રામ કથા
માનસ કથા
મહુવા, ગુજરાત
શનિવાર, ૨૯/૦૪/૨૦૧૭ થી રવિવાર, તારીખ ૦૭/૦૫/૨૦૧૭
મુખ્ય પંક્તિ
कथा जो सकल लोक हितकारी।
सोइ पूछन चह सैल कुमारी॥
(याज्ञवल्क्यजी कहते हैं कि) जो कथा सब लोगों का हित करने वाली है, उसे ही पार्वतीजी पूछना चाहती हैं॥
पूँछेहु रघुपति कथा प्रसंगा।
सकल लोक जग पावनि गंगा॥
जो तुमने श्री रघुनाथजी की कथा का प्रसंग पूछा है, जो कथा समस्त लोकों के लिए जगत को पवित्र करने वाली गंगाजी के समान है।
_________________________________________________________________________________
The article "સત્ય, પ્રેમ અને કરૂણાનો સમવાદ એટલે રામાયણ : પૂ.બાપુ" has been published in the Divya Bhaskar daily and is displayed below with their courtesy.
Read the article at its source link.
મહુવાનાઆજીવન કેળવણીકાર, આચાર્ય, શિક્ષક, સંચાલક પુ.શ્રી ન.ના.મહેતા(પૂજય કાકા) ની સ્મૃતિમાં રચાયેલ શૈક્ષણિક ટ્રસ્ટ શ્રી એન.એન.મહેતા મેમોરીયલ એજ્યુકેશનલ ટ્રસ્ટના લાભાર્થે પ.પૂ. મોરારીબાપુ દ્વારા આજથી માનસ રામકથાનો શુભારંભ થવા પામેલ છે.
“કથાજો સકલ લોક હિતકારી,
સોઇ પૂછન યહ સૈલકુમારી,
પૂંછેહુ રઘુપતિ કથા પ્રસંગા,
સકલ લોક જગપાવતી ગંગા.”
ઉપરનીબે ચોપાઇને આધાર સ્તંભ બનાવી બાપુએ કથાનો મંગલ પ્રારંભ કરતા હળવાશમાં કહ્યું હતુ, ફુફાડાવાળાની કથાની બહુ કરી. આજે ફાફડાવાળાની કથા કરૂ છું. પુ.બાપુએ આદરણીય ન.ના.મહેતા કાકાને ભાવ પૂર્વક યાદ કરી કહ્યુ હતુ કે, યોગાનુ યોગ અક્ષયતૃતીયાનો દિવસ પૂ.કાકનો જન્મ દિવસ છે. તે દિવસે રામકથાના શુભારંભને લઇને બાપુએ રાજીપો વ્યક્ત કરી રામકથાનો વિસ્તાર બહુ મોટો છે. ઉપરોક્ત બાલકાંડની બે પંક્તિને કેન્દ્રમાં રાખી કથા આરંભાઇ છે. બન્ને પંક્તિમાં લોક શબ્દ છે. જે કથા સકળ લોકનું હિત કરનાર ઉત્તમ છે. રામકથા સત્ય, પ્રેમ,કરૂણનો સમવાદ છે. જગતના હિત સાથે જગતને પવિત્ર કરે છે. દરેક કથામાં નવીનતા લાગે છે. એવુ તત્વ કથામાં છે.
રાધાકૃષ્ણ મંદિર(આહીર બોર્ડીંગ) ખાતેથી ભવ્ય અને રંગદર્શી પોથીયાત્રા વાસીતળાવ, હોસ્પિટલ રોડ, ગાંધીબાગ વગેરે શહેરના રાજમાર્ગો ઉપર પસાર થઇ ચિત્રકુટધામ, કૃષ્ણપાર્ક શ્રી રામકથા સ્થળે પહોચેલ.
પોથીયાત્રામાં સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સુશોભિત વાહનોમાં વિવિધ ફ્લોટ સાથે જોડાઇ પોથાયાત્રાની શોભા વધારી હતી.
કથાના શુભારંભે પુ.બાપુએ કથાનો શુભ આશય જણાવી શ્રી એન.એન.મહેતા મેમોરીયલ એજ્યુકેશનલ ટ્રસ્ટમાં ચિત્રકૂટધામ તલગાજરડાના તુલસીપુત્ર સ્વરૂપે રૂ.1,25,000/-ની જાહેરાત કરવાની સાથે યજમાન પરિવાર તરફથી રૂ.5,00,000/-ની જાહેરાત કરી પૂ.કાકાની સ્મૃતિમાં ટ્રસ્ટના કાર્યકર્તાઓ બને તેટલો વધુ ફંડ એકત્ર કરે તેવો રાજીપો વ્યક્ત કરતા શ્રી રામકથાને માનસ રામકથાનું નામ આપેલ હતુ.
એસ.ટી. દ્વારા સુંદર વ્યવસ્થા કરાઈ...
મહુવાનાએસ.ટી. ડેપો મેનેજર બી.કે.ગઢવી દ્વારા જણાવેલ છે કે, એસ.ટી.ડેપોથી નેમીવિહાર, ગાંધીબાગ, છના આતાના ઘર પાસેથી કોલેજ રોડ, ગાયત્રીનગર રોડ ઉપર થી કથા સ્થળે માત્ર રૂ.10/-ની ટીકીટના દરે એસ.ટી.ની મીનીબસ દોડાવવામાં આવશે. તેમજ ભાવનગર, તળાજા, રાજુલા, અમરેલી જવા માટે 50 ટીકીટ નક્કી થયે તાત્કાલીક બસ મુકવામાં આવશે.
કથામાં આજે પ્રેમ યજ્ઞનો માહોલ સર્જાશે
રામકથાનાબીજા દિવસે રામકથામાં પ્રેમયજ્ઞનો માહોલ ઉભો થયેલો જોવા મળશે. રવિવારે હજરત ઇમામ હુસૈન (અ.સ.)ની 1434મી જન્મ જયંતી છે. દિવસે શ્રી રામકથામાં મહુવાના મુસ્લીમ સમાજના અગ્રણીઓ અને ધર્મગુરૂ કથામાં ઉપસ્થિત રહેશે. પ્રેમયજ્ઞમાં મહુવાની એકતાના દર્શન પણ થશે.
સુકમામાં શહીદ જવાનોને પૂ.બાપુ દ્વારા સહાય
આજનાકથાના વિરામ બાદ પૂ.બાપુએ છત્તીસગઢના સુકમામાં નક્સલી હુમલામાં શહિદ થયેલ અને ગઇ કાલે કાશ્મીરમાં શહિદ થયેલ સૈનિકોના પરિવારો પ્રત્યે સંવેદના સ્વરૂપે રૂ.11-11 હજાર ચિત્રકૂટધામ, તલગાજરડા તરફથી મોકલવાની જાહેરાત કરી શહિદોને વંદના કરવામાં આવેલ.
_________________________________________________________________________________
The article "માનસ માત્ર ચોપડી નથી બુદ્ધ પુરૂષની ખોપડી છે" has been published in the Divya Bhaskar daily and is displayed below with their courtesy.
Read the article at its source link.
મહુવા:માનસ કથાના બીજા દિવસની શરૂઆતમાં પુ. બાપુએ સનાતન ધર્મના આદી જયોતિર્ધર શ્રી શંકરાચાર્યનો આજે પ્રાગટ્ય દિવસ હોય જગતગુરૂને ભાવવંદના કરી તેમજ આજે ઇસ્લામ ધર્મ માટે કુરબાની આપનાર ઇમામ હુસૈન સાહેબનો પ્રાદુર્ભાવ થયો તે યાદ કરી તેમની પવિત્ર દરગાહને સલામ પાઠવી.કરબલાના મેદાનમાં 72 જણાએ શહાદત વ્હોરી એ કહેવત 72 લોકો ન હતા. પરંતુ એ વખતના સમાજના બહેતર લોકો હતા. તેમને યાદ કરી સલામ પાઠવી આજે ઇસ્લામ ધર્મના મૌલવીઓ, મહેંદી બાપુ તથા અન્ય મુસ્લીમ બિરાદરોએ વ્યાસપીઠનું અભવિાદન કર્યુ.
