Translate

Search This Blog

Saturday, September 13, 2014

માનસ કામ દર્શન, રામ કથા

રામ કથા

માનસ કામ દર્શન

ખજુરાહો

મધ્ય પ્રદેશ

શનિવાર, તારીખ ૧૩, સપ્ટેમ્બર, ૧૦૧૪ થી રવિવાર, તારીખ ૨૧, સપ્ટેમ્બર, ૨૦૧૪


મુખ્ય ચોપાઈ

પસુ પચ્છી નભ જલથલ ચારી     l
ભએ કામબસ સમય બિસારી      ll

............................................................................બાલકાંડ .............૮૪/૪

સિદ્ધ બિરક્ત મહામુનિ જોગી     l
તોપ કામબસ ભએ બોયોગી     ll
......................................................................બાલકાંડ.......... ૮૪/૮


તારીખ ૧૪-૦૯-૨૦૧૪, રવિવારનો કથા સમય - સવારના ૦૮.૦૦ કલાક થી બપોરના ૧૨.૦૦ કલાક


માનસ કામ દર્શન ના શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલ સૂત્ર અત્રે પ્રસ્તુત છે.



શુક્રવાર, તારીખ ૧૯-૦૯-૨૦૧૪

આ કથાનો વિષય ગહન નથી. કામ જીવનની સત્યતા છે અને જીવનની સત્યતા ગહન ન હોય. આપણે જે રીતે સહજ રીતે શ્વાસ લઈએ છીએ તેવો જ સહજ આ કથાનો વિષય છે.

કામની ધર્મ પત્ની રતિ છે.

રામજી ભરતને હંસ કહે છે.

ભરતુ હંસ રબિબંસ તડાગા    l
જનમિ કીન્હ ગુન દોષ બિભાગા    ll
                                                                          અયોધ્યાકાંડ ૨૩૧/૬

(હે તાત, ભરત તો સૂર્ય વંશ રૂપી સરોવરનો હંસ છે જેણે જન્મ ધારણ કરીને ગુણ અને દોષનો વિવેક કરી બતાવ્યો છે.)

ભરત તીર્થરાજ પ્રયાગ પાસે અર્થ, ધર્મ, નિર્વાણની માગણી નથી કરતા, તેને નકારે છે. પણ રતીને નકારતા નથી, જન્મ જન્મ રતીની માગણી કરે છે.
માગઉં ભીખ ત્યાગિ નિજ ધરમૂ    l
આરત કાહ ન કરઈ કુકરમૂ     ll
અસ જિયં જાનિ સુજાન સુદાની     l
સફલ કરહિં જગ જાચક બાની     ll
                                                                                              અયોધ્યાકાંડ  ૨૦૪/૦

(આપની પાસે અત્યારે મારો ધર્મ છોડીને ભીખ માગું છું - દુઃખી માણસ કેવાં કેવાં કુકર્મ ન કરે? જગતમાં સુજ્ઞ અને મોટા દાનેશ્વરો આમ વિચારીને જ માગણોની વાણીને સફળ કરે છે.)

અરથ ન ધરમ ન કામ રુચિ ગતિ ન ચહૌ નિરબાન
જનમ જનમ રતિ રામ પદ યહ બરદાનુ અ આન.

(મારે અર્થ, ધર્મ, કામ કે મોક્ષની ઇચ્છા નથી. હું તો જન્મોજન્મ શ્રી રામના ચરણમાં મારી રતિ રહે એ જ વરદાન માગું છું બીજું કશું નહીં.)

કામ છૂટે તો રામને ભજી શકાય, એ સૂત્ર યોગ્ય નથી. પણ રામને ભજો તો કામ છૂટે.

કામના વશમાં ન આવવું.

તુલસીદાસજીના પહેલા ગુરૂ તેમની પત્ની રત્ના છે, પહેલા ગુરૂ કામ છે.

આ કલી યુગ નથી, પણ કથા યુગ છે.

વ્યક્તિને કોઈ અન્ય વ્યક્તિ ન સુધારી શકે, વ્યક્તિ પોતે જ પોતાની મેળે સુધરે.

સંતનો ભૂતકાળ હોય તેમજ પાપીનું ભવિષ્ય પણ હોય.

