Translate

Search This Blog

Sunday, February 23, 2014

શિવના દોષમાંથી ગુરુએ મુક્તિ અપાવી, માનસદર્શન, મોરારિબાપુ

શિવના દોષમાંથી ગુરુએ મુક્તિ અપાવી



  • કોઇ પણ ઇષ્ટદેવની સામે જ્યારે ગદગદ્ ભાવમાં પુકાર કરવામાં આવે છે ત્યારે એ પુકાર રુદ્રાષ્ટક બની જાય છે. વગર સર્જન કરેલું પદ્ય કે ગદ્ય રુદ્રાષ્ટકનું સ્વરૂપ લઇ લે છે.




  • રામચરિતમાનસના ઉત્તરકાંડમાં તુલસીદાસજી રુદ્રાષ્ટકમાં ભગવાન શિવની અષ્ટમૂર્તિ‌નું દર્શન કરાવે છે. 



  • 'મહાકાલના મંદિરમાં હું બેઠો હતો. શિવજીના જાપ જપતો હતો. એ સમયે મારા ગુરુ મંદિરમાં આવે છે. મેં અભિમાનમાં ને અભિમાનમાં ગુરુને આવતા જોઇને મારી આંખો બંધ કરી દીધી. મેં મારા ગુરુજીને નમન પણ ન કર્યાં. 



  • શિવજીના શ્રાપને સાંભળીને હાહાકાર મચી ગયો.ગુરુ બધી જ વાત સમજી ગયા. શિવજીનો શ્રાપ સાંભળીને મહાકાળ મંદિરમાં બધા જ કાંપી રહ્યા હતા. 



  • કોઇ પણ ઇષ્ટદેવની સામે જ્યારે ગદગદ્ ભાવમાં પુકાર કરવામાં આવે છે ત્યારે એ પુકાર રુદ્રાષ્ટક બની જાય છે. વગર સર્જન કરેલું પદ્ય કે ગદ્ય રુદ્રાષ્ટકનું સ્વરૂપ લઇ લે છે. એક અષ્ટમૂર્તિ‌ શિવની ઉપાસના બની જાય છે. કાગભુશુંડિજી કહે છે કે મારા ગુરુજીએ મારી સામે ગદગદ્ભાવે મહાકાળના મંદિરમાં ભગવાન શિવની સામે આંખમાં અશ્રુની ધારા સાથે જે ગાયું એ સાંભળીને હું કાંપી ઊઠયો.



  • ગુરુના મુખથી મહાકાળના મંદિરમાં જે શબ્દો હતા એ રુદ્રાષ્ટક છે. રુદ્રાષ્ટકનો જન્મ એક શિષ્ય દ્વારા થયેલા ગુરુ અપરાધને કારણે થયો છે. છેલ્લે એટલું કહીશ કે શિવના અપરાધમાંથી ફક્ત ગુરુ જ આપણને બચાવી શકે છે. 

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


મોરારિબાપુ

continue reading at Sunday Bhaskar.

પ્રેમ પુષ્ટ બને ત્યારે ભૂલો નાની બને, માનસદર્શન, મોરારિબાપુ

પ્રેમ પુષ્ટ બને ત્યારે ભૂલો નાની બને



  • માનવી પાસે આંખ છે, આ આંખને દૃષ્ટિમાં પરિવર્તન કરવા માટે જીવનમાં સત્સંગ ખૂબ જ જરૂરી છે. જે વ્યક્તિની અંદર વિવેકદૃષ્ટિ આવી જાય છે તે મહાત્મા ગાંધીની માફક મહામાનવ બની જાય છે.


  • જ્યારે સ્નેહ પાતળો થાય ત્યારે ભૂલો તગડી થાય છે. જ્યારે ભૂલો તગડી થાય છે ત્યારે પ્રેમ પાતળો થાય છે.


મુનિ સમૂહ મહ બૈઠે સન્મુખ સબકી ઔર
સરદ ઇન્દુ તન ચિતવન માનહુ નિકર ચકોર

  • કોઇ પણ જીવ જ્યારે ઇશ્વરની સન્મુખ થઇ જાય ત્યારે કોટિ કોટિ જન્મનાં પાપ નાશ પામે છે. બીજું કે ક્યારેક ક્યારેક ઇશ્વર સ્વયં આપણી ઉપર કૃપા કરે છે કે આપણા જેવા અનેક ભૂલ્યા-ભટક્યા જીવને પોતાની સન્મુખ નિયંત્રિત કરે છે.



