Translate

Search This Blog

Saturday, May 2, 2015

માનસ નૃત્ય

રામ કથા

માનસ નૃત્ય

પુના, મહારાષ્ટ્ર

શનિવાર, તારીખ ૦૨-૦૫-૨૦૧૫ થી રવિવાર તારીખ ૧૦-૦૫-૨૦૧૫

આજની મુખ્ય પંક્તિ

कबहुँक फिरि पाछें पुनि जाई        |

कबहुँक नृत्य करइ गुन गाई        ||

.......................................................३/९/१२



जहँ तहँ देखहिं निज परिछाहींं            |


बहु बिधि कूजहिं नृत्य कराहीं         ||

..............................................................७/२७/६

કથાની _________________________મુખ્ય ______________________પંક્તિ


कबहुँक फिरि पाछें पुनि जाई        |

कबहुँक नृत्य करइ गुन गाई        ||

.......................................................३/९/१२

बाजहिं ताल पखाउज बीना        |

नृत्य करहिं अपछरा प्रबीना       ||

........................................................६/९/९


૧, શનિવાર, તારીખ ૦૨-૦૫-૨૦૧૫


આ કથાનો કેન્દ્રીય વિચાર બિંદુ માનસ નૃત્ય રહેશે.

નૃત્ય પણ આધ્યાત્મનો એક માર્ગ છે.

ધ્યાન મૂળ છે, પ્રેમ ફૂલ છે. .............ઓશો

ઓશોની વાણી નર્તન કરતી હતી, તેમની વાણીમાં નૃત્ય હતું. તેમની વાણી ગદ્ય ન હતી પણ પદ્ય હતી.

રામ પણ નૃત્ય કરે છે,

આત્મા સ્વયં નર્તક છે.

રામ અવતારમાં ભગવાને રિહર્સલ કર્યું છે અને તેનું પ્રગટીકરણ કૃષ્ણ અવતારમાં થયું છે.

સમાજના ઈન્દ્રએ ભુક્ષુક બનીને આપણું શ્રવણનું કર્ણ કુંડલ અને સંવેદનાનું કવચ છીનવી લીધું છે.

સાધનાનું ફળ રામ દર્શન છે અને રામ દર્શનનું ફળ એક સંતનું દર્શન છે.

સાધુ સંતને તેની પ્રસંશા થાય તો તે સાંભળવામાં તેને સંકોચ થાય. પણ ભરત તેની પ્રસંશા સાંભળી રાજી થાય છે કારણ કે તેમની પાસે કર્ણ વિજ્ઞાન હોવાના કારણે તેમની બધી જ પ્રસંશા રામની પ્રસંશા લાગે છે.

શંકર ભગવાનને રા (રાવણનો રા તેમજ રાત્રી નો રા - નવરાત્રી, શિવરાત્રી) - સાંભળતાં જ સમાધિ લાગી જાય છે. તે તો ફક્ત રા જ સાંભળે છે આગળનું વણ કે ત્રી સાંભળતા પહેલાં જ સમાધિ લાગી જાય છે.

કર્ણ વિજ્ઞાન સાથે કથા શ્રવણ કરીએ તો કથા આત્મસાત્‌ થાય.

જીભ વિજ્ઞાન સાથે કર્ણ વિજ્ઞાન ભળે તો કથા એક અલગ જ રૂપ ધારણ કરે.

ત્રણ પ્રકારનાં નૃત્ય છે - દૈહિક નૃત્ય, મનનું નૃત્ય જે થોડુંક સુક્ષ્મ છે અને આત્માનું નૃત્ય જે અંતિમ સુક્ષ્મ છે.

બોલવામાં બોજ લાગે તેમજ બોલવાથી અભિમાન પણ આવે જ્યારે નૃત્ય નિરભાર હોય.

પદ આવે તેની સાથે મદ આવવાનો ખતરો છે. જો પદ આવે અને તેની સાથે મદ ન આવે તો તે તમારા બુદ્ધ પુરૂષની કૃપા છે.

પક્ષીને ઊડવા માટે પાંખ છે અને જમીન ઉપર રહેવા માટે પગ છે. પક્ષી સંદેશ આપે છે કે જમીન ઉપર પગ રાખો, હવામાં ઉડ્યા ન કરો.

