Translate

Search This Blog

Thursday, September 25, 2014

માનસ દુર્ગા



રામ કથા

માનસ દુર્ગા

દુર્ગ, છતીસગઢ

ગુરુવાર, તારીખ ૨૫, સપ્ટેમ્બર, ૨૦૧૪ થી શુક્રવાર, તારીખ ૦૩, ઑટોબર, ૨૦૧૪


મુખ્ય ચોપાઈ

મહામોહુ મહિમેસુ બિસાલા
રામકથા કાલિકા કરાલા

..............................................................બાલકાંડ ૪૬/૬

મોહ એ મોટો ભયંકર મહિષાસુર રાક્ષસ છે અને શ્રીરામની કથા એનો નાશ કરનારી મહાકાળી છે.

રામુ કામ સત કોટિ સુભગ તન
દુર્ગા કોટિ અમિત અરિ મર્દન
............................................................ઉત્તરકાંડ ૯૦/૭


રામ અબજો કામદેવ જેવા સુંદર શરીરવાળા, અનંત કોટિ દુર્ગાઓ જેવા એ દુશ્મનોનો નાશ કરનારા છે.



ગુરુવાર, તારીખ ૨૫, સપ્ટેમ્બર, ૨૦૧૪

શિવ માટે એક રાત્રિ - શિવરાત્રિ છે, જ્યારે ભવાની માટે નવ રાત્રિ છે.

જ્યાં જ્યાં રામ ચરિત માનસનું પારાયણ થાય છે ત્યાં સદા નવરાત્રિ જ છે.

માનસમાં જે શબ્દ આવે છે તે મંત્ર બની જાય છે.

પાંચ વસ્તુમાં નિષ્ઠા રાખી અનુષ્ઠાન કરવામાં આવે તો તે અનુષ્ઠાન સફળ થાય અને વિશેષ પ્રસન્ન્તા પ્રાપ્ત થાય. આ પાંચ નિષ્ઠામાંથી દરેક સાધકે પસાર થવું પડે.

આખું વિશ્વ, સમગ્ર અસ્તિત્વ રામ કથા ગાઈ રહ્યું છે.

કોઈ સંત મળી જાય એ મોટામાં મોટું પૂણ્ય છે.

પુન્ય પુંજ બિનુ મિલહિં ન સંતા
સતસંગતિ સંસૄતિ કર અંતા
............................................ઉત્તરકાંડ ૪૪/૬

ખૂબ પૂણ્ય ન હોય તો સંતોને મળી શકાતું નથી. સંતનો સંગ તો સંસારનો છેડો છે.

૧ ગુરૂ નિષ્ઠા

જેને તેના ગુરૂમાં નિષ્ઠા નથી તેનું અનુષ્ઠાન સફળ થાય તો પણ તેને પ્રસન્તા નહીં મળે.

૨ નામ નિષ્ઠા

નામ નિષ્ઠા અત્યંત આવશ્યક છે.

શાખાઓ એટલી બધી વધી જાય કે જેથી તે શાખાઓને તેનું મૂળ - જડ જ ન દેખાય.

૩ શાસ્ત્ર નિષ્ઠા

મુસાફરી દરમ્યાન કોઈનું શાસ્ત્ર ખોવાઈ જાય તે એક આશ્ચર્ય કનક ઘટના છે. શાસ્ત્ર ખોવાઈ જ કેવી રીતે જાય?

૪ શિવ નિષ્ઠા

વાલ્મીકિ આદિ કવિ છે જ્યારે મહાદેવ તો અનાદિ કવિ છે.

સંપ્રદાયની સંકિર્ણતાને કારણે જે શિવ નિષ્ઠા ચૂકે તેને પ્રતિષ્ઠા મળે પણ પ્રસંન્તા ન મળે.

૫ શબ્દ નિષ્ઠા - વાણી નિષ્ઠા

જ્યારે સત્ય કમજોર બને ત્યારે શબ્દ નિષ્ઠા કમજોર થાય.

આ પાંચ નિષ્ઠા સાથે કરેલ અનુષ્ઠાનથી પ્રસન્તા મળે.

રામ સ્વયં દુર્ગા છે.

શંકર જે આદિ વક્તા છે તે પણ અર્ધદુર્ગા છે.

ભવાની શ્રદ્ધા છે.

ગીતા ત્રણ પ્રકારની શ્રદ્ધ્રા વર્ણવે છે - સાત્વિક, રાજસી અને તામસી શ્રદ્ધા.

ત્રિગુણાતિત શ્રદ્ધા જે વિશેષણ મુક્ત શ્રદ્ધા છે તેનું મહત્વ છે.

સચેત શ્રદ્ધા - જાગૃત શ્રદ્ધા સ્વયં મોક્તિ છે, મોક્ષ છે.

ભાવ વાળી શ્રદ્ધા ગુલામી છે. ભાવ વાળી શ્રદ્ધામાં આપણી શ્રદ્ધામાં વધઘટ થાય.

સભીત શ્રદ્ધા - ભયના કારણે આવતી કે રાખવામાં આવતી શ્રદ્ધા મૂઢતા છે.