  • તુમ મેરે સામને હોતે હો, કોઇ દુસરા નહીં હોતા.’ 'ઇશ્વર સર્વ ભૂતાનામ્’ 

  • આ પંક્તિના ન્યાયે થોડો મુનિભાવ આપણામાં આવી જાય. મુનિભાવની દૃષ્ટિ આપણામાં આવી જાય. મારી તો દરેક ભાઇ-બહેનોને પ્રાર્થના છે કે ક્યારેક એકાંત મળે તો થોડો વિચાર કરજો. આજે આપણા બધા પાસે આંખ છે પણ દૃષ્ટિ નથી. આજે લોકો આંખથી દર્શન કરે છે. કદાચ દૃષ્ટિથી કરવામાં આવે તો આખું દર્શન બદલાઇ જશે. આપણે બધા મંદિરમાં ભગવાનનાં દર્શન આંખથી કરીએ માટે ઇશ્વરનાં દર્શન થતાં નથી. મંદિરમાં રહેલી મૂર્તિ‌નાં દર્શન દૃષ્ટિથી કરો, ઇશ્વરની ઝાંખી અવશ્ય થશે. બીજું કે જેણે શરીર શુદ્ધ કરવું હોય એ વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરે, જેણે મનશુદ્ધ કરવું હોય એ મૂર્તિ‌માં પ્રવેશ કરે.



  • આપણા જૈન મુનિ વિજયરત્નસુરિશ્વરજી કહે છે કે આંખ તો ગધેડા પાસે પણ છે. પરંતુ ગધેડા પાસે દૃષ્ટિ ન હોવાના કારણે ગધેડો ગધેડો જ રહી જાય છે 

  • સત્સંગ દ્વારા વ્યક્તિમાં વિવેકદૃષ્ટિ પ્રગટે છે. જે વ્યક્તિની અંદર વિવેકદૃષ્ટિ આવી જાય છે તે વ્યક્તિ મહાત્મા ગાંધીની માફક મહામાનવ બની જાય છે અને દૃષ્ટિ કેવળ ગુરુકૃપાથી પ્રાપ્ત થાય છે. વિવેકદૃષ્ટિ માનવીને મહાત્મા બનાવી દે છે. 



  • પરિવારના કે કુટુંબના સભ્યો સાથે ક્યારેય ભૂલ કાઢવાની સ્પર્ધા ન કરો. ઇશ્વર આપણી સામે જ છે એ બધું જ જુએ છે એવો ખ્યાલ રાખો. જ્યારે સ્નેહ પાતળો થાય ત્યારે ભૂલો તગડી થાય છે. જ્યારે ભૂલો તગડી થાય છે ત્યારે પ્રેમ પાતળો થાય છે.



  • એને બદલે જ્યારે પ્રેમ પુષ્ટ થઇ જાય છે ત્યારે ભૂલો નાની થઇ જાય છે. એ



  • વિવેક ચુડામણિમાં સ્પષ્ટ કહ્યું છે કે,'પ્રસન્ન ચિત્તે પરમાત્મદર્શનમ્’જ્યારે વિવેક પુષ્ટ બની જશે ત્યારે ઇશ્વરનાં દર્શન અવશ્ય થાય છે. 



  • બસ, જીવનમાં વધારે ભક્તિ ન થાય તો કંઇ વાંધો નથી પણ દૃષ્ટિને વિવેકપૂર્ણ બનાવજો. એમાં ભક્તિનો સમાવેશ થઇ જશે. આવો.

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


મોરારિબાપુ

Continue reading at Sunday Bhaskar.



Monday, February 10, 2014

માનસિક રોગને કેવળ હરિભજન દૂર કરી શકે છે, માનસદર્શન, મોરારિબાપુ

માનસિક રોગને કેવળ હરિભજન દૂર કરી શકે છે.


  • રામાયણના દરેક કાંડમાં રોગ છે. આપણા જીવનના બધા જ રસ્તાઓમાં બધી અવસ્થામાં કોઇ ને કોઇ રોગ નીકળે જ છે. બસ એને સ્વીકારવાની તૈયારી આપણી હોવી જોઇએ.




  • રામચરિતમાનસનાં સાતેય સોપાનમાં કોઇ ને કોઇ વ્યક્તિ મનોરોગથી પીડિત છે




  • દક્ષકન્યા સતી જે ભગવાન શિવનાં પત્ની છે. એમના જીવનમાં સાક્ષાત્ ભગવાન શિવ હોવા છતાં તેમને સંશય નામનો રોગ જીવનમાં થયો હતો. 

