ગુરૂ
કાંચીપુરમ્ (તામિલનાડુ)
માં પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને રામ કથાનું આયોજન શનિવાર, તારીખ ૧૪-૧૧-૨૦૧૫ થી રવિવાર,
તારીખ ૨૨-૧૧-૨૦૧૫ દરમ્યાન કરવામાં આવ્યું હતું. કથાનો કેન્દ્રીય વિષય “માનસ રુદ્રાષ્ટક”
હતો તેમજ કેન્દ્રીય વિષયની પંક્તિઓ નીચે મુજબ હતી.
निराकारमोंकारमूलं तुरीयं। गिरा ग्यान गोतीतमीशं गिरीशं।।
करालं महाकाल कालं कृपालं। गुणागार संसारपारं नतोऽहं।।2।।
આ કથા સંવાદમાં બાપુએ
રુદ્રાષ્ટક ના માધ્યમથી ગુરૂનું વિશેષ રૂપમાં દર્શન વર્ણવ્યું હતું તેમજ ગુરૂનાં ગુણ,
સ્વભાવ વગેરેનો વિશિષ્ટ પરિચય સમજાવ્યો હતો. આ કથા સંવાદમાં વ્યાસપીઠ “રુદ્રાષ્ટક”
માં ગુરુનાં લક્ષણોની જે ચર્ચા છે, એના પર કેન્દ્રિત થઈ હતી.
આ કથાના લાઈવ શ્રવણ
દરમ્યાન તેમજ આ કથાની પુસ્તિકામાં પ્રકાશિત ગુરૂ વિશે મારી સમજમાં આવેલ સૂત્ર અહીં
પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે.
करालं महाकाल कालं कृपालं। गुणागार संसारपारं नतोऽहं।।2।।
निराकार, ओंकार के मूल, तुरीय (तीनों गुणों से अतीत), वाणी, ज्ञान और इन्द्रियों से परे, कैलासपति, विकराल, महाकाल के भी काल, कृपालु, गुणों के धाम, संसार से परे आप परमेश्वर को मैं नमस्कार करता हूँ।।2।।
निजं निर्गुणं निर्विकल्पं निरीहं। चिदाकाशमाकाशवासं भजेऽहं।।1।।
हे मोक्षस्वरुप, विभु, व्यापक, ब्रह्म और वेदस्वरुप, ईशान दिशाके ईश्वर तथा सबके स्वामी श्रीशिवजी ! मैं आपको नमस्कार करता हूँ। निजस्वरुप में स्थित (अर्थात् मायादिरहित) [मायिकि] गुणोंसे रहित, भेदरहित, इच्छारहित, चेतन, आकाशरुप एवं आकाशको ही वस्त्ररूपमें धारण करनेवाले दिम्बर [अथवा आकाशको भी आच्छादित करनेवाले] आपको मैं भजता हूँ।।1।।
ભગવાન શિવ ત્રુભુવન ગુરૂ છે, तुम्ह त्रिभुवन गुर बेद बखाना।
માનસકાર કહે છે કે “गुर बिनु भव निधि तरइ न कोई”, ગુરૂ વિના
ભવસાગર તરી શકાતો જ નથી.
શિષ્યનું ગમન ગુરૂની પાછળ થવું
જોઈએ.
ભગવાન શંકર ત્રિભુવન ગુરૂ છે, પરમ
ગુરુ છે, શિવની ઉપર કોઈ નથી.
नास्ति तत्त्व गुरु परम्।
માબાપ આકાર આપે છે, ગુરૂ ખરા સંસ્કાર,
શાસ્ત્રોએ જે સંસ્કાર વર્ણવ્યા છે તેવા સંસ્કાર આપે છે.
ગુરૂ જીવન આપે છે, પ્રકાશ આપે છે,
જીંદગી આપે છે, આપણને આનંદથી ભરી દે છે પણ આપણને કાયમ તેની સાથે નથી રાખતા.
રુદ્રાષ્ટક માં આઠ બંધ છે, આ આઠ
બંધ એટલા માટે રચવામાં આવ્યા છે કે ભગવાન શિવ અષ્ટ મૂર્તિ છે.
ગુરૂ દ્રોહના પ્રમાણમાં રુદ્ર દ્રોહ
સારો છે, વિષ્ણુ દ્રોહ સારો છે. ગુરૂ દ્રોહ બહું જ ભયંકર છે અને ગુરૂ દ્રોહથી મુક્ત
પણ ગુરૂ જ કરે છે.
