आरती श्री रामायण जी की........।।
૨
રવિવાર, ૦૨-૧૦-૨૦૧૬
પ્રણામ બધાને કરો પણ સમર્પણ ફક્ત એક ને જ કરો. શરણાગતી તો એકની જ થાય.
સત્ય એ જ પરમેશ્વર ...... ગાંધીજી
સત્ય પૂર્ણ જીવનનું નામ રામ છે.
પ્રેમ પૂર્ણ જીવનનું નામ ચરિત છે.
કરૂણા પૂર્ણ જીવનનું નામ માનસ છે.
રામ ચરિત માનસ જ સત્ય, પ્રેમ અને કરૂણા છે, સત્ય્, પ્રેમ અને કરૂણાનો પર્યાય રામ ચરિત માનસ છે, સત્ય, પ્રેમ કરૂણાનો સગોત્રી શબ્દ રામ ચરિત માનસ છે.
પ્રેમ વચનાત્મક ન હોય પણ રચનાત્મક હોય.
પ્રેમની વ્યાખ્યા ન કરાય.
મા ભવાની જગતની માતા છે.
આખું જગત ૫ તત્વોનું બનેલું છે - પૃથ્વી, જલ, આકાશ, વાયુ અને તેજ. અને આ પાંચેય તત્વોની મા ભવાની છે.
રામ એ અનેક દુર્ગાઓનું સમન્વિત રૂપ છે.
રામ, કૃષ્ણ, નારાયણ મા છે.
પરમ તત્વમાં કોઈ જાતિ ભેદ (નર કે નારી) નથી.
પૃથ્વી સૂર્યમાંથી ઉત્મન્ન થયેલ છે, તે જ રીતે જલ, આકાશ, વાયુ અને તેજની માતા ભવાની છે.
जय जय गिरिबरराज किसोरी।
जय महेस मुख चंद चकोरी॥
जय गजबदन षडानन माता।
जगत जननि दामिनि दुति गाता॥3॥
नहिं तव आदि मध्य अवसाना।
अमित प्रभाउ बेदु नहिं जाना॥
भव भव बिभव पराभव कारिनि।
बिस्व बिमोहनि स्वबस बिहारिनि॥4॥
સાચો પુરૂષાર્થ અને વિવેક ભાઈ છે. (કાર્તિકેય અને ગણેશ)
વિવેક વિનાનો પુરૂષાર્થ સારું પરિણામ ન લાવે.
મા સર્વજ્ઞ છે.
જ્ઞાન એટલે જાણવું.
મન ચંચળ છે એટલે માનવી ઉપર ભરોંસો કરાય પણ મન ઉપર ન કરાય. મનનું બહું ધ્યાન રાખવું પડે.
સર્વજ્ઞમામ ૫ પડાવ છે.
સર્વજ્ઞ એટલે બધું જાણવું.
સર્વજ્ઞ ન બનો પણ સ્વજ્ઞ બનો, પોતાને જાણો.