તેથી જ પગનું પૂજન થાય છે, પાંખનું પૂજન નથી થતું. પાંખની ઊડાણ ન પૂજાય.

શ્રાવક બની કથા શ્રવણ ન કરો પણ નર્તક બની કથા શ્રવણ કરો.

નિજ સુખ મળે તો જ મન સ્થિર થાય. નિજ સુખ - સ્વાનતઃ સુખ મળે તો જ મન સ્થિર થાય.


રવિવાર, તારીખ ૦૩-૦૫-૨૦૧૫

વિદ્યાના ૧૪ પ્રકાર છે, આવા પ્રકાર ૧૪, ૧૬ કે ૧૮ પણ છે તેવો ઉલ્લેખ છે.

કલાના ૬૪ પ્રકાર છે.

કલા અને વિદ્યામાં નૃત્ય છે. નૃત્ય કલા છે અને વિદ્યા પણ છે.

નૃત્ય આધ્યાત્મ સાથે જોડાયેલ છે.

મૈં મેહસુસ કરતા હું, લગતા હૈ વો મેહસુસ કરતે હૈ.

આ ગુરુ શિષ્યનો સંબંધ છે. શિષ્ય ગુરુને મહેસુસ કરે ત્યારે ગુરુ પણ શિષ્યને મહેસુસ કરે છે. આવું થાય ત્યારે નૃત્ય આધ્યાત્મ બને.

વ્યાસપીઠની વાત આપણી વિવેક બુદ્ધિ પ્રમાણે માનવી, વિવેક બુદ્ધિથી માનવી.

વ્યાસપીઠની વાત ન માનવી હોય તો તે પણ આપની વિવેક બુદ્ધિથી ન માનવી.

બિનુ સતસંગ બિબેક ન હોઈ
રામ કૃપા બિના સુલભ ન સોઈ.

આપણા વ્યવહારની ભાષામાં બ બહું વપરાય છે. દા. ત. ચોપડી બોપડી, ખાધું બાધું,

આ બ બાવાનો બ છે, બુદ્ધ પુરૂષનો બ છે જેની પાસેથી વિવેક પ્રાપ્ત થાય છે.

કલા કલાકારને બાંધે તેમજ કલા માણનારને પણ બાંધે, બંધન પેદા કરે.

વિદ્યા બંધનમાં ન રાખે પણ મુક્ત કરે. તેથી જ સા વિદ્યા યા વિમુક્ત્યે કહેવાયું છે.

જ્યારે કલા વિદ્યામાં પ્રવેશે ત્યારે તે બંધન મુક્ત થઈ જાય.

મીરાનું નૃત્ય વિદ્યામાં પ્રવેશેલું નૃત્ય છે તેથી મીરાના નૃત્યને કોઈ બંધન નથી, લોક લાજ નથી. મીરાનું નૃત્ય આધ્યાત્મ ક્ષેત્રનું નૃત્ય છે.

તાલી એક યોગ છે.

તાલી પાડવાથી ડાયાબિટિશ જેવા અનેક રોગ મટે છે.

તાલી ભક્તિ સંપ્રદાયનું એક વાદ્ય છે.

માતૃ શરીર શક્તિનો વધારો કરે, શાંતિનો વિસ્તાર કરે તેમજ પ્રેમનો વિસ્તાર કરે.

આનંદિત થવા માટે મોસમની જરૂર નથી પણ માનસિકતાની જરૂર છે.

મંદિરમાં નૃત્ય થાય ત્યારે મંદિરમાં પ્રજ્વલિત દીપની જ્યોત પણ નૃત્ય કરે છે. અને જ્યારે નૃત્ય બંધ થઈ જાય છે ત્યારે દીપ જ્યોત પણ ઓલવાઈ જાય છે.

માનસ નૃત્ય એટલે હ્નદયનું નૃત્ય.

જ્યાં સુધી હ્નદયનું નૃત્ય ચાલતું રહે છે ત્યાં સુધી નેત્ર જ્યોતિ રહે છે અને જ્યારે હ્નદયનું નૃત્ય બંધ થઈ જાય છે ત્યારે નેત્ર જ્યોતિ પણ બંધ થઈ જાય છે, નેત્ર જ્યોતિ ઓલવાઈ જાય છે.

