Translate

Search This Blog

Tuesday, September 24, 2013

વાણીમાં કટુતા ન હોય ત્યારે જીવનમાં પ્રેમ પ્રગટ થાય છે, માનસદર્શન, મોરારિબાપુ

વાણીમાં કટુતા ન હોય ત્યારે જીવનમાં પ્રેમ પ્રગટ થાય છે



  • પ્રેમ જ ઇશ્વરની જાતિ છે, પ્રેમ જ ઇશ્વરનો રંગ છે અને પ્રેમ જ ઇશ્વર પ્રાપ્તિનું સરનામું છે. આપણા ઘરમાં પ્રેમ હોય તો હરિ આપણા ઘરમાં પ્રગટ થાય છે





  • 'સુધે મન સૂધે બચન સૂધી સબ કરતૂતિ
  • તુલસી સૂધી સકલ બિધિ રઘુબર પ્રેમ પ્રસુતિ’




  • અલ્લાહની જાતિ પ્રેમ છે. નરજાતિ, નારીજાતિ, નાન્યતરજાતિ એવી કોઇપણ પ્રકારની અલ્લાહની જાતિ નથી. પ્રેમ જ પરમાત્માની જાતિ છે. પ્રેમ જ અલ્લાહનો રંગ છે. હું ઊછળ-કૂદવાળા ઇશ્કની વાત કરતો નથી. તમે પ્રેમનો ગલત અર્થ કરો તો એ તમારી જવાબદારી છે. હું કઢંગા પ્રેમની ચર્ચા કરતો નથી પણ જે પ્રેમથી પ્રભુ સ્વયં પ્રગટ થાય એવા પ્રેમની ચર્ચા હું તમારી સાથે કરી રહ્યો છું. અહીંયાં વિષયીપ્રેમની ચર્ચા નથી અહીંયાં તો વિશ્વાસુપ્રેમની ચર્ચા છે. તો પ્રેમ જ ઇશ્વરની જાતિ છે, પ્રેમ જ ઇશ્વરનો રંગ છે અને પ્રેમ જ ઇશ્વર પ્રાપ્તિનું સરનામું છે. તુલસીદાસજી તો રામચરિતમાનસમાં બહુ સ્પષ્ટ લખે છે કે,



  • 'હરિ વ્યાપક સર્વત્ર સમાના
  • પ્રેમ તે પ્રગટ હોહિ‌ મે જાના’


જ્યાં પ્રેમ છે ત્યાં સ્વયં હરિ પ્રગટે છે. આપણા ઘરમાં પ્રેમ હોય તો હરિ આપણા ઘરમાં પ્રગટ થાય છે.
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

Read More at Sunday Bhaskar.

Wednesday, September 18, 2013

માનસિક રોગ સદગુરુ દૂર કરી શકે છે, માનસદર્શન, મોરારિબાપુ

માનસિક રોગ સદગુરુ દૂર કરી શકે છે




સુનહુ તાત અબ માનસ રોગા
જિન્હ તે દુખ પાવહિ‌ સબ લોગા
અહંકાર અતિ દુખદ ડમરુઆ
દંભ કપટ મદ માન નેહરુઆ


તો આપણે માનસ રોગની ચર્ચા કરી રહ્યા છીએ. સૌ પ્રથમ આપણે બધા એ સમજી લઈએ કે રોગમાં આપણે ત્યાં ત્રણ શબ્દ છે. જેમાં એક સાધ્ય રોગ, બીજો કષ્ટ સાધ્ય રોગ અને ત્રીજો અસાધ્ય રોગ છે. હવે સાધ્ય રોગ એને કહેવામાં આવે છે કે જે રોગ ઉપચાર કરવાથી માણસમાં રહેલો રોગ મટી જાય છે. રોગી-નીરોગી બની જાય છે. આપણે ત્યાં મોટા ભાગના રોગ સાધ્ય હોય છે. બીજા પ્રકારના રોગમાં કષ્ટ વધારે હોય છે. અમુક રોગ બહુ જ કષ્ટ આપે છે. બે-ત્રણ વર્ષ સુધી રોગ દૂર થતો નથી. આ કષ્ટ-સાધ્ય રોગ છે. જ્યારે અસાધ્ય રોગમાં ક્યારેય રોગ દૂર થતો નથી. માણસના અંતિમ શ્વાસ સુધી માણસની સાથે રહે છે. અહંકારનો રોગ અસાધ્ય રોગ છે.

