Translate

Search This Blog

Saturday, April 23, 2016

માનસ મહાકાલ

રામ કથા

માનસ મહાકાલ

સિંહસ્થ મહાકુંભ

ઉજ્જૈન

શનિવાર, ૨૩-૦૪-૨૦૧૬ થી રવિવાર, ૦૧-૦૫-૨૦૧૬

મુખ્ય પંક્તિ

निराकारमोंकारमूलं तुरीयं। 
गिरा ग्यान गोतीतमीशं गिरीशं।।
करालं महाकाल कालं कृपालं। 
गुणागार संसारपारं नतोऽहं।।


નિરાકારમોંકારમૂલં તુરીયં  
ગિરા ગ્યાન ગોતીતમીશં ગિરીશં   
કરાલં મહાકાલ કાલં કૃપાલં     
ગુણાગાર સંસારપારં નતોડહં     ॥
શનિવાર, ૨૩-૦૪-૨૦૧૬

एक बार हर मंदिर जपत रहेउँ सिव नाम।
गुर आयउ अभिमान तें उठि नहिं कीन्ह प्रनाम।।
सो दयाल नहिं कहेउ कछु उर न रोष लवलेस।।
अति अघ गुर अपमानता सहि नहिं सके महेस।।

 जानें बिनु न होइ परतीती। 
बिनु परतीति होइ नहिं प्रीति।।

प्रीति बिना नहिं भगति दिढ़ाई। 
जिमि खगपति जल कै चिकनाई।।

मंत्र महामनि बिषय ब्याल के। 
मेटत कठिन कुअंक भाल के॥


अहंकार अति दुखद डमरुआ। 
दंभ कपट मद मान नेहरुआ।।
હનુમાનજી સકલ ગુણ ધામ છે.
હનુમાનજીના ૯ ગુણ નીચે પ્રમાણે છે.
૧ અભય ( અભય અને નિર્ભયમાં ફેર છે)
૨ અજરતા
૩ અમરત્વ
૪ અખંડ વિશ્વાસ
૫ વૈરાગ્ય
૬ અસંગતા
૭ અનાસક્તિ
૮ પ્રેમ
૯ કરૂણા

બુધવાર, ૨૭-૦૪-૨૦૧૬
રુદ્રાષ્ટક એ અષ્ટક કેમ છે?
૧ ભગવાન શિવ અષ્ટમૂર્તિ છે તેથી અષ્ટક છે.
૨ કાગ ભૂષંડીથી ૮ અપરાધ થઈ ગયા છે જેની મુક્તિ માટે  અષ્ટક રચાયું છે. કેટલીક ાસુરી સંપદા કાગ ભૂષંડીમાં આવી ગઈ છે.
૩ ભગવાન શિવ શ્રાપ આપતી વખતે કાગને ૮ પ્રકારનાં સંબોધન કરે છે. જેના કારને અષ્ટક છે.
રુદ્રાષ્ટકમ્‌માં ૧૨ જ્યોતિર્લીંગનો સંકેત છે, ૧૨ જ્યોતિર્લીંગ સમાવિષ્ઠ છે.

Courtesy 


સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ !
ઉજ્જચિન્યાં મહાકાલમોંકારમમલેશ્વમ્  ||१||
પરલ્યાં વૈધનાથં ચ ડાકિન્યાં ભીમશંકરમ્ |
સેતુબન્ધે તુ રામેશં નાગેશં દારુકાવને ||२||
વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યમ્બકં ગૌતમીતટે |
હિમાલયે તુ કેદારં ધુશ્મેશં ચ શિવાલયે  ||३||
એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાત: પઠેન્નર: |
સપ્તજ્ન્મકૃતં  પાપં સ્મરણેન વિનશ્યતિ ||४|
(૧) સોમનાથ
(૨) મલ્લિકાર્જુન
(૩) મહાકાલેશ્વર
(૪) ઓમકારેશ્વર
(૫) કેદારનાથ
(૬) ભીમાશંકર
(૭) કાશી વિશ્વનાથ
(૮) ત્ર્યંબકેશ્વર
(૯) વ્‍યૈધનાથ
(૧૦) નાગેશ્વર
(૧૧) રામેશ્વરમ

