Translate

Search This Blog

Saturday, April 9, 2016

માનસ ભુવનેશ્વર

રામ કથા

માનસ ભુવનેશ્વર 

ભુવનેશ્વર (ઓરિસ્સા)

શનિવાર, ૦૯-૦૪-૨૦૧૬ થી રવિવાર, ૧૭-૦૪-૨૦૧૬

મુખ્ય પંક્તિ

तात राम नहिं नर भूपाला। 

भुवनेस्वर कालहु कर काला॥ 
.........................................................................૫/૩૮/૧

भावार्थ:-हे तात! राम मनुष्यों के ही राजा नहीं हैं। वे समस्त लोकों के स्वामी और काल के भी काल हैं। 

 व्यापक ब्रह्म अजित भुवनेस्वर। 

लछिमन कहाँ बूझ करुनाकर॥ 

............................................................... ૬/૫૪/૫

भावार्थ:- व्यापक, ब्रह्म, अजेय, संपूर्ण ब्रह्मांड के ईश्वर और करुणा की खान श्री रामचंद्रजी ने पूछा- लक्ष्मण कहाँ है?


શનિવાર, ૦૯-૦૪-૨૦૧૬

ભુવનેશ્વર શબ્દ ભગવાન રામ માટે વપરાયો છે, ભુવનેશ્વર એટલે પરમ બ્રહ્મ, સર્વોચ્ચ સત્તા, ભગવાન રામ.

રામ ચરિત માનસ એ મહામંત્ર છે, આવો મહામંત્ર બીજો કોઈ નથી તેમજ આ સરલ મંત્ર છે. આવો સરલ મહામંત્ર અન્ય કોઈ નથી.

मंत्र महामनि बिषय ब्याल के। 

मेटत कठिन कुअंक भाल के॥

भावार्थ:-विषय रूपी साँप का जहर उतारने के लिए मन्त्र और महामणि हैं। ये ललाट पर लिखे हुए कठिनता से मिटने वाले बुरे लेखों (मंद प्रारब्ध) को मिटा देने वाले हैं।

આ મંત્ર મહામણિ છે જે વિષ ચૂસી લે છે.

આ મહામણિ સ્વયં પ્રકાશિત છે. અને આ મહામણિ જે પ્રકાશ આપે છે તે નિરંતર પ્રકાશ આપે છે.

આ મહામણિને કોઈ ચોરી નથી શકતું , આ મહામણિ ઉપર કોઈ અધિકાર સ્થાપિત નથિ કરી શકતું.

આ મહામણિથી ભાગ્યના કથીન લેખ પણ મટી જાય છે. પણ આના માટે આપણો અખંડ ભરોંસો હોવો જોઈએ.

ભરોંસો જ ભજન છે, ભરોંસો જ પરમાત્મા છે.

ભરોંસો જ શ્રેષ્ઠ વ્રત છે.

રામ કથા અમૃત છે, કલ્પતરૂ છે, કામધેનુ ગાય છે.

રામ કથાની નીંદા કરવાથી બચવું જોઈએ.

મંગલાચરણ - સાત શ્લોક

 वर्णानामर्थसंघानां रसानां छन्दसामपि।
मंगलानां च कर्त्तारौ वन्दे वाणीविनायकौ॥1॥

 भवानीशंकरौ वन्दे श्रद्धाविश्वासरूपिणौ।
याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तःस्थमीश्वरम्‌॥2॥

 वन्दे बोधमयं नित्यं गुरुं शंकररूपिणम्‌।
यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते॥3॥

 सीतारामगुणग्रामपुण्यारण्यविहारिणौ।
वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ॥4॥

 उद्भवस्थितिसंहारकारिणीं क्लेशहारिणीम्‌।
सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम्‌॥5॥

 यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुरा
यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथाहेर्भ्रमः।
यत्पादप्लवमेकमेव हि भवाम्भोधेस्तितीर्षावतां
वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम्‌॥6॥

 नानापुराणनिगमागमसम्मतं यद्
रामायणे निगदितं क्वचिदन्यतोऽपि।
स्वान्तःसुखाय तुलसी रघुनाथगाथा
भाषानिबन्धमतिमंजुलमातनोति॥7॥


પાંચ સોરઠાં

जो सुमिरत सिधि होइ गन नायक करिबर बदन।
करउ अनुग्रह सोइ बुद्धि रासि सुभ गुन सदन॥1॥

 मूक होइ बाचाल पंगु चढ़इ गिरिबर गहन।
जासु कृपाँ सो दयाल द्रवउ सकल कलिमल दहन॥2॥

 नील सरोरुह स्याम तरुन अरुन बारिज नयन।
करउ सो मम उर धाम सदा छीरसागर सयन॥3॥

 कुंद इंदु सम देह उमा रमन करुना अयन।
जाहि दीन पर नेह करउ कृपा मर्दन मयन॥4॥


 बंदउँ गुरु पद कंज कृपा सिंधु नररूप हरि।
महामोह तम पुंज जासु बचन रबि कर निकर॥5॥


गुरु वंदना
 बंदउँ गुरु पद कंज कृपा सिंधु नररूप हरि।
महामोह तम पुंज जासु बचन रबि कर निकर॥5॥

 बंदऊँ गुरु पद पदुम परागा। 
सुरुचि सुबास सरस अनुरागा॥
अमिअ मूरिमय चूरन चारू। 
समन सकल भव रुज परिवारू॥1॥

 सुकृति संभु तन बिमल बिभूती। 
मंजुल मंगल मोद प्रसूती॥
जन मन मंजु मुकुर मल हरनी। 
किएँ तिलक गुन गन बस करनी॥2॥

 श्री गुर पद नख मनि गन जोती। 
सुमिरत दिब्य दृष्टि हियँ होती॥
दलन मोह तम सो सप्रकासू। 
बड़े भाग उर आवइ जासू॥3॥

 उघरहिं बिमल बिलोचन ही के। 
मिटहिं दोष दुख भव रजनी के॥
सूझहिं राम चरित मनि मानिक। 
गुपुत प्रगट जहँ जो जेहि खानिक॥4॥


 जथा सुअंजन अंजि दृग साधक सिद्ध सुजान।
कौतुक देखत सैल बन भूतल भूरि निधान॥1॥


 गुरु पद रज मृदु मंजुल अंजन। 

नयन अमिअ दृग दोष बिभंजन॥

तेहिं करि बिमल बिबेक बिलोचन। 

बरनउँ राम चरित भव मोचन॥1॥


ગુરૂ કોને બનાવી શકાય?