કામે તુલસીને સતાવ્યા છે, તેમજ ચેતવ્યા પણ છે.

તુલસીનો બીજો ગુરૂ લોભ છે.

તુલસીના ત્રીજા ગુરૂ હનુમાનજી છે.

કોઈ પણ વસ્તુ પ્રત્યે અત્યંત આગ્રહ કામ છે.

પરમાત્મા જેમ નિરાકાર છે, તેમ કામ પણ નિરાકાર છે.

પરમાત્મા જેમ દરેકના હ્નદયમાં રહે છે તેમ કામ પણ દરેકના હ્નદયમાં રહે છે.

આપણે કાયમ માતૃ રૂપને ફક્ત કાયાના રૂપમાં જ જોયું છે.

માતૃ રૂપને ઘણા છાયાના રૂપમાં પણ જુએ છે. જાનકીની છાયાનું રાવણ અપહરણ કરે છે.

માતૃ રૂપ પરમ તત્વ પણ છે અને માતૃ રૂપ પરમ તત્વ રૂપે માયા છે, હરિ માયા છે.

કામના વશમાં ન આવવું તેમજ કામને વશ પણ ન કરવો, પણ ગુરૂ કૄપાથી ભજન કરતાં કરતાં કામમાં બસ કરવાની જરૂર છે.

આપણે બધા જ દંભી છીએ.

તુલસીદાસજી તો કહે છે કે, "મો સમ કૌન કુટિલ ખલ કામી".


શનિવાર, તારીખ ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૪

ભગવાન શિવ કામને ભષ્મ કરી તેની ભષ્મનું લેપન કરે છે.


ગંધર્વરાજ પુષ્પદંત પણ કહે છે કે............


स्मशानेष्वाक्रीडा स्महर पिशाचाः सहचरा
श्चिताभस्मालेपः स्तगपि नृकरोटीपरिकरः ।
अमंगल्यं शीलं तव भवतु नामैवमखिलं
तथाडपि स्मर्तृणां वरद परमं मंगलमसि ॥२४॥

લગાવીને ભસ્મ સ્મરહર સ્મશાને તું રમતો,
ઘણાં ભૂતો સાથે, મૃત શિર તણી માળ કરતો;
નથી કૈં તારામાં મધુર પ્રિય કૈં મંગલ ખરે,
સ્મરે જે તેનું તું, પણ પ્રભુ સદા મંગલ કરે ॥ ૨૪ ॥


સાભાર : http://swargarohan.org/shivmahimna/24

ભગવાન શિવે કામને બાળ્યો છે, વશ કર્યો છે, નારદજીએ કામને જીત્યો છે અને ભગવાન રામે કામને નચાવ્યો છે. ભગવાન રામ કામને બાળતા નથી, જીતતા પણ નથી પણ તેને નચાવે છે.

આપણે સૌ ઈન્દ્રીયોના ગુલામ છીએ અને તેથી આપણે બધા જ ગરીબ છીએ. તેથી આપણે વિકારોના દબાવમાં આવી વાસનાના શિકાર થઈએ છીએ. ગરીબ ઈન્દ્રીયો મનના દબાવમાં આવી ન કરવાનું કાર્ય કર્યા કરે છે અને તેના ક્ષેત્રમાં વિચરવા માંડે છે.

સાધકના વિવેકનો જ્યોતિ ઘણી વાર આવા દબાવમાં બુઝાઈ જાય છે.

પુરુષ પણ USE AND THROW કરે છે.

રામ કરૂણાવાન છે અને તેમની કરૂણા કોમળ છે.

છીંક, બગાસુ, ઠોકર, લોકોના ટાણા વગેરે આપણે ખાઇએ છીએ પણ તેનાથી આપણું પેટ ભરાતું નથી.
આપણે કામને ન નચાવવો છે, ન જીતવો છે, ન ભષ્મ કરવો છે પણ એક પવિત્ર અંતર રાખી તેનો રસ લેવો છે.

જેનું મન પરિપકવ હોય તે તેના મનમાં રહેલ કામને ભષ્મ કરી શકે. ભગવાન શિવજી પરિપકવ મન વાળા છે તેથી તેમણે કામને ભષ્મ કર્યો છે.

જેનું મન વિમલ હોય તે કામને જીતી શકે.

