સમયસર જાગે એ શિષ્ય છે, જગાડી દે એ સદ્દગુરુ છે
સંકલન : નીતિન વડગામા
Read full article at Sunday Bhaskar.
- તમારી કોઈ સાધના, તમારું ભજન, તમારું સ્મરણ કે તમારી કોઈ પણ વિદ્યાને જોઈને જ્યારે કોઈ સદ્દગુરુના મુખ પર મુસ્કુરાહટ આવી જાય અને એમનો હાથ ઉપર ઊઠી જાય તો સમજવું કે તમારી કલાને કોઈની નજર ન લાગી જાય એટલા માટે એ તમારી નજર ઉતારી રહ્યા છે.
- રામકથા કેવળ બૌદ્ધિક સ્તરે નથી સાંભળીશ શકાતી, હાર્દિક સ્તરે સાંભળવી પડે છે. જ્યાં સુધી તમે એને સદ્દગુરુ નહીં સમજો ત્યાં સુધી રસ નહીં પામી શકો. એ સદ્દગુરુ છે. એને પુસ્તક માનો તો પણ એમાં રામ છે, પરંતુ એને ચેતન સમજો. એ ગ્રંથ તમારી સામે રહસ્ય ખોલશે. એ ચેતનાથી સભર શાસ્ત્ર છે. સાક્ષાત્ ગુરુ છે.‘રામચિરત માનસ’ ચૈતન્ય છે.
- જ્યારે આશ્રિતને કોઈની નજર લાગે છે ત્યારે સદ્દગુરુની ભુજા બહુ જ લાંબી થઈ જાય છે. ગુરુ એ જ કામ કરે છે. સાધના કરનારાની, કોઈપણ વિદ્યાના ઉપાસકની રક્ષા એના ગુરુ કરે છે. એ અંધશ્રદ્ધા નથી. એ તુલસીના શ્રદ્ધાજગતનું સત્ય છે.
- તુલસીનું શિવતત્ત્વ કેવું છે?
પ્રભુ સમરથ સર્બગ્ય સિવં સકલ કલા ગુન ધામ.
જોગ ગ્યાન બૈરાગ્ય નિિધ પ્રનત કલપતરુ નામ.
- શિવ પ્રભુ પણ છે, વિભુ પણ છે, શંભુ પણ છે, પરંતુ લઘુ છે.
- હે પ્રભુ, આપ સમાન વિશ્વમાં કોઈ સમર્થ નથી. જીવ ક્યારેય સમર્થ નથી હોતો, શિવ જ સમર્થ છે. અથવા તો શિવરૂપ સદ્દગુરુ સમર્થ છે. આપણે ક્યારેય સમર્થ નથી હોતા. સદ્દગુરુ સમર્થ હાેય છે. આપ ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેને જાણનારા સર્વજ્ઞ છો. સદ્દગુરુ એ છે જે સર્વજ્ઞ છે. પાર્વતીએ કહ્યું, સમસ્ત કલાનું ધામ છો. જોગ, યોગના ભંડાર છો. આપનું નામ લેનારાઓને માટે આપ કલ્પતરુ છો.
- એક વસ્તુ યાદ રાખજો કે, આપણે ક્યારેય પૂર્ણ નહીં થઈ શકીએ. અહીં પૂર્ણ થવાની વ્યવસ્થા નથી. અહીં આપણે ખાલી થઈ શકીએ છીએ.
- સદ્દગુરુ પાસે એવી રીતે જાઓ. ફરિયાદમુક્ત, આગ્રહમુક્ત ચિત્ત લઈને જાઓ.
- સદ્દગુરુ ધર્મ નથી આપતા, એ ધર્મસાર આપે છે. સદ્દગુરુ ધર્મનું મૂળ છે, પરંતુ એ પોતાના આશ્રિતને ધર્મરૂપી મૂળ નથી આપતા, ધર્મનું ફૂલ આપે છે, ધર્મની ખુશ્બૂ આપે છે.
- સ્ફટિકની માળા, તુલસીની માળા, રુદ્રાક્ષની માળા, એ ત્રણ માળાઓ તો સ્થૂળ છે. બે માળાઓ સૂક્ષ્મ છે. પહેલી સૂક્ષ્મ માળા છે, મનની માળા. પોતાના મનની માળા.
- તો, આખરી સૂક્ષ્મતમ માળા છે, શ્વાસની માળા. સ્મૃતિ, કેવળ પરમની જ સ્મૃતિ. જે પાપ-પુણ્ય બંનેથી ઉપર ઊઠી ગયા છે એમની સ્મૃતિ થાય. એમની સુરતા થાય. અધ્યાત્મજગતનો એક બહુ સુંદર શબ્દ છે ‘સુરતા’. ગુજરાતીમાં એક પદ છે -
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે.
હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે.
- સદગુરૂ ક્યારેય વાસી નથી થતા, ક્યારેય જૂના નથી થતા. બીજે દિવસે એ જુદા જ હોય છે. નિત્ય નૂતનતા સદૂગુરુની ઓળખ છે.
- સદૂગુરુ ક્યારેય કોઈને અર્થ નથી આપતા, સદ્દગુરુ પરમાર્થ આપે છે. સદ્ગુરુ કામ નથી આપતા રતિ આપે છે. કાં તો એ કામ પૂર્ણ કરી દે અથવા તો આપણને નિષ્કામ કરી દે. સદૂગુરુ મોક્ષ નથી આપતા, મોક્ષનું સુખ આપે છે. એ એવી ભક્તિ પકડાવી દે છે કે એમના વિના મોક્ષનો અનુભવ નથી થતો. તો, જેમનામાં બધું જ હોય એવા કોઈ સદ્દગુરુ મળે. આપણી પાત્રતા જોઈને એ વરસી પડે.
- સમયસર જાગી જાય એ બંદા છે અને સમયસર જગાડી દે એ ખુદા છે. એ જ તો છે ગુરુ અને શિષ્યનું અંતર. સમયસર જાગી જાય એ શિષ્ય છે, સમયસર જગાડી દે એ સદ્દગુરુ છે.
સંકલન : નીતિન વડગામા
Read full article at Sunday Bhaskar.
No comments:
Post a Comment