કથામાં અષ્ટાંગ યોગ સ્માવિષ્ઠ છે.

સોમવાર, તારીખ ૦૪-૦૫-૨૦૧૫

જ્યારે નૃત્ય કલામાંથી વિદ્યામાં અને વિદ્યામાંથી આધ્યાત્મમાં પરિવર્તિત થાય ત્યારે તે નૃત્ય હરિને પામવાનો રાજ માર્ગ બને છે.

નૃત્ય કરનારના શરીરને જે જુએ છે તે શુદ્ર - નિમ્ન છે.

બુદ્ધ પુરુષના દેહનું દેહ દર્શન ન કરો પણ તેના વચન સાંભળો.

અકારણ જ્યારે પ્રસન્નતા થાય ત્યારે સમજો તમે માનસિક તપસ્યા કરો છો.

ઘણી વખત ખોટા કારણ વશ સાચા વ્યક્તિ પાસે જવાય છે તેમજ ઘણી વખત સાચા કારણો વશ ખોટી વ્યક્તિ પાસે પહોંચી જવાય છે. આવા સમયે સતસંગ દ્વારા પ્રાપ્ત વિવેક હોય તો જ બચી શકાય - સમજી શકાય.

પ્રકાશિત વ્યક્તિએ બીજાને પ્રકાશિત થવા દેવા અસ્ત થવું જોઈએ.

આધ્યાત્મિક યાત્રીએ ફરિયાદી ચિતને નષ્ટ કરવું જોઈએ.

શાસ્ત્ર ગુરુમુખ હોય તો જ તેનો જીવનાર્થ સમજાય અન્યથા ફક્ત શબ્દાર્થ જ સમજાય.

પૂજામાં વપરાતા અબીલ, ગુલાલ, કંકુ વિ. નો વિશેષ અર્થ છે - સંકેત છે.

અબીલ આયુષ્ય વર્ધક છે.

કંકુ સૌભાગ્ય વર્ધક છે, કામના પૂર્તિનો સંકેત છે.

સિંદુર નિષ્કામ ભાવનો સંકેત છે. તેથી તે હનુમાનજીને અર્પણ થાય છે.

ગુલાલ પ્રિતિ વર્ધક છે.

માણસ જ્યારે હારી જાય, નાસીપાસ થઈ જાય ત્યારે ગુરૂ તેને સહારો આપે છે, ગુરૂનો પંજો તેને પકડીને બચાવી લે છે, ઊગારી લે છે.

નૃત્ય અદ્વૈત છે, એકાકારનું પ્રતીક છે. કારણ કે નૃત્ય અને નર્તકને અલગ કરી શકાતા નથી, અલગ હોઈ જ ન શકે.
તનના નૃત્યનું દર્શન કરતાં કરતાં મનના નૃત્ય સુધી પહોંચવાનું છે અને મનના નૃત્યથી આત્માના નૃત્ય સુધી અને આત્માના નૃત્યથી પરમાત્માના નૃત્ય સુધી પહોંચવાનું છે.

મનનું નૃત્ય જોનાર વૈશ્ય છે.

આત્માનું નૃત્ય જોનાર ક્ષત્રીય છે.

પરમાત્માનું નૃત્ય જોનાર બ્રાહ્મણ છે.

બ્રાહ્મણ સમર્પણ કરી શકે.




મંગળવાર, તારીખ ૦૫-૦૫-૨૦૧૫

ઈશ્વરને તોળવો સહેલો છે પણ સાધુને ન તોળાય?

સાધુ તો પોતાની પ્રજ્ઞાથી તોળાય છે.


પીઠ પરાયણ રહેવું.


પોથી પરાયણ રહેવું.
વિષય ઉપર જ બોલવું.


પ્રભુ પરાયણ રહેવું.


પ્રેમ પરાયણ થઈ બોલવું, ક્રોધમાં ન બોલવું.


પરમાર્થ પરાયણ થઈ બોલવું.