શાસ્ત્ર કહે છે કે શિષ્ય પાપ કરે
તો તેનું ફળ ગુરૂએ ભોગવવું પડે છે. કર્મના સિદ્ધાંત અનુસાર જે કર્મ કરે તેનું ફળ પણ
તેણે જ ભોગવવું પડે. પણ આ જીવના કર્મનો સિદ્ધાંત છે જે ગુરૂ ને લાગું નથી પડતો. બુદ્ધપુરૂષો
એ આશ્રિતના પાપ પણ ભોગવવા પડે છે. અહીં કર્મનો સિદ્ધાંત તૂટી જાય છે.
ગુરૂ જીવંત રુદ્રાષ્ટક છે, ગુરૂ
જંગમ રૂદ્રાષ્ટક છે, ગુરૂ સદા સદા શાશ્વત રુદ્રાષ્ટક છે.
ગુરૂ આપણું દર્પણ છે. ગુરૂ દર્પણ
મૂર્તિ છે.
ગુરૂ અનહદ, અસીમ, મર્યાદા રહિત
કૃપા કરે છે.
ગુરૂ તો આપણે ખોબો ભરીને માગીએ
તો આખે આખો દરિયો આપી દે તેવો હોય છે.
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો,
સાંવરિયો રે મારો સાંવરિયો ….
આપણે બે વસ્તુનું ધ્યાન રાખવું,
મનનો પ્યાર અને બુદ્ધિનો વિચાર આપણે કેવળ સદ્ગુરૂને આપવો. આમ કરવામાં દશ લક્ષણ, નવ
ભક્તિ, અષ્ટાંગ યોગ, જ્ઞાનની સાત ભૂમિકા, ખટદર્શન, પાંચ તત્વ, ચાર અવસ્થા, ત્રણ માર્ગ,
ઈશ્વરના નિરાકાર સાકર, તેમજ एकोहं बहुस्याम् એ બધું જ આવી જાય છે. ગુરૂઓમાં
એટલી ચેતના હોય છે કે એ ચેતનાને ગુરૂનું શરીર પણ સહન નથી કરી શક્તું. જ્યારે કોઈ બુદ્ધ
પુરૂષમાં પરમ સત્ય ઊતરી આવે છે ત્યારે એ ગુરૂ પણ સાવધાન થઈ જાય છે. પરમ સત્યને પંચ
ભૌતિક શરીર સહન નથી કરી શકતું. પરમ કરૂણાને પણ પંચ ભૌતિક શરીર સહન નથી કરી શકતું.
અષ્ટ મૂર્તિ ગુરૂનું પહેલું અષ્ટક
ગુરૂ દર્પણ છે, પહેલી મૂર્તિ દર્પણ મૂર્તિ છે.
ગુરૂ દીપક એ ગુરૂના અષ્ટ મૂર્તિ
ની બીજી મૂર્તિ છે. ગુરૂ એ સ્વયંભૂ પ્રકાશિત દીપક છે જે આપણા ઊંબરા ઉપર રહી બધે પ્રકાશ
ફેલાવે છે. આ દીપક ગુરૂનો પ્રકાશ આપણા વ્યવહાર તેમજ આધ્યાત્મમાં અજવાળું ફેલાવે છે.
ગુરૂની ત્રીજી મૂર્તિ ઉપાય છે.
ગુરૂ વિના કોઈ ઉપાય નથી.અને જો ગુરૂ નિષ્ઠામાં આપણી નિષ્ઠા હોય તો બીજો ઉપાય શોધવાની
જરુર જ નહીં પડે.
ગુરૂ ની ચોથી મૂર્તિ આપણી દશા છે.
પ્રત્યેક દશાના અધિષ્ઠાતા ગુરૂ જ છે.
ગુરૂની પાંચમી મૂર્તિ દિશા છે.
આપણી ગતિ ગુરૂ છે.
ગુરૂની છઠ્ઠી મૂર્તિ આપણી દ્રષ્ટિ
છે. આપણી પાસે દ્રષ્ટિ છે જ નહીં આપણે ગુરૂ પાસેથી દ્રષ્ટિ મેળવીએ છીએ.
ગુરૂની સાતમી મૂર્તિ દ્વાર છે.
ગુરૂ આપણું દ્વાર છે.
ગુરૂની આઠમી મૂર્તિ આપણું દિલ છે.
આપણું દિલ ધબકે છે એ ધબકારા એ આપણા ગુરૂ ધબકે છે એના છે.
દિશા
|
દેવતા
|
પૂર્વ
|
સૂર્ય
|
પશ્ચિમ
|
તમસ
મૃત્યુના
દેવતા પણ તમસ છે.
|
ઉત્તર
|
ભગવાન
વિષ્ણુ
ધર્મ
સ્વરૂપ પરમાત્મા
|
દક્ષિણ
|
યમ
|
ઉપર
|
ઈન્દ્ર
|
નીચે
|
નાગ
|
વાયવ્ય
ખૂણો
|
વાયુદેવ
|
નૈૠત્ય
ખૂણો
|
પ્રજાપતિ
|
અગ્નિ
|
અગ્નિદેવ
|
ઈશાન
ખૂણો
|
મહાદેવ
|
આમ
************************************************************************************************************************************************************
દર્પણ, દીપક, ઉપાય, દશા, દિશા, દ્રષ્ટિ, દ્વાર, અને દિલ એ ગુરૂની અષ્ટ મૂર્તિ છે.