જેનામાં દાનની પુરી માત્રા ભરેલી હોય તેને ગુરૂ બનાવી શકાય.

ગુરૂ તો દાતાર છે.

ગુરૂ સૂત્રનું દાન કરે, હાસ્યનું દાન કરે, બોધનું દાન કરે, આશ્વાસન આપે, આપણને પવિત્ર દ્રષ્ટિ આપે,

આપણને મંત્ર આપે.

ગુરૂ ક્ષમા આપે.


જે સ્વધર્મમાં નિષ્ઠ હોય તેને ગુરૂ બનાવી શકાય. અહીં ધર્મ  એટલે સ્વભાવ.


જેના જીવનમાં નિયમ ઘુંઘરૂ બન્યા હોય તેને ગુરૂ બનાવી શકાય.


જેના જીવનમાં યમ હોય તેને ગુરૂ બનાવી શકાય.


જે સ્વાધ્યાય કરતો હોય તેને ગુરૂ બનાવી શકાય. શાસ્ત્ર કંઠસ્ત હોય છતાંય સ્વાધ્યાય આવશ્યક છે.


જો ગુરૂ સંસારિ હોય તો તેણે તેની સાંસારિક કર્મોનું ઉત્તર્દાયિત્વ નિભાવેલું હોય તેને ગુરૂ બનાવી શકાય.


જેનું મન સમાધિમાં ગયેલું હોય તેને ગુરૂ બનાવી શકાય.



રવિવાર, ૧૦-૦૪-૨૦૧૬

સબ પર રામ તપસ્વી રાજા,
તિન કે કાજ સકલ તુમ સાજા
રાજાના ત્રણ પ્રકાર હોય છે.

યશસ્વી રાજા - દા. ત. - રાજા દશરથ, જનક રાજા

મનસ્વી રાજા - દા. ત. - રાવણ, કંસ, જરાસંઘ

તપસ્વી રાજા - દા.ત. - રામ

પશુઓમાં સિંહ, વાઘ રાજા છે.

પક્ષીઓમાં ખગરાજ ગરુડ છે.

પર્વતમાં હિમાલય રાજા છે, ગોવર્ધન પણ રાજા છે.

દેવોમાં ઈન્દ્ર રાજા છે.

ચિત્રકૂટ પણ રાજા છે.

ફળમાં કેરી રાજા ગણાય છે.

વાલી, સુગ્રિવ પણ રાજા છે.

જામવંત પણ રીંછ યોનીમાં રાજા છે.

કવિને પણ કવિરાજ કહેવાય છે.

સાધુમાં પણ મહારાજ કહેવાય છે.

વરને પણ વરરાજા કહેવાય છે.

નાના બાળકને પણ મુન્ના રાજા કહેવાય છે.

શાસ્ત્રોમાં વેદ રાજા છે.

મહાભારતને પાંચમો વેદ ગણવામાં આવે છે અને તેથી તે પણ રાજા છે.

રામાયણ પણ રાજા છે.

पहले खुदको खाली कर, फिर उसकी रखवाली कर.

નીચેના ત્રણ દોષથી મુક્ત રહી શાસ્ત્ર પારાયણ કરવું, શાસ્ત્રનો પાઠ કરવો.

૧ રોષ

૨ દોષ

૩ તિવ્ર ઘોષ

શાસ્ત્ર પારાયણ કરતી વખતે રોષ કરવો એ શાસ્ત્ર અપરાધ છે.
શાસ્ત્ર અપરાધનો શ્રાપ ન આપે પણ આપણા રોષના તાપના લીધે આપને શાસ્ત્રના અમૃતનો સ્વાદ ન માણી શકીએ.

નીચેના ૬ સમયે રોષ - ક્રોધ ન કરવો જોઈએ.

૧ સવારે ઊઠતી વખતે

૨ ભજન કરતી વખતે

૩ ભોજન કરતી વખતે

૪ ઘેરથી કામ અર્થે બહાર જતી વખતે

૫ કામ પતાવી ઘેર આવાતી વખતે

૬ રાતે સુતી વખતે

શાસ્ત્ર પારાયણ દરમ્યાન બીજાના દોષ ન જુઓ. હું પારાયણ કરૂં છું પણ બીજો નથી કરતો તેવો દોષ ન જુઓ.

૩ શાસ્ત્ર પારાયણ તિવ્ર અવાજે ન કરવું, મોટા અવાજે ન કરવું.

પહેલાં નાદની ઉત્પતિ થઈ છે, પછી સુર, શબ્દ અને ભાષા ક્રમશઃ ઉત્પન્ન થયેલ છે.

નાદ
સુર
શબ્દ
ભાષા


વેદ રાજા છે અને તે રામાયણની આરતી ઉતારે છે.

आरती श्री रामायण जी की | कीरति कलित ललित सिय पी की ||
गावत ब्रहमादिक मुनि नारद | बाल्मीकि बिग्यान बिसारद ||
शुक सनकादिक शेष अरु शारद | बरनि पवनसुत कीरति नीकी ||१||
                                                                                                   आरति श्री रामायण जी की........||

गावत बेद पुरान अष्टदस | छओं शास्त्र सब ग्रंथन को रस ||
मुनि जन धन संतान को सरबस | सार अंश सम्मत सब ही की ||२||
                                                                                                      आरति श्री रामायण जी की........||

गावत संतत शंभु भवानी | अरु घटसंभव मुनि बिग्यानी ||
ब्यास आदि कबिबर्ज बखानी | कागभुशुंडि गरुड़ के ही की ||३||
                                                                                                    आरति श्री रामायण जी की........||

कलिमल हरनि बिषय रस फीकी | सुभग सिंगार भगति जुबती की ||
दलनि रोग भव मूरि अमी की | तात मातु सब बिधि तुलसी की ||४||
                                                                                                        आरति श्री रामायण जी की........||




बसतस्या महादेवः पातालभुवनेश्वरः l
ब्रह्माविष्णु महेशानां कृत्वैकत्वं नरेश्वरः ll

क्षयस्त्तिशेवगणाः सेवितु भुवनेश्वरम् ll

निवसन्ति हि पाताले महेन्द्रप्रमुखां इह l



ગીતાકારે બુદ્ધિને પવિત્ર કરવાનાં -શુદ્ધ કરવાનાં સાધનોમાં દાન, યજ્ઞ અને તપનો ઉલ્લેખ કર્યો છે.
જ્યારે તુલસીદાસજી મા જાનકીના ચરણમાં નમન કરવાથી બુદ્ધિ શુદ્ધ થાય છે તેવું કહે છે.

