Translate

Search This Blog

Sunday, November 6, 2016

આ દેશ વ્યક્તિગત રામની નહીં, વૈશ્વિક રામની પૂજા કરે છે

આ દેશ વ્યક્તિગત રામની નહીં, વૈશ્વિક રામની પૂજા કરે છે




  • તમને કોઈના ઉપર પૂરો ભરોસો આવે ત્યારે સમજવાનું કે તમે વડલાની નીચે બેઠા છો. અને એ પણ રોજરોજ નવીનવી કૂંપળો કાઢે એવો વડલો!
  • એ આવે એટલે આનંદની વૃદ્ધિ થાય છે, શાંતિ સ્થપાય છે, પ્રેમ સ્થપાય છે, લોકોને સત્યમાં રુચિ જન્મે છે. 
  • ‘બિપ્ર ધેનુ સુર સંત હિત’, આખા વિશ્વ માટે એમણે અવતાર ધારણ કર્યો છે. એવા વૈશ્વિક રામની પૂજા આ રાષ્ટ્ર કરે છે. આ દેશ વ્યક્તિગત રામની નહીં, વૈશ્વિક રામની પૂજા કરે છે. 
  • મનુ-શતરૂપાનો વ્યક્તિગત રામ વિશ્વનો રામ બને છે. શંકરને રામ અને શંકરની રામકથા તો ‘સકલલોક જગપાવની ગંગા’ છે. 
  • પણ તુલસી કહે, એ વડલો એ વિશ્વાસનો વડલો હતો. તમને કોઇના ઉપર પૂરો ભરોસો આવે ત્યારે સમજવાનું કે તમે વડલાની નીચે બેઠા છો. અને એ પણ રોજરોજ નવીનવી કૂંપળો કાઢે એવો વડલો. તમને રોજરોજ નવો વિશ્રામ મળે, આનંદ મળે. શંકર સ્વયં વિશ્વાસનું પ્રતીક છે. કૈલાસના એ શ્રુતિવિદિત વડલાની નીચે બેઠા છે. 
  • ‘ઉત્તમા સહજાવસ્થા મધ્યમા ધ્યાન ધારણા.’ 
  • માણસે પોતાની જાતને આદર્શ માનવી જોઇએ. ઉધાર ક્યાં સુધી જીવવાનું? આપણે આપણાં સત્ય, પ્રેમ અને કરુણાથી આપણી જાતને તોળવાની કે વજન વધ્યું કે ઘટ્યું? સત્ય લેવાનું, પ્રેમ આપવાનો અને કરુણા જીવવાની. પાર્વતી પ્રશ્ન પૂછે છે કે, 


રામ જનમ કે હેતુ અનેકા.
પરમ બિચિત્ર એક તેં એકા.


  • ભગવાન રામે ધરતી ઉપર જનમ લીધો એના અનેક હેતુઓ છે અને પરમ વિચિત્ર છે, પણ એમાંથી- જનમ એક દુઇ કહઉં બખાની.vસાવધાન સુનુ સુમતિ ભવાની.
  • પહેલાં સાંભળી લેવું શ્રદ્ધાથી અને પછી ઘરે જઇને બુદ્ધિથી વિચારવું, અહીંયા વિચારવા માંડશો તો રસ ગુમાવી દેશો. સાવધાન એટલે શ્રદ્ધાથી સાંભળવાનું પણ બુદ્ધિ છોડી નહીં દેવાની. એટલે બુદ્ધિ જરૂરી પણ એક વખત સાંભળી લો, પછી એના ઉપર મનન કરો અને પછી નિદિધ્યાસન.
  • પછી પહેલાં તો નિરાકારનું વર્ણન કર્યું કે એ અપાણિપાદ છે, છતાં ગતિ કરે, કર્મ કરે, આંખ નથી છતાં બધાંને જોવે, શરીર નથી છતાં બધાંને સ્પર્શ કરે, ઘ્રાણેન્દ્રિય નથી છતાં બધી સુગંધ લે છે, જીભ નથી છતાં એના જેવો બીજો વક્તા નથી. આવો બ્રહ્મ ભક્તોના પ્રેમના લીધે દેશ-કાળની પરિસ્થિતિરૂપ મનુષ્યવિગ્રહ ધારણ કરે છે. 
  • પોતાના પ્રયાસથી પ્રાપ્ત થાય એ જય અને ગુરુના પ્રસાદથી પ્રાપ્ત થાય એનું નામ વિજય. માણસ પોતે કાર્ય કરે અને મેળવે એ જય. પણ શરણાગતોને પોતાનો પ્રયાસ ક્યાં હોય છે? એને તો કોઇની નિતાંત શરણાગતિ હોય છે. સદ્‌ગુરુના પ્રસાદથી પ્રાપ્ત થાય એનું નામ વિજય.
  • શસ્ત્રથી પ્રાપ્ત થાય એનું નામ જય અને શાસ્ત્રથી પ્રાપ્ત થાય એનું નામ વિજય. ‘મેં વિજયશ્રી પ્રાપ્ત કરી’ એમાં ક્યાંક અહંકારની બદબૂ હોઇ શકે, એનું નામ જય પણ પૂરી સફળતા મેળવ્યા પછી એવી ને એવી વિનમ્રતા સચવાઇ રહે એનું નામ વિજય. સાધનથી મળે એનું નામ જય અને સાધનાથી મળે એનું નામ વિજય. બહિર સફળતાનું નામ જય છે અને ભીતરી પ્રાપ્તિનું નામ વિજય છે. કાલાન્તરે કરમાય એનું નામ જય, પરંતુ જેની શાશ્વત સફળતા હોય એ વિજય.
  • હરિ પોઢ્યો છે અને સાધુડા જાગે છે. 
  • આપણે ગમે એટલા મોટા હોઇએ તોય જે ડ્યૂટી ઉપર હોય એની મંજૂરી લેવી એ સાધુતાનું પ્રાથમિક લક્ષણ છે. 
  • પણ ક્યારેક ક્યારેક, આ જડતા વૈકુંઠના દ્વારે પણ દેખાય! મહાત્માઓએ જિદ્દ કરી છે અને દ્વારપાલે અવિવેક કર્યો છે. એટલે ક્યારેક ક્યારેક અવગુણો બહુ ઊંચાઇ ઉપર ગયા હોઇએ ત્યાં પણ આપણો પીછો કરે છે. માણસ ગમે ત્યારે ચૂક કરી શકે છે. છેલ્લી ઘડી સુધી સાવધાની વરતવી. જયંત પાઠકને હું યાદ કરું-‘રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે. હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે.’
  • સંખ્યાની દૃષ્ટિએ દ્વારપાલ બે છે, સનકાદિક ચાર છે અને દર્શન જે કરવા છે એ એક છે. આપણી વિદ્યાથી મારે ને તમારે નારાયણ સુધી પહોંચવાનું છે. 


(સંકલન : નીતિન વડગામા)

Read full article at Sunday Bhaskar.


No comments:

Post a Comment