દર્પણ, દીપક, ઉપાય, દશા, દિશા, દ્રષ્ટિ, દ્વાર, અને દિલ એ ગુરૂની અષ્ટ મૂર્તિ છે.
ગુરૂનાં બત્રીસ લક્ષણ – બત્રીસ
સ્વભાવ હોય છે.
नमामीशमीशान निर्वाणरूपं। विभुं व्यापकं ब्रह्म वेदस्वरुपं।।
निजं निर्गुणं निर्विकल्पं निरीहं। चिदाकाशमाकाशवासं भजेऽहं।।1।।
ગુરૂ ઈશાનના ઈશ છે. આ બુદ્ધ પુરૂષનું
પહેલું સ્વાભાવિક લક્ષણ છે.
પ્રત્યેક દિશાના વિશિષ્ટ દેવતા
છે.
આપણા જીવનમાં વારંવાર આવતાં વિઘ્નોને
જે વારંવાર હટાવવાનું કામ કરે છે એને માનસ ઈશ કહે છે. ઈશ એટલે પાલક, ઈશ્વર, પરમ તત્ત્વ,
પિતા. ગુરૂ પણ ઈશ જ છે. ગુરૂ જ નિર્વાણ પણ છે. ગુરૂનું રૂપ જ નિર્વાણ છે, મોક્ષ છે.
નિર્વાણ એ ગુરૂનું સ્વાભાવિક લક્ષણ છે. જે વ્યાપક છે એ જ વિભુ છે.
ગુરૂ બ્રહ્મસ્વરૂપ છે જે ગુરૂનું
સ્વાભાવિક લક્ષણ છે. આપણે ગુરૂને સાક્ષાત્ પરબ્રહ્મ કહીએ છીએ.
ગુરૂ સ્વયં વેદ સ્વરૂપ છે.
સાધુને ક્યારેય સાધન ન બનાવવા,
સાધુ આપણું સાધ્ય છે.
प्रचंडं प्रकृष्टं प्रगल्भं परेशं। अखंडं अजं भानुकोटिप्रकाशं।।
त्रयः शूल निर्मूलनं शूलषाणिं। भजेऽहं भवानीपतिं भावगम्यं।।5।।
प्रचण्ड (रुद्ररूप), श्रेष्ठ, तेजस्वी, परमेश्वर, अखण्ड, अजन्मा, करोड़ों सूर्यों के समान प्रकाशवाले, तीनों प्रकार के शूलों (दुःखों) को निर्मूल करनेवाले, हाथमें त्रिशूल धारण किये, भाव (प्रेम) के द्वारा प्राप्त होनेवाले भवानी के पति श्रीशंकरजी को मैं भजता हूँ।।5।।
સ્વસ્થિતિમાં સ્થિત રહેવું એ બુદ્ધ પુરૂષનું લક્ષણ છે.
બુદ્ધ પુરૂષ નિર્ગુણ છે, સત્ત્વ,
રજ અને તમથી મુક્ત છે, સાકાર નિરાકાર એવા દ્વંદથી પર છે. ગુરૂ નિર્વિકલ્પ – અભેદ છે,
ગુરૂમાં કોઈ ભેદ નથી
બુદ્ધ પુરૂષ નિરિહં છે, ઈચ્છા રહિત
છે.
આમ ગુરૂ ઈશાનના ઈશ છે, નિર્વાણ
રૂપ છે, ગુરૂ વિભુ છે, વ્યાપક છે, બ્રહ્મ રૂપ છે, વેદ સ્વરૂપ છે, પ્રચંડ – ભીષણ છે,
પ્રકૃષ્ટ – શ્રેષ્ઠ છે, પ્રગલ્ભ – તેજસ્વી છે, નિર્ગુણ છે, નિર્વિકલ્પ છે, નિરીહ –
ઈચ્છા રહિત છે.
માનસ રુદ્રાષ્ટકની આ કથા સંવાદમાં
ભગવાન મહાકાલની સ્તુતિ કરવા માટે ગવાયેલ રુદ્રાષ્ટકને અનુલક્ષીને બુદ્ધ પુરૂષનાં અવાભાવિક
લક્ષણોને વિશેષ રૂપમાં જોવાનો વિનમ્ર પ્રયાસ છે.
ગુરૂ અનંત છે, એમના ગુણોનો કોઈ
પાર નથી, એમના લક્ષણોની,એમના સ્વભાવની કોઈ સીમા નથી.