ताके जुग पद कमल मनावउँ। 

जासु कृपाँ निरमल मति पावउँ॥


जानकीजी के दोनों चरण कमलों को मैं मनाता हूँ, जिनकी कृपा से निर्मल बुद्धि पाऊँ॥


મા જાનકીના ચરણમાં નમન કરવાથી દાન, યજ્ઞ અને તપ એ ત્રણેયનો સમાવેશ થઈ જાય છે, કારણકે મા જાનકી યજ્ઞ સ્વરૂપા છે, સ્વયં દાન સ્વરૂપા છે તેમજ તપસ્યાનું સ્વરુપ પણ છે.
પ્રત્યેક નારી દાન સ્વરૂપા છે.

मंत्र जाप मम दृढ़ बिस्वासा। पंचम भजन सो बेद प्रकासा॥


સોમવાર, ૧૧-૦૪-૨૦૧૬
ભુવન અનેક છે પણ બધા ભુવનોનો ઈશ્વર તો એક જ છે.

જે એક માત્ર છે, દ્વિતીય નથી તે જ ઈશ્વર છે.

જે સર્વ ભૂતમાં નિવાસ કરે છે તે ઈશ્વર છે.

ईश्वरः सर्वभूतानाम्‌

જે વ્યાપક હોય તે જ સર્વ ભૂતમય હોઈ શકે.
 तात राम नहिं नर भूपाला।

भुवनेस्वर कालहु कर काला॥

ब्रह्म अनामय अज भगवंता।

ब्यापक अजित अनादि अनंता॥

भावार्थ:-हे तात! राम मनुष्यों के ही राजा नहीं हैं। वे समस्त लोकों के स्वामी और काल के भी काल हैं। वे (संपूर्ण ऐश्वर्य, यश, श्री, धर्म, वैराग्य एवं ज्ञान के भंडार) भगवान्‌ हैं, वे निरामय (विकाररहित), अजन्मे, व्यापक, अजेय, अनादि और अनंत ब्रह्म हैं॥

બ્રહ્મ હારે પણ કોઈ તેને જીતી ન શકે.

જે બ્રહ્મ છે, અજીત છે, જે વ્યાપક છે, તે ઈશ્વર છે.

શિવ પણ વિભુ છે, વ્યાપક છે, બ્રહ્મવેદ છે અને તે પણ ઈશ્વર છે.

જે આંતર બાહ્ય ઐશ્વર્યથી પરિપૂર્ણ છે તે ઈશ્વર છે.

સંગીતના ૭ સુર જાણી શકાય છે પણ એક ખાસ સ્વર છે જે જાણી નથી શકાતો, તેની કોઈને ખબર નથી તે ખાસ સ્વર જ ઈશ્વર છે.

આ ખાસ સ્વર જે એક માત્ર સ્વર છે કે જે અજ્ઞાત છે તે જ ઈશ્વર છે.

કહાની સુવાડી દે જ્યારે કથા જગાડી દે.

ब्रह्म अनामय अज भगवंता। 

ब्यापक अजित अनादि अनंता॥1


सदगुर ग्यान बिराग जोग के। 

बिबुध बैद भव भीम रोग के॥

જેમ સૂર્ય રોજ ઊગે છે તેમ સદગુરૂ પણ રોજ ઊગે છે, રોજ નવીન હોય છે.

કથા પણ સદગુરુ માફક રોજ નવીન હોય છે.

જેમ સૂર્ય અસ્ત થાય છે ત્યારે જ તારા ચમકે છે તેમ ક્યારેક ગુરૂ આશ્રિતને ચમકાવવા માટે ઓઝલ થાય છે.

શાસ્ત્ર, કથા રોજ નવીન હોય છે.

જે કાળનો પણ કાળ છે તે ઈશ્વર છે.

નમામીશમીશાન નિરવાણરુપં વિભું વ્યાપકં બ્રહ્મ વેદસ્વરુપં 
નિજં નિર્ગુણંનિર્વિકલ્પંનિરીહં ચિદાકાશવાસંભજેહં 
નિરાકારમોંકારમૂલંતુરિયં ગિરા ગ્યાન ગોતીતમઈશં ગિરીશં 
કરાલં મહાકાલકાલં કૃપાલં ગુણાગાર સંસાર પારંનતોહં 
તુષારાદ્રિ સંકાશગૌરં ગભીરં મનોભૂત કટિ પ્રભા શ્રી શરીરં 
સ્ફુરન્મૌલિકલ્લોલિનીચારુગંગા લસદ્ ભાલબાલેન્દુકંઠેભુજંગા 
ચલત્કુંડલં ભ્રૂસુનેત્રં વિશાલં પ્રસન્નાનનં નીલકંઠં દયાલં 
મૃગાધીશચર્મામ્બરંમુણ્ડમાલંપ્રિયમ્શંકરં સર્વ નાથં ભજામિ
પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં અખંડં અજંભાનુકોટિપ્રકાશં 
ત્રયઃશુલનિર્મૂલનં શુલપાણિ ભજેહમ્ભવાનીપતિં ભાવગમ્યં 
કલાતીત કલ્યાણ કલ્પાંત કારી સદાસજ્જનાનંદદાતા પુરારી 
ચિદાનણ્દસમ્દોહમોહાપહારી પ્રસીદપ્રસીદ પ્રભો મન્મથારી 
ન ચાવદ્ ઉમાનાથ પાદારવિંદં ભજંતીહ લોકે પરે વા નરાણાં 
ન તાવત્સુખં શામ્તિ સન્તાપનાશં પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસં 
ન જાનામિ યોગ જપં નૈવ પૂજા નતોહં સદા સર્વદા શંભુ તુભ્યં 
જરાજન્મદુ;ખૌધ તાતપ્યમાનં પ્રભો પાહિઆપન્નમામીશ શંભો 
આપણી ઈચ્છાઓ - મનોરથો
આપના બધાની ઈચ્છા સાસ્વતતા છે એ જાણવા છતાં કે મૃત્યુ ઘ્રુવ છે.
મૃત્યુથી અમૃત તરફ લઈ જવાની વાત ઉપનિષદ પણ કરે છે.
ભુવનેશ્વર શંકર ભુવનેશ્વર રામનું નામ લે છે તેથી તે સાસ્વતતા પ્રાપ્ત કરે છે.