ગુરૂના વાક્યોમાં વિશ્વાસ એ જ શ્રદ્ધા છે.

મંગલાચરણ - મંગલ આચરણ મહિમાવંત છે, મંગલ ઉચ્ચારણનો મહિમા નથી.



શુક્રવાર, ૨૬-૦૯-૨૦૧૪

કથાના બધા જ શ્રોતાઓ યુવાન છે, ભલે તેમની ઊંમર ગમે તેટલી હોય.

ગરબામાં અસભ્ય પૂર્વક નૃત્ય કરનાર ઊંમર પ્રમાણેના યુવાનો યુવાન હોવા છતાં વૃદ્ધ છે.

શ્રદ્ધાની - પાર્વતીની આરાધના સવાર, બપોર અને સંધ્યા સમયે કરવી જોઈએ.

સવારે દરેક તેની સુષુપ્ત શક્તિને જાગૃત કરવી એ સવારની શ્રદ્ધાની - પાર્વતીની આરાધના છે.

જો શ્રદ્ધા મિથ્યામાં હોય તો તે મિથ્યા પણ સત્ય થઈ જાય છે. જો શ્રદ્ધા હોય તો મિથ્યા એ મિથ્યા જ છે તે સિદ્ધ થઈ જાય છે.

જો અશ્રદ્ધા હોય તો ઈશ્વર પણ અસત્ય થઈ જાય.

જે બધાને છેતરે છે તે ધૃત છે. જે બધાથી ન છેતરાય તે ચતુર છે.

ચતુરશિરોમણિ

ભગવત કથા સામુહિક સાધના છે.

કથામાં પ્રદર્શન ન થવું જોઈએ.

દર્શન વ્યક્તિગત થાય જ્યારે પ્રદર્શન સાર્વજનિક થાય.

બાવનની બહાર જે તત્વ છે તે કાયમ શિવજી પાસે છે. બાવનની બહાર જે તત્વ છે તે પરમ તત્વ છે, પરમ શક્તિ છે.

શિવ નિષ્ઠા એટલે કલ્યાણમાં નિષ્ઠા.

હનુમાન ચાલિસા સિદ્ધ છે અને શુદ્ધ પણ છે.

રામ કથાનો મંડપ એ એક પ્રયોગશાળા છે.

ઈશ્વરને મેળવવા માટે પ્રાર્થના કરવા કરતાં કોઈ સંતને મેળવવાની પ્રાર્થના કરવી વધારે યોગ્ય છે.

ત્રેપનમી શક્તિ પીઠ આપણા સ્વયંમાં છે.

બપોરના સમયે - જીવનના મધ્ય ભાગમાં લોક મંગળ માટે પોતાની ઊર્જા વાપરવી એ બપોરના સમયની શ્રદ્ધાની આરાધના છે.


સાંજના સમયની શ્રદ્ધાની આરાધના એટલે આપણી અંદરની ઊર્જાને થોડી સુષુપ્ત કરવી જેથી તે ઊર્જા બીજા દિવસ માટે ફરીથી કાર્યવંત થાય, ઊર્જાવાન થાય.


શનિવાર, ૨૭-૦૯-૨૦૧૪

બ્રહ્મ ફૂલથી પણ કોમળ અને વજ્રથી પણ કઠોર છે.

બ્રહ્મ નજીકથી નજીક તેમજ દૂર થી પણ દૂર છે.

રામ કથા કાલિકા છે જે કરાલ છે તેમજ કોમળ પણ છે.

રામ કથા ચંદ્રના કિરણ જેવી કોંમળ છે.

આપણું મન ચંદ્ર સમાન છે છતામ કઠોર કેમ છે? ઊગ્ર કેમ છે?

ચંદ્ર રામ નામ છે.

જે રામ નામ મહામંત્રનો જાપ કરશે તેનું મન ચંદ્ર સમાન શાંત અને શિતલ બનશે.

ચંદ્રની કિરણ તો જ આપણા ઘરમામ આવે જો આપનો દરવાજો ખુલ્લો હોય.

રામ અતી સંદર છે તેમજ દુર્ગાની માફક કઠોર પણ છે.

પરસ્પર વિરોધી ધર્મોનું આશ્રય સ્થાન જ પરમાત્મા છે એવું વલ્લભાચાર્યજીનું નિવેદન છે.

આખું વિશ્વ પણ પરસ્પર વિરોધી ધર્મોનું આશ્રય સ્થાન છે અને તેથી વિશ્વ પણ બ્રહ્મ છે. અને તેથી જ
વિનોબાજીએ કહ્યું છે કે "બ્રહ્મ સત્ય, જગત સ્ફૂર્તિ".

ફરિયાદી ચિત આધ્યાત્મની યાત્રા ન કરી શકે.

યાજ્ઞવલ્ક ઋષિ શિવ ચરિત્રની કથા દરમ્યાન પહેલું પાર્વતી ચરિત્ર - ઉમા ચરિત્ર કહે છે.

કર્ણમાં જેટલા સદ્‌ગુણ છે તેનું તેને અભિમાન છે જે તેનો મોટો અવગુણ છે. તેના આ અવગુણના લીધે તેના રથનું પૈડું જમીનમાં ઉતરી જાય છે.