ગુરૂ નિર્વાણ રુપ છે અને બ્રહ્મ
સ્વરૂપ છે, રૂપ બહિર હોય છે, સ્વરૂપ ભીતર હોય છે. એટલે ગુરૂને બહિર રૂપમાં નિર્વાણ
સમજો અને ગુરૂને સ્વરૂપના રૂપમાં સાક્ષાત્ બ્રહ્મ સમજો.
निराकारमोंकारमूलं तुरीयं। गिरा ग्यान गोतीतमीशं गिरीशं।।
करालं महाकाल कालं कृपालं। गुणागार संसारपारं नतोऽहं।।2।।
ગુરૂનો કોઈ આકાર નથી હોતો. ગુરૂ
તત્ત્વ નિરાકાર છે પણ આપણા માટે ગુરૂ તેમની કરૂણાવશ આકાર ધારણ કરે છે. જેવી રીતે નિરાકાર
બ્રહ્મ નિજ ઈચ્છાથી આકાર ધારણ કરે છે તેવી રીતે ગુરુ તત્વ પણ નિરાકાર હોવા છતાં ક્યારેક
ક્યારેક નિજ ઈચ્છાથી સાકાર રૂપ ધારણ કરે છે અને એના અનેક રૂપ હોય છે.
ગુરૂ અને શિષ્યમાં દ્વૈત હોવું
જોઈએ.
નિરાકાર ભગવાન શંકર હનુમાનના રૂપમાં
આકાર ધારણ કરી એમનાં પંદર રૂપ બતાવે છે.
वानराकार विग्रह पुरारी।
ભગવાન શંકર નિરાકાર છે એ આપણા માટે
હનુમાનના રુપે વાનરના આકારમાં આવ્યા છે.
ભગવાન શિવ નિરાકાર છે એ એમનું સ્વરૂપ
છે અને તેમના અગિયારમા રૂદ્ર હનુમાનજી જે વાનરાકાર છે એ ભગવાન શિવનું સ્વરૂપ છે.
વાનરાકાર હનુમાને પંદર રૂપ લીધા
છે.
बिप्र रूप धरि कपि तहँ गयऊ।
हनुमान्जी ब्राह्मण का रूप धरकर वहाँ गए।
હનુમાનજી વિપ્ર આકાર ધારણ કરે છે.
વિપ્ર એ છે જેનામાં વિવેકની પ્રધાનતા
છે, જેનામાં વિરાગની પ્રધાનતા છે તેમજ જે વિગત – પ્રપંચથી વિગત છે.
હનુમાનજીનાં જે પંદર રૂપ છે એ ગુરૂનાં
પણ સ્વાભાવિક લક્ષણ છે.
નિરાકાર રૂપ
ગુરૂ નિરાકાર છે.
વાનર રૂપ
ગુરૂ વાનર છે. ગુરૂ વાનર છે પણ એનામાં વાનરવેડા નથી. ગાંધીજીના
ત્રણ વાનર ગુરૂનાં લક્ષણ બતાવે છે. ગુરૂ કોઈનું પણ ખરાન ન સાંભળે, ગુરૂ કોઈનું પણ ખરાબ
ન જુએ, ગુરૂ કોઈનું પણ ખરાબ ન બોલે.
વિપ્ર રૂપ
હનુમાનજીનું એક રૂપ વિપ્ર રૂપ છે.
सूक्ष्म रूप धरि सियहि दिखावा |
विकट रूप धरि लंक जरावा॥
भीम रूप धरि असुर सँहारे |
સૂક્ષ્મ રૂપ
ગુરૂ સૂક્ષ્મ રૂપ છે. ગુરૂ સૂક્ષ્મમાં
સૂક્ષ્મ અર્થ પ્રદાન કરે છે, ગુરૂ લાંબા પહોળા કે બોજ બને તેવાં સૂત્રો નથી આપતા પણ
સૂક્ષ્મ સૂત્ર આપે છે. ગુરૂ બહું મોટી મોટી વાતો નથી કરતા, મોટા પંડિત જેવી વાતો નથી
કરતા.
પ્રેમ રૂપ
ગુરૂની મૂર્તિ પ્રેમમયી હોય છે,
ગુરૂના અંગેઅંગમાં પ્રેમ હોય છે. પ્રેમનું રૂપ અત્યંત સૂક્ષ્મ હોય છે. પ્રેમ સ્થુળ
નથી હોતો, બહું જ સૂક્ષ્મ હોય છે. તેથી હનુમાનજી સૂક્ષ્મ રૂપ ધારણ કરે છે. ગુરૂનું
સૂક્ષ્મ રૂપ એ પ્રેમ જ છે.
