Translate

Search This Blog

Monday, September 22, 2014

વ્યક્તિને વિવેક જાગૃત રાખે, મોરારિબાપુ, માનસદર્શન

વ્યક્તિને વિવેક જાગૃત રાખે


  • બુદ્ધજન કે જાગૃત મહાપુરુષનું માનવું છે કે વ્યક્તિની પ્રત્યેક ક્રિયામાં ક્યારેય વિવેક ન છૂટવો જોઇએ. હું પ્રબુદ્ધ શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું ત્યારે મારી નજર સમક્ષ પરમ જાગૃત અવતાર ભગવાન બુદ્ધ છે. 




  • પ્રસેનજિતની વાત સાંભળીને ભગવાન બુદ્ધ બહુ ટૂંકમાં જવાબ આપે છે કે મને એવું લાગે છે કે તારી બધી આંતર-બાહ્ય પ્રવૃત્તિમાં ક્યારેક-ક્યારેક વિવેકનો અભાવ જણાય છે. 



  • જે વ્યક્તિ પોતે પોતાની ગણતરી કરશે એની મુઠ્ઠીમાં વિશ્રામ આવી જશે. હા વિવેકપૂર્ણ પુરુષાર્થ ભૂલવાનો નથી. 



  • ભગવાન પતંજલિ કહે છે કે સંસારના મૂળમાં ચાર વસ્તુ છે, જેમાં સુખ, દુ:ખ, પુણ્ય, પાપ. 



  • રામચરિતમાનસમાં તુલસીદાસજી પણ કહે છે કે, 

દુ:ખ સુખ પાપ પુન્ય દિન રાતી! 
સાધુ અસાધુ સુજાતિ કુજાતિ!! 



  • સત્સંગ કરતા-કરતા વિવેકનું પ્રગટીકરણ થઈ જાય તો કોઈ ત્રિકાલજ્ઞ મળી જાય. એને આપણો હાથ બતાવીને પૂછવું કે હવે હરિની મુલાકાત ક્યારે થશે? 


  • જેમાં કરુણા, મૈત્રી, મુદિતા અને ઉપેક્ષા. જીવનમાં યોગ થાય તો સારી વાત છે. 


  • વિવેક એટલે જાગૃતિ, પ્રતિ પળ સાવધાનીમાં જીવવું જોઈએ. વિવેક તો વ્યક્તિને જીવન જીવવાનો પૂર્ણ આનંદ આપે છે. 

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

rameshwardashariyani@gmail.com


મોરારિબાપુ, માનસદર્શન

Read Full article at Sunday Bhaskar, Page 8 & 6.

No comments:

Post a Comment