Translate

Search This Blog

Monday, January 6, 2014

જીવનમાં નુકસાન ન કરે તે સૂરધેનુ, માનસદર્શન, મોરારિબાપુ

જીવનમાં નુકસાન ન કરે તે સૂરધેનુ




  • રામચરિતમાનસમાં ગાયમાતાનો મહિ‌મા ખૂબ જ ગાવામાં આવ્યો છે. ક્યારેક ગાયમાતાને સૂરધેનુ

કહે છે તો ક્યારેક કામધેનુ.




  • રામચરિતમાનસમાં ગાયમાતાનો મહિ‌મા ખૂબ જ ગાવામાં આવ્યો છે



રામકથા સૂરધેનુ સમ સેવત સબ સુખ દાનિ
સતસમાજ સુરલોક સબ કો ન સુનૈ અસ જાનિ


  • રામકથા સ્વયં સૂરધેનુ, કામધેનુ, કામદ ગાય છે. રામચરિતમાનસમાં ગાયમાતાનો મહિ‌મા ખૂબ જ ગાવામાં આવ્યો છે. ક્યારેક ગાયમાતાને સૂરધેનુ કહે છે તો ક્યારેક કામધેનુ. કામદ, ગૌ સુરભિ જેવાં અનેક નામો આપીને આપણને ગૌમાતાનાં દર્શન તુલસીદાસજીએ કરાવ્યાં છે. મને એક વાત યાદ આવે છે કે વ્રજમાં જેટલો મહિ‌મા રેણુ અને વેણુનો છે એટલો જ મહિ‌મા ધેનુનો પણ છે.



  • ગાય તો ભગવાન કૃષ્ણને અતિપ્રિય હતી. 



  • આજે આપણું વિજ્ઞાન પણ સ્વીકાર કરે છે કે ગાયના દૂધમાંથી બનતી બધી જ વસ્તુઓ માણસ માટે ઉત્તમ ઔષધિ છે. 



  • બધા જ પ્રકારના પૂજાપાઠ એમાં આવી જશે. હમણાં જ મને એક મહાત્મા કહેતા હતા કે બાપુ રામચરિતમાનસમાં જે સૂરધેનુ શબ્દ છે એમાં પહેલો શબ્દ 'સ’ છે જે સ્વર્ગ તરફનો સંકેત કરે છે. જે વ્યક્તિને સ્વર્ગની ઇચ્છા હોય એણે ગાયની સેવા કરવી જોઇએ. બીજો શબ્દ 'ર’ છે જેનો અર્થ રક્ષક થાય છે. જે આપણા પરિવારનું આપણા સમાજનું આપણા મુલકનું રક્ષણ કરે એ ગાય છે. ગાય સમગ્ર જીવનનું રક્ષણ કરે છે. આપણે ફક્ત એને સમજવાની જરૂર છે. આજે સમગ્ર દેશમાં ગૌરક્ષા માટે થઇને મોટાં સંમેલનો કરવાં પડે છે. ગાયો માટે થઇને આંદોલનો કરવાં પડે છે. ગાયો માટે થઇને નાના માણસોએ મોટા માણસો પાછળ દોડવું પડે છે. આ તો સમગ્ર દેશનું અને આપણા સૌનું મોટું દુર્ભાગ્ય છે.




  • રામચરિતમાનસમાં સાત સોપાન છે એવી રીતે સૂરધેનુનાં ચાર આંચળ, બે આંખો અને એક પૂંછડું એ રામચરિતની રામકથારૂપી કલિકામદ ગાય છે 



(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)



Continue Reading at Sunday Bhaskar.............

No comments:

Post a Comment