વિકટ અને ભીમ રૂપ
હનુમાનજી વિકટ રૂપ ધારણ કરી લંકા
દહન કરે છે તેમજ ભીમ રૂપ ધરી અસુરોનો સંહાર કરે છે. ગુરૂ વિકટ રૂપ હોય છે, ગુરૂ ભીમ
રૂપ હોય છે.
ગુરૂનું વિકટ રૂપ અને ભીમ રૂપ એક
જેવા જ છે. વિકટ અને ભીમ બંને સગોત્રી શબ્દો છે. ભીમ રૂપ એટલે ભીષણ રૂપ, વિકટ રૂપ.
જગદગુરૂ શ્રી કૃષ્ણ વિરાટ રૂપનું દર્શન અર્જુનને કરાવે છે ત્યારે અર્જુન પણ ડરી જાય
છે. આ વિરાટ રૂપ એ ગુરૂનું ભીષણ રૂપ છે. ગુરૂના વિકટ રૂપ અને ભીમ રૂપનો અર્થ સમજવા
જેવો છે. ખરેખર ગુરૂનું આવું રૂપ હોતું નથી પણ અમુક સંજોગોમાં આશ્રિતને તેના ગુરૂ વિકટ
કે ભીમ રૂપ જેવા લાગે છે. આશ્રિત જ્યારે સમજદારી પૂર્વક ભૂલ કરે છે, અપરાધ કરે છે ત્યારે
તેને ગુરૂનો ભય લાગે છે અને ગુરૂ વિકટ રૂપ કે ભીમ રૂપ લાગે છે.
લઘુ રૂપ
अति लघु रूप पवनसुत लीन्हा॥
तब हनुमान्जी ने बहुत ही छोटा रूप धारण कर लिया॥
અહીં લઘુ રૂપ એટલે અત્યંત સાદગીનું
રૂપ, અત્યંત સરળતા ભર્યું રૂપ, અત્યંત ચેષ્ટા મુક્ત સ્થિતિનું રૂપ, સ્વાભાવિક સ્થૂળતાનું
રૂપ. બુદ્ધ પુરૂષ અત્યંત સરળ હોય છે, તેમનામાં અત્યંત સાદગી હોય છે. ગુરૂનું લઘુ રૂપ
એની સાદગી અને સરળતાનો પરિચય આપે છે. ગુરૂમાં ગુરૂતા હોવા છતાં એ પોતે પોતાની જાતને
લઘુ બનાવી રાખે છે.
દૂત રૂપ
ગુરૂનું એક રૂપ દૂત રૂપ છે. જેમ
દૂત સંદેશાવહકનું કાર્ય કરે છે તેમ ગુરૂ પણ શાસ્ત્રોમાંથી, પોતાના ગુરૂ પાસેથી, પોતાના
અનુભવના આધારે સૂત્રો એકત્ર કરીને આશ્રિતને પહોંચાડે છે. આ એક દૂતનું કાર્ય છે જે ગુરૂના
દૂત રૂપને ચરિતાર્થ કરે છે. હનુમાનજી પણ રામ દૂત છે. હનુમાનજી દૂત બની જાનકીને રામનો
સંદેશો અને રામને જાનકીનો સંદેશો પહોંચાડે છે.
राम दूत मैं मातु जानकी। सत्य सपथ करुनानिधान की॥
(हनुमान्जी ने कहा-) हे माता जानकी मैं श्री रामजी का दूत हूँ। करुणानिधान की सच्ची शपथ करता हूँ, हे माता! यह अँगूठी मैं ही लाया हूँ। श्री रामजी ने मुझे आपके लिए यह सहिदानी (निशानी या पहिचान) दी है॥5॥
હનુમાન ચાલીસામાં પણ ગવાયું છે
કે ….
राम दूत अतुलित बल धामा |
પુત્ર રૂપ
બુદ્ધ પુરૂષનું એક રૂપ પુત્ર રૂપ
છે.
यह मुद्रिका मातु मैं आनी।
મા જાનકી સમક્ષ હનુમાનજી પુત્ર
રૂપ છે.
બુદ્ધ પુરૂષનું માને છે કે એ સદાય
પુત્ર રૂપ ધારણ કરી, પુત્રવત્ રહી પોતાનું જીવન વ્યતીત કરે.
મચ્છર રૂપ
લંકામાં હનુમાનજી મચ્છરનું રૂપ
ધારણ કરે છે.
