Translate

Search This Blog

Sunday, July 4, 2021

આપણા બુદ્ધપુરુષ એ આપણી વહેતી ગંગા છે, માનસ દર્શન

  •  આપણા બુદ્ધપુરુષ એ આપણી વહેતી ગંગા છે


  • સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી, શિવની જટાથી નીકળેલી ગંગા, જે સ્થૂળ રૂપ છે


  • મારી દૃષ્ટિએ પંચગંગા છે. ગંગાનાં પંચરૂપ; એક ગંગા તો જે ઉપરથી પૃથ્વી પર આવી; શિવજીએ જટામાં ધારણ કરી. 
  • બીજી ગંગા રામકથા. રામકથા ગંગા છે. ભગવદ્કથા, હરિકથા એ ગંગા છે. 
  • ત્રીજી ગંગા, ભગવાનની ભક્તિ. 
  • ચોથી ગંગા છે, ગુરુગંગા. આપણા બુદ્ધપુરુષ એ આપણી વહેતી ગંગા છે. એ જ્યાંથી વહે છે ત્યાંથી સૌને સાથે લઈને ચાલે છે; સૌને સાથે લે છે પરંતુ આગળ જે આવતા જાય એને પણ અપનાવતી જાય છે. 
  • પાંચમી ગંગા; કોઈ સ્ત્રીનું સૌભાગ્ય ખંડિત થઈ જાય. ભારતીય મનીષાએ દરેક નારીમાં એ દર્શન કર્યું છે, પરંતુ એક એનું જે રૂપ નહીં, સ્વરૂપ; કોઈ કારણસર કોઈ સુહાગણ નારીનો સુહાગ ખંડિત થાય છે પછી એની જે છબિ બને છે એને આપણે નામ આપ્યું, એ ગંગાસ્વરૂપ છે. 


No comments:

Post a Comment