Translate

Search This Blog

Monday, February 10, 2014

દરેક રાજાને સત્યરૂપી સચિવ હોવો જોઇએ, માનસદર્શન મોરારિબાપુ

દરેક રાજાને સત્યરૂપી સચિવ હોવો જોઇએ

ભગવાન રામની દૃષ્ટિએ તીરથરાજ એટલે શું? આપણા મહાપુરુષો કહે છે કે કોઇપણ વસ્તુને જોવા માટે ત્રણ પ્રકારની દૃષ્ટિ હોય છે. જેમાં એક વિષયી દૃષ્ટિ છે. બીજી સાધકની દૃષ્ટિ છે જ્યારે ત્રીજી સિદ્ધદૃષ્ટિ છે. આવી રીતે ત્રણ પ્રકારની દૃષ્ટિથી લોકો દર્શન કરે છે.



  • રામચરિતમાનસમાં તુલસીદાસજીએ તીરથરાજનો મહિ‌મા ખૂબ જ ગાયો છે. સ્વયં ભગવાન રામ તીરથરાજ પ્રયાગનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. 




  • સ્વયં ઇશ્વર જ્યારે પોતાની આંખથી જુએ છે ત્યારે આપણે જેટલું જોઇએ છીએ એ તો જુએ જ છે પણ એના સિવાય બીજું ઘણું બધું જુએ છે. ભગવાન રામે પણ પ્રયાગરાજ તીરથમાં દિવ્યદૃષ્ટિથી જે કંઇ જોયું એનું દર્શન સીતાજી, લક્ષ્મણ અને ગૃહને સંભળાવે છે. આ વિષયમાં તુલસીદાસજી થોડું આધ્યાત્મિક દર્શન કરાવે છે. ભગવાન રામની દૃષ્ટિએ તીરથરાજ એટલે શું? 

  • આપણા મહાપુરુષોનું એવું કહેવું છે કે કોઇપણ વસ્તુને જોવા માટે ત્રણ પ્રકારની દૃષ્ટિ હોય છે. જેમાં એક વિષયી દૃષ્ટિ છે. બીજી સાધકની દૃષ્ટિ છે જ્યારે ત્રીજી સિદ્ધદૃષ્ટિ છે. આવી રીતે ત્રણ પ્રકારની દૃષ્ટિથી લોકો દર્શન કરતા હોય છે. મારે આ ત્રણ દૃષ્ટિમાં એક દૃષ્ટિનો વધારો કરવો છે, જો તમને ગમે તો સ્વીકારજો બાકી ત્રણ રાખજો. ચોથી દૃષ્ટિનું નામ મારી વ્યાસપીઠ શુદ્ધદૃષ્ટિ આપે છે.



  • આજે સમગ્ર વિશ્વમાં જેટલી સિદ્ધદૃષ્ટિની જરૂર નથી એટલી શુદ્ધદૃષ્ટિની જરૂર છે. મારું એક નિવેદન છે કે આ દેશને સમય પ્રમાણે કદાચ હવે સિદ્ધોની જરૂર નથી પણ શુદ્ધોની ખૂબ જ જરૂર છે. 


'સચિવ સત્ય શ્રદ્ધા પ્રિય નારી
માધવ સરિસ મીતુ હિ‌તકારી



  • તીરથરાજ નામના સમ્રાટના સચિવનું નામ સત્ય છે. 





  • સમ્રાટનું સિંહાસન સમગ્ર નદીઓનો સંગમ છે. જે સંગમ ઉપર બેસીને રાજા સત્યરૂપી સચિવને સાથે રાખીને શાસન કરે છે. 

  • તીરથરાજ સમ્રાટનું છત્ર અક્ષયવટ છે. જે અક્ષયવટની છાયા મુનિઓના મનને મોહ પમાડે છે. જ્યાં સમ્રાટ બેઠા હોય ત્યાં ચામર ઢોળવામાં આવે છે. તીરથરાજના ચામર કોણ છે. ગંગા-યમુનાનાં તરંગો તીરથરાજના ચામર ઢોળે છે. એ તરંગોમાં આપણે સ્નાન કરતા હોઇએ છીએ. પ્રયાગરાજમાં વહેતી નદીઓનાં તરંગોનાં દર્શન કરવામાં તો દુ:ખ, દારિદ્ર સમાપ્ત થઇ જાય છે. અંતે તુલસીદાસજી તીરથરાજ સમ્રાટના પ્રદેશની ચર્ચા કરતા કહે છે કે તીરથરાજનો પ્રદેશ પુણ્ય પ્રદેશ છે.


  • જેને કામના પૂરી કરવી છે એની કામના તરત જ પૂરી થાય છે. બસ શ્રદ્ધાની ખૂબ જ જરૂર છે. છેલ્લે તીરથરાજ સ્વયં મોક્ષની ભૂમિ છે માટે મોક્ષ તરત જ મળી જાય છે. તો ભગવાન રામે તીરથરાજ પ્રયાગનું વિશેષ દર્શન સીતાજી, લક્ષ્મણ અને ગૃહને કરાવ્યું. આપણે પણ આપણા જીવનમાં આધ્યાત્મિક રીતે પ્રયાગનું દર્શન કરીએ તેવી પ્રભુનાં ચરણોમાં પ્રાર્થના. જય સીયારામ'



મોરારિબાપુ

Read full article at Sunday Bhaskar.

No comments:

Post a Comment