દશેરાએ શસ્ત્ર પૂજન કરવા કરતામ શાસ્ત્ર પૂજન કરવું, શાસ્ત્રના ચિંતનનું પૂજન કરવું વધારે યોગ્ય છે.

શસ્ત્ર કાપશે જ્યારે શાસ્ત્ર જોડશે.

શાસ્ત્ર પણ શસ્ત્ર ન બનવું જોઈએ.

મમતા અને સમતા એ બે જગદંબા મા ની બે આંખ છે.

સરસ્વતી મહાવાણી છે, લક્ષ્મીજી મહાદાની છે અને  પાર્વતી મહારાણી છે.

મા ના બે હાથ એ વરદાન આપનાર અને અભયદાન આપનાર હાથ છે.

મા ના હ્નદયના ભાગમાં - ઉર ભાગમાં અમૃત છે, વાત્સલ્ય છે.

મા ની ગોદ આશ્રિતનો આશ્રય છે.

મા ના બે પગ ચરણ એ આચરણ અને આવરણ - મુશ્કેલીઓને દૂર કરવાનું આવરણ છે.



રવિવાર, ૨૮-૦૯-૨૦૧૪

નવરાત્રિનું ચોથું નોરતું એ રૂખડનો જન્મ દિવસ છે. અંબાજીની નવરાત્રિ દરમ્યાનની કથાના ચોથા નોરતે રૂખડનો જન્મ થયો હતો.

રૂખડબાવા તું હળવો હળવો

સાભાર: http://mavjibhai.com/

રૂખડબાવા તું હળવો હળવો હાલ જો
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

જેમ ઝળૂંબે કંઈ ધરતી માથે આભ જો
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

જેમ ઝળૂંબે કંઈ કૂવાને માથે કોસ જો
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

જેમ ઝળૂંબે કંઈ મોરલી માથે નાગ જો
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

જેમ ઝળૂંબે કંઈ બેટાને માથે બાપ જો
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

રૂખડબાવા તું હળવો હળવો હાલ જો
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

રૂખડબાવા તું હળવો હળવો હાલ જો ને માણવા ક્લિક કરવા વિનંતિ.


રામ એ સાગર છે અને રામને પામી ગયેલા બાદલ છે.

સંપ્રદાય આગ્રહ રાખે જ્યારે આધ્યાત્મ ઔદાર્ય રાખે.

સંપ્રદાય સંકિર્ણ હોઈ શકે.

સત્ય, પ્રેમ અને કરૂણામાં આમ અને ખાસનો ભેદ ન હોય.

સત્ય એક વચન છે, પ્રેમ દ્વિવચન છે જ્યારે કરૂણા બહુંવચન છે.

રામ કથાની પ્રત્યેક ચોપાઈ ગાય છે તેમજ શેર પણ છે.

બીજા માટે નિર્દોષ ભાવે બીજાની પિડાને પોતાની પિડા સમજે તેના ઘરમાં શક્તિ લક્ષ્મી સ્વરૂપા છે.

સારા વિચારો વાળાના મનમાં દુર્ગા પ્રજ્ઞા રૂપે વસે છે.

પાપાત્માને ત્યાં દુર્ગા દરિદ્રતા રૂપે વસે છે.

સજ્જન લોકોને ત્યાં દુર્ગા મૌલિક શ્રદ્ધા રૂપે, ત્રિગુણાતિત શ્રદ્ધા રૂપે નિવાસ કરે છે.

ખાનદાન પરિવારમાં દુર્ગા લજ્જા રૂપે નિવાસ કરે છે.

દિલ ઔર અક્લ જબ અપની અપની કહે ખુમાર

તબ અક્લકી સુનીયે ઔર દિલ કહે સો કીજીએ

................................…………… ખુમાર બારાબંકી


સોમવાર, ૨૯-૦૯-૨૦૧૪

શિષ્યની સ્થિતિ દ્વારા તેના ગુરૂનો મહિમા, ગુરૂની અવસ્થા, ગુરૂનું જ્ઞાન વગેરે જાણી શકાય.

પુત્રની સુંદરતા દ્વારા તેના બાપની સુંદરતા જાણી શકાય. કામની સુંદરતા દ્વારા તેના બાપ - રામની સુંદરતા જાણી શકાય.

રૂપ શ્રાપ નથી, અપરાધ પણ નથી, પણ ઈશ્વરનું વરદાન છે. રૂપને માણવામાં આપણી દ્રષ્ટિનો દોષ છે.

હરિનામ એ એક ઔષધી છે અને તે ઔષધી લેવામાં અન્ય ઔષધી લેવા માટે જેવા નિયમ છે, તેવા નિયમ નથી. હરિનામ ગમે ત્યારે ગમે તેટલા વખત લઈ શકાય.

આપણે આપણામાં રહેલ ક્રોધ, દ્વેષ, ઈર્ષા વગેરેની સ્વિચ ક્યાં છે તે જાણી શક્યા નથી. આપણો ગુરૂ આવી સ્વિચોનું સ્થાન બતાવી શકે.