नाम प्रसाद संभु अबिनासी। 

साजु अमंगल मंगल रासी॥
सुक सनकादि सिद्ध मुनि जोगी। 

नाम प्रसाद ब्रह्मसुख भोगी॥

भावार्थ:-नाम ही के प्रसाद से शिवजी अविनाशी हैं और अमंगल वेष वाले होने पर भी मंगल की राशि हैं। शुकदेवजी और सनकादि सिद्ध, मुनि, योगी गण नाम के ही प्रसाद से ब्रह्मानन्द को भोगते हैं॥

બધાની ઈચ્છા બ્રહ્મ સુખ - નીજ સુખ પ્રાપ્ત કરવાની છે.

બધાની એવી ઈચ્છા છે કે આખુ જગત જેને પ્રેમ કરે છે તે આપણને પ્રિય લાગે.
जग प्रिय हरिहर, हरिहर प्रिय आप ।

આપણા બધાની ઈચ્છા છે કે ભક્તિ માર્ગમાં, પ્રેમ માર્ગમાં આપણે તેના શિખર સુધી પહોંચીએ.

नामु जपत प्रभु कीन्ह प्रसादू। 

भगत सिरोमनि भे प्रहलादू॥
૫ 
જીવના નાતે આપણા બધાની ઇચ્છા થાય કે આપણને કાયમી સ્થિરતા મલે.
૬ 
આપણા બધાની ઈચ્છા હોય કે ભગવાન ભક્તોને વશ થઈ જાય.
૭ 
આપણા બધાને મુક્તિની ઇચ્છા હોય.

ગુરૂ અને સદગુરૂમાં ફેર છે.
ગુરૂ એ ઈશ્વરની સમકક્ષ છે.
સદગુરૂ ઈશ્વરની ઉપર છે, સદગુરૂની આગળ - ઉપર કોઈ જ તત્વ નથી.
બુદ્ધ પુરૂષ ગુરૂ માટે તેમજ સદગુરૂ બંને માટે વપરાય છે.

આપણા ગુણ તેમજ અવગુણનાં ૧૦ કારણો -હેતુ નીચે પ્રમાણે છે.
૧ આગમ - શાસ્ત્ર
૨ આપ - જળ - અન્ન જળ
૩ પ્રજા - સોબત, સોસાયટી
૪ સ્થાન
૫ સમય
૬ કર્મ
૭ જન્મ
૮ ધ્યાન, એકાગ્રતા, ધીરજ
૯ મત્ર જાપ
૧૦ સંસ્કાર 




.................
મંગળવાર, ૧૨-૦૪-૨૦૧૬
---------------

બુધવાર, ૧૩-૦૪-૨૦૧૬
ભુવનેશ્વર નગરી ૩૦૦૦ વર્ષથી પણ જુની નગરી છે.

સર્વસાર ઉપનિષદનો મંત્ર

સત્યમ્‌ જ્ઞાનમ્‌ અનંતમ્‌ આનંદમ્‌ સર્વોપાધિવિવિર મુક્તમ્‌ ભુવનેશ્વર (અહીં ઈશ્વરની જગાએ ભુવનેશ્વર શબ્દ પૂજ્ય મોરારિ બાપુએ વાપર્યો છે.)

ઉમનિષદમાં ગુરૂ શબ્દ વપરાયો છે, ક્યાંય સદગુરૂ શબ્દ નથી વપરાયો.

આદિ શંકર ભગવાન પોતાના શિષ્ય પદ્મમાચાર્ય જ્યારે ભગવંત પાસે ભારત ભ્રમણ કરી, બધા જ તીર્થોનાં દર્શન, બધા જ તીર્થોના દેવોના દર્શન અને બધાજ તીર્થોમાં સ્નાન કરવા માટે અનુમતિ માગે છે ત્યારે આદિ શંકર કહે છે કે તું મારી પાસે હોવા છતાં કેમ ભારત ભ્રમણ કરી, બધા જ તીર્થોનાં દર્શન, બધા જ તીર્થોના દેવોના દર્શન અને બધાજ તીર્થોમાં સ્નાન કરવા માટે અનુમતિ માગે છે?

પોતાના ગુરૂમાં બધા જ તીર્થ, બધા જ દેવ અને બધાજ તીર્થનું સ્નાન સમાવિષ્ઠ છે. તેથી પરિભ્રમણ કરી અન્ય તીર્થોમાં જવાની જરૂર નથી.

ભુવનેશ્વર એ છે - ઈશ્વર એ છે જે સત્યમ્‌ છે, જ્ઞાન છે.

સત્ય એ જ ઈશ્વર એવું ગાંધી બાપુએ કહ્યું છે.

સત્ય ભુવનેશ્વર છે - ઈશ્વર છે.

જ્ઞાન ભુવનેશ્વર છે - ઈશ્વર છે.

જે સત્યેશ્વર છે, પ્રેમેશ્વર છે, કરૂણેશ્વર છે તે જ ભુવનેશ્વર છે - ઈશ્વર છે.

જે અનંત છે તે ભુવનેશ્વર છે - ઈશ્વર છે.

જે આનંદ છે તે ભુવનેશ્વર છે - ઈશ્વર છે.

શ્રીમદભાગવતના ૧૧ મા સ્કંધમાં અર્થના ૧૫ અનર્થ્નો ઉલ્લેખ છે, જે નીચે પ્રમાણે છે.

૧ ચોરી - પૈસા ચોરી કરાવે જ. પૈસા માટે કંઈક તો છુપાવવું જ પડે.
૨ હિંસા - પૈસાના કારણે હિંસા થાય છે. બીજાને દુઃખી કરવું એ પણ હિંસા જ છે.
૩ અનૃત - જુઠ - પૈસા અસત્ય બોલાવે, પૈસા માટે જુઠુ બોલવું પડે.
૪ દંભ - પૈસા દંભ કરાવે.
૫ કામ - પૈસા ન કરવાનું કામ કરાવે.
૬ ક્રોધ - પૈસા માટે નોકર ચાકર ઉપર ક્રોધ કરવાનો પ્રસંગ આવે. ધંધામાં ખોટ જાય એટલે અન્ય ઉપર ક્રોધ આવે.
૭ ગર્વ - પૈસાથી ગર્વ પેદા થાય.
૮ મદ - મદ એટલે નશામાં ચૂર, પૈસા આવે એટલે વિવેક ચૂકી જવાય.
૯ ભેદ - પૈસા માટે ભેદ બુદ્ધિ પેદા થાય.
૧૦ વેર - પૈસા માટે અંદરોઅંદર વેર પેદા થાય.
૧૧ અવિશ્વાસ - અર્થ અવિશ્વાસ પેદા કરે.
૧૨ સ્પર્ધા - વધારે પૈસા એકત્ર કરવાની સ્પર્ધા થાય.
સ્પર્ધા ખુદથી કરો, ખુદાઈથી નહીં.
૧૩ વ્યસન ત્રણ પ્રકારનાં વ્યસન પેદા થાય દુરાચાર _____
૧૪
૧૫ અહંકાર - પૈસાથી અહંકાર આવે.

