Translate

Search This Blog

Thursday, September 25, 2014

નવરાત્રિ, અસત્ય પર સત્યનો વિજય

નવરાત્રિનું પાવન પર્વ માતૄ શક્તિની આરાધનાનું મહાન પર્વ છે. દશેરા એ અસત્ય ઉપર સત્યના વિજયનો પ્રતીક રૂપ તહેવાર છે. આપણે ત્યાં વર્ષમાં ચાર વખત (મહા અથવા માઘ માસની નવરાત્રિ, ચૈત્રી નવરાત્રિ, અષાઢી નવરાત્રિ અને અશ્વિન માસની અથવા આસો માસની નવરાત્રિનવરાત્રિનો ઉત્સવ મનાવવામાં આવે છે. પરંતુ આ ચાર નવરાત્રિ પૈકી ચૈત્રી નવરાત્રિ અને અશ્વિન માસની નવરાત્રિ સૌથી પ્રખ્યાત અને મહિમાવંત છે. અશ્વિની માસની નવરાત્રિમાં માતાજીના ગરબા ગાવાનો વિશેષ મહિમા છે.

Happy Durga Pooja And Navratri
Navratri | Source


ॐ या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता ।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ।।

प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी।
तृतीयं चन्द्रघंटेति कूष्माण्डेति चतुर्थकम् ।।
पंचमं स्क्न्दमातेति षष्ठं कात्यायनीति च ।
सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमम् ।।
नवमं सिद्धिदात्री च नवदुर्गाः प्रकीर्तिताः ।।


सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके। 
शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते।।

સર્વ મંગલ માંગલ્યે શિવે સવાર્થે સાધિકે 
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે.


સર્વ મંગળ વસ્તુઓના પણ મંગળ તત્વરૂપ , સર્વ અર્થોને સિદ્ધ કરનારાં હે શિવસ્વરૂપા - મંગળાસ્વરૂપા દેવી, તમે જ એક શરણ લેવા યોગ્ય છો. હે શિવના સ્વરૂપભૂત ત્રણ નેત્રોવાળાં ગૌરી, હે નારાયણના સ્વરૂપભૂત નારાયણી શક્તિ, તમને નમસ્કાર.

માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

માવડી ની કોટમા તારાના મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.



.............................................................................અવિનાશ વ્યાસ



આશા ભોંસલેના સ્વરમાં "માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો" ને માણવા નીચેની લિંક ઉપર ક્લિક કરવા વિનંતિ.

હેમા દેસાઈના સ્વરમાં માણો ગરબાની રમઝટ
કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ ચાલો સહિયર જઈએ ચાંચર ચોકમાં રે લોલ
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો મા તારો સોના રૂપાનો બાજોઠીયો શંખલપુરની શેરીઓ રે માં અંબામાને કાજ જો અંબિકા તારે ચોકમાં ઉડે અબીલ ગુલાલ
Navratri is commonly celebrated all over the world in our culture by playing garba. But why do we play garba? What does a garbo (the clay-pot) signify? Pujya Bhaishri beautifully explains in this Navratri Sandesh. When playing garba, in the centre, we keep a clay-pot (called garbo) containing holes and decorated with the symbols Shri and Swastika. This clay-pot is of great significance. Garbo signifies our body. This pot is made of earth. Our body also consists of five holes. We decorate this pot, i.e. adorn ourselves. Ornamentation is also a type of devotion. When is a garbo worshipped? Until there is a lamp kindling inside. Until when does this lamp remain alight? In the presence of oil. This means that we are living until the oil of our destiny exists. As we endure our accumulated destiny and the oil finishes, the lamp turns off and the body dies. Now, what does playing garba signify? This signifies to live with God in the centre of our life. What do we do instead? We keep our ego in the centre and build our world surrounding the ego. One who lives with God in the centre will not get distracted in the illusions of this material world. What a wonderful message has been given via celebrating Navratri: “Let me not trap myself in the worldly illusions and be attached. Let me be devoted to the lotus feet of God. I will live with God in the centre of my life and not my ego.”In the present time, this spiritual thought has disappeared. What has remained is feeble Disco dandiya raas. Indeed, enjoy yourself but your focus should be God. There is fun and happiness in life only when Shri Krishna is the centre point of our life. 

No comments:

Post a Comment