જ્યારે આપણને ક્રોધની સ્વિચ ન મળે તો બોધની સ્વિચ મેળવવાની તો બહું દૂરની વાત છે.

પાંચ વસ્તુ એ જ પરમાત્મા છે, પરમ શાંતિ, પરમ વિશ્રામ, પરમ પ્રેમ, પરમ કરૂણા અને પરમ સત્ય.

સત્ય એ જ પરમેશ્વર એવું ગાંધીજીનું વિધાન છે.

પ્રેમ એ જ પરમાત્મા એવું ભગવાન ઈશુએ કહ્યું છે.

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ફળ નથી પણ પુરૂષાર્થ છે.

રામ મંત્ર મહાન છે.

કર્કશ વાણી ક્રોધનું બિન્દુ છે.

લોભની સ્વિચ ઈચ્છા છે.

કામની સ્વિચ નારી છે.

રામ કથા કાલિકા છે, શૈલ પુત્રી છે, બ્રહ્મચારિણી છે - રામ કથા અખંડ છે - અખંડ બ્રહ્મચારિણી છે - તેનો કોઈ
સ્વામી નથી - કોઈ સ્વામી થઈ જ ન શકે - અખંડ વિચરણ કરનાર છે - બ્રહ્મમાં વિચરણ કરનાર છે અસંગ છે - રહસ્યમય છે.

રામ કથા ચંદ્રઘંટા છે.

રામ કથા કલેષ નિકંદિની છે.

રામ કથા સ્કંદ - સનતકુમારની મા છે.

રામ કથા સિદ્ધિ દાત્રી છે.

રામ કથા કાત્યાયનિ કન્યા - શિવ પાર્વતીની કુંવારી કન્યા છે.

રામ ચરિત માનસ એ કદી ન વસુકે તેવી ગાય છે.




મંગળવાર, ૩૦-૦૯-૨૦૧૪

જેના ખડિયામાં (ખડિયો એટલે ઝોલો, એક જાતનો થેલો) રૂ હોય તે રૂખડ કહેવાય.

રૂ એટલે કપાસ.

સાધુ ચરિત સુભ ચરિત કપાસૂ

નિરસ બિસદ ગુનમય ફલ જાસૂ

.................................................................................બાલકાંડ ૧/૫

જેના ઝોલામાં સાધુતા હોય તે રૂખડ, જેના જીવનમાં સાધુતા હોય તે રૂખડ, જેના પાડીયામાં - શરીરમાં

સાધુતા હોય તે રૂખડ કહેવાય.

સાધુ કોઈ પણ વેશમાં, કોઈ પણ ભાષામાં હોય, સર્વત્ર હોય.

સાધુનાં લક્ષણ કપાસના ફૂલનાં લક્ષણ જેવાં હોય.

કપાસનું ફૂલ - રૂ - નિરસ હોય.

જેનું જીવન કપાસના ફૂલ જેવું શ્વેત - દાગ મુક્ત હોય તે સાધુ છે.

દુનિયા કાં તો નિંદા કરે અથવા પ્રસંશા કરે, પણ સાચું મુલ્યાંકન ન કરે.

કોઈ આપણી નિંદા કરે અને છતાંય હસતા રહેવું તે સાધુતા છે, જો કે આવું કરવું ઘણું અઘરૂં છે.

નિંદાની તેમજ સ્તુતિની કોઈ જ અસર ન થાય તે એક સાધના છે.

જ્ઞાન જીવનમાં સર્વસ્વ નથી, તે ફક્ત એક અંગ છે.

મોટામાં મોટું પાપ પરનિંદા છે.

સ્ત્રી - માતૃ શરીરનામ ત્રણ સ્તર છે - પુત્રી, પત્ની અને માતા.

જય જય ગિરિબરરાજ કિસોરી

જય મહેસ મુખ ચંદ ચકોરી

જય ગજબદન ષડાનન માતા

જગત જનનિ દામિનિ દુતિ ગાતા

નહિં તવ આદિ મધ્ય અવસાના 

અમિત પ્રભાઉ બેદુ નહિં જાના

ભવભવ બિભવ પરાભવ કારિનિ

બિસ્વ બોમોહનિ સ્વબસબિહારિનિ

તુલસીદાસજી શરદ ઋતુને નિર્મલ ઋતુ કહે છે.

મન, બુદ્ધિ, ચિત અને અહંકાર - અંતઃકરણ નિર્મળ થઈ જાય એ કથાનું ફળ છે.

કથા એ મનને નિર્મળ કરવાની સામુહિક સાધના છે.

નિષ્ઠા એક બનવી જોઈએ, પ્રબળ બનવી જોઈએ, એક નિષ્ઠ બનવું જોઈએ.

વક્તાને શ્રોતામાં પરમાત્મા દેખાવા જોઈએ.

મન નિર્મળ થાય એટલે આપણું તેજ વધે.

બુદ્ધિ નિર્મળ થાય એટલે ખોટા નિર્ણયો ન લે.

સાધુનું જીવન નિરસ (નિરસ એટલે રસ હિન નહીં, બેરસ નહીં) હોય, સાધુ આસક્ત ન થાય.

