રામ કથા
માનસ ધનુષજગ્ય
ભરૌલ, બેગૂસરાય, બિહાર
શનિવાર, તારીખ ૨૩-૦૫-૨૦૧૫ થી રવિવાર, તારીખ ૩૧-૦૫-૨૦૧૫
મુખ્ય પંક્તિ
तब मुनि सादर कहा बुझाई |
चरित एक प्रभु देखिअ जाई ||
...........................................................................१/२०९/१०
धनुषजग्य सुनि रघुकुल नाथा |
हरिष चले मुनिबर के साथा ||
............................................................................१/२०९/१०
૧
શનિવાર, તારીખ ૨૩-૦૫-૨૦૧૫
જ્યારે અહંકારનું ધનુષ્ય તૂટે ત્યારે જ પ્રણય પરિણયમાં પરિવર્તિત થાય.
પૂર્ણ સાક્ષાત્કાર કરવા અહંકારનું ધનુષ્ય તૂટવું જ જોઈએ.
પ્રસાદ પરમાત્માના ઘરનું રસાયણ છે જે રસાયણનું સેવન આપણી ઊંમર વધારે છે - બાકી રહેલ જીંદગી આનંદમાં વ્યતિત થાય, આપણી પવિત્રતામાં વધારો થાય અને આપણા મનને તૃપ્ત કરે.
કથાના ત્રણ ઉદ્દેશ તુલસીદાસજી વર્ણવે છે.
૧
સ્વાન્તઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા
૨
ભાષાબદ્ધ કરબિ મૈં સોઈ
મોરેં મન પ્રબોધ જેહિં હોઈ
પોતાનું મન બોધ ગ્રહણ કરે
૩ પોતાની વાણીને પવિત્ર કરવી.
ગુરૂનાં લક્ષણ
ગુરૂ એ છે જે કમળ માફક અસંગ રહે, બધાની વચ્ચે રહેવા છતાં અલિપ્ત રહે.
ગુરૂનો રજ માત્ર ઉપદેશ આપણા બેહોશ જીવનને જાગૃત કરી દે.
ગુરૂની નખ જ્યોતિ - ગુરૂનું મૂળ પ્રકાશથી ભરેલ હોય. અને આ એવો પ્રકાશ છે જે દઝાડે નહીં પણ શિતળતા આપે.
ગુરૂની નાની સરખી વાત આપણી જીંદગી બદલી નાખે.
ગુરૂને પ્રાણી માત્ર ઉપર પ્રેમ હોય.
ગુરૂની વાણીમાં સત્ય હોય, હ્નદયમાં પ્રેમ હોય અને આંખોમાં કરૂણા હોય.
ગુરૂ પરમાત્માને ઊજાગર કરે, પરમાત્માને પ્રગટ કરે.
૩
સોમવાર, ૨૫-૦૫-૨૦૧૫
સાદર નિમંત્રણ એટલે શ્રદ્ધા સહિત આપેલું નિમંત્રણ.
જે સમર્થ હોય તેને પ્રભુ કહેવાય. પ્રભુને જે કરવું હોય તે કરવા શક્તિમાન છે અને જે ન કરવાનું હોય તે ન કરવા પણ શક્તિમાન છે. તેને કાર્ય કારણનો નિયમ લાગુ પડતો નથી.
વિશ્વામિત્ર રામને સાદર સંબોધન કરે છે તેમજ રામ માટે પ્રભુ, નાથ સંબોધન પણ કરે છે. નાથ એ છે જેના વિના આપણે અનાથ છીએ.
ગુરૂ એટલે સાક્ષાત ધર્મ અને ધર્મ એટલે જ્યાં સત્ય, પ્રેમ અને કરૂણા છે તે.
પ્રેમ કરનાર પ્રપંચ ન કરે. પ્રપંચ કરનાર પ્રેમ કરી જ ન શકે.
લોભ અને ભયથી (પ્રલોભનથી) પેદા થયેલ આસ્થા અમર નથી.
લોભ અને પ્રલોભનથી પેદા થયેલ પરમાત્મા અમર નથી.
સમજીને બુદ્ધુ બની જવું એ બોધ થવાની નિશાની છે.
Spread Love .... because Love is Life.
Do not spread hate...because Hate is Death.