રામકથામાં નવ ગૃહ છે, નવ ગ્રહ પણ છે, નવ અનુગ્રહ પણ છે. માનસ એક ચોપડી નથી. તે તો બુદ્ધ પુરૂષની પરમમાં લીન થઇ ગયેલાની ખોપડી છે. જેનુ પ્રાગટ્ય સ્વયં શવિજીના મુખેથી થયુ છે. રામકથાનું પહેલુ ગૃહ માતૃ ગૃહ અને બીજુ પિતૃ ગૃહ છે. એના શરણે જનાર સાધકને પરમ વિશ્રામ આપે છે. રામકથાના ઉપાસકો આ ગૃહમાં નવિાસ કરે છે. ત્રીજુ હૃદય ગૃહ, ચોથુ મન ગૃહ અને પાંચમું ચિત્ત ગૃહ છે. જનમના સંસ્કારો લઇને આપણે આપણા ચિત્ત ગૃહમાં વસીએ છીએ. ચિત્તમાં જેટલા વિચારો ઓછા એટલા આપણે આપણી ઓળખ વધુ પ્રમાણમાં મેળવી શકીએ.
આજના યુગમાં કથા જ એવુ માધ્યમ છે જે વવિેક પ્રગટાવે જેથી વિશ્વાસ પ્રગટે છે. કથા થી વિશ્રામ પ્રગટાવ્યો છે,વનિોદ પ્રગટાવ્યો છે,વૈરાગ પ્રગટાવ્યો છે. કર્મ જડ છે. પરિણામ માત્ર પરમાત્મા આપી શકે છે. ઇસ વિધાન દ્વારા કર્મનું પરિણામ મળે છે. અહકારનુ ઘર હોય છે. જેની ચાર દિવાલો છે. આથમની દિવાલ આડોડાઇ છે, ઉત્તરાદી દિવાલ બહુ બોલ બોલ કરવુ એ છે. પોતાને બધી ખબર હોય એમ એ માને અહંકારની દક્ષિણ દિવાલ વાત વાતમાં ઘા કરી લેવો, બીજાને ધક્કો મારવો, બીજાની ઉપેક્ષા કરવી. પૂર્વની દિવાલ ગૌરવની દિવાલ છે. હું રામનો સેવક છું. એવી દિવાલ તોડી શકાય છે. ગુરૂ ગૃહ શ્રેષ્ઠ ગૃહ છે. જ્યાં તમામ સમસ્યાનો ઉકેલ વગર પુછયે મળી જાય છે, એમનુ મૌન આપણને વધુ મદદ કરે છે. બુદ્ધ પુરૂષ એક ગૃહ છે જે ઋતુ પ્રમાણે શાંતિ આપે છે.
કથામાં નવ ગ્રહ છે. સોમ-ચંદ્ર ગ્રહ, મંગળ, બુધ, શુક્ર, ગુરૂ, શની, રવિ, રાહુ છે. કથા અમૃત છે જે મુખથી નહી કાનથી પવિાઇ છે. નવમો ગ્રહ કેતુ છે. કોઇપણ ગ્રહ નડતા હોય તો સાચા હૃદયથી રામાયણનો પાઠ કરો તો કોઇપણ નડતો ગ્રહ અનુગ્રહમાં ફેરવાઇ જશે. આમ જેમા નવ ગૃહ, નવ ગ્રહ અને નવ અનુગ્રહ છે એવી કથા લોક હિતકારી અને જગપાવની છે.પુ.બાપુએ હનુમંત વંદનાથી કથા પ્રવાહ આગળ લઇ જતા કહ્યું કે, કળીયુગમાં પરમાત્માનું નામ જ સાચી સાધના છે. હરી નામ જ કળીયુગમાં ધ્યાન છે, યજ્ઞ છે, સેવા-પૂંજા છે. સશક્ત શરીર, સ્વાસ્થ્ય, સુંદરતા, સેવા અને સમર્પણ એ પાંચ જેમા હોય એને મંગલમૂર્તિ કહેવાય.
ધર્મ ગુરૂ હસતો હોવો જોઇએ. જે હસે નહી તેને ગુરૂ કહેવો નહી. મુશ્કુરાહટ મુક્તિ છે. રામને ઘરમાં વસાવી ઘરને પ્રસન્નત્તાનું મંદિર બનાવો. અત્યંત લોભી અને ક્રોધી હસશે નહી. કામી હશે તે હસશે. લોભ અને ક્રોધ જડ છે, કામમાં રસ છે, પણ અહીં સમ્યક કામની વાત છે. ત્યારબાદ પુ.બાપુએ સંક્ષેપમાં શવિ કથાનું વર્ણન કર્યુ. શવિ-પાર્વતી વવિાહ રસ પૂર્ણ માર્મિક વર્ણન કરી આજની કથાને વિરામ આપ્યો.
દાનની સરવણી વહેતી થઇ...
એન.એન.મહેતા મેમોરીયલ એજ્યુકેશનલ ટ્રસ્ટના જ્ઞાનયજ્ઞ માટે દાનનો પ્રવાહ અવિરતપણે શરૂ થયો છે. આજ સુધીમાં માત્ર મહુવા શહેરમાંથી રૂ.1 કરોડના દાનની જાહેરાત થઇ ચુકી છે. આજે વ્યાસપીઠ ઉપરથી દાતાશ્રીઓ કીંગ્સ ડીહાઇડ્રેશન (રૂ.5,00,100), આર.એમ.ફુડ્ઝ(રૂ.2,51,000), મુર્તુઝા ફુડ્ઝ (રૂ.2,51,000), સ્વ.રસીકભાઇ એફ શુક્લ(ઉનવાળા)(રૂ.2,51,000) પરીવારના પ્રતનિિધિઓનું મોમેન્ટો અર્પણ કરી પુ.મોરારી બાપુના વરદ્ હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ.
કથાની રત્ન કણીકાઓ....
- માનસ માત્ર ચોપડી નથી, બુદ્ધ પુરૂષની ખોપડી છે.
- ધર્મ મંદિર હોય એ મને ગમે, પણ ઘર જ મંદિર હોય એ મને બહુ ગમે.
- સનાતન ધર્મની પરંપરામાં પૂર્વજન્મ અને પુનર્જન્મ છે. ખરાબ સ્વપ્ન એટલે નર્ક અને સારા સ્વપ્ન એટલે સ્વર્ગ.
- જીવનની આખરી મંઝીલ સત્ય છે
- પરમ તત્વને ઇસ્લામ રહેમાન કહે છે, હું એને હનુમાન કહું છું.
- કથાથી વવિેક, વિશ્વાસ, વિશ્રામ, વનિો અને વૈરાગ્ય પ્રગટે છે.
- પરમાત્મા એટલા બધા કરૂણાવાન છે કે એ કેટલા કરૂણાવાન છે એને પોતાને પણ ખબર નથી.
- સૌથી શ્રેષ્ઠ ગૃહ ગુરૂ ગૃહ છે, જ્યાં તમામ સમસ્યાનો ઉકેલ વગર પૂછયે મળી જાય છે.
- કથાનું આચમન કરવું એના જેવી કોઇ દાનવીરતા નથી.
- હું તો કેવળ ભરોસા ઉપર જીવવાનું વ્રત રાખીને બેઠો છું.
- કથા જો દિલથી સાંભળ્યે તો કથા કંથા પહેરાવી દે, ભીતર ભગવો રંગ પ્રગટાવી દે.
- જેનું શરીર સશક્ત, સ્વસ્થ, સુંદર, સેવારત અને સ્મરણમય હોય એ મંગલમૂર્તિ.
સોમવાર, ૦૧/૦૫/૨૦૧૭
ક્રોધ, ગુસ્સો ખૂબ કરો પણ તે પોતાના દોષ ઉપર કરો.
સતસંગથી સ્વભાવ બદલી શકાય.
ગુરૂ પદ એટલે શું?
- ગુરૂ જીવિત હોય ત્યારે ગુરૂના ચરણ એ ગુરૂ પદ છે પણ તેમાં વ્યક્તિ પૂજા ન આવી જવી જોઈએ.