અમીર એ છે જેણે પોતાના સદગુરૂને પુરેપુરો પાઇ લીધો છે. અને આવો અમીર જ ખુશ રહી શકે. આજ અમીર ખુશરો છે.

સતકર્મ કરે અને ચૂપ રહે.

જે ઉપાધિ - પદવીથી મુક્ત છે તે ભુવનેશ્વર છે - ઈશ્વર છે.

આપણા ધર્મને જે બચાવે તે ભુવનેશ્વર છે - ઈશ્વર છે.

સત્ય હારે તો પણ તે હારમાં સત્યની જીત છે અને અસત્ય જીતે તો તે જીતમાં અસત્યની હાર છે.

ઉપાય જીવ કરે અને સહાય ઈશ્વર કરે.
ગુરૂવાર, ૧૪-૦૪-૨૦૧૬

કૈલાશી અવસ્થા કોને કહેવાય?

૧ કૈલાશી અવસ્થા એટલે અંદરથી સ્થિરતા, અંદરની અચલતા.

૨ કૈલાશી અવસ્થા એટલે ભજનની ઊંચાઈ.

૩ કૈલાશ એકદમ ધવલ છે અને ધવલ જ રહેશે. કૈલાશી અવસ્થા એટલે આંત્યંતિક શુદ્ધિ, નિર્મળતા.

૪ કૈલાશ શીતલ છે. કૈલાશી અવસ્થાવાળો સાધક - મહાત્મા કાય્મ શીતલ હોય, ક્યારેય ઉગ્ર ન થાય.

અહંકાર અને ઉગ્રતા આપણી સાધનાની સ્થિતિને નીચે લાવી દે છે.

કૈલાશી અવસ્થામાં દેહ અને હ્મદય, વસ્ત્ર અને વૃત્તિ શુદ્ધ હોય.

૫ કૈલાશની ભીતરમાં કોઈ ખોદકામ કરી શકે તેમ નથી. બુદ્ધ પુરૂષ જે કૈલાશી અવસ્થામાં હોય તેની ભીતરી અવસ્થા જાણી ન શકાય.

રામાયણ ગીતા મારી અંતર આંખો
હરિએ દીધી છે મને ઊડવાની પાંખો.
મેરૂ તો ડગે પણ ............
રામ, શિવ ભુવનેશ્વર છે તો સદગુરૂ શું છે?

સદગુરૂ અખિલેશ્વર છે.

 एक बार त्रेता जुग माहीं।

संभु गए कुंभज रिषि पाहीं॥

संग सती जगजननि भवानी।

पूजे रिषि अखिलेस्वर जानी॥

रामकथा मुनिबर्ज बखानी।

सुनी महेस परम सुखु मानी॥

જેનામાં બધું જ છે તે અખિલેશ્વર છે.

જે બાહ્ય બ્રહ્માંડ અને આંતરિક બ્રહ્નાંડ બતાવી શકે તે અખિલેશ્વર છે.

ભગવાન બાળ રૂપમાં કાક ભૂષંડી જે કાગડાના રુપે ભગવાન બાળ રામની લીલા જોવા આવ્યા છે ત્યારે તેને પુરી બતાવે છે અને પકડવાની ચેષ્ઠા કરે છે. ત્યારે કાક ભૂષંડિને રામના બ્રહ્મ હોવા વિશે શંકા પેદા થાય છે. જ્યારે તે ભાગે છે ત્યારે રામના હાથ તેનો પીછો કરે છે અને કાગ રામના હાથની બે આંગળીઓ વચ્ચે આખા બ્રહ્માંડનું દર્શન કરે છે. અને જ્યારે બાળ રામ પોતાની લીલા સંકેલી લે છે ત્યારે પોતાનું મોં ખોલે છે અને પોતાના મોં માં ફરીથી આખા બ્રહ્માંડનુમ દર્શન કાગને કરાવે છે.



સાત લોક અંદર છે અને સાત લોક બહાર છે.

બહારના ૭ લોક
૧ચંદ્ર લોક
૨ બ્રહ્મ લોક
૩ વિષ્ણુ લોક
૪ શિવ લોક
૫ સૂર્ય લોક
૬ સુર લોક - દેવ લોક, ઈન્દ્ર લોક, સ્વર્ગ લોક
૭ પૃથ્વી લોક
અંદરના ૭ લોક - પીંડના લોક
૧ ચંદ્ર લોક - મનનો લોક એ ચંદ્ર લોક છે. જેમ ચંદ્રમાં શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ છે તેમ મનના લોકમાં પણ શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ છે. મન કાળું પણ છે અને સફેદ પણ છે. મન સારું પણ છે અને ખરાબ પણ છે.


ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,

અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.



દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:

મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.



-------------------------------------------------------------------- ગની દહીંવાલા
મન ચંચળ જ હોય, ચંચળ જ હોવું જોઈએ.
મનનું સૌદર્ય એ એની ચંચળતા જ છે.
મન હું છું એવું કૃષ્ણ કહે છે.
મન કૃષ્ણની વિભૂતિ છે.
૨ બ્રહ્મ લોક
બુદ્ધિ લોક એ પીંડનો બ્રહ્મ લોક છે.

વિષ્ણુ લોક - વૈકુંઠ
આપણું ચિત વિષ્ણુ લોક છે.
આપણા ચિતમાં જન્મો જન્મના સંસ્કાર સંગ્રહિત છે.
ગોપી જનોએ તેમના મનને કૃષ્ણમાં કદી લગાવ્યું જ નથી. પણ ચિત સમર્પિત કર્યું છે.


