Translate

Search This Blog

Sunday, February 23, 2014

પ્રેમ પુષ્ટ બને ત્યારે ભૂલો નાની બને, માનસદર્શન, મોરારિબાપુ

પ્રેમ પુષ્ટ બને ત્યારે ભૂલો નાની બને



  • માનવી પાસે આંખ છે, આ આંખને દૃષ્ટિમાં પરિવર્તન કરવા માટે જીવનમાં સત્સંગ ખૂબ જ જરૂરી છે. જે વ્યક્તિની અંદર વિવેકદૃષ્ટિ આવી જાય છે તે મહાત્મા ગાંધીની માફક મહામાનવ બની જાય છે.


  • જ્યારે સ્નેહ પાતળો થાય ત્યારે ભૂલો તગડી થાય છે. જ્યારે ભૂલો તગડી થાય છે ત્યારે પ્રેમ પાતળો થાય છે.


મુનિ સમૂહ મહ બૈઠે સન્મુખ સબકી ઔર
સરદ ઇન્દુ તન ચિતવન માનહુ નિકર ચકોર

  • કોઇ પણ જીવ જ્યારે ઇશ્વરની સન્મુખ થઇ જાય ત્યારે કોટિ કોટિ જન્મનાં પાપ નાશ પામે છે. બીજું કે ક્યારેક ક્યારેક ઇશ્વર સ્વયં આપણી ઉપર કૃપા કરે છે કે આપણા જેવા અનેક ભૂલ્યા-ભટક્યા જીવને પોતાની સન્મુખ નિયંત્રિત કરે છે.



  • તુમ મેરે સામને હોતે હો, કોઇ દુસરા નહીં હોતા.’ 'ઇશ્વર સર્વ ભૂતાનામ્’ 

  • આ પંક્તિના ન્યાયે થોડો મુનિભાવ આપણામાં આવી જાય. મુનિભાવની દૃષ્ટિ આપણામાં આવી જાય. મારી તો દરેક ભાઇ-બહેનોને પ્રાર્થના છે કે ક્યારેક એકાંત મળે તો થોડો વિચાર કરજો. આજે આપણા બધા પાસે આંખ છે પણ દૃષ્ટિ નથી. આજે લોકો આંખથી દર્શન કરે છે. કદાચ દૃષ્ટિથી કરવામાં આવે તો આખું દર્શન બદલાઇ જશે. આપણે બધા મંદિરમાં ભગવાનનાં દર્શન આંખથી કરીએ માટે ઇશ્વરનાં દર્શન થતાં નથી. મંદિરમાં રહેલી મૂર્તિ‌નાં દર્શન દૃષ્ટિથી કરો, ઇશ્વરની ઝાંખી અવશ્ય થશે. બીજું કે જેણે શરીર શુદ્ધ કરવું હોય એ વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરે, જેણે મનશુદ્ધ કરવું હોય એ મૂર્તિ‌માં પ્રવેશ કરે.



  • આપણા જૈન મુનિ વિજયરત્નસુરિશ્વરજી કહે છે કે આંખ તો ગધેડા પાસે પણ છે. પરંતુ ગધેડા પાસે દૃષ્ટિ ન હોવાના કારણે ગધેડો ગધેડો જ રહી જાય છે 

  • સત્સંગ દ્વારા વ્યક્તિમાં વિવેકદૃષ્ટિ પ્રગટે છે. જે વ્યક્તિની અંદર વિવેકદૃષ્ટિ આવી જાય છે તે વ્યક્તિ મહાત્મા ગાંધીની માફક મહામાનવ બની જાય છે અને દૃષ્ટિ કેવળ ગુરુકૃપાથી પ્રાપ્ત થાય છે. વિવેકદૃષ્ટિ માનવીને મહાત્મા બનાવી દે છે. 



  • પરિવારના કે કુટુંબના સભ્યો સાથે ક્યારેય ભૂલ કાઢવાની સ્પર્ધા ન કરો. ઇશ્વર આપણી સામે જ છે એ બધું જ જુએ છે એવો ખ્યાલ રાખો. જ્યારે સ્નેહ પાતળો થાય ત્યારે ભૂલો તગડી થાય છે. જ્યારે ભૂલો તગડી થાય છે ત્યારે પ્રેમ પાતળો થાય છે.



  • એને બદલે જ્યારે પ્રેમ પુષ્ટ થઇ જાય છે ત્યારે ભૂલો નાની થઇ જાય છે. એ



  • વિવેક ચુડામણિમાં સ્પષ્ટ કહ્યું છે કે,'પ્રસન્ન ચિત્તે પરમાત્મદર્શનમ્’જ્યારે વિવેક પુષ્ટ બની જશે ત્યારે ઇશ્વરનાં દર્શન અવશ્ય થાય છે. 



  • બસ, જીવનમાં વધારે ભક્તિ ન થાય તો કંઇ વાંધો નથી પણ દૃષ્ટિને વિવેકપૂર્ણ બનાવજો. એમાં ભક્તિનો સમાવેશ થઇ જશે. આવો.

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


મોરારિબાપુ

Continue reading at Sunday Bhaskar.



No comments:

Post a Comment