मसक समान रूप कपि धरी। लंकहि चलेउ सुमिरि नरहरी॥
नाम लंकिनी एक निसिचरी। सो कह चलेसि मोहि निंदरी॥1॥
हनुमान्जी मच्छड़ के समान (छोटा सा) रूप धारण कर नर रूप से लीला करने वाले भगवान् श्री रामचंद्रजी का स्मरण करके लंका को चले (लंका के द्वार पर) लंकिनी नाम की एक राक्षसी रहती थी। वह बोली- मेरा निरादर करके (बिना मुझसे पूछे) कहाँ चला जा रहा है?॥1॥
ગુરૂ પોતાને ક્યારેક મચ્છર જેવા
નાના માને છે જેની કોઈ ગણતરી થતી નથી. સદ્ગુરૂ એવા હોય છે કે દુનિયા તેમને કહે કે
તારી કોઈ ગણતરી થતી નથી, છતાંય ગુરૂ મચ્છર જેમ ગણગણાટ કરે છે તેમ તે રામનામ – હરિ નામ
જપતા જ રહે છે, હરિ નામનો ગણગણાટ કર્યા જ કરે છે.
મંગલ રૂપ
ગુરૂનું એક રૂપ મંગલ રૂપ છે.
पवन तनय संकट हरन, मंगल मूरति रूप।
મૌન રૂપ
હનુમાનજી ચૂપ રહે છે. મૌન સાધના
પણ સદ્ગુરૂનું એક રૂપ છે.
માર્જાર રૂપ
ગુરૂનું એક રૂપ માર્જાર (ભગવદ્ગોમંડલમાં
માર્જાર શબ્દનો એક અર્થ બિલાડો બતાવ્યો છે.) છે. બિલ્લી તેનાં બચ્ચાંને જન્મ આપીને
સાત ઘેર ફેરવે છે ત્યારે એની આંખ ખુલે છે. ગુરૂ પણ માર્જાર બનીને પોતાના શિષ્યને પકડીને
જ્ઞાનની સાત સાત ભૂમિકાના ઓરડાઓમાં ફેરવે છે ત્યારે એની આંખ ખૂલે છે, જાગૃતિ આવે છે.
ક્યારેક ગુરૂ શિષ્યને ભક્તિના નવ ઓરડાઓ પૈકીના કેટલાક ઓરડાઓમાં પણ ફેરવીને જાગૃત કરે
છે.
સખા રૂપ
श्रवणं
कीर्तनं विष्णो स्मरणं पाद सेवनं।
अर्चनं
वनदनं साध्यं सख्यमात्म निवेदनं॥
ગુરૂનું એક રૂપ સખા રૂપ છે. ગુરૂ
આપણી રૂચી અનુસાર સખા રૂપ ધારણ કરે છે. કૃષ્ણ ભગવાન અર્જુનના સખા બની માર્ગદર્શન કરે
છે. ત્રિભુવન ગુરૂ શિવનું એક રૂપ સખા રૂપ છે. તુલસીદાસજી ભગવાન શંકરને રામ ભગવાનના
સેવક, સ્વામી તેમજ સખા કહે છે.
गुर पितु मातु महेस भवानी। प्रनवउँ दीनबंधु दिन दानी॥
सेवक स्वामि सखा सिय पी के। हित निरुपधि सब बिधि तुलसी के॥2॥
श्री महेश और पार्वती को मैं प्रणाम करता हूँ, जो मेरे गुरु और माता-पिता हैं, जो दीनबन्धु और नित्य दान करने वाले हैं, जो सीतापति श्री रामचन्द्रजी के सेवक, स्वामी और सखा हैं तथा मुझ तुलसीदास का सब प्रकार से कपटरहित (सच्चा) हित करने वाले हैं॥2॥
બુદ્ધ પુરૂષનું સખા રૂપ એક સ્વાભાવિક
રૂપ છે, આપણને સખા ભાવનો અનુભવ થાય છે.
સેવક રૂપ
બુદ્ધ પુરૂષનું એક રૂપ સેવક રૂપ
છે. સેવક એ છે જે દાદાગીરી કર્યા સિવાય સેવકાઈ કરે. બુદ્ધ પુરૂષ સેવકના રૂપમાં આવી
સેવા કરે છે. સાક્ષાત શંકર ભગવાને આદિ શંકરના રૂપમાં જગદગુરૂ બની વિશ્વની સેવા કરી
છે.
सो अनन्य जाकें असि मति न टरइ हनुमंत।
मैं सेवक सचराचर रूप स्वामि भगवंत॥3॥
और हे हनुमान्! अनन्य वही है जिसकी ऐसी बुद्धि कभी नहीं टलती कि मैं सेवक हूँ और यह चराचर (जड़-चेतन) जगत् मेरे स्वामी भगवान् का रूप है॥3॥
દેવ રૂપ
બુદ્ધ પુરૂષનું એક રૂપ દેવ રૂપ
છે. હનુમાનજી વાનરાકારના રૂપમાં દેવરૂપ છે. દેવ એ છે જેનામાં શાસ્ત્રોક્ત સમસ્ત દિવ્યતા
ભરી હોય. બુદ્ધ પુરૂષ દિવ્યતાથી ભરેલા હોય છે. આપણે ગુરૂને એટલા માટે જ ગુરૂ દેવ કહીએ
છીએ.
