Translate

Search This Blog

Wednesday, September 4, 2013

જેના જીવનમાં વિકલ્પો સમાપ્ત થઇ જાય એ જીવ શિવ છે, માનસદર્શન, મોરારિબાપુ

જેના જીવનમાં વિકલ્પો સમાપ્ત થઇ જાય એ જીવ શિવ છે


માતા-પિતા, પ્રભુ અને ગુરુની વાણી માટે એમ કહ્યું કે આ ચારની વાણી વિના વિચારે, વિના સમજે શુભ જ હોય છે. એવું માનીને જીવનમાં ચાલવું જોઇએ. બસ માતા-પિતાની વાતને શુભ માનીને ચાલો


'નિજં નિર્ગુણં નિર્વિ‌કલ્પં નિરીહં
ચિદાકાશમાકાશવાસં ભજેડહમ્’


  • ભગવાન શિવ નિર્લોભી છે. 


  • નિજં નિર્ગુણ નિર્વિ‌કલ્પં નિરીહં


શિવજીમાં કોઇ ગુણ નથી, કોઇ રજ નથી.


  • 'લાગી સમાધિ અખંડ અપારા
  • સંકર સહજ સરુપ સંભ્હારા’

સંસારમાં સમાધિ લાગવી બહુ દુર્લભ છે. શિવજીને અખંડ સમાધિ લાગી છે કારણ કે બધું જ સમાપ્ત થઇ ગયું છે.

'શંકરં શંકરાચાર્ય કેશવં બાદરાયણં’

આ પરંપરામાં શંકરાચાર્ય શંકરનો જ અવતાર છે. એમણે બહુ સ્પષ્ટ કહી દીધું કે


  • 'ન મે મૃત્યુશંકા ન મે જાતિભેદ: પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ:
  • ન બન્ધુર્ન મિત્રં ગુરુનૈૈર્વક શિષ્ય ચિદાનંદરુપ: શિવોડહમ્ શિવોડહમ્’


નિર્વિ‌કલ્પ સમાધિનો અર્થ અખંડ સમાધિ છે.

'માતુ પિતા પ્રભુ ગુરુ કે બાની બિનહિ‌ બિચાર કરિઅ સુભ જાની’

માતા-પિતા, પ્રભુ અને ગુરુની વાણી માટે એમ કહ્યું કે આ ચારની વાણી વિના વિચારે, વિના સમજે શુભ જ હોય છે. એવું માનીને જીવનમાં ચાલવું જોઇએ. હવે બુદ્ધિ તો તર્ક કરે છે કે માતા ઠીક ન કહે, પિતા બરાબર ન કહે તો પણ એમની વાત માનવી જોઇએ? હવે આ વાત બહુ પરાકાષ્ઠાની છે. બસ માતા-પિતાની વાતને શુભ માનીને ચાલો. ભગવાને આપણને બુદ્ધિ આપી છે. બુદ્ધિનો ઉપયોગ બધી જ જગ્યાએ થવો જોઇએ પણ કેટલાંક ક્ષેત્રો એવાં છે જ્યાં બુદ્ધિ કામ કરતી નથી ત્યાં સ્વયં બુદ્ધિ કામ નહીં આવે એ સ્થાન શુભ છે. અંતે 'ચિદાકાશમાકાશવાસં ભજેડહમ્’ આકાશ જેનું વસ્ત્ર છે. જે આકાશમાં વ્યાપ્ત છે. આકાશ જેનામાં રહેલું છે પણ અહીંયાં ચિદાકાશ શબ્દ છે. એનો અર્થ એવો થાય છે કે આપણી અંદરનું આકાશ. આકાશમાં ખાલીપણું, શૂન્યતા હોય છે. આપણા જીવનમાં પણ ખાલીપણું હોવું જરૂરી છે. ઇષ્ર્યા, દ્વેષ, કપટ કટુવચન આવી વસ્તુની શૂન્યતા જીવનમાં હોવી જોઇએ. ભગવાન શિવ વધારે પ્રસન્ન થશે. અંતે દેવાધિદેવ મહાદેવ ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના, આપ સૌનું જીવન નીરોગી બને. '

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


Continue reading at Sunday Bhaskaar.



No comments:

Post a Comment