ભવ ભેષજ રઘુનાથ જસુ સુનહિ‌ જે નર અરુ નારી
તિન્હ કર સકલ મનોરથ સિદ્ધ કરહિ‌ ત્રિસિરારિ

આ અસાધ્ય રોગને કેવળ સદ્ગુરુ જ દૂર કરી શકે છે. જીવનમાં દરેક વ્યક્તિને સદ્ગુરુરૂપી વૈદ્યની ખૂબ જ જરૂર હોય છે. જે વૈદ્ય આપણા રોગના આધારે આપણને દવા આપે છે. સદ્ગુરુરૂપી વૈદ્ય માણસમાં રહેલા માનસિક રોગને જડમૂળથી દૂર કરી જગતમાં આપણને ચાલતા શીખવે છે, જીવન જીવતા શીખવે છે. ભગવાનને પ્રાર્થના કરું છું આપણા સૌના માનસિક રોગ સદ્ગુરુ ભગવાન દૂર કરે અને ભગવાન આપણને શક્તિ આપે કે આપણી અંદર રહેલા અહંકારને દૂર કરે અને આપણને પરમાત્માની ભક્તિ અપર્ણ કરે.

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

Continue reading at Sunday Bhaskar.

સંસ્કૃત ભાષા તો આપણા માટે મોક્ષ છે, માનસદર્શન, મોરારિબાપુ

સંસ્કૃત ભાષા તો આપણા માટે મોક્ષ છે

આપણા મોક્ષનાં બધાં જ દર્શનો વાયા સંસ્કૃત થઇને છે. જરા વિચારો કે સંસ્કૃત સાહિ‌ત્યમાં શું નથી? બધું જ સંસ્કૃત સાહિ‌ત્યમાં પડેલું છે બસ એને આપણે ઉઘાડવાની જરૂર છે.

હવે સંસ્કૃત ભાષાની વાત ચાલે છે ત્યારે હું એટલું જ કહીશ કે આપણે ત્યાં ચાર પ્રકારના પુરુષાર્થ છે જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ વિષય ઉપર હું ઘણીવાર બોલી ચૂક્યો છું. હવે ચાર પુરુષાર્થની વાત છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે આપણે ગુજરાતમાં રહીએ છીએ. ગુજરાતી ભાષા બોલીએ છીએ. ગુજરાતી ભાષામાં લખીએ-વાંચીએ છીએ. એ આપણો ધર્મ છે. 'સ્વધર્મે નિધનં શ્રેય’ ગુજરાતી ભાષા આપણો ધર્મ છે. હિ‌ન્દી ભાષા આપણા માટે અર્થ છે. હિ‌ન્દી ભાષાના માધ્યમથી આપણે ઘણું બધું સાર્થક કરી શકીએ છીએ. જ્યારે અંગ્રેજી ભાષા આપણા માટે કેવળ કામ છે. એનાથી આપણાં કામ થાય છે પણ સંસ્કૃત ભાષા તો આપણા માટે મોક્ષ છે. સંસ્કૃત ભાષા મોક્ષનું દ્વાર છે. આપણા મોક્ષનાં બધાં જ દર્શનો વાયા સંસ્કૃત થઇને છે. હું એવું પણ કહેવા માગતો નથી કે અન્ય ભાષાથી મોક્ષ પ્રાપ્ત નહીં થાય. બધાને મોક્ષ પ્રાપ્ત કરવાનો અધિકાર છે પણ મારે આજે એટલું જ કહેવું છે કે આપણે જે ઋષિનાં સંતાનો છીએ એના માટે તો સંસ્કૃત ભાષા જ મોક્ષનું દ્વાર છે.


આના જવાબમાં શરણાનંદજી એક જ વાક્ય બોલ્યા હતા જે જવાબ સાંભળીને રાષ્ટ્રપતિ ભવનમાં સન્નાટો છવાઇ ગયો હતો. શરણાનંદજીએ રાજેન્દ્રબાબુને એટલું જ કહ્યું કે તમારી પાસે બધું જ છે. તમે સંસ્કૃતિ-સંસ્કારને બચાવવા માટે દોટ લગાવી રહ્યા છો. રસ્તો સામે જ છે પણ ત્યાં સુધી એટલા માટે પહોંચી શકતા નથી કારણ કે તમારી પાસે વેદના નથી. સંવેદનાનો અભાવ છે. મારી તો દરેકને પ્રાર્થના છે કે વેદને સાચવો પણ સાથે સાથે વેદના પણ સાચવજો. દેશ માટે શુભ શુકન ગણાશે. વેદ સાચવવા માટે વેદના હોવી ખૂબ જરૂરી છે. તો સંસ્કૃત ભાષાનું રક્ષણ સંસ્કૃતિ સંસ્કારનું જતન કરે છે.

