ગુરુવચનનિષ્ઠા એ સૌથી મોટી સાધના છે
(સંકલન : નીતિન વડગામા)
- ‘ગોદાવરી’ શબ્દના અનેક અર્થ થાય છે. વિવિધ ભાષાઓના શબ્દકોશમાં એના અનેક અર્થ મળે છે.
- ‘ગો’નો મતલબ છે આપણી ઇન્દ્રિય. જે દસ ઇન્દ્રિયોનો આપણે શાસ્ત્રને આધારે સ્વીકાર કરીએ છીએ. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને અગિયારમું મન. તો ‘ગો’ એટલે ઇન્દ્રિય. ‘ગો’ અને ‘દાવરી’ને જુદા કરીને જો અર્થ કરવામાં આવે તો ઘણાં રહસ્યોનું ઉદ્ઘાટન થઇ જાય છે.
- પરંતુ સર્વસંમત એવો દાવરીનો અર્થ છે પ્રકાશ-કિરણ, એક પ્રકારનું અજવાળું, એક પ્રકારનો આલોક.
- પરંતુ કાનનો શ્રવણવિવેક, જેને મારી વ્યાસપીઠ શ્રવણવિજ્ઞાન કહે છે, એ ખોવાઇ ન જાય એનું ધ્યાન રાખવું.
- એક જ ઇન્દ્રિયને મહત્ત્વ આપવામાં આવ્યું. એક અર્થમાં કર્ણનું શ્રવણવિજ્ઞાન લઇ લેવામાં આવ્યું જેથી એ ‘ગીતા’ સાંભળી ન શકે. એ કૃષ્ણના અવાજમાં ‘ગીતા’ સાંભળી લે તો કદાચ યુદ્ધમાંથી વિરક્ત થઇ જાત.
- મુશ્કેલી એ છે કે આપણી ઇન્દ્રિયો તમસમાં ચારો ચરે છે, માયાના ખેતરમાં ચરે છે, બ્રહ્મના ખેતરમાં નથી ચરતી.
ગો ગોચર જહઁ લગિ મન જાઇ.
સો સબ માયા જાનેહુ ભાઇ.
જિન્હકે શ્રવણ સમુદ્ર સમાના.
કથા તુમ્હારિ સુભગ સરિ નાના.
- એક અર્થ છે નૂર, પ્રકાશ, કિરણ. બીજો અર્થ છે અનાહત નાદ. કશાં ઘર્ષણ કે કશી આહટ કર્યા વિના થયેલો અવાજ. બીજો અર્થ એ છે કે જે ઇન્દ્રિયોનું ઘર્ષણ ન કરે, ઇન્દ્રિયોનું શોષણ ન કરે અને ડૂબેલો કોઇ અનાહત નાદ પ્રગટ થઇ જાય. જો ગુરુકૃપા થઇ જાય તો આપણી પ્રત્યેક ઇન્દ્રિયોમાં અનાહત નાદ સાંભળી શકાય. અને ગુરુની તમે શું ઉપાસના કરશો?
- ગુરુ માટે એક વાત છે કે ગુરુવચનમાં નિષ્ઠા એ જ એકમાત્ર ગુરુઉપાસના. નિષ્ઠા હોય તો સદ્દગુરુ જે બોલે એ મંત્ર થઇ જાય છે. એક વચન પર માણસ તરી જાય છે, પરંતુ આપણે વચન માનવું નથી! ગંગાસતી કહે છે-
સદ્દગુરુ વચનનાં થાવ અધિકારી પાનબાઇ.
- ગુરુની ગોદ નહીં મળે તો આપણે ભટકી જઇશું. ત્યાં એક ખુશ્બૂ હોય છે, જે આપણને તરબતર કરી દે છે.
(સંકલન : નીતિન વડગામા)
No comments:
Post a Comment