Translate

Search This Blog

Monday, March 12, 2012

બાલાસિનોરના વતનીનું વાડસોલ ગૌરવ એવોર્ડથી સન્માન


The story is displayed here with the courtesy of the Gujarat Samachar daily.


નડિયાદ,તા.૧૧
પોતાની ઉત્તમ સેવાઓ બદલ જુદા-જુદા છ એવોર્ડ મેળવનાર બાલાસિનોરના વતની અને કોન્સુલ જનરલ સુરેન્દ્રભાઈ પરીખનું બાલાસિનોર ખાતે વાડસોલ ગૌરવ એવોર્ડ એનાયત કરી વધુ એક વાર સન્માન કરવામાં આવ્યું હતું.
બાલાસિનોર ખાતે જેસીસ ધ્વારા યોજાયેલા એક સમારંભમાં સંસ્થાના પ્રમુખ નેહા પટેલ તથા પ્રાંત અધિકારી એલ.આર.ડામોર સહિત મુંબઈ વસવાટ કરતા બાલાસિનોરના વતનીઓની હાજરીમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુરેન્દ્રભાઈને સન્માન પત્ર તથા મોમેન્ટો અર્પણ કરવા સાથે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનના પ્રભુત્વમાં તેઓએ જીવનમાં ઉત્તમ સિધ્ધિ મેળવવા માટે સખત પુરૃષાર્થ કાર્યપ્રત્યેની નિષ્ઠા તથા ઉંચુ ધ્યેય રાખવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છેકે ૧૯૮૪ થી ૨૦૦૯ સુધી સુરેન્દ્રભાઈ પરીખને એક્સપોર્ટ, નિરાયત રત્ન ઉદ્યોગરત્ન ગુજરાત ગૌરવ તથા સ્વર્ણિમગુજરાત જેવા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

No comments:

Post a Comment