વાણીમાં કટુતા ન હોય ત્યારે જીવનમાં પ્રેમ પ્રગટ થાય છે
જ્યાં પ્રેમ છે ત્યાં સ્વયં હરિ પ્રગટે છે. આપણા ઘરમાં પ્રેમ હોય તો હરિ આપણા ઘરમાં પ્રગટ થાય છે.
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)
Read More at Sunday Bhaskar.
- પ્રેમ જ ઇશ્વરની જાતિ છે, પ્રેમ જ ઇશ્વરનો રંગ છે અને પ્રેમ જ ઇશ્વર પ્રાપ્તિનું સરનામું છે. આપણા ઘરમાં પ્રેમ હોય તો હરિ આપણા ઘરમાં પ્રગટ થાય છે
- 'સુધે મન સૂધે બચન સૂધી સબ કરતૂતિ
- તુલસી સૂધી સકલ બિધિ રઘુબર પ્રેમ પ્રસુતિ’
- અલ્લાહની જાતિ પ્રેમ છે. નરજાતિ, નારીજાતિ, નાન્યતરજાતિ એવી કોઇપણ પ્રકારની અલ્લાહની જાતિ નથી. પ્રેમ જ પરમાત્માની જાતિ છે. પ્રેમ જ અલ્લાહનો રંગ છે. હું ઊછળ-કૂદવાળા ઇશ્કની વાત કરતો નથી. તમે પ્રેમનો ગલત અર્થ કરો તો એ તમારી જવાબદારી છે. હું કઢંગા પ્રેમની ચર્ચા કરતો નથી પણ જે પ્રેમથી પ્રભુ સ્વયં પ્રગટ થાય એવા પ્રેમની ચર્ચા હું તમારી સાથે કરી રહ્યો છું. અહીંયાં વિષયીપ્રેમની ચર્ચા નથી અહીંયાં તો વિશ્વાસુપ્રેમની ચર્ચા છે. તો પ્રેમ જ ઇશ્વરની જાતિ છે, પ્રેમ જ ઇશ્વરનો રંગ છે અને પ્રેમ જ ઇશ્વર પ્રાપ્તિનું સરનામું છે. તુલસીદાસજી તો રામચરિતમાનસમાં બહુ સ્પષ્ટ લખે છે કે,
- 'હરિ વ્યાપક સર્વત્ર સમાના
- પ્રેમ તે પ્રગટ હોહિ મે જાના’
જ્યાં પ્રેમ છે ત્યાં સ્વયં હરિ પ્રગટે છે. આપણા ઘરમાં પ્રેમ હોય તો હરિ આપણા ઘરમાં પ્રગટ થાય છે.
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)
Read More at Sunday Bhaskar.
No comments:
Post a Comment