  • અયોધ્યાકાંડમાં દર્શન કરીએ તો એક બહુ જ મહિ‌માવંત પાત્ર - કૈકેયી- ને બહુ મોટો રોગ લાગુ પડયો છે. અયોધ્યાકાંડમાં કૈકેયીને બે પ્રકારના રોગ લાગુ પડયા છે, જેમાં એક લોભનો રોગ થયો છે. જેમાં કૈકેયીના મનમાં એવું આવ્યું કે અયોધ્યાની ગાદી રામને ન મળે પણ મારા ભરતને જ પ્રાપ્ત થાય. આ વિચારમાં લોભનો રોગ થયો. જ્યારે રામના રાજ્યની વાત આવી ત્યારે કૈકેયીને અતિ ક્રોધ પણ આવ્યો છે એટલે કે ક્રોધનો રોગ પણ થયો છે.



  • મંથરા વ્યક્તિનું નામ છે એના કરતાં વૃત્તિનું નામ છે. ત્યાર પછી અયોધ્યાકાંડમાં એક મહાન પાત્ર દશરથનું છે. કામનો રોગ દશરથજીને પણ લાગ્યો છે. 

  • રામચરિતમાનસમાં રાવણ રોગી નથી પણ મહારોગી છે. 

  • શૂર્પણખાને મમતાનો રોગ લાગુ પડયો છે. 

  • સુગ્રીવ વિષયી છે. એને વિષયીના રૂપમાં રોગ લાગુ પડયો છે.

  • વાલિને અહંકારનો રોગ લાગુ પડયો છે. વાલિમાં અહંકાર બહુ જ હતો.



  • સુંદરકાંડમાં બીજાની છાયા પકડવાનો રોગ છે. 

  • સુંદરકાંડના અંતમાં સમુદ્રતટ ઉપર જાઓ ત્યાં જડતાનો રોગ છે. 



  • આખો લંકાકાંડ રોગ જ રોગ છે. લંકામાં વસનારા બધા જ રોગીઓ છે એટલા માટે હનુમાનજીને થયું કે લંકાનો રોગ એટલો પ્રબળ છે કે એ કોઇ ઔષધિથી મટે તેમ નથી. કદાચ સુવર્ણનગરી ભસ્મ કરી નાખું અને એ ભસ્મથી કદાચ રોગ મટે માટે હનુમાનજીએ લંકાને બાળી છે. લંકાના એક પણ માણસને બાળ્યો નથી. લંકામાં બધા રોગી છે પણ કોઇ વ્યક્તિ રોગનો સ્વીકાર કરતું નથી.



  • છેલ્લે ઉત્તરકાંડમાં પણ રોગની વાત આવે છે. 
  • મારો કહેવાનો મતલબ એટલો જ છે કે આપણા જીવનના બધા જ કાંડમાં આપણને કોઇ ને કોઇ પ્રકારનો રોગ હોય જ છે. આ બધા રોગથી બચવા માટે કલિયુગમાં કેવળ હરિના નામનો આશ્રય કરો. બને તો સત્સંગ કરો જીવનમાં અવશ્ય વિવેક પ્રાપ્ત થશે અને વિવેક આવશે એટલે માનસિક રોગ દૂર થશે. '

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)



માનસદર્શન, મોરારિબાપુ

Read full article at Sunday Bhaskar.




દરેક રાજાને સત્યરૂપી સચિવ હોવો જોઇએ, માનસદર્શન મોરારિબાપુ

દરેક રાજાને સત્યરૂપી સચિવ હોવો જોઇએ

ભગવાન રામની દૃષ્ટિએ તીરથરાજ એટલે શું? આપણા મહાપુરુષો કહે છે કે કોઇપણ વસ્તુને જોવા માટે ત્રણ પ્રકારની દૃષ્ટિ હોય છે. જેમાં એક વિષયી દૃષ્ટિ છે. બીજી સાધકની દૃષ્ટિ છે જ્યારે ત્રીજી સિદ્ધદૃષ્ટિ છે. આવી રીતે ત્રણ પ્રકારની દૃષ્ટિથી લોકો દર્શન કરે છે.