દેવી રૂપ
બુદ્ધ પુરૂષનું એક રૂપ દેવી રૂપ
છે. હનુમાનજી પાતાળમાં દેવી રૂપ ધારણ કરીને જાય છે. બુદ્ધ પુરૂષ આપણી મા છે. તેથી જ
જેને સદ્ગુરૂ મળી જાય છે એની મા ક્યારેય મરતી નથી.
મૌન રૂપ
બુદ્ધ પુરૂષનું એક સ્વાભાવિક રૂપ
મૌન રૂપ છે. સમગ્ર દક્ષિણામૂર્તિ પરંપરામાં ગુરૂ મૌન જ રહે છે, વ્યાખ્યાન પણ મૌનમાં
જ થાય છે. ગુરૂ એ તો મૌન મૂર્તિ છે. ગુરૂ બોલે છે ત્યારે વેદ પણ પાછળ રહી જાય છે અને
જ્યારે ન બોલે ત્યારે આકાશમાં એક સન્નાટો છવાઈ જાય છે. ગુરૂ આપણાં દુઃખ દૂર કરવા બોલે
છે.
ગુરૂનો પ્રભાવ ન જોવો પણ વિવેક
પૂર્ણ રીતે ગુરૂનો સ્વભાવ જોવો. બુદ્ધ પુરૂષ તો સ્વભાવના બાદશાહ હોય છે, તેમની પાસે
કોઈ શૂલ નથી હોતું. તેમની પાસે બેસવાથી આપણાં શૂલ દૂર થાય છે.
મહાવીર રૂપ
હનુમાનજીનું એક રૂપ મહાવીર રૂપ
છે. આદિકાળમાં હનુમાનજી મહાવીર છે. જૈન ધર્મના ચોવિસમા તીર્થંકર ભગવાન મહાવીર પરમ બુદ્ધ
પુરૂષ છે. તેઓ અહિંસામાં માનનારા હતા. બુદ્ધ પુરૂષ અહિંસક જ હોય છે. મહાવીર પૂર્ણ રૂપે
નિષ્કામ હોય છે અને પૂર્ણ રૂપે સકામ પણ હોય છે. પરમ તત્વ પરમ યોગી છે તેમજ પરમ ભોગી
પણ છે. એમના ભોગ આપણા જેવા નથી હોતા.
વૈરાગ્ય રૂપ
હનુમાનજી વૈરાગ્યનું ઘનીભૂત સ્વરૂપ
છે, શંકરના રૂપમાં વિશ્વાસનું ઘનીભૂત રૂપ છે.
મંગલ મૂર્તિ રૂપ
બુદ્ધ પુરૂષ મંગલ મૂર્તિ રૂપ છે.
पवन
तनय संकट हरन मंगल मूर्ति रूप।
મંગલ શબ્દનો અર્થ તેના ત્રણ અક્ષર
દ્વારા કરતાં, મંગલના મ નો અર્થ છે મંત્ર, વિચાર, મંત્રણા ગ નો અર્થ છે ગગન અને લ નો
અર્થ છે લક્ષ્ય. એટલે એ મંગલ છે જે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વિશાળ વિચારધારા
ધરાવે. જેમના ગગન જેવા વિચાર હોય અને જે લક્ષ્ય પુરુ કરવા આગેવાની કરે મંગલ બુદ્ધ પુરૂષ
છે.
गिरा ग्यान गोतीतमीशं गिरीशं।।
ભગવાન મહાદેવ જે પરમ ગુરૂ છે તે
ગિરા, જ્ઞાન અને ગુણથી પર છે. બ્રહ્મ તત્વ ગુણોથી પર છે તેથી તેને નેતિ નેતિ કહેવું
પડે છે. એ તત્વ ઈન્દ્રીયોથી પર છે, જ્ઞાનથી પણ પર છે. એ તો ત્રણેય થી પર છે, ત્યાં
પહોંચી નથી શકાતું. ભગવાન શિવ ગિરા જ્ઞાન ગોતીત છે, ગિરીશ છે, કૈલાસપતિ છે. આ લક્ષણો
જે ભગવાન શિવનાં છે તે જ લક્ષણ બુદ્ધ પુરૂષનાં પણ છે. બુદ્ધ પુરૂષને આપણે વાણીથી માપી
નથી શકતા, એ તો વાણીથી પર છે, આપણે શબ્દોમાં એને બાંધી નથી શકતા. વાણીની સીમા હોય છે.