પરમાત્મા રસેશ્વર છે, રસ રૂપ છે.

મહારસ પામ્યા પછી વિષય ભોગના રસ ક્રમશઃ ઓછા થઈ જાય.

સાઘુનૂ જીવન નિર્મળ હોય.

મા નો ક્રોધ પણ મોક્ષદાયી હોય.




ભએ પ્રગટ કૃપાલા દીનદયાલા કૌસલ્યા હિતકારી

હરષિત મહતારી મુનિ મન હારી અદ્‌ભૂત રૂપ બિચારી

લોચન અભિરામા તનુ ઘનસ્યામા નિજ આયુધ ભુજ ચારી

ભૂષન બનમાલા નયન બિસાલા સોભાસિંધુ ખરારી

કહ દુઈ કર જોરી અસ્તુતિ તોરી કેહિ બિધિ કરૌં અનંતા

માયા ગુન ગ્યાનાતીત અમાના બેદ પુરાન ભનંતા

કરૂના સુકહ સાગર સબ ગુન આગર જેહિગાવહિ શ્રુતિ સંતા

સો મમ હિત લાગી જન અનુરાગી ભયૌ પ્રગટ શ્રીકંતા

બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પર્તિ બેદ કહૈ

મમ ઉર સો બાસી યહ ઉફાસી સુનત ધીરમતિ થિર ન રહૈ

ઉપજા જબ ગ્યાના પ્રબુ મુસ્કાના ચરિત બહુત બિધિ કીન્હ ચહૈ

કેહિ કથા સુહાઈ માતુ બિઝાઈ જેહિ પ્રકાર સુત પ્રેમ લહૈ

માતા પિનિ બોલી સો મતિ ડોલી તજહુ તાત યહ રૂપા

કીજૈ સિસુલીલા અતિ પ્રિયસીલા યહ સુખ પરમ અનૂપા

સુનિ બચન સુજાના રોદન ઠાના હોઈ બાલક સુરભૂપા

યહ ચરિત જે ગાવહિં હરિપદ પાવહિં તે ન પર્હિં ભવકૂપા



બુધવાર, ૦૧-૧૦-૨૦૧૪

દુનિયાના ઘણા ભાગમાં ગાયનું દૂધ વાપરવામાં આવે છે.

ગાય પૂજ્ય છે પણ ગાયના પૂજન સાથે સાથે ગાયને પ્રેમ કરવાની જરુર છે. ગાય્ને પ્રેમ કરવો એ તેનું પૂજન કરવા કરતાં અધિક છે, ગાય પ્રત્યે અનુરાગ વધારવાની જરુર છે, પ્રેમ કરવાની જરુર છે.

રામ રૂપા ગાયને પ્રેમ કરો જેથી તેની હત્યા અટકી જાય. આપણે પ્રેમીની હત્યા કરતા અટકી જઈશું.

ગાય એ તો મા છે. ભલે ભેંસની માર્કેટ વેલ્યુ વધારે હોય.

ભેંસની માર્કેટ વલ્યુ હોય મા ની માર્કેટ વેલ્યુ ન હોય.

માણસે અતીતનું અનુસંધાન છોડી દેવું જોઈએ. પૂર્વ અનુભવ અતીત થઈ જાય છે.

જાગૃત સાધકે વર્તમાન પળનો જ વિચાર કરવો જોઇએ.

આગે ભી જાને ના તું

પીછે ભી જાને નાં તું

જો ભી હે બસ યહી એક પલ હે


અભિમાન એ મનનો ધર્મ છે, તેને છોડવું અઘરું છે.

પગની લાત મારીને પણ વરદાન આપી શકાય. રાવણ વિભીષણને લાત મારીને કાઢી મૂકે છે જે વિભીષણ માટે વરદાન બરાબર છે.

વિચાર એ વલોણી છે પણ તેના માટે દહીં તો જોઈએ જ.

પાણીને ગમે તેટલું વલોવીએ તો પણ તેમાંથી ઘી ન મળે.

ચાર ફળ


સતસંગ એ પહેલું ફળ છે.રામ કથાના ફળમાં રસ હોવો જોઈએ. પ્રભુ પદમાં પ્રિતિ એ રસ છે.

સંત સમાગમ દુર્લભ ભાઈ....

સતસંગનું ફળ મળ્યા પછી મોક્ષના ફળની કોઈ અપેક્ષા જ નહીં રહે.

સતસંગનું ફળ મોક્ષ ફળથી વધારે મહત્વનું છે, વધારે યોગ્ય છે.

જેના જીવનમાં કોઈ તંત - જીદ - હઠ ન હોય તે સંત કહેવાય.

સંત સરલ તરલ હોય.

જેનો કોઈ અંત નથી તે સંત.

જેને મહંત થવાની કોઈ કામના ન હોય તે સંત.

ગુરૂની ગાદી મેળવવા માટે ગુરૂની હત્યા થાય તે  યોગ્ય નથી.

જે હરિ ભજન ખંતથી કરે તે સંત.


રામના ચરણમાં પ્રિતિ - રતિ એ રામ કથાનું ફળ છે.