કૌલ કામ બસ કૃપિન બુમૂઢા |
અતિ દરિદ્ર અજસી અતિ બૂઢા ||
સદા રોગબસ સંતત ક્રોધી |
બિષ્નુ બિમુખ શ્રુતિ સંત બિરોધી ||
.....................................................................................6/30/2
કૌલ, કામવશ, કૃપણ, વિમૂઢ, બહું દરિદ્ર, અપજસવાળો, બહું વૃદ્ધ, કાયમી રોગીષ્ટ, સતત ક્રોધી, વિષ્ણુદ્રોહી, શ્રુતિ - વેદ અને સંતોનો વિરોધ કરનારો, માત્ર શરિરને પોષનારો, નિંદા કરનારો અને પાપી આ ચૌદ પ્રાણીઓ મડદાંની જેમ જીવે છે, મરેલા જ છે, તેને મારવાની જરુર જ નથી.
હાથની પાંચ આંગળીઓમાં પાંચ શક્તિ છે.
પહેલી આંગળી ધર્મ છે. પહેલી આંગળી આદેશાત્મક સંજ્ઞા તરીકે વપરાય છે.
પહેલી આંગળીમાં ધર્મ શક્તિ છે.
બીજી આંગળી સમાજના મહાજન છે. મહાજન એટલે ધન શક્તિ. સમાજના વિદ્વાન પણ મહાજન ગણાય. સમાજની જન શક્તિ, ધન શક્તિ, વિદ્વતા શક્તિ વિ. મહાજન છે.
ત્રીજી આંગળી વિજ્ઞાન શક્તિ છે.
સંવેદના શુન્ય વિજ્ઞાન સામાજિક પાપ છે. .............. ગાંધીજી
ટચલી આંગળી શાસન શક્તિ છે પણ તે આંગળી સૌથી નાની છે. જો કે ટચલી આંગળીએ ગોવર્ધનને ધારણ કર્યો છે પણ અન્ય શક્તિના પ્રમાણમાં નાની છે.
અંગુઠો બ્રહ્મ શક્તિ છે, આત્મ શક્તિ છે.
આ પાંચ શક્તિ સાથે મળી કાર્ય કરે તો ઘણું સારું કાર્ય થઈ શકે.
સંસ્કાર એટલે શુદ્ધ કરવું. સંસ્કાર એટલે શુદ્ધ કરવાની બધી જ પ્રક્રિયા.
શુદ્ધ કરવાની બધી જ પ્રક્રિયા સંસ્કાર છે.
સંસ્કારનો અતિરેક ધર્મ નથી.
સંસ્કાર સમ્યક હોવા જોઈએ.
હરિહરની નિંદા કરનારને તેમજ આવી નિંદા સાંભળનારને ગાય હત્યાનું પાપ લાગે છે.
આ સમગ્ર વિશ્વ હરિહરમય હોવાથી કોઈની પણ નિંદા કરવી કે સાંભળવી ન જોઈએ.
બદલો લેવા માટે કરેલ સતકર્મ વિફળ જ થાય છે. દા.ત. પ્રજાપતિ દક્ષે કરેલ યજ્ઞ.
૪
મંગળવાર, ૨૬-૦૫-૨૦૧૫
રામ ચરિત માનસમાં યજ્ઞ માટે ચાર શબ્દ વપરાયા છે -
૧ જગ્ય - આ લોક બોલીનો શબ્દ છે.
૨ જાગ
૩ મખ
૪ હોમ
રામ ચરિત માનસમાં ધનુષ્ય જગ્ય બે વાર આવે છે.
धनुषजग्य सुनि रघुकुल नाथा |
हरिष चले मुनिबर के साथा ||
............................................................................१/२०९/१०
तात जनकतनया यह सोई |
धनुषजग्य जेहि कारन होई ||
..........................................................................१/२३०/९
મનોરોગથી બચવાના મુખ્ય ૮ ઉપાય છે. પણ આ ઉપાયથી મનોરોગ મટતો નથી.
જપ અને ભજનમાં ફેર છે. જપ સાધન છે જ્યારે ભજન સાધુનો સ્વભાવ છે.
દાન કરવાથી લોભ થોડો ઓછો થાય પણ પછી દાન કરવાનો અહંકાર પેદા થાય.
જપ કરવાથી શાંતિ મળે પણ પછી હું જપ કરું છું અને બીજા નથી કરતા એવી વૃત્તિ પેદા થાય.
