Translate

Search This Blog

Monday, January 20, 2014

વૃત્તિ પરિવર્તનની સિદ્ધિ સાધુ સંગથી પ્રાપ્ત થાય છે, માનસદર્શન, મોરારિબાપુ

વૃત્તિ પરિવર્તનની સિદ્ધિ સાધુ સંગથી પ્રાપ્ત થાય છે


  • હું ઘણા સમયથી બોલ્યા કરું છું કે સિદ્ધિ કરતાં મારી દૃષ્ટિએ શુદ્ધિનું વધારે મહત્ત્વ છે. 


  •  શ્રી હનુમાનજી પાસે તો સિદ્ધિ પણ છે, શુદ્ધિ પણ છે અને નિધિ પણ છે. એટલા માટે તો હનુમાન ચાલીસામાં લખ્યું છે,

અષ્ટ સિદ્ધિ નૌ નીતિ કે દાતા
અસ બર દીન્હ જાનકી માતા



  • રામચરિતમાનસમાં દૂરદર્શનની સિદ્ધિ ઘાયલ ગીધ પાસે હતી. 

  • બીજું કે સંપાતિ પાસે પણ હતી. 






  • આઠ સિદ્ધિ તો શ્રી હનુમાનજી પાસે પણ હતી. એમણે તો આ સિદ્ધિનો ઉપયોગ ફક્ત સેવાના કામકાજ માટે જ કર્યો હતો.

સૂક્ષ્મરૂપ ધરિ સિયહિ‌ દિખાવા
બિકટ રૂપ ધરિ લંકા જલાવા
ભીમ રૂપ ધરિ અસુર સંહારે
શ્રીરામચંદ્ર કે કાજ સંવારે


  • માણસમાં રૂપ પરિવર્તનની સિદ્ધિ હોય પણ વૃત્તિ પરિવર્તનની સિદ્ધિ તો કોઇ સંતનો સંગ જ કરાવે છે. જીવનમાં સાધુસંગ વગર વર્તનમાં શુદ્ધિ, સ્વભાવમાં શુદ્ધિ મુશ્કેલ છે. 

  • ચોથા પ્રકારની સિદ્ધિનું નામ વચનસિદ્ધિ છે. માણસ બોલે એવું જ થાય એ વચનસિદ્ધ છે. 



  • મારા મનમાં સિદ્ધિ કરતાં શુદ્ધિ શબ્દ વધારે બેસે છે અને તમે બધા વિચારજો કે આજે સમગ્ર વિશ્વને સિદ્ધિની વધારે જરૂર છે કે શુદ્ધિની વધારે જરૂર છે.



  • હરિકથા એટલે પરમતત્ત્વની કથાની વાત છે. છેલ્લે સિદ્ધિ અને શુદ્ધિ વિશે એટલું જ કહીશ કે સિદ્ધિમાં લાલસા પેદા થાય છે. જ્યારે શુદ્ધિમાં લાલસા પેદા થતી નથી. 

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

મોરારિબાપુ


Continue reading full article at Sunday Bhaskar.



No comments:

Post a Comment