શિક્ષણસંસ્થા વિચારમાં, વિશ્વાસમાં, વિનોદમાં, વિવેકમાં અને વિશ્રામમાં
(સંકલન : નીતિન વડગામા)
- ગમે તેવી વિપત્તિ આવતી હશે ત્યારે હરિનામનું તણખલું તમને બચાવી જશે. . કળિયુગના આવા ભીષણ પ્રવાહમાં આપણને બચાવશે ત્યારે બહુ જ મોટું દાયિત્વ મારી દૃષ્ટિએ શિક્ષણ સંસ્થાઓનું છે. થોડીક ખોટમાં શિક્ષણ સંસ્થા ચાલે તો વાંધો નહીં પણ સમાજને ખોટા દાખલા બેસે એવું કશું પણ ન કરે.
- કોઇ પરમતત્ત્વ પર એને વિશ્વાસ હોવો જોઇએ. જે લોકો મૂળથી છૂટા પડી જશે એ લાંબું ટકશે નહીં. વિશ્વાસમાં હોવી જોઇએ, સંદેહમાં નહીં.
- હું તો સતત કહ્યા કરું છું, મારે તો સમાજને ભાર વગરનો ભગવાન આપવો છે. ભાર વગરનો માણસ હોવો જોઇએ. મારી ખેતી તો બે ધોરી પર ચાલે છે. એક ‘માનસ’ અને બીજો માણસ. બે ધોરી પર મારી સાધુતાની ખેતી ચાલે છે! બે ન હોય તો મારી સાધુતાની ખેતી ન ચાલે.
(સંકલન : નીતિન વડગામા)
No comments:
Post a Comment