સદગુરૂના વચનોમાં ભરોંસો રાખી તેણે જેમ કહ્યું હોય તેમ કરો. ગુરૂએ કહેલ કોઈ શબ્દ કે મંત્ર અપભ્રંશ હોય તો પણ તેવો જ શબ્દ બોલો. સદગુરૂના વચનમાં ફેરફાર કરવો એ મૂર્ખામી છે.
બ્રાહ્મણ ધ્યાનથી અલંક્રિત થાય છે.
ભુખ્ખુ નિરંતર સ્મૃતિથી - ભજનથી અલંક્રિત થાય છે.
જપ કરવાથી કામ દબાઈ જાય પણ કામ મટે નહીં.
ગુરૂ અને સદગુરૂમાં ગુરૂ કોઈ એક વર્ગના હોય જ્યારે સદગુરૂ બધાના હોય.
ધનુષ્ય યજ્ઞમાં અહંકારનું ધનુષ્ય તૂટે છે અને જનક પોતાની દીકરી રામને સોંપે છે. દીકરી - બેટી એ પિતાની મમતા છે. તેથી જ્યારે અહમતા અને મમતા મટે ત્યારે ધનુષ્ય યજ્ઞ પૂર્ણ થાય.
અહમતા અને મમતા ન મટે ત્યાં સુધી ધનુષ્ય યજ્ઞ થતો જ રહે છે.
જાગ એટલે પૂર્ણ જાગૃતિ, જ્યાં સુધી પૂર્ણ જાગૃતિ ન થાય ત્યાં સુધી જાગવું જોઈએ.
મખ - મખમાં મ એટલે મતલબ અને ખ એટલે ખતમ કરવું. જ્યાં સુધી મતલબ ખતમ ન થાય ત્યાં સુધી મખ - યજ્ઞ થયા જ કરે છે. મખ શબ્દ અનુષ્ટાન પરખ છે.
હોમ - ચૂલો સલગાવવો એ રોજનો હોમ યજ્ઞ છે.
જે માણસ પ્રમાણિક જીવન જીવે છે તે જે શ્વાસ લે છે તે તેનો હોમ યજ્ઞ છે.
જાગૃતિથી જીવવું એ જાગ યજ્ઞ છે.
માળા જપવી એ જગ્ય છે.
પ્રેમ રાગ દ્વેષથી મુક્ત હોવાથી પ્રેમનો કોઈ મિત્ર નથી કે કોઈ શત્રુ પણ નથી.
મોક્ષ મૃત્યુ પછી મળે જ્યારે મુક્તિ જીવન દરમ્યાન મળે.
સમધિ ઉપાધિ છે જેનું કાયમી સમાધાન સમાધિ છે.
પરમ તત્વની આસપાસ રહેવું એ મુક્તિ જ છે.
કૃષ્ણને ગીતા સંભળાવવાની કરૂણા જાગી તેથી મહાભારતનું યુદ્ધ થયું.
જાનકી રામજીને કરૂણાનિધાન સંબોધનથી બોલાવે છે. કરૂણાનિધાન એ જાનકીનું અંગત સંબોધન છે.
જ્ઞાની બ્રહ્મને જાણે છે પણ બ્રહ્મનો અનુભવ નથી કરતો.
ભક્ત બ્રહ્મનાં લક્ષણ ન જાણે પણ બ્રહ્મનો અનુભવ કરે છે.
જિજ્ઞાસાના ત્રણ પ્રકાર છે - જ્ઞાન પરખ જિજ્ઞાસા, ભક્તિ પરખ જિજ્ઞાસા અને ધર્મ જિજ્ઞાસા.
૫
બુધવાર, ૨૭-૦૫-૨૦૧૫
૯ યજ્ઞ
૧ પુત્ર કામેષ્ઠિ યજ્ઞ
૨ તાડકા નિર્વાણ યજ્ઞ
૩ વિશ્વામિત્રનો યજ્ઞ
૪ અહલ્યાનો ધૈર્ય યજ્ઞ - ચેતના યજ્ઞ, સ્વીકાર યજ્ઞ
૫ રૂપ યજ્ઞ
૬ જનક વાટિકાનો પ્રણય યજ્ઞ
૭ ધનુષ્ય યજ્ઞ
૮ પરશુરામનો સમર યજ્ઞ
૯ પરિણય યજ્ઞ
ધનુષ્ય એ અહંકારનું, સંસારના ભયનું પ્રતીક છે.