સીતારામ ચરણ રતિ મોરી


રામના દર્શનનું ફળ સંતનું દર્શન છે.


હરિ ભક્તિ એ ચોથું ફળ છે.

આ ચાર ફળ મોસમી ફળ નથી પણ બારમાસી ફળ છે.

શ્રદ્ધાની વસંત બારે માસ રહે.

નિર્મલ મન શરદ છે.

જેની ઉદારતા અમીત છે તેની પાસે માંગવા કરતાં માગવાનું તેના ઉપર છોડી દો. તેને કહો જે તને યોગ્ય લાગે તે આપ. મારે તારી પાસે કંઇ જ માગવું નથી.

બુરો પ્રિત કો પંથ,
બુરો જંગલ કો બાંસો,
નાર કો નેહ બુરો,
બુરો મુરખ કો હાંસો

બુરી સમુકી સેવા,
બુરો ભગીની ઘર ભાઈ,
બુરી નાર કુલક્ષ,
બુરો સાસ ઘર જમાઈ

બુરો પેટ પંપાળ હે,
બુરો સરન મેં ભાદનો,
કવિ ગંગ કહે સુન હે શાહ અકબર,
સબસે બુરો હે માંગનો

..................... કવિ ગંગ


જગતની દરેક સમસ્યાનું સમાધાન રામ ચરિત માનસમાં છે. જો કોઈ સમસ્યાનું સમાધાન ન મળે તો તે આપણી સમજણનો અભાવ છે.

રામ કથા સ્વયં સદ્‌ગુરૂ છે, તેમાં નિષ્ઠા હોવી જોઈએ.

રામ ચરિત દુર્ગાના ત્રણ સ્તર છે.

૧ સહજ સુંદર

૨ સુશીલ છે - શીલવાન છે.

૩ સયાની છે.



ગુરુવાર, ૦૨-૧૦-૨૦૧૪


વ્યાસપીઠનું સ્વચ્છતાનું અભિયાન વર્ષોથી ચાલે છે. વ્યાસપીઠ દિલની સફાઈ, મનનિ સફાઈ કરે છે.
ઝાડુંથી જમીન સ્વચ્છ થાય જીભથી જીવન સ્વચ્છ થાય.

બાહ્ય તેમજ આંતરિક સ્વચ્છતા અભિયાનની આવશ્યકતા છે.

સત્ય અહિંસા ચોરી ન કરવી.

ગાંધીજીના અગિયાર વ્રત


"સત્ય, અહિંસા, ચોરી ન કરવી,
વણજોઇતું નવ સંઘરવું,
બ્રહ્મચર્ય ને જાતે મહેનત,
કોઇ અડે નહીં અભડાવું.
અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને
સર્વધર્મ સરખા ગણવા,
એ અગિયાર મહાવ્રત સમજી
નમ્રપણે દ્રઢ આચરવાં"

મન, બુદ્ધિ, વૃત્તિઓ, અભિમાન નિર્મલ કરવાની જરુરીયાત છે.

સો બાર જનમ લેંગે...................

સારે જહાંસે અચ્છા હિન્દોસ્તા હમારા............

कराग्रे वसते लक्ष्मी: करमध्ये सरस्वती  ।
करमूले तु गोविन्दं प्रभाते करदर्शनम् ॥ 


समुद्रेवसने देवी पर्वतस्तनमण्डले ।
विष्णुपत्नि नमस्तुभ्यं पादस्पर्श क्षमस्व मे ॥ 


અભિમાન મટાડવું અઘરૂં છે, તેને નિર્મલ કરીએ તો ય ઘણું.

રામ કથાના માધ્યમથી, રામ કથાના વચનોથી અભિમાન નિરમલ થાય.

મા ના પ્રભાવ

૧ રૂપનો પ્રભાવ
રૂપ પ્રભાવનું કેન્દ્ર છે.
મા જાનકી પણ સુંદર છે.

૨ પદ
પદ એ પ્રભાવનું કેન્દ્ર છે.

૩ ધન પ્રભાવ, સંપદા પ્રભાવ

લક્ષ્મી એ છે જે બહું પરિશ્રમથી કમાવાય અને ખેલ ખેલમાં વહેંચાય, સારા કાર્યોમાં સહજતાથી વપરાય,
ઉદારતાથી અને આનંદથી વહેંચી દેવાય.

રૂપિયા એ છે જે બહું સરળતાથી કમાવાય અને શુભ કાર્યમાં વાપરવામાં ખચકાટ અનુભવાય.

કોઈના ભાગ્યના પૈસા બીજાના ખિસામાં હોય છે.

ધર્મએ છેલ્લી વ્યક્તિ સુધી જવું જોઈએ.

૪ કૂલ પ્રભાવ - આ પ્રભાવનું માણસે અભિમાન ન કરવુમ જોઈએ.

૫ બલ પ્રભાવ

૬ જ્ઞાન પ્રભાવ

મહાભારતમાં મા ના ૮ પ્રભાવનું વર્ણન છે, જે પ્રભાવથી મા આપણને વિકસિત કરે છે.