(૧૨) ધૃષ્‍મેશ્વર

ઇશાન એ કેદાર નો સંકેત કરે છે.
ભાલબાલેન્દુ એ સોમનાથનો સંકેત છે.
નિર્વાણ્ રૂપ એ બનારસના વિશ્વનાથનો સંકેત છે.
શિવશંકર એ ભીમાશંકર તેમજ નાગેશ્વરનો સંકેત છે.

જો રૂદ્રાષ્ટકમ્‌ આપણી ઝોળીમાં હોય તો બારેય જ્યોતિર્લીગ આપણી ઝોળીમાં છે.

सर्वभूताधिवासम् એ નેપાળના પશુપતિનાથનો સંકેત કરે છે.

રૂદ્રાષ્ટકમ્‌ ચિદાકાશમાંથી આકાશવાણી રુપે આવે છે.

રૂદ્રાષ્ટકમ્‌ નો પાઠ કૃષ્ણ ભક્તિ વધારે અલ્હાદિનિ ઊર્જા શક્તિ વધારે. રૂદ્રાષ્ટકમ્‌ શુદ્ધ છે અને સિદ્ધ પણ છે.

રુદ્રાષ્ટકમ્‌  એ છે કે એ સમૂહગાન છે. આ રૂદ્રાષ્ટક આઠ લોકોએ ગાયુ છે.

રૂદ્રાષ્ટકનો પ્રથમ મૂળ ગાયક બુદ્ધપુરૂષ ગુરૂ છે. વૈદિક બ્રાહ્મણ-વેદગુરૂ એના પ્રથમ ગાયક છે જેમણે રૂદ્રાષ્ટકનું મુખડું પ્રથમ પંકિત, પ્રથમ બંધ ગાયો છે.

પ્રથમ બંધ
नमामीशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् |
निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेङहम् ||||

બીજો બંધ ગંગાજી, ભગવતી ભાગિરથી ગંગ સ્વરે ગાય છે.

निराकारमोंकारमूलं तुरीयं गिराज्ञानगोतीतमीशं गिरीशम् |
करालं महाकालकालं कृपालं गुणागारसंसारपारं नतोङहम् ||||

પાર્વતી-મા દુર્ગા - ગાય છે જે રૂદ્રાષ્ટકમ્‌નો ત્રીજો બંધ ગાય છે.
ત્રીજો બંધ
तुषाराद्रिसंकाशगौरं गभीरं मनोभूतकोटि प्रभाश्रीशरीरम् |

स्फुरन्मौलिकल्लोलिनी चारुगंगा लसदभालबालेन्दुकण्ठे भुजंगा ||||

ગાયક નંદી-નંદીકેશ્વર ચોથો બંધ ગાય છે.
સરસ્વતી મા પાંચમો બંધ ગાય છે.
કાર્તિકેય મયુર નૃત્ય કરતા - કરતા છઠ્ઠો બંધ ગાય છે.
ગણેશજી ગજાનન મૃદંગ લઈને સાતમો બંધ ગાય છે.



આઠમાં ગાયક ખુદ કાગભૂષંડીજી છે. જો કે એ ગાતા નથી પણ રડે છે.

ગુરૂવાર, ૨૮-૦૪-૨૦૧૬

રામ ચરિત માનસમાં ૨૫ પ્રકારના કાળનું વર્ણન છે.

કાળ, મહાકાળ, કાળના કાળ એ બધા પરમાત્મા વાચક શબ્દો છે.

રામ પણ મહાકાળ છે, કાળના પણ કાળ છે, ઈશ્વર છે.

કૃષ્ણ પણ મહાકાળ છે, કાળના પણ કાળ છે, ઈશ્વર છે.

રામ સત્ય છે, સનાતન છે.