પૂર્ણ અને શૂન્યનો સમન્વય ભગવાન મહાદેવ છે.
શિવ ધર્મ, જાતિ, વર્ણ, નિરપેક્ષ છે.
ભક્તિ કરનારે સહન કરવું જ પડે.
પરમાત્માને પામવા માટે દ્રઢ ભરોંસો જોઈએ.
આપણા ઘરમાં રામ ચરિત માનસ ગ્રંથ હોવો જોઈએ, ભલે પછી આપણે તેનો પાઠ ન કરી શકીએ.પાઠ કરીએ તો તે સારું જ છે.
૬
ગુરૂવાર, ૨૮-૦૫-૨૦૧૫
રામના જન્મથી વિવાહ દરમ્યાન ૯ યજ્ઞ થાય છે.
૧ પુત્ર કામેષ્ઠિ યજ્ઞ
૨ તાડકા નિર્વાણ યજ્ઞ
૩ વિશ્વામિત્રનો યજ્ઞ
૪ અહલ્યાનો ધૈર્ય યજ્ઞ - ચેતના યજ્ઞ, સ્વીકાર યજ્ઞ
૫ રૂપ યજ્ઞ
૬ જનક વાટિકાનો પ્રણય યજ્ઞ
૭ ધનુષ્ય યજ્ઞ
૮ પરશુરામનો સમર યજ્ઞ
૯ પરિણય યજ્ઞ
૧ કથા - કથન થાય તેવી કથા એ કથન કથા છે.
૨ લીલા - લીલા મંચ પ્રધાન હોય, લીલાનો સાદો અર્થ નાટક કરી શકાય. રામ લીલા, કૃષ્ણ લીલા, લીલા જોવાની હોય.
૩ ચરિત્ર - ચરિત્ર પ્રમાણે જીવવનું હોય, અહીં ચરિત્ર નિર્માણ થાય.
ગ્રંથોમાં જે ભજન છે તે ભોજનની માફક દરેક યુગમાં પ્રાસંગિક છે.
રામ તત્વ સંકિર્ણ નથી, વ્યાપક છે.
રામ એટલે સત્ય, પ્રેમ અને કરૂણા.
પુષ્પવાટિકાનો પ્રસંગ આપણને રામ સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. આ ચરિત્ર નિર્માણનો પ્રસંગ છે.
પુષ્પવાટિકામાં ચાર ઘટના બને છે.
૧ બાગમાં જવાની ઘટના
૨ સરોવરમાં સ્નાન કરવાની ઘટના
૩ ગૌરી પૂજાની ઘટના
૪ સખીનો માર્ગ બતાવવાની ઘટના
૧
બાગમાં જવાની ઘટના
યુવાનીનો કથા પ્રેમ એ ભારત માટે મંગળ શુકન છે.
બીજાને હલકો સમજનાર જેવો હલકો બીજો કોઈ નથી.
સંત સભા એ બાગ છે.
સંત વૈશ્વિક હોય.
સંતને કોઈ ગણવેશ ન હોય.
સતસંગ એ ચરિત્ર નિર્માણનું પ્રથમ પગથિયું છે.
સંતનાં લક્ષણ
૧
સંતના જીવનમાં કોઈ તંત - આગ્રહ ન હોય. જેના જીવનમાં કોઈ તંત નથી, કોઈ જીદ નથી તે સંત કહેવાય.
સાધુ સો ગુરૂ સત્ય કહાવે.
સંત શરિરને કષ્ટ આપવાનું કે સંસાર ત્યાગ કરવાનું ન કહે.
તરસ છીપાવી શકાય જ્યારે તૃપ્તી ન છુપાવી શકાય. તૃપતીનો ઓડકાર આવ્યા વિના ન રહે.
તરસ ભૂખ વિ. છુપાવી શકાય.
પરમાત્મા પાસે એવું માગો કે તે - પરમાત્મા જેને પ્રેમ કરે છે તેનો સંગ કરાવી દે, દર્શન કરાવી દે.
મિલે કોઈ એસા સંત ફકીર
૨
જેનો કોઈ અંત નથી તે સંત કહેવાય. સંત શાસ્વત હોય.