૧ મા ના વત્સલ્ય અને ઉદારતાનિ પ્રભાવ.
ધન લક્ષ્મી બને, ધન ઉપર મા નો પ્રભાવ રહે.

૨ પૂજાનો પ્રભાવ
મારી પૂજા ઉપર મા ની કૃપા વરસે.

૩ મારૂં શરીર ગમે તેવું હોય તો પણ મા ની કૄપાથી સુંદર બને.

૪ લોક યાત્રા
મા ની સ્વાભાવિક કૃપાથી, મા ના કૃપા પ્રભાવથી આપણે લોક યાત્રા કરી શકીએ.

૫ ધર્મના રહસ્ય પણ મા ની કૃપાથી સમજાય.
પરમ ધર્મ દૂધ છે અને દૂધ મા પાસે હોય.

૬ સ્વર્ગ
સતસંગ જ સ્વર્ગ છે., સ્વર્ગ હરિનામ છે. કથા મંડપ સ્વર્ગ છે.

૭ સંસારના બધા જ ઋષિ મુનિની વાણી મા તારા પ્રભાવથી સિદ્ધ થાય.

૮ પિતૃ કૃપા મા તારા પ્રભાવથી થાય છે.


મા ની ૮ આધ્યાત્મિક ભૂજાઓ છે.

મા ની ભૂજામાં ગંધ, પાણી, ધાતુ, ઓઈલ, વનસ્પતી, ધૈર્ય, ક્ષમા, ધારણ કરવું, ઔદાર્ય વગેરે છે.

પૃથ્વીમાંથી ગંધ, પાણી, ધાતુ, ઓઈલ - તેલ - સ્નિગ્ધ પદાર્થ - સ્નેહ, ્જમીનમાંથી નીકળતી પ્રત્યેક વનસ્પતી, ધૈર્ય, ધારણ કરવું, ક્ષમા, ઔદાર્ય -  એક બીજ વાવો અનેક ઘણું લણો - મબલખ પાક મેળવો એ એક ઔદાર્ય છે.

જે માતાપિતાને આદર આપે છે તેનું આયુષ્ય, વિદ્યા, યશ અને બલ વધે છે. આયુષ્યનું વધવું એટલે બાકી રહેલી જિંદગી આનંદમાં પસાર થાય.






શુક્રવાર, ૦૩-૧૦-૨૦૧૪

રામ ચરિત માનસ દુર્ગા છે.

રામ કાલિકા છે, દુર્ગા છે.

આજે પૂજ્ય મોરારિ બાપુએ તેમને તેમના સદ્‍ગુરુ ભગવાન પૂજ્ય ત્રિભુવન દાદા દ્વારા દશેરાના દિવસે ૩ વાત કહી હતી તેની પ્રસાદી શ્રોતાઓને વહેંચી હતી.

૧ 
નવ દિવસની રામ કથા એ નવ દુર્ગાનું અનુષ્ઠાન છે એમ સમજવું અને એ નવ દિવસો દુર્ગા પૂજાના દિવસો એમ સમજવું.

૨ 
રામ ચરિત માનસના ૯ સ્ત્રી પાત્રોને નવ દુર્ગા સમજવા.
ગુરુ જે બોલે તે આશ્રિત માટે મંત્ર છે અને તેમાં કોઈ દલીલને અવકાશ નથી.

  •      (૧) પાર્વતી - શ્રદ્ધા દુર્ગા છે. શ્રદ્ધા ન હોય તો મોટા મોટા યોગી પણ અંધ થઈ જાય છે.

   

  •      (૨) મા જાનકી દુર્ગા છે. સીતા અને રામ અભીન્ન છે, સીતા એ રામ છે અને રામ એ સીતા છે.

  •      (૩) મા કૌશલ્યા દુર્ગા છે. મા કૌશલ્યામાં બધી જ માતાઓ સમાવિષ્ઠ છે.

  •      (૪) તપસ્વી અહલ્યા દુર્ગા છે. અહલ્યા તેની પતિ ભક્તિના તેજથી ઈન્દ્રને ભષ્મ કરવા સક્ષમ હતી.

  •      (૫) અન્સુયા દુર્ગા છે. અનસુયા સતી શિરોમણિ છે. અત્રિ અને અનસુયા ચિત્રકૂટમાં રહે છે. અનસુયા            તપો બળથી મંદાકિનીને ચિત્રકૂતમાં પ્રગટાવે છે. અસુયા - દ્વેષ વૃત્તિ જેનામાં ન હોય તે                       અનસુયા છે. આવી અનસુયા સૌમ્ય જ હોય.

  •     (૬) શબરી દુર્ગા છે. શબરી ભીલડી નથી પણ ભામિની છે. શબરી તપસ્વીની દુર્ગા છે.

  •      (૭) વાલી પત્ની તારા દુર્ગા છે. તારા એ દુર્ગાનું એક નામ છે.

  •      (૮) સ્વયંપ્રભા દુર્ગા છે. સ્વયંપ્રભા પોતાની પ્રજ્ઞાથી પ્રકાશિત છે.

  •      (૯) રાવણ પત્ની મંદોદરી દુર્ગા છે. મંદોદરી ઉપદેશક સતી છે.


