મોટા વૈજ્ઞાનિક મહામુનિ વાલ્મીકિ
- રામચરિતમાનસમાં બે પાત્રોને વૈજ્ઞાનિક માનવામાં આવે છે. જેમાં હનુમાનજી અને મહામુનિ વાલ્મીકિ ઋષિનો સમાવેશ થાય છે. મહામુનિ એટલે આત્મજ્ઞાન અને વિજ્ઞાનનો સમન્વય છે.
- રામચરિતમાનસમાં તુલસીદાસજીએ આશ્રમ શબ્દની ચર્ચા ઘણીવાર કરી
- વાલ્મીકિ શુભ આશ્રમમાં નિવાસ કરે છે, પોતે મહામુનિ છે અને વૈજ્ઞાનિક પણ છે. મારે એટલું કહેવું છે કે મહામુનિ હોય છે એ વૈજ્ઞાનિક તથા આધ્યાત્મિક હોય છે. એનામાં બંનેનો સમન્વય જોવા મળે છે. તુલસીદાસજીએ અધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક વિશે ઘણી વાતો કરી છે.
- ગાંધીજી પણ કહેતા કે સંવેદનશૂન્ય વિજ્ઞાન સામાજિક પાપ છે. એટલા માટે તુલસીદાસજી વાલ્મીકિને વૈજ્ઞાનિક કહે છે અને એમની આધ્યાત્મિકતા વિશે આપણી બુદ્ધિ નાની પડે.
- રામચરિતમાનસમાં બે પાત્રોને વૈજ્ઞાનિક માનવામાં આવે છે. જેમાં હનુમાનજી અને મહામુનિ વાલ્મીકિ ઋષિનો સમાવેશ થાય છે.
- કારણ કે શક્તિની શોધ ફક્ત વૈજ્ઞાનિક જ કરી શકે છે અને જ્યારે ઊર્જા સગર્ભા હોય. શક્તિ સગર્ભા હોય ત્યારે વૈજ્ઞાનિકોના હાથમાં જ સલામત રહે છે. મૂઢ વ્યક્તિ તો ગમે ત્યારે વિસ્ફોટ કરીને વિશ્વને પાયમાલ કરી શકે છે. એટલા માટે જ્યારે સીતાજી સગર્ભા હતાં ત્યારે વાલ્મીકિના આશ્રમમાં ગયાં હતાં. ઊર્જા તો વૈજ્ઞાનિકોના ઘરે વધારે સુરક્ષિત રહી શકે છે, રાજનૈતિકોના ઘરમાં નહીં. કોઇ વૈજ્ઞાનિક મહામુનિ જ સગર્ભશક્તિના પેટમાંથી લવ અને કુશનો જન્મ કરાવી શકે છે. લવ તીક્ષ્ણતા છે જ્યારે કુશ નાનો નાથ છે, તો વાલ્મીકિ અને હનુમાનજી વૈજ્ઞાનિક છે, આધ્યાત્મિક પણ છે.
- તુલસીદાસજી સ્પષ્ટ લખે છે.
દેખત બન સર સૈલ સુહાયે
બાલમીકિ આશ્રમ પ્રભુ આયે
- વૃક્ષની એક શાખા હરિદર્શન બની શકે છે. પ્રકૃતિ પરમાત્માનો પરદો છે.
- બીજું કે મહામુનિ ત્રિકાળદર્શી હોય છે. વર્તમાન પરિસ્થિતિમાં જે જીવે છે એને પણ મહામુનિ કહી શકાય છે. આપણે બધા પણ વર્તમાનમાં જીવીએ એથી મોટું બીજું કોઇ સુખ નથી. ઘણા વાતો કરતા હોય છે કે આજે સમગ્ર સમય સારો નથી. મારી એવા લોકોને પ્રાર્થના છે કે સમય સારો જ છે. તું વર્તમાનમાં જીવવા માંડ બધું યોગ્ય થઇ જશે. આવો સમય કદાચ ફરી મળે કે ન મળે. કોને ખબર? આનંદમાં રહીને શુભ દર્શન કરીને જિંદગી જીવો, જીવન ધન્ય બની જશે. '
- (સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)
મોરારિબાપુ
rameshwardashariyani@gmail.com
Continue reading at Sunday Bhaskar.....