જાની સંત અનંત સમાના
આ શરીર નાશવંત છે તેથી સંતનું શરીર નાશ પામે પણ તેની ખુશ્બુ શાસ્વત રહે. સંત આપણા ઘેર આવે તો તે આપણને બોજ સમાન ન લાગે પણ એક બાળક આવ્યું છે એવું લાગે.
૩
જેને કોઈ પદની ઈચ્છા નથી તે સંત કહેવાય. સંતને કોઈ કામના ન હોય.
૨
સરોવરમાં સ્નાન
સાદુનું હ્નદય એ સરોવરનું જલ છે. સતસંગ કરતાં કરતાં કોઈ સાદુના હ્નદયમાં આપણને સ્થાન મળે, સાધુ આપણને યાદ કરે એ સરોવરમાં સ્નાન છે.
૩
ગૌરી પૂજા
ગૌરી એ શ્રદ્ધા છે.સતસંગ કરતામ કરતાં આપણે સાચી શ્રદ્ધાના શરણે જવાનું છે.
૪
સખી
અહીં સખી એ સદગુરૂ છે.
સદગુરૂને શોધવા ન પડે, જો ચરિત્ર નિર્માણ થાય તો સદગુરૂ આપણને શોધતા શોધતા આવે.
શ્રદ્ધાનો અતિરેક દોષ નથી.
ગુરૂ મળે તો તેને આગળ રાખી તેના કદમો પ્રમાણે ચાલવું.
આમ સતસંગ કરતાં કરતાં કોઇ સંતના હ્નદયમાં સ્થાન મલી જાય અને અખંડ શ્રદ્ધા વધે તો કોઈ સદગુરૂ મળી જાય જે રામ - સત્ય સુધી લઈ જાય.
રામ એ મહામંત્ર છે અને આ મહામંત્ર જપનારે ભરતની માફક બધાનું ભરણ પોષણ કરવું, કોઈનું શોષણ ન કરવું, કોઈ સાથે શત્રુતા ન રાખવી, દૈષ ન રાખવો તેમજ બીજાનો આધાર બનવું.
સકલ લોકમાં સૌને વંદે .........
બધાનો આધાર ન બનાય તો થોડાકનો પણ પોતાની ક્ષમતા અનુસાર આધાર બનવું જોઈએ.
કમાણીનો ૧૦ % ભાગ બીજા માટે વાપરવાથી જ રામરાજ્ય આવે.
વડીલોને આદર આપવાથી આયુ, વિદ્યા, યશ અને બલ વધે.
યોગ્ય શિષ્ય ગુરૂની સંપદા છે.
જાગૃત માણસે શ્રાપની જગ્યાએ સાવધાન અને આશીર્વાદની જગ્યાએ સમાધાન આપવું જોઈએ.
યજ્ઞ માટે યજ્ઞ ભૂમિ, યજ્ઞ કૂંડ, અગ્નિ, આહૂતિ અને આચાર્યની જરુર પડે.
પ્રણય યજ્ઞમાં પુષ્પ વાટિકા એ યજ્ઞ ભૂમિ છે, લતા મંડપ એ યજ્ઞ કૂંડ છે, જાનકીની તડપ એ અગ્નિ છે, રામ જાનકીનું એક્બીજાને મનનું અર્પણ એ આહૂતિ છે અને વિશ્વામિત્ર આચાર્ય છે.
રામ જાનકીનું મિલન એ મંત્ર છે - વિચાર છે. બ્રહ્મના બે ભાગને એક કરવાનો વિચાર - મંત્ર છે.
રામ કથા સેતુબંધની કથા છે.
સમન્વય અને સમ્યકતા એ આજના સમયનો મંત્ર છે.
ભગવાન શિવનું અર્ધનારીશ્વર રૂપ સમન્વય અને સમ્યકતાનું પ્રતીક છે.
જે સમન્વય કરે તે અજર અમર થાય.
શંકર કંઠમાં વિષ ધારણ કરે છે અને મુખમાંથી રામનામનું અમૃત વહેવડાવે છે.
રાજગાદી ભેદ કરી શકે પણ વ્યાસગાદી ભેદ ન કરી શકે.