विक्रेतुकाम अखिल गोपकन्या मुरारी पदार्पित चित्तवृत्त्यः ।
दध्योदकं मोहवसादवोचद् गोविंद दामोदर माधवेति ॥

जिनकी चित्तवृत्ति मुरारिके चरणकमलोंमे लगी हुई है, वे सभी गोपकन्याएँ दूध-दही बेचनेकी इच्छासे घरसे चलीं । उनका मन तो मुरारिके पास था; अतः प्रेमवश सुध-बुध भूल जानेके कारण ‘दही लो दही’ इसके स्थानपर जोर-जोरसे ‘गोविन्द ! दामोदर ! माधव ! आदि पुकारने लगीं ॥

Read more about "गोविंद दामोदर स्तोत्र"







શુક્રવાર, ૧૫-૦૪-૨૦૧૬

લક્ષ્મણ સ્વયં ભુવનેશ્વર છે.

लच्छन धाम राम प्रिय सकल जगत आधार।

લક્ષ્મણ સકલ જગતનો આધાર છે અને તેથી લક્ષ્મણ વ્યાપક છે. જગતનો આધાર વ્યાપક જ હોય, સંકીર્ણ હોઈ જ ન શકે.

લાક્ષ્મણ જીવાચાર્ય છે, રામાનુજ છે.

લક્ષ્મણ જીવાચાર્યના નાતે ગુરૂ છે. ગુરૂ સંકીર્ણ ન હોય, વ્યાપક જ હોય.

જે બ્રહ્મને જાણે તે બ્રહ્મ સમાન હોય.

લક્ષ્મણ રામને કે જે બ્રહ્મ છે પુરેપુરા જાણે છે. તેથી લક્ષ્મણ પણ બ્રહ્મ છે.

તત્વ દ્રષ્ટિથી બધા જ જીવ બ્રહ્મ છે.

લક્ષ્મણ અજીત છે. લંકાના રણમેદાનમાં લક્ષ્મણનું મૂર્છિત થવું એ એક લીલા છે.

ભગવાન હારે તો પણ તે પરાજીત નથી.
सो ब्रह्म दत्त प्रचंड सक्ति अनंत उर लागी सही।

पर्‌यो बीर बिकल उठाव दसमुख अतुल बल महिमा रही॥

ब्रह्मांड भवन बिराज जाकें एक सिर जिमि रज कनी।

तेहि चह उठावन मूढ़ रावन जान नहिं त्रिभुअन धनी॥

भावार्थ:-वह ब्रह्मा की दी हुई प्रचण्ड शक्ति लक्ष्मणजी की ठीक छाती में लगी। वीर लक्ष्मणजी व्याकुल होकर गिर पड़े। तब रावण उन्हें उठाने लगा, पर उसके अतुलित बल की महिमा यों ही रह गई, (व्यर्थ हो गई, वह उन्हें उठा न सका)। जिनके एक ही सिर पर ब्रह्मांड रूपी भवन धूल के एक कण के समान विराजता है, उन्हें मूर्ख रावण उठाना चाहता है! वह तीनों भुवनों के स्वामी लक्ष्मणजी को नहीं जानता।

લક્ષ્મણ ત્રિભુવન ધણી છે તેથી ભુવનેશ્વર છે.

શાસ્ત્રોના પાઠ ન સમજાય તો પણ શાસ્ત્રોનું પારાયણ કરો. બધું સમજવાની જરૂર જ નથી.

ગુરૂનો, બુદ્ધ પુરૂષનો સ્વભાવ જાણો, પ્રભાવ નહીં.

ગુરૂના સ્વભાવને ધીરે ધીરે જાણો.

ગુરૂના ઘરના બધા ખૂણા જાણી લેવા જોઈએ.

પંડિત મદન મોહન માલવિયાયે ૯ મંત્ર બતાવ્યા છે.

વિશ્વમાંથી હિંસા મટવી જોઈએ. આજ સુધી હિંસાથી જોઈએ તેવું સારૂ પરિણામ આવ્યું જ નથી.

પરમાત્મા પોતાનો સ્વભાવ કહે પણ ગુરૂ પોતાનો સ્વભાવ ન જણાવે.

તેથી ગુરૂનો સ્વભાવ આપણે જાણવો જોઈએ.

ગુરૂ આશ્રિતની પાત્રતા જોઈ તે પ્રમાણે શિક્ષા આપે.

एक सूल मोहि बिसर न काऊ। 

गुर कर कोमल सील सुभाऊ।।

परन्तु एक शूल मुझे बना रहा। गुरुजी का कोमल, सुशील स्वभाव मुझे कभी नहीं भूलता (अर्थात् मैंने ऐसा कोमल स्वभाव दयालु गुरुका अपमान किया, यह दुःख मुझे सदा बना रहा)।



मैं  जानउँ  निज  नाथ  सुभाऊ।  

अपराधिहु  पर  कोह  न  काऊ॥

भावार्थ:-अपने  स्वामी  का  स्वभाव  मैं  जानता  हूँ।  वे  अपराधी  पर  भी  कभी  क्रोध  नहीं  करते।


શનિવાર, ૧૬-૦૪-૨૦૧૬
આપણા પીંડમાં કટી ભાગ ઉપર ૭ લોક છે અને કટી ભાગની નીચે ૭ લોક છે.

આપણા પીંડમાંકટી ભાગ મહત્વનો ભાગ છે, જે સંયમનું પ્રતીક છે, સૌંદર્યનું પ્રતીક છે, રસનું પ્રતીક છે.

પૃથ્વીની ઉપર ૭ આકાશ છે અને પૃથ્વીની નીચે ૭ પાતાલ છે.

પૃથ્વી કેન્દ્રમાં હોવાથી ઈશ્વર પૃથ્વી ઉપર અવતાર લે છે.

सँग गोतनुधारी भूमि बिचारी परम बिकल भय सोका॥

तब देवता, मुनि और गंधर्व सब मिलकर ब्रह्माजी के लोक (सत्यलोक) को गए। भय और शोक से अत्यन्त व्याकुल बेचारी पृथ्वी भी गो का शरीर धारण किए हुए उनके साथ थी।

પટાકાશ

પટ એટલે વસ્ત્ર

યજ્ઞમાં આહૂતિમાં ચોખા, જવ અને તાલ (કાળા) વપરાય છે તેની પાછળ આધ્યાત્મિક સંકેત છે.

ચોખા સફેદ હોય છે જે સત્વ ગુણનો સંદર્ભ છે.

જવ પીળા રંગના હોય છે જે રજો ગુણ દર્શાવે છે.