- જ્યારે ગુરૂ જીવિત ન હોય ત્યારે ગુરૂની પાદુકા ગુરૂ પદ છે.
- ગુરૂનું જન્મ સ્થાન એ ગુરૂ પદ છે.
- ગુરૂના મુખમાંથી નીકળેલ સૂત્ર, વાક્ય, પદ, વાણી એ ગુરૂ પદ છે.
- ગુરૂનું વિશિષ્ટ સાધના સ્થાન એ ગુરૂ પદ છે.
- ગુરૂએ જ્યાં ભજન કર્યું હોય તે સ્થાન ગુરૂ પદ છે.
ગુરૂ પદની વાત એ સ્થુલમાંથી સુક્ષ્મ તરફની યાત્રા છે.
_________________________________________________________________________________
The article "સંદેહના કેન્દ્ર સ્થાનમાં મન હોય છે : પૂ. મોરારીબાપુ" has been published in the akilanews and is displayed below with their courtesy.
મહુવામાં ''માનસ કથા'' શ્રીરામ કથાનો ત્રીજો દિવસ : ''સંદેહ (શંકા) ના કેન્દ્ર સ્થાનમાં મન હોય છે.'' તેમ પુ. મોરારીબાપુએ વતન મહુવામાં આયોજીત ''માનસ કથા'' શ્રીમ રામકથાના ત્રીજા દિવસે કહ્યું હતું.
Read the article at its source link.
પૂ. મોરારી બાપુએ કહ્યું કે કથા શ્રોતા અને કથાકાર બન્ને માટે ઉતમ છે કથા એ સમાજ સરીતા છે. કથા ભ્રમ, મોહન નષ્ટ કરે છે અને વિદ્વાનોને વિશ્રામ આપે છે.
આજે શ્રી રામકથામાં શ્રીરામ ભગવાનના જન્મોત્સવનની ઉજવણી કરવામાં આવી હતી.
ગઇકાલે બીજા દિવસે પૂ. મોરારીબાપુએ કહયું કે, આજના યુગમાં વિવેક પ્રગટાવા માટે કથા ખુબ સફળ અને ઉતમ માધ્યમ સાબીત થયું છે. એક વાત ખાસ યાદ રાખજો કથા દ્વારા પાંચ વસ્તુ પ્રાપ્ત થાય છે. વિશ્વાસ, વિશ્રામ, વિનોદ, વિવેક અને સાચા અર્થમાં વૈરાગ, મહર્ષિ રમણનું વિધાન છે કે કર્મ જડ છે. પ્રત્યેક કર્મ જડ છે અને એનું પરીણામ ઇસ વિધાનથી જ આવે, હરીનામ સ્મરણથી જ એ યથાર્થ બનશે બાકી કર્મ માત્ર જડ છે.
વિનોબાજીની દ્રષ્ટિએ ખરાબ સપના એ જ નર્ક અને સારા સપના એ સ્વર્ગ છે અને બ્રહ્મલોક એટલે શું? તો વિનોબાજી કહે છે ગાઢ નિંદ્રા એ જ બ્રહ્મલોક. વિનોબા તો લોક એટલે દર્શન, લોક એટલે પ્રકાશ એમ જ કહેતા હતા. કોઇએ પુછયું બાપુ ગયા જનમનું ભાન કયારે થાય? બાપુએ કહયું બાપ, આ ઘડી-ક્ષણ માણી લ્યો, કથાના આ નવ દિવસ માણો. ગયા જનમને છોડી અને તમારે જાણવું જ હોય તો પતંજલીએ સ્પષ્ટ કહયું છે. ચિતમાં સંગ્રહાયેલું છે એ એટલુ ખાલી થાય, જેનું પરીગ્રહ ઓછુ થાય એને ગત જન્મનું સ્મરણ થશે. જૈન પરંપરાનો એક શબ્દ છે અપરીગૃહ. આપણે આપણા ચિતમાં કેટકેટલું ઠાસી-ઠાસીને ભર્યુ છે એ ખાલી થાય તો જન્મોજન્મનું સ્મરણ થાય. હુ પોતે પુર્વજન્મ અને પુર્નજન્મમાં માનુ છું એ છે જ. કૃષ્ણએ પણ ભગવત ગીતામાં એ કહયું જ છે.
કથામાં નવગૃહ (નિવાસ-ઘર) છે. નવગ્રહ છે અને નવ અનુગ્રહ છે. માનસમાં માતૃગૃહ, પિતૃગૃહ, મનોગૃહ, હ્ય્દયગૃહ, પર્ણગૃહ, મંગલગૃહ, રામનો જન્મ થયો તે કનકગૃહ જેને મંગલગૃહ કહેવાય છે.
પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે વૃંદાવનના અતુલ કૃષ્ણજીનું વકતવ્ય છે કે કથા એટલે જે મનની કથા પહેરાવે અને અમારા કૃષ્ણ શંકર શાસ્ત્રીજી તો કહે કે કથા તો મા છે મા. હનુમાનજી, રામજી અને ગણેશજી આ ત્રણેય મંગલ મૂર્તિ છે. મંગલમૂર્તિ એટલે જેની પાસે આ પંચશરીર હોય તે મંગલમૂર્તિ છે. (૧) સશકત શરીર (ર) સ્વાસ્થ્ય શરીર (૩) સુંદર શરીર (૪) સેવામય શરીર અને (પ) હરિના સ્મરણમાં લીન રહે તે શરીર. પુસ્તકોનો અભ્યાસ કરવાની જરૂર નથી. આ કાયા જ કિતાબ છે અને વાંચો એક દિકરીનો પ્રશ્ન હતો. બાપુ, હું ઇમાનદાર પિતાની દિકરી છું. ડિસેમ્બરમાં મારા લગ્ન છે તો હું શું આપુ ? બાપુનો જવાબ : બેટા, કથામાંથી મળતા પાંચ તવો એ મુજબ જીવનમાં પ્રયત્ન કરીને તારાં માતા પિતા અને સાસરાનું કુળ અજવાળજે. વિશ્વાસ, વિશ્રામ, વિનોદ, વિવેકા અને વેરાગ-આ પાંચ પરિબળો સૌ કોઇએ આત્મસાત કરી જીવનમાં ઉતારવા જેવા છે.
પૂ. મોરારીબાપુએ કહ્યું કે કથાએ તો વિચારોનું સંગ્રહાલય છે. કથા જેવું મોટુ દાન એકેય નથી. અને કથાનો ગાનારા જેવો મોટો કોઇ દાનવીર નથી. કથા ગાયક એટલે શંકર મહાદેવ, સોમ એ અનુગ્રહમાં બદલાય, મંગળને મંગલકથાનો આશ્રમ અનુગ્રહ મળે, બુધ સામે પંડિતની સેવા કરવાથી શીલ પ્રાપ્ત થાય . ગુરૂ-એ કોઇ દી નબળો હોય જ નહીં, અને નબળો હોય એ ગુરૂ જ ન હોય, શુક ગ્રહની સામે, સામર્થ્યનો અનુગ્રહ હોય, શની એટલે હનુમાનજીની સાધનાનો અનુગ્રહ કેળવાય અને રવિ એટલે તો અજવાળુ અજવાળુ અંજવાસ હી અજવાસ છે.
______________________________________________________________________________
The article "મહુવામાં રામકથામાં પૂ.મોરારીબાપુઅે ત્રીજા દિવસે ગાયો ગુરૂનો મહિમા" is published in the Divya Bhaskar daily and is displayed below with their courtesy.
Read the article at its source link.
મહુવા: માનસ કથાના ત્રીજા દિવસની શરૂઆતમાં પુ. બાપુ જાણે સોળે કળાએ ખીલેલા હોય તેમ જણાતા હતા. તેઓએ હળવી રમુજ સ્વરૂપે ગાઠીયા કુળનું વર્ણન કરી પ્રસાદનું મહત્વ સમજાવતા સર્વોને પ્રસાદ લેવા આગ્રહ પૂર્વક આમંત્રણ આપ્યુ હતુ.
