Translate

Search This Blog

Sunday, May 7, 2017

વર્ણથી માનવ સુધીની યાત્રા.....

વર્ણથી માનવ સુધીની યાત્રા સાધના કરવા માટે કોઈ યુનિફોર્મની જરૂર નથી






  • મને મારા દાદા જ્યારે ‘રામાયણ’ શીખવતા ત્યારે એમ કહેતા કે બેટા, તને કોઇ પૂછે ભવિષ્યમાં કે ‘રામાયણ’નો વર્ણ શું? બ્રાહ્મણ? નહીં. ક્ષત્રિય? ના. વૈશ્ય? બિલકુલ નહીં. શુદ્ર? નહીં. તો ‘રામાયણ’નો વર્ણ કયો? તો મને મારા દાદા એમ કહેતા કે પહેલો શબ્દબ્રહ્મ ‘વર્ણ’ છે. અને ‘રામચરિત માનસ’ જ્યાં પૂરું થાય. ત્યાં આખરી શબ્દ ‘માનવ’ છે. જગતને કહેવું હોય તો કહેજે કે ‘રામાયણ’નો વર્ણ કેવળ માનવ છે.


  • 'રામાયણ’ એક ફોર્મ્યૂલા છે માનવ બનાવવાની. માનવ એનો કેન્દ્રીય વિચાર છે. આ મહાત્મા ગાંધીબાપુ, આ વિનોબાજી આ બધાએ માનવને કેન્દ્રમાં રાખ્યા.




  • મહાપુરુષ પાસે બેસવાથી આપણામાં છ પ્રકારનાં કેમિકલ્સ આવે છે. વ્યાસ ભગવાન કહે છે, એક આપણામાં ધૈર્ય આવે છે. 
  • બીજું, આપણામાં શૌર્ય પ્રગટ થાય. 
  • મહાપુરુષો પાસે બેસવાથી આપણામાં શૌર્ય પ્રગટ થાય. જીવન જીવવાનો એક ઉત્સાહ વધે, પાનો ચડે. એક શેર કહું તમને-


ન કિસીસે હાર, ન જીતના જરૂરી હૈ,
યે સબ ખેલ હૈ, યહાં ખેલના જરૂરી હૈ.


  • ત્રીજું, આદમી પરાક્રમી થાય છે. 
  • ચોથું, ભગવાન વ્યાસ કહે છે કે માણસમાં વ્યાપેલી દૈવી સંપદા ધીરે ધીરે પ્રગટ થવા માંડે. 
  • પાંચમું, માણસ સંવેદનશીલ થવા માંડે છે. 
  • અને જેની પાસે બેસવાથી આપણામાં ધીરે ધીરે સમજપૂર્વકનો ત્યાગ પ્રગટ થાય. 


(સંકલન : નીતિન વડગામા)

Read full article at Sunday Bhaskar.




No comments:

Post a Comment