Translate

Search This Blog

Sunday, April 3, 2016

રાષ્ટ્રનો કર્ણધાર પરાક્રમી અને દ્વેષમુક્ત હોવો જોઈએ

રાષ્ટ્રનો કર્ણધાર પરાક્રમી અને દ્વેષમુક્ત હોવો જોઈએ


  • વાલ્મીકિએ રામાયણમાં રાજાનાં સોળ લક્ષણો જણાવ્યા છે. આ લક્ષણ જેનામાં હોય તે રાજ્યનો, વિશ્વનો કર્ણધાર બની શકે


  • પછી સોળ લક્ષણ બતાવે છે. આ લક્ષણ જેનામાં હોય તે રાજ્યનો, વિશ્વનો કર્ણધાર બની શકે.


  • જેનામાં પ્રશંસા કરવા યોગ્ય ગુણ હોય. સાચી પ્રશંસા, ખુશામત નહીં. ...... રાષ્ટ્રના કર્ણધારમાં આવી અપેક્ષા તો રહે. 
  • બીજું, પરાક્રમી હોય તે કર્ણધાર બની શકે. રાષ્ટ્રનો વડો સમ્રાટ યા નેતા કાયર હોય તે ન ચાલે, સેનાપતિ કાયર હોય તે ન ચાલે, લશ્કરનો જવાન કાયર હોય તે ન ચાલે.


  • ત્રીજું, ધર્મનાં રહસ્યોને યથાર્થ જાણનારો રાજા હોવો જોઇએ. અને ધર્મ એટલે મારી દૃષ્ટિએ પ્રેમ, સત્ય અને કરુણા. 
  • વાલ્મીકિ કહે, રાજા રૂપાળો હોવો જોઇએ, દર્શનીય હોવો જોઇએ, માથું ઝૂકી જાય એવો હોવો જોઇએ. દશરથજી મહાપુરુષ છે, ધર્મધુરંધર છે.


  • રાજાનું ચોથું લક્ષણ કે એ ક્રોધજયી હોવો જોઇએ. .........વાલ્મીકિ વિરોધાભાસ કરી કહે છે કે રાજા ક્રોધજયી હોવો જોઇએ અને રાજા યુદ્ધકોપી હોવો જોઇએ, યુદ્ધના મેદાનમાં યુદ્ધનો કોપ હોવો જોઇએ. 


  • રાજા દ્વેષમુક્ત હોવો જોઇએ. 

આત્મદ્વેષાદ્દભવેન્મૃત્યુ: પરદ્વેષાદ્દધનક્ષય:|
રાષ્ટ્રદ્વેષાદ્દભવેન્નાશો બ્રહ્મદ્વેષાત્કુલક્ષય:|


  • બીજાના દ્વેષના મૂળમાં સમાનધર્મીઓ હોય છે. કલાકાર કલાકારનો દ્વેષ કરતો હોય, કથાકાર કથાકારનો દ્વેષ કરતો હોય, વકીલ વકીલનો દ્વેષ કરતો હોય, એક વિદ્વાન બીજા વિદ્વાનનો દ્વેષ કરતો હોય! બિલકુલ દો-ટૂક વાત ચાણક્ય કહે છે, ‘બ્રહ્મદ્વેષાત્કુલક્ષય:|’ બ્રહ્મનો દ્વેષ કરે તેના કુળનો નાશ થાય છે.
  • આપણું કોઇ સમાનધર્મી હોય એના ગુણ સાંભળવા ન ગમે અને એની નિંદા સાંભળવી ગમે, તો સમજવાનું કે તમે દ્વેષનો ડ્રેસ પહેર્યો છે. 
  • રાજાએ પોતાના મનને વશ કરેલું હોવું જોઇએ, દશેય ઇન્દ્રિયોનો રાજા મન કહીએ છીએ. મન પણ એક રાજા છે. એ પણ તમામ ઇન્દ્રિયોનો કર્ણધાર છે. આધ્યાત્મિક જગતની મનોભૂમિકામાં જઇએ તો એના હુકમ છૂટે એમ ઇન્દ્રિયો કામ કરે. તેથી મન પણ એક રાજા છે. મનને વશ કરનારો રાજા કર્ણધાર બની શકે. 


Read full article at Divya Bhaskar - Sunday Bhaskar.

No comments:

Post a Comment