  • રામચરિતમાનસમાં તુલસીદાસજીએ તીરથરાજનો મહિ‌મા ખૂબ જ ગાયો છે. સ્વયં ભગવાન રામ તીરથરાજ પ્રયાગનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. 




  • સ્વયં ઇશ્વર જ્યારે પોતાની આંખથી જુએ છે ત્યારે આપણે જેટલું જોઇએ છીએ એ તો જુએ જ છે પણ એના સિવાય બીજું ઘણું બધું જુએ છે. ભગવાન રામે પણ પ્રયાગરાજ તીરથમાં દિવ્યદૃષ્ટિથી જે કંઇ જોયું એનું દર્શન સીતાજી, લક્ષ્મણ અને ગૃહને સંભળાવે છે. આ વિષયમાં તુલસીદાસજી થોડું આધ્યાત્મિક દર્શન કરાવે છે. ભગવાન રામની દૃષ્ટિએ તીરથરાજ એટલે શું? 

  • આપણા મહાપુરુષોનું એવું કહેવું છે કે કોઇપણ વસ્તુને જોવા માટે ત્રણ પ્રકારની દૃષ્ટિ હોય છે. જેમાં એક વિષયી દૃષ્ટિ છે. બીજી સાધકની દૃષ્ટિ છે જ્યારે ત્રીજી સિદ્ધદૃષ્ટિ છે. આવી રીતે ત્રણ પ્રકારની દૃષ્ટિથી લોકો દર્શન કરતા હોય છે. મારે આ ત્રણ દૃષ્ટિમાં એક દૃષ્ટિનો વધારો કરવો છે, જો તમને ગમે તો સ્વીકારજો બાકી ત્રણ રાખજો. ચોથી દૃષ્ટિનું નામ મારી વ્યાસપીઠ શુદ્ધદૃષ્ટિ આપે છે.



  • આજે સમગ્ર વિશ્વમાં જેટલી સિદ્ધદૃષ્ટિની જરૂર નથી એટલી શુદ્ધદૃષ્ટિની જરૂર છે. મારું એક નિવેદન છે કે આ દેશને સમય પ્રમાણે કદાચ હવે સિદ્ધોની જરૂર નથી પણ શુદ્ધોની ખૂબ જ જરૂર છે. 


'સચિવ સત્ય શ્રદ્ધા પ્રિય નારી
માધવ સરિસ મીતુ હિ‌તકારી



  • તીરથરાજ નામના સમ્રાટના સચિવનું નામ સત્ય છે. 





  • સમ્રાટનું સિંહાસન સમગ્ર નદીઓનો સંગમ છે. જે સંગમ ઉપર બેસીને રાજા સત્યરૂપી સચિવને સાથે રાખીને શાસન કરે છે. 

  • તીરથરાજ સમ્રાટનું છત્ર અક્ષયવટ છે. જે અક્ષયવટની છાયા મુનિઓના મનને મોહ પમાડે છે. જ્યાં સમ્રાટ બેઠા હોય ત્યાં ચામર ઢોળવામાં આવે છે. તીરથરાજના ચામર કોણ છે. ગંગા-યમુનાનાં તરંગો તીરથરાજના ચામર ઢોળે છે. એ તરંગોમાં આપણે સ્નાન કરતા હોઇએ છીએ. પ્રયાગરાજમાં વહેતી નદીઓનાં તરંગોનાં દર્શન કરવામાં તો દુ:ખ, દારિદ્ર સમાપ્ત થઇ જાય છે. અંતે તુલસીદાસજી તીરથરાજ સમ્રાટના પ્રદેશની ચર્ચા કરતા કહે છે કે તીરથરાજનો પ્રદેશ પુણ્ય પ્રદેશ છે.


  • જેને કામના પૂરી કરવી છે એની કામના તરત જ પૂરી થાય છે. બસ શ્રદ્ધાની ખૂબ જ જરૂર છે. છેલ્લે તીરથરાજ સ્વયં મોક્ષની ભૂમિ છે માટે મોક્ષ તરત જ મળી જાય છે. તો ભગવાન રામે તીરથરાજ પ્રયાગનું વિશેષ દર્શન સીતાજી, લક્ષ્મણ અને ગૃહને કરાવ્યું. આપણે પણ આપણા જીવનમાં આધ્યાત્મિક રીતે પ્રયાગનું દર્શન કરીએ તેવી પ્રભુનાં ચરણોમાં પ્રાર્થના. જય સીયારામ'



મોરારિબાપુ

Read full article at Sunday Bhaskar.