આપણી પાસે વૈચારિક ફાનસ છે, પણ દિલમાં દીવા નથી પ્રગટ્યા
- કામ, ક્રોધ ને લોભ આપણા માટે જરૂરી છે. પણ એનો પ્રકોપ ન થવો જોઈએ, એનું સંતુલન શરીર માટે જરૂરી છે.
- જાગૃત માણસને વિક્ષેપ કરવા ત્યારે કોઇ ને કોઇ શૂર્પણખા આવે છે. શૂર્પણખાને મારી તલગાજરડી આંખ તૃષ્ણા અથવા વાસનાના અર્થમાં જુએ છે.
- ભક્તિમાર્ગમાં જીવનયાત્રાનાં વિઘ્નો છે.
- જ્યારે જીવ અથવા સાધક ભક્તિ સુધી પહોંચી જાય છે ત્યારે તત્કાલીન સમાજ એને સળગાવવાની કોશિશ કરે જ! જેની ભક્તિ મજબૂત હશે, જેની મમતા ઇશ્વર સમર્પિત હશે, એને સમાજ બાળશે તો પોતે નહીં બળે. ખોટી માન્યતારૂપી લંકાને બાળી મૂકશે.
No comments:
Post a Comment