વ્યાસપીઠ એ ફક્ત હિન્દુસ્તાનમાંજ છે. ..... જય વસાવડા

આમ વ્યાસપીઠ એ વિશ્વને ભારતવર્ષની દેન છે.

તુલસીદાસે માનસમાં પલંગપીઠનો ઉલ્લેખ કર્યો છે.

વ્યાસપીઠ એટલે વિશાળતા, બધાનો સ્વીકાર, ઉદારતા. વ્યાસપીઠ એ સમાસ પીઠ છે, પ્રવાસ પીઠ છે, મોરારી બાપુનો શ્વાસ છે.

રામ સત્ય છે. રામ પ્રેમ પણ છે.

કૃષ્ણ પ્રેમ છે. કૃષ્ણ સત્ય પણ, કરૂણા પણ છે.

મહાદેવ કરૂણા છે તેમજ સત્ય અને પ્રેમ પણ છે.

આમ સત્ય, પ્રેમ અને કરૂણા પણ મૃત્યુ છે.

સત્ય મૃત્યુનો પર્યાય છે.

ગાંધીજીમાં સત્ય હતું, મ્રુત્યુ થયું.

સુક્રાતમાં સત્ય હતું, મૃત્યુ થયું.

આવા સત્ય રૂપી મૃત્યુ અનંત જીવનથી, અનેક જીવનથી બહેતર છે.

ગુરૂ તેના આશ્રિતને યાદ કરે અને બોલાવે તો તે આશ્રિતનું અહોભાગ્ય છે.

એક ગુરૂમાં હજારો મા હજારો પિતા સમાવિષ્ઠ છે.

જેને ગુરૂ મળી જાય તેના માતાપિતા કદી મરતા નથી. ગુરૂ કદી મરે નહીં.

સમર્પિત સાધકના ગુરૂ કદી મરતા નથી.

જે મરે તેને ગુરૂ કહેવાય જ નહીં.

માનસમાં જ્યારે જ્યારે "એકબાર" શબ્દ આવ્યો છે ત્યારે ત્યારે વિશિષ્ટ ઘટના બની છે.

તવ કથામૃતં તપ્તજીવન કવિભિરીડિતં કલ્મષાપહમ્ l
શ્રવણમઙગલં શ્રીમદાતતં ભૂવિ ગ્રણન્તિ તે ભૂરિદા જનાઃ ll
કૃષ્ણ પ્રેમ છે, કૃષ્ણ મૃત્યુ છે, પ્રેમ મૃત્યુ છે.

મૃત્યુ એ એક સુંદર રમણીય સ્ત્રી છે. એવું મહાભારતનું કથન છે.

અને બધાની એવી ઈચ્છા હોવી જોઈએ કે આ સુંદર રમણીય સ્ત્રી આપણને માળા પહેરાવે.

મીરાએ પ્રેમ કર્યો, ઝેર મળ્યું.

અહીં અલૌકિક પ્રેમની ચર્ચા છે.

સાંસારિક પ્રેમ એ પ્રેમ છે જ નહીં, એક મોટો વહેમ છે.



પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે…. ટેક
મૈં તો મેરે નારાયણ કી,
આપ હી હો ગઇ દાસી રે…. પગ….
લોગ કહે મીરાં ભયી બાંવરી,
ન્યાત કહે કુલ નાસી રે…. પગ….
વિષ કા પ્યાલા રાણાજીને ભેજ્યા,
પીવત મીરાં હાંસી રે…. પગ….
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
જન્મો જન્મ કી દાસી રે
સહજ મિલે અવિનાશી રે…. પગ….

કરૂણા મૃત્યુ છે. ગુરૂની કરૂણા આપણને મારી નાખે છે. ગુરૂ એટલી બધી કરૂણા કરે છે કે આપણે તેને સહી નથી શકતા.

કાળ પરમાત્માનો પર્યાય છે.

શાસ્ત્ર અને ગુરૂ શ્રદ્ધાનો નિયમ છે કે પરમાત્માની પૂજા કરતા સમયે જો પોતાનો ગુરૂ આવી જાય તો બધી પૂજાની સામગ્રી ગુરૂને અર્પણ કરી દો, પરમાત્માની પૂજા છોડી ગુરૂની પૂજા કરો.