૭
શુક્રવાર, ૨૯-૦૫-૨૦૧૫
એક જ વ્યક્તિ આપણા રાગ દ્વૈષના કારણે સારો કે ખરાબ લાગે છે, આપણને ખરાબ લાગનાર વ્યક્તિ બીજાને સારો પણ લાગે તેમજ આપણને સારો લાગનાર વ્યક્તિ બીજાને ખરાબ પણ લાગે.
ઉદાસીન વ્યક્તિ એ છે જે રાગ દ્વૈષથી પર છે.
કોઈને પણ રડાવવું એ સારુ નથી અને કોઈ સાધુ પુરુષને રડાવવાનું ઘણું જ ખરાબ પરિણામ લાવશે.
|
પ્રણય યજ્ઞ
|
ધનુષ્ય યજ્ઞ
|
1
|
જનક બાગ
|
જનક સભા
|
2
|
રામ ફૂલ તોડવા આવ્યા
|
રામ ધનુષ્ય તોડવા આવ્યા,
|
3
|
ફૂલ કોમળ છે
|
ધનુષ્ય કઠોર, ભારે, જડ છે.
|
4
|
ફૂલ તોડવામાં રામને
પરસેવો થાય છે
|
ધનુષ્ય તોડવામાં રામને
કોઈ શ્રમ નથી પડતો
|
5
|
રામ જાનકીના મિલનમાં
ગૌરી - પાર્વતી છે, ગૌરીના
આશીર્વાદ છે
|
ધનુષ્ય યજ્ઞમાં શંકર છે,
શંકરનો સહયોગ છે.
|
6
|
રામ પ્રાપ્તિના
સૂત્રોનો ઉલ્લેખ છે, ચરિત્ર નિર્માણ
છે
|
જાનકી - ભક્તિની
પ્રાપ્તિના સાધન, યોજનાનો ઉલ્લેખ
છે.
|
બ્રહ્ન તત્વ ફૂલથી પણ કોમળ અને વજ્રથી પણ કઠોર છે.
ભગવાન કરતાં ભક્તિની પ્રાપ્તિ વધારે કઠિન છે.
વિશ્વાસથી ભક્તિ પ્રાપ્ત થાય.
ભૂજા નો અર્થ ભૂ એટલે પૃથ્વી અને જા એટલે જન્મનાર, એટલે પૃથ્વીમાંથી જન્મનાર એવો પણ થાય.
ચંદ્ર ગુરૂ દ્રોહી છે એટલે કલંકિત છે, અપરાધી છે.
ગુરૂ કૃપા હોય તો જ અંકારનું ધનુષ્ય તુટે અને જાનકી રૂપી ભક્તિ પ્રાપ્ત થાય.
વૈરાગ્ય વિના સંન્યાસી નિસ્તેજ છે.
રતી બિન રાજ રતિ બિન પાટ
ગુરૂ કૃપા હોય તો કઠીનમાં કઠીન સમસ્યાનો ઉકેલ આવી જાય.
ભક્તિ આગળ ભગવાનનું હારી જવું, ભગવાનનું નીચું નમવું એ જ ભક્તિની ચરમસીમા છે.
૮
શનિવાર, ૩૦-૦૫-૨૦૧૫
પ્રણય યજ્ઞમાં જીવ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરે તેની વિધી બતાવી છે.
ધનુષ્ય યજ્ઞમાં ભક્તિની - જાનકીની - શાંતિની પ્રાપ્તિના ઉપાય બતાવ્યા છે.
ધનુષ્ય યજ્ઞ શાંતિ પ્રાપ્તિની યાત્રા છે.
ભગવાન તો આપણને પ્રાપ્ત થયેલ જ છે, પણ ફક્ત તેની ઓળખાણ - પહેચાન જ બાકી છે.
વ્યક્તિને પ્રાપ્ત કરવો આસાન છે પણ પ્રેમ પ્રાપ્ત કરવો અઘરો છે.
શાંતિ પ્રાપ્તિનાં ૩ સૂત્ર છે.
૧
કોઈ પણ કામ યજ્ઞ ભાવથી કરો, સ્વાહા માટે કરો, વાહવાહ માટે ન કરો.
સંતાન પ્રાપ્તિ માટે પણ યજ્ઞ ભાવ રાખો.
આ કથા - માનસ ધનુષજગ્યમાં ચાર ક્રિયાપદ છે.
I
કહેવું
વિશ્વામિત્ર ધનુષ્ય યજ્ઞ માટે બોલે છે.
II
જોવું
યજ્ઞ ભાવથી જોવું.