ભય અને પ્રલોભનથી કોઈ ધાર્મિક કાર્ય - શુભ કાર્ય ન કરો.

શાસ્ત્ર સદ્‌ગુરુ ન આપે પણ સદ્‌ગુરુ અનેક શાસ્ત્ર આપે.

શાસ્ત્ર સ્વયં સદ્‌ગુરુ છે.

આત્મા અંતઃકરણના મંચ ઉપર નૃત્ય કરે છે.


બુધવાર, તારીખ ૦૬-૦૫-૨૦૧૫

નર્તકી કોઠા ઉપર નૃત્ય કરે જ્યારે ભક્તિ કોઠામાં નૃત્ય કરે. કીર્તન ભક્તિ છે.

નર્તકી વૃદ્ધ થાય જ્યારે ભક્તિ કદી વૃદ્ધ ન થાય.

નર્તકી પોતાની જાત ન બતાવે જ્યારે ભક્તિ પોતાની જાત બતાવે.

નૃત્યાંગના મંગલ સૂત્ર ધારણ ન કરે તેમજ માંગમાં સિંદૂર ન ભરે. જ્યારે ભક્તિ મેદાનમાં આવે ત્યારે નારદના ૮૪ અલંકાર ધારણ કરે.

નૃત્યાંગના રાતે જ નૃત્ય કરે જ્યારે ભક્તિ ગમે ત્યારે નૃત્ય કરે.

આત્મા નર્તકની સુરાવલી સારેગમ છે.

સા - સારંગ

રે -

ગ- આત્મા નૃત્ય કરે ત્યારે વાણી ગદગદ થાય.

મ - મમતાથી મુક્ત, મમતાનાં વસ્ત્ર ઊતરવા લાગે.

પ - પ્રપંચ મુક્તિ થાય. આત્મા આડંબર મુક્ત છે. આત્મા દેખાય છે મંચ ઉપર પણ નાટક વગરનો નટ છે.

ધ - ધૈર્ય કંથા, ધીરજ

ની - નીર ગ્રંથ થવાય, માયાની ગ્રંથી નીર ગંથ થાય, છૂટી જાય.

આત્માનો શ્રીંગાર ધ્યાન રસ છે.

પહેલાં પહેલાં ગુરૂ સાધકની - શિષ્યની રૂચી અનુસાર તેના ઉપર કામ કરે, શિષ્યની રૂચી અનુસાર વ્યવહાર કરે.

ગુરૂ શિષ્યની રૂચી જાણ્યા પછી તેની બધી રૂચી પુરી ન કરે પણ શિષ્યના હિતમાં હોય તેટલી જ રૂચી પુરી કરે.
સમય જતાં ગુરૂ શિષ્યની રૂચી પુરી ન કરે પણ જેમાં શિષ્યનું અરમ હિત સમાયેલ હોય તેટલું જ કરે.

અવકાશના સમયે ગુરૂને યાદ કરી તેના માર્ગદર્શન પ્રમાણે કાર્ય કરો. કારણ કે અવકાશના સમયે - નવરાશના સમયે જ ખરાબ કાર્ય થઈ જાય છે.

ભરોંસો જ ભજન છે, ભરોંસો જ ભગવાન છે.

સત્ય, પ્રેમ અને કરૂણાનું દર્શન કરે તે સાધુ છે. સાધુ પરમાત્માથી પણ ઉપર છે.

સાધુ સંતને શાલ ન આપો પણ મશાલ આપો.



ગુરૂવાર, તારીખ ૦૭-૦૫-૨૦૧૫

સોક્રેટીસનો Triple Filter Test છે.

૧ હકિકત સાચી છે કે કેમ તે પહેલો ટેસ્ટ છે.

૨ હકિકત સત્ય છે કે કેમ એ બીજો ટેસ્ટ છે.

૩ હકિકત આપણને ઉપયોગી છે કે કેમ તે જોવું તે ત્રીજો ટેસ્ટ છે.

રાવણને મારવાની ચિંતા ન કરો પણ રામને પ્રગટ કરવાની ચિંતા કરો. રામ પ્રગટ થશે એટલે રાવણ મરશે જ.