માનસની આ બધી જ નવ દુર્ગા સૌમ્ય છે.



સીતા ભક્તિ છે. હે જગદંબા તું ભક્તિ રૂપા છે. ભક્તિ દુર્ગા છે. જેનામ ૯ રૂપ છે.

માનસની ૯ પ્રકારની ભક્તિ એ નવ દુર્ગા છે.

સંત સંગ એ દુર્ગા છે.

લાઓત્સુએ કહ્યું છે કે જેની પાસે ત્રણ પ્રકારના ખજાનાઓ હોય તે સંત છે, બુદ્ધ પુરુષ છે.


પહેલો ખજાનો પ્રેમ છે એવું લાઓત્સુએ કહ્યુમ છે. જેના સંગથી પ્રેમ મળે અને આપણને પ્રેમ ઉડાડવાની ઈચ્છા થાય એ દુર્ગા છે. પ્રેમથી જીવવું એ દુર્ગા પૂજા છે. પ્રેમ ગાય (ગાવું) અને મૌન પણ રહે.


બીજો ખજાનો - કોઈ પણ વસ્તુમાં અતિશયતા ન કરવિ એ ખજાનો છે. જે અતિસતયા ન કરે તે સંત છે.
બીજાને સુધારવાની જરૂર નથી પણ બધાને સ્વીકારવાની જરૂર છે.


ત્રીજો ખજનો મૌન છે. જેટલું બની શકે તેટલું મૌન રહેવું તે એક ખજાનો છે. મૌન એ સાધકની બહું મોટી મૂડી છે. સાધુ વગર જોઈતું ન બોલે.

આ ત્રણ ખજાના જેનામાં હોય તે સંત છે, દુર્ગા છે.

ગુરૂની તેના સ્વભાવ્ને અનુરૂપ હોય તેવી સેવા કરવી એ ત્રીજી ભક્તિ છે, દુર્ગા છે.

સાધુને ઓછામાં ઓછી જરૂરીયાત હોય.

ચોથી ભક્તિ કપટ છોડી હરિના ગુણગાન ગાવાની છે જે દુર્ગા છે.

ગુરૂએ આપેલ મંત્રમાં  દ્રઢ વિશ્વાસ એ પામ્ચમિ ભક્તિ, પાંચમી દુર્ગા છે. મંત્ર એટલે વિચાર, મંત્રણા, વિચારણા.

જો કોઈ કાર્ય આપણી ઈચ્છા અનુસાર થાય તો તે હરિ કૃપા છે અને આપણી ઈચ્છા અનુસાર ન થાય તો તે હરિ ઈચ્છા છે એમ સમજવું.

ભોજન કરો અને ભોજન કરાવો એ વિચાર છે, મંત્ર છે.

નિંદા ન કરો પણ નિદાન કરો એ વિચાર છે, મંત્ર છે.

શીલ સાથેનું નિયંત્રણ, શીલ સહિતનું દમન એ છઠ્ઠી ભક્તિ છે, છઠ્ઠી દુર્ગા છે. પોતાના ઉપર શીલ યુક્ત અનુસાશન રાખવૂં એ ભક્તિ છે.

ઊંમર થાય તેમ ધીરે ધીરે નિવૃત્તિ લેવી અને હરિ ભજન કરવું જોઈએ. અતિશય પ્રવૃત્તિમાંથી જાગૃતિ પૂર્વક નિવૃત્તિ તરફ જવું એ ભક્તિ છે.

આઠમી ભક્તિ પુરુષાર્થથી કરેલ કર્મના મળેલ ફળમાં સંતોષ માનવો એ છે, જે દુર્ગા છે. સંતોષ રાખવો એ દુર્ગા છે, ભક્તિ છે.

વાણી, વર્તન, વેશ સરલ હોય અને પરમાત્મામાં ભરોંસો હોય તે નવમી ભક્તિ છે, નવમી દુર્ગા છે.



પ્રથમ ભગતિ સંતન્હ કર સંગા          l

દૂસરિ રતિ મમામ કથા પ્રસંગા           ll

ગુર પદ પંકજ સેવા તીસરિ ભગતિ અમાન            l

ચોથિ ભગતિ મમ ગુન કરઇ કપટ તજિ ગાન            ll

મંત્ર જાપ મમ દ્રઢ બિસ્વાસા                l

પંચમ ભજન સો બેદ પ્રકાસા              ll

છઠ દમ સીલ બિરતી બહુ કરમા               l

નિરત નિરંતર સજ્જન ધરમા              ll

સાતવં સમ મોહિ મય જગ દેખા               l

મોતેં સંત અધિક કરિ લેખા               ll

આઠવં જથાલાભ સંતોષા           l

સપનેહું નહિં દેખઈ પરદોષા          ll

નવમ સરલ સગ સન છલહીના             l

મમ ભરોસ હિયં હરષ ન દીના       ll

નવ મહં એકઉ જિન્હ કેં હોઈ        l

નારિ પુરુષ સચરાચર કોઈ            ll

..........................................................અરણ્યકાંડ  ૩૪/૮







No comments:

Post a Comment