જે બધાને પ્રિય છે તે ઈષ્ટ છે.

3)     જે બધાને પ્રાપ્ય છે તે ઈષ્ટ છે.

4)     જે આપણને આપણું લક્ષ્ય પ્રાપ્ત કરાવે, ધ્યેયને પ્રાપ્ત કરાવે તે ઈષ્ટ છે.

5)     જે નિર્દોષ છે અને કાયમ પ્રસન્ન રહે છે તે ઈષ્ટ છે.

6)     જે અધમનો પણ ઉદ્ધાર કરી દે તે ઈષ્ટ છે.

પરમાત્મા, બુદ્ધ પુરુષ, જેનામાં પરમાત્માદત્ત સંપદા હોય તેનું દર્શન કરવું.

સમ્યક દર્શન – બુદ્ધ પુરુષનું મૌન આપણે સમજી નથી શકતા તેથી બુદ્ધ પુરુષને બોલવું પડે છે.

નિકટ દર્શન – પૂજારી નિકટ દર્શન કરે છે.

દૂરદર્શન – દૂર બેઠેલા ગુરુને પોતાની નજીક હોવાની અનુભૂતિ દૂરદર્શન છે.

ધ્યાન દર્શન

પ્રત્યક્ષ દર્શન

જન્મ સ્થાન સિદ્ધિ પ્રાપ્તિનું એક સ્થાન છે. ઘ્રુવ, પ્રહલ્લાદ, શિવાજી મહારાજ આનામ ઉદાહરણ છે.

ગુરુ પાસે હોંશિયારી ન કરવી તેમજ જુઠું ન બોલવું.

કોઈ આપણી વાહવાહ કરે એવી ઈચ્છાન કરવી.

સિદ્ધિનાં પાંચ કેંદ્ર છે.

1)     જન્મ સ્થાન

2)     ઔષધિ જે એક રસાયણ છે તેનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય.

3)     મંત્રથી સિદ્ધિ પ્રાપ્ત થાય.

4)     તપથી સિદ્ધિ અને શુદ્ધિ પ્રાપ્ત થાય.

5)     સમાધિથી સિદ્ધિ અને શુદ્ધિ પ્રાપ્ત થાય.

જો આપણે ઈચ્છીએ તો નામ સ્મરણથી પુનઃજન્મ મટી શકે છે.

શાંત સ્વરુપ શાંતિ આપે.

સૌમ્ય સ્વરુપ અકર્ષિત કરે.

હનુમાનજીએ તુલસીને કહેલ પાંચ સુત્ર

1.      રામ નામ તારક મંત્ર છે.

2.      રામનામ દંદક છે જેના હાથમાં દંડ છે જે ડૂબતાને તારી દે છે.

3.      રામ નામ બિંદુ છે, બીજ છે, આદિ છે.

4.      રામ નામ કુંડલ છે.

5.      રામ નામ અર્ધ ચંદ્રાકાર છે.

શિવ ધર્મનું દાન કરે છે.

પાર્વતી અર્થનું દાન કરે છે, પારમાર્થિક અર્થનું દાન કરે છે. જીવનમાં અર્થ ભજન છે.

કાર્તિકેય પુરુષાર્થનું દાન કરે છે.

ગણેશ પુરુષાર્થની સિદ્ધિનું દાન કરે છે.

વિશ્વાસ કેવી રીતે વધે?

a.      આપણા બુદ્ધ પુરુષની આજ્ઞામાં રુચી વર્ધન કરવાથી, પાલન કરવાથી વિશ્વાસ વધે.

b.     પોતાના બુદ્ધ પુરુષની પ્રકૃતિ – સ્વભાવમાં રુચી વર્ધન કરવાથી વિશ્વાસ વધે.

c.      ગુરુએ આપેલ ગ્રંથમાં રુચી વર્ધન કરવાથી વિશ્વાસ વધે.

d.     ગુરુમાં મીઠુ જેમ પાણીમાં ઓગળી જાય તેમ ઓગળી જવાથી વિશ્વાસ વધે.

નિંબાર્ક પરંપરાનાં પાંચ સૂત્ર

a.      અનુગમન – કોઈની પાછળ ગતિ કરવી, તેને અનુસરવું. સદગુરુનું, સદગુરુની વાતોનું, જીવંત બુદ્ધ પુરુષનું અનુગમન કરવું.

b.     પૂજા કરવી, લોક સેવા કરવી.

c.      ઉપાદાન – પૂજા કરવાની સામગ્રી

d.     વૈષ્ણવ ગ્રંથનો- સદગ્રંથનો સ્વાધ્યાય કરવો.

e.      યોગ કરવો. પરમ તત્વ સાથે સતત જોડાઈ રહેવું.

ભારતીય મનિષા યુદ્ધને રમણીય કહે છે.

ગીતાની જન્મ ભૂમિ, કર્મ ભૂમિ કુરુક્ષેત્ર છે.

જન્મ ભૂમિ પવિત્ર અને સુંદર હોય છે.

કૃષ્ણ પુરુષાર્થ આપે છે તેમજ પ્રારબ્ધ પણ આપે છે.

કુરુક્ષેત્ર તિર્થ ભૂમિ છે.

જે વસ્તુથી અશાંતિ પેદા થાય તેનો ત્યાગ કરવાથી શાંતિ મળે.