પૂજામાં ચંદન ખૂશ્બુ આપવાનો સંકેત છે. તે સંકેત કરે છે કે ક્યારેય ખરાબ ગંધ ન આપો. આપણને કટુતા આપે તેને પણ ખરાબ ગંધ ન આપતાં સુગંધ આપો. ચંદન નખ શીશ શીતલતાનું પ્રતીક છે.

સંન્યાસીઓનો ગેરૂઓ રંગ અગ્નિનું પ્રતીક છે.

શ્વેત ભષ્મ વૈરાગ્યનું પ્રતીક છે.

સ્વાદાનુભૂતિ વિક્ષેપ કરે.

આજે જે ભોજન મળ્યું છે તેને સ્વાદ પૂર્વક ખાઈ લો પણ તેવા જ સ્વાદવાળું ભોજન આવતી કાલે મળે તેવી કામના ન રાખો.

વિદૂર નીતિ અનુસાર ત્રણ વ્યક્તિઓને રાજ કાર્ય ન સોંપાય.

૧ માતૃ શરીરે રાજ ન કરવું જોઈએ. કારણ કે માતૃ શરીર કોમળ હોય છે અને રાજકારણમાં ક્યારેક કઠોર કદમ ઊઠાવવા પડે છે.

૨ નાદાન બાળકને રાજ ન સોંપાય.

૩ પાગલને રાજ સત્તા ન સોંપાય.



કથા એ એક મંથન છે, નૃત્ય મંથન છે, કીર્તન મંથન છે અને તેમાંથી ૧૪ રત્ન નીકળે છે.


લક્ષ્મી કૌસ્તુભ પારિજાતક સુરા ધન્વંતરીશ્ચંદ્રમા।

ગાવઃકામદુધા સુરેશ્વરગજૌ રંભાદિ દેવાંગના।

અશ્વઃસપ્તમુખૌ વિષં હરિધનુઃ શંખોમૃતમ્ ચાંબુધે।।
૧ શ્રી - લક્ષ્મી

કથાનો વૈભવ એ કથા મંથનનું લક્ષ્મી - શ્રી રત્ન છે. લાખો શ્રોતાઓ શાંતિથી બેસી કથા શ્રવણ કરે એ એક વૈભવ છે.

૨ કૌસ્તુભ મણિ

કથામાંથી ભક્તિ મણિ પ્રાપ્ત થાય છે.

૩ રંભા નામની અપસરા

અપસરા પૃથ્વી ઉપર નથી રહેતી, અપસરામાં વિશેષતા હોય છે અને તેનો ઉપયોગ બીજાની સાધના, ધ્યાન ભંગ વિ. માં ઉપયોગ થાય છે.

રંભ એટલે એક પ્રકારનો અવાજ, રંભા એ બહું વચન છે.

હરિ પ્રાપ્તિનો પોકાર એ રંભા છે.

પરમાત્માની પ્રાપ્તિની પીડાનો એક પોકાર એ રંભ છે - એક વિશેષ અવાજ છે.

૪ વારૂણ - મદિરા

રાસનો પૂર્વ કાળ જે સ્નેહ પૂર્વકનો વિહવળ છે તે સ્નેહ સુરા છે.

૫ અમૃત

કથામાંથી નામામૃત છ્લકે છે.

૬ અમીય - શંખ

કંઠને શંખની ઉપમા અપાય છે.

રાગ આધારીત સંકીર્તન એ કથા મંથનનો શંખ છે.

૭ ગજરાજ

હાથીનું મસ્તક વિવેક છે.

કથામાંથી વિવેક પ્રાપ્ત થાય છે.

બિનુ સતસંગ બિબેક ન હોઈ
રામ કથા બિના સુલભ ન સોઇ

૮ કલ્પતરૂ

સાચા કલ્પતરૂની છાયામાં બેસવાથી બધી જ કામના સમાપ્ત થઈ જાય. કથાના મંથનમાંથી આવું કલ્પતરૂ પ્રાપ્ત થાય છે.

૯ શશી - ચંદ્ર

ચંદ્ર શીતલ પ્રકાશ આપે છે.

કીર્તનમાંથી નીકળતા શીતળતાના ચંદ્રમાં કોઈ જ દાગ નથી.