રુદ્રાષ્ટક જે અષ્ટક છે તેનાં આઠ કારણ છે.

૧ શિવ અષ્ટ મૂર્તિ છે.
૨ ભૂષંડી આઠ અપરાધ કરે છે અને તેના આ આઠ અપરાધના નિવારણ માટે રુદ્રાષ્ટકની રચના થઈ છે.
૩ પાશ આઠ છે અને આ આઠ પાશની મુક્તિ માટે આ અષ્ટક રચાયું છે.
૪ ભગવાન શિવ ભૂષંડીને આઠ સંબોધન કરે છે તેથી આ અષ્ટક રચાયું છે.
૫ રૂદ્રાષ્ટકમાં પતંજલિનો અષ્ટાંગ યોગ સ્માવિશ્ઠ છે.
૬ મૃત્યુની છાયા ૮ છે, માટે અષ્ટક રચાયું.
૭ કાળની છાયા ૮ છે માટે અષ્ટક રચાયું.
૮ મહાકાળના મંદિરમાં આ ઘટના ભગવાન શિવની આઠમા પહોરની પૂજા દરમ્યાન ઘટે છે માટે અષ્ટક રચાયું.

કાળની ૮ છાયા નીચે પ્રમાણે છે.

૧ મૃત્યુ એ ધ્રુવ છે.
૨ અપમૃત્યુ
૩ કોઈની હત્યા થવાથી થતું મૃત્યુ
૪ આત્મહત્યાના કારણે થતું મૃત્યુ
૫ મર્યાદા બહારના ભયના કારણે થતું મૃત્યુ
૬ કોઈના ખેલેખેલમાં મૃત્યુ, દા. ત. આતંકવાદ
૭ વ્યાધિ, મહામારી, મજાક દ્વારા થતું મૃત્યુ
૮ પાકૃતિક ઘટના દરમ્યાન થતું મૃત્યુ, દા. ત. સુનામિ, ધરતીકંપ વગેરે

 રૂદ્રાષ્ટકમાં ભગવાન શિવનું આઠ વાર સંબોધન થાય છે.
પુરારિ
कलातीत कल्याण कल्पान्तकारी। सदा सज्जनानन्ददाता पुरारी।।


મન્મથારી
चिदानंद संदोह मोहापहारी। प्रसीद पसीद प्रभो मन्मथारी।6।।
ઉમાનાથ - ભવાનિપતિ

त्रयः शूल निर्मूलनं शूलषाणिं। भजेऽहं भवानीपतिं भावगम्यं।।5।।
न यावद् उमानाथ पादारविन्द। भजंतीह लोके परे वा नराणां।।
શંકર
मृगाधीशचरमाम्बरं मुण्डमालं। प्रियं शंकरं सर्वनाथं भजामि।।4।।
૫ શિવ