એક જીજ્ઞાસાના જવાબમાં બાપુએ કહેલ કે, મુળ સ્વભાવ કયારેય બદલાતો નથી. કુસંગને કારણે બદલાયો હોય તો સુધારી શકાય છે. પરંતુ મુળ પ્રકૃતિ બદલાશે નહી. એનો મોડ બદલો ક્રોધી સ્વભાવ હોય તો તમારા દુર્ગુણ ઉપર ક્રોધ કરો, સ્વભાવ સત્સંગ થી જ બદલી શકાય. બીજા પ્રશ્નના જવાબમાં બાપુએ કહ્યુ કે હૃદયમાં થી આવેલો અવાજ આપણા હિતમાં જ હોય છે. હૃદયની વાણી આકાશવાણી છે. એ સાચી જ હોય છે. ત્રીજા પ્રશ્નના જવાબમાં બાપુએ કહ્યુ કે ભરોસો તીવ્ર હોવો જોઇએ. ઉત્કૃષ્ટ ભરોસો હશે એને પરિણામ જરૂર મળે છે. ચોથી જીજ્ઞાસાના પ્રત્યુત્તરમાં કહ્યુ રામનો જય જયકાર કરવો સહેલો છે. રામની જય બોલાવી જરૂરી નથી, તુલસીદાસજીએ કહ્યુ તેમ “ પ્રિય લાગહું મોહે રામ” પંક્તિના આધારે રામચંદ્ર જય હો ના બદલે પ્રિય હો બોલુ છું.
રામચરિત્ર માનસમાં 6 પ્રકારના ગુરૂ બિરાજે છે. ગુરૂ, શ્રી ગુરૂ, કુલગુરૂ, સદ્દગુરૂ, જગત ગુરૂ અને ત્રિભુવન ગુરૂ. ગુરૂનુ કામ બોધ આપવાનુ છે. ગુરૂ વિરોધ ન આપે. ગુરૂની ઉપેક્ષા ન કરતા. માત્ર અપેક્ષા તમારા ગુરૂ પાસે રાખજો. શરણાગતિ એકની હોય. શ્રી ગુરૂમાં શ્રી મુળ શક્તિ વાચક શબ્દ છે. શ્રી ગુરૂ એટલે શક્તિ શ્રી રાધે, માતા સીતા, માતા ભવાની. શ્રી ગુરૂ માતૃ શરીરા છે, માતૃ ભાવ વાળા છે, શ્રી ગુરૂ આપણી બુદ્ધિને શુદ્ધ કરે, નિર્મળ કરે. ત્રીજા ગુરૂ કુલગુરૂ આપણને આચાર શીખવે. શંકરાચાર્ય કહે છે કે, યદુપતિ કૃષ્ણ મારો કુલગુરૂ છે. ચોથા ગુરૂ જગત ગુરૂ છે. જગત ગુરૂ ભાષ્ય આપે જેને પ્રષ્થાનપ્રતી કહેવાય.
જગત ગુરૂ બ્રહ્મસુત્ર, ઉપનિષદ અને ભગવત ગીતા ઉપર ભાષ્ય કરે. એક જગત ગુરૂ એવો છે કે જેને આપણે બધા પોકારીએ છીએ એ કૃષ્ણ છે. પાંચમાં સદ્દગુરૂ છે. ભરતજી, કાગભુશંડી, હનુમાનજી, તુલસીદાસજી અને સ્વંય રામ સદ્દગુરૂ છે. સદ્દગુરૂ બોલીએ ત્યાંજ પવિત્ર થઇ જવાય. આપણા સ્વાર્થો બાજુએ મુકી સદ્દગુરૂની આજ્ઞા માનો તો આપણા પિતૃઓ પણ નાચવા માંડે. સદ્દગુરૂ આપણને સત્ય આપે, પરમ પ્રેમ સમજાવે. આપણને સિદ્ધાંતો મળ્યા છે, સત્ય નથી મળ્યુ. સદ્દગુરૂ આપણને કરૂણાથી ભરી દે છે. છઠ્ઠા ગુરૂ ત્રિભુવન ગુરૂ. જગત માત્ર એક જ હોય જેની શરણાગતિથી પૂર્ણત: સ્વતંત્રતા મળે છે.
કથા સંદેહ, ભ્રમ, મોહ નષ્ટ કરે, સંસાર રૂપી નદીને કથા રૂપી નૌકાથી તરી જવાય છે. કથા કળયુગના મેલનો નાશ કરે છે. કથા અરણી મંથન છે. કથાથી જ્ઞાનાગ્ની પ્રગટે છે તે કર બંધનનો નાશ કરે છે. તેમ કહી બાપુએ કથાનો મહાત્મ સમજાવવા વિવિધ દ્રષ્ટાંતો આપ્યા અને શ્રી રામ કથા ક્રમમાં આજે શ્રી રામ જન્મ ઉત્સ્વની ઉજવણી કરવામાં આવી.
માનસ કથાની રત્નકણિકા
- મુળ સ્વભાવ તો ભગવાન પણ બદલી શકે પણ કુશંગજન્ય સ્વભાવ સત્સંગ થી બદલાય છે.
- શરણાગતી સ્વતંત્રતાની બાંધક નથી. શરણાગતી જેટલી સ્વતંત્ર બીજે ક્યાંય મળતી નથી. હું સંપૂર્ણ શરણાગત છું એટલે પૂર્ણ રીતે સ્વતંત્ર છું.
- ગુરૂ બોધ આપે કદી વિરોધ્ધ ન આપે.
- એક ઘડીભર તું બેઠા થા એક પૈડ કે નીચે, સુના હૈ આજ ભી ઉસકા છાયા મહેક રહા હૈ.
દાનનો અવિરત પ્રવાહ
એન.એન.મહેતા મેમોરીયલ એજ્યુકેશનલ ટ્રસ્ટના જ્ઞાનયજ્ઞ માટે દાનનો પ્રવાહ અવિરતપણે શરૂ રહેવા પામેલ છે. આજે વ્યાસપીઠ ઉપરથી દાતાશ્રીઓ ર.કી.રૂપારેલ પરિવાર(રૂ.6,15,111), ઘનશ્યામભાઇ માંગુકીયા (ઓથાવાળા) (રૂ.5,11,000), વિરેન્દ્રભાઇ મલકાણ (રૂ.2,51,000), વિઠ્ઠોલભાઇ કોરડીયા (રૂ.2,51,000), ગૌતમ સ્વીટ(રૂ.2,51,000) પરીવારના પ્રતિનિધિઓનું મોમેન્ટો અર્પણ કરી પુ.મોરારી બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ.
_________________________________________________________________________________
The article "રામનામ મહામંત્રના ત્રણ સ્વરૂપ : શોષણ ન કરવુ, વેર ન રાખવુ, બીજાને મદદ કરવી" published in the Divya Bhaskar daily is displayed below with their courtesy.
પુ.મોરારીબાપુ કથિત માનસ કથાના ચતુર્થ દિવસની શરૂઆતમાં પુ.બાપુએ ગઇ કાલે કાશ્મીર સરહદે પાડોશી દેશે જે બર્બરતાથી આપણા બે સૈનિકો શહિદ કર્યા. કાશ્મીરમાં જે પોલીસ કર્મી શહિદ થયા અને જે નાગરિકો હતાહત થયા તે બધા પરિવારો માટે સંવેદના વ્યક્ત કરી દુ:ખની લાગણી વ્યક્ત કરવાની સાથે કથા યજમાન પરિવાર દ્વારા પરિવારો માટે રૂ.1.25 લાખની રાશિ અનુકંપા રૂપે મોકલવાની જાહેરાત કરેલ.
રામ નામ મહામંત્ર છે. એને જપવાના ત્રણ સ્વરૂપ છે. પહેલુ સ્વરૂપ કોઇનું શોષણ ન કરીએ, બીજુ કોઇની સાથે વેર ન રાખીએ, ત્રીજુ શક્તિ પ્રમાણે અન્યને આધાર આપવો. આજની કથાએ નામકરણ, વિશ્વામિત્ર રામજીનું વનગમન અંતે જનકપુરીમાં રામના પ્રવેશ સુધીની કથા કહી વાણીને વિરામ આપ્યો.
