Translate

Search This Blog

Wednesday, September 18, 2013

સંસ્કૃત ભાષા તો આપણા માટે મોક્ષ છે, માનસદર્શન, મોરારિબાપુ

સંસ્કૃત ભાષા તો આપણા માટે મોક્ષ છે

આપણા મોક્ષનાં બધાં જ દર્શનો વાયા સંસ્કૃત થઇને છે. જરા વિચારો કે સંસ્કૃત સાહિ‌ત્યમાં શું નથી? બધું જ સંસ્કૃત સાહિ‌ત્યમાં પડેલું છે બસ એને આપણે ઉઘાડવાની જરૂર છે.

હવે સંસ્કૃત ભાષાની વાત ચાલે છે ત્યારે હું એટલું જ કહીશ કે આપણે ત્યાં ચાર પ્રકારના પુરુષાર્થ છે જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ વિષય ઉપર હું ઘણીવાર બોલી ચૂક્યો છું. હવે ચાર પુરુષાર્થની વાત છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે આપણે ગુજરાતમાં રહીએ છીએ. ગુજરાતી ભાષા બોલીએ છીએ. ગુજરાતી ભાષામાં લખીએ-વાંચીએ છીએ. એ આપણો ધર્મ છે. 'સ્વધર્મે નિધનં શ્રેય’ ગુજરાતી ભાષા આપણો ધર્મ છે. હિ‌ન્દી ભાષા આપણા માટે અર્થ છે. હિ‌ન્દી ભાષાના માધ્યમથી આપણે ઘણું બધું સાર્થક કરી શકીએ છીએ. જ્યારે અંગ્રેજી ભાષા આપણા માટે કેવળ કામ છે. એનાથી આપણાં કામ થાય છે પણ સંસ્કૃત ભાષા તો આપણા માટે મોક્ષ છે. સંસ્કૃત ભાષા મોક્ષનું દ્વાર છે. આપણા મોક્ષનાં બધાં જ દર્શનો વાયા સંસ્કૃત થઇને છે. હું એવું પણ કહેવા માગતો નથી કે અન્ય ભાષાથી મોક્ષ પ્રાપ્ત નહીં થાય. બધાને મોક્ષ પ્રાપ્ત કરવાનો અધિકાર છે પણ મારે આજે એટલું જ કહેવું છે કે આપણે જે ઋષિનાં સંતાનો છીએ એના માટે તો સંસ્કૃત ભાષા જ મોક્ષનું દ્વાર છે.


આના જવાબમાં શરણાનંદજી એક જ વાક્ય બોલ્યા હતા જે જવાબ સાંભળીને રાષ્ટ્રપતિ ભવનમાં સન્નાટો છવાઇ ગયો હતો. શરણાનંદજીએ રાજેન્દ્રબાબુને એટલું જ કહ્યું કે તમારી પાસે બધું જ છે. તમે સંસ્કૃતિ-સંસ્કારને બચાવવા માટે દોટ લગાવી રહ્યા છો. રસ્તો સામે જ છે પણ ત્યાં સુધી એટલા માટે પહોંચી શકતા નથી કારણ કે તમારી પાસે વેદના નથી. સંવેદનાનો અભાવ છે. મારી તો દરેકને પ્રાર્થના છે કે વેદને સાચવો પણ સાથે સાથે વેદના પણ સાચવજો. દેશ માટે શુભ શુકન ગણાશે. વેદ સાચવવા માટે વેદના હોવી ખૂબ જરૂરી છે. તો સંસ્કૃત ભાષાનું રક્ષણ સંસ્કૃતિ સંસ્કારનું જતન કરે છે.

સંસ્કૃતની વેલ્યૂ હોય કે ન હોય એ આપણે ક્યારેય વિચારવાનું નથી કારણ કે આપણે સંસ્કૃતિનું અમૃત પીને મોટા થયા છીએ માટે સંસ્કૃત જેટલી સેવા થાય, જ્યાં પણ થાય જે પણ રૂપમાં થાય, જ્યારે પણ થાય એમાં દરેક વ્યક્તિનું યોગદાન હોવું ખૂબ જ જરૂરી છે. આપણે બધા સંસ્કૃત ભાષા માટે 'સંગચ્છધ્વમ્ સં વધ્ધ્વમ્’ સાથે ચાલીએ સાથે બોલીએ.
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

Continue reading at Sunday Bhaskar.


No comments:

Post a Comment