વિહારથી સ્થુલ શરિર પેદા થાય છે.

ગુરુના ભજનથી સુક્ષ્મ શરીર મળે છે.

જો ડાઉટ ન કરે તે ડિવોટી છે.

ગુરુ વિષે ગેરસમજ કરવી અપરાધ છે.

ગુરુનું કહેલું ન માનવું અપરાધ છે.

સ્મૃતિ ફળ છે.

ધર્મ કૃષ્ણ છે, કૃષ્ણ જ ગીતા છે.

ગીતાના મંથનથી અશ્રુ અને આશ્રય જ નીકળશે.

આપણે વ્યર્થને સાચવીએ છીએ અને સાર્થકને છોડી દઈએ છીએ.

સ્મૃતિ પ્રસાદ છે, તેને પ્રાપ્ત કરવાનાં કોઈ સાધન નથી.

બુદ્ધ પુરુષની કૃપાથી જ સ્મૃતિનો પ્રસાદ મળે છે. એના માટે સુમિરન કરવું પડે.

જે ભક્તિ કરે છે તેના વશમાં ભગવાન આવી જાય છે.

સેવા ભજન છે.

માનસ વસુધૈવ કુટુમ્બકમ ના ૯ હેતુ છે.

1.      દુનિયામાં શાંતિની સ્થાપના થાય.

2.      દુનિયામાં ભૂખ, બિમારી અને નિરક્ષરતા ન રહે.

3.      દુનિયામાં પરસ્પર મૈત્રી બની રહે.

4.      દુનિયામાં કોઈની સ્વતંત્રનો અધિકાર છીનવાઈ ન જાય.

5.      વિશ્વમાં સંવાદ પેદા થાય

6.      વિશ્વમાં બધાનો સ્વીકાર થાય.

7.      સત્ય

8.      પ્રેમ

9.      કરુણા

સદવિચાર, સદ ઉચ્ચાર અને સદ આચારથી શાંતિ પ્રાપ્ત થાય.

નીચેનાં ત્રણ સૂત્ર મહત્વનાં છે.

a.      સત્યમ શિવમ સુંદરમ

b.     વસુધૈવ કુટુંબકમ

c.      સત્ય, પ્રેમ અને કરુણા

કથા સાધન નથી પણ સાધ્ય છે.

ધર્મ, અર્થ અને કામ છૂટી જાય પછી જે રહે તે મોક્ષ છે.

અહંકાર, અસ્વીકાર, અધિકાર, અનિયંત્રિત સ્વતંત્રતા અને અસહકાર એ પાંચ કિડા વૃક્ષને નાશ કરે છે.

વિષમ પરિસ્થિતિ વિષ છે.

ક્રોધ વિષ છે.

કઠોરતા વિષ છે.

ક્ષમા અમૃત છે.

સુકોમળતા, સંતોષ, દયા અને સત્ય અમૃત છે.

ક્રોધ ઝેર છે જ્યારે ક્ષમા અમૃત છે.

 દયા અમૃત છે.

રામ જન્મના જે પાંચ કારણ છે તેમાં શબ્દ, સ્પર્શ, રુપ, રસ અને ગંધનો સંકેત છે.

જય વિજય અને સનતકુમારોનું કારણ શબ્દના લીધે થયું છે.

જલંધરની પત્ની વૃંદાનું કારણ સ્પર્શના લીધે થયું છે.

નારદ અને વિશ્વમોહિની વચ્ચે રુપના કારણે રામ જન્મનું કારણ બન્યું છે.

મનુ શરુપાનો ભક્તિમય રસ એ રસ ના લીધેનું કારણ છે.

રાજા પ્રતાપ ભાનુનું કારણ ખોરાકની ગંધના લીધે થયું છે.

મીરા રુપ દિવાની, પ્રેમ દિવાની, નામ દિવાની, પીડા દિવાની સાધુ દિવાની છે.

સ્વધર્મ નિભાવવામાં નિષ્ઠાવાનને ઊંઘ નથી આવતી.

પોતાના કુટુંબમાં વસુધૈવ કુટુંમ્કમ લાવવા માટે બધાનો સ્વીકાર, પોતાના સ્વભાવમાં થોડો સુધર અને આવી પડેલી વિપત્તિને પ્રભુ પ્રસાદ ગણી સ્વીકાર કરવો જોઇએ.

માનસ સ્વયં રામ મંદિર છે.

આ રામ મંદિરમામ બાલકાંડ પાયો છે જ્યામ જનજનનો ઉત્સાહ એ પાયો છે.

અયોધ્યાકાંડ પ્લીંથ છે જેમાં બધાનો પ્રેમ પ્લીંથ બને છે.

અરણ્યકાંડનો સતસંગ દ્વાર છે.

કિષકિંધાકાંડ ગર્ભ ગૃહ છે જ્યાં પરમાત્માના ગુણ ગ્રામ – ગુણ ગ્રહણનો સંવાદ છે.

લંકાકાંડ દંડ છે જ્યાં વિવેકના દંડનો સંવાદ છે.

ઉત્તરકાંદ ધજા છે જ્યાં રામ જે ઇષ્ટ છે તે બધાને પ્રિય લાગે છે.

જ્યારે આપણા ગુરુ યાદ આવે અને તેની યાદમાં અશ્રુ આવી જાય તે ગુરુ પૂર્ણિમા છે.

No comments:

Post a Comment