૬ શંભુ જે ત્રણ વાર આવે છે.
नमामीशमीशान निर्वाणरूपं। विभुं व्यापकं ब्रह्म वेदस्वरुपं।।
निजं निर्गुणं निर्विकल्पं निरीहं। चिदाकाशमाकाशवासं भजेऽहं।।1।।
निराकारमोंकारमूलं तुरीयं। गिरा ग्यान गोतीतमीशं गिरीशं।।
करालं महाकाल कालं कृपालं। गुणागार संसारपारं नतोऽहं।।2।।
तुषाराद्रि संकाश गौरं गमीरं। मनोभूत कोटि प्रभा श्री शरीरं।।
स्फुरन्मौलि कल्लोलिनी चारु गंगा। तसद्भालबालेन्दु कंठे भुजंगा।।3।।
चलत्कुंलं भ्रू सुनेत्रं विशालं। प्रसन्नानं नीलकंठं दयालं।।
मृगाधीशचरमाम्बरं मुण्डमालं। प्रियं शंकरं सर्वनाथं भजामि।।4।।
प्रचंडं प्रकृष्टं प्रगल्भं परेशं। अखंडं अजं भानुकोटिप्रकाशं।।
त्रयः शूल निर्मूलनं शूलषाणिं। भजेऽहं भवानीपतिं भावगम्यं।।5।।
कलातीत कल्याण कल्पान्तकारी। सदा सज्जनानन्ददाता पुरारी।।
चिदानंद संदोह मोहापहारी। प्रसीद पसीद प्रभो मन्मथारी।।6।।
न यावद् उमानाथ पादारविन्द। भजंतीह लोके परे वा नराणां।।
न तावत्सुखं शान्ति सन्तापनाशं। प्रसीद प्रभो सर्वभूताधिवासं।।7।।
न जानामि योगं जपं नैव पूजां। नतोऽहं सदा सर्वदा शंभु तुभ्यं।।
जरा जन्म दुःखौघ तातप्यमानं। प्रभो पाहि आपन्नमामीश शंभो।।8।।
रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषये।।
ये पठन्ति नरा भक्त्या तेषां शम्भुः प्रसीदति।।9।।


આ અષ્ટક કૃષ્ણાષ્ટમીના રોજ રચાયું છે. અને આ ઘટના ભગવાનની આઠમા પહોરની પૂજા સમયે બને છે.

આ અષ્ટક ગવાયું તે દિવસ આ સાધુ પુરૂષનો જન્મ દિવસ હતો. આ બુદ્ધ પુરૂષનો પ્રાગટ્ય દિવસ હતો.
મહોબત વચન આપે જ્યારે મજબુરી વચન માગે.

દશરથ રાજા મહોબતના કારણે કૈકેયીને વચન આપે છે જ્યારે કુસંગના કારણે કૈકેયી મજબુરીમાં વચન માગે છે.

ગુરૂ પ્રત્યે ૫ નિષ્ઠા હોવી જોઇએ.
૧ ગુરૂ વચનમાં નિષ્ઠા
૨ ગુરૂ પ્રત્યે નિષ્ઠા
૩ ગુરૂ પરંપરામાં નિષ્ઠા
૪ ગુરૂ મંત્રમાં નિષ્ઠા
૫ ગુરૂ પદમાં નિષ્ઠા

શુક્રવાર, ૨૯-૦૪-૨૦૧૬
तजउँ न तन निज इच्छा मरना। 

तन बिनु बेद भजन नहिं बरना।।

मेरा मरण अपनी इच्छा पर है, परन्तु फिर भी मैं यह शरीर नहीं छोड़ता; क्योंकि वेदोंने वर्णन किया है कि शरीरके बिना भजन नहीं होता। 

કાગ ભૂષંડી મૃત્યુજયમાં આવવા નથી માગતા, માત્ર પોતાની ઈચ્છા મૃત્યુમાં જ રહેવાનું પસંદ કરે છે. કારણ કે આ શરીર વિના ભજન થઈ શકે તેમ નથી.

મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા

કાગ ભૂષંડી આ ઘટના પછી ઉજ્જૈન કદી નથી આવતા. 

પણ ભગવાન શિવને કાગ ભૂષંડીને મળવા માટે તિવ્ર ઈચ્છા હોવાથી આ ત્રિભુવન ગુરૂ હંસ બની કૌઆ પાસે કથા શ્રવણ કરવા નિલગિરિ પર્વત ઉપર જાય છે. આ એક અદ્‌ભૂત ઘટના છે, અદ્‌ભૂત ક્રાંતિ છે.


उत्तर दिसि सुंदर गिरि नीला। 

तहँ रह काकभुसुंडि सुसीला।।

આશ્રિતની જવાબદારી બહું છે, અને આ જવાબદારી નિભવવી કઠિન છે.

સ્પર્ધા અને દ્વૈષના કારણે પ્રજ્ઞા ચિરી બહું થાય છે.

સંન્યાસીની આંખ ક્યારેય ચકિત ન થાય.