પૂ.બાપુએ કથામાં પ્રવેશ કરતા કહ્યુ કે, આપણી ધર્મ પરંપરા શિખા(ચોંટલી) અને યજ્ઞોપવિતનો મહિમા છે. શિખામાં જે ગાંઠ હોય તે એકજ હોય છે. શિખા વૈદિક પરંપરામાં એક ગ્રંથી છે. યજ્ઞોપવિતમાં ત્રણ ગાંઠ હોય છે, ત્રણ ગ્રંથી છે. સુફીવાદમાં પાંચ ગ્રંથીની કથા છે. કોઇ બિમાર વ્યક્તિ સુફીસંત પાસે લઇ જવામાં આવે તો સુફી સાધના માટે કાળા ધાગામાં પાંચ ગાંઠ મારે છે. આપણે ત્યાં લગ્નમાં સાત ગ્રંથી હોય છે. જે સપ્તપદીમાં બંધાય છે. શ્રીમદ્દ ભાગવત કથાની પ્રાચીન પદ્ધતિમાં સાત ગાંઠ વાળો વાંસ મુકવામાં આવતો. કથાના એક દિવસે એક ગાંઠ કપાતી જાય છેલ્લે સાત ગાંઠ કપાય અને પિતૃ મોક્ષ થાય તેવી માન્યતા છે. કેળના પાંદડા એટલા માટે કથા મંડપમાં મંડપ રૂપે મુકાય છે કે કેળમાં કામના ઓછી કરવાની શક્તિ છે. એટલે સાધકે સમ્યક કામ સુધી પહોચવાનું છે. વક્તાએ મંડપ વચ્ચે દેખાવાની જરૂર નથી. વક્તાના વક્તવ્યને પકડવાનું છે. બધા અસ્તિત્વની વ્યવસ્થા રૂપે અવતરેલા કથાકારો હતા. કથામાં જવારા વવાય છે, પણ એક પ્રતિક છે કે, કથાના દિવસ જેમ-જેમ વિતે તેમ સાધકના મનમાં પણ સાધનાના જવારા ઉગવા જોઇએ. અને કથાના અંતે કૂપળ માંથી છોડ રૂપી બનેલા ભાવો દેવને ધરવા જોઇએ.
પારેખ પરિવાર દ્વારા સવા કરોડનુ અનુદાન
એન.એન.મહેતા મેમોરીયલ એજયુકેશન ટ્રસ્ટના જ્ઞાનયજ્ઞના લાભાર્થે પુ.મોરારી બાપુ કથિત માનસ કથાના સહયોગથી જ્ઞાનયજ્ઞમાં દાતાઓ દ્વારા દાનની ગંગા અવિરતપણે વહી રહી છે. આજ સુધીમાં જુદા-જુદા ભાગ્યશાળીઓ દ્વારા રૂ.1,25,00,000/- જ્ઞાનયજ્ઞમાં આહુતિ સ્વરૂપે પ્રાપ્ત થયા છે. આજે ચોથા દિવસની કથાના પ્રારંભે પીડીઇલાઇટ ઇન્ડસ્ટ્રીઝ(ફેવીકોલ)મુંબઇ ના પારેખ પરિવાર વતી મધુકરભાઇ પારેખે જ્ઞાનયજ્ઞમાં રૂ.1,25,00,000/-ની આહુતિ આપ્યાની જાહેરાત થતા જ્ઞાનયજ્ઞમાં આજ સુધીમાં રૂ.2.5 કરોડ ની કુલ ધનરાશી ભેગી થતા કથા મંડપમાં ભારે હર્ષોલ્લાસ ફેલાયો હતો. મહુવાના મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થી ભાઇ/બહેનો ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સંકડામણના કારણે તેની તેજસ્વીતા મુજબ ઇજનેરી અને તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા મુશ્કેલી અનુભવતા હોય મધુકરભાઇ પારેખના પ્રયત્નોથી મહુવાના આગેવાનો સાથે મળી આજથી ત્રણ વર્ષ પૂર્વે શ્રી એન.એન.મહેતા મેમોરીયલ એજયુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી પ્રતિ વર્ષ મહુવાનાં ધો.12 પછીના ઉચ્ચ અભ્યાસક્રમો માટે ગુણવતા તથા આર્થિક જરૂરીયાતનાં આધારે સ્કોલરશીપ આપવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 170 વિદ્યાર્થીઓને કુલ 62 લાખ જેટલી રકમ ફાળવવામાં આવેલ છે.
યજમાન પરિવાર દ્વારા કાશ્મીરમાં શહીદ પરિવારો માટે રૂ.1.25 લાખની સહાય
માનસ રામકથા | રામકથાના ચોથા દિવસે જનકપુરીમાં રામનો પ્રવેશ
The article "ખરો જ્ઞાનિ સદાય વિવેકી અને પ્રેમી હોય છે : પૂ. મોરારિબાપુ" published in the Divya Bhaskar daily is displayed below with their courtesy.
મહુવા :
કથા જો સકલ લોક હિતકારી, સોઇ પૂછન યહ સૈલકુમારી,પૂંછેહુ રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા ચોપાઇ ઉપર ચાલી રહેલ કથાને આગળ વધારતા બાપુએ ખંડ કથા, દ્રષ્ટાંત કથા, વ્યાખ્યાન કથા, પરિ(દંતકથા), મૂળ કથા અને ગદ્ય કથાનો મહિમા રસાળ શૈલીમાં વર્ણન કરી નમ્ર બની, શબ્ર રાખી સંતુલન જાળવી, સુકનવંત બની કથા સાંભળવી જોઇએ તેમ જણાવેલ. શબ્દ સ્પર્શ, રૂપ, રસને પ્રાધાન્ય આપી કથાની મહત્તા સમજાવેલ.
સાચો જ્ઞાની વિવેકી અને પ્રેમી સદા ગાતો જ હોય છે. કથામાં બાપુએ આઠ લક્ષણો વર્ણવ્યા હતા. આગામી સમયમાં વીર, શૃંગાર, ભય, અદ્દભુત, હાસ્ય, કરૂણ, રૌદ્ર, બીભત્સ, શાંત વગેરે નવ રસો ઉપર વિશેષ કથા કરવાનું આહ્વાન કરેલ. અર્થના પંદર અનર્થ છે. તેમ જણાવી કથાના પાપજન્ય, પૂણ્યજન્ય, ભક્તિજન્ય, જ્ઞાનજન્ય અનર્થને આગવી રીતે વર્ણવેલ.
આજની કથામાં રાષ્ટ્રની વાત નીકળતા બાપુએ ભારતીય સેનાના હુંકાર વિશે વાત કરતા સેનાના દેશની સુરક્ષા માટે નિર્ણય અમે કરીશું અને સમય તથા સ્થળ પણ અમે નક્કી કરીશું એવા નવિેદનને બિરદાવેલ. રાષ્ટ્રના હિતની વાતમાં કોઇ નો બોલ ન કરે અને રાષ્ટ્રહિતની વાતમાં ટેકો ન આપનારે નવિૃત્તિ લઇ લેવી જોઇએ તેમ જણાવેલ.
એન.એન. મહેતા મેમોરીયલ એજયુકેશન ટ્રસ્ટના જ્ઞાનયજ્ઞના લાભાર્થે પુ.મોરારી બાપુ કથિત માનસ કથાના આજે પાંચમાં દવિસે ફંડની કુલ રાશી ત્રણ કરોડ આસપાસ પહોચી ગઇ છે. હજુ આ જ્ઞાનયજ્ઞમાં દાનનો પ્રવાહ અવિરત પણે વહી રહ્યો છે.આજની કથામાં મહા મંડલેશ્વર પૂ.ભારતીબાપુ, શ્રીમદ્દ ભાગવત કથાકાર શ્રી શરદભાઇ વ્યાસની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
મુખ્યમંત્રી રૂપાણી તા.5મીએ ઉપસ્થિત રહેશે
મહુવામાં એન.એન. મહેતા મેમોરીયલ એજયુકેશન ટ્રસ્ટના જ્ઞાનયજ્ઞના લાભાર્થે પુ.મોરારી બાપુ કથિત માનસ કથાના 7માં દવિસે તા.5 મેના રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી બપોરે 11.40 કલાકે મહુવા પહોચી કથા શ્રવણ માટે કથા મંડપમાં પહોચશે.
