Translate

Search This Blog

Saturday, September 6, 2014

હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી - નાઝિર દેખૈયા

હું માંગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી



શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી યે જરૂર નથી;
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદૂર નથી?

હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી,
હું માંગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી.

આ આંખ ઉઘાડી હોય છતાં પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે -એમાં નૂર નથી.

તુજ જુલ્મો-સિતમની વાત સુણી દીધા છે દિલાસા દુનિયાએ;
હું ક્રૂર જગતને સમજ્યો’તો પણ તારી જેવું ક્રૂર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને;
એવા પાણી વિનાના સાગરની ‘નાઝિર’ને કશીયે જરૂર નથી.


Enjoy the Gazal at its Source link with courtesy : http://nazirdekhaiya.wordpress.com/page/2/

                                          : http://nazirdekhaiya.wordpress.com/

No comments:

Post a Comment