III
સાંભળવું
યજ્ઞ ભાવથી સાંભળવું.
આજે કલિયુગ નથી પણ કથા યુગ છે.
કથા સાંભળવી એ શ્રવણ યજ્ઞ છે.
IV
ચાલવું
એક સ્થળેથી બીજા સ્થળે યજ્ઞ ભાવથી જવું.
દેવું કરીને સતકર્મ ન કરાય.
વશિષ્ટ ધર્મ જાણે છે પણ ધર્મસાર નથી જાણતા, જ્યારે ભરત ધર્મસાર જાણે છે.
કેરીમાં છાલ, રસ અને ગોટલી હોય છે. અને આ ત્રણેય જરૂરી પણ છે.
કેરીનો રસ સમજી લો તો ધર્મસાર સમજાઈ જાય.
કેરીમાં છાલ અને ગોટલી ધર્મ છે, જ્યારે કેરીનો રસ ધર્મસાર છે.
જે શબ્દોથી સરસ બોલે તે છાલ છે, ફક્ત ધર્મ છે.
ગોટલી પ્રલોભન છે. કારણ કે એક ગોટલીમાંથી બીજો આંબો ઊગે છે.
જે ધર્મ પ્રલોભન આપે તે ગોટલી છે.
વશિષ્ટ ભરતને ધર્મ સમજાવે છે.
પરમાત્મા રસ છે, રસરૂપ છે.
ધનુષ્ય એટલે વિજ્ઞાન.
ધનુષ્ય યજ્ઞ વિજ્ઞાન યજ્ઞ છે.
આપણી પ્રત્યેક ક્રિયા યજ્ઞ ભાવથી કરવી.
૨
ગુરૂનિષ્ઠા એ શાંતિ પ્રાપ્તિનું બીજું કદમ છે.
ગુરૂ કમજોર હોય અને જે ગુરૂ નિષ્ઠા ઉચ્ચ હોય તો શાંતિ પ્રાપ્ત થાય.
વિશ્વામિત્રનાં લક્ષણ એ ગુરૂનાં લક્ષણ છે.
- ગુરૂમાં વચન, વાણી અને પહેરવેશની સાદગી હોય.
- ગુરૂ શિષ્યને સ્વતંત્રતા આપે.
- ગુરૂ તેના સેવકને - સેવા કરનારને તોડી ન નાખે. (ગુરૂના પગ દબાવવાનું ઉદાહરણ)
- ગુરૂ તેનું કાર્ય પુરૂ થાય એટલે નીકળી જાય, તે સ્થળ છોડી દે. વિશ્વામિત્ર તેમનું કાર્ય પૂર્ણ થતાં દશરથ રાજાને ત્યાંથી વિદાય લે છે.
- ગુરૂ સમય જાણી શિષ્યને પ્રેરીત કરે. રામને ધનુષ્ય ચઢાવવા યોગ્ય સમયે પ્રેરીત કરે છે.
- ગુરૂ સ્નેહમય વાણીથી શિષ્યને પ્રેરીત કરે.
૩
અહંકાર ભંગ
અહમતા મટે.
પદ, સત્તા, ઐશ્વર્ય, રૂપ, ધન, બળ, જ્ઞાન, વૈરાગ્ય, જપ કરવા, તપ કરવું, વિ. નું અભિમાન હોય છે.
પોતાનો અહમ ખુદને ખુદથી મળવા નથી દેતો.
ખુદ ખુદને મળે તો ખુદા દૂર નથી.
કઈક હોય અને કહે તો ઠીક છે, આવકાર્ય છે પણ કશું જ ન હોય અને છતાંય હોવાનું કહેવું એ મૂર્ખતા છે. (પત્નીને બૂટ ન હોવા છતાં બૂટ મારવાનું ઉદાહરણ)
પરશુરામ એટલે ક્રોધ
ધનુષ્ય યજ્ઞ પછી પરિણય યજ્ઞમાં ક્રોધનું વિઘ્ન આવે છે.
૬ સમયે ક્રોધ કરવાથી બચવું.
- સવારે ઊઠતી વખતે ક્રોધ ન કરવો.
- કામ કાજ અર્થે, ઓફિસ જવાના સમયે ક્રોધ ન કરવો.
- કામ કાજ પુરૂ કરી ઘેર આવી ક્રોધ ન કરવો.
