Translate

Search This Blog

Monday, February 10, 2014

માનસિક રોગને કેવળ હરિભજન દૂર કરી શકે છે, માનસદર્શન, મોરારિબાપુ

માનસિક રોગને કેવળ હરિભજન દૂર કરી શકે છે.


  • રામાયણના દરેક કાંડમાં રોગ છે. આપણા જીવનના બધા જ રસ્તાઓમાં બધી અવસ્થામાં કોઇ ને કોઇ રોગ નીકળે જ છે. બસ એને સ્વીકારવાની તૈયારી આપણી હોવી જોઇએ.




  • રામચરિતમાનસનાં સાતેય સોપાનમાં કોઇ ને કોઇ વ્યક્તિ મનોરોગથી પીડિત છે




  • દક્ષકન્યા સતી જે ભગવાન શિવનાં પત્ની છે. એમના જીવનમાં સાક્ષાત્ ભગવાન શિવ હોવા છતાં તેમને સંશય નામનો રોગ જીવનમાં થયો હતો. 

  • અયોધ્યાકાંડમાં દર્શન કરીએ તો એક બહુ જ મહિ‌માવંત પાત્ર - કૈકેયી- ને બહુ મોટો રોગ લાગુ પડયો છે. અયોધ્યાકાંડમાં કૈકેયીને બે પ્રકારના રોગ લાગુ પડયા છે, જેમાં એક લોભનો રોગ થયો છે. જેમાં કૈકેયીના મનમાં એવું આવ્યું કે અયોધ્યાની ગાદી રામને ન મળે પણ મારા ભરતને જ પ્રાપ્ત થાય. આ વિચારમાં લોભનો રોગ થયો. જ્યારે રામના રાજ્યની વાત આવી ત્યારે કૈકેયીને અતિ ક્રોધ પણ આવ્યો છે એટલે કે ક્રોધનો રોગ પણ થયો છે.



  • મંથરા વ્યક્તિનું નામ છે એના કરતાં વૃત્તિનું નામ છે. ત્યાર પછી અયોધ્યાકાંડમાં એક મહાન પાત્ર દશરથનું છે. કામનો રોગ દશરથજીને પણ લાગ્યો છે. 

  • રામચરિતમાનસમાં રાવણ રોગી નથી પણ મહારોગી છે. 

  • શૂર્પણખાને મમતાનો રોગ લાગુ પડયો છે. 

  • સુગ્રીવ વિષયી છે. એને વિષયીના રૂપમાં રોગ લાગુ પડયો છે.

  • વાલિને અહંકારનો રોગ લાગુ પડયો છે. વાલિમાં અહંકાર બહુ જ હતો.



  • સુંદરકાંડમાં બીજાની છાયા પકડવાનો રોગ છે. 

  • સુંદરકાંડના અંતમાં સમુદ્રતટ ઉપર જાઓ ત્યાં જડતાનો રોગ છે. 



  • આખો લંકાકાંડ રોગ જ રોગ છે. લંકામાં વસનારા બધા જ રોગીઓ છે એટલા માટે હનુમાનજીને થયું કે લંકાનો રોગ એટલો પ્રબળ છે કે એ કોઇ ઔષધિથી મટે તેમ નથી. કદાચ સુવર્ણનગરી ભસ્મ કરી નાખું અને એ ભસ્મથી કદાચ રોગ મટે માટે હનુમાનજીએ લંકાને બાળી છે. લંકાના એક પણ માણસને બાળ્યો નથી. લંકામાં બધા રોગી છે પણ કોઇ વ્યક્તિ રોગનો સ્વીકાર કરતું નથી.



  • છેલ્લે ઉત્તરકાંડમાં પણ રોગની વાત આવે છે. 
  • મારો કહેવાનો મતલબ એટલો જ છે કે આપણા જીવનના બધા જ કાંડમાં આપણને કોઇ ને કોઇ પ્રકારનો રોગ હોય જ છે. આ બધા રોગથી બચવા માટે કલિયુગમાં કેવળ હરિના નામનો આશ્રય કરો. બને તો સત્સંગ કરો જીવનમાં અવશ્ય વિવેક પ્રાપ્ત થશે અને વિવેક આવશે એટલે માનસિક રોગ દૂર થશે. '

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)



માનસદર્શન, મોરારિબાપુ

Read full article at Sunday Bhaskar.




No comments:

Post a Comment