કાળા તલ તમો ગુણ દર્શાવે છે.

આમ આપણા આ ત્રણેય ગુણ આહૂત થઈ જાય છે અને તેનિ ભષ્મ બને છે.

જ્યારે યજ્ઞની ભષ્મ પરમ પુરૂષના ભાલે લાગે છે ત્યારે તે વિભૂતિ બની જાય છે અને ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે.

આપણા વસ્ત્ર અને વસ્ત્રનો રંગ આપણી વૃત્તિ તરફ સંકેત કરે છે.

વસ્ત્ર અને શરીરના વચ્ચેના ભાગને પટાકાશ કહેવાય છે.

ઘટાકાશ

પાણિયારાના ઘડામાં જલ ભરેલ હોય અને છતાંય જે ખાલી જગા રહે તે ઘટાકાશ છે.

૩ મઠાકાશ

ઘનાકાશ

નીલાકાશ

શુન્યાવકાશ

ચિદાકાશ

વર્ષા ઋતુમાં ચકવા ન દેખાય તે રીતે રહે છે, નષ્ટ કે સ્થળાંતર નથી કરતા. તેવી જ રીતે કલિયુગ આવે એટલે ધર્મ દેખાતો બંધ થઈ જાય છે.

રામ અને રામ ચરિત માનસમાં સામ્યતા અને વિષમતા

રામ અને રામ ચરિત માનસનો જ્ન્મ દિવસ એક જ છે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ.

બંને નો જન્મ સમય મધ્યાન્હના ૧૨ વાગ્યાનો છે.

બંનેનો જન્મ અયોધ્યામાં થાય છે.

રામ બાળપણમાં ચાર પગે ચાલે છે અને સુંદર લાગે છે. રામ ચરિત માનસ ચોપાઈથી ચાલે છે અને ચોપાઈ પણ સુંદર લાગે છે.

રામ હ્મદય પ્રધાન છે, રામ ચરિત માનસ પણ હ્મદય પ્રધાન છે.

રામમાં કરૂણાનુમ જલ છે, રામ ચરિત માનસમાં પ્રેમનું જલ છે.

રામ સાથે જાનકી ચાલે છે, જાનકી શામ્તિ છે. માનસની સાથે અંતઃકરણની શાંતિ છે.

રામ સાથે લક્ષ્મણ છે, જે જાગૃત પુરૂષ છે. લક્ષ્મણ લક્ષ્મણ રેખા દોરે છે. માનસ આપણને જાગૃત કરે છે તેમજ લક્ષ્મણ રેખા પણ બતાવે છે.

રામ સાથે હનુમાનજી હોય જ. માનસની કથા દરમ્યાન પણ પ્રથમ હનુમાનજીને બિરાજવાની સ્તુતિ કરાય છે. હનુમાનજી સમગ્ર કથા દરમ્યાન હાજર હોય જ.

૧૦
રામ યાત્રા કરે છે, રામ પ્રવાહ છે. માનસ પણ ગતિ કરે છે, પ્રવાહી છે.

૧૧
રામ મહામંત્ર છે. માનસ પણ મહામંત્ર છે.

૧૨
રામ મહાકાવ્ય છે. માનસ પણ મહાકાવ્ય છે.

૧૩
રામનો વર્ણ શ્યામ છે. માનસની ચોપાઈ શ્યામ શાહીથી લખાયેલ છે. અને તેનો સાર અત્યંત ઉજ્જવલ છે.

૧૪
રામ ઉત્તમ શ્લોક છે. માનસ પણ સકલ લોકનું પ્રતિનિધિત્વ કરે છે.

વિષમતા
  • રામની અવતાર લીલા સમાપ્ત થાય છે જ્યારે રામ ચરિત માનસ નિરંતર યાત્રા કરે છે.
  • રામ ત્રેતાયુગમાં પ્રગટ થયા છે. રામ કથા ચારેય યુગમાં ચાલે છે.
  • અયોધ્યામાં રામ પ્રગટ્યા છે જ્યાં સરજુ નદી વહે છે. માનસમાં કવિતા વહે છે જે લોક અને વેદને સ્પર્શે છે.
  • રામની સ્તુતિ વેદ કરે છે. માનસની સ્તુતિ પણ વેદ કરે છે.
  • રામ પાસે માનસ હ્મદય છે. માનસ પાસે રામ છે.
  • રામ ૧૪ વર્ષ પદયાત્રા કરે છે. માનસ કાયમ પદયાત્રા કરે છે.
રવિવાર, ૧૭-૦૪-૨૦૧૬

  • ગૌરી સ્તુતિ
जय जय गिरिबरराज किसोरी। जय महेस मुख चंद चकोरी॥
जय गजबदन षडानन माता। जगत जननि दामिनि दुति गाता॥3॥
भावार्थ:-हे श्रेष्ठ पर्वतों के राजा हिमाचल की पुत्री पार्वती! आपकी जय हो, जय हो, हे महादेवजी के मुख रूपी चन्द्रमा की (ओर टकटकी लगाकर देखने वाली) चकोरी! आपकी जय हो, हे हाथी के मुख वाले गणेशजी और छह मुख वाले स्वामिकार्तिकजी की माता! हे जगज्जननी! हे बिजली की सी कान्तियुक्त शरीर वाली! आपकी जय हो! ॥3॥ 
नहिं तव आदि मध्य अवसाना। अमित प्रभाउ बेदु नहिं जाना॥
भव भव बिभव पराभव कारिनि। बिस्व बिमोहनि स्वबस बिहारिनि॥4॥
भावार्थ:-आपका न आदि है, न मध्य है और न अंत है। आपके असीम प्रभाव को वेद भी नहीं जानते। आप संसार को उत्पन्न, पालन और नाश करने वाली हैं। विश्व को मोहित करने वाली और स्वतंत्र रूप से विहार करने वाली हैं॥4॥ 