૧૦ ધેનુ - કામદુર્ગા ગાય

રામ કથા સ્વયં કામદુર્ગા છે.

૧૧ ધનુ - સારંગ - ધનુષ્ય

ધનુષ્ય એટલે શ્રેષ્ઠ વિજ્ઞાન, સમજણ

૧૨ ધન્વંતરી વૈદ્ય

રામ કથા વૈદ્ય છે.

બિબુધ વૈદ્ય...

૧૩વિષ

કેટલાક શ્રોતા કથાનો લાભ લે છે પણ સાથે સાથે આલોચના પણ કરે છે. આવી આલોચના કરવી એ એક પ્રકારનું વિષ જ છે.

૧૪ બાજ - ઊચ્ચ શ્રવણ

ઊંચા કાન કરી - સાવધાન કર્ણથી કથા શ્રવણ એ રત્ન છે.



  • ગામમાં ગાયો પાળવામાં આવે છે અને કૂતરાં રખડે છે, જ્યારે નગરમાં ગાયો રખડે છે અને કૂતરાં પાળવામાં આવે છે.



શુક્રવાર, તારીખ ૦૮-૦૫-૨૦૧૫

કેન્દ્રનો સ્વભાવ વર્તુળ તેની આસપાસ બનાવવાનો છે.

જ્યાં સુધી કેન્દ્ર ન મટે ત્યાં સુધી તેની આસપાસ વર્તુળ બન્યા જ કરે.

જ્યાં સુધી કેન્દ્રમાં રાધા કૃષ્ણ રહ્યા ત્યાં સુધી રાસ ચાલતો રહ્યો.

ભક્તિમાં કેન્દ્રને પકડી રાખો.

હનુમાનજી કટીમેખલા બ્રહ્મચારી છે.

નારદજી સતયુગના કટીમેખલા બ્રહ્મચારી છે.

ભીષ્મ પિતામહ દ્વાપર યુગના બ્રહ્મચારી છે.

હનુમાનજી કલિયુગમાં પણ છે તેથી તે કલિયુગના બ્રહ્મચારી છે.

પ્રસ્વેદથી પણ જીવોત્તપતિ થાય છે.

કામ, ક્રોધ, લોભ વિ. વર્તુળ છે.

અંગ્રેજી આંખો ખુલ્લી રાખીને બોલું છું અને સંસ્ક્રુત આંખો બંધ રાખીને બોલું છું. ..........ઓશો

તુકારામના અભંગમાંથી ૧૪ રત્ન મળે છે.

ગુરૂના ઘરનાં ઓસડીયાં ન સમજાય.

Information ગ્રંથમાંથી મળે જ્યારે understanding ગુરૂ પાસેથી મળે.

બધા જ કથાકાર મહાન હોય છે. જો કાન ખુલ્લા હોય તો શુભ મળી જ જાય.

જે આપણો વિરોધ કરે છે તે હકીકતમાં આપણો પ્રચાર કરે છે.

મન નાચે છે તેમજ બુદ્ધિ પણ નાચે છે.

બુદ્ધિનો નાચ વ્યભિચારી નૃત્ય છે.

ભક્તિ માર્ગીએ જીદ ન કરવી જોઈએ.


શનિવાર, તારીખ ૦૯-૦૫-૨૦૧૫

જે ગ્રંથની પાછળ સમર્થ હોય તે ગ્રંથ સદ્‌ગ્રંથ બની જાય છે.

ક્યારેક ગ્રંથોએ ગ્રંથી પણ પેદા કરી છે, દિવાલો ઊભી કરી છે.

તેથી જ નરસિંહ મહેતાએ ગાયું છે કે, " ગ્રંથે ગરબડ કરી વાત ન સાચી કરી"

સદ્‍ગ્રંથને સ્પર્શ કરવાથી આપણા હાથ પવિત્ર થાય છે. તેથી જ આપણે પોથીને નમન કરતાં કરાતાં સ્પર્શ કરીએ છીએ. તેમજ સદ્‌ગ્રંથનો પાઠ થાય છે.

સદ્‌ગ્રંથની ગહરાઈ સમજવા માટે ગુરૂ કૃપા જોઈએ, સદ્‌ગ્રંથ ગુરૂ મુખથી જ સમજાય.