_________________________________________________________________________________
The article "રજો, તમો અને સત્વથી જે કથા મુક્ત કરાવે તે સર્વોત્તમ કથા" published by the Divya Bhaskar daily is displayed below with their courtesy.
Read the article at its source link.
ચિત્રકૂટધામખાતે ચાલી રહેલ આજે છઠ્ઠા દિવસની કથાનો પ્રારંભ કરતા આજે જાનકી જયંતિની બધાઇ આપી પુ.બાપુએ રજોગુણી, તમોગુણી અને સતોગુણી કથા વિશે રસપ્રદ વાતો કહેલ. વધુમાં જણાવેલ કે, ગુજરાતી ધર્મ છે, હિન્દી અર્થ છે, અંગ્રેજી કામ છે અને સંસ્કૃત મોક્ષ છે. તેમ જણાવી માતૃભાષા જીવંત રહેવી જોઇએ તેવો વિચાર પ્રગટ કર્યો હતો.
મૈત્રેય ઉપનિષદને ટાંકીને પુ.બાપુએ કહ્યું કે, માણસે ત્યાગ કરવાનો છે, પણ ઘર પરિવારનો નહિ, અહકારૂપી દિકરાને ત્યાગો, પૈસારૂપી ભાઇને ત્યાગો, અયોગ્ય માર્ગે એકઠી કરેલી સંપત્તી નોતરે છે. પ્રમાણિકતા વગરની સંપત્તી કાંતો ભોગમાં વેડફાઇ છે, કાં નાશ પામે છે. એના બદલે દાન તરફ વાળો. ત્યાગરૂપી ખાડો સર્જાશે ત્યારે અસ્તિત્વની કરૂણારૂપી વર્ષા થશે. પૈસાનો ત્યાગ નહી, પૈસાની આસક્તિ અને લોભનો ત્યાગ કરો. આશારૂપી પત્નીનો ત્યાગ કરો.
દાન, ભોગ અને નાશ રૂપિયાના ત્રણ ઉપયોગ છે તેમ જણાવી લોભ,ક્રોધ, અહકાર, વિવાદ, જંગવાદ, ત્યાગ, વીર, સહનશીલતા, પ્રેમ, સત્ય, તપસ્યા, પ્રતિક્ષાની રામકથા છે એવો ભાવ પ્રગટ કરેલ.
પૂ.કાકા મહેતા સાહેબની સ્મૃતિમાં ચાલી રહેલ રામકથામાં પુ.બાપુએ મહેતા સાહેબને છેલછબીલા ગુજરાતી કહી ગુજરાતીઓના ગજા બહુ ઉંચા હોય તેમ જણાવેલ. આજે મહુવા એક નાનકડું હિન્દુસ્તાન બન્યુ હોય ભજનના ભોગે કઇ નહી કરવાની માર્મિક ટકોર કરેલ. ધર્મ સંપ્રદાયની દિવાલો બાંધી રાષ્ટ્ર ભાવના પ્રગટાવી રાષ્ટ્ર હિતમાં પોતાનું યોગદાન આપવા જણાવેલ.
પૂ. પાડુરંગ દાદાને યાદ કરીને ત્રિકાલ સંધ્યાના શ્લોકોનું પઠન કરેલ. જલાલુદ્દીન રોમીને યાદ કરી જણાવેલ કે, એવા ગરીબ બનો કે અમીરને પણ ઇર્ષા થાય અને બંદગી કરો તો એવી કરો કે કોઇ દિવસ તમારૂં પતન થાય. પરમાત્માની રહેમ પરથી ભરોસો તોડવાની વાત વ્યક્ત કરેલ.
લોકસભા, વિધાનસભા જાગવા માટે છે. તેમ છતા ઘણા સુઇ જતા હોય છે. તેવો વ્યંગ કરીને જણાવેલ કે, જે ક્ષેત્રમાં લોકો હોય તે ક્ષેત્રમાં ઉંઘ આવે. શાસ્ત્રમાંથી એક બીજ મળી જાય તો બેડો પાર થઇ જાય તેવો ભાવ પ્રગટાવી સંશય અને વહેમને ત્યજી હરિનામનો આશ્રય લેવા જણાવેલ.
પૂ.બાપુના મુખે ગવાઇ રહેલ રામકથામાં મહુવા ધર્મમય બન્યુ છે. મહુવાના નાના-મોટા તમામ માર્ગો પર “માનસ કથા’ને શુભેચ્છા પાઠવતા બેનરો લાગ્યા છે. ઠેર-ઠેર પાણી, છાશ, શરબતના પરબો ઠેર-ઠેર એલ.ઇ.ડી સ્ક્રીન અને લાઉડ સ્પીકર દ્વારા રામકથાનું પ્રસારણ, મોબાઇલ સ્ક્રીન ઉપર ફેસબુકના સથવારે રામકથાનું લાઇવ ટેલીકાસ્ટ વગેરે મહુવાની જનતા સત્ય-પ્રેમ-કરૂણાને વરેલી હોય લોકોએ સ્વયંભૂ રામકથામય માહોલ બનાવ્યો છે.
મહુવાના શ્રેષ્ઠીઓ પોતાની વ્યસ્તતા વચ્ચે પણ રામકથાનો લાભ લઇ પોતાને ધન્ય અહોભાગી ગણી રહ્યાં છે. પોલીસ જવાન, હોમગાર્ડ જવાન, નગરપાલિકા પરિવાર, પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ, સ્વયંસેવકો તથા અન્ય તમામ લોકો સેવામગ્ન બન્યા છે.
લય, વિક્ષેપ, અપ્રપતિ, કસાઇ, સ્વાદાનુવૃત્તિ કથાના પાંચ સ્પીડ બ્રેકરો (પ્રતિબંધિત તત્વો) છે : પૂ. મોરારિબાપુ
નિંદા, ઇર્ષા અને દ્વેષ ત્રણ મોટા કસાઇ છે
_________________________________________________________________________________
The article "કથાનુ કથન કરે એની જીભ અને જીવતર પવિત્ર થઇ જાય : પૂ. બાપુ" published by the Divya Bhaskar daily is displayed below with their courtesy.
Read the article at its source link.
કથાનુકથન કરે એની જીભ અને જીવતર પવિત્ર થાય. કથાનું શ્રવણ કરે તે શ્રોતાઓના બળ ભાગ્ય છે. રામના ગુણ અનંત છે. રામકથાનો વિસ્તાર અનંત છે. જેના નિર્મળ વિચારો હશે તેને આવી અનંત દિવ્ય કથા આશ્ચર્ય નહી આપે તેમ પૂ.મોરારીબાપુએ કથાના સાતમા દિવસે રસપાન કરાવતા જણાવ્યુ હતુ.
મહુવાના આંગણે વહેતી-ગવાતી માનસ કથાના સાતમાં દિવસે પુ.બાપુએ કથા નિરૂપણની ચર્ચા કરી રહ્યા છે. કથા બહુ વિશાળ પદ છે. કથા કેવળ વાર્તા નથી, તુલશી જેવા સાધુએ કહેલી બહુ ઉંચી ઘટના છે. વાર્તા સુવડાવી દે છે, પરંતુ કથા સુવડાવેલાને જગાડી દે છે. એટલે કથાને વાર્તા સાથે જોડી શકાય. સનાતન ધર્મ જેવો કોઇ માનવ ધર્મ નથી કહી રાજયના મુખ્યમંત્રી રૂપાણીને કણ્વઋષિના ન્યાયે બાપુઅે આવકાર આપેલ
માનસ કથામાં તુલસીદાસજીએ કથાના અનેક પ્રકારોને નિર્દેશ્યા છે. કર્મ કથા, સમન્વય કથા, સીતા સ્વયંવર કથા, પંચ કથા, હરિ કથા, ઉમા કથા, પુર્વજન્મ કથા, ગંગા અવતરણ કથા, અહલ્યા ઉદ્ધાર કથા, નીજ કથા, વિશ્વામિત્ર કથા, વિરોધ કથા, પંથી-માર્ગીય કથા, ભુષુંડીની કથા, પુરાતન કથા, અંધ તપસ્વીની કથા, રામ વનવાસ કથા, ભરત કથા, રામ રાજય રસભંગની કથા, શીલની કથા, ચક્રસુત(જયંત) કથા, રાવણ કથા, સીતા હરણ કથા, દંત કથા, ચરિત્ર કથા, સાગર નિગ્રહ કથા, વિચિત્ર કથા, અદ્દભુત રસ ધરાવતી નવ રસ કથા, સુંદર કથા, વિવાદની કથા, શ્રોતાની કથા, શુભ કથા વગેરે 33 પ્રકારની કથા માનસમાં છે. ગુરૂકૃપા હોય તો બધા વિષય ઉપર અભ્યાસુ સાધક કથા કરી શકે. એવા માનસના પુષ્પોને વીણી વીણીને એક માળા બનાવી શકાય એવી વિશાળ રામકથા છે.