  • અત્રિ સ્તુતિ

जय रघुबंस बनज बन भानू। गहन दनुज कुल दहन कृसानू॥
जय सुर बिप्र धेनु हितकारी। जय मद मोह कोह भ्रम हारी॥1॥
भावार्थ:-हे रघुकुल रूपी कमल वन के सूर्य! हे राक्षसों के कुल रूपी घने जंगल को जलाने वाले अग्नि! आपकी जय हो! हे देवता, ब्राह्मण और गो का हित करने वाले! आपकी जय हो। हे मद, मोह, क्रोध और भ्रम के हरने वाले! आपकी जय हो॥1॥ 
नमामि भक्त वत्सलं। कृपालु शील कोमलं॥
भजामि ते पदांबुजं। अकामिनां स्वधामदं॥1॥
भावार्थ:-हे भक्त वत्सल! हे कृपालु! हे कोमल स्वभाव वाले! मैं आपको नमस्कार करता हूँ। निष्काम पुरुषों को अपना परमधाम देने वाले आपके चरण कमलों को मैं भजता हूँ॥1॥ 
निकाम श्याम सुंदरं। भवांबुनाथ मंदरं॥
प्रफुल्ल कंज लोचनं। मदादि दोष मोचनं॥2॥
भावार्थ:-आप नितान्त सुंदर श्याम, संसार (आवागमन) रूपी समुद्र को मथने के लिए मंदराचल रूप, फूले हुए कमल के समान नेत्रों वाले और मद आदि दोषों से छुड़ाने वाले हैं॥2॥ 
प्रलंब बाहु विक्रमं। प्रभोऽप्रमेय वैभवं॥
निषंग चाप सायकं। धरं त्रिलोक नायकं॥3॥
भावार्थ:-हे प्रभो! आपकी लंबी भुजाओं का पराक्रम और आपका ऐश्वर्य अप्रमेय (बुद्धि के परे अथवा असीम) है। आप तरकस और धनुष-बाण धारण करने वाले तीनों लोकों के स्वामी,॥3॥ 
दिनेश वंश मंडनं। महेश चाप खंडनं॥
मुनींद्र संत रंजनं। सुरारि वृंद भंजनं॥4॥
भावार्थ:-सूर्यवंश के भूषण, महादेवजी के धनुष को तोड़ने वाले, मुनिराजों और संतों को आनंद देने वाले तथा देवताओं के शत्रु असुरों के समूह का नाश करने वाले हैं॥4॥ 
मनोज वैरि वंदितं। अजादि देव सेवितं॥
विशुद्ध बोध विग्रहं। समस्त दूषणापहं॥5॥
भावार्थ:-आप कामदेव के शत्रु महादेवजी के द्वारा वंदित, ब्रह्मा आदि देवताओं से सेवित, विशुद्ध ज्ञानमय विग्रह और समस्त दोषों को नष्ट करने वाले हैं॥5॥ 
नमामि इंदिरा पतिं। सुखाकरं सतां गतिं॥
भजे सशक्ति सानुजं। शची पति प्रियानुजं॥6॥
भावार्थ:-हे लक्ष्मीपते! हे सुखों की खान और सत्पुरुषों की एकमात्र गति! मैं आपको नमस्कार करता हूँ! हे शचीपति (इन्द्र) के प्रिय छोटे भाई (वामनजी)! स्वरूपा-शक्ति श्री सीताजी और छोटे भाई लक्ष्मणजी सहित आपको मैं भजता हूँ॥6॥ 
त्वदंघ्रि मूल ये नराः। भजंति हीन मत्सराः॥
पतंति नो भवार्णवे। वितर्क वीचि संकुले॥7॥
भावार्थ:-जो मनुष्य मत्सर (डाह) रहित होकर आपके चरण कमलों का सेवन करते हैं, वे तर्क-वितर्क (अनेक प्रकार के संदेह) रूपी तरंगों से पूर्ण संसार रूपी समुद्र में नहीं गिरते (आवागमन के चक्कर में नहीं पड़ते)॥7॥ 
विविक्त वासिनः सदा। भजंति मुक्तये मुदा॥
निरस्य इंद्रियादिकं। प्रयांतिते गतिं स्वकं॥8॥
भावार्थ:-जो एकान्तवासी पुरुष मुक्ति के लिए, इन्द्रियादि का निग्रह करके (उन्हें विषयों से हटाकर) प्रसन्नतापूर्वक आपको भजते हैं, वे स्वकीय गति को (अपने स्वरूप को) प्राप्त होते हैं॥8॥ 
तमेकमद्भुतं प्रभुं। निरीहमीश्वरं विभुं॥
जगद्गुरुं च शाश्वतं। तुरीयमेव केवलं॥9॥
भावार्थ:-उन (आप) को जो एक (अद्वितीय), अद्भुत (मायिक जगत से विलक्षण), प्रभु (सर्वसमर्थ), इच्छारहित, ईश्वर (सबके स्वामी), व्यापक, जगद्गुरु, सनातन (नित्य), तुरीय (तीनों गुणों से सर्वथा परे) और केवल (अपने स्वरूप में स्थित) हैं॥9॥ 
भजामि भाव वल्लभं। कुयोगिनां सुदुर्लभं॥
स्वभक्त कल्प पादपं। समं सुसेव्यमन्वहं॥10॥
भावार्थ:-(तथा) जो भावप्रिय, कुयोगियों (विषयी पुरुषों) के लिए अत्यन्त दुर्लभ, अपने भक्तों के लिए कल्पवृक्ष (अर्थात्‌ उनकी समस्त कामनाओं को पूर्ण करने वाले), सम (पक्षपातरहित) और सदा सुखपूर्वक सेवन करने योग्य हैं, मैं निरंतर भजता हूँ॥10॥ 
अनूप रूप भूपतिं। नतोऽहमुर्विजा पतिं॥
प्रसीद मे नमामि ते। पदाब्ज भक्ति देहि मे॥11॥
भावार्थ:-हे अनुपम सुंदर! हे पृथ्वीपति! हे जानकीनाथ! मैं आपको प्रणाम करता हूँ। मुझ पर प्रसन्न होइए, मैं आपको नमस्कार करता हूँ। मुझे अपने चरण कमलों की भक्ति दीजिए॥11॥ 
पठंति ये स्तवं इदं। नरादरेण ते पदं॥
व्रजंति नात्र संशयं। त्वदीय भक्ति संयुताः॥12॥
भावार्थ:-जो मनुष्य इस स्तुति को आदरपूर्वक पढ़ते हैं, वे आपकी भक्ति से युक्त होकर आपके परम पद को प्राप्त होते हैं, इसमें संदेह नहीं॥12॥ 

  • રામ રાજ્યાભિષેક
प्रथम तिलक बसिष्ट मुनि कीन्हा। पुनि सब बिप्रन्ह आयसु दीन्हा।।
सुत बिलोकि हरषीं महतारी। बार बार आरती उतारी।।3।।


 ..............................................................ક્રમશઃ

No comments:

Post a Comment