સંસ્કૃતની વેલ્યૂ હોય કે ન હોય એ આપણે ક્યારેય વિચારવાનું નથી કારણ કે આપણે સંસ્કૃતિનું અમૃત પીને મોટા થયા છીએ માટે સંસ્કૃત જેટલી સેવા થાય, જ્યાં પણ થાય જે પણ રૂપમાં થાય, જ્યારે પણ થાય એમાં દરેક વ્યક્તિનું યોગદાન હોવું ખૂબ જ જરૂરી છે. આપણે બધા સંસ્કૃત ભાષા માટે 'સંગચ્છધ્વમ્ સં વધ્ધ્વમ્’ સાથે ચાલીએ સાથે બોલીએ.
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

Continue reading at Sunday Bhaskar.


Wednesday, September 4, 2013

જેના જીવનમાં વિકલ્પો સમાપ્ત થઇ જાય એ જીવ શિવ છે, માનસદર્શન, મોરારિબાપુ

જેના જીવનમાં વિકલ્પો સમાપ્ત થઇ જાય એ જીવ શિવ છે


માતા-પિતા, પ્રભુ અને ગુરુની વાણી માટે એમ કહ્યું કે આ ચારની વાણી વિના વિચારે, વિના સમજે શુભ જ હોય છે. એવું માનીને જીવનમાં ચાલવું જોઇએ. બસ માતા-પિતાની વાતને શુભ માનીને ચાલો


'નિજં નિર્ગુણં નિર્વિ‌કલ્પં નિરીહં
ચિદાકાશમાકાશવાસં ભજેડહમ્’


  • ભગવાન શિવ નિર્લોભી છે. 


  • નિજં નિર્ગુણ નિર્વિ‌કલ્પં નિરીહં


શિવજીમાં કોઇ ગુણ નથી, કોઇ રજ નથી.


  • 'લાગી સમાધિ અખંડ અપારા
  • સંકર સહજ સરુપ સંભ્હારા’

સંસારમાં સમાધિ લાગવી બહુ દુર્લભ છે. શિવજીને અખંડ સમાધિ લાગી છે કારણ કે બધું જ સમાપ્ત થઇ ગયું છે.

'શંકરં શંકરાચાર્ય કેશવં બાદરાયણં’

આ પરંપરામાં શંકરાચાર્ય શંકરનો જ અવતાર છે. એમણે બહુ સ્પષ્ટ કહી દીધું કે


  • 'ન મે મૃત્યુશંકા ન મે જાતિભેદ: પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ:
  • ન બન્ધુર્ન મિત્રં ગુરુનૈૈર્વક શિષ્ય ચિદાનંદરુપ: શિવોડહમ્ શિવોડહમ્’


નિર્વિ‌કલ્પ સમાધિનો અર્થ અખંડ સમાધિ છે.

'માતુ પિતા પ્રભુ ગુરુ કે બાની બિનહિ‌ બિચાર કરિઅ સુભ જાની’

માતા-પિતા, પ્રભુ અને ગુરુની વાણી માટે એમ કહ્યું કે આ ચારની વાણી વિના વિચારે, વિના સમજે શુભ જ હોય છે. એવું માનીને જીવનમાં ચાલવું જોઇએ. હવે બુદ્ધિ તો તર્ક કરે છે કે માતા ઠીક ન કહે, પિતા બરાબર ન કહે તો પણ એમની વાત માનવી જોઇએ? હવે આ વાત બહુ પરાકાષ્ઠાની છે. બસ માતા-પિતાની વાતને શુભ માનીને ચાલો. ભગવાને આપણને બુદ્ધિ આપી છે. બુદ્ધિનો ઉપયોગ બધી જ જગ્યાએ થવો જોઇએ પણ કેટલાંક ક્ષેત્રો એવાં છે જ્યાં બુદ્ધિ કામ કરતી નથી ત્યાં સ્વયં બુદ્ધિ કામ નહીં આવે એ સ્થાન શુભ છે. અંતે 'ચિદાકાશમાકાશવાસં ભજેડહમ્’ આકાશ જેનું વસ્ત્ર છે. જે આકાશમાં વ્યાપ્ત છે. આકાશ જેનામાં રહેલું છે પણ અહીંયાં ચિદાકાશ શબ્દ છે. એનો અર્થ એવો થાય છે કે આપણી અંદરનું આકાશ. આકાશમાં ખાલીપણું, શૂન્યતા હોય છે. આપણા જીવનમાં પણ ખાલીપણું હોવું જરૂરી છે. ઇષ્ર્યા, દ્વેષ, કપટ કટુવચન આવી વસ્તુની શૂન્યતા જીવનમાં હોવી જોઇએ. ભગવાન શિવ વધારે પ્રસન્ન થશે. અંતે દેવાધિદેવ મહાદેવ ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના, આપ સૌનું જીવન નીરોગી બને. '

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


Continue reading at Sunday Bhaskaar.