Translate

Search This Blog

Monday, March 31, 2025

માનસ રામ નૌમી (નવમી) - 954

 

રામ કથા - 954

માનસ રામ નૌમી (નવમી)

Argentina (Ushuaia), South America

શનિવાર, તારીખ 29/03/2025 થી રવિવાર 06/04/205

 

પ્રધાન પંક્તિયો

जेहि दिन राम जनम श्रुति गावहिं।

तीरथ सकल जहाँ चलि आवहिं॥3

नौमी भौम बार मधुमासा।

अवधपुरीं यह चरित प्रकासा॥

 

1

Saturday, 29/03/2025

 

नौमी भौम बार मधुमासा। अवधपुरीं यह चरित प्रकासा॥

जेहि दिन राम जनम श्रुति गावहिं। तीरथ सकल जहाँ चलि आवहिं॥3

 

चैत्र मास की नवमी तिथि मंगलवार को श्री अयोध्याजी में यह चरित्र प्रकाशित हुआ। जिस दिन श्री रामजी का जन्म होता है, वेद कहते हैं कि उस दिन सारे तीर्थ वहाँ (श्री अयोध्याजी में) चले आते हैं॥3

 

આપણા જીવનમાં પાંચ સમય  - કાલ આવે છે.

1.    વ્યવહાર કાળ જ્યાં વ્યવહાર નિભાવવા વિપત્તિ આવે છે, મુશ્કેલી પડે છે.

2.   શોક કાળ

3.   હર્ષ કાળ

4.   વિયોગ કાળ – વિષમ કાળ

5.   વિદાય કાળ – પરિવારમાંથી કોઇ સભ્યની વિદાય થાય.

જ્યારે આવો કાળ આવે ત્યારે ધૈર્ય – ધીરતા અને સ્થિરતા રાખવી જોઈએ. હરિનામનો આધાર રાખવાથી ધીરતા અને સ્થિરતા આવે.

પાપનું ફળ ભોગવવું જ પડે છે, પ્રાયશ્ચિત કરવાથી રાહત થાય.

ગુરુ સર્વસ્વ છે, સર્વત્ર છે તેમજ સર્વદા પણ છે.


2

Sunday, 30/03/2025

એક બીજાને કળી ન શકાય – ઓળખી ન શકાય એ સમય કળીયુગ છે.

નામ રટણના પ્રેમ સાગરમાં ઊતરવા - ડુબકી લગાવવા નીચે પ્રમાણેનાં પગથીયાં છે.

1)   કોઈ પણ દળ -ગ્રુપ – મંડળ – સંસ્થા ન હોવી જોઈએ. આ બધાથી દૂર રહેવું.

2)   પોતાના નીજ બળને છોડીદેવું.

3)   કોઈ પણ સ્થિતિમાં કોઈ જાતની ફરીયાદ ન કરવી, કોઈ પ્રકારની ચિંતા ન કરવી. ફરીયાદી ચિત આધ્યાત્મિક યાત્રામાં બાધક છે.

4)   કુસંગથી દૂર રહેવું. કુસંગથી પતન થાય છે.

5)   સ્પર્ધા ન કરવી.

6)   લજ્જા – શરમ – સંકોચ છોડી દેવા. પોતાના પ્રશ્નોના સમાધાન માટે પોતાના બુદ્ધ પુરુષને પૂછવામાં સંકોચ ન કરવો.

પતનના કારણો પાંચ છે.

1.    પોતાના કરેલાં પાપને લીધે પતન થાય

2.   જાણી જોઈને કોઈ નેટ વર્ક બનાવી બીજાને નીચા પાડવાનો પ્રયત્ન પતન કરાવે.

3.   અહંકાર – અભિમાન પતન કરાવે.

4.   કુસંગ પતન કરાવે.

5.   અપાત્ર ઉપર ભરોસો કરવાથી પતન થાય.

ભજન એકાંતનો વિષય છે.

આશ્રિત પોતાના ગુરુના રંગમાં રંગાઈ જાય છે, ક્યારેક આશ્રિત પણ પોતાના ગુરુ જેવો દેખાવા લાગે છે.

ગ્રંથ એ છે જે આપણને ગ્રંથીથી મુક્ત કરે, જો આવું ન થાય તો તે ગ્રંથ નથી પણ પુસ્તક – ચોપડી છે.


No comments:

Post a Comment