ઘટનાનો શોક જીવનમાંથી નીકળી જાય તે મુક્તિ
- મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી ત્રણ વસ્તુ આપણા જીવતાં જ મરી જાય એ આપણા માટે મોક્ષ છે. જેમાં શોક, મોહ અને ચિંતા આ ત્રણ વસ્તુ મરવી જોઇએ. ભૂતકાળનો શોક મરી જાય અને ભવિષ્યની ચિંતા મરી જાય ત્યારે થતા મૃત્યુને મોક્ષ કહી શકાય છે.
- કેટલીક વિચારધારાઓ પૂર્વજન્મમાં કે પુનર્જન્મમાં માનતી નથી
- આપણા જીવતા જ જીવનમાં ત્રણ વસ્તુ મરી જાય તો સમજવાનું કે મૃત્યુ મોક્ષ છે. પ્રજ્ઞાચક્ષુ સ્વામી શરણાનંદજીનું એક નિવેદન હતું કે માણસનું મૃત્યુ થાય અને કોઇ વાસના રહી જાય તો એ મોત છે પણ માણસની વાસનાઓ મરી જાય અને માણસ જીવિત હોય તો એ જીવનમુક્તિ છે. મોક્ષવાદી લોકો મોક્ષના વિજ્ઞાનને સમજાવે છે. ફરીવાર શંકરાચાર્યને યાદ કરું 'ન મોક્ષસ્ય આકાંક્ષા’ આજે તો માણસ મૃત્યુથી મરતો નથી વધારે ભયના કારણે મરે છે. એક ઘટના છે જે સમજવા જેવી છે. ચીનમાં કન્ફ્યુશિયસ બહુ જ મોટા વિદ્વાન પુરુષ. બધી બાજુ એની કીર્તિ ફેલાયેલી હતી. એક દિવસ પોતાના ઘરના આંગણામાં બેઠા હતા એવા સમયે એમને કોઇ મૃત્યુના દેવતાને જોયા. દેવતાને જોઇને એમણે પૂછ્યું કે આપ કોણ છો?
- નરસિંહ મહેતાની આ બહુ સૂક્ષ્મ વાત છે કે જેને માગવો પડે એ મોક્ષ કહેવાય? કારણ કે માગવું એ તો મોક્ષ માટે બાધક છે. મને મોક્ષ મળે એવી ઇચ્છા કરીએ પણ ઇચ્છા જ બાધક છે. જ્યારે બધી જ ઇચ્છાઓનું નિરસન થઇ જાય ત્યારે તત્ક્ષણ મુક્તિ પ્રાપ્ત થાય છે. રામચરિતમાનસમાં તુલસીદાસ મુક્તિને તુચ્છ માને છે. તો મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી ત્રણ વસ્તુ આપણા જીવતાં જ મરી જાય એ આપણા માટે મોક્ષ છે. જેમાં શોક, મોહ અને ચિંતા આ ત્રણ વસ્તુ મરવી જોઇએ. આ ત્રણ વસ્તુમાં આખું જીવન આવી જાય છે. જીવનમાં ત્રણ વસ્તુને મિટાવો.
- જે દિવસે ભજન ન થાય એ જ સૌથી મોટું સૂતક છે. ભજન વિના નર સૂતકી છે. હા ભજન કોઇ પણ હોઇ શકે છે એ તમારી શ્રદ્ધાને આધારે નક્કી થાય છે. તો જીવનમાં શોકને દૂર રાખજો. ખોટો મોહ રાખશો નહીં. આજે લોકો મોહ બહુ રાખતા હોય છે, પેલા વ્યક્તિ પાસે આ વસ્તુ છે તો મારી પાસે ક્યારે આવશે. આ મોહને કારણે વ્યક્તિ ચિંતામાં સરી પડે છે. અને પછી વિચારમાં જ લાગ્યો રહે છે. જેના કારણે ચિંતામાં વધારો થાય છે અને હરિનું નામ ભૂલી જવાય છે. માટે મોહ છોડો સાથે સાથે ખોટી ચિંતા પણ છોડો. જીવનમાં ચિંતાને છોડીને હરિનું ચિંતન વધારો. મોક્ષ મળી જશે. જીવન એવું જીવો કે છેલ્લી અવસ્થામાં આવનારું મૃત્યુ પણ મહોત્સવ બની જાય. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારું મૃત્યુ તો નિશ્ચિત જ છે પણ અમે ભયના કારણે ન મરીએ એવી અમને શક્તિ અર્પણ કરજો અને અમારામાંથી શોક, મોહ અને ચિંતા દૂર થાય એવી કૃપા કરજો.
જય સીયારામ' (સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)
મોરારિબાપુ
rameshwardashariyani@gmail.com
Continue reading at Sunday Bhaskar..........