સંન્યાસ એ તો દીપાવાલીનું ઉત્ત્મ અજવાળું છે.

જંગલમેં જોગી બસતા હૈ

એટલા નાના રહો કે તેનાથી વધારે નાના થવાય જ નહીં.  ........... ટોલ્સ્ટોય

ગુરૂના ૧૦ અપરાધથી બચવું.

જેનું અંતઃકરણ જેટલું પવિત્ર હોય તેટલા તેને આગામી ઘટનાઓ બનવાના સંકેત મળવા લાગે, સંકેત આવે.

કાગ અભિમાનના કારણે તેના ગુરૂ આવે છે ત્યારે ઊઠતા નથી. 


ગુરૂના ૧૦ અપરાધથી બચવું, જે નીચે પ્રમાણે છે.


ગુરૂ સાથે અદ્વૈત સમ્બંધ રાખવો ગુરૂ અપરાધ છે.
ગુરૂ સાથે ગુરૂ શિષ્ય, બાપ પુત્ર એવો દ્વૈત સંબંધ રાખવો.
ગુરૂ સાથે અદ્વૈત સંબંધની મનાઈ છે.
જો કે આદિ શંકર ભગવાન તેમની અવસ્થાએ અદ્વૈત સંબંધ રાખી શકે અને કહી શકે કે 


ગુરૂ પ્રત્યે દ્વૈષ, સ્પર્ધા ગુરૂ દ્રોહ છે, અપરાધ છે.


ગુરૂમાં મનુષ્ય બુદ્ધિ છે તેવો વિચાર ગુરૂ અપરાધ છે. ગુરૂમાં મનુષ્યપણું જોવું અપરાધ છે, આપણે ગુરૂને ઈશ્વર સમજવો જોઈએ.


ગુરૂ મંત્ર છોડી દેવો ગુરૂ અપરાધ છે.
મંત્ર, મૂર્તિ અને માળા બદલવી જોઈએ નહીં. ..... પૂ ડૉગરે બાપા


ગુરૂ ગ્રંથ ન છોડવો. ગુરૂ ગ્રંથ છોડવો અપરાધ છે.


ગુરૂ ગાદીની કામના નથી રાખતા પણ ગોદની કામના રાખે છે.


ગુરૂ એ સાધ્ય છે, સાધન નથી. ગુરૂને સાધ્યને બદલે સાધાન બનાવવા અપરાધ છે.

૮ 
ગુરૂ પદની ઉપેક્ષા અપરાધ છે.
ગુરૂ અતિ કૃપાલુ છે.
ગુરૂ પદ એટલે ગુરૂ વચન, ગુરૂએ રચેલ પદ, કવિતા, ભજન. આ બધાનો ખોટો અર્થ કરવો, તેનો વિરોધ કરવો ગુરૂ અપરાધ છે.


ગુરૂને સોના, ચાંદીથી તોલવા એ અપરાધ છે. રજત તુલા અપરાધ છે. ગુરૂની ભૌતિક વસ્તુઓથી તુલના કરવી અપરાધ છે. ગુરૂની જ્ઞાન વૈરાગ્યથી તુલના થાય.

૧૦ 
ગુરૂને અંધારામાં રાખી જુઠું બોલવું ગુરૂ અપરાધ છે.

કાગનો અપરાધ વિષ પિનાર શંકર સહી ન શક્યા અને વિચલીત થયા પણ કાગના ગુરૂ સહેજ પણ વિચલીત નથી થતા.

પરા અંબા અષ્ટભૂજા છે તેથી અષ્ટાકની રચના થઇ છે.


ક્થાકથીત ગુરૂથી થતા ૧૦ અપરાધ પણ છે, તેનાથી પણ બચવું જોઈએ.


