રામ કથા - 983
માનસ કૃષ્ણ અવતાર
Udupi, Karnataka, India
મંગળવાર, તારીખ 01/09/2026
થી બુધવાર, તારીખ 09/09/2026
મુખ્ય ચોપાઈ
जब जदुबंस कृष्न अवतारा। होइहि
हरन महा महिभारा॥
कृष्न तनय होइहि पति तोरा।
बचनु अन्यथा होइ न मोरा॥
रति गवनी सुनि संकर बानी।
कथा अपर अब कहउँ बखानी॥
देवन्ह समाचार सब पाए। ब्रह्मादिक
बैकुंठ सिधाए॥
जब जदुबंस कृष्न अवतारा। होइहि
हरन महा महिभारा॥
कृष्न तनय होइहि पति तोरा।
बचनु अन्यथा होइ न मोरा॥1॥
जब पृथ्वी के बड़े भारी भार को उतारने के लिए यदुवंश
में श्रीकृष्ण का अवतार होगा, तब तेरा पति उनके पुत्र (प्रद्युम्न) के रूप में उत्पन्न
होगा। मेरा यह वचन अन्यथा नहीं होगा॥
रति गवनी सुनि संकर बानी।
कथा अपर अब कहउँ बखानी॥
देवन्ह समाचार सब पाए। ब्रह्मादिक
बैकुंठ सिधाए॥
शिवजी के वचन सुनकर रति चली गई। अब दूसरी कथा बखानकर
(विस्तार से) कहता हूँ। ब्रह्मादि देवताओं ने ये सब समाचार सुने तो वे वैकुण्ठ को चले॥
સનાતન
ધર્મએ આઠ વસ્તુ આપી છે આ સનાતન ધર્મની દેન છે અને તે કૃષ્ણ સાથે પણ સંલગ્ન છે.
૧ રુપ
૨ સત્ય
૩ યજ્ઞ
૪ પૂર્વ
જન્મ અને પુનઃ જન્મ
૫ આત્મા
અને બ્રઃમની ચર્ચા
૬ પાપ
અને પાપનું ફળ
૭ મોક્ષની
પરિકલ્પના
શંખ,
ચક્ર, મોરલી, કુતીલ કેશ, પિતાંબર, મોર પંખ આ આઠ કૃષ્ણ સાથે જોડાયેલ છે.
पर द्रोही पर दार रत पर धन
पर अपबाद।
ते नर पाँवर पापमय देह धरें
मनुजाद॥39॥
वे
दूसरों से द्रोह करते हैं और पराई स्त्री, पराए धन तथा पराई निंदा में आसक्त रहते हैं।
वे पामर और पापमय मनुष्य नर शरीर धारण किए हुए राक्षस ही हैं॥39॥
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति
भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं
सृजाम्यहम् ॥ ७ ॥
परित्राणाय साधूनां विनाशाय
च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि
युगे युगे ॥ ८ ॥
કેવી રીતે કર્મ કરીએ તો કર્મ બંધન ન લાગે?
પાંચ રીતે કર્મ કરીએ તો તે કર્મનું બંધન નથી લાગતું.
આ સાધવીય કર્મ સંહિતા છે.
૧
રાગ દ્વેષથી મુક્ત રહી કર્મ કરીએ તો તેનું બંધન
નથી લાગતું.
રાગ અને દ્વેષ સાપેક્ષ છે. રાગ પેદા થાય એટલે દ્વેષ
આવે જ.
કોઈ એક
વ્યક્તિ કે કથાકાર સાથે જો રાગ પેદા થાય તો પછી બીજી વ્યક્તિ કે કથાકાર સાથે દ્વેષ
પેદા થાય.
૨
અહંકારથી મુક્ત રહીને કરેલું કર્મ બંધન નથી આપતું.
સહજ કર્મ અહંકારથી મુક્ત છે.
શ્વાસ લેવો એ સહજ કર્મ છે, આપણે નથી કહેતા કે મેં
આટલા શ્વાસ લીધા.
સહજં કર્મ કૌન્તેય સદોષમપિ
ન ત્યજેત્ ।
સર્વારમ્ભા હિ દોષેણ ધૂમેનાગ્નિરિવાવૃતાઃ
॥ ૪૮ ॥
હે
કુંતીપુત્ર (અર્જુન)! મનુષ્યે પોતાના સ્વભાવથી ઉત્પન્ન થયેલા (સહજ) કર્મને ક્યારેય
છોડવું જોઈએ નહીં, ભલે તેમાં કોઈ ખામી કે દોષ કેમ ન દેખાતો હોય. કારણ કે, જેમ અગ્નિ
હંમેશા ધુમાડાથી ઘેરાયેલો હોય છે, તેમ દુનિયાના તમામ કર્મો કોઈને કોઈ દોષ અથવા ખામીથી
ઘેરાયેલા જ હોય છે.
જે
સહજ થઈ જાય, સહજ થઈને કર્મ કરે તેણે બીજી કોઈ સાધના કરવાની જરુર નથી.
જો
આદિ અને અંતમાં પરમાત્માને યાદ કરો છો આદિ અને અંતની વચ્ચે કરેલ કર્મની ચિંતા કરવાની
જરુર નથી.
૮
વર્ષની છોકરી ભગવાન માટે ફૂલ ચઢાવે છે, તે છોકરી જ્યારે ૧૮ વર્ષની થાય છે ત્યારે તે
પોતાના શણગાર માટે ફૂલનો ઉપયોગ કરે છે, જ્યારે તે ૨૮ વર્ષની થાય છે – પરણી જાય છે ત્યારે
તે પોતાના પ્રિયતમ – પતિ માટે ફૂલનો ઉપયોગ કરે છે અને જ્યારે તે જ વ્યક્તિ ૭૦ વર્ષની
વૃદ્ધા બને છે ત્યારે તે ફૂલ પરમાત્મા માટે વાપરે છે.
સવાર
સાંજ ભગવાનના થઈ જાવ તો સવાર સાંજની વચ્ચે કરેલ કર્મ બંધન નહીં બને.
સહજ
કર્મ બંધન મુક્ત છે.
કૃષ્ણ
બધા જ કર્મ સહજ કરે છે તેથી તેને કોઈ બંધન નથી લાગતું.
અહલ્યા
પોતાને પતિએ શ્રાપ આપ્યો હોવા છતાં તેને દોષ નથી આપતી.
૩
જગત
કલ્યાણ માટે કરેલ કર્મ બંધન મુક્ત છે.
સાધુ
જે કંઈ કરે છે તે જગત માતે કરે છે તેથી તેને કોઈ બંધન નથી લાગતું.
૪
જે
પ્રત્યેક કર્મ પરમાત્માને રાજી કરવા માટે કરે છે તે કર્મથી બંધન મુક્ત છે.
બિલાડીની
સભ્યતા તે જ્યાં સુધી ઊંદરને ન જુએ ત્યાં સુધી જ રહે છે.
૫
મારો
અધિકાર કર્મ પુરતો જ છે, ફળ ઉપર મારો અધિકાર નથી, કર્મ ફળની અપેક્ષા નથી એ રીતે કરેલ
કર્મ બંધન મુક્ત છે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु
कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते
सङ्गोऽस्त्वकर्मणि॥
(श्रीमद्भगवद्गीता अध्याय 2, श्लोक 47)
भगवान
श्रीकृष्ण के ये वचन हमें याद दिलाते हैं कि हमारा अधिकार केवल कर्म करने में है, फल
में नहीं, इसलिए कर्म को फल की इच्छा से नहीं करना चाहिए और न ही कर्म न करने में आसक्ति
होनी चाहिए।