જ્યારે બુદ્ધ પુરૂષ તો વાણીથી પર છે. બુદ્ધ પુરૂષ પાસે તો આપણે મૌન જ રહેવું પડે, આપણી
વાણી બુદ્ધ પુરૂષ આગળ પાંગળી છે.બુદ્ધ પુરૂષ ગિરાથી, જ્ઞાનથી પર છે, આપણી સમજથી ઘણા
આગળ છે. બુદ્ધ પુરૂષના ઘણા નિર્ણયો આપણી સમજમાં નથી આવતા, આપણી સમજની બહારની વસ્તુ
છે. તેનાં ઘણા વચનો આપણે સમજી નથી શકતા, આપણી સમજથી બહાર હોય છે. બુદ્ધ પુરૂષમાં અપાર
ઊર્જા હોય છે, તેથી તેની નજીક નથી જઈ શકાતું. તેથી જ બુદ્ધ પુરૂષ આપણાથી એક દૂરી રાખે
છે.
તુલસીદાસજી પણ કહે છે કે ….
राम सरूप तुम्हार बचन अगोचर बुद्धिपर।
अबिगत अकथ अपार नेति नेति नित निगम कह।126॥
हे राम! आपका स्वरूप वाणी के अगोचर, बुद्धि से परे, अव्यक्त, अकथनीय और अपार है। वेद निरंतर उसका 'नेति-नेति' कहकर वर्णन करते हैं॥126॥
બુદ્ધ પુરૂષ ગોતીત છે, ગો થી પર
છે, ઈન્દ્રીયોથી પર છે, પૂર્ણ માત્રામાં ઈન્દ્રીયો એને પકડી નથી શકતી. બુદ્ધ તત્વ જ્ઞાન,
ગિરા, ગોતીત છે. તે કૈલાસપતિ છે. જે તેની અચલતાનું પ્રતીક છે. તેનામાં એક અચલતા, એક
સ્થિરતા છે, ચંચળ નથી. બુદ્ધ પુરૂષ ગુણાતીત હોવાને નાતે સ્થિર છે, શાંત છે, ભીતરથી
પણ શાંત છે. બુદ્ધ પુરૂષ કરાલ છે તેમજ કૃપાળુ પણ છે. ભગવાન શિવ કાળ છે અને મહાકાળ પણ
છે. ગુરૂને મૃત્યુ કહ્યું છે, ગુરૂ જળ છે, ગુરૂ કમળ છે, ગુરૂ ઔષધિ છે.
બુદ્ધ પુરૂષ કંઈ પણ કરવા સમર્થ
છે પણ તે નિયતિનું સન્માન કરાવામાં પણ પોતાનું દાયિત્વ સમજે છે. બુદ્ધ પુરૂષ સકલ ગુણ
નિધાન છે, સમસ્ત ગુણોના ધામ છે. તે सकल गुण निधानं છે, गुणागार संसार
पारं છે.
ઘણા બુદ્ધ પુરૂષો સંસારમાં છે એવું આપણને લાગે છે પણ જ્યારે આપણે વિવેક દ્રષ્ટિથી એનું
સૂક્ષ્મ દર્શન કરીએ ત્યારે તે संसार पारं લાગે છે.
બુદ્ધ પુરૂષ અસીમ હોય છે.
બુદ્ધ પુરૂષ હિમાલયની માફક ધવલ હોય છે, ઉજ્જવલ હોય છે, આંતર બાહ્ય ઉજ્જવળ હોય છે. આપણે બુદ્ધ પુરૂષને, એમનાં
વચનોને, એમના કાર્યકલાપને સમજી નથી શકતા. તે તો હિમાલય જેવા ધવલ,
સ્થિર, ઊંચાઈ વાળા હોય છે. ધવલતા, અચલતા, ઉદારતા, સૌમ્યતા, દ્રવતા, ગૌર
વર્ણ અને ગંભીરતા, આંતર ગહનતા એ બુદ્ધ પુરૂષનાં લક્ષણ છે. આ બધાં
લક્ષણો આપણી સમજની બહાર છે. બુદ્ધ પુરૂષના મસ્તિકમાંથી અગણિત
ગંગાઓ – ભક્તિની ગંગા, રામ કથાની ગંગા, વિવેકની ગંગા- કલકલ નાદ કરતી
નીકળે છે. બુદ્ધ પુરૂષ પોતાના વક્ર આશ્રિતને પણ પોતાના ભાલમાં રાખી આદર
અને ગૌરવ પ્રદાન કરે છે. બુદ્ધ પુરૂષ જગતના હિત ખાતર ઝેર પણ પી જઈને તે
ઝેરને કંઠમાં ધારણ કરે છે તેમજ કંઠમાં ઝેર હોવા છતાં મુખ ઉપર પ્રસન્નતા રાખે
છે. જે રામનામ જપે છે તેને બુદ્ધ પુરૂષ પોતાના ગળે લગાવે છે. બુદ્ધ પુરૂષનું
આવું પરમ તત્વ સૌને પ્રિય લાગે છે
No comments:
Post a Comment