પરમહસો ધ્યાન છોડી હરિ કથા સાંભળે છે. સત્સંગ વિના કથા થાય. બે ડાહ્યા માણસ ભેગા થઇને જે સારી વાત કરે તે રામકથા છે. બીનુ સત્સંગ હરિ કથા, મુનિઓને પણ દુર્લભ એવી ભક્તિ શ્રોતાઓને મળશે જે પરમ વિશ્વાસ સાથે હરિ કથા સાંભળે છે. રામકરણમાં રતિ ઇચ્છો કે જ્ઞાન ઇચ્છો તો તમારા કાનના પડીયામાં કથા રસ નાંખો. વ્યાસપીઠને ઉત્તરપ્રદેશમાં ચોકી કહે છે. એટલે વક્તા ચોકીદાર છે. અને શ્રોતા જમીન ઉપર બેસે છે, એટલે તેઓ જમીનદાર છે. એવો શ્રોતાનો મહિમા છે. શાસ્ત્રમાં પણ ત્રણ ભક્તિને પહેલી ભક્તિ કહે છે.
આજની કથામાં સનાતન ધર્મ અને માનવ ધર્મની વાતો કરતા બાપુએ સંદેશ આપ્યો કે સનાતન ધર્મ જવો કોઇ માનવ ધર્મ નથી. વૈદિક કથા કહેનાર વિનોબાજી, ગીતાને પોતાનો પ્રાણ કહેનાર ગાંધીજી કે રામ કથાનો ગાન કરનાર મોરારી બાપુ કદી માનવ ધર્મ ચુક્યા છે? અને બાપુએ કહ્યું કે, ગાંધીજી કહેતા હતા કે સનાતન ધર્મ અને હિન્દુત્ત્વનો મને ગર્વ છે.
પુ.બાપુએ આજે એક મનોરથ વ્યક્ત કરતા કહ્યું હતુ કે, હરિ ઇચ્છશે ત્યારે મારે તલગાજરડામાં તોડી નાખે એવી કથા કોઇના સ્મરણમાં કરવી છે. કથાના ક્રમમાં પુ.બાપુએ સીતા સ્વયંવરનું અલૌકીક વર્ણન કરી શિવ ધનુષ ભંગ, પરશુરામ આગમન અને વિદાય પછી જનકરાજાએ દશરથ રાજાને મંગલ પત્રિકા મોકલી અને આજની કથાને વિરામ આપ્યો હતો.
અનુદાનનો અવિરત વહેતો ધોધ
મહુવાનાઉત્તમ માનવ(નરોત્તમ), સંનિષ્ઠ શિક્ષક, સત્ય નિષ્ઠાને વરેલા અને સાદગી, સરળતાને જીવન મંત્ર માનનારા પૂ.એન.એન. મહેતા સાહેબની સ્મૃતિમાં બનેલ શ્રી એન.એન. મહેતા મેમોરીયલ એજ્યુકેશન ટ્રસ્ટના લાભાર્થે ચાલી રહેલ માનસ કથાને કારણે આજે મહુવા ધન્ય બન્યુ છે. માનસ કથાના આજે સાતમાં દિવસ સુધીમાં જ્ઞાનયજ્ઞમાં સવા ત્રણ કરોડની ધનરાશી જાહેર થઇ છે. 1967થી 2007 સુધી મહુવા પારેખ કોલેજમાં મેથેમેટીક્સના પ્રોફેસર તરીકે ફરજ બજાવી ચુકેલા પ્રો.પ્રવિણભાઇ એમ. ધકાણે મહુવાની કર્મભુમિનું ઋણ અદા કરવા શ્રીમતી રમાબેન તથા પ્રો.પ્રવિણભાઇ ધકાણના નામે તેમના પરિવાર વતી રૂ.25,00,000/-(પચ્ચીસ લાખ)નું અનુદાન જાહેર કરતા જણાવેલ કે, તેઓ પોતે ભણતા ત્યારે સ્કોલરશીપ મેળવેલ અને પોતે સ્કોલરશીપનું મહત્વ અને જરૂરીયાતની સમજણ ધરાવે છે. ઉપરાંત મૂળ મહુવાના હાલ મુંબઇના જશુમતીબેન જુગલદાસ મહેતા હસ્તક મહેશભાઇ, હરેશભાઇ, નિતીનભાઇ પરિવાર દ્વારા રૂ.5,00,000/-નું અનુદાન જાહેર કરેલ.
સનાતન ધર્મ જેવો કોઇ માનવ ધર્મ નથી : મહુવામાં ઉમટ્યા ભવિકો
રાજદંડ ઉપર ધર્મદંડનંુ માર્ગદર્શન હોય તો રામરાજય સ્થપાય
_________________________________________________________________________________
The article "ભેદમૂક્ત કરે તે સનાતન ધર્મ : પૂ. બાપુ" published in the Divya Bhaskar daily is displayed below with their courtesy.
રામાયણની33 કથામાં 33 કરોડ દેવતા છે. રામાયણમાં સારેગામાના સાતેય સૂર છે. ધર્મ ઢાંકીને કરેલો સોદો નથી. ધર્મ તો મેદાનમાં બનતી ઘટના છે. કોઇ મેરા રાસ્તા, કોઇ મેરી મંજીલ, ફીર ભી મેં ક્યું જા રહા હું કીસી અજનબી કે પીછે? આપણને ભેદ મુક્ત કરનાર સનાતન ધર્મ છે. સનાતન એટલે શાશ્વત, એનો કોઇ આદિ કે અંત નથી. મજબુર સાહેબ કહે છે માનવું બંદગી છે, મનાવવુ ગંદકી છે. સુંદરકાંડના અંતે તુલશીજી કહે છે કે, કથાથી વિષયી(સંસારી) જીવને સુખ મળે છે. કથા સાધકના સંશયનું સમાધાન કરે છે. અને સિદ્ધના પતનના ભયને મટાડે છે.
મહુવાની માનસ કથાના આઠમા દિવસે પૂ.બાપુએ ઇતિહાસને પણ કથા કહે છે, પુરાણ પણ કથા છે, પરંતુ રામકથામાં તુલશીદાસજીએ જીવનની ત્રણ કથા બતાવી છે. આપણા જેવા સંસારીઓ વિષયી જીવ છે. આપણે સદા સાવધાન નથી રહી શકતા. સાવધાન સંસારી સન્યાસી છે, અને અસાવધાન સન્યાસી સંસારી છે. તે નિરંતર સાવધાન નથી રહી શકતા એમના માટે કથા લૌકીક હોય છે.
જીવનો બીજો પ્રકાર સાધક છે. જગતમાં કોઇને પણ કયારેય બાધક બને એનું નામ સાધક. સાધક માટે કથા અલૌકીક હોય છે. જીવનો ત્રીજો પ્રકાર સિદ્ધ છે, એમના માટે કથા પારલૌકીક છે. તેમ કહેતા જણાવ્યુ કે પોતે જીવની એક ચોથી શ્રેણી નક્કી કરી છે જીવ છે શુદ્ધ. શુદ્ધ સ્વયંમ એક કથા છે. એવા કોઇ શુદ્ધ બુદ્ધ પાસે બેસીએ અને તેઓ બોલે તો પણ કથા ચાલતી હોય છે.
