Translate

Search This Blog

Monday, November 28, 2016

બુદ્ધપુરુષ આપણો સમકાલીન હોય ત્યારે સમજાતો નથી

બુદ્ધપુરુષ આપણો સમકાલીન હોય ત્યારે સમજાતો નથી



  • જેટલા જેટલા બુદ્ધપુરુષો થયા છે, નાની ઉંમરમાં ગયા છે. પાસ થઇને ગયા છે, તો અમુક સમય થાય ત્યારે સાધુ-ફકીરોની સેવા કરો
  • રામજનમના હેતુઓ છે એ પાંચેય પરમવિચિત્ર છે. 
  • હું એવું માનું કે ઘરમાં દીકરો હોય કે દીકરી, એનાં લગન થઇ જાય અને પછી એનેય ઘરે બાળકનો જનમ થાય પછી મા-બાપે ભવનમાં રહીને વનવૃત્તિમાં જીવવું. ‘ભાગવતજી’માં એમ કહેવામાં આવ્યું કે, ‘ધર્મમ્ ભજસ્વ સતતમ્ ત્યજ લોકધર્માન્.’ એક દીકરો પોતાના બાપને કહે છે કે, ‘પિતાજી, તમે હવે ધર્મને સેવો.’ ધર્મને સેવો એટલે? ધર્મ એટલે સત્ય, પ્રેમ અને કરુણા. અને કયો ધર્મ સત્યનો ઇન્કાર કરી શકે? કયો ધર્મ પ્રેમનો ઇન્કાર કરી શકે? કયો ધર્મ કરુણાનો ઇન્કાર કરી શકે?
  • બીજી વાત કહી, ‘ત્યજ લોકધર્માન્.’ હવે લોકધર્મને છોડી દો. 
  • 'સેવસ્ય સાધુ.’ હવે કોઇ સંતફકીરને સેવો. એક સાધુ ઘરમાં આવે તો ખંડેર હોય એય ભળભળતું બંધ થઇ જાય, સાહેબ! એવો કોઇ બુદ્ધપુરુષને સેવો. આ કરવાનું અમુક ઉંમરે. પાછી ‘ત્યજ કામતૃષ્ણા.’ કામતૃષ્ણા મૂકો. છેલ્લે માણસને જે એષણા સતાવે છે એ લોકેષણા. આ ભયંકર એષણા છે, 
  • તો અમુક સમય થાય ત્યારે સાધુ-ફકીરોની સેવા કરો.
  • અને સેવા ન કરો તો કાંઇ નહીં, કોઇ સંત-ફકીરને જુઓ તો સંદેહ ન કરવો કે આ સમાજનું ખાય છે અને કામ કરતાં નથી! જે છે એની આપણને ખબર નથી! 
  • એક ઉંમર થાય પછી સાધુ સંગ કરો અને લોકેષણા પણ છોડી દેવાની. પછી અંતર્મુખ રહેવાનું એમ ‘ભાગવતજી’ કહે છે. ‘ભાગવત’ કાર કહે, અમુક ઉંમર થાય ત્યારે બીજાના દોષ આપણામાં વેર પ્રગટાવશે. એના ગુણ-દોષ અાપણે નહીં જોવાના, એક ડિસ્ટન્સ રાખવું. તો, પછી કરવું શું ઉંમર થાય ત્યારે? ‘સેવકથા રસમહો નિતવામ્ પિબતવ્યમ્.’ બીજાની જેટલી સેવા થાય એટલી સેવા કરવી, અને એ પણ જ્યારે તનથી ન થઇ શકે ત્યારે વ્યાસજી કહે ‘સેવકથા રસમહો’ ભગવાનની કથામાં રસ લો. કથાનું શ્રવણ કરો, એનાથી બહુ ફાયદો થશે. એ રસ અદ્્ભુત છે. અને એમાંય કોઇ બુદ્ધપુરુષના મુખેથી કથાનો રસ વહેતો હોય ત્યારે તો આપણા ભાગ્ય ઇન્દ્રને ઇર્ષ્યા આવે એવાં હોય છે!
  • જગતનો એક નિયમ છે કે કોઇપણ બુદ્ધપુરુષ જ્યારે આપણો સમકાલીન હોય ત્યારે એ સમજતો જ નથી. 

શરફજીનો એક શેર છે-

ફલે ફૂલે કૈસે યે ગૂંગી મહોબ્બત,
ન વો બોલતે હૈં, ન હમ બોલતે હૈં.


વારતા રે વારતા, ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા, છોકરાને સમજાવતા,
એક છોકરો રીસાયો, કોઠી આડો ભીંસાયો,
કોઠી પડી આડી, છોકરાએ રાડ પાડી,
‘અરરર માડી!’


  • આ વ્યાસ, વાલ્મીકિ, શંકર આ ભાભાઓ નહીં તો શું છે? આ વયોવૃદ્ધ મહાપુરુષોએ આપણને ચરાવ્યાં છે. અને એ શું કરતા? અમારે શું કરવાનું? શાસ્ત્રમાંથી થોડાંક ચપટી બોર લઇ લેવાનાં જે સ્વાદિષ્ટ અને ચાખેલાં હોય. 
  • ગુરુથી તમે નારાજ થાવ તો ભાગી ન જવું, પણ ગુરુના ઘરમાં જ ક્યાંક કોઠીની આડે સંતાઇ જવું. 
  • આખું શાસ્ત્ર આપી દીધું. એમાં ભીંસાઇ ગયો! સાહેબ, આ શાસ્ત્રને પચાવવાં બહુ કઠિન છે. આપણે આપણી આંગળી કંકુવાળી કરીએ ત્યારે જ બીજાના કપાળમાં ચાંદલા થાય. તો ચણિયા બોર ચૂંટે એની આંગળીનેય થોડાંક થોડાંક ક્યાંક કાંટા વાગે અને આંગળી લાલ થઇ જાય છે. આપણા સાધુ-સંતો, વડીલો,
  • બુદ્ધપુરુષો આપણા માટે શાસ્ત્રોમાં સૂત્રાત્મક બોર લાવે છે. 


(સંકલન : નીિતન વડગામા)


Read full article at Sunday Bhaskar.



No comments:

Post a Comment