Translate

Search This Blog

Sunday, May 28, 2017

અશ્રુ અને આશ્રય સાચાં હશે તો આ જન્મમાં જ હરિ મળશે

અશ્રુ અને આશ્રય સાચાં હશે તો આ જન્મમાં જ હરિ મળશે
  • તુલસીદાસજીએ સ્પષ્ટ કહ્યું છે કે હું કવિ નથી, હું તો બુદ્ધિ અનુરૂપ રામગુણનો ગાયક છું-

કબિ ન હોઉં નહીં ચતુર કહાવઉં.
મતિ અનુરૂપ રામગુન ગાવઉં.



  • પરંતુ ઇશ્વરની કૃપાથી જેના હૃદયમાં એક લહેર ઉત્પન્ન થાય એને શું ચિંતા? 
  • હું ને તમે જ્યારે કોઇ શાસ્ત્ર અને કોઇ સદ્‍ગુરુને આશ્રિત થઇ જઇએ પછી  આપણને કોઇ ચિંતા નહીં. 
  • મેં ઘણીવાર કહ્યું છે કે જેનાં અશ્રુ અને આશ્રય સાચાં હશે એને આ જન્મમાં જ હરિ મળશે. આ જન્મમાં જ. આંસું જેનાં ખોટા નહીં હોય અને આશ્રય જેનો પ્રપંચી નહીં હોય એને હરિ મળશે.
  • મને મારો ગુરુ મળ્યો છે, મને મારો સદ્‍ગુરુ પ્રાપ્ત થયો છે, મારે હરિ સાથે શું લેવા-દેવા
  • તો ઇશ્વરને શરણે કોઇ જાય તો એ સાધુ થઇ જાય. પણ પ્રભુએ ચાર શરત મૂકી છે. શરણાગતિમાં આ શરત ન ભૂલશો.

તજિ મદ મોહ કપટ છલ નાના.
કરઉં સદ્ય તેહિ સાધુ સમાના.


નથી મફતમાં મળતાં,
એનાં મૂલ ચૂકવવાં પડતાં.

સંતને સંતપણાં મનવા,
નથી મફતમાં મળતાં.
  • તજિ મદ મોહ.પહેલાં તો અહંકાર છોડવો પડે. તો સાધુ બનાય. 
  • મોહ પણ છોડવો પડે. 
  • મદ, મોહ અને પછી કપટ. કપટ પણ છોડવું પડે.
  • એનો મોહ ન છૂટ્યો! બુદ્ધિનો, બૌદ્ધિકતાનો મદ ન ગયો! અને કપટ કર્યું. સીતાનું રૂપ લઇને કપટ કર્યું. અને રામની પાસે નહીં, શિવની પાસે આવીને પાછું છલ કર્યું! કછુ ન પરીછા લીન્હિ ગોસાંઇ.અને ઇલાજ ન થયો. દર્દીનું મૃત્યુ થયું! સતીને બળી જવું પડ્યું! 
  • તો મદ, મોહ, કપટ અને છલ છૂટે તો પ્રભુ કહે કે એને સદ્ય સાધુ સમાન કરી દઉં. પરંતુ આ છૂટે અને એમ જ સાધુ થઇ જવાય એમાં અને છોડ્યા પછી કોઇના આશ્રયમાં જીવવું એ સાધુતામાં ફરક છે. કારણ કે એ છૂટ્યા પછી પાછો ક્યારે અહંકાર સતાવે એ કાંઇ કહેવાય નહીં! પ્રભુતા ભલભલાને મારે છે. એટલે પ્રભુના આશ્રય દ્વારા સાધુપણું પ્રાપ્ત થાય એ જ સાચું. તો પ્રભુપ્રેમનાં અશ્રુ હોય અને જેના આશ્રયમાં પ્રપંચ ન હોય એને આ જન્મમાં જ હરિ મળશે.



{(સંકલન : નીતિન વડગામા)


No comments:

Post a Comment