વિષયીને લૌકીક ભાવ જાગે, તેઓ પ્રસિદ્ધિ માટે અથવા પુણ્ય માટે કથામાં આવે છે. બાપુએ કહ્યું કે મારી કથામાં પુણ્ય નથી મળતુ. કથાથી પાપ અને પુણ્ય બન્ને ખતમ થઇ જાય છે. પાપ અને પુણ્ય બન્ને બંધન છે. પુણ્ય સોનાની બેલી છે, જેની આશક્તિ છોડી શકાતી નથી. હું તમારા અંતરને ઉટકુ છું, કલી કરતો નથી, પણ તળીયેથી શુદ્ધ કરૂં છું. રવિવાર કથા વિરામનો દિવસ હોય મહુવાનો જન જન અંતિમ દિવસની કથા અમૃતનું પાન કરવા અધીરો બન્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
- માનવુ બંદગી છે, મનાવવુ ગંદકી છે : કોઇને પણ કયારેય બાધક બને તે સાધક
- કથામાં મહુવા તેમજ અાસપાસના ગામોમાંથી ઉમટી રહેલી મેદની
- કથા દરમિયાન અનુદાનની સરવાણી
શ્રીએન.એન.મહેતા મેમોરીયલ એજ્યુકેશનલ ટ્રસ્ટના જ્ઞાનયજ્ઞ માટે દાનનો પ્રવાહ અવિરતપણે શરૂ રહેવા પામેલ છે. વ્યાસપીઠ ઉપરથી દાતાશ્રીઓ હીંમતભાઇ કલ્યાણજીભાઇ પારેખ(રૂ.5,00,000), સ્વાશ્રય ફાઉન્ડેશન હસ્તે બટુકભાઇ કળથીયા (રૂ.,2,51,000), બી.એ.પી.એસ. સંસ્થા(રૂ.2,51,000) પરીવારના પ્રતિનિધિઓનું મોમેન્ટો અર્પણ કરી પુ.મોરારી બાપુના વરદ્ હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ.
- સહજ જેવું કોઈ આસન નથી...
રામાયણનાલક્ષણો બતાવી હરિ હાથ વગો હોવો જોઇએ, તેનો અદ્દભુત વિચાર પ્રગટ કરેલ. પતંજલીએ અષ્ટાંગ યોગ આપ્યા છે. ગળા ડૂબ સંસારીને યમ-નિયમમાં શું ખબર પડે? તેમ જણાવી સહજ આસન જેવું આસન નથી. તેવો ભાવ વ્યક્ત કરી યોગ્ય બની યોગ કરવા જણાવેલ.
- ધર્મ ઢાંકીને કરેલો સોદો નથી, ધર્મ તો મેદાનમાં બનતી ઘટના છે : આજે પૂર્ણાહૂતિ
The article "કળિયુગમાં રામને સમરવા એ મોટામાં મોટો મહામંત્ર" published in the Divya Bhaskar daily is displayed below with their courtesy.
મહુવા: કળિયુગમાં રામને સમરવા, રામને ગાવા અને રામને સાંભળવા તે મોટામાં મોટો મહામંત્ર છે. તેમ કહી બાપુએ રામકથા સૌનું મંગલ કરે, ભરતકથા ભવ બંધનથી મુક્ત કરાવે, સંત કથા અંત:કરણને ઉટકે, સીતા કથા ધૈર્ય સહનશીલતા આપે, હનુમાન કથા નિરંતર હરિનું નામ લેતા કરે તેમ જણાવેલ.
“કથા જો સકલ લોક હિતકારી, સોઇ પૂછન યહ શૈલકુમારી,
પૂંછેહુ રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગપાવતી ગંગા.”
બાલકાંડની ઉપરોક્ત બે પંક્તિને કેન્દ્રમાં રાખી શરૂ થયેલ માનસ કથાને પુ.બાપુએ આજે બાલકાંડ બાદના કથાક્રમથી લઇ અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ, કિષ્કિંન્ધા કાંડ, સુંદર કાંડ, લંકા કાંડ, ઉત્તરકાંડની કથાનું અમૃતપાન કરાવેલ.
રામ-હનુમાન સિવાય દરેકને વિદાય આપતા કહે છે કે તમે મારી સાથે રહીને તમારા નગરને યાદ કરો, એના કરતા તમારા નગરમાં રહીને મને યાદ કરો એ વધારે સારૂ઼ છે. ભગવાને હનુમાનને અજર-અમર રાખ્યા છે. હનુમાનજીએ શરત કરી છે કે, જ્યાં સુધી ધરતી પર રામકથા થતી રહેશે, ત્યાં સુધી પોતે ધરતી પર વિદ્યમાન રહેશે.
સકલ લોકહિતકારી અને જગપાવની ગંગા સમાન માનસ કથાના આજના સમાપનના દિવસે પૂ.બાપુએ કહ્યું કે, કોઇ આદેશ કે ઉપદેશ નહીં પણ સંવાદી ચર્ચાના રૂપમાં ચાલતી આ કથા આજે વિરામ પામે છે ત્યારે વ્યાસજીએ કથા માટે પ્રયોજેલા ચાર શબ્દો વિષે જણાવ્યું કે આખ્યાન, ઉપાખ્યાન, પુરાણકથાઓ અને ઇતિહાસ એ ચારેય ને એક શબ્દમાં મહાભારતકાર કથા કહે છે. કેન્દ્રમાં રામકથાને રાખીને આપણે આખ્યાન, ઉપાખ્યાન, જીવંત ભૂતકાળ રૂપી ઇતિહાસ અને દ્રષ્ટાંત કથાઓ એ ચારેયનો સમન્વય આપણે માનસકથામાં કર્યો.
એન.એન. મહેતા મેમોરીયલ એજ્યુકેશન ટ્રસ્ટના મેમ્બરોએ યજમાન પરિવારના દાનાભાઇ(ફાફડા વાળા) તથા પરેશભાઇનું સાફો પહેરાવી પૂ.બાપુના હસ્તે સન્માન પત્ર આપી સન્માન કરેલ. અને યજમાન પરિવારે મેમોરીયલ ટ્રસ્ટ વતી પંકજભાઇ રૂપારેલ અને ડો.ઉમેશભાઇ જોશીને સાફો પહેરાવી સન્માન કર્યુ હતુ.
બાપુએ મહુવાની સંસ્થા પ્રત્યે મારી સદ્દભાવનાના કારણે દુનિયા મહુવાની સંસ્થાને મારી જ સંસ્થા ગણે છે. નેક કામ થતા હોય તેમા પાણાં ન નાખવા જોઇએ તેમ કહી નિર્ણય કોઇ દિવસ ટાળવો નહી, અને જો ખોટો નિર્ણય થયો હોય તો તેને વિવેક વિચારથી સુધારી લેવો જોઇએ. સમાજને ખોટા વાયદા ન આપવા જોઇએ. અને આપવા હોય તો તે પુરા કરવા જોઇએ તેવી માર્મિક ટકોર કરી બાપુએ રામયણના જટાયુ અને મહાભારતના વિકર્ણ અને સત્યના પ્રેરક બતાવી હમેશા સત્યવાદી કરતા સત્યને જ પસંદ કરવાનું કહેલ.
કથાના અંતમાં બાપુએ તુષાર શુકલનું હું જ પાથરૂં, હું જ સંકેલું કવિતાનું પઠન કરી આ કથાને વિરામ આપેલ. કથાનો અંતિમ દિવસ હોય કથાનું અમૃતપાન કરવા મોટો માનવ મહેરામણ ઉમટી પડેલ. સંતો-મહતો અને મહુવાના તમામ શ્રેષ્ઠીઓ, અગ્રણીઓએ આજે માનસ કથા શ્રવણનો લાભ લીધો હતો. રામકથાના સંકલનમાં પ્રો.મનોજ જોશી(મહુવા) તથા સી.આર.સી. રમેશભાઇ સેંતા (મહુવા)નો સહયોગ મળ્યો હતો.
_____________________________________________________________________________
No comments:
Post a Comment