માનસ નૃત્ય એટલે હ્નદયનું નૃત્ય, આત્માનું નૃત્ય.

રામ ચરિત માનસમાં ૭ તત્વ બધાને નચાવે છે.

સત્ય જ્યાંથી મળે ત્યાંથી લઈ લો.

વિવેક પ્રાપ્ત કરવા માટે હરિ કથા એ એક જ માધ્ય છે.

જીવ અને જીભ જ્યારે બેતાબ બને ત્યારે બોલવા માંડો, ગાવા માંડો.

બંધિયાર ચિત્તવાળો માણસ આધ્યાત્મ માર્ગનો પથિક ન બની શકે.

પરમની યાદમાં આવેલ આંસુ એ અશ્રુબિંદુનું આપણા ગાલના મંચ ઉપર નૃત્ય છે. આ વિશ્વની અધિકત્તમ પ્રસન્નતા છે. આ આંસુ આંખને પવિત્ર કરે છે તેમજ હ્નદયને પણ પવિત્ર કરે છે.

બુદ્ધ પુરૂષના સંકેત ઉપર વિચાર કરો, મંથન કરો, ચિંતન કરો.

કથાનું શ્રવણ કરો, નાચો, ગાઓ.

ચરિત્ર મળે તો ચરિત્ર નિર્માણ કરો.

રામ ચરિત માનસમાં ૭ વ્યક્તિ ૨૮ ને નચાવે છે.

૧ ભગવાન રામ બધાને નચાવે છે.

૨ હરિ માયા બધાને નચાવે છે.

૩ કામ બધાને નચાવે છે.

૪ ઉત્સવના પ્રસંગો નચાવે છે.

૫ નર નચાવે છે.

૬ નારી - હરિ માયા નચાવે છે.

૭ અયોધ્યાના રાજકુમારો નચાવે છે.

નાચનાર ૨૮ છે.

૧ અપસરા

૨ ભૂત

૩ માયા પણ હરિના ઈશારે નાચે છે.

૪ માયા જીવને નચાવે છે.

૫ દેવતાઓની સ્ત્રીઓ નાચે છે.



૭ ઘોડા નાચે છે.

૮ સગુણ નાચે છે.

૯ દેવતા નાચે છે.

૧૦ મયુર નાચે છે.

૧૧ મૃત્ય નાચે છે.

૧૨ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નાચે છે.

૧૩ નટ નાચે છે.

૧૪ પશુ નાચે છે.

૧૫ નિશાચર નાચે છે.

૧૬ સુતિક્ષ્ણ નાચે છે.

૧૭ બંદર નાચે છે.

૧૮ કાલ પણ નૃત્ય કરે છે.

૧૯ પિશાચ નાચે છે.

૨૦ નર્તક સમાજ નાચે છે.

૨૧ ધડ - હાથ મસ્તક વિનાનું શરીર નાચે છે.

૨૨ મુનિઓનું મન નાચે છે.

૨૩ નારદ નાચે છે.

૨૪ બ્રહ્મા નાચે છે.

૨૫ ભુશુંડી નાચે છે.

૨૬ આખું જગત નાચે છે.

૨૭ સ્વંય ઠાકોરજી નાચે છે.

૨૮ મનુષ્ય નાચે છે.

જનકપુરમાં જનક રાજા વિશ્વામિત્રને નીજ કથા કહે છે. જનક રાજા ૫ નીજ કથા કહે છે.

ચોપાઈની ખાલી જગામાં પરમ કથા હોય છે.

૧ ધનુષ્યના સ્થાનની કથા

૨ જાનકી ધનુષ્યને રાજ ભવનમાં લાવે છે તેની કથા તેમજ જાનકી ધનુષ્યને હઠાવી ગોબરનું લીંપણ કરે છે તેની કથા.

ભજન અને ભોજન જાતે કરીએ તો જ સંતોષ થાય.

ગાયનું પૂજન કરો તેમજ ગાયને પ્રેમ પણ કરો.

૩ જાનકી ધનુષ્યને હિંચકો બનાવીને રમે છે તેમજ ધનુષ્યને ઝટકો મારી સરખું કરે છે તેની કથા.

