ગાય એ રાષ્ટ્રનો શણગાર પણ છે અને રાષ્ટ્રની સુરક્ષા પણ છે
‘માનસ’કાર કહે છે, સાત્ત્વિક શ્રદ્ધા ગાય છે. એ ગાય હૃદયરૂપી ગૌશાળામાં રહે છે. શ્રદ્ધાની ગૌશાળા માનવીનું હૃદય છે, બુદ્ધિ નથી, ખોપરી નથી. તો શ્રદ્ધા આપણી ગાય છે.
સંકલન : નીતિન વડગામા
Read full article at Sunday Bhaskar.
- ઘરમાં એક ગાય વસી જાય તાે બધા દેવતાઓ વસી જાય, બધા ઋષિ-મુનિ વસી જાય, બધી ઔષધિઓ વસી જાય, બધા મંત્ર એના ઘરમાં ચક્કર લગાવે!
- ‘રામકથા કલી કામદ ગાયા.’ સુરધેનુ કે કામધેનુ, જેનો નિવાસ સ્વર્ગમાં છે અે એક શ્રદ્ધાજગતની ગાય છે.
- ગાય સર્વધર્મ સમન્વયનું જીવંત પ્રમાણ છે.
- ગાય આપણો આત્મા છે. આત્મા હાેવાને નાતે ગાય પ્રિય હોવી જોઈએ.
- ગાય વિશ્વનાે આત્મા છે. ગાય લોકો માટે છે, લોકો દ્વારા પૂજિત છે, સેવિત છે. ગાય દ્વારા રાષ્ટ્ર સમૃદ્ધ છે.
- ગાય સર્વ ધર્મમયી છે. ગાય સર્વ દેવમયી છે. ગાય સર્વ ઔષધમયી છે. ગાય સર્વ વિદ્યામયી છે. પંચગવ્યમાં કેટલું બધું બળ છે! ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું ઘી, ગૌમૂત્ર અને ગોબર પંચગવ્ય છે.
- દરેક ગામમાં એક ગૌશાળા, એક ધર્મશાળા, એક વ્યાયામશાળા હોવી જોઈએ. દરેક ગામમાં એક પાઠશાળા હોવી જોઈએ અને ભોજનશાળા હોવી જોઈએ. ગામમાં આ પાંચ લક્ષણ છે.
- ગાય આપણો શણગાર પણ છે અને સુરક્ષા પણ છે. ગાય એ રાષ્ટ્રનો શણગાર પણ છે અને રાષ્ટ્રની સુરક્ષા પણ છે. શૃંગનો અર્થ છે ઊંચામાં ઊંચી વસ્તુ.
- બધા સંપન્ન પરિવારે ગાયને આજીવન દત્તક લેવી જોઈએ.
- સુરધેનુનાં કેટલાંક લક્ષણો છે. એને દોહવી નથી પડતી. એ આપોઆપ જ દૂધ દે છે. રામકથા સુરધેનુ છે.
- ગુરુકૃપાથી આપોઆપ જ અધિકારી પાત્ર પાસે એ દૂધ દેવા લાગે છે.
- શરત એક જ છે કે, ભરોસાનું પાત્ર લઈને કોઈ સાધકે આવવું જોઈએ.
- રામકથાનું પણ કોઈ પ્રતિબિંબ નથી, જે છે એ બિંબ જ છે. પ્રતિબિંબ ભ્રમ પેદા કરે છે. જે તત્ત્વત: છે જ નહીં, એ પ્રતિબિંબને કોઈ પકડી નથી શકતું, કોઈ મારી નથી શકતું, કોઈ કાપી નથી શકતું.
- સુરધેનુ વિશિષ્ટ ચારો ખાય છે એ સુરધેનુનું ત્રીજું લક્ષણ છે. એ વિશિષ્ટ ખેતરમાં વિશિષ્ટ ચારો ખાય છે, આમ–તેમ બીજાનાં ખેતરોમાં મોઢું નથી નાખતી! આક્રમણ નથી કરતી. રામકથારૂપી સુરધેનુ પણ બીજાનાં ખેતરમાં મોઢું નથી નાખતી. એ કેવળ ઋષિમુનિઓ કે સાધુસંતોના ખેતરમાં જ ઘૂમ્યા કરે છે. કોઈ પદપ્રતિષ્ઠિત હોય કે કોઈ પ્રતિષ્ઠાવાન હોય એના ખેતરમાં રામકથા મોઢું નથી નાખતી!
- સુરધેનુનું આગળનું એક લક્ષણ છે કે એ ક્યારેય વસૂકતી નથી.
- ‘રામચરિત માનસ’રૂપી સુરધેનુ ક્યારેય બીમાર નથી થતી. એ રોગિષ્ઠ નથી થતી.
- ‘માનસ’ના વર્ણન મુજબ એ ગાય તમામ માનસિક રોગોનો ઉપચાર છે. ‘રામચરિત માનસ’નું અંતિમ પ્રકરણ, ખગરાજ ગરુડનો અંતિમ પ્રશ્ન, અને એ રોગનો ઉપચાર ‘રામચરિત માનસ’રૂપી સુરધેનુએ કર્યો છે અને એ બિલકુલ આયુર્વેદિક શાસ્ત્ર પ્રમાણે છે. બિલકુલ આરોગ્યપ્રદ છે. ગૌની સેવા આપણા માટે સુરધેનુ બની શકે છે. ‘સેવા’ શબ્દ ‘પૂજા’થી પણ ઊંચો છે.
- ‘માનસ’રૂપી સુરધેનુ માનસિક રોગોનો ઇલાજ કરે છે તેમજ ગોબર અને ગોમૂત્ર આયુર્વેદ મુજબ ઔષધિઓનું કેન્દ્રબિંદુ બને છે,
- ‘રામચરિત માનસ’માં શ્રદ્ધાને ગાય કહી છે. આ પંચગવ્યની પૂર્તિ પણ ‘માનસ’રૂપી કલિ કામદ ગાય પૂરી કરે છે.
સાત્ત્વિક શ્રદ્ધા ધેનુ સુહાઈ.
જૌં હરિકૃપા હૃદય બસ આઈ.
‘માનસ’કાર કહે છે, સાત્ત્વિક શ્રદ્ધા ગાય છે. એ ગાય હૃદયરૂપી ગૌશાળામાં રહે છે. શ્રદ્ધાની ગૌશાળા માનવીનું હૃદય છે, બુદ્ધિ નથી, ખોપરી નથી. તો શ્રદ્ધા આપણી ગાય છે.
સંકલન : નીતિન વડગામા
Read full article at Sunday Bhaskar.
No comments:
Post a Comment