જેનું મન રામ વૃત્તિઓથી બરપુર હોય તે કામને નચાવી શકે.

કામ જ્યારે મનમાંથી બુદ્ધિમાં જાય ત્યારે તે વ્યક્તિને જડ બનાવી દે છે.

મન વિચારે, જ્યારે બુદ્ધિ નિર્ણય કરે.

અહલ્યાનો કામ મનમાંથી બુદ્ધિમાં જવાથી તે કામ માટેનો યોગ્ય સમય ન હોવા છતાં કામને વશ થઈ જાય છે, પરિણામે તે જડ બની જાય છે. આ પ્રસંગમાં ઈન્દ્રની બુદ્ધિ પણ જડ બની જાય છે અને તેથી તે છલ કપટ કરે છે.

બાપની  છાયામાં રહેલ કામ અનર્થ નહીં કરે. બાપની છાયાં રહેતો પુત્ર અનર્થ કરતાં, ખોટું કરતાં જરૂર બચશે.

રામ અને કામને હ્નદયમાં રાખો અને રતિ રૂપી પુત્રવધૂને પણ રાખો. રતિ એ રસ છે.

કોઈનું નૃત્ય નિર્દોષ ભાવથી જોવું એ નૃત્યમાં રસ છે. આવું જોવું ભૂલ નથી તેમજ અપરાધ પણ નથી. એ તો નૃત્યમાં રતિ છે.

રામ કથા રસની સૃષ્ટિ છે.

તુલસી માનસમાંથી રસ લે છે.

રસ ભોગ નથી.કલા રસ, રામ રસ, નૃત્ય રસ વિ.

ખાવું એ ભોગ છે, પીવું એ રસ છે.

પરમાત્મામાં રસ એ રતિ છે.

રતિના કારણે ઘરનું વાતાવરણ રસ રૂપ રહે છે.

કામ બુદ્ધિમાં આવે એટલે જડતા આવે અથવા અતિસય ચંચળતા આવે.

અહલ્યામાં જડતા આવે છે જ્યારે સૂર્પંખામાં ચંચળતા આવે છે.

જ્યારે કામ ચિતમાં જાય ત્યારે ચિંતન શરૂ થાય.

ચિત્રકૂટમાં સુંદર વન છે, મંદાકિની વહે છે.

ચિત્રકૂટ છોડી રામ ક્યાંય ગયા નથી.

ચિત્રકૂટના ૪ લક્ષણ છે, સ્થાન છે. આ જ્યાં હોય તે ચિત્રકુટ છે.

જે ઘરમાં, જે સ્થાનમાં રામ કથાની મંદાકિની વહેતી હોય તે ઘર - સ્થાન ચિત્રકૂટ છે. આવી માનસ રુપી મંદાકિનીનો પ્રવાહ કાયમ વધ્યા જ કરે, દિન દુગુના, રાત ચોગુના વધ્યા કરે.

બહું પ્રખ્યાત થવું એ એક સજા છે. પ્રખ્યાત વ્યક્તિ તેની ઈચ્છા હોવા છતાં અમુક કાર્ય તેમની ખ્યાતિના કારણે નથી કરી શકતા.


જેનું ચિત પવિત્ર હોય, જેનું ચિત પ્રશાંત હોય, જેના ઘરમાં પરસ્પર પ્રેમનું વાતાવરણ હોય, ઘરની બધી જ વ્યક્તિઓ પરસ્પર પ્રેમ કરે, નોકર ચાકરને પણ સ્નેહ આપે, ઘરમાં રામ સીતા હોય તે ઘર ચિત્રકૂટ છે. ઘરમાં રામ હોય, હરામ ન હોય.

દૂધમાં દહીં નાખીએ એટલે દૂધ બગડે. પણ એવું દૂધ આગળ પ્રક્રિયા થતાં ઘી બને અને આવું ઘી દીવો સળગાવતાં પ્રકાશ આપે.

કામ ક્રમશઃ મન, બિદ્ધિ, ચિત અને અહંકાર સુધી સ્થાન બદલે છે.

ગંદા છીએ એટલે ન નહાવું એ યોગ્ય નથી પણ ગંદા છીએ એટલે નાહીને સ્વચ્છ થવું એ યોગ્ય છે.

હરિનામ વિશ્રામ છે.





No comments:

Post a Comment