- ભોજન કરતી વખતે ક્રોધ ન કરવો.
- પૂજા, ધ્યાન, ભજન કરતી વખતે ક્રોધ ન કરવો.
- સૂતી વખતે ક્રોધ ન કરવો.
૯
રવિવાર, ૩૧-૦૫-૨૦૧૫
યજ્ઞ ભાવ એટલે સ્વાહાથી કાર્ય કરવું, કોઈ પણ જાતના હેતુ વિના ફક્ત નિમિત્ત બની કાર્ય કરવું, નિમિત્ત ભાવથી કાર્ય કરવું. તેમજ નમિત બની - નમાલા બની કે આ કાર્ય મારાથી નહીં થાય તેવા ભાવથી કાર્ય ન કરવું. યથા શક્તિ જેટલું બને તેટલું કાર્ય ઉદાર બની કરવું. ક્રિપણ બની કાર્ય ન કરવું. લોભી બની કાર્ય ન કરવું પણ ઉદાર બની કાર્ય કરવું. કર્મ - કાર્ય કરવાની કુશળતા પ્રાપ્ત કરવી.
સીતા અને રામને એક કરવાના ચાર માર્ગ છે. બ્રહ્નના બે રૂપને એક કરવા એ સીતા રામ જે એક જ છે બ્રહ્નના બે રુપ અલગ છે તેને ને એક કરવાના છે જે પ્રણય યજ્ઞ છે. આ ચાર માર્ગ નીચે પ્રમાણે છે.
૧
તાડકાને મારવી
તાડકા એ ખરાબ આશા છે. તાદકાને મારવી એટલે ખરાબ આશાને દૂર કરવી. સંસારી માટે આશા જરૂરી છે. પણ ખરાબ આશા ન રાખવી. મનમાં પવિત્ર આશા હોવી જોઈએ.
૨
અહલ્યા ઉદ્ધાર
અહલ્યા બુદ્ધિની જડતા છે. અહલ્યાનો ઉદ્ધાર એટલે બુદ્ધિની જડતા દૂર કરવી.
૩
ધનુષ્ય ભંગ
અહંકારને મટાડવો.
૪
પરશુરામનું ધનુષ્ય ચઢાવવું.
પરશુરામનું વિષ્ણુ ધનુષ્ય ચિત્તનું પ્રતીક છે. ચિત્તનું અનુસંધાન રામ પ્રત્યે કરવું એ પરશુરામના ધનુષ્યને ચઢાવવું છે.
કૌશલ્યા રઘુવંશના રામની જનેતા છે જ્યારે કૈકેયી રામ રાજ્યના રામની જનેતા છે. તેથી રામ વનવાસ જતી વખતે કૈકેયીને જનનીનું સંબોધન કરે છે.
બ્રહ્મના બાપને પણ કર્મનું ફળ ભોગવવું પડે છે.
દશરથ રાજા અંતિમ સમયે ૬ વખત રામ શબ્દ બોલે છે જેના સંતોએ કરેલ અર્થ આ પ્રમાણે છે.
૧
દશરથ રાજાનો અંતિમ દિવસ એ રામના વિયોગનો છઠ્ઠો દિવસ છે.
૨
જ્ઞાનની સાત ભૂમિકા પૈકી દશરથ રાજા છઠ્ઠી ભૂમિકામાં છે.
૩
રામ, લક્ષ્મણ અને જાનકી એ ત્રણેયને દશરથ રાજા રામ રામ કહે છે. એક વ્યક્તિને એ વખત પ્રમાણે ત્રણ વ્યક્તિને છ વખત થાય.
૪
રામ નામ એ છ એ શાસ્ત્રોનો સાર છે.
શિવજીનો અભિષેક કરવાથી આપણી શંકા કુશંકા તેમજ ખરાબ સ્વપ્ન દૂર થાય.
ભરત જેવા સંતને જન્મ આપનાર કૈકેયીની બુદ્ધિ પણ મંથરાના કુસંગથી બગડે છે.
આપણા માટે તો રામનું સ્મરણ, રામના ગુણોનું ગાયન અને રામ કથાનું શ્રવણ પૈકી રામ સ્મરણ જ શ્રેષ્ઠ છે. જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે રામ સ્મરણ એ એક જ ઉપાય શ્રેષ્ઠ છે.