૪ જાનકી ધનુષ્યને હાથમામ લઈ નૃત્ય કરે છે તેની કથા.

૫ જનકની પ્રતિજ્ઞાના એક વર્ષનો છેલ્લો દિવસ છે તેની કથા

૬ આ ધનુષ્યનો દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંશ કરવામાં ઉપયોગ થયો હતો તેની કથા તેમજ એ ધનુષ્ય જનકના પાસે કેવી રીતે આવ્યું તેની કથા.

કુમતિ, કુસંગ અને સ્વાર્થ આપણું રામ રાજ્ય ૧૪ વર્ષ લંબાવી દે છે.


રવિવાર, તારીખ ૧૯-૦૫-૨૦૧૫

વક્તાનાં લક્ષણ

વક્તામાં ૯ લક્ષણ હોવામ જોઈએ.

વક્તાની વાણી અખંડ સત્ય આધારીત હોવી જોઈએ.

અસત્ય બોલવાથી પોતાનું ભજન ઓછું થઇ જાય છે.

વક્તાના હ્નદયમાં પ્રેમ હોવો જોઈએ અને આંખોમાં કરૂણા હોવી જોઈએ.

વક્તામાં ૩ નિષ્ઠા હોવી જોઈએ.

૧ ગુરૂ નિષ્ઠા

૨ પોતાના ઈષ્ટ ગ્રંથમાં નિષ્ઠા

૩ ગાદીની નિષ્ઠા

લોકમત અને સાધુ મત એક ન હોય. લોકમત બદલાતો રહે જ્યારે સાધુ મત એક જ હોય. સાધુ પોતાનો મત ન બદલે. લોક મત આજે પ્રસંશા કરે અને કાલે ગાળો પણ આપે.

રાજ મત વ્યભિચારી મત છે. રાજ મત અને સાધુ મત એક ન હોય.

બ્રાહ્મણ કદીય નિર્ધન ન હોય, બ્રાહ્મણ અલોલુપ હોય.

વક્તામાં વિષયનો સમાસ કરવાનો તેમજ વિસ્તાર કરવાનો વિવેક હોવો જોઈએ.

વક્તામાં વૃત્તિનો વિવેક હોવો જોઇએ.

વક્તામાં વેશનો - પહેરવેશનો વિવેક હોવો જોઈએ.

ભરોંસો જ ભજન છે. ભજન એટલે ભક્તિ, પ્રેમ.

ભગવાન તો ભજનનો છોકરો છે. ભજન ભગવાનનો બાપ છે.

પ્રેમસે પ્રગટે પરમાત્મા

ધર્મનું નૃત્ય એટલે સત્ય, પ્રેમ અને કરૂણાનું નૃત્ય.

વિલાસ એ અર્થનું નૃત્ય છે.

અર્થ સ્વંય ખરાબ નથી.

સહેલાઈથી કંઈ કર્યા વિના ધન મળે અને આવું ધન સતકર્મમાં વાપરાવામાં અઘરૂ લાગે તે ધન છે જ્યારે પરિશ્રમથી મેળવેલ ધન જે સતકર્મમાં સહેલાઈથી વપરાય તે લક્ષ્મી છે.

ગોબરધન એટલે ગોબરમાં ધન

બીજા મટે વપરાયેલ ધન એ રુપિયાનું નૃત્ય છે.

ધન દ્રવ્ય બનવું જોઈએ. ધન દ્રવ્ય બને એટલે કે પ્રવાહી બને તો જ પ્રવાહીના ગુણ મુજબ નીચાણ વાળી જગા એ પ્રથમ જશે.

કામ નૃત્ય

કામનાઓને બંધ કરવા ગુરૂ પાસે જઈ કામનાની સ્વિચને ઓફ કરવી પડે. સમ્યક રીતે જીવનને માણવું, મર્યાદા અને વિવેક ચૂક્યા વિના જીવન જીવવું જોઈએ.

ધર્મની વિરુદ્ધ ન હોય તે કામ હું છું એવું કૃષ્ણ કહે છે.

મોક્ષનું નૃત્ય વિવેક છે.















No comments:

Post a Comment