મૂર્છા એ કંઈ જીવન કહેવાય? ચૈતન્ય જ ખરું જીવન છે
(સંકલન : નીિતન વડગામા)
Read full article at Sunday Bhaskar.
- અધ્યાત્મ નીરસ રહેવાનું ન શીખવે. જીવનમાં રસ ન હોય, જીવનમાં પ્રસન્નતા ન હોય તો જીવતર નકામું છે
એહિ તન કર ફલ બિષય ન ભાઇ, સ્વર્ગઉ સ્વલ્પ અંત દુ:ખદાઇ.
- શરીરનાં બે ફળ છે, એક નિર્વાણ અને બીજો પ્રેમ. અથવા તો આ બે ફળ બતાવ્યાં મારા તુલસીએ-એક તો મુક્તિ અને બીજી ભક્તિ. કોઈને ભક્તિ જોઇતી હોય તો કોઈને નિર્વાણ જોઇતું હોય.
- આ જન્મથી મૃત્યુ સુધીની યાત્રામાં જીવન મેળવવાનું છે.
- પહેલું, જીવન એને કહેવાય, જે જીવનમાં કોઇ પણ પ્રકારનો અભાવ ન રહે. જ્યાં સુધી કંઇ ને કંઇ અભાવ છે ત્યાં સુધી જીવન પૂર્ણ જીવન નથી. હવે આ સૂત્ર જરા મુશ્કેલ લાગશે, કારણ કે અભાવ તો બધાના જીવનમાં છે જ.
- બીજું, જ્યાં પરાધીનતા ન હોય એનું નામ જીવન, કારણ કે તુલસી લખે છે- પરાધીન સપનેહુ સુખ નાહિ. પરાધીનતા એ જીવનનો પરિચય નથી. હા, કોઇ સદ્દગુરુના આશ્રયે રહીએ એ તો એક વિશિષ્ટ પ્રકારની સ્વતંત્રતા છે. માના ખોળામાં રમતું બાળક આમ પરાધીન છે, પણ એ અભયતાનું સૂચક છે.
- ત્રીજું, જે જીવનમાં મૂર્છા નથી, નિરંતર ચૈતન્યનો અગ્નિ પ્રજ્વલિત છે એનું નામ જીવન. મૂર્છા એ જીવન નથી, ચૈતન્ય એ જીવન છે. જ્યાં નિરંતર જાગૃતિ છે, એનું નામ જીવન કહેવાય.
- ચોથું, જેના જીવનમાં નીરસતા નથી, એનું નામ જીવન છે.
- અધ્યાત્મજગતનો છેલ્લો અને ચોથો રસ છે પ્રેમરસ. એ અખંડ પણ છે અને અનંત પણ છે. એ પ્રતિક્ષણ વર્ધમાન છે. એ વધે જ, ઘટે નહીં. તો જીવનમાં રસિકતા હોવી જોઇએ, નીરસતા હોય એ જીવન નથી.
- જીવનમાં રસ ન હોય, જીવનમાં આનંદ ન હોય, જીવનમાં પ્રસન્નતા ન હોય તો જીવતર નકામું છે. કૃષ્ણ જેવો છે કોઇ આધ્યાત્મિક વ્યક્તિ? એ બ્રહ્મ છે. પૂર્ણ અવતાર છે. એના જીવનની રસિકતા જુઓ! રામ પણ ઓછા રસિક છે? શંકરનું તો કહેવું જ શું! નીરસતા એ જીવનનો પરિચય નથી. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, રસમય જીવો. આગળનું સૂત્ર, જીવન પ્રેમપૂર્ણ હોવું જોઇએ. અહીં રસ અને પ્રેમ જુદા પડે છે. આ એ પ્રેમની હું વાત કરું છું-
રામહિ કેવલ પ્રેમ પિઆરા.
જાનિ લેઉ જો જાનનિહારા.
આવું પ્રેમપૂર્ણ જીવન એ જીવનનો પરિચય છે. તો મૂર્છા વગરનું જીવન, ચૈતન્યથી ભરેલું જીવન, ત્યાગ-સમર્પણ અને વિચારોથી ભરેલું એવું જીવન એ જ સાચું જીવન છે.(સંકલન : નીિતન વડગામા)
Read full article at Sunday Bhaskar.
No comments:
Post a Comment