કથાકથિત ગુરૂ શિષ્યનુમ ધન હરે અને શિષ્યનો શોક ન હરે તે શિષ્ય અપરાધ છે.
हरइ सिष्य धन सोक न हरई। 
सो गुर घोर नरक महुँ परई।।
जो गुरु शिष्य का धन हरण करता है, पर शोक नहीं हरण करता, वह घोर नरक में पड़ता है। 


શિષ્ય અને શિષ્યના પરિવારનું શોષણ શિષ્ય અપરાધ છે.
ગુરૂ પોષણ કરે, શોષણ ન કરે.


ગુરૂ દ્વારા શિષ્યને અશુદ્ધ મત્રનું દાન શિષ્ય અપરાધ છે.


ગુરૂ દ્વારા શિષ્યને વારંવાર ખોટાં પ્રલોભન આપવાં અને ભય બતાવવો એ શિષ્ય અપરાધ છે.


કંઈક મેળવવા માટે શિષ્યની ખોટી પ્રસંશા કરવી એ શિષ્ય અપરાધ છે.
ઈશ્વર ગુરૂ પાસે ભીખ માગે છે. અને ઈશ્વર જેની પાસે ભીખ માગે તેવો ગુરૂ બીજાની પ્રસંશા કંઈક મેળવવા માટે કરે તે યોગ્ય નથી. આવો ગુરૂ બીજાની દાઢીમાં હાથ નાખે તે યોગ્ય નથી.


રામ સેતુ ના બદલે રામસે તુ 

શિષ્યની પાત્રતા જોયા વિના તેની સામે શાસ્ત્ર ખોલવાં એ શિષ્ય અપરાધ છે.


શિષ્ય અપરાધ કરે અને તેનો બદલો લેવા ગુરૂ તૈયાર થાય તે શિષ્ય અપરાધ છે.


શિષ્યની  સામે ખોટા પરચા, ખોટા ચમત્કાર બતાવવા શિષ્ય અપરાધ છે.
ખોટાં નેટવર્ક ઊભાં કરવાં એ અપરાધ છે.


ઘણી વખત ગુરૂ તેના શિષ્યને ખોટી ખોટી પદવી આપે છે. આવી પદવી આપવી અપરાધ છે.
સેવક શિરોમણિ, સેવક શ્રી, સેવક રત્ન આવી પદ આપવી એ અપરાધ છે.

૧૦
બ્રહ્મ બતાવવા માટે ભ્રમ પેદા કરવો એ શિષ્ય અપરાધ છે.

ખાંપણ સરખો ખેસ કબીરા
લોક કહે દરવેશ કબીરા
લીરેલીરા જીવતર ઓઢી
છોડી ચાલો દેશ કબીરા
હાથ અને રેખાઓ વચ્ચે
કરમે કાળામેંશ કબીરા
સાંઈ મારગ સાવ જ સીધો
શેની વાગી ઠેશ કબીરા
સીમ ભલેને આળસ મરડે
ભીંજાવું ના લેશ કબીરા
– માવજી મહેશ્વરી
Read at source link.

પોતાના ઈષ્ટદેવને મંદિરમાં સિમિત ન સમજો. તે તો વ્યાપક છે.

ભગવાન શિવ કાગને જે સમ્બોધન કરે છે તે નીચે પ્રમાણે છે.

૧ હે હતભાગી
મોટાને જે પ્રણામ ન કરે તેનાં ભાગ્ય ફૂટી જાય છે.

૨ અજ્ઞાની
૩ અભિમાની

ઈશ્વર કોપાયમાન થાય તો ગુરૂ બચાવે.

मन संतोष सुनत कपि बानी। 

भगति प्रताप तेज बल सानी॥

भक्ति, प्रताप, तेज और बल से सनी हुई हनुमान्‌जी की वाणी सुनकर सीताजी के मन में संतोष हुआ।

વેદ રૂપી ગાયના ૪ આંચળ છે. આ ગાય કદી વસુકતી નથી.
ગુરૂ કૃપાથી પ્રતાપી વાણી આવે.
વાણીમાં તેજ તપથી આવે.
મૌન એ વાણીની તપસ્યા છે.
વાણીમાં વિશ્વાસથી બળ આવે